સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો

[‘સાહીત્ય અકાદમી’ અને ‘સાહીત્ય પરીષદ’ વગેરેનાં ઈનામો મેળવી ચુકેલા  શ્રી. દીનેશભાઈ પાંચાલ ગુજરાતના ઘણાં દૈનીકો અને સામયીકોમાં લખે છે એટલે સીદ્ધહસ્ત લેખક તરીકે ગુજરાતમાં જાણીતા છે. ‘અભીવ્યક્તી’ બ્લોગ થકી શ્રી. દીનેશભાઈનું નામ વીશ્વના 81 દેશોમાં પણ ખુબ જાણીતું થઈ ગયું છે. તેઓનું તેરમું પુસ્તક ‘હૈયાંનો હસ્તમેળાપ’ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય તરફથી પ્રકાશીત થયું છે. લેખકના રૅશનલ દૃષ્ટીકોણવાળા ચીન્તનાત્મક પુસ્તકો વાચક અને પ્રકાશક બન્નેને વધુ પસન્દ આવે છે. ‘ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન’ના માલીક–પ્રકાશક શ્રી. મનુભાઈ શાહના અંગત પારીવારીક લગ્નપ્રસંગે ખાસ લગ્નવીષયક ચીન્તન પીરસતું પુસ્તક પ્રગટ કરીને કંકોત્રી સાથે દરેકને ભેટ આપવાની સુન્દર પ્રણાલી છે. આ પ્રણાલી મુજબ તાજેતરમાં શ્રી. મનુભાઈના ભત્રીજા ધીમંતના લગ્ન નીમીત્તે સૌને કંકોત્રી સાથે શ્રી. દીનેશભાઈનું પુસ્તક ‘હૈયાનો હસ્તમેળાપ’ ભેટ આપવામાં આવ્યું હતું. આ પુસ્તક સૌને ખુબ ગમ્યું. ખાસ વાત એ બની કે લોકો તરફથી આ પુસ્તકની ખુબ જ માંગણીઓ આવતાં ઘણાં બધાં ચીત્રો અને મોટા સાહીત્યકારોના ક્વોટેશન્સવાળા આ પુસ્તકની વેચાણ માટે નવી આવૃત્તી પ્રગટ કરવામાં આવી છે.

લેખકે પોતાની કલમ દ્વારા આજના સમયને અનુરુપ મનોજ અને માયાના દામ્પત્ય જીવનમાં છાસવારે થતાં મતભેદો અને મનમુટાવ વગેરેની કથા વર્ણવીને તેના ઉકેલ પણ અત્યન્ત સહજ રીતે બતાવ્યા છે. એક ખુબ ભણેલી ઈન્ટલેક્ચ્યુઅલ એવી કૉલેજની લેક્ચરર (માયા) એના દામ્પત્યજીવનની તમામ સમસ્યાઓમાંથી કેવી સુઝબુઝથી માર્ગ કાઢે છે તેનું તેમણે રૅશનલ દૃષ્ટીકોણથી નીરુપણ કર્યું છે. દરેક સાસરે જતી નવોઢા માટે ‘ગાઈડ’ની ગરજ સારે એવું, સમસ્યાઓ સાથે ઉકેલનું વાસ્તવીક શબ્દચીત્રણ ‘હૈયાંનો હસ્તમેળાપ’ પુસ્તકમાં રજુ કર્યું છે. આ પુસ્તક વેચાણ માટે ઉપલબ્ધ છે. પ્રાપ્તી સ્થાન: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળના નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ–380 001 ફોન: (079) 2214 4663 .મેઈલ: goorjar@yahoo.com ]

‘અભીવ્યક્તી’ને આ પુસ્તક ભેટ મોકલવા બદલ લેખકશ્રીનો અને ‘ગુર્જર પ્રકાશન’ના શ્રી મનુભાઈનો ખુબ ખુબ આભાર. ..ગોવીન્દ મારુ..

Haiyaano Hastamelap

સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો

– દીનેશ પાંચાલ

પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓના શોષણની ઘટના નવી નથી. જો કે કેટલાક પુરુષો કહે છે : ‘શું સ્ત્રીઓ પુરુષોનું શોષણ નથી કરતી ? કેટલીક સ્ત્રીઓ પુરુષો પર હાથ પણ ઉપાડે છે.’ કેટલીક સ્ત્રીઓ એવી જાગીરદાર પ્રકૃતીની હોય છે કે તેમનું ચાલે તો તેઓ પુરુષોને હુકમ કરે : ‘મારે બાળક જોઈએ છે; પણ પ્રસુતી જોઈતી નથી, માટે તું પ્રેગ્નન્ટ બન અને મને બાળક આપ !’ કેટલીક સ્ત્રીઓ પતી સહીત ઘરના તમામ સભ્યો પર સરકસના રીંગમાસ્ટરની જેમ હુકમ ચલાવે છે, જે કારણે સાસુ–વહુ વચ્ચે સતત તંગદીલી રહે છે.’

પ્રસીદ્ધ ટીવી ચેનલના મૅનેજરે ફોન પર ઈન્ટરવ્યુ માટેનો સમય માગ્યો ત્યારે માયાએ તે આપ્યો ખરો, પણ રીસીવર મુકતાં એણે હસીને મંગળાબહેનને કહ્યું : ‘મમ્મીજી, લો હવે રહી–રહીને ટીવીવાળા જાગ્યા. કહે છે, ઈન્ટરવ્યુ લેવો છે !’
મંગળાબહેને કહ્યું : ‘વહુબેટા, ઈન્ટરવ્યુ આપવામાં વાંધો નથી; પણ પછી થાય છે એવું કે ફોન બહુ આવે છે. એથી સતત રોકાયેલાં રહેવું પડે છે. તું ટીવીવાળાને કહેજે કે આપણો ફોન જાહેર ન કરે !’

‘મમ્મીજી, સાચું કહું મને તો ફોન પર લોકો જોડે વાતો કરવાની મજા આવે છે.’

‘પણ વહુબેટા, દીવસો સુધી આપણા અંગત જીવન પર લોકોની જીજ્ઞાસા હાવી થઈ જાય તેનું શું ? લોકો પુછે છે : તમે સાસુ–વહુ મન્દીરે પણ સાથે જાઓ છો ?’
માયાએ કહ્યું : ‘હા મમ્મીજી, મને સ્મરણ છે : ઈન્ટરવ્યુમાં મેં એ સ્પષ્ટતા કરી હતી કે મને પુજાની ખાસ આદત નથી અને સમય પણ રહેતો નથી. ક્યારેક ઈચ્છા થાય તો ઘરમાં જ ઈશ્વર સામે બે હાથ જોડી લઉં છું. પણ મમ્મીજીને હાઈ બ્લડપ્રેશર, શુગર વગેરે રહે છે, એથી મન્દીરે જતાં રસ્તામાં ક્યાંક ચક્કર આવ્યાં તો તે સમયે એમની સાથે મારે હોવું જોઈએ, એથી હું મમ્મીજી જોડે મન્દીરે જાઉં છું.’

માયાને પણ લાગ્યું કે વાત સાચી છે. ઈન્ટરવ્યુ પ્રગટ થયા બાદ અજાણ્યા લોકો સાથે નીરર્થક પ્રશ્નોત્તરીમાં સમય ઘણો બગડે છે. વળી, તે દરમીયાન ફોન બીઝી હોવાને કારણે ખાસ કામના ફોન આવી શકતા નથી. ગયે વખતે એવું જ થયું હતું. પીયરમાં મમ્મીને ગેસ્ટ્રો થઈ ગયેલો. હૉસ્પીટલમાં દાખલ કરવાં પડેલાં. પણ ઈન્ટરવ્યુના કારણે લોકોના લગાતાર ફોન રણકતા રહ્યા, તેથી તેમનો ફોન ન મળી શક્યો. છેક સાંજે કો’ક અજાણ્યો માણસ ઘરે આવી ચીઠ્ઠી આપી ગયો. માયા મનને છાને ખુણે વીચારી રહી : આ બધી પ્રસીદ્ધી ગમે ખરી; પણ એનીય થોડી અગવડ હોય છે. તમારા અંગત સમય પર લોકોનું આક્રમણ થતું રોકી ન શકાય. કેટલાક તો વળી ફોન ન લાગે તો સીધો અખબારવાળાને ફોન કરીને પુછે: ફોન–નંબર છાપવામાં તો કંઈક ગરબડ નથી થઈને ? જરા ચેક કરીને કહો, આ જ નંબર છે ને ? માયાએ મનોજને નવા ઈન્ટરવ્યુની વાત કહી, ત્યારે મનોજ વ્યસ્ત હોવા છતાં હસીને કહ્યું : ‘તમે સાસુ-વહુ ભલે ઈન્ટરવ્યુ આપો; પણ એક કૃપા કરશો. મારો ફોન તમારા ઈન્ટરવ્યુમાં રજુ ન થાય તેની કાળજી રાખશો.’

ટીવીના કૅમેરામૅન અને રીપોર્ટર મંગળાબહેનના ઘરે આવ્યા ત્યારે સોસાયટીનાં થોડાંક નાનાં છોકરાઓ ઘરમાં જીજ્ઞાસાવશ આવી ચડ્યાં. માયાએ તે સૌને સમજાવીને કાઢ્યાં, પણ ટીવી રીપોર્ટરે મુંઝવે એવી બબ્બે શરત મુકી, જે બન્ને સામે માયાને વાંધો પડ્યો. પણ મંગળાબહેને તેને સમજાવી ત્યારે તે ઈન્ટરવ્યુ માટે તૈયાર થઈ. વાત એમ બની કે ટીવી ચેનલવાળાની એક ખાસ વીષય પર સીરીયલ બની રહી હતી. વીષય હતો : ‘સસુરાલમેં મેરી સાસસે મેરા પહેલા ઝઘડા… !’

માયાને વીષય અંગે જરા મુંઝવણ થઈ. ટીવી પર જુઠું એ કહેવા માગતી નહોતી અને જાહેરમાં સાચું બોલવામાં પ્રતીષ્ઠાનાં જાણે છોતરાં ઉતરી જવાનાં હતાં. પણ એથીય વીશેષ તો માયાને બીજી વાતનો વાંધો પડ્યો. ટીવી ચેનલવાળાએ કહ્યું : ‘ટીવી સીરીયલના વીષયની મર્યાદા છે એથી માત્ર વહુનો જ ઈન્ટરવ્યુ લેવામાં આવશે; સાસુનો નહીં.’ માયાને એ ન ગમ્યું. એણે નન્નો ભણી દીધો. મંગળાબહેને આ જાણ્યું ત્યારે માયાને સમજાવી અને કહ્યું : ‘એમની વાત સાચી છે. આપણે માટે તેઓ એમનો વીષય તો ન બદલી શકે. તું તારે બેધડક ઈન્ટરવ્યુ આપ. મારા ઈન્ટરવ્યુની કોઈ જરુર નથી.’

અને માયાએ ઈન્ટરવ્યુ આપ્યો. ઈન્ટરવ્યુમાં બધો સંકોચ ખંખેરી એણે લગ્નજીવનના પ્રારમ્ભીક મતભેદોની વાત કહી. મમ્મીજીની ક્યાં ક્યાં ભુલ થતી હતી, તેઓ કેટલાં જુનવાણી અને રુઢીચુસ્ત હતાં તે બધું જ કહ્યું. પહેલા ઝઘડાની ભુમીકા કેવી રીતે બંધાઈ હતી તે રસપ્રદ કીસ્સો વર્ણવતાં માયાએ કહ્યું :‘પ્રથમથી જ મને ડાયરી લખવાની આદત હતી, એથી મમ્મીજી વીશેના મારા બધા નીખાલસ અભીપ્રાયો મેં ડાયરીમાં લખ્યા હતા.

એક દીવસ મારી ભુલને કારણે એ ડાયરી મમ્મીજીના હાથમાં જઈ પડી. એમણે બધું જ વાંચ્યું. એમના ક્રોધનો પાર ન રહ્યો. પુરા દોઢ કલાક સુધી એઓ મારી સાથે ઝઘડ્યાં. ડાયરીમાં મેં લખ્યું હતું : પરણીને સાસરે આવી ત્યારે મનોજ જોડે ઝડપથી મનમેળ થઈ શક્યો; પણ મમ્મીજી મને થોડાં જુનવાણી લાગ્યાં. આખો દીવસ નોટબુકમાં રામનામ લખ્યા કરે. આમ તો એમની બધી જ કુટેવો મને ગમતી નહોતી; પણ તે સૌમાં એક કુટેવ જીવલેણ હતી. મેં તે સામે બંડ પોકાર્યું. મેં જોયું કે રાત્રે ગૅસ સીલીન્ડરની સ્વીચ બંધ કરવાની એમને આદત નહોતી. ઘરમાં ઉંદર હતા. રબરની ટ્યુબ ઉંદર કાતરી નાખે તો ગૅસને કારણે ઘરમાં મોટો અકસ્માત થાય એવું હતું. મેં એમનું ધ્યાન દોરતાં કહ્યું : ‘મમ્મીજી, હવેથી રોજ ગૅસ સીલીન્ડરની સ્વીચ બંધ કરશો. તમે ન કરી શકો તો હું કરીશ; પણ સીલીન્ડરની સ્વીચ રાત્રે ચાલુ રાખવી એ બહુ મોટી ભુલ ગણાય. રાત્રે ઉંદર રબર–ટ્યુબ કાતરી ગયા, તો ગૅસ–લીકેજને કારણે બહુ મોટો ધડાકો થઈ શકે. મમ્મીજી, તમે ન્યુઝપેપર નથી વાંચતાં એથી ખબર નથી. આવી ભુલને કારણે કંઈ કેટલીય વાર ગૅસનું સીલીન્ડર ફાટવાથી આજુબાજુનાં મકાનોની દીવાલો પણ તુટી ગયાની દુર્ઘટના બની છે.’ મારે કબુલવું જોઈએ કે હું ક્રોધને કારણે નમ્રતાનો વીવેક ચુકી ગઈ હતી. એથી સ્વાભાવીક જ મમ્મીજીને માઠું લાગ્યું. તેમણે ગુસ્સે થતાં કહ્યું : ‘જાણું છું તું બહુ ભણેલી છે, ભાષણો કરવા જાય છે. પણ મારી આગળ કદી ભાષણ ન કરીશ. આમાન્યા રાખીને વાત કરજે. મને કદી કોઈ શીખામણ ન આપીશ. 40 વર્ષથી હું બાટલાનું બટન બંધ નથી કરતી. કશું થયું નથી. ના–ના, આ ઘરમાં મારે કેમ જીવવું તે હવે મારે તારી પાસેથી શીખવાનું છે ?’

મને પણ ગુસ્સો ચડ્યો. મેં કહ્યું : ‘મમ્મીજી, તમે વડીલ છો તેની ના નહીં; પણ એવું ન માનશો કે વડીલોથી ભુલ ન થઈ શકે. હું વહુ છું એનો અર્થ એ નથી કે તમારી કોઈ ભુલ થતી હોય તે હું બતાવી ન શકું ! સાચી રીત એ છે કે મારી કોઈ ભુલ પ્રત્યે તમે આંગળી ચીંધો ત્યારે મારે ઝઘડો કરવાને બદલે મારી ભુલ સુધારી લેવી જોઈએ અને તમારી કોઈ ભુલ થતી હોય તો તમારેય તે સુધારી લેવી જોઈએ.’ ઘરમાં સાસુ–વહુનો અમારો એ પ્રથમ ઝઘડો હતો. અવાજ સાંભળી મનોજ ત્યાં આવી ચડ્યો. મેં એને આખી વાત સમજાવી. મનોજે કહ્યું :‘મમ્મી, માયા સાચું કહે છે. ગૅસ–સીલીન્ડરની સ્વીચ રાત્રે તો અચુક બંધ કરવી જ જોઈએ.’ મનોજે મારી તરફેણ કરી તે કારણે મમ્મીજીનો તેજોવધ થયો. એમનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો : ‘મનોજ, હું 40 વર્ષથી સ્વીચ બંધ નથી કરતી. કશું થયું નથી. તું પણ વહુનો થઈ ગયો ? નીશાળની મહેતી બાળકોને શીખવે તેમ હવે મારે ઘરગૃહસ્થીના પાઠ વહુ પાસેથી શીખવાના છે ?’ મમ્મીજીની નસો ફુલવા લાગી. ક્રોધના માર્યાં તેઓ લાલચોળ થઈ ગયાં ! મારો સ્વભાવ આક્રમક કદી રહ્યો નથી; પણ કોણ જાણે તે દીવસે શું થયું તે મમ્મીજીનો સામનો કરવામાં મેં સમ્બન્ધોની દરકાર ન રાખી. કદાચ મારી એ નાદાનીયત હતી; પણ હમ્મેશાં મને સાચી વાતનો જુસ્સો, ઝનુન અને આક્રોશ રહેતાં. એથી મને લાગ્યું કે હું કોઈ ઍંગલથી ખોટી નથી તો પછી સાસુજી માત્ર સાસુ હોવાના એકમાત્ર મોભાનો ગેરલાભ ઉઠાવીને મારી સાચી વાતને જુઠી ઠેરવવાની કોશીશ કેમ કરે છે ? અને હું પણ ન અટકી. મેં કહ્યું : ‘મમ્મીજી, ઝઘડો મારા સ્વભાવમાં જ નથી; પણ તમે તે લઈ બેઠાં છો તો હજી બીજુંય તમે ઘણું ખોટું કરો છો. તમે પહેલાં ગૅસ–સગડીની સ્વીચ ઑન કરી દો છો, પછી લાઈટર માટે આમતેમ ફાંફાં મારો છો. ત્યાં સુધીમાં કેટલોય ગૅસ વેસ્ટેજ જાય છે. લાઈટર પાણીમાં ન બોળાવું જોઈએ એમ મેં તમને એક–બે વાર કહેલું. આપણી અભણ કામવાળી વાસણ ભેગું લાઈટર પણ માંજી નાખે છે. એથી લાઈટર બગડી જાય છે. હું એ ભુલ બતાવું ત્યારે તમે દર વખતે કામવાળીની તરફેણ કરો છો; પણ તેને તેની ભુલ સમજાવતાં નથી. દીવસમાં દશ વાર તમે ફ્રીજ ખોલો છો. તેનોય વાંધો નથી; પણ ઘણી વાર ફ્રીજ ખુલ્લું રાખીને કામવાળી સાથે વાત કરતાં રહો છો. એમ થવાથી લાઈટબીલ વધારે આવે તેની તમને ખબર નથી.

‘તમે વાત લઈ બેઠાં છો તો હજી આગળ સાંભળો. તમે જાળાં પાડવા માટે દીવાલ પર ઝાડુ ફેરવો છો ત્યારે કાળજી નથી લેતાં, એથી બલ્બને ઝાડુ લાગી જાય છે. ચારેક બલ્બની ફીલામેન્ટ એ રીતે તુટી ગઈ. તે દીવસે કામવાળીની બેબી દાઝી ગઈ. તમે તેના પર ધાબળો ઢાંકી દીધો. દાઝી ગયેલા અંગ પર ધાબળો ન વીંટળાય, બરફનું ઠંડું પાણી રેડવાનું હોય. કેટલી ભુલ ગણાવું ? તમે ચશ્માં સુતરાઉ કટકાથી લુછવાને બદલે ગરમ પાણીથી સાફ કરો છો. રસોડામાં હાથ હમ્મેશાં સાડલાથી લુછો છો. રુમાલને બદલે પડદાથી મોઢું લુછતાં પણ મેં તમને જોયાં છે. આવું બધું તમારે બદલે હું કરતી હોઉં તો તેય ખોટું જ ગણાય. મમ્મીજી, હજી આગળ સાંભળો. મારી ના છતાં તમે ગઈ કાલે કુકરમાં સીસું પુરાવ્યું. તમને મેં ઘણી વાર સમજાવ્યું કે કુકરનો સેફ્ટીવાલ્વ ઉડી જવા માટે જ એમાં નાખવામાં આવતો હોય છે. કોઈ કારણોસર સીટીમાં કચરો આવી જાય અને મેઈન વાલ્વમાંથી વરાળ ન નીકળી શકે તે સંજોગોમાં સેફ્ટીવાલ્વ ઉડી જઈને અકસ્માતથી બચાવી લે છે. તમે તેમાં સીસું પુરાવીને જડબેસલાક બંધ કરી દો છો. એમ થવાથી કુકરમાંથી વરાળ ન નીકળી શકે ત્યારે તે ધડાકા સાથે ફાટે છે. મેં તમને અગાઉ પણ આ વાત સમજાવી હતી; પણ મારી કોઈ પણ સાચી વાત માનવામાં તમને તમારા સાસુપણાનું અહમ્ આડે આવે છે. મમ્મીજી, તમે રોજ સવારે નોટબુકમાં હજાર વાર રામનામ લખો છો. તમારી શ્રદ્ધા સામે મને વાંધો નથી; પણ આ ઉંમરે હજાર વાર રામનામ લખવાને બદલે હજાર ડગલાં ચાલવાથી વધુ ફાયદો થઈ શકે, એવી સલાહ આપવામાં મેં કશું ખોટું કહ્યું નહોતું. તમે ત્યારે પણ ઝઘડો કરીને મને કહેલું : ‘વહુ, મારે કેમ ભક્તી કરવી તેની તું મને સલાહ ન આપ. હું તારી માફક નાસ્તીક નથી !’

દીનેશ પાંચાલ

લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B – Wing, Opp. Balaji Garden, Sector 12 E, Bonkode Gaon, KOPARKHAIRNENavi Mumbai 400 709  સેલફોન8097 550 222  ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 14 – 02– 2014

HH

 

 

 

17 Comments

  1. મનોજ અને માયાની કથા – હૈયાનો હસ્તમેળાપ લેખક શ્રી દીનેશભાઈ પાંચાલ – હજાર વાર રામનામ લખવાને બદલે હજાર ડગલા ચાલવાથી ફાયદો સમજાવ્યો છે. આપણે જાણીશું કોમેન્ટ દ્વારા ભક્તી માટેની સલાહ….

    Like

  2. One of the best by DINESH PANCHAL.
    The WAR of the MOTHER-IN -LAW & the DAUGHTER-IN-LAW.
    This SASUPANU comes form the IGNORANCE & EGO.
    The Ignorance & Ego linked to JUNVANI (Old Thinking).
    When these VANISH….there is SPACE for the CHANGE ( Parivartan)
    The removal of the JUNVANI leads to NEW RELATIONSHIP
    SASU can see VAHU as her DAUGHTER….if that happens there is LOVE..which leads to respect for EACHOTHER.
    Now….we must NOT be NARROW-MINDED to the RAMNAM LEKHAN as WRONG & WALKING DAILY as the ONLY TRUTH.
    If one walks daily & do the DIVINE ACTS….it can be even BETTER for the SELF.
    I do not wish that the READERS see ASTIK & NASTIK LINKAGE to this discussions. These discusstions lead to RATIONALIST & NON RATIONALIST Views labeling…The READERS must remain free of these NARROW DEFINITIONS….If one thinks as as NON-BELIEVER in the DIVINE he has that RIGHT…If one believes in GOD let him/her exercise that RIGHT.
    Do not give the OPINION as “your’s being always right”….I dislike that !
    BUT…One thing is noted this Blog publishes NICE INFORMATIVE POSTS.
    Govindbhai…I SALUTE you !
    Thanking you for visiting my Blog CHANDRAPUKAR
    DR. CHANDRAVADAN MISTRY
    Invitng ALL to Chandrapukar !
    HAPPY VALENTINE DAY to All !

    Like

  3. પ્રિય ગોવિંદભાઈ
    તમને અને દિનેશભાઈ પંચાલનો આભાર
    માયા જેવી સમજદરની અત્યારે ખુબ જરૂર છે

    Like

  4. સહુ મિત્રોને હેપી વેલેન્ટાઇન ડે.
    સબસે ઉંચી પ્રેમ સગાઇ.

    મા અને દિકરી જ્યારે સંબંઘમા હશે ત્યારે કદાચ પોતાપણુ, અંગત લોહીની સગાઇ, ઝગડાને દૂર રાખશે. ત્યાં નમ્રતા અને વિવેક કાર્યરત થતાં હશે.

    સંબંઘોને જ્યારે સાસુ – વહુનું નામ આપવામાં આવ્યુ હશે તે જ ઘડીથી બન્નેના મનમાં દૂરપણુ પેદા થયુ હશે. અગ્રેજીમાં પણ મઘર–ઇન–લો અને ડોટર – ઇન–લો….મઘર ડોટરના / મા–દિકરીના, સંબંઘને કાયદાનું સ્વરુપ આપે છે. અને સાસુના મનમાં તું પારકાજણી છે..જેવો ભાવ પેદા કરે છે….અને સ્ત્રીમા ત્યારથી જ જાગીરદાર પ્રકૃતિનો જન્મ થયો હશે. કદાચ સરકસની રીંગ–માસ્ટર પણ ત્યારથી જ બની હશે. પુરુષપ્રઘાનનો ભાવ સાસુને સાસુપણાનો વ્યવહાર, મારા દિકરાની પરણેતર છે તે રીતે વહુ સાથે કરવા પ્રેરતો હશે. પોતે દિકરાની માં છે…મારો હોદ્દો ઉંચો……

    આજની વહુ પણ આવતીકાલની સાસુ બનવાની જ છે.

    સાસુ અને વહુ , બન્ને શબ્દોને ગુજરાતી શબ્દકોશમાંથી કાઢી નાખો અને મનમાંથી પણ તે શબ્દોને તિલાંજલી આપો. શબ્દો અને વ્યવહારમાં મા દિકરી બનીને રહો..થીયરીથી નહિં, પરંતુ કર્મથી, મનથી માં દિકરી બનીને રહો…..સબસે ઉંચી પ્રેમ સગાઇ…….

    ભૂલો તો બઘાથી થાય. માંથી પણ અને દિકરીથી પણ. પ્રેમથી સમજાવવું અને સમજવું અને ભૂલોનો નિકાલ કરવો…એવી રીતે કે તે ફરીથી નહિ થાય. પ્રેમથી સમજાવો અને પ્રેમથી સમજો. હસતાં હસતાં ભૂલો સુઘારો.

    જનરેશન ગેપ બન્ને વચ્ચે ઝગડાનું મહત્વનું કારણ છે. બીજું અહમ્..હું ભણેલી તું અભણ……એકબીજાને પોતાના સમજવાથી દૂર રાખે છે. માયા કદાચ પોતાની મા સાથે તેની ભૂલો સુઘરાવવા માટે આવી સાસુ સાથે કરેલી વર્તણુક નહિ કરતે….નમ્રતા અને વિવેક કદાચ ત્યાં નહિ ભૂલતે. ક્રોઘ પણ તેના મનમાં નહિ જન્મતે જો સાસુમાં તે પોતાની માં જોતે.

    આપણા સમાજમાં આવાં તો બીજા પણ સંબંઘો નામને કારણે વગોવાયા છે….નામને કારણે પ્રેમ અને પોતાપણું જન્મવા નથી દેતા….દા.ત. નણંદ–ભોજાઇ….મનોજની બેન…..માયાની નણંદ…..અને દિયર–ભોજાઇ…..મનોજનો ભાઇ…..માયાનો દિયર….
    સાસરું અને પિયર…..જુદાપણાના જન્મદાતા શબ્દો…….

    માયા પોતાની માંને ગેષ્ટ્રો થયેલો ત્યારે માવજત માટે સાથે રહેલી અને તેજ રીતે મંગળાબેનને મંદિરે જતાં ચક્કર આવી જાય તે બીકે સાથે જવાનું નક્કિ કરે છે તેવી જ સમજ હરેક વ્યવહારમાં કેળવવી જોઇએ. ક્રોઘનો ત્યાગ અને નમ્રતા, વિવેકનો સ્વીકાર…..સબસે ઉંચી પ્રેમ સગાઇના બીજ રોપશે.

    આભાર.
    અમૃત હઝારી.

    Like

  5. મારે તો નથી થયો પણ લોકોના વાંચવાની મઝા આવે છે(એમની મૂર્ખામી જણીને.).

    Like

  6. શ્રી અમૃતભાઈ હજારીએ સંબંધનું સમીકરણ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. ખરેખર તો આખો આર્ટિકલ સંયુક્ત કુટુંબમાં રહેતી બે કે વધુ સ્ત્રીઓના આંતર સંબંધને રેશનાલિઝમની દૃષ્ટિથી રજુ કરાયો છે….બાકી બે સ્ત્રીઓ એક રસોડે રહેવા સર્જાયલી નથી, રહેવું પડે અને રહે એ જુદી વાત છે. ખાસ નવી વાત નથી. સ્ત્રીઓ વચ્ચે સનાતન કાળથી વર્ચસ્વ યુધ્ધ ચાલ્યા જ કરવાનું. ચાલવા દો અગર છૂટા થઈને સુખી રહો.

    Like

  7. ધણુ સારૂ લખાણ- દરેક સાસુ ‘માં’ બને અને દરેક વહુ ‘દીકરીં તરીકે રહે તો સમાજ જરૂર બદલી શકાઈ.

    Like

  8. ‘સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો’ સરસ લેખ.

    Like

  9. ” સાસુ સાથે મારે ઝઘડો થયો જ ન હતો!” કહેવામાં અને વાંચવામાં અતિશયોક્તિ લાગે છે ને?

    ઘરમાં ૧૪ મો નંબર હતો, નાની હતી અને બહુ સાથે રહેવાનો સંજોગ ઉભો થયો ન હતો. હા,

    જેઠાણી સાથે રહી હતી. મારા કામગરા અને વ્યવસ્થિત કામથી તે પ્રસન્ન રહેતાં. વડિલની સામે

    કદી બોલી નથી’. લગ્ન પહેલાં મેરેજ સેમિનારમાં ગઈ હતી. પતિ સાથે સંધિ કરી હતી, મારા

    કુટુંબ મને વહાલું છે! જે છે તે આ છે. રહેતાં શીખીશ તો પ્રેમ પામીશ. ‘

    જે મારી હાલની પરિસ્થિતિ વિપરિત છે.

    પતિ અને પત્ની વચ્ચે મનમેળ અને સમઝણ હોય તો દુનિયા જખ મારે છે.

    Like

  10. As Amrutkaka has explain, we should not have Sasu-Vahu relationship. It should be turned into mother – daughter relationship. As we all know “be haath vagar taali na pade”

    I also would like to share what I have seen in many family living abroad : Vahu invite Sasu. Once Sasu come over, Pride of each other get in their way. Vahu always think that I came here first and then I invite you to join my home. And Sasu always think that I am Sasu, I must be superior to you….. This epic has ruined many many family abroad.

    Like

  11. ખુબ જ સુંદર અને સાચી સમઝ આપતી વાસ્તવીક વાતો.
    આ જે જ “ગુજરાતમીત્ર” મા મુરબ્બી શ્રી રમણભાઈ પાઠકની “હૈયાનો હસ્ત મેળાપ” ની સુંદર ટીપ્પણીઓ વાંચી. જેના સંદર્ભે, લગ્ન વેળા કન્યાદાનમા સાસુ-વહુ બન્નેને આ પુસ્તક ભેટ આપવાનુ મારુ નમ્ર સુચન.

    Like

    1. ‘હૈયાનો હસ્તમેળાપ’ પુસ્તક નવસારીની બે દીકરીઓ અને સામરીની એક દીકરીને લગ્ન પ્રસંગે પારદર્શક ગીફ્ટ પેકીંગમાં ભેટ આપ્યું હતું. હવે પછી પણ આ બ્લોગરના સંબંધીઓ/મીત્રોની દીકરીના લગ્ન પ્રસંગમાં ‘હૈયાનો હસ્તમેળાપ’ પુસ્તક ભેટ આપવામાં આવશે…

      Like

  12. મિત્રો,
    હિન્દી ફિલ્મ, ‘સાસ ભી કભી બહુ થી‘….નું નામ આપવા પાછળ કદાચ હેતુ વહુ હોવાના દિવસોમાં તેણે પોતાની સાસુના જુલમો સહન કરેલાં હશે અને તે દિવસો યાદ કરીને તે પોતાની વહુ ઉપર બદલો લઇને માનસિક આનંદ પામતી હશે….સાયકોલોજી કામ કરે છે…..

    Like

  13. જીવન દર્શનને એક આગવી રીતે ઝીલી, સંબંધોને તોલી જાણતા, લેખકના કૌશલ્યને મનભરી માણ્યું.ખૂબ જ નીવડેલી કલમ..શ્રી દિનેશભાઈની.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  14. Mr.P.P.Shah Date 01-03-2014

    Shri Dipeshbhai Panchal. You have covered good no of reflective points which causes personality conflict between two persons with different mindset and age group. Despite knowing reality most of us pass through this ordeal in little measure even today .I really enjoyed your glowing erudite narration mirroring facts of everyday happening making readers educate and reform one’s self. Kudos to your knack in throwing focus on the facts of life. The contribution by other respected people is also worth notable.

    Like

Leave a comment