સ્ત્રીએ ‘અસત’ પર વીજય મેળવ્યો છે ?

–કામીની સંઘવી

આપણી ભારતીય પરમ્પરા પ્રમાણે આ વખતે પણ દશેરા ઉજવાયો. ક્યાંક રામલીલા ભજવાઈ. કશેક રામ–લક્ષ્મણ–સીતાની રથયાત્રાઓ નીકળી. ઠેર ઠેર રાવણનાં પુતળાંનું દહન થયું. દશેરાની સ્પેશીયલ એડીશન પણ ન્યુઝપેપર્સ–મેગેઝીન્સે છાપી. દર વર્ષે લખાય છે અને આપણે વાંચતા હોઈએ છીએ તેમ આ વર્ષે પણ તે પરમ્પરાનું પાલન થયું કે  : ‘ભાઈઓ–બહેનો દશેરા એટલે સતનો અસત પર વીજય.’ ઈવીલ પર ગુડની વીક્ટરી. કારણ કે રામે રાવણરુપી વીકારોનું હનન કર્યું તો મા દુર્ગાએ મહીષાસુરરુપી અસુરી શક્તીનો નાશ કર્યો. આમ આદમીથી લઈને મુખ્યમંત્રી સુધી બધાએ શસ્ત્ર–અસ્ત્રની પુજા કરી. કરોડો રુપીયાના ફાફડા–જલેબી ખવાયાં. આનંદો…! પણ પછી ? આ અઠવાડીયાના મુખ્ય ત્રણ સમાચાર પર નજર ફેરવો તો લાગે કે આપણે ખરેખર ‘અસત પર સતનો વીજય’ મેળવી શક્યા છીએ ?

ઓરીસ્સા અને આંધ્રપ્રદેશ પર ‘ફેલીન’ વાવાઝોડું ત્રાટક્યું. સરકાર પહેલેથી જ એલર્ટ હતી એટલે બધી જ જરુરી સલામતી વીચારાઈ અને લેવાઈ પણ ખરી, જેથી આમઆદમીની રક્ષા થઈ શકી. છતાં અનીવાર્ય રીતે ન નીવારી શકાય તેવા સંજોગોને કારણે પચાસેક મોત થયાં. સમજી શકાય તેવી વાત છે, કુદરતની સાથે બાથ ભીડવી તે અઘરું કામ છે. વળી, માનવી ગમે તેટલો બાહુબળી હોય પણ કુદરત સામે તે વામન જ છે. તેથી ફેલીન વાવાઝોડાના મરણાંક સામે વાંધા–વચકાં ન હોય. પણ દશેરાના દીવસે મધ્યપ્રદેશના એક નાનકડા ગામના મંદીરમાં એકથી દોઢ લાખની મેદની એકઠી થઈ. પછી કોઈ અફવાને કારણે ભાગદોડમાં બસોથી વધારે માણસ મરી ગયા ! બીજા સોએક માણસોને ગંભીર ઈજા પહોંચી. જેમાં સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. અમુક તો નાનાં નાનાં માસુમ ભુલકાંઓ પણ આ હોનારતમાં હોમાઈ ગયાં. તે માટે કોણ જવાબદાર ? આમઆદમી, જે તે તહેવારોને દીવસે મંદીરમાં દર્શન કરવા માટે ભીડ કરે છે તે આમઆદમી કે પછી પ્રશાસન, જે આટલી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે તે જાણતા હોવા છતાં, પુરતી વ્યવસ્થા કરવામાં ઉણું ઉતર્યું તે જવાબદાર ?  કે પછી જે દેવી કે દેવતાના તેઓ દર્શન કરવા આવ્યા હતા તે ? શા માટે ઈશ્વરે તેમની રક્ષા ન કરી ?

હીન્દુ ધર્મમાં બ્રહ્મની વ્યાખ્યા મુજબ પરમાત્મા નીરાકાર છે. તેનું કોઈ રુપ નથી. નથી તે દેવી–દેવતામાં કે નથી તે મુર્તીઓમાં. તે તો મારા–તમારામાં રહેલો છે. તો પછી તેને બહાર મન્દીરોમાં શોધવાની જરુર શી છે ? શા માટે મન્દીરોમાં લાઈન લગાવીને દેવી–દેવતાના દર્શન કરવા માટે હડીયાપાટી કરવાની ? ક્યારેય સાભંળ્યુ છે કે ગાંધીજી કોઈ મંદીરમાં દર્શન કરવા માટે ગયા હોય ? છતાં તે સવાયા રામભક્ત હતા. રામના આદર્શને તેમણે પોતાના જીવનમાં વણી લીધા હતા. પછી મંદીરમાં રામને શોધવા જવાની જરુર જ ક્યાં પડે ?  તમે ખુદ જ ઈશ્વરનો અંશ છો, તો તેનું જ કલ્યાણ થાય તેવું કરો ને !  દીવસે દીવસે સ્ત્રીઓનું એડ્યુકેશન વધે છે; પણ ધાર્મીકતા ઘટવાના બદલે વધતી જાય છે. તેમાં ધાર્મીકતાના નામે દંભ–દેખાદેખીએ દાટ વાળ્યો છે. સમજ્યા કે એક મા–પત્ની તરીકે તમે તમારા પરીવારનું કલ્યાણ ઈચ્છો; પણ તે માટે અન્ધશ્રદ્ધાનો સહારો લેવાની શી જરુર છે ? ફલાણાં –ઢીકણાં ભગવાનના દર્શન સીમાબહેન કરી આવ્યાં એટલે રીમાબહેન પણ જાય. કારણ કે ઈશ્વરની કૃપા તેમનાં સંતાન કે પરીવારને મળે અને પોતાનો પરીવાર રહી જાય તો ? યાર, આ દેખાદેખીની વૃત્તી છોડો. કોઈ દેવી–દેવતા હોનારતમાં મદદે આવતા નથી. એવું હોત તો ધાર્મીક સ્થાન પર થતી ભાગદોડમાં માણસ મરતો હોત ? મધ્યપ્રદેશની ઘટનાના રશીસ(ધસારા) જેણે છાપાં–મેગેઝીનમાં જોયા છે, તેમાં માસુમ ભુલકાંઓની લાશ જોઈને કોઈ સેન્સેટીવ તો શું, જડભરત પણ વીચલીત થઈ જાય. તો બહેનો, આપણી નીંભર ધાર્મીકવૃત્તી કેમ વીચલીત થતી નથી ? શા માટે આપણે મન્દીર–મસ્જીદમાં ભગવાન–ખુદાને મેળવવા માટે લાઈન લગાવીએ છીએ ? પરમાત્મા તમારી ભીતર જ છે. તમારી આવી ધાર્મીકતાનો જ આસારામ જેવા બાપુઓ ગેરલાભ ઉઠાવે છે. શી જરુર છે પોતાની કાચી ઉંમરની દીકરીઓને આવા બની બેઠેલા બાપુઓની સેવા કરવા માટે મોકલવાની? પેલી પીડીતાનો ગેરલાભ ઉઠાવવા માટે જેટલા દોષી આસારામ છે તેટલાં જ દોષી તે દીકરીનાં માતા–પીતા પણ છે. સોળ વર્ષની દીકરીને શા માટે સાધના કરાવવાની ને શી સાધના કરાવવાની ? તેની ઉંમર તો ભણવા–ગણવાની છે ને ?

મનુસ્મૃતીમાં કહેવાયું કે સ્ત્રીની બુદ્ધી પગની પાનીએ હોય છે. ભણેલી–ગણેલી સ્ત્રીઓ આ માન્યતાનો યથાયોગ્ય વીરોધ કરતી હોય છે. પણ જો તમે તમારી માસુમ બાળાઓને સાધુ–સંતોને પગે લગાડવા લઈ જતાં હોય તો દીલગીરી સાથે કહેવું પડે કે, ‘બહેન, તારી બુદ્ધી ખરે જ, પગની પાનીએ જ છે.’ સાધુ–સંતોને પગે લાગવાથી કોઈનો ઉદ્ધાર થતો નથી. તેથી તમારી દીકરીનો પણ નહીં થાય. હા, બની શકે કે તેનું હીત થવાને બદલે અહીત જ થાય. માટે આન્ટીજી, આન્ટીજી, વેક અપ, એન્ડ થીન્ક….

–કામીની સંઘવી

‘ફુલછાબ’ દૈનીક, રાજકોટની તા. 18 ઓક્ટોબર, 2013ની ‘ગુલમોર’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘તુલાસીક્યારો’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘ફુલછાબ’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક:

કામીની સંધવી, D-804, New Suncity, Apartment, B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru405, Evaz Apparel Co-op. Housing Society, (Krishna Apparments, B Wing), Opp. Ayyappa Temple, Sector: 12 E, BONKODE, KOPERKHAIRNENavi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222 .મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ06/12/2013

24 Comments

 1. રણછોડ…જેનું નામ….વ્રજભૂમિ છોડનાર…..રણછોડે……સૌરાષ્ટરમાં દ્વારિકા નગરી વસાવેલી અેવું માનવામાં આવે છે. શ્રઘ્ઘાળુઓ આ વાત જ માને છે. પાપાચારોના પરિણામે દ્વારિકાનો અને યાદવકુળનો નાશ થયો હતો તે પણ શ્રઘ્ઘાળુઓ માને છેં.

  પાપાચાર નાશનો મારગ છે.

  યાદવોના રાજા…મહારાજા…કરસનભાઇ….પણ યાદવોને બચાવી શકેલાં નહિં. પછી તેંમણે ગીતામાં વચન આપેલું કે જ્યારે…જયારે…પડશે…ત્યારે ત્યારે……હું આવીશ…..

  ૨૧મી સદી પાપાચારનો ચરું સાબિત થઇ ચૂકી છે.

  યાદવોને તે પોતાના સમયમાં બચાવી શકેલા નહી….પોતાના જ સગાઓને….વ્હાલાઓને….બચાવી શકેલા નહીં. તો પછી ૨૧મી સદીના આજના પાપીઓ કીસ ખેતકી મૂલી ?………

  ગાંડાઓની આજની જમાત….અને તેમની નગરીઓમાં લોકો રાહ જોઇને બેઠા છે….વાદા તો નિભાયેગા…..

  થોડા લોકો સમજી ગયા છે અને ગાય પણ છે…કે….વાદા…તેરા…વાદા….ક્યા હુઆ તેરા વાદા…વો કસમ વો ઇરાદા…

  ભવાઇના પણ નામો ….રામલીલા….ક્રષણલીલા…..લીલા જ લીલા હોય છે……

  દિવ્ય ભાસ્કરમાં એક રીપોર્ટ : નરોડાનાએક યુવાને આપઘાત ચીઠ્ઠીમાં લખેલું કે,’ મેં તેરા વાદા નિભા ન શકા, અગલે જનમમેં જરૂર મીલેંગે.’ પેલી બિચારી કેટલાં જનમ રાહ જોયા કરશે ? શ્રઘ્ઘાળુઓ હજી પેલાની રાહ જોઇને બરબાદીને રસ્તે જઇ રહ્યા છે….કે જેવી રીતે…યાદવો…ગયા હતા…….
  .
  મઝાનો એક જોક ? વાંચ્યો હતો…..માફી માંગીને લહવાની પરવાનગી લઇ લઉ છું….

  ઘણાં સાઘુડાઓના રીપ્રેઝન્ટેટીવ બાદશાહ અકબર : બીરબલ, મુજશે વાદા કર કી તેરી બીબી કી પહેલી કીસ તું મુજે લેને દેગા.
  બીરબલ : વાદા કીયા હુજુર. પર મેરી ભી એક શર્ત હૈ……..
  અકબર : ક્યા ? બોલ……….
  બીરબલ : મેં શાદી આપકી બહેનસે કરુંગા………
  ………………………………
  …………………………………

  અમૃત હઝારી.

  Like

 2. ‘અભીવ્યક્તી’ની કોમેન્ટોમાં ઘણી વખત વાંચવા મળ્યુ છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વઘુ પડતી ઘર્મ અને સાઘુ બાવાઓ પાછળ દોડતી હોય છે. જો આ સાચુ હોય તો પછી આ લેખનું સ્વરુપ જુદુ હોવું જોઇએ.
  ઘાર્મિક પુસ્તકોમાં રાક્ષસો વઘુ ( પરુષો ) અને સ્ત્રી રાક્ષસણીઓ ઓછી છે ?
  સમાજ અને ઘર્મો પુરુષપ્રઘાન રહ્યા છે….આજે પણ…………
  સત અને અસતથી પુરુષ અને સ્ત્રી બન્ને જ રંગાયેલા છે. રોજીંદા જીવનમાં ડોકીયું કરતાં આ સમજાશે. ઘર્મોની વાર્તાઓ આજના જમાના માટે બંઘબેસતી નથી.
  સવાલ : ’ સ્ત્રીએ અસત ઉપર વિજય મેળવ્યો છે ? ?????? ’ સમજાયો નહીં.
  આપણે ઘર્મો અને તેની ખરાબ અસરો દૂર કરવાની વાતો કરીયે છીએ. અને ઘર્મોની વાતોના દાખલાઓ થકી સુઘારાઓ મેળવવાની વાત વિચાર્યે છીએ.
  સુઘારા મેળવવા દાખલા લેવા હોય તો ઝાંસીની રાણીનો લઇએ. સુનિતા વિલીયમ્સનો લઇએ. રાવણનું પુતળું બાળવાથી ઇવીલનો નાશ થયાનો આનંદ ???????શું કમાયા અને શું ગુમાવ્યુ. ?????? જાતને છેતરવાની રીતો છે. હજારો વરસોથી આ સમજ લોકો સુઘી પહોંચાડનારાઓ આવ્યા અને ગયા….પરિણામ….ઝીરો…….

  Like

 3. હજારો વરસોથી આ સમજ લોકો સુઘી પહોંચાડનારાઓ આવ્યા અને ગયા….પરિણામ….ઝીરો…….Aa vaat ekdum hachi ho @ Amrutkaka.

  As I have said before ‘As long as we human keep searching GOD in “Patthar na Pootla ma” We will never progress anything’….. If one look at life of Nelson Mandela Who happened to be (In my opinion) True Gandhian and lived his life to carry his religious duty in society and has achieved notable result….. And then their is Aasharaam ?

  I do not think I need to say anymore…… We just need to be properly educated and in right direction… we may be able to save some….. some from peoples like Aasharam and such.

  Like

 4. Damn good article by Kamini Singhvi.the human nature is to celebrate and to celebrate people of all religions have found out some or the other ways and days. nothing wrong in celebration but when madness is mixed then that cocktail becomes dangerous and we have witnessed countless tragedies like that happened in Madhya Pradesh.Many writers and poets from Veer Narmad to Veer Narain (Dabholkar)made efforts to reform the society. What’s the result? Religious Mafia and their goons so far won. There is unholy nexus between politicians and religious Gurus. Aish-o-Aram and his son Narai Sain were freely running their activities despite a case of murder of two small children in the ashram.Why? Because it has the patronage given by the chief minister of the state where ashram was located. the police is now able to take action against father-son duo because the patronage is over.

  I see no point in blaming this so called sants, bapus, bhagwans, osho, acharyas because we people make them and worship them like they are demi Gods. so it is the psyche of the people to be blamed. Unless this psyche is changed, voluntarily or by law, nothing will happen.

  In India we Hindus are in majority and so naturally more such nuisance is found among ourselves. We have, I think, 33 Crores of devis and devtas, which is equal to one third of India’s population!!! No where in the world I think we will be able to find this phenomena.

  Dhrma na naame thata dhatingo koi divas bandh nahinj thaa. Jyan naked sadhuoni pujaa thati hoy eva samaaj ne shun kahevun? One ofIndia’s world famous journalist once described them as ‘Barefoot Bastards.’

  Despite this the efforts of Ms. Singhvi must be appreciated. Keep up good work. .

  Like

 5. This article by Kamini Singhvi is good. She seems to be a Rationalist. We need more such women to fight the show business of so called Dharma. if we speak percentage wise women are more attracted toward the religion. This is because right from childhood they are drawn that way by the women in their families. They glorify religion and religious ways of living life. As if no one can live a life without religion!

  I am a Brahmin. Practising Hindu. But I don’t go to any temple. There is no temple in my house. I never felt a need for that. As I said I follow the religion of Humanity and as such I am not a Karma Kandi (Ritual).

  I have many questions for Hindu women. Why they put Bindiyas on their forehead? What’s the colour for this prescribed by Hindu religion? Why bindiyas are disco i.e of different colours? Why married women should wear mangalsutras? Why should they be forced to declare that they are married? No, these are absolutely unnecessary. But then Indian women should come forward for their own liberation.

  The points raised by Pritam are also very valid and needs to be considered.

  Like

 6. કામીનીજીને સલામ. આવા લેખની અસર તરત તો નથી થવાની.You can shake the world gently. આજે નહીં તો કાલે ફેર જરૂર પડવાનો. લખે રાખો.

  Like

 7. ક્યાં ના સાધુ અને ક્યાંના સંત. બકરીના ભેષમાં ભેડિયા. એવું નથી કે અભણ પ્રજા તેમાં ફસાયેલી છે. ભણેલાં તેમને ચાર ચાસણી ચડે એવા છે.
  આઝાદી પછી આપણા દેશમાંથી ‘રાજા’ ગયા. હવે આ ‘ માહારાજો’ આવ્યા. તેમના દરબાર અને
  (મંદીરો) તેમની આવક ( ભક્તોની ભેટ) જોયા છે ? . એક નયા પૈસાની મહેનત નહી.
  હવે , ઈસી લીએ તો મારા ગયા હિંદુસ્તાન.

  Like

  1. Pravinaben darek Bhagwan nu vahan koi prani ke Pashu chhe manushya nathi parantu andhshraddha nu vahan manushya chhe ane temapan khas baheno hoi chhe mane Tamara par garva chhe Bhagwan hoi to mandir hoi ane Toj pupari tatha santo ni jarur padi ane pachhi je dharmik bhrashtachar ni Nadi vaheti Thai tema badha potana sthapit hito mate hath dhoi ne pavitrani lagani anubhave chhe mera Bharat mahan pan samajava ma gahan

   Like

 8. I suggest the book The History of God by Karen Armstrong to read. She has mentioned that God did not creat us but we created God according to our economic requirements. Also she says that we have forgotten the crux of the matter, humanity, and emphasizing more on ritual and peripheral matters. Think abot it. This is why people like Ashram becomes rich and take advantage of blind faith people. Thank you for writing this bold article.

  Like

 9. ખુબ સુંદર લેખ, વધુ ને વધુ આવા લેખો પ્રસિધ્ધ થતાં જ રહેવાની તાતી જરુર છે.
  ટિલા ટપકા ધારી સાધુ સંતો બાવાઓની પાખંડી જમાતથી મહિલાઓ જેટ્લી દુર રહેશે તેટલો સમાજ સુખી થશે.

  Like

  1. Karajan Bhai tame bhaktachho mafi mangine pan lakhava padashe ke Bhakti ashirvad shap purvajanma punarjanma avtarvad kelta chhetaramna sabdo chhe ashirvad thij badhanu kalyan thatuhoi to Bharat ma to Tetris karod devo ane chotriskarod asaramjeva santo chhatapan garibai tyare prashna Thai ke kya Gaya ashirvad Aato ashirvad atle mafatni vastu ne amulya kimate vechavani santo ni skim Jevu ane te pan rokadama ane pachhu pagelagine

   Like

 10. કામિનીબહેન, આવા સુંદર લેખો દ્વારા જ આપ સ્ત્રીઓમાં જનજાગૃતિ લાવી શકશો. સ્ત્રીઓ જ આવી અંધશ્રધ્ધામાં અગ્રેસર રહે છે. બાકી, સ્ત્રીઓ જ આવા ઢોંગી અને તકસાધુઓને ધુત્કારી કાઢે તો પુરુષો કાંઇ એકલા ત્યાં જવાના નથી. ્ઘણી વખત પત્નીની લાગણી ના દુભાય એટલા ખાતર પણ પુરુષોએ મને-કમને ગુરુઓને ચરણે જવું પડતું હોય છે. તમારા લેખો નિયમિતપણે વાંચું છું અને એપ્રિસિયેટ કરું છું.—- નવીન બેન્કર-

  Like

 11. કામિનીબહેન મૂળ આપણી વિચારધારામાં જ ખોટ છે તમે લખો છો… ‘ભાઈઓ–બહેનો દશેરા એટલે સતનો અસત પર વીજય.’ ઈવીલ પર ગુડની વીક્ટરી. કારણ કે રામે રાવણરુપી વીકારોનું હનન કર્યું … રાવણે સીતા પર બળાત્કાર નથી કર્યો કરી શકતો હતો છતાં… રામે સીતાની અગ્નિપરીક્ષા લીધી તો રાવણ સારો કે રામ? રાવણને અસત કહેનારા ભૂલી જાય છે કે સીતા એકલી અટૂલી અસહાય હોવા છતાં રાવણે એનો લાભ લીધો નથી, જ્યાં સુધી રામની ભૂલો સ્વીકાર્ય નહિ બને ત્યાં સુધી અને જ્યાં સુધી મોરારિદાસ હરિયાણી જેવા કથાકારો રામાયણ ગાતા રહેશે ત્યાં સુધી ભારતમાં સ્ત્રીઓની અવદશા રહેવાની છે અગ્નિપરીક્ષા લેવાવાની જ છે. છતાં તમારા લેખનો હેતુ ઉત્તમ છે તે બદલ ધન્યવાદ…

  Like

  1. Bhupendrabhai Ghana j uttam vicharo pan dharma atle guruvakya / bhrahmvakya pachhi swantra Vivek buddhi ne girve muki ne shradha rakhvi avu manai chhe pan shradha atle andhshraddha ane sansai atle vignyan pan murkha loko mate agnyanam param sukham hoi tya asaram janme chhe

   Like

  2. Bhupendra Bhai Bharat Neva desh ma to mata pita chhokaro doctor engineer ke it consultant bane tyare jetalo anand Thai tenakarta vadhare nana chhokarao gayatrimantra ke koi pan mantra bolts Thai tyare maa Baap ni chhati fulinefadko thai jai chhe pachhi mortari Bapu j peda thase

   Like

 12. “શા માટે આપણે મન્દીર–મસ્જીદમાં ભગવાન–ખુદાને મેળવવા માટે લાઈન લગાવીએ છીએ ? પરમાત્મા તમારી ભીતર જ છે.”

  પરમાત્મા આપણી ભીતર જ છે, પરંતુ પરમાત્માના પરમાત્માઓ એટલે કે સાધુ સંતો અને મુલ્લા મોલ્વીઓ આપણી સામેજ એટલે કે આપણી છાતી પર ચઢેલા હોય છે, તેનુ શું?

  જગતમાં જ્યાં સુધી ધર્મનું અસ્તિત્વ હશે ત્યાં સુધી મન્દીર–મસ્જીદમાં ભગવાન–ખુદાને મેળવવા માટે લાઈનો લાગશે અને આ સાધુ સંતો અને મુલ્લા મોલ્વીઓના ઉદર ભરાતા રહેશે અને મન્દીર–મસ્જીદના બેંક બેલેન્સ વધતા રહેશે.

  કાસીમ અબ્બાસ

  કેનેડા

  Like

 13. Madiro and Dargaho par to sencdo varsho thee lino laage chhe. 100 ke 200 varsho ma aa tev badlai nahin jaaye. Rationalisto ni sankhya divse, divse vadhi rahi chhe Samaaj ne suddhrtan khas so samay jashe. Kehvat chhe ne dheeraj na fal meethaan hoy.

  Firoz Khan
  Canada

  Like

  1. This article instead bringing about bad thing happen in temple/saint. But she is trying to say destroy all temple/saint. not bringing awareness to reform them. Just like we have furniture in our home we have clean dust from furniture not destroy whole furniture.
   I do not understand her logic in this Article. You and we all die but this society, religion and temple will survive. God will survive if all other destroy. So please try reform not destroy. Please do not bring Gandhiji and Manusmriti. All above persons are admiring this article. We this will tell about our society.

   Like

 14. This article instead bringing about bad thing happen in temple/saint. But she is trying to say destroy all temple/saint. not bringing awareness to reform them. Just like we have furniture in our home we have clean dust from furniture not destroy whole furniture.
  I do not understand her logic in this Article. You and we all die but this society, religion and temple will survive. God will survive if all other destroy. So please try reform not destroy. Please do not bring Gandhiji and Manusmriti. All above persons are admiring this article. We this will tell about our society.

  Like

 15. (૧)દરેક પરમ્પરા માં દોષ હોવાના, (૨)આ પૃથ્વીઉપર કોઈ પણ પરમ્પરા ક્યારેય દોષરહિત ન્હો’તી. માટે વારે વારે અવતારો જન્મેલા. (૩)આ પૃથ્વી તથાકથિત સ્વર્ગ નથી. (૪)ઈશ્વર તર્કાતીત અને શબ્દાતીત ઇત્યાદિ રીતે વર્ણવાયો છે. (૫)જ્યાં માણસ “અનંત” –ઇન્ફીનીટી ની પણ વ્યાખ્યા “The largest number larger than any number you can imagine.” આપે છે. એટલે you can not really imagine infinity.
  (૬) So to ask to prove God with in the grasp of your 5 senses is unreasonabe.
  (૭)દાખલા તરિકે, તમારો માથાનો દુખાવો પણ તમેં કોઈ ને પુરવાર કરી સમઝાવી શકતા નથી. પ્રયાસ કરી જોજો.—તો મારે એમ માનવું, કે તમારુ માથુ દુખતુ નથી?
  (૮)પતંજલિ ના યોગદર્શન થી ધ્યાન યોગ માં વ્યક્તિ –૫ ઇંદ્રિયોં થી, મનમાં, પછી બુદ્ધિમાં, પછી આત્મા માં લીન થયા પછી પોતાનું, નામ, લિંગ, દેશ, જ્ઞાતિ, ધર્મ ભૂલીનેં ચરાચર સૃષ્ટિ સાથે અને પછી પરમ તત્વ સાથે એકાત્મતા અનુભવે છે.
  (૯)આ અનુભવ થી માણસ તાદાત્મ્યતા પ્રાપ્ત કરી ઈશ્વર સત્તા સમઝી-સ્વીકારી શકે છે.
  ષટ દર્શન ( ૬ પ્રકાર છે) અને વધુ ૩ પ્રકાર (જૈન, બૌદ્ધ ઇત્યાદિ) આવા કુલ ૯ પ્રકારે આ વસ્તુ વિચારાઈ છે.
  વિચારી જો જો. હિંદી વાંચતા-સમઝતા હો તો–કડી આપુ છું
  http://www.pravakta.com પછી લેખકોમાં डॉ.मधुसूदन ઉપર ક્લિક કરશો. તો મારા દ્વારા લખાએલ લગભગ ૭૦ એક લેખ ના નામોં દેખાશે. બધાજ આવા વિષય ના નથી–પણ નામ થી આપને ખ્યાલ આવી જશે.

  ડૉ. મધુસૂદન

  Like

 16. જીવનમાં જે પરંપરાઓ ખાસ કરીને મંદિર, કથા, રીવાજો, વિધિઓ, એ બધું લયમય જીવન બનાવવા માટે અને સંવાદ માટે ગોઠવાયું હોય છે. તેમાં દુષણો થોડા ઘણા ઘુસ્યા હશે. પણ તેતો દૂર કરી શકાય. કારણ કે કશું ફરજીયાત નથી. સામ્યવાદીઓ ધર્મની અને મંદિરોની વિરુદ્ધ હોય છે. કારણ કે માણસો ભેગા થાય અને સંવાદ કરે તે તેમને પસંદ હોતું નથી.

  Like

 17. ખુબ જ રસાળ તેમજ જ્ઞાનવર્ધક માહિતી પ્રગટ કરવા બદલ દિલી મુબારકબાદી.

  સંકોચસહ સૂચન કરું છું કે આપના લેખોમાં ભાષાકીય મતલબ વ્યાકરણની ઘણી ક્ષતિઓ ધ્યામનમાં આવી છે તો આ બાબતે ખ્યાલ રાખશો જી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s