પશ્વીમી સંસ્કૃતીની આલોચના

–મુરજી ગડા

જ્યારે કોઈ અણછાજતી ઘટના બને છે, સન્તાનો સાથે મા–બાપના સમ્બન્ધ બગડે છે ત્યારે કેટલાંક વર્તમાનપત્રો અને સામયીકો એનો દોષ પશ્વીમી સંસ્કૃતી પર ઢોળે છે. આવું વાંચીને લોકો પણ એવું માનતા થાય છે. આમાં સત્ય સાથે અસત્યનો અંશ પણ ઘણો છે.

જ્યારેત્યારે વગોવાતી આ પશ્વીમી સંસ્કૃતી સાચે જ શું છે અને આપણી સામાજીક સમસ્યાઓ માટે કેટલી જવાબદાર છે એ સવાલ ઘણું વીશ્લેષણ માંગી લે છે.

બધી જ સંસ્કૃતીઓમાં સારાં–નરસાંનું મીશ્રણ છે. બે–ત્રણ હજાર વરસ પહેલાં કોઈએ ઘડેલા આદર્શોને સંસ્કૃતીનો સાચો અને પુર્ણ માપદંડ ન માની લેવાય. આજે આપણી નજર સામે જે દેખાય છે તે બધું આપણી સદીઓની સંસ્કૃતીનો નીચોડ છે. એ જ આપણી આજની સંસ્કૃતી છે. એ સ્થાનીક હોય કે બહારથી આવી હોય, આપણે અપનાવી એટલે આપણી થઈ ગઈ. ભારતીય સંસ્કૃતીમાં ગૌરવ લેવા જેવી ઘણી બાબતો છે. સાથે સાથે જાતીભેદ, અસ્પૃશ્યતા, અન્ધશ્રદ્ધા, ભ્રષ્ટાચાર, દમ્ભ, દહેજ, જાહેર જગ્યાઓની ગંદકી વગેરે ઘણી આપણી સંસ્કૃતીની કાળી બાજુ પણ છે. એક સંસ્કૃતી કરતાં બીજી ચડીયાતી છે એમ બેધડક કહેવું વાજબી નથી. આનો અર્થ એમ પણ નથી કે પશ્વીમી સંસ્કૃતી દોષરહીત છે. એનાં ઘણાં પાસાં આપણને અનુકુળ આવે એવાં નથી.

આઝાદી પછીનાં થોડાં વરસ આપણે આપણા બધા પ્રશ્નો માટે અંગ્રેજોને દોષ આપતા હતા. હવે શબ્દપ્રયોગ બદલાઈને ‘પશ્વીમી સંસ્કૃતી’ વપરાય છે. જો કે એનો ખરો ઈશારો અમેરીકા (USA) તરફ હોય છે. પશ્વીમના અન્ય દેશોની સંસ્કૃતી વીશે ભારતના લોકોને ઝાઝો ખ્યાલ નથી.

આ અમેરીકન સંસ્કૃતી સમજવા માટે એનો ઈતીહાસ જાણવો જરુરી છે. અમેરીકાની ભુમી શોધાયાને 500 વર્ષ અને એક સ્વતન્ત્ર રાષ્ટ્ર બનવાને હજી 235 વર્ષ થયા છે. જ્યારે અંગ્રેજો ભારત પર પ્રભુત્વ જમાવવાની વેતરણમાં હતા ત્યારે અમેરીકા અંગ્રેજી શાસનથી મુક્ત થયું હતું.

અમેરીકા સમ્પુર્ણપણે બીજા દેશોમાંથી આવેલા વસાહતીઓનો દેશ છે. ત્યાંના મુળ વતનીઓ તો ગણતરીમાં ન લેવાય એટલા જુજ છે. શરુઆતમાં અંગ્રેજો ત્યાં ગયા એટલે ત્યાં અંગ્રેજી ભાષા અને સંસ્કૃતીનું પ્રભુત્વ રહ્યું છે. પાછળથી યુરોપના બીજા દેશોમાંથી પણ લોકો ત્યાં જવા લાગ્યા. બીજા વીશ્વયુદ્ધ પછી વળી નવો પ્રવાહ શરુ થયો અને દુનીયાના બધા દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં જવા લાગ્યા.

પાંચસો વરસ પહેલા શરુ થયેલું આ એકતરફી માનવીય સ્થળાન્તર/ દેશાન્તર જરાય ધીમું નથી પડ્યું. આજે પણ દુનીયાના ઘણા દેશોમાંથી માન્યામાં ન આવે એટલા લોકો ત્યાં જવા ઉત્સુક છે. વીઝાનું નીયન્ત્રણ ન હોય તો પરીસ્થીતી બેકાબુ બની જાય. અત્યારે ત્યાં સવા કરોડ જેટલા ગેરકાયદે આવેલા વીદેશીઓ છે.

આ આકર્ષણ પાછળ સમ્પત્તી ઉપરાન્ત અન્ય કારણો પણ છે. વ્યક્તીગત વીકાસની ત્યાં ઘણી તકો છે. ત્યાં દુનીયાની શ્રેષ્ઠ શીક્ષણ સંસ્થાઓ છે જેમાં હડતાળો પડતી નથી. જાતી, રંગ વગેરે પર આધારીત ભેદભાવ હવે ઘણા ઓછા થઈ ગયા છે. શીસ્ત અને કાયદાપાલન ઘણું ઉંચું છે. સામાન્ય માણસને ભ્રષ્ટાચાર નડતો નથી, તેમ જ ન્યાય મળવાની શક્યતા ઘણી વધુ છે. સ્વચ્છતા છે, મોકળાશ છે અને દરેક વસ્તુની વીપુલતા છે.

આ એક એવો દેશ છે જ્યાં વસતી વધારો બે રીતે થાય છે. દેશમાં જન્મેલા તેમ જ બહારથી આવેલાને લીધે. આજે અમેરીકાની 15 ટકા વસતી દેશાન્તર કરીને આવેલી પ્રથમ પેઢીની છે. ત્રણ–ચાર પેઢી પાછળ જઈએ તો અડધી પ્રજાના પુર્વજો અન્ય કોઈ દેશમાંથી આવેલા જણાશે.

આમ તો ભારતના ભુતકાળમાં પણ બહારથી ઘણા આવ્યા છે. ફરક એટલો છે કે આર્યોથી માંડીને અંગ્રજો સુધીના આગન્તુકોમાંથી કેટલાક લુંટીને જતા રહ્યા અને બાકીના રાજ કરવા રોકાયા. જે થોડા ઘણા રહ્યા છે એ પણ મુખ્ય પ્રવાહમાં પુર્ણપણે ભળી શક્યા નથી. પારસીઓ જેવા અલ્પ અપવાદ છે.

દેશાન્તર કરનાર પ્રથમ પેઢી (First Generation Immigrants) બધા પોતાના બેગ–બીસ્તરા સાથે પોતાની સંસ્કૃતી પણ લાવે છે અને બને તેટલી જાળવી રાખવાની કોશીશ કરે છે. જ્યારે એમની બીજી પેઢી મુખ્ય પ્રવાહમાં ભળવા માંગે છે. તેઓને ઘરના અને બહારના સાંસ્કૃતીક વાતાવરણના ફરક વચ્ચે પોતાનો માર્ગ શોધવાના આત્મમંથનમાંથી પસાર થવું પડે છે. ભારતીયોની આ પેઢી ABCD તરીકે ઓળખાય છે. એમની યાતના સમજવાને બદલે બહુધા એમને હાંસીપાત્ર બનાવાય છે. એમના પછીની પેઢી સમ્પુર્ણપણે મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે. આ બધો બદલાવ કોઈપણ બાહ્ય દબાણ વગર સ્વેચ્છાએ થાય છે. એટલે જ અમેરીકાને Melting Pot કહેવાય છે.

અમેરીકન સંસ્કૃતી ત્યાં ગયેલા બધા દેશવાસીઓની સામુહીક સંસ્કૃતીનો નીચોડ છે. એ સદા ધબકતી અને સમય પ્રમાણે બદલાતી સંસ્કૃતી છે. યુરોપીયનો લાંબા સમયથી રહેતા હોવાથી સંસ્કૃતી પર એમનું પ્રભુત્વ હતું. હવે સમીકરણો બદલાઈ રહ્યાં છે. મધ્ય અને દક્ષીણ અમેરીકા તેમજ એશીયન સંસ્કૃતીની અસર વર્તાઈ રહી છે.

અમેરીકનોની એક ખાસીયત છે કે તેઓ જે પણ નવું હોય એને ખુલ્લા મને એક વખત અજમાવશે, અને ગમે તો અપનાવશે. એમને સંસ્કૃતીનો કે મોટાપણાનો મીથ્યા આડંબર નડતો નથી.

પશ્વીમી સંસ્કૃતી વીશેના આપણા ખ્યાલ મુખ્યત્વે એમના સીનેમા, ઈન્ટરનેટ, છુટાછેડાના ઉંચા દર વગેરે પરથી આવેલા છે. આ વાજબી નથી. (આમ તો 70ના દાયકા સુધી પશ્વીમના દેશોમાં ભારતની છાપ ભુખમરાના, મદારીઓના, રસ્તે રઝળતી ગાયોના અને ભીખારીઓના દેશ તરીકેની હતી. એ પણ વાજબી નહોતું.) ખાસ કરીને ત્યાંના યુવાવર્ગની જીવનપદ્ધતી બધાની ટીકાપાત્ર બને છે. એને વીસ્તારમાં સમજીએ.

એક હજાર વરસ જેટલો લાંબો ઈતીહાસનો મધ્યયુગ, આખી દુનીયાનો અન્ધકારયુગ કહેવાય છે. તે સમય દરમીયાન સત્ત્તાધીશો, ધર્મગુરુઓ અને સમાજના આગેવાનો સંસ્કૃતી ઘડતા હતા અથવા તો એને સ્વીકૃતી આપતા હતા. આ બધા સામાન્ય રીતે મોટી ઉમ્મરના પુરુષો હતા. પરમ્પરાના ઓઠા હેઠળ એમણે પ્રજાનું ખુબ શોષણ કર્યું છે અને સ્ત્રીઓ પર અત્યાચાર કર્યા છે. ચારસો વરસ પહેલાં યુરોપ આ અન્ધારીયા યુગમાંથી બહાર આવવા લાગ્યું. બાકીની દુનીયા છેલ્લી અડધી સદીથી ધીરે ધીરે નવા યુગમાં પ્રવેશી રહી છે.

નવા યુગમાં સ્વતન્ત્ર રીતે વીચારવાની અને નવા અખતરા કરવાની શરુઆત થઈ છે. એની આગેવાની યુવા પેઢીએ લીધી છે. એનો પાયો વીચારોની મુક્ત અભીવ્યક્તી, વ્યક્તી સ્વાતંત્ર્ય અને સ્વાવલમ્બન પર આધારીત છે. આ સ્વતંત્રતા અને સ્વાવલમ્બનની શરુઆત, તેઓ પુખ્ત વયના થતાં મા–બાપથી અલગ રહેવાથી કરે છે. વીકસીત દેશોમાં આર્થીક રીતે આ શક્ય છે. આ પ્રથા ઘણાને જલદી જવાબદાર નાગરીક બનાવે છે, જ્યારે કેટલાકને આકરો સંઘર્ષ કરવો પડે છે.

સંસ્કૃતી પરની યુવા પેઢીની અસર સંગીત, નૃત્ય, મનોરંજન, રમતગમત વગેરેમાં ચોખ્ખી દેખાય છે. એટલું જ નહીં, સાહીત્ય અને ધંધામાં પણ એ પેઢીનો ઘણો ફાળો છે. અમેરીકાની અત્યારની ઘણી મોટી અને સફળ કમ્પનીઓ શરુ કરનાર, ત્યારે કૉલેજમાં જતા યુવાનો હતા.

અમેરીકાની સંસ્કૃતી, એ શીક્ષીત યુવા પેઢીની વીશ્વસંસ્કૃતી બની રહી છે. ત્યાંથી શરુ થતું આ સાંસ્કૃતીક પરીવર્તન ઘણું જોરદાર છે. આપણને ગમે કે ના ગમે; પણ તે આજનો પ્રવાહ છે. આખી દુનીયાનો શીક્ષીત વર્ગ એમાં જોડાવા ઈચ્છે છે. એમની સ્વતન્ત્રતા આપોઆપ જાહેર થઈ જાય છે અને શક્ય હોય તો સ્વાવલમ્બી (વીભક્ત કુટુમ્બ) પણ થઈ જાય છે.

અગત્યની વાત એ છે કે આ પરીવર્તન સ્વીકારવું કે નહીં એ યુવાનોના પોતાના હાથમાં છે. બન્ધનવાળી જુની સંસ્કૃતીમાં કોઈની પાસે આવો વીકલ્પ નહોતો. એનાં માઠાં પરીણામ જોયાં પછી નવી પેઢી આ સ્વતન્ત્રતાનો અખતરો કરવા અને એની કીમત ચુકવવા તૈયાર છે.

નાની ઉમ્મરે મળતી આ સ્વતન્ત્રતા, વધુ પડતી મહત્વાકાંક્ષા અને સીદ્ધી, ઘણી વખત અનીચ્છનીય પરીણામો પણ લાવે છે. ક્યારેક મા–બાપ પણ એનો ભોગ બને છે જે એક કમનસીબી છે. આદર્શ સમાજવ્યવસ્થા ક્યારે પણ જાળવી શકાતી નથી. લોલકની જેમ તે કોઈ એક બાજુ જતી રહે છે. જ્યારે અન્તીમે પહોંચે છે ત્યારે એની દીશા પલટાવા લાગે છે. સંસ્કૃતીનો આ દીશાપલટો ઘણો લાંબો સમય ચાલતો હોય છે. અત્યારે તો દોર યુવા પેઢીના હાથમાં છે.

આપણે ત્યાં જે માધ્યમો દ્વારા પશ્વીમી વીચારધારા આવે છે એમાંથી સૌથી પ્રભાવશાળી અને પ્રચલીત માધ્યમ છે સીનેમા, ટેલીવીઝન અને ઈન્ટરનેટ. એની સાથે સંકળાયેલા લોકોને કોઈ એક સંસ્કૃતીને બચાવવામાં કે ફેલાવવામાં રસ નથી. એમને ફક્ત પૈસા કમાવામાં રસ છે. એમનો જે માલ વધુ વેચાય છે એ જ તેઓ બનાવે છે. એટલે સંસ્કૃતી કે માધ્યમને દોષ દેવા કરતાં સપ્લાય/ડીમાંડના માર્કેટ–ફોર્સને સ્વીકારવું રહ્યું.

સીનેમા બે ત્રણ કલાકનું મનોરંજન પુરું પાડે છે. એના અન્તે ક્યારેક સારો સંદેશ પણ હોય છે. એની સરખામણીએ ટી.વી. પર આવતી કૌટુમ્બીક સીરીયલો વર્ષોનાં વર્ષો ચાલે છે. એમાં બતાવાતા અવાસ્તવીક કાવાદાવા ભોળા માનસને કલુષીત કરે છે. એનાથી આપણી સંસ્કૃતીને વધારે હાની પહોંચે છે. આવી સીરીયલો વીદેશી નહીં; પણ દેશી ઉપજ છે. એમની સામે ઉહાપોહ નથી સંભળાતો. ઉલટાનું લોકો એમને મોટાપાયે માણે છે. બાવા ચેનલો પણ લોકોને ધર્મનું અફીણ ખવડાવીને, ઘેનમાં રાખી, પલાયનવાદી બનાવી રહી છે.

ભારત અને અમેરીકા જેવા વીશાળ અને બહુરંગી પ્રજા ધરાવતા દેશની સંસ્કૃતી જટીલ હોઈ એને સરળતાથી સમજી કે વર્ણવી ન શકાય. બન્ને સંસ્કૃતીઓમાં ઘણાં જમા પાસાં છે; તેમ જ બન્નેમાં ઘણી અનીચ્છનીય બાબતો પણ છે. એના મુખ્ય મુદ્દા આવરી લેવાનો અહીં પ્રયાસ કર્યો છે. આપણી સંસ્કૃતીમાં જે ગર્વ લેવા જેવું છે તે ઈરાદાપુર્વક સામેલ નથી કર્યું; કારણ કે તે બધે ઠેકાણે ખુબ ચર્ચાય છે. પરન્તુ સામાન્ય રીતે જે નથી કહેવાતું કે ચર્ચાતું તે રજુ કરવાનો મારા આ લેખનો આશય છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:  

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2009ના જુન માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: GOVIND MARU, 405, Krishna Apartments, Wing – B,  Opp. Balaji Garden, BONKODE, KOPEKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in 

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 17/01/2014

30 Comments

 1. Very nice article indeed. However, I have one objection to what he says about some Outsiders (What he means is Muslims) who stayed back in India but have not yet mixed fully. now there are two things. One is integration and second is assimilation. Integration allows people to keep their own identities like cultures, religion, life style, celebrations and still become a part of so called ‘Mainstream.’ Assimilation on the other hand means leave aside your originality like religion, culture, life styles, celebration and fully adopt all these belonging to the mainstream. He has quoted the example of Jarthostrian (Parsi). I would respectfully like to ask Shri Murji Gada one question.
  Is it absolutely necessary for Sugar to melt and lose it’s identity? Cant sugar remain as Sugar and maintain its identity? The new trend in the West and Europe is to promote integration by way of multiculturalism. More and more countries are opting for this. Yes, there are countries like France, Germany, Russia who demand assimilation.

  Indian Muslims have already for centuries adopted Indian culture. I wish he attends some Muslim mariages, betrothal ceremonies, their dresses like males wearing pyjamas, bandi, cap, pagdi and females wearing Saaris, chunri, polka and so on and so forth. Muslims do have their own ways of performing prayers, religious places, religious books and literature. Is it a crime to have these? i think Murji bhai think so.

  Murjibhai, pleae do not propagate by using ‘some’ for them. Muslims have already integrated for centuries. Unfortunately, a sapling of hatred was planted Seventy Five years ago which has now become fully grown tree bearing poisonous fruits. Good and bad elements are always there on both sides. For acts of some bad elements do not push the entire community. What is required to maintain unit for India is an embracing and and not a push.
  Regards.
  Firoz Khan
  Journalis, Critic and Commentator,
  Toronto, Canada.

  Like

  1. Shri Firoz Khan,
   Good thoughts. I fully agree with your enlightened approach. Thanks.
   Subodh Shah, NJ, USA.

   Like

   1. ફિરોઝભાઈ, પારસીઓ પણ કદાચ તદ્દન મળી ગયા નથી, એમ મુસ્લિમો પણ એવી જ રીતે તદ્દન મળી ગયેલા નથી, દરેકના ધર્મ કેટલાક રીતરિવાજ બધું જ જુદું છે, અને એક રીતે જીવ જઈએ તો આખો દેશ ભલે integrated હશે Assimilated નથી, કોડી બંધ ભાષાઓ, પ્રદેશો, અને પોતાના મૂળ પકડી રાખવાની વૃત્તિ વાળા દશમાં assimilation અને તે પણ સંપૂર્ણ ક્યારેય હતું નહિ અને કદાચ થશે પણ નહિ, મુસ્લિમો પોતાના પ્રદેશની સાથે થોડા ભળી ગયા છે/હશે પરંતુ ભાષાના મામલે જ જુઓ તો આજે પણ દેશની binding ભાષા અંગ્રેજી છે, દક્ષિણને હિન્દી સાથે વાંધો છે, અને મદ્રાસી ભાષા આખા દેશમાં ઉત્તરમાં કોઈ જ જાણતું નથી, ઉત્તરમાં મુસ્લિમો ઉર્દૂને હિન્દી કરતા વધારે મહત્વ આપે છે, ખોરાક પણ હજી દેશમાં કોઈ સામાન્ય નથી, પંજાબમાં મરધી ખવાય અને બંગાળમાં માછલી, ગુજરાતી બંનેને અભક્ષ્ય માને, મહારાષ્ટ્રિયન ને ચટણા કહેવાય, અને મદ્રાસીઓ ઢોંસા અને ઈડલી જ ખાય, આવી જાતની વિભાજકતા પ્રવર્તે છે એને Assimilated પ્રજા ક્યાંથી કહેવાય?
    શ્રી મુલ્જીભૈનો પ્રયત્ન સારો છે, આદર્શવાદી છે, પણ કહેવાતી સહુથી જૂની સંસ્કૃતિ માં ઘણું ઘણું વિભાજન છે, ( ક્ષમા કરશો અનેકતા છે) સારા શબ્દોમાં કહીએ તો ‘ Unity in diversity’ છે, આપનો પોઈન્ટ સાચો હોવા છતાં બહુ નાનો છે,

    Like

  2. Dear Shri Firoz Khan,

   I am really surprised about your comment. My articles is about the western culture and the discussion of it covers more than 95% of space.

   It is unfortunate that,You picked up a word from one short paragraph and elaborated on it in uncalled for way. I did not mean to single out muslims. I am sure there would several other “migrants” maintaining their original culture to an extent, in India, USA or elsewhere in the world. There is nothing wrong in maintaining own culture even in a new land. That is everybody’s fundamental right. What is worth noting is the effect/consequences of merging with the mainstream or adhering to own’s culture. .

   I brought up Indian culture only to point out her diversity. Today’s Indian culture also has considerable Muslim influence. This is more evident in Bollywood movies..

   I did not intend to politicize the issue and do not intend to do it. I end it here.

   Like

 2. It is a good analysis and very interesting. Life is a constant change.Things always change according to time & place. Life is a mixture of both things just like day & night or birth and death. We have to accept both to become happy .

  Again I am very thankful to author for a good and thoughtful article.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 3. શ્રી મુરજી ભાઈ ગડાના નિયમિત આવતા લેખો ઘણું ચિંતન અને નવો સંદેશ આપી જાય છે,તેમનો આ લેખ જુન ૨૦૦૯ માં ‘મંગલ મંદિર’ માં પ્રસિદ્ધ કર્યો હતો જે આજે સાડા પાંચ વર્ષ પછી પણ એકદમ આજેજ લખાયેલો હોય તેમ વાંચતા લાગે છે!
  જુની અને નવી પેઢી ના ઘર્ષણો પરંપરાગત છે પણ તેમને લેખમાં જે માહિતી આપી છે તે ૧૦૦ % સાચી હકીકત છે.
  હું અત્રે ઈંગ્લેન્ડમાં ચારેક દાયકાથી વસુ છું અને મેં આ દેશમાં જે શહેરી વસ્તીકરણમાં ફેરફાર જોયા તેવા જો હિન્દુસ્તાનમાં થાય હોય તો લોકો વારંવાર તોફાનો કરે, જેમ મુબઈમાં ગુજરાતી/મરાઠી લોકો વચ્ચે ૧૯૬૦ના ગાળામાં ગુજરાતના અંદોલન સમયે થયેલા.
  અત્રે યુ.કે.માં દુનિયાભરના લોકો છેલ્લા ૪૦ વર્ષમાં ધીમે ધીમે એક ય બીજા કારણોસર આવ્યા પોતાના સંસ્કારો,રીતભાતો લાવ્યા જે પ્રથમ પેઢી આવી તેમણે પોતાની રીતભાતો જાળવી રાખવાની કોશીશ કરી પણ નવી પેઢી આવું નાં કરી શકી અને આજે પણ તેમની જૂની ને નવી પેઢીમાં આ વિષે ઘર્ષણ ચાલુ છે.

  આવેલા વસાહતીઓને શરૂમાં રંગભેદ પણ નડ્યો પણ કોઈ દરકાર ના કરી કેમકે પોતે જે દેશમાંથી આવતા હતા ત્યાંના કરતા અહી વધુ સવલતો અને કાયદો વ્યવસ્થા હતાં અને પોતાના સંતાનોને સારું ઉચ્ચ શિક્ષણ પણ અપાવી શક્યા જે પોતાના દેશમાં ન અપાવી શકત.નોકરશાહી,તુમારશાહી અને લાંચરુશ્વત પણ નડી નહિ , તો શા માટે હવે પોતાના દેશમા પાછો ફરે?
  અત્રે પણ ઘણા જૂની પેઢી લોકો કોઈ વાર સંતાનો પોતાના ધાર્યા પ્રમાણે ના કરે ત્યારે પોતાનો દેશ યાદ આવી જાય અને પોતાની સંસ્કૃતિ અને ધર્મની વાતો કરે છે !(પણ પોતાને પોતાના દેશમાં પાછું રહેવા જવું નથી!)
  જોકે નવી પેઢીના યુવાનો/યુવતીઓએ પોતાના જન્મ સંસ્કાર અને ધર્મને અંગત જીવનમાં જગા આપી છે પણ પોતાના કામકાજ કે જાહેરજીવનમાં તેને વચ્ચે નથી લાવતા.અમુક ધર્મના લોકોની ઓળખ અને ધર્મચુસ્તતાની અત્રે ચર્ચા કે અંગુલીનિર્દેશ નથી કેમકે
  તેમણે કોઈ ક્રાંતિકારક ફેરફારો પોતાના જીવનમાં નથી કર્યા અને ધર્મની રૂઢિઓમાં જીવે છે.
  યુ.કે.ના સરકારી સમાજકલ્યાણકારી કાયદાઓ અને લાભો અહીંના કાયદેસર વસતા લોકોને કોઈપણ રંગભેદ વિના સરખા મળે છે જેનું આકર્ષણ ઘણું છે. તેથી નિવૃત લોકોને પોતાના સંતાનોનો કોઈ આર્થીક આધાર નથી રહેતો.
  જે લોકોને સંતોષજ નથી અને પોકળ પોતાના દેશની સંસ્કૃતિ ને ધર્મના જ ગાણા ગાવા છે તેનો કોઈ ઉપાય નથી .
  વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે.નવી દવાઓ,નવા ઉપકરણો થકી લોકોને ફાયદો થતો રહે છે અને આની અસર અને લાભ સમાજના દરેક વર્ગને મળતો રહેતો હોય છે.
  અમેરિકા અને પશ્ચિમના દેશોમાં થતી શોધોને દુનિયાના દરેક દેશોને લાભ મળ્યો છે.કેમકે તે દેશોમાં સરકારી દખલગીરી ઓછી અને નહિવત છે,હા, ધારા ધોરણો જળવાય છે.
  હજુ સુધી એવી મારી અંગત જાણમાં કોઈ એવી વસ્તુ નથી કે એશિયા કે આફ્રિકાના દેશોએ એવી શોધ કરી હોય કે જેનો લાભ અને યશ તેમને જાય ફક્ત અનુકરણો અને નકલ થઇ છે.અહી તેનો એવો મતલબ લેવો નાં જોઈએ કે આ દેશમાં લોકો હોશિયારકે બુદ્ધિ વિનાનાના છે પણ સરકારોને અને પૈસાની વાતો આવે ત્યારે આવા સંશોધનમાં
  કોઈને પડી નથી,ટુકમાં કોઈ ઉત્તેજન નથી મળતું એટલેજ હિન્દુસ્તાન જેવા દેશમાંથી બુદ્ધિધન બહાર જઈને ચમકારા કરતું થઈજાય છે!!

  આ કોઈ લેખ નથી પણ એક પ્રતિભાવ અને શ્રી મુરજી ગડાનાને અભિનંદન અને શુભેચ્છા દર્શાવવાને થોડી જગા લીધી છે જે મને ચોક્કસ ખાતરી છે કે શ્રી ગોવિંદ ભાઈ મારુ મને પણ જગા આપશે!

  Like

 4. In reponse to Firoz Khan,most of Muslims have now very much under influence of Wahabism which is very consevative,since 9/11 A-Qiada has been an inspirational to many of them,one should also know that many Middle Easten Muslims are much more liberal than Muslims of India/Pakista/Bangla Desh,they sometimes constructively raise some points of reforms in Islam(which is forbidden),One should not make a paltform for such debate of this BLOG,When our Muslim brothers will accept that all non-muslims are not against Islam(It original theme).

  Like

 5. મનનીય લેખ તથા કોમેન્ટસ પણ.
  ટીવી સીરીયલો જ નહી પણ સમાચાર ચેનલો પણ સંસ્કૃતિને હાની પહોંચાડે છે. ભારતને વધારે નુકશાન તો, દેશમાં યુવાપેઢીને નહી મળતા પ્રોત્સાહનના કારણે વિદેશોમાં જતા રહેવાની વૃત્તિથી થઈ રહ્યું છે.

  Like

  1. bhai shree tamari vat sathe sampurna sammat bharat ma tv chanel upar ek samaye asaram baou ni katha savar padta j batavata hata atyare asaram na kobhand pachi ek baju asaram na samacharo ek na ek j thodi thodi vare batavata hata ( aajtak vala ) ane jaherat na samaye dipak kapoor ( jyotish ) ni jaherat pan ej chanel upar batavavama aavechhe ane te pan 100% garanti sarkar dhare to tv upar andhshraddha prere tevi jaherat ke serial bandh karavi sake dr ( bharat sarkar no kaydo chhe ke darek nagrike vaignanik abhigam kelavavo ) maf karjo atyare ipc no yaad
   nathi parantu jamnadas kotecha na pustak ( andh shraddha no ex ray )
   ma vanchyu chhe pan aaj na neta mota bhag na abhan chhe ane ganda raj karan na lidhe bhanela ane pramanik loko rajkaranma padta nathi ane videsh chalya jai chhe ane biji baju bharat na ek ati dhanadhya dharmik sampradai ma bhanela bekar ne sant banavavani hod lagi chhe ane pachha tv paper ma jaherat kare chhe ke amara sampradai ma 18 dr, eng,
   vagere jodaya kharekhar to te bhanela bekaro sivai biju kashuj nathi hota .

   Like

 6. This is a very thought-provoking article. Congratulations, Murjibhai.

  Most people in India need to know Western Culture more deeply before they write about it. Yet they criticize it like Know-Alls. One frequent example is : They blame American Culture (sociology) when they are opposed to American Capitalism (economics). Both are not the same.

  Wearing jeans or eating pizza also is not real culture— it is only a very small and superfluous part of any lifestyle. Please think about the following before you speak or write about America: How many Americans have you known well enough to write about their deep Beliefs and Attitudes? That is the main and real part of what is called Culture. It is not easy to grasp it properly.
  Thanks . —Subodh Shah — NJ, USA.

  Like

 7. મુરજીભાઇને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. વેસ્ટર્ન સંસ્કૃતીની આલોચનાના વિષયને દસે દિશાઓથી તોલી તોલીને રજૂ કરવા માટે.

  કહેવત છે કે જાત વિનાની જાત્રા ખોટી. જાત અનુભવ વિના સાંભળેલી વાતોને વાગોવળ્યા કરવી અને તેના જાપ જપવા તેને માટે અખાજી સુંદર શબ્દોમાં સમજ આપી ગયા છે. તેઓ કહે છે કે, ‘વા વાયો ને નળીયું ખસ્યુ, તે દેખીને કુતરું ભસ્યુ…કોઇ કહે મેં દીઠો ચોર….અને બઘા ચોર…ચોર…કરવા મંડી પડે..

  બીજા દેશ વિષે કે બીજી સંસ્કૃતિ વિષે પોતાનો ઓપીનીયન આપવા પહેલાં તે દેશ કે તે સંસ્કૃતિનો પુરેપુરો અભ્યાસ કરવાં વિના વાતો કરવી જોઇએ નહિં. પાંચ વષૅ જાત અનુભવ લઇને પછી ઓથેન્ટીક વાત કરવી જોઇએ.
  ..
  બીજી વાત……

  મગનને છગનને કહ્યુ, ભાઇ તારા કુવામાં ખારું પાણી છે…તારી તબીયતને નુકશાન કરે છે…તો મારા કુવામાંથી નીકળતું મીઠું પાણી વાપરને….તંદુરસ્તી સચવાશે…

  મગને જવાબ આપ્યો…ના…તે કેમ બને ?….મારા દાદાએ ખોદાવેલાં કુવાનું પાણી જ હું તો પીવાનો. મારા દાદાનુ અપમાન હું તો નહિ જ કરું.

  ત્રીજી વાત…….

  અમેરિકન સીનેમાં અને વેસ્ટર્ન સંસ્કૃતિને તેના બિભત્સ વાતાવરણ માટે વખોડવાનું ભારતીય સમાજમાં રોજીંદુ કર્મ છે. સીનેમા જોવા જવું કે નહિ તેનું ડીસીશન મા બાપ લઇને બાળકોને બિભત્સ મુવીથી દૂર રાખી શકે છે પરંતુ વાત્સાયનને લખેલા પુસ્તકને આઘારે બનાવવામાં આવેલા ખજૂરાહોના અને બીજા ટેમ્પલોમા કોતરાયેલાં બિભત્સ સ્કલ્પચરોને જાતાં કેવી રીતે અટકાવી શકાય ? અને કામસૂત્ર દુનિયાને આપવા માટે ભારતીયો ગર્વ અનુભવે છે.

  અને છેલ્લે…….

  મારા ભાઇ, બહેનોને મારી વિનંતિ છે કે મંદિરો બનાવવા જ હોય તો કૃપા કરીને ગુરુ દત્તાત્રયના બનાવો…..દુનિયામાં દરેક હસ્તિ, પ્રાણિ કે વનસ્પતિ, જીવિત કે નિર્જીવ પાસે કાંઇ ને કાંઇ સારૂં શીખવાનું છે.
  દૂનિયામાં જે જે સારું શીખવા મળે અને જ્યાંથી પણ શીખવા મળે તે તે અને ત્યાંથી શીખો અને તમારા પૂત્રો , પૂત્રીને અને તમારા પ્રપૂત્રો અને પ્રપૂત્રીને પણ શીખવાડો. ગુરુ દત્તાત્રયના ગુણોનું મહાત્મય શીખવાડો.
  વખોડવાનું બંઘ કરો….સારૂં જોઇને અપનાવતા શીખો….ખરાબને ફેંકી દેતા શીખો….આ બઘુ તમારા હાથમાં છે.

  વેસ્ટર્ન કલ્ચરને વખોડવાં પહેલાં તેનાં સારા ગુણો લઇ લેવા જેટલાં સ્વાર્થી બનશો તો પાપ નહિ લાગે. પરંતુ પોતાના ખરાબ ગુણોને તરછોડતા પણ શીખો. વેસ્ટર્ન લોકોએ ભારતીય સારી વાતો તરત સ્વીકારી જ છે.

  હંમેશા પોઝીટીવ બનો…..નીગેટીવ બનીયે નહી. આપણા ઋષિ મુનિઓએ વિજ્ઞાનને સર્વોત્તમ ભેટો આપી….નિયમો આપ્યા….ગણિતના નિયમો આપ્યા….પરંતુ પછીની પેઢીઅે શું આપ્યુ. ? વેસ્ટર્નના વજ્ઞાનિઓએ તે જ્ઞાનનો ઉપયોગ કરીને દુનિયાને નવી નવી શોઘો આપી, તેનો સ્વીકાર આપણે કરી લીઘો……તો પછી તેમની સંસ્કૃતિમાં રહેલા સારા સારા ગુણોને પણ સ્વીકારીયે…….

  ગુરુ દત્તાત્રય બનો……………બસ…..પછી પ્રોગ્રેસ ….સફળતા આપણી જ છે…….

  અમૃત હઝારી.

  Like

  1. bhai shree hajari tamara vicharo sathe sampurna sammat guru dattatrey ne 24 guru hata jema manu shya ek pan nahato badha prani hata ane ek matra manav shtree hati ane dattatrey na vicharo pramane badha mathi sadgun svikari ne vyavharma apnavo pan maru (namra suchan athava manyata chhe ke mandir vina pan pustako mathi dattatrey vishe jani sakai) manavu chhe ke ati dharmik praja ne mandir karta gharo ni jaruriyat vadhare chhe tyare potana ghar ma j jene manta hoi tena anukaran thi jivan vyatit kare to mandir ni avasyakta nahi rahe

   Like

 8. માફ કરજો…….યાદ આવ્યુ તે લખું છું………….
  દુનિયા આખી જાણે છે અને હરેક ભારતીય રોજ અનુભવે છે….અને અનુભવીને તે સામાજીક વ્યવસ્થાને ગાળો ભાંડે છે…તે બ્રાહમણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર…..પછી જ્ઞાતિઓ…..ઉંચ, નીચ….આભડછેટ……તો તેને તિલાંજલી આપતા પહેલાં શીખીયે. અહિં અમેરિકામાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ આજ બેઇઝ ઉપરફૂલેલી ફાલેલી છે…….જય હો……અમેરિકન સંસ્કૃતિમાં આવા ભેદો નથી…..

  Like

 9. Thank you MoorjiKaka for doing this articles. I have been living in USA for 35 years and always have heard how western culture spoiled our children, even Indian living in USA & Canada also think this way.

  As far as critic from Feroz Khan : I believe it is up to individual on how they want to blend in with other culture. Respactfully, Islam is not a bad culture, yet handfull of peoples (politician) may have made it sound bad. You ask why sugar has to liquify in milk? Well, when you drink soda (coke) with ice, and if ice do not melt then what you do to ice? Most likely you throw away. It is best to blend wherever possible, if not you may end up in trash can like ice. I am sure you have witnessed this in Canada as I have seen many our brother & sister from India or Asia try not to blend in main stream and then they are left out.

  500 years ago, we were not exposed to global economy and culture. Today, we live in global culture (their is no east or west). It is up to us how we want to accept and how we want to behaive. As article indicate, I for one did struggle through growing up in 2 different culture, yet I decide what is best for me and same goes for my daughter. And this is why I claim my self IBCA + Indian Born Cinfused American (Opposit of ABCD).

  Like

 10. શ્રી, મુળજીભાઈ,
  આપનો મનનીય લેખ વાંચી આનંદ થયો,
  સંસ્કૃતિ નો વિકાસ દરેક જગ્યા ની ભૌગોલિક પરિસ્થિતિ ના પ્રમાણમાં હોય છે, સિન્ધુના મેદાનમાં વિકસેલી સંસ્કૃતિ અને સાયબીરિયા ના ઠંડા પ્રદેશની સંસ્કૃતિમાં ફેર તો હોવાનો જ, ભારતીય સંસ્કૃતિ ખેતીપ્રધાન થઇ કારણ કે ખેતીને અનુકુળ વાતાવરણમાં વિકસી પરિણામે આહાર બધો મુખ્યત્વે શાકાહારી બન્યો, જયારે તૃંડ પ્રદેશ (સાયબીરિયા) માં ખેતી શક્ય જ ન હોવાથી તેઓ માંસાહારી રહ્યા/બન્યા, આમાં તમે કઈ સારી અને કઈ ખરાબ સંસ્કૃતિ ન કહી શકો, આપણે જન્મજાત દંભી હોવાથી અમારું સારું અને બીજા ખરાબ એ ચિત્ર મગજમાં લઈને ફરીએ છીએ, અને બીજાને ભાંડીએ છીએ,
  કોઈ દેશની સારી બાબતો સ્વીકારવા આપને તૈયાર નથી એટલું નહિ પણ એ વાત કેટલી હાસ્યાસ્પદ છે એ સાબિત કરવા મચ્યા રહીએ છીએ, પછી થી એ સ્વચ્છતાની વાત હોય, શિસ્તની વાત હોય કે ફાસ્ટ ફૂડ હોય, અને જે તે દેશ જે છોડવા પ્રયત્ન કરતો હોય એને તરત જ અપનાવી લઈએ છીએ, આ વૃત્તિને શું કહેવાય તે જણાવશો- હું જાણતો નથી,

  Like

 11. શ્રી મુરજીભાઈનો લેખ ગમ્યો. એમનો તથા ગોવીંદભાઈનો હાર્દીક આભાર.
  હું ૩૯ વર્ષથી અહીં ન્યુઝીલેન્ડમાં છું. ૨૦૧૧માં ક્રીસ્મસના એક કાર્યક્રમ વખતે મેં કહેલું તેમાંથી થોડું નીચે લખું છું.

  આપણે ન્યુઝીલેન્ડનાં પર્વો-ઉત્સવો (festivals)ની ઉજવણી શુદ્ધ ન્યુઝીલેન્ડરોની જેમ જ કરીએ છીએ. જુઓને આ નાતાલ(Christmas)નો ઉત્સવ. પણ એમાં એક મહત્ત્વનો તફાવત છે- આપણી ઉજવણી (celebration)માં ભારતીયતા ભારોભાર ભરેલી હોય છે. પણ માત્ર ભારતીયતા જ કે? ના, એમાં ન્યુઝીલેન્ડનું તત્ત્વ પણ વણાયેલું હોય છે. આમ આપણા એટલે કે ભારતીય તહેવાર આપણે ઉજવીએ કે ન્યુઝીલેન્ડના તહેવારો પણ એ બંને પ્રકારમાં બે સંસ્કૃતીઓ ઓતપ્રોત થઈ જાય છે-વણાઈ જાય છે. બેને કદાચ અલગ તારવવી મુશ્કેલ થાય. A fusion (not just mixing but fusion) of two cultures-Indian and New Zealand, the country we or our ancestors chose to live in. બે દેશો-ભારત અને ન્યુઝીલેન્ડની સંસ્કૃતીઓનું સંમીશ્રણ-માત્ર મીશ્રણ નહીં, પણ સંમીશ્રણ, ન્યુઝીલેન્ડ કે જે દેશને આપણે કે આપણા પુર્વજોએ વસવાટ માટે પસંદ કર્યો છે.
  આ સંમીશ્રણનાં ઉદાહરણો પણ મેં આપેલાં, પણ લંબાણ કરવું ઠીક નહીં આથી વધુ લખતો નથી.

  Like

 12. સીનેમા, ટેલીવીઝન, ઈન્ટરનેટ અને મોબાઈલને કારણે હવે ઝડપથી સંસ્કૃતી બદલાઈ જાય છે. આવી સગવડોને કારણે લોકો ગામડાંથી શહેર ભણી આવે છે. મુંબઈમાં લોકલ ટ્રેન દર ચાર મીનીટે પ્લેટફોર્મથી છુટે અને બધી ટ્રેનમાં ચડવા માટે જે કસરત કરવી પડે છે એ ધસારો જોઇ લાગે છે હવે લોકો ગામડાંમા રહેવા નથી ઈચ્છતા. મુંબઈની અંગ્રેજી શાળામાં પ્રવેશ માટે પણ એવોજ ધસારો થાય છે એટલે કે વાલીઓ બાળક અંગ્રેજી શાળામાં દાખલ થાય એની પુરી કોશીસ કરે છે. સેકડોં હજારો વરસની ગુલામી અને ગરીબાઈ દુર થઈ રહી છે એ ખબર પડી જાય છે. કરીયાણાની દુકાનેથી કે મોલમાં લોકો સારા ચોખા ખરીદે છે એ નજરો નજર દેખાઈ આવે છે.

  મુરજીભાઈએ છેલ્લા ફકરામાં ગૌરવ બાબત લખેલ છે. ગુલામી, ગરીબાઈ, મહીલા અત્યાચાર, દલીત અત્યાચાર, બાળકીને દુધ પીતી કરવી, સતી પ્રથા અને વીધવા પુનઃલગ્ન પ્રતીબંધ સીવાય ગૌરવ લેવા જેવું બીજું શું હોઈ સકે?

  Like

 13. દેશાન્તર કરનાર પ્રથમ પેઢી (First Generation Immigrants) બધા પોતાના બેગ–બીસ્તરા સાથે પોતાની સંસ્કૃતી પણ લાવે છે અને બને તેટલી જાળવી રાખવાની કોશીશ કરે છે. જ્યારે એમની બીજી પેઢી મુખ્ય પ્રવાહમાં ભળવા માંગે છે. તેઓને ઘરના અને બહારના સાંસ્કૃતીક વાતાવરણના ફરક વચ્ચે પોતાનો માર્ગ શોધવાના આત્મમંથનમાંથી પસાર થવું પડે છે.

  અમેરિકામાં વસતા ભારતીયોની જ જાને આ વાત !

  શ્રી મુરજીભાઇએ એમના આ અભ્યાસપૂર્ણ લેખમાં પશ્ચિમ અને પૂર્વની

  સસ્કૃતીની તુલના બહુ જ સમતોલ ભાવે કરી છે .અભિનંદન .

  Like

 14. ખુબ સરસ લેખ ! સંસ્કૃતિઓનું સંમિશ્રણ નવી સંસ્કૃતિ ઘડેવામાં ઘણો ભાગ ભજવે છે.. ભારતની પ્રાચીન સંસ્કૃતિ તેની વૃદ્ધાવસ્થામાં છે જ્યારે અમેરિકાની ભાવિ સંસ્કૃતિ તેની બાલ્યાવસ્થામાં છે. આ બે જુદી અવસ્થાની સરખામણી કરવી એટલે સફરજન અને સંતરાની સરખામણી કરવા જેવું કહી શકાય.

  Like

 15. મારા 44 વર્ષોના ભારતનિવાસ અને પછી 33 વર્ષોના અમેરિકાનિવાસ દરમ્યાન થયેલા અનુભવના નીચેની સરખામણી રજુ કરું છું.
  ભારતમાં લગભગ આપણે બધા આપણે કયું કામ કરીએ અને કયું કદાપી ના કરીએ તે અંગે ખુબ સભાન હોઈએ છીએ. અમેરિકામાં કોઈ કામ કોઈને માટે હલકું નથી હોતું.
  ભારતમાં લોકો નિ:સંતાન મારી જાય પણ કોઈ બાળકને દત્તક ના જ લે. અહીં દત્તક લેવાનો રીવાજ ઘણો પ્રચલિત છે. પોતાના સંતાનો હોય તો પણ બીજા બાળકોને દત્તક લેતા હોય છે અને તે પણ કોઈ યુગલો તો માંદા અને પરધર્મી કે પરદેશી બાળકોને પણ.
  ભારતમાં આપણે નિષ્કારણ વિઘ્નસંતોષીપણું આચરતા હોઈએ છીએ; અમેરિકામાં નહિ. પોતાનો સ્વાર્થ હોય તો આપણા કામમાં દખલ કરે પણ તે સિવાય માથું ના મારે.
  અમેરિકનોને મૂડીવાદમાં ધર્મ કરતા પણ વધારે શ્રદ્ધા હોય છે જેને લીધે અમીર અને ગરીબ લોકો વચ્ચેની આવકની ખાઈ પહોળી અને ઊંડી થતી જાય છે. આપણને અણગમતા કામોત્તેજક વલણો બજારુ જાહેરાતોને આભારી હોય છે.
  અશ્લીલતા તો આપણે ત્યાં ભવાઈ જેવા કાર્યક્રમોમાં પણ જોવા સાંભળવા મળતી હતી. કદાચ તે માનવ સહજ નબળાઈ હશે.
  ટૂંકમાં બંને પક્ષે સારા-નરસા પાસા છે.

  Like

 16. Friends,

  Today I received subscribed most current issue of NATIONAL GEOGRAPHIC magazine.( Feb.2014) ( NGM.COM ) It carries two very interesting articles.

  (1) The new science of the Brain…..Secrets of the Brain. New technologies are shedding light on biology’s greatest unsolved mystry : how the brain really works……

  and

  (2) KARMA of the CROWD…..At the Kumbh mela, the largest religious festival in the world, a throng of millions can be one.
  Pilgrims wait to bathe in the early morning at the 2013 Kumbh mela festival in Allahabad, India. In spite of polluted water and cold, crowded conditions, they report returning home healthier than they came.
  Pictures show Naga Bawa….Bathing women……A photo shows pilgrims drinking water…The cover script say, ” Gilded by the low afternoon sun, pilgrims drink deeply of the sacred water close to the confluence of the Ganges and Yamuna Rivers. Never mind that the water is polluted: contains amrit, the nectar of immortality.

  This is the difference beetween EAST and WEST. East lives in 18th century even today and West is flying high in 21st century.

  I have seen people from USA, going to take part in the Kumbh Mela.

  Amrut….( Not the nectar of immortality.) I am mortal.
  Hazari.
  Iselin,NJ,USA.

  Like

  1. ભારતમાં સત્તાધીશો, ધર્મગુરુઓ અને આગેવાનો કર્મ કે આત્મા પરમાત્માના ઓઠા હેઠળ પ્રજાનું શોષણ અને અત્યાચાર કરતા હતા.

   મહમંદ ગઝની તથા અન્ય ઈશ્લામના શાસકોને ભારતમાં તેડી લાવવામાં મુર્તીપુજાના વીરોધીઓએ રસ લીધો. ખીલજી, ઔરંગઝેબ વગેરે સત્તાધીશોએ ધર્મપરીવર્તન અને મુર્તીખંડનમાં સત્તાનો ઉપયોગ કે દુરઉપયોગ કર્યો અને ભારતની સંસ્કૃતીમાં દીશા બદલવાની શરુઆત થઈ.

   Like

 17. મારા અગાઉના પ્રતિભાવમાં એક માહિતી ઉમેરવા જેવી છે. મારા પિસ્તાલીસ હજારની વસ્તીવાળા ગામની સુધરાઈએ, આર્થિક તંગીના સમયમાં પણ, એવું સાધન વસાવ્યું છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિ એક સો અડસઠ પૈકી કોઈ પણ ભાષામાં 911 નંબર પર ફોન કરે
  તો તેનું અંગ્રેજી ભાષાંતર ઓપરેટરને સંભળાય અને બંને વાતચીત કરી શકે. જો તબિયત ગંભીર બગડી હોય, આગ લાગી હોય કે ગુનો થયો હોય તો માનવતાની દૃષ્ટિથી કોઈ પણ જાતના ભેદભાવ વિના જરૂરી સહાય તાત્કાલિક પૂરી પાડવામાં આવે છે.

  Like

 18. ફેન્ટાસ્ટિક ! આટલો સારો આર્ટિકલ વાંચીને ગડાસાહેબને અભિનંદન આપ્યા વગર રહી ના શકાય. ગુજરાતી ભાષાના તમામ વર્તમાનપત્રો અને અન્ય સામયિકોમાં પણ આ આર્ટિકલ પ્રગટ થાય તો ગુજરાતી વાચકોના ઘણા બધા પૂર્વગ્રહો અને મિથ્યાભિમાનોનો ભૂક્કો થઈ જાય. પણ સાલા, આપણા દેશના અને રાજ્યના મૂડીવાદીઓ અને મનુવાદીઓ આ સાચા અને માનવઉપયોગી જ્ઞાન-માહિતીને સામાન્ય માનવી સુધી પહોંચવા દે તો તો એમના વિશિષાધિકારોનો જ ખાતમો બોલાઈ જાય, એટલે આવા મહામૂલા લોકશિક્ષણના પાઠને તેઓ છાપે કદી તેમના માંધ્યમોમાં !

  Like

 19. તુલના ને ટીકા સાથે પરિબળો જે વાર્તા ગુંથે છે, અને પછી જ ઈતિહાસ રચાય છે. આધિપત્ય જમાવતાં એક વર્ગ શાસક થઈ જાય છે ને બદીઓ દેખાતી નથી. આજે કાયદાનું શાસન સૌ સ્વીકારતા થયા છે..

  એજ સારી ઉપલબ્ધી છે. જૂની વાતોથી નવો જમાનો તોલવો એટલે મૂર્ખામી. લેખ મનનીય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 20. શ્રી મુળજીભાઇના લેખો વાંચવાનુ મને ખુબ જ ગમે છે
  આ વિશય અને મુદ્દાઓ મને તો ખુબ જ સુંદર અને સમતોલન લાગ્યા.
  વાચકોના પ્રતિભાવો પણ મહત્ત્મ આ લેખની સાથે છે. જે લેખનુ આગવુ નોંધપાત્ર અંગ છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s