લગ્નમાં અક્ષત ચોખાનો હેતુ ! (2) ધાર્મીક વીધીને નામે દુર્વ્યય..

(1)

લગ્નમાં અક્ષત ચોખાનો હેતુ !

આઝાદી પહેલાં આપણો દેશ ખેતીપ્રધાન હતો અને નાનાં–નાનાં ગામડાંઓની સંખ્યા 80 ટકાથી વધુ હતી. લોકોમાં અન્ધશ્રદ્ધા હતી; પણ સાથે સાથે ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ની ભાવના હોવાથી લગ્નો પણ વસન્તપંચમી કે અખાત્રીજ પર વીશેષ થતાં. જાન એક ગામથી બીજે ગામ જતી ત્યારે ગામના સૌ નાનામોટા ફળીયાવાસીઓ જાનૈયાની આગતા–સ્વાગતા કરતા. તે જમાનામાં અઠવાડીયાં પહેલાં રાત્રે લગ્નનાં ગીતો ગવાતાં, તોરણો બન્ધાતાં. મહેમાનો માટે ઘેરઘેર ખાટલા–ઢોલીયા પથરાતા. સવારે દાતણ–પાણી, ચા–નાસ્તો વગેરે આડોશપડોશના અને ફળીયાના લોકો જ, આપસનાં વેરઝેર ભુલીને ‘ગામની દીકરી’ની ભાવનાથી બધો ભાર ઉપાડી લેતા હતા. બહારગામથી જાન આવે તો વરરાજાની ઓળખાણ પણ ‘ગામના જમાઈ’ તરીકે કરાવતા. તે જમાનામાં અનાજ એટલું બધું પાકતું કે આખા ગામને જમાડવાનો રીવાજ હતો. જેમાં જમીનદારથી માંડીને ખેતમજુરને પણ આગ્રહ કરીને જમાડવામાં આવતા. હવે જ્યારે ગામમાં વરઘોડો નીકળતો ત્યારે ગામની તથા ઘરની મહીલાઓ અક્ષત ચોખા, જુવાર અને બીજાં ધાન્યો મુઠ્ઠીમાં લઈને ગીતો ગાતીગાતી વરરાજાની પાછળ ‘રમણદીવા’ સાથે રાખી, વરરાજા પર નાંખતી. એની પાછળનો હેતુ ઘણો ઉમદા હતો. ગામડાંમાં ધુળમાટીના રસ્તા હતા અને આજુબાજુ ખેતરોને લીધે ફળીયામાં, પાદરમાં અને વાડામાં વૃક્ષો ઘણાં હતાં. તેના પર પક્ષીઓ માળા બાંધતાં. એ પક્ષીઓ સવારે જ્યારે આ દાણા ખાતા તેથી એમનું પેટ ભરાતું અને ખેતરના પાકને નુકસાન ઓછું કરતા. એટલું જ નહીં પણ ગામનો ગરીબવર્ગ મરઘાં–બકરાં પાળતો. તેમને પણ દાણા ખાવા મળતા હતા. એટલે એમાં ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ની ભાવના પણ હતી. હવે જમાનો બદલાયો છે. લોકોમાં પ્રેમ લાગણીને બદલે મારા–તારાની સ્વાર્થવૃત્તી પેસી ગઈ. નાનાં ગામડાંઓમાં ઉદ્યોગોને લીધે ખેતીની જમીન ધીરેધીરે નાશ પામતી રહી અને આપણો દેશ ખેતીપ્રધાન મટીને ઉદ્યોગપ્રધાન બની રહ્યો છે.

હવે લગ્નોમાં બુફે ડીનરે જમણવારનું સ્થાન લીધું છે. અનાજનો જેટલો બગાડ વરકન્યા પર અક્ષત નાંખવાનો થતો હતો, એનાથી દસ ગણો બગાડ બુફે ડીનરમાં થાય છે. કારણ કે ઘણાં મા–બાપો પોતાનાં બાળકોને પણ ડીશ ભરીને બધું જ ખાવાનું આપે છે. અને જમણવાર પણ કોન્ટ્રાકટ પદ્ધતીથી થતો હોવાથી કોઈ પણ જાતની રોકટોક થતી નથી. હવે તો અક્ષત એવા ચોખાને પણ કૅમીકલવાળા રંગથી રંગીન તથા સોનેરી રુપેરી બનાવવાથી એનો સાચા અર્થમાં બગાડ જ થાય છે. માટે હવે અક્ષત ચોખાનો થતો બગાડ અટકવો જરુરી છે. અક્ષતનો અર્થ થાય છે ક્ષતી વગરનું ‘અખંડીત’. તેથી વરકન્યાનું જીવન પણ આજીવન અખંડ રહે તેવી ભાવના તેમાં હોય. તેથી કન્યાને ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ના આશીર્વાદ આપવામાં આવતા.

નાનાસાહેબ ઈન્ગળે

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ચર્ચાપત્ર’ વીભાગમાં તા.17/02/2011 ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક:

નાનાસાહેબ ઈન્ગળે, 11, સીલ્વર પાર્ક સોસાયટી, પાલનપુર જકાત નાકા, રાંદેર રોડ, સુરત395 009 સેલફોન: 92283 83381

(2)

ધાર્મીક વીધીને નામે દુર્વ્યય..

માણસ એકવીસમી સદીમાં જીવવાનો રોફ મારે છે. તેની વીજ્ઞાન તરફની દોડ અચમ્બો પમાડે તેવી છે; તેમ છતાં ધાર્મીકતાને નામે તેની અન્ધશ્રદ્ધાનો કોઈ પાર નથી. જીવન–મૃત્યુના અનેક પ્રસંગોમાં મોંઘી ચીજ, કે જેને માટે ગરીબ વર્ગ હવાતીયાં મારે છે તેનો, ધાર્મીકતાને નામે બહોળો દુર્વ્યય કરે તે છે અને તેમાંથી બહાર નીકળવાના કોઈ પ્રયાસો પણ થતા નથી. લગ્ન એ પવીત્ર વીધી છે, તેમાં વધુને ઓવારવા ચોખા ઉડાડાય છે. લાખોની સંખ્યામાં થતા લગ્નોમાં આવા અનેક ટનબંધી ચોખા ધુળમાં ભળી જાય છે. જ્યારે આ દેશમાં અસંખ્ય લોકો ભુખે મરે છે. આ વીધી અટકે તો કેટલા ભુખ્યાજનોની આંતરડી સન્તોષાય ! તે જ રીતે ધાર્મીકતાને નામે ગામે ગામ યજ્ઞો કરાવાય છે. લગ્નની વેદીમાં પણ યજ્ઞોની જેમ તે વેદીમાં ચોખ્ખું ઘી હોમાય છે અને આવા અસંખ્ય હોમહવનમાં કીંમતી ચોખ્ખું ઘી બાળી મુકવામાં આવે છે. હોળીમાં લાખ્ખો નારીયેળ ફુંકી મારવામાં આવે છે. આપણે કરોડો પોષણવીહીન મનુષ્યોના મુખેથી તે ઝુંટવી લઈએ છીએ એમ નથી લાગતું ? માણસ મૃત્યુ પામે ત્યારે હીન્દુઓ શબને સ્મશાનમાં બાળે છે. એક શબ 15-20 મણ લાકડાંથી બળે છે, આમ ત્રણ વ્યક્તીઓ માટે એક વૃક્ષનો નાશ થાય છે અને પર્યાવરણ ખોરવાયે જ જાય છે. જંગલોનો નાશ થતાં અનેક પ્રશ્નો ખડા થાય છે. હવે તો વીદ્યુત અને ગેસ સગડી ઉપલબ્ધ છે.

ગીધ પક્ષીઓનો નાશ થતાં પારસી સમાજે પણ કુવો–ભસ્તો છોડી ગેસ સગડી અપનાવી છે. છતાં ધાર્મીકતાને નામે હીન્દુવીધીમાં લાકડાંનો દુર્વ્યય કરાય છે. આવા તો બીજા અનેક પ્રસંગોએ દુર્વ્યય કરાય છે. જે અટકાવાય તો અનેક જરુરીયાતમન્દોને તે આપી આશીર્વાદ મેળવી શકાય.

­…ડૉ. જનક વ્યાસ

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ચર્ચાપત્ર’ વીભાગમાં તા.21/02/2011 ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક:

ડૉ. જનક વ્યાસ, જલારામ મંદીર પાસે, માળી વાડ, વ્યારા  – 394 650. જી. તાપી ફોન: (02626) 221 257 સેલફોન: 98258 71172

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 E, Bonkode, KOPARKHAIRNE (west),  Navi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222  ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 31/01/2014

30 Comments

  1. I fully agree with author’s comments & views. The process starts with proper thinking and then, implementation in life and then, see positive result.

    People should think and then act.

    Thanks for the good article.

    Pradeep H. Desai
    USA

    Like

  2. Very Well Said. We, human must move on with global society. As author mention about Paarsi community who have accept changes and are doing cremation, why we cannot accept change? I do remember post where I think Govindbhai has declair himself that his body will be utilize for research. I also have registered myself and my wife to do same. In USA, number of medical institutes will accept your body for further medical research at their cost. Why not do something that may help our future generation!!!

    Like

  3. નાના સાહેબ ઇન્ગળે અને ડો. જનક વ્યાસ ના સોર્ટ અને સ્વીટ અને Sure shot… લેખો સત્ય વાતો કહે છે. ૧૦૦ ટકા સાચી વાત.

    આપણી સંસ્કૃતિ અને સંસ્કૃતિના રખવૈયાઓ ( ?) સમયની સાથે સુઘરવામાં માનતા જ નથી.

    ફક્ત અેક જ વાત કરવી છે. નાના સાહેબે લખ્યુ છે તે આશિર્વાદના સંદર્ભ માટે. આપણી સંસ્કૃતિ લગ્નમાં વહુને આશિર્વાદ આપવામાં પુરુષપ્રાઘાન્ય બતાવે છે. અખંડ સૌભાગ્યવતી ભવ કહિને ગ્રૃહસ્થાશ્રમમાં પ્રવેશતી કોડભરી કન્યાને કહે છે કે તું મરે ત્યારે તારું સૌભાગ્ય ( વર) અખંડ ( જીવંત ) રહે….મતલબ કે તું તારા વર કરતાં વહેલી મરજે…..

    દરેક સ્ત્રીઓ અને પુરુષોઅે હવે જાગવું જોઇઅે.

    આ આપણી સંસ્કૃતિ છે.

    ૨૧મી સદીમાં તો હવે જાગીયે.

    અમૃત હઝારી.
    ન્યુ જર્શી, અમેરીકા.

    Like

  4. વિદ્વાન વિચારકો સામે મારા જેવાથી કંઈ બોલાય નહીં. પણ ઊંડે ઊંડે એવું લાગ્યા કરે છે કે નેશનલ વેસ્ટની બધી સમસ્યા લગ્નોએ જ ઊભી કરી છે. કલામ, અડવાણીએ કેટલા બધા ચોખા બચાવ્યા! હવે મોદી કે રાહુલ ગમે તેનો રાજ્યાભિષેક થાય, તેઓ જરૂર વટહુકમ બહાર પાડી પાંચ વર્ષ સૂધી લગ્નબંધી દાખલ કરશે. નો લગ્ન…નો બગાડ. નો જોક. સીરીયસ વાત છે. વિચારો લગ્નબંધીના ફાયદાઓ…

    Like

      1. વોરા સાહેબ આપણે ના પાડીશું તો કેટલાક નફ્ફટો પાકિસ્તાન કે બાંગલા દેશમાં જઈને ચાર પરણી લાવે એવા છે. બસ હસતા હસાવતા ટેકો આપતા રહેજો. ગોવિંદભાઈ તો બહુ ગંભીર માણસ છે.

        Like

      2. shree vk vora
        lagna bandhi karvajevu nathi ane lakhanar no mul hetu lagna bandhi
        karvano nathi parantu vidhi ( karma kand ) na name thata samay shakti ane dhan dhanya vagere na rashtriya bagad tarafe samaj nu dhyan dore chhe ane te khare khar apnavavu jaruri chhe.

        Like

  5. The views and expressions by Mr. Ingle and Dr. Janak Vyas are to the point and points fingers at the age old and so called modern rituals. In 20th and 21st centuries people by and large have become more ritual than actual religion. If someone tries to educate then the person is eliminated. Look what happened to Dr. Narain Dabholkar. what was he and his team doing? Educating people to fight blind faith. Fanatics got him murdered. Unfortunately it is seen that the more educated the person is the more he/she practise rituals.
    Firoz Khan
    Columnist, Critic and Commentator
    Toronto, Canada.

    Like

  6. નાના સાહેબ ઇન્ગળે અને ડો. જનકભાઈએ જે જણાવેલ છે એ આમ જુઓ તો હીંસાનો એક ભાગ જ છે.

    યજ્ઞમાં પશુઓ બલીદાન થતા. અહીંસામાં માનનરાઓ આ આહુતીમાં પશુઓને બદલે અનાજ જેમકે જવ, ચોખાનું સુચન કર્યું. આ અક્ષત કે શ્રીફળ કે ચોખા કે નાળીયેરની આહુતી આપવી એ એક પ્રકારની આહુતી હોવાથી હીંસાનો ભાગ જ બને છે જેમકે ચોખા ન કહેવું પણ અક્ષત કહેવું. નાળીયેર ને બદલે શ્રીફળ કહેવું.

    હવે અનાજ, ઘીના ભાવ વધી ગયા છે અને વધતા રહે છે. અછતમાં અનાજ ઘીનો બગાડ કે આહુતી આપવાનું જનતાએ બંધ કરવું જોઈએ.

    કોઈ માતાને પુછવું જોઈએ એ પોતાના ધાવણા બચ્ચા માટેનું દુધ બીજાને આપે? આપણે ગાય કે અન્ય પશુ પાસેથી એ છીનવી લઈએ છીએ અને પત્થર ઉપર ચડાવીએ છીએ. એટલે અહીંસાના કહેવાતા પ્રચારક કે પ્રસાર કરનારને પુછવું જોઈએ શરીરને તગડું બનાવવા જે દુધ પીઓ છો એ પ્રાણી પાસેથી એના ધાવણા બચ્ચાનું છીનવેલું દુધ છે અને અહીંસાનો પ્રચાર બોખલો બની જાય છે….

    Like

  7. જેવી રીતે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની ભેદરેખા ખુબ જ પાતળી હોય છે તેને કારણે શ્રધ્ધામાંથી કયારે અંધશ્રધ્ધામાં સરકી જવાય તે અંગેનો ખ્યાલ ન રહી શકે તેવી જ રીતે શાસ્ત્રોકત વિધિ વિધાન મુજબની ૫રં૫રા,રીત-રીવાજો વિગેરે સમયના વહેણની સાથોસાથ જો વર્તમાન સમય સાથે જો કદમ ન મિલાવી શકે તો હાંસીપાત્ર બનતા હોય છે.
    અને….. વિદ્વાન ચિંતકો તથા વડિલ અને સન્માનિય વિચારક વિવેચકો માફ કરે……..૫રંતુ આજના સમયમાં ગાય કે અન્ય પશુ ના દુધનો ઉ૫યોગ કરવો એ હિંસા માનવામાં અતિરેક તો નથી થતોને ? આવી અમુક બાબતો મતભેદ અને વિચારભેદ સર્જતી હોય છે તેનું સંપુર્ણ નિરાકરણ કયારેય નથી આવતું હોતું. અને સુક્ષ્મ હિંસાથી આ જગતમાં કોઇ ૫ર રહી શકે ? આ સવાલનો જવાબ મળવો કઠિન છે.

    Like

  8. અભીવ્યક્તીના લેખોમાં ફક્ત હિંદુ ધર્મના રીતરીવાજો વિષે વધારે લખાય છે. બીજા ધર્મ ની માન્યતાઓ કે કટ્ટરતા વિષે લખી શકતા નથી કેમ કે તેમ કરવાથી એક છૂપો ભય છે જે બધા સમજી શકે છે। આપણી લગ્ન એ પરંપરા છે અને સદિયોથી ચાલે છે તેમાં ઘણા પરિવર્તન સમય સંજોગ મુજબ હિન્દુઓએ સ્વીકાર્યા છે તે પણ ધ્યાને આવતું નથી। જીવન ફક્ત નકારત્મક વિચારોથી નહિ પણ એ રિવાજોમાં કેટલો ઉત્સાહ અને ઉમંગ છે તે પણ ધ્યાને રાખવું જરૂરી છે। ચોખા કે અક્ષત એ પરંપરા છે અને તેનું મૂલ્ય છે આજે માણસ અવસરોમાં પોતાનું મોઢું બતાવવા જાય છે તેના કરતા તો ચોખા ખુબજ ચોખ્ખા ભાવે મન ને શાંતિ આપે છે। જીવન હમેશા ધબકતું ત્યારે જ થાય જ્યારે તમે તમારા ધર્મમાં રહેલા રીતિરીવાજોને પણ એટલા આદર અને માન આપો। હું મંદિરો બનાવવાનો વિરોધી છું પણ રીતી રીવાજો એતોઆનંદ ની પ્રકિયા અને મનની શાંતિનો એક ભાગ છે તેને કેમ ત્યજી દેવાય ???????
    માટે નવા લેખકોએ ઉતાવળા લેખકો બનતા પહેલા ધીરજ રાખવી જરૂરી છે। અભિવ્યક્તિ એ થોડું હકારમાં પણ કૈક લખવું જોઈએ

    Like

    1. bhai shree satya svikarvu bahuj kathin hoi chhe pan tame agau aaj lekh mala ma vanchyu hoi to jain dharma no tahevar rupal ni palli vishe.
      vichar va ni vaat e chhe ke je desh ma ghana badha vyakti o ne be time khavanu nathi maltu tej desh ma karma kand na name samay shakti ane dhan dhanya no bagad thato hoi ane biji baju aapane varamvar vanchata hoiye chhiye ke falana rajya ma bhukh marathi mrutyu tyare khare khar vichar va jevi vat e chhe ke je dhanya agni ma homayu sankar na ling upar hajaro litre dudh vahaviyu ( je ghee rasta upar nadi ni jem vahavyu rupal ma ) koi shiv bhakte shivalay ni pachhal jai ne joyu chhe ke phool pani ane dudh na sanyojan ne ekj jagya par ghana vakhat sudhi rahavathi su thai ( me jate jai ne nirikshan karyu chhe je jantu sandash ni safty tank ma pake tej jantu dudh pani phool ma mishran thi peda thai chhe ) ana karta to badhu garibo na pet ma jai te saru ke raste razde te saru mara 51 varas ma hu uk usa be desh joya chhe uk ma to havaman j avu chhe ke tya bahuj alp prakar na pako thai chhe chhata tya bhukh maro nathi jyare bharat ma havaman darek rajyo ma alag chhe ane bharat badhi j jat na pako khub matra ma peda kare chhe chhata tya sarkar na yogya ayojan ane praja ni ati dharmikta na lidhe ann no durupyog atishai thai chhe. je bharat jeva desh mate sharam ni vat chhe.

      Like

  9. રંગોળી કે ફૂલોની રંગોળી અથવા તોરણ પણ પ્રસંગની શોભા–ઉત્સાહ–ઉમંગ વધારી શકે. મૂળ વાત અનાજના બગાડની છે જે હવે પોસાય નહીં. પહેલાના જમાના જેવી કોઈ ભાવના હોય તો સમજ્યા.

    Like

  10. એક વધુ ફાયદો, આપણા દેશ માટે. ‘પ્રજોત્પત્તિ પર અંકુશ’.

    આ બધે માત્ર ‘દીર્ઘ ઈ” વાપરવાનું નવું તૂત એ ‘ગુજરાતી ભાષાની માનહાની નથી.?

    Like

    1. Uttam Gajjar uttamgajjar@gmail.com To Me Feb 1 at 11:13 PM
      મેં કૉમેન્ટ તો ચોંટાડી રીપ્લાય કરીને નીચે પ્રમાણે; પણ તે તો ……… !!!

      વહાલા પ્રવીણભાઈ,
      તમે પણ ‘ઊંઝાજોડણી’વાળાની નાતમાં ભળ્યા કે શું ? મને વહેમ પડે છે ! તમે તો જાણતા જ હોવા જોઈએ કે ક્યાં હ્રસ્વ ‘ઇ’ આવે ને ક્યાં ‘દીર્ઘ ‘ઈ’ આવે. છતાં ગુજરાતીમાં એક જ લીટીમાં બાર શબ્દ લખવામાં તમે તેનો ભંગ કર્યો છે..

      ‘હાનિ’ મૂળ સંસ્કૃત શબ્દ છે.
      હવે સાર્થ જોડણીકોશના પહેલા જ નિયમ પ્રમાણે : ‘૧. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉ.દા. મતિ; ગુરુ; વિદ્યાર્થિની’
      હવે તમે જ ‘હાનિ’ શબ્દની જોડણી ‘માનહાની’ કરી છે ! !
      જોયું ? ‘હાનિ, હાનિકારક, હાનિકર્તા’ આવે..

      બબ્બે ‘ઈ–ઉ’ના તમારા જેવા ચાહકોને પણ ભુલાવામાં નાખી દે તેવી છે આ ‘ઈ–ઉ’ની માયા !
      તેથી ગોવિન્દભાઈએ ‘ઉંઝાજોડણી’ જ અપનાવી તે અમને તો વાજબી જ લાગે છે..
      …ઉત્તમ ગજ્જર..
      -uttamgajjar@gmail.com
      -Surat

      2014-02-01 Govind Maru :
      Show message history

      Like

      1. પ્રવીણભાઈ, ગોવીન્દભાઈ એમ માયાબેન હોવું જોઈએ. વ્યાકરણ અને ઈ ઉની જોડણીની ગંભીર ચર્ચા હોય અને માયાબેન ને માયા કહેવાથી ધાર્મીક વીધીમાં ખલેલ થાય….

        Like

  11. દુનિયામાં સર્વમાન્ય નિયમ છે કે…સૌ સબકી સમ્હાલો…મેં મેરી ફોડતા હું. હું મારા પગ જોઉ…બીજા શું કરે છે તેમાં માથું ન મારું.હું મારાં દોષોને દૂર કરવાનું કામ પ્રથમ કરું.

    સ્વામી સચ્ચિદાનંદજી કહે છે કે, ‘ જેમાં વિપુલ પ્રમાણમાં ઉત્તમ દ્રવ્યો અગ્નિમાં નષ્ટ કરી દેવાતાં હોય તેવા કર્મકાંડોથી મુક્ત થાવ. સામગ્રી વિનાનાં અથવા ઓછી સામગ્રીવાળાં, સીઘાં સાદાં કર્મકાંડોથી પણ વિઘિઓ થઇ શકતી હોય છે. જરુર પડે તો તે કરો.‘

    અમૃત હઝારી.

    Like

  12. Bhai Shri Jagdish,
    In the past myself and my friend Mr. Qasim Abbas have written about wrong doings, black magic, Taavizz, Blind faith (અંધશ્રદ્ધા) and Dhatings at Durgahs. So you see, its not that something is always written about Hindu and their rituals.

    Like

  13. Why not educate the priests who perform this type of rituals? Why educated people listen to these born into the family priests who don’t have formal education in the field and license. Most of temple web sites in USA are loaded with Pujaa and ritual service charges but not with spiritual knowledge. Why?

    Like

    1. Answer is simple: Businessman always want to sell their products. Saying this, why any priest would want to publish something that will hurt their business. I have actively post articles on our temple website and continue to do so. Now and then trustee of temple object my posting and request to remove or they will remove…… It is all BUSINESS.

      Like

  14. અભીવ્યક્તીમાં આવતા લેખો વિષે ચર્ચા થાય તે મહત્વનું છે નહિ કે લેખકે કહેલું બધું સ્વીકારી લેવાનું ઉપર મુકેલ બે લેખોમાં લગ્ન સમયે ચોખા વેડફાય છે તેજ બાબત પર ભાર મુક્યો છે તે બિલકુલ અયોગ્ય અને વ્યાજબી લાગતું નથી। એવું ક્યાય બનતું નથી કે એક લગ્ન પ્રસંગે 100 ગ્રામ ચોખા થી વધુ વપરાતા હોય અરે તમે જીવનમાંથી બધા રીતરીવાજો , પરંપરાઓ, ઉત્સવો , મેળાઓ ,પર્વો બધું બંધ કરી દઈએ તો શું જિંદગી જીવવા જેવી રહેશે ??? જિંદગીમાં આ બધું જરૂરી છે। લગ્ન વૈભવથી ઉજવવો તેમાં કાંઈજ ખોટું નથી . કોઈના ઉમંગ ઉત્સાહ ને એમ કહી તોડી ના શકાય કે ભારતમાં બહુ જ ભૂખમરો છે એટલે આવું વેડફાય?? ભૂખમરો એ ભારતની માનસિક બીમારી છે। લોકોને કામ ના કરવું હોય એટલે ભીખ માગી ગુજરાન ચલાવે અને શ્રદ્ધાળુઓ પુણ્ય મેળવવા ભીખ આપ્યા કરે। અત્યારે ભારતમાં મજુર અને કામદાર ની અછત ચાલે છે ત્યાં ભૂખમરો છે એમ ના કહેવાય
    જગદીશ જોષી

    Like

  15. ઘણાં ભાઇઓ લખે છે કે પ્રજોત્પત્તિ ઉપર અંકુશ મુકવાથી આજના વિષયનું સોલ્યુશન આવી જશે. અમે બે અમારા બેનો નિયમ બનાવાયો હતો. કુદરતના નિયમ પ્રમાણે દરેક જીવિતને વંશવેલો વઘારવાનો અઘિકાર છે. પહેલાં દરેક ઘરમાં આઠ દસનું ટોળું રહેતું હતું. હવે ઇકોનોમીકલ સીચ્યુએશન દરેકને પરવડે એટલાં… બે… કરવાં પ્રેરે છે. અપવાદની ચર્ચા હાલે નહિ કરીયે. પરમ્યુટેશન કોમ્બીનેશનના નિયમે આજની વસ્તીનો આંક હાંસલ કરેલો છે. આપણાં વિચારો દર્શાવનારા ભાઇઓને ત્યાં પણ વંશ વેલો વઘી રહ્યો છે. પરંતુ સમજીને.
    વસ્તી ઘટાડવા માટે બીજા રસ્તાઓ પણ શોઘી શકાય. હાલે ભારતમાં ઘરડાંઓ કરતાં યુવાનોના પરસન્ટેજ વઘુ છે…અહિં જાગવાની જરુર છે.

    વસ્તી વઘારો એ આજનો વિષય નથી. આજનો વિષય કર્મકાંડોમાં, ઘાર્મિક વિઘિઓમાં વેડફાતા અનાજ અને બીજા ખાદ્ય પદાર્થોનો છે. દરેક જીવને ખાવાનું તો આપવું જ રહ્યુ… વિવેકાનંદજી કહેતા કે ભૂખ્યાને સલાહ કે પ્રવચન આપવું નહિં.મોટા ઘરની પૈસાદારોના ઘરોની પાર્ટીઓમાં વેડફાતાં ખોરાકની વાતો વિચારીયે. તે ઘરોની પાર્ટિઓમાંથી બચેલા ખોરાકને ગારબેજના કેનમાંથી વણતાં બાળકોનો વિચાર કરીયે.
    આવા જ પૈસાવાળા નબીરાઓ યુરોપમાં એક રેસ્ટોરન્ટમાં જમવાં ગયેલાં. થોડું છાંડયું. રેસ્ટોરન્ટના માલિકે રીક્વેસ્ટ કરી કે આ બઘું ખાવાનૂં પુરું કરો. નહિં કરો તો આ છાંડેલાં ખોરાકનાં પૈસા ભરો.

    આપણે અનાજ બચાવવાનું છે. વેડફવાંનું નથી. અપુરતી સ્ટોરેજ વ્યવસ્થાને કારણે લાખો ટન અનાજ સરકારી ગોડાઉનોમાં સડી ગયેલું હોવાના સમાચારો મળેલાં. બગડતાં અનાજને સમયસર દેશના સીટીઝનોને મફત પણ વહેંચતે તો સડેલા અનાજને રફે દફે કરવાંના પૈસા પણ બચતે.

    જ્યાં નિશાન ટાંકવાનું છે ત્યાં જ ટાંકીયે….અનાજના બચાવવાના. ઉપાયો…નહિં કે વંશ વેલો જન્માવવાનું બંઘ કરીયે…યુવાનોને લગ્ન કરવાંનું બંઘ કરાવીયે અને સેની (સેક્ષની) ભૂખ સંતોષવા તેઓને બળાત્કાર કરવાનાં રસ્તા સુજીડીયે………

    વઘુ વિચારો આવકાર્ય છે.

    અમૃત હઝારી.

    Like

    1. કન્યા કેળવણીમાં વધારો થતાં ધાર્મીક વીધીઓ અને ચોખા, જવ, ઘી, હનુમાન કે લીંગને તેલ, દુધ વગેરે ચડાવવાનું બંધ થઈ જશે અને વસ્તીવધારો પણ ઘટી જશે. યુનેસ્કોએ પોતાના રીપોર્ટમાં જણાંવેલ છે કે હજી ૫૦-૭૦ વરસ રાહ જોવી પડશે એટલે ૨૦૮૦ પછી બધું બરોબર થઈ જશે…

      Like

  16. વિધિઓ ફક્ત ધાર્મિક જ નથી હોતી. બે દાણા વાપરવાથી તેનો બગાડા થતો નથી. તે ક્યારેક તો પક્ષીઓને કે જન્તુઓને મળે જ છે. ધારોકે કે આપણે એમ વિચારીએ કે આ બગાડ છે તો પણ તે ફરજીયાત નથી. આપણે રાજકીય વિધિઓની જે ફરજીયાત પણે આપણી પાસેથી ટેક્ષ ઉઘરાવી ને ખરચવામાં આવે છે તે હજારોગણા કે લાખોગણા વધારે છે. દા.ત. રાષ્ટ્ર પતિને, પ્રધાનોને, જનપ્રતિનિધિઓને અને સરકારી ઉચ્ચ અમલદારોને ળતી સરકારી પૈસે પગાર ઉપરાંતની સગવડો. આપણે આ બગાડ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો સારું.

    Like

  17. ચોખાનું નામ અક્ષત એ બહુ સરસ નામ છે . એનો અર્થ થાય છે કોઈ ક્ષતિ વગરનું .

    અક્ષત અંગેની બન્ને લેખકોની ભાવના ઘણી સારી છે પરંતુ આખા સમાજને માન્ય એવો

    સુધારો લાવતા બહુ જ સમય લાગશે . પરંપરાનાં મૂળ બહુ જ ઊંડા હોય છે .

    લોકોમાં નવા વિચારો માટે અને સુધારા માટે વિચારતા કરવા માટે આવા લેખ જરૂરી

    પણ છે .

    Like

  18. મિત્રો,
    મારી છેલ્લી કોમેંટમાં ભૂલ રહી ગઇ હતી…
    સેની ભૂખ ને બદલે…. સેક્ષની ભૂખ વાંચવું. ભૂખ કોઇપણ પ્રકારની હોય… જો સંતોષાઇ નહિં, તો બંગ પોકારે છે. ના કરવાં યોગ્ય કામો કરે છે અને કરાવે છે.

    અને અક્ષત, ચોખા,તેલ, ઘી….ના બગાડ કરતાં ઉપયોગોને માટે અને ભૂખ્યા રહેતા બાળકો, મા, બાપ….ગરીબો માટે આપણા સમાજને કવિ શ્રી ઉમાશંકર જોશી સરસ ચેતવણી આપી ગયા છે…… તેમનો આ પૂણય પ્રકોપ આપણા આખા સમાજમાં પ્રવર્તતા વર્ગભેદ અને પૂંજીવાદ સામે છે……તેઓ કહી ગયા છે કે…..

    એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
    દ્રરિદ્રની એ ઉપહાસલીલા
    સંકેલવા, કોટિક જીભ ફેલતો
    ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે;
    ખંડેરની ભસ્મકણી ના લાઘશે !

    ઉઠો…જાગો……

    અમૃત હઝારી.

    Like

  19. સરસ મહિતીસભર લેખ છે. બધાએ અપનાવવા જેવુ.

    Like

  20. Very Good Thoughts. Everything has two sides – Some Good and Some Bad. We have to be judicious in everything, such that it does Not do Any harm while Trying to do some Good. Reform has Limitations. They take Time to Change. Education is the Best way. Let us Promote Education and Humanism. Society is a Flowing Water. It will try to put aside on the bank, All the Waste.

    Let us be Rivers of Flowing Waters, Not the Village Tank which has very Limited Utility. “JAY AHINSA”.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    February 3, 2014
    Tuesday.

    Like

  21. ટીલા ટપકા અને ભગવાધારી ક્રીયાકાંડિઓએ શોધેલા પેટીયુ રળવાના જુના ચીલામાથી મુક્ત થવાનો સમય ક્યારનો પાકી ગયેલો છે !!!
    પરંતુ ગાડા ઘેલા અંધ્ધશ્રધ્ધાળુઓના ટોળાઓ હજુ પણ ધર્મના નામે ઢોંગ ધતીંગો સાથે સમય શકિત અને સાધનોનો બગાડ કરવાનુ ગાંડપણ છોડવાનુ નામ લેતા નથી.
    IN SHORT, THEY REFUSE TO CHANGE FOR BETTERMENT !!!!

    Like

Leave a comment