વીધાયક રીતે વીચારીએ

–ડંકેશ ઓઝા

આપણને એવું માનવું ગમે છે કે અગાઉનો સમય બહુ સારો હતો અને હાલનો સમય ખુબ ખરાબ છે. ભુતકાળ વધુ સારો હતો, વર્તમાન બહુ ખરાબ છે અને પછીનો તર્ક તો કલ્પી શકાય એવો જ છે કે ભાવી અંધકારમય છે. હવે, શાંત ચીત્તે આ બાબતે વીચાર કરીએ તો જણાશે કે આ તો અસ્વસ્થ થવાની પાકી દવા જ છે ! વર્તમાન વીશે નકારાત્મક અભીગમ રાખીને કોઈ પેઢી સારું પ્રદાન કેવી રીતે કરી શકે ? તેમ છતાં, સમાજમાં આવું માનનારા જાણે બહુમતીમાં ન હોય એ રીતે આવી વાતો આપણને વારંવાર સાંભળવા મળે છે.

વ્યક્તીએ અને સમાજે સ્વસ્થ અને નીરામય રહેવું હોય તો કાચી પળે આ માનસીકતા ત્યજવાની જરુર છે. આપણું માનસ જ જો સ્વસ્થ ન હોય તો આપણું સ્વાસ્થ્ય સારું કેવી રીતે રહેશે ? આપણે ભલે ગમે તેટલું કામ કરીએ; પરંતુ મુળમાં–પાયામાં પેલી માનસીકતા જ પડી રહી હશે તો પ્રયત્નોનું–પુરુષાર્થનું પરીણામ સારું આવવાનો સંભવ નહીંવત્ છે. સૌથી પહેલી વાત નકારાત્મક વલણને છોડવાની છે. આ થશે તો તમને જીવવાની મઝા આવશે. કુદરતને ખોળે તમને આનંદ મળશે અને તમારી આસપાસના લોકોમાં તમે એક આનંદી ઉર્જાનો સંચાર કરી શકશો. લોકો તમને બોલાવશે અને તમને પણ લોકોને મળવું ગમશે.

‘રામાયણ’ અને ‘મહાભારત’નો કાળ જો સારો હોય તો આ ‘રામાયણ’ થઈ જ ન હોત કે આ ‘મહાભારત’ સર્જાયું જ ન હોત ! અંગ્રેજોનો શાસનકાળ સારો હોત તો આઝાદીની લડતનાં પગરણ મંડાયાં જ ન હોત. ‘આજના ધોળીયાઓ કરતાં, પેલા ધોળી ચામડીવાળા સારા હતા’, એવું જ્યારે સાંભળીએ છીએ ત્યારે સમજાતું નથી કે આ લોકો કંઈ સમજી–વીચારીને બોલે છે ખરા કે !

બુદ્ધ અને મહાવીરનો કાળ પણ સારો હતો એવું કેવી રીતે માનવું ? બન્નેને અહીંસાનો ઉપદેશ આપવો પડ્યો તે જ તો બતાવે છે કે સમાજમાં કેટલી બધી હીંસા પ્રવર્તમાન હશે ! વળી, મહાવીર તપ કરતા હોય અને લોકો જંગલમાં જઈને પણ તેમને પરેશાન કરી આવે એવી કથા આપણે ભણ્યા છીએ. જો એકાંતમાં પણ કોઈને પોતાની ઈચ્છા મુજબની પ્રવૃત્તી વીનાવીરોધે કરવા ન દે, એવો સમાજ સારો તો કઈ રીતે કહેવાય ?

આ બધો કે આવો વીચાર કર્યા વીના જ આપણે માની બેસીએ છીએ કે આપણે ખરાબ સમયમાં છીએ અને અગાઉનો સમય સારો હતો. મરીઝે એ મતલબનો શેર કર્યો છે કે :

‘ખુદને ખરાબ કહેવાની હીમત નથી રહી;

તેથી કહે છે લોક કે જમાનો ખરાબ છે.’

  ‘આપણે જાતને ખરાબ કહી શકતા નથી, તેથી કહીએ છીએ કે જમાનો ખરાબ છે.’ રાજીવ ગાંધીએ ‘મેરા ભારત મહાન’ સુત્રનો અતીપ્રચાર કરાવ્યો ત્યારે લોકો કહેતા હતા કે, ‘સૌ મેં સે નીન્યાનબે બેઈમાન; ફીર ભી મેરા ભારત મહાન.’ આ નવ્વાણું એટલે બાકીના બધા અને સોમો તો તે હું એકલો ! હું એકલો સારો અને જગત આખું ખરાબ.

આજે તાલીમનું મહત્ત્વ ખુબ વધ્યું છે. સારામાં સારી તાલીમ આપનારાઓ એવી યુક્તી પ્રયોજે છે કે, ‘આપણે જે કંઈ વાત કરી રહ્યા છીએ તે બહારના લોકોની છે. ખંડમાં બેઠેલા તો બધા જ, અપવાદ વીના, સારા જ છે.’ માણસને આવું સારું સારું સાંભળવું ગમતું હોય છે. કોઈ એને સારો કહે તો અસામાજીક તત્ત્વ મનાતી વ્યક્તીને સુધ્ધાં ગમતું હોય છે. કેટલાક લોકો આવો વીધાયક પ્રયોગ કરતા પણ હોય છે. પછી પેલું ‘અસામાજીક તત્ત્વ’ ગામ આખાને પીડે; પરંતુ જે વ્યક્તીએ એને સારી માની છે ત્યાં તે પોતાની ‘ઈમેજ’ સાબુત રાખવા પ્રયત્નશીલ બને છે. પછી પેલા વીધાયક અભીગમ રાખનારા છાતી કાઢીને કહી શકે છે કે ‘બીજા સાથે એ જે કરતો હોય તે; પરંતુ અમને એનો ખરાબ અનુભવ નથી. અમારી સાથે તો એ સીધો જ ચાલે છે.’

અંગ્રેજીમાં એક અતી જાણીતી ઉક્તી છે : Improve yourself and one rascal man will be lessen from the world. તમારી જાતને સુધારો તો આ જગતમાંથી એક લફંગો તો ઓછો થઈ જ ગયો! માની લો કે જગત આખું તમે કહો છો તેટલું ખરાબ છે અને કદાચ તેથી વધુ ખરાબ છે; પરંતુ તેમાં તમે સુધરો તો એક તો ઓછો થઈ જ ગયો ને ! પરંતુ તે વખતે આપણી દલીલ એ હોય છે કે જગત પહેલાં સુધરે તો પછી હું સુધરું અથવા તે દીશામાં કંઈક વીચારું ! આ જ નકારાત્મકતા છે. Charity begins at home. શરુઆત તો પોતાનાથી જ થવી જોઈએ ને?

ગણીતમાં પણ બે ઓછાનો સરવાળો વત્તામાં થાય છે. નકારાત્મકતા કરતાં વીધેયાત્મકતા સારાં પરીણામો લાવી આપે છે. ‘તમે બધા માટે જેટલું કરો છો, તેટલું બીજા તમારે માટે કરતા નથી.’ આ વાક્ય સાંભળવું પ્રત્યેક વ્યક્તીને ગમતું હોય છે. જ્યોતીષીઓનો ધંધો જ આના પર ચાલે છે. આવું સાંભળીને સાંભળનાર વ્યક્તી કહે છે કે, ‘જોશી બધું સાચું કહી દે છે. આપણા મનની વાત તે જાણી જાય છે’ વગેરે વગેરે.. પરંતુ કોઈ જોશી તો શું પણ માનસશાસ્ત્રી પણ એવું કહેતો નથી કે, ‘ભાઈ, દોષ તારામાં જ છે. તું ક્યાં કોઈનું સારું ઈચ્છે છે કે કરે છે કે જેથી બીજા તારું ભલું ઈચ્છે કે કરે !’ આવી નકારાત્મક વાત, સાચી હોય તો પણ; કરવી એ વ્યાવસાયીક નીતીમત્તાથી વીરુદ્ધની વાત મનાઈ છે. તમે ગમે ત્યાં દૃષ્ટીપાત કરો, નકારાત્મક વાત કરવાની ક્યાંય સલાહ આપવામાં આવી નથી. હા, મૅનેજમેન્ટનો એક સીદ્ધાંત છે કે : Don’t say ‘yes’, when you want to say ‘no’; પરંતુ એ તો તમને સ્પષ્ટવક્તા બનવા અને ભવીષ્યની પળોજણોમાંથી મુક્તી મેળવવા માટેની શીખ આપનારો છે. એમાંય નકારાત્મક વલણની કોઈ વાત નથી.

અત્યાર સુધી બહુ નકારાત્મક ચાલ્યું. હવે જાગ્યા ત્યારથી સવાર કરીએ. કોઈ પણ વ્યક્તી આપણે માટે ખરાબ પુરવાર ન થાય ત્યાં સુધી એને ખરાબ માનીને ચાલવાની શી જરુર છે ? આપણે તો જેનો પરીચય સુધ્ધાં નથી, એને પણ ખરાબ માની લઈએ છીએ. કોઈને માટેની ખરાબ વ્યક્તી આપણે માટે પણ ખરાબ થઈ જ જાય છે. ઘણી બધી વખત આપણી નકારાત્મક માનસીકતા આપણને એવા કળણમાં ફસાવી દે છે અને પછી આપણે તેના એવા ભોગ બની જઈએ છીએ કે, મહામહેનતે પણ તેમાંથી ઉગરી શકતા નથી.

પહેલાં ‘ધુમ્રપાન કરવાની મનાઈ છે’ એવાં સુત્રો કે પાટીયાં લગાડેલાં જોવા મળતાં. અધીકારીઓની ઓફીસની બહાર લખાતું કે : ‘No admission, without permission’. હવે હકારાત્મક અભીગમને કારણે નકાર સભાનપણે ટાળવાનો પ્રયત્ન થાય છે. ‘ધુમ્રપાન ન કરવા બદલ આભાર’. ‘Thank you for not smoking’. અથવા તો ‘Admission with permission’. આમાં વાત તો એની એ જ છે; પરંતુ સામેની વ્યક્તીને ગુનેગાર માનવાને બદલે પુખ્ત અને આદરપાત્ર માનીને તેની સાથે ઉદાહરણરુપ વર્તન આચરવાનો પ્રયાસ આરંભાયો છે.

જગત સુધરી રહ્યું હોય ત્યારે આપણે પાછળ રહીએ તે કેમ ચાલે ? આજના સમયમાં જે પર્યાવરણીય સભાનતા, માનવ–હક્કો અને વંચીતો પ્રત્યેની જવાબદારીની સભાનતા, ઘરેલુ હીંસાને ડામવા માટેની પ્રતીબદ્ધતા, વંચીતો–દલીતો–મહીલાઓને જાહેરક્ષેત્રમાં લાવવાની ચીંતા અને જોગવાઈઓ, પ્રાણીઓ અને સમગ્ર જીવસૃષ્ટી પ્રત્યેની સમસંવેદના, નકારાત્મક કે દોષાત્મક શબ્દાવલીઓ કે શબ્દસમુહો ટાળવાની જાગૃતી જેવાં અનેક પાસાં કદાચ આજના સમયને વીકસીત અને જાગ્રત સાબીત કરવા પર્યાપ્ત છે. આ વૈચારીક માહોલ માત્રથી સંતુષ્ટ થઈ ન જવાની અને વધુ કાર્યશીલ બનવાની જરુરત ભલે હોય; પરંતુ તેથી કરીને આજનો સમય ખરાબ હોવાની વાતને બળ મળતું નથી. પ્રશ્નો વ્યાપક અને વીકટ બન્યા હોય તો સભાનતા, સંવેદના અને જાગ્રતી સુધ્ધાં વધ્યાં જ છે ! આવા સારા માહોલમાં વીધાયક અભીગમવાળી વ્યક્તીઓ વધુ સારું પ્રદાન કરીને પોતાનું યોગદાન આપે તો તે યોગ્ય દીશાની પ્રગતીને પોષક જ નીવડવાનું એ ની:શંક છે.

–ડંકેશ ઓઝા

લેખક સંપર્ક : 6-સ્વાગત સીટી,પેટ્રોલ પમ્પ સામે, અડાલજ – જીલ્લે ગાંધીનગર – 382 421 dankesh.oza@rediffmail.com મોબાઈલ : 97250 28274

 ‘સન્ડે ઈ–મહેફીલ’વર્ષઃ ત્રીજુંઅંકઃ 107 – June 24, 2007ના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, ‘સન્ડે ઈ–મહેફીલ’ ના સમ્પાદકશ્રીની પરવાનગીથી સાભાર…

Articles of ‘Sunday eMahefil’ can easily be downloaded from website:http://www.gujaratilexicon.com/index.php?action=downloadSeM

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: GOVIND MARU, 405, Krishna Apartments, Wing-B,  Opp. Balaji Garden, BONKODE, KOPEKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 20/12/2013

15 Comments

 1. It is a very good article full of practical thoughts & ideas. No time is bad or good. It is our attitude & thoughts which make it bad or good.

  The best thing is change your attitude and angle, things will look good.
  I have not met any bad person in my life. Have a nice holidays.

  Pradeep H. Desai
  Indianapolis,IN USA

  Like

 2. I echo Pradeepbhai thoughts. Yes, indeed, your attitude will dictate your time and reflect time with whom you associate. As author mention, every era has their own time. One may think or consider as bad or good time as how they see it. History does teach us on how to handle future, however, it does not guaranty good or bad time…. it is all up to us on how well we want to except and make it is best time.

  Like

 3. ખુબ સુંદર અને ઉમદા વિચારો. આ બ્લોગ પર લખનાર દરેકે દરેક વિચારક અને લેખક સમાજની ઉમદા સેવા કરી રહ્યા છે. સંસારને સુધારવા માટે ગુરુઓ અને કથાકારોની નહીં, પણ આવા વિચારકો, બૌધ્ધીકોની જરુર છે. સલામ મિત્રો !

  નવીન બેન્કર

  Like

  1. navin banker tamari vat 100 % sachi chhe darek kal ma kharab vyakti janmya chhe ane toye apana dharma guru o fakta kharab hoi tene j praja samaksh raju kare chhe ane je kahevata bhagvano dwara kharab krutyo thaya chhe tene bhagvan ni lila samjavi ne praja ne gumrah kare chhe parantu kharekhar to dharmik pustako ni andar to kahevata bhagavan dwara vadhare kharab krutyo thaya chhe praja e fakta manavta apanavavi joiye ane manav chiye to manavta hovi joiye jevirite pashu oma pashuta chhe to manavio ne manavata apanavava nu kahevanu hovu j na joiye

   Like

 4. The time is never ‘Good’ or ‘Bad.’ Its our attitudes of looking at and around us. This is Urdu translation of Mariz’s shair:

  Khud Ko Kharaab Keh Ne Ki Himaat Nahin Muzmen
  Is Liye Keh Diya, Zamaana Kharab Hai.

  How many of us, including myself do the self introspection? That’s what needed.

  Like

 5. હાર્દિક અભિનંદન. ડંકેશ ઓઝાને, તેમના આ અભ્યાસપૂર્ણ લેખ માટે અને અભીવ્યક્તીના પાનાઓ ઉપર નવા વિષયના આગમન માટે ગોવિંદભાઇને.
  ખુબ જ અગત્યનો વિષય ચર્ચા માટે આવ્યો છે.
  થોડી વઘુ ચર્ચા કરવા અને આવેલાં પરિણામનું મૂળ શોઘવા માટે કાંઇક લખું છું.
  સંદર્ભ : વર્તમાન કરતાં ભૂતકાળ સારો હતો. ( સરખામણી કરવામાં આવી છે.) અને પોશીબીલિટી….ભાવિ ઘૂંઘળું હશે.
  હવે વિચારીયે…….
  (૧) આ માનસીકતા જન્મી કેવી રીતે ? તેનાં કારણો ?
  (૨) કઇંક જન્મે પછી તેને પાળી, પોષીને મોટું કરાય છે.
  (૩) તો….જન્મ તો થઇ ચૂક્યો છે…માનસીકતા…‘ વર્તમાન કરતાં ભૂતકાળ સારો હતો.‘
  (૪) ચાલો તો આ માનસીકતા જન્મી જ છે તો તેના જન્મ માટેના કારણો શોઘીઅે.
  (૫) અેક વખત લગભગ બઘા જ કારણો જાણવા મળશે ત્યારે કદાચ, આ માનસીકતાના જન્મ વિષે આપણે પણ સહમત થઇઅે અેવું પણ બને…….
  (૬) પોશીબલ કારણો….: માનસીક, આર્થિક, સામાજીક, રાજકિય, સાયકોલોજીકલ, ફિલોસોફિકલ, રોજીંદુ હાડમારીવાળું જીવન, ભૌતિક, સાંસારિક, કુદરતી, ભૌગોલીક, વાતાવરણ, અને….અને……ભગવાન અને તેનો ગુસ્સો…નારાજગી….શાપ……કરમોના ફળ……પાછલી જીદગીના પાપો………વિ….વિ….
  જો કારણો જણી શકાય તો ઉપાય તો શોઘી શકાય.
  અેક શેર ટાંકવા માટે ગમ્યો …..( ભગવાનમાં હું માનતો નથી. ) ( જાતે મર્યા શિવાય સ્વર્ગે ના જવાય….સ્વર્ગ અેટલે શાંતિવાળું વર્તમાન જીવન).
  ‘ખુદી કો કર બુલંદ ઇતના કે હર તહરીરસે પહેલે
  ખુદા બંદેસે ખુદ પુછે કી બોલ તેરી રઝા ક્યા હૈ.‘
  વઘુ વિચારો દવા શોઘવામાં મદદ જરૂર કરશે.
  આભાર.
  અમૃત.

  Like

 6. We enjoy your emails Govindbhai discussing old thoughts and present thoughts.Keep it up–Dr Arvind Mehta from Maryland,USA

  Like

 7. પહેલાં જમાનો સારો હતો અને હવે ખરાબ છે, એમ કહીને રાજકીય લાભ પણ ખાટી શકાય છે.

  Like

 8. ડંકેશભાઈએ વીચારવા વીશે જે લખેલ છે એ આજના જમાનાને અનુરુપ છે. આઝાદી પહેલાં હીન્દુઓમાં મહીલા અત્યાચાર થતા હતા.

  સતી થવાનો રીવાઝ, વીધવાઓના ફરી લગ્ન પર પ્રતીબંધ વગેરે ગુલામ જેવી હાલત હતી. અંગ્રેજોએ સતી પ્રતીબંધ લાવ્યા એ ભારતના હીન્દુઓને ન સુઝ્યું તે ન સુઝ્યું. અંગ્રેજોએ હીન્દુ વીડો રીમેરેજનો કાયદો બનાવેલ એ દરેક હીન્દુ માટે શરમની કથા છે.

  આપણી પાસે વીચારવાની શક્તી હતી જ નહીં. રામાયણ અને મહાભારતની કથાઓમાં હીન્દુઓ ગુંચવાઈ ગયા અને કથાને સત્ય માની બેઠા. ડંકેશભાઈએ ઠીક વીચારવા જણાવેલ છે….

  Like

 9. કહેવત છે કે કમળો હોય તેને પીળુ જ દેખાય… આપણી દ્રષ્ટિની ખામી જ આપણને કાં તો દોષ જોવા પ્રેરે છે અથવા તો અંધશ્રદ્ધા થકી ગુ્ણ! દરેક સમાજમાં “યથા રાજા તથા પ્ર્જા” પ્રમાણે લીડર પણ ઘણો આઘાર છે. મોટાભાગના લોકો અનુકરણથી ઓમ સ્વાહા કરતા જોવા મળે.. સૌના કારણ જુદા પણ કાર્ય એક …ગાડરીયો પ્રવાહ ભલભલાને ગેરમાર્ગે દોરી શકે….

  Like

 10. ઓઝા સાહેબ આપને ખુબ ખુબ અભિનંદન ઘણોજ હૃદયસ્પર્શી અને વિચારવાલાયક લેખ છે અને ઘણા લાંબા સમયે હકારાત્મકતા વાળો અને ટીક્કા ટિપ્પણ વિનાનો ઉતમ લેખ પ્રસિદ્ધ થયો છે
  અભિનંદન અને આભાર

  Like

 11. Paya nu shikhshan ava sankuchit vicharo krva prere chhe. Ajna bhanela ke hosnshiyar loko pan kahe bhutkal saro hato. British Raj sarun hatun, kayda ne kanun padata hata. Koy pan vyakti ne vicharo pradarahit karvani raja chhe. Lakhantan, bolta pahela gambhirta purvak vichare jo vichari shaake to. Nahito Lakhtan, bolta pahela samju pase vanchavi abhipray lai agal vadhe. Maa=Baap bhanela nahi to vayvaharu hoi toj payanu shikkshan balakne shikhve ke kainpan kaheta lakhtan akkkal no chhabde jokhi lakhe. Natvar Lakhani, Wembley, Vilayat

  Like

 12. Some one has rightly said that, ” For the whole life I tried to find faults with others but at the flag end of my life I realised that the dust was on my glasses”. The major role in drawing the present very bad or halahal kaliyug, is that of the kathakars and vartakars. In discussions with friends I always argue that present is the satyug and the past was Kaliyug. Justifying my argument I give examples of the hunger deaths, the killing disease like plague, the atrocities on women and untouchables, short life span of 35 to 45 years as compared to the present one of 65 to 70 and lack of education, communication, other developments. The past has gone and future is not known, present is the best gift of God, so enjoy it and make it more meaningful. All the best for 2014.
  Jagdish Barot
  Windsor/Canada

  Like

 13. It is always good to blame oneself, before blaming others. There is NO Universal Right or Wrong. Every statement has an escape clause. GOD is Not Present and therefore, we may find fault with many a things that we may Not Agree with.

  Let us hope that we are always Wrong, there is a Hope to Improve. Many are Arrogant and they always think that Others are Wrong. There is always a Possibility to Improve however much we are Good. Improvement is a Relative term and Hence, there is room for `A Step Better than the Previous One’.

  Fakirchand J. Dalal
  9001 Good Luck Road,
  Lanham, MD 20706.
  U.S.A.

  301-577-5215
  sfdalal@comcast.net

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s