પુરુષાર્થ અને પ્રવૃત્તી

–મુરજી ગડા

પુરુષાર્થ એટલે પુરુષ પાસે પ્રવૃત્તી કરાવનાર પ્રેરક બળ. (પુરુષાર્થ શબ્દ પુરુષપ્રધાન સમાજની ઉપજ છે. સ્ત્રીઓને પણ સમાવી લેતા જાતીભેદથી પર એવા નવા શબ્દો ગુજરાતીમાં હજી પ્રચલીત નથી થયા.)

પુરાણોમાં આવાં ચાર પુરુષાર્થ કે પ્રેરકબળ ગણાવ્યાં છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર પુરુષાર્થોને સદીઓથી એમને એમ જ વર્ણવવામાં આવે છે. ત્યારની સમાજરચના માટે એ કદાચ વાજબી હશે. બદલાતા સમય પ્રમાણે એમાં ઉચીત ફેરફાર નથી થયા. એના માટે લોકોનો ‘પુરાણો’ પરનો સમ્પુર્ણ અને આંધળો વીશ્વાસ કારણભુત હોઈ શકે છે.

એક રીતે જોઈએ તો ધર્મ અને મોક્ષ એક જ હેતુના બે તબક્કા છે. મોક્ષના અંતીમ ધ્યેયનું ધર્મ એ સાધન છે. એને આપણે Spirituality, અધ્યાત્મના નામે ઓળખીએ તો અધ્યાત્મ આપણું સાંસ્કૃતીક વીકાસ દ્વારા કેળવેલ પ્રેરક બળ છે. કામ (Sex) એ કુદરતી રીતે મળેલું પ્રેરક બળ છે. જ્યારે અર્થ કે સમ્પત્તી એ આપણી સમાજવ્યવસ્થાના પરીણામ રુપે ઉભી થયેલી જરુરીયાત છે. એ વાસ્તવીક છે, સર્વવ્યાપી છે, મુળભુત છે અને અધ્યાત્મ કરતાં વધુ શક્તીશાળી રહી છે.

મોટાભાગના લોકોનો સૌથી વધુ સમય પૈસા કમાવા, ખર્ચવા કે બચાવવા પાછળ વપરાય છે. વ્યવહાર, સમ્બન્ધો, ધર્મ વગેરે પ્રવૃત્તીઓ પાછળ પણ ઘણાની વધુ પૈસા કમાવવાની કે બચાવવાની વૃત્તી છુપાયેલી હોય છે. વેપારી વર્ગના માનસમાં એનું મહત્ત્વ બીજા સમુદાયો કરતાં વધુ રહ્યું છે.

જેને પોતાના કુટુમ્બના ભરણપોષણ માટે એમ કરવું પડતું હોય તે સમજી શકાય છે. જે આ સ્તરથી આગળ વધી ગયા છે; જેમને માટે અર્થોપાર્જન એ જરુરીયાત રહેતી નથી એમના માટે ફક્ત એ જ પ્રવૃત્તીમાં રચ્યાપચ્યા રહેવું એ એમનું વ્યક્તીત્વ છતું કરે છે. સાથેસાથે એમના કુટુમ્બીજનો અને આશ્રીતોની મુખ્ય પ્રવૃત્તી એમની સમ્પત્તીને સાચા – ખોટા માર્ગે વાપરવાની બની જાય છે.

માણસની ઉંઘ, આહાર જેવી જીવન ટકાવી રાખતી કુદરતી પ્રવૃત્તીઓ રોજના 8–10 કલાક માગી લે છે. એમાં કોઈપણ વ્યક્તી અપવાદરુપ નથી. બાકી રહેલા 14–16 કલાક માણસ જે પણ પ્રવૃત્તીઓ કરે છે તે એની પ્રાથમીકતા (Priorities) બતાવે છે. એ જે કરે છે તે જરુરી – બીનજરુરી તેમ જ સારી–નરસી પ્રવૃત્તીઓનું મીશ્રણ હોય છે.

જરુરી અને બીનજરુરી પ્રવૃત્તીઓને ઓળખવી અને છુટી પાડવી અઘરી છે. એમની વચ્ચેનો ભેદ વ્યક્તીગત રીતે બદલાય છે. સારી–નરસી પ્રવૃત્તીઓ ઓળખવી પ્રમાણમાં સહેલી છે. સર્વવ્યાપી પરનીન્દા જેવી ખંડનાત્મક અને નકારાત્મક પ્રવૃત્તી બીનજરુરી તેમ જ નરસી છે. દેખીતી રીતે નીર્દોષ લાગતી કેટલીક પ્રવૃત્તીઓ બીજાઓનું કંઈ બગાડતી ન હોય તો પણ; આપણા સમય અને પૈસાનો વ્યય કરતી હોવાથી બીનજરુરી બની જાય છે.

કોઈપણ રચનાત્મક પ્રવૃત્તી ક્યારે પણ બીનજરુરી ન હોઈ શકે.

આ બધી પ્રવૃત્તીઓ માટે આગળ જણાવેલાં ચાર કે પછી ત્રણ પરીબળો ઉપરાન્ત અન્ય કેટલાંક પ્રેરક બળો કામ કરતાં હોય છે. વાસ્તવીકતા અને અનુભવે જણાય છે કે આ પરીબળો પણ એટલાં જ શક્તીશાળી અને મુળભુત છે. પણ બધા જ સર્વવ્યાપી નથી. એમાંનાં કેટલાંકની ચર્ચા અહીં કરી છે.

પ્રેમ :

કુદરતી રીતે મળેલ આ પ્રેરક બળ પર એટલું બધું લખાયું છે કે એમાં ઉમેરો કરવા જેવું રહ્યું નથી. પ્રેમ, મા–બાપ અને બાળકો વચ્ચેનો હોય, મીત્રો વચ્ચેનો હોય કે બે યુવાન હૈયાં વચ્ચેનો હોય, એ ખુબ જ શક્તીશાળી બળ છે. એના નામે વ્યક્તી ઘણાં સારાં–નરસાં કાર્યો કરે છે.

લગની અને ધ્યેય પ્રાપ્તી (Zest and Success) :

આ એક સ્વતંત્ર પ્રકારનું પ્રેરકબળ છે. માત્ર ધનપ્રાપ્તીને સફળતાનો માપદંડ માનનારને આ બે વચ્ચેનો ભેદ નહીં સમજાય. સર્જકો, કલાકારો, સંશોધકો, વૈજ્ઞાનીકો, રમતવીરો, પર્વતારોહકો વગેરે ઘણાં ક્ષેત્રનાં લોકો પોતાનાં આનન્દ અને અંગત સીદ્ધી માટે જાત ઘસી નાંખે છે, તેમ જ  આયખું ખર્ચી નાંખે છે. એમની પ્રેરણા પોતાના ક્ષેત્ર માટેની અભીરુચી (Passion) હોય છે.

વર્તમાન સમયમાં બધાં જ ક્ષેત્રના સફળ લોકોને ધનપ્રાપ્તી થાય છે. પરીણામે કેટલાક માટે આ ધનપ્રાપ્તી પ્રેરકબળ થઈ જાય છે.

કર્તવ્યભાવ :

સાંસ્કૃતીક રીતે કેળવાયેલું આ પ્રેરક બળ વીશીષ્ટ વ્યવસાયમાં જોડાયેલા લોકોમાં જોવા મળે છે. સૈન્યમાં જોડાયેલી વ્યક્તીઓ માટે પોતાની ફરજ અને જવાબદારીની ભાવના સૌથી વધુ મહત્ત્વની હોય છે. એમના માટે કર્તવ્યભાવ એ ધર્મ, અર્થ કામ કરતાં વધારે શક્તીશાળી પ્રેરકબળ છે. ફરજનું આ આગવું મહત્ત્વ સૈન્ય ઉપરાન્ત સમાજજીવનમાં વણાયેલી કેટલીયે વ્યાવસાયીક વ્યક્તીઓ માટે પણ અગત્યનું છે. વીમાનનો પાયલોટ કે બસનો ડ્રાયવર પોતાની ફરજ ભુલીને બીજા પુરુષાર્થોની પળોજણમાં પડે તો આપણને એમના વાહનમાં મુસાફરી કરવાનું સુરક્ષીત ન લાગે.

સ્વીકાર (Recognition, Validation) :

બહુમતી લોકો માટે સામાજીક સત્કાર્યો કરવા પાછળ સ્વીકાર, બહુમાન વગેરે મોટું પ્રેરકબળ હોય છે. આ બહુમાન, સત્કારસમારંભના રુપમાં હોય, તક્તીના રુપમાં હોય કે પછી માનદ્ હોદ્દાના રુપમાં હોય. બહુમાનની ગેરહાજરી ઘણા લોકોને ઉદાર થવાથી રોકે છે. આમાં અતીરેક થાય એ અનીચ્છનીય ખરું; પણ એ નક્કી કરવાનો હક્ક કોને છે ? પ્રતીષ્ઠા, નામના, ખ્યાતી વગેરે આ સ્વીકારની ઈચ્છાનું વીસ્તૃતીકરણ (extension) છે. સમાજવ્યવસ્થાથી ઉભું કરેલું આ પ્રેરકબળ કૌટુમ્બીક મનદુ:ખ અને ક્લેશો પાછળ પણ કારણભુત હોય છે.

બદલાની ભાવના :

કેટલાક લોકો માટે આ નકારાત્મક વૃત્તી જબરદસ્ત પ્રેરકબળ બની જાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાભારતની કથામાં જોવા મળે છે. મહાભારતનાં અડધાં પાત્રો અન્યાય કે અપમાનના બદલાની ભાવનાથી દોરવાયેલાં છે. એમની જીન્દગીનું એ એકમાત્ર ધ્યેય બની જાય છે. બધાને મહાભારતની કથામાંથી જુદા સંદેશ મળે છે. આ લેખકના મતે મહાભારતનો મુખ્ય સાર ‘બદલાની ભાવનાથી સર્વત્ર વેરાતો વીનાશ’ છે. વર્તમાનમાં ત્રાસવાદીઓ આનો એક દાખલો છે. છુટાછવાયા બનાવ બધે જોવા મળે છે.

સમ્બન્ધો નભાવવાની ભાવના :

આપણી સંસ્કૃતીમાં સમ્બન્ધોનું ઘણું મહત્ત્વ રહ્યું છે. ઘણા લોકો એને ફરજ અને જવાબદારી કરતાં વધારે મહત્વ આપે છે. સમ્બન્ધો સાચવવા આસાનીથી કાયદાનો ભંગ કરી, કોઈ અજાણ્યાનો હક છીનવી એને અન્યાય કરે છે. આ નીકટના સમ્બન્ધીઓ ઉપરાન્ત અન્ય સામાજીક સમ્બન્ધો માટે પણ કરવામાં આવે છે. આ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે. આ લોકો પોતાના જળવાયેલા સમ્બન્ધોનો ગર્વ લે છે. સાથે સાથે જે લોકો સમ્બન્ધો કરતાં ફરજ અને જવાબદારીને વધારે મહત્વ આપે છે એમને નીચી નજરે જુવે છે. આ એક કરુણાન્તીકા છે.

સ્વતન્ત્રતાની ખેવના અને અંકુશની વૃત્તી :

આ વીષય પર ‘અભીવ્યક્તી’ની 15 ઓગસ્ટ, 2013ની પોસ્ટ ‘સ્વતન્ત્રતા, પરાવલમ્બન અને અંકુશની વૃત્તી’ લીન્ક: https://govindmaru.wordpress.com/2013/08/15/murji-gada-29/ માં વીસ્તારથી છણાવટ કરેલ છે. સત્તીની લાલસા એ અંકુશની વૃત્તીનું વીસ્તૃતીકરણ છે.

આ ઉપરાન્ત બીજી પણ એવી બાબતો છે જે કેટલાક લોકોને પ્રવૃત્ત કરે છે. અહીં યાદી લાંબી બનાવવાનો આશય; પણ એની પાછળ રહેલા મર્મનો છે. આ બધાં પ્રેરકબળો ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી વેગળાં છે. કેટલાંક એકબીજાના વીરોધાભાસી છે અને દરેક વ્યક્તીને બધાં લાગુ નથી પડતાં. છતાંયે એ મુળભુત અને શક્તીશાળી હોવાથી સમાજ અને વ્યક્તીને પ્રભાવીત કરે છે. એમને અવગણી ન શકાય.

માનવસમાજ સતત પ્રગતી કરતો રહ્યો છે. સમય સાથે આપણી દરેક બાબતની સમજ પણ વીસ્તરતી જાય છે. બે કે ત્રણ હજાર વરસ પહેલાં કહેવાયેલું અને લખાયેલું બધું શાશ્વત કે સનાતન ન હોઈ શકે. વીશેષમાં એમની અસલીયત (Authenticity) વીશે પણ પ્રશ્નો છે. આ શાસ્ત્રો લખનાર મહાપુરુષોએ પોતે પણ સવાલો કરી એના ઉત્તરો શોધ્યા છે. જો તેઓ એવું ન કરત તો આજે આપણી પાસે શાસ્ત્રો જ ન હોત.

સવાલો કરવા અને એના ઉત્તર શોધવા એ બુદ્ધીશાળી માણસના સ્વભાવનું લક્ષણ છે. વૈજ્ઞાનીકો, ધર્મપ્રણેતાઓ, તત્વચીન્તકો, દાર્શનીકો વગેરેએ આ રીતે ઉકેલો શોધીને આપણને અમુલ્ય વારસો આપ્યો છે. ફરક માત્ર એટલો છે કે વૈજ્ઞાનીકોએ પ્રયોગો કરી જે સાબીત કરી શકાય એને જ સ્વીકાર્યું છે. ત્યાં ‘માન્યતા’ને અવકાશ નથી. અન્ય બધા પ્રકારના લોકોએ ચીન્તન કરી પ્રશ્નોના ઉત્તર મેળવ્યા છે. એમના વીચારો માનવમન પર સદીઓથી રાજ કરી રહ્યા છે. એમાંથી કેટલીક બાબતો હવે ખોટી કે અધુરી સાબીત થઈ છે.

કુદરત પરીવર્તનશીલ છે, સમાજ પરીવર્તનશીલ છે, માણસ પણ પરીવર્તનશીલ છે. જે વીચારધારા જરુરી પરીવર્તનનો વીરોધ  કરે છે તે કુંઠીત થઈ અંતે નષ્ટ પામે છે.

પુરાણો, ધર્મગ્રંથો કે અન્ય કોઈ માહીતીનો સ્રોત એટલો ચુસ્ત ન હોઈ શકે કે એમાં બહુમતીનો લાંબા સમયનો અનુભવ પણ ફેરફાર ન કરી શકે. પુરાણોમાં કહેલું હોય એ જ અને એટલું સ્વીકારીએ કે પછી આપણા અનુભવ અને વાસ્તવીકતાને વધુ મહત્વ આપીએ ? આ આપણી સ્વતન્ત્ર વીચારસરણીની કસોટી છે.  એને વફાદાર રહીએ એ આપણા હીતમાં જ છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:  

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2009ના જુલાઈ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: GOVIND MARU, 405, Krishna Apartments, Wing – B,  Opp. Balaji Garden, BONKODE, KOPEKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 21/02/2014

14 Comments

  1. દરેક બાબતની સમજ પણ વીસ્તરતી જાય છે. બે કે ત્રણ હજાર વરસ પહેલાં કહેવાયેલું અને લખાયેલું બધું શાશ્વત કે સનાતન ન હોઈ શકે.

    શ્રી મુરજી ગડાના આવા મૌલિક વિચારોથી છલકાતો આ પોસ્ટનો લેખ વાંચીને આનંદ થયો .

    વિચારક મુરજીભાઈને ધન્યવાદ

    Like

  2. કુદરત પરીવર્તનશીલ છે, સમાજ પરીવર્તનશીલ છે, માણસ પણ પરીવર્તનશીલ છે. જે વીચારધારા જરુરી પરીવર્તનનો વીરોધ કરે છે તે કુંઠીત થઈ અંતે નષ્ટ પામે છે. Aa Ekdum hachi vaat ….

    We must utilize our Shahstro’s as tool in our practical life to make necessary changes. In my opinion, biggest problem with our Samaaj is that we just believe whatever we listen. If we start questioning and then try to find answer, we would be far better than where we are…. Well explained article.

    Like

  3. It is a very good article. The author has analysed in depth. I have become very happy to read this article.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  4. Dhanyavad murjibhai Khub Sara’s lekh ane sanjay / smita Gandhi ni vat pan atalij sachi chhe parantu dharma guruo e samaj ne ghodagadi na ghoda jevobanavi didho chhe ane jem ghodani ankho aagal antrai karine ghodane jem dodavavo hoi tem dodavai tem manushyone dharmanu afin pai ne Jyare suvadvohoi tyare suvade ane Jyare jagadvo hoi tyare jagade chhe manavjate koi pan vat no ukel sodheto koi vat ma guru ni ke granthni jarur padti nathi.

    Like

    1. Petelsaab, You have well explain. I always use example of Horse & its limited vision in my workplace to train and council my staff. We must start thinking ‘out of box’ or widen our vision beyond books.

      Like

      1. Sanjay-smita Gandhi gaikalej a apane Abhiprai ni aaple kari ane avajej gujaratmitra ravipurti ma Dinesh paschal no lekh jivan jivavama guruni su jarur Khubsaras lekh vanchyo tamne yaad karya aapana je vicharo chhe tene lagta pustako lakho no prachar/prasar vadhu thai tevo prayatna thavo joiye Toj Raman pathak lakhechhe tem ( dharmikta ghati rahi chhe aanando ) aanand Thai. Pm Patel florance Alabama

        Like

  5. સરસ લેખ. હાર્દીક અભીનંદન ગોવીંદભાઈ અને મુરજીભાઈને.
    જો કે મને પોતાને આ ચાર પુરુષાર્થની વાત સુત્રરુપે કહેવામાં આવી છે એમ લાગતું રહ્યું છે. એમાં કહેલો ક્રમ પણ મહત્ત્વનો છે. જેમ કે ધર્મથી અર્થનું ઉપાર્જન કરી કામ(કામના-ઈચ્છા-વાસના ટુંકમાં જીવનવ્યવહાર)ની પુર્તી એવી રીતે કરવી જેથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલે કે અંત સમયે કોઈ વાસના ન બચે. મારી દૃષ્ટીએ અહીં કામ એટલે માત્ર સેક્સ પુરતો અર્થ મર્યાદીત નથી. અર્થ એટલે માત્ર પૈસો જ નહીં. એ જ રીતે ધર્મનો અર્થ પણ હીન્દુ, ખ્રસ્તી, મુસ્લીમ ધર્મ જેવો મર્યાદીત નથી.

    Like

  6. શ્રી ગોવિંદભાઇ, શ્રી મુરજીભાઇ,
    સરસ, વિચાર વિનિમય કરાવતો લેખ. આભાર.
    મારા વિચારો જણાવું છું.
    લેખને પુરુષાર્થ અને પ્રવૃત્તિના સંદર્ભથી વિચારાયો છે. વ્યાખ્યા: પરુષાર્થ અેટલે પુરુષ પાસે પ્રવૃતિ કરાવનાર પ્રેરકબળ.
    હું કાંઇક આવું કહું છું….‘પુરુષાર્થ..‘.તે ઉદ્યમ અથવા સિઘ્ઘિ માટેના કરાયેલાં તે પ્રયાસો, યાને કે પ્રવૃતિ. તે પ્રયાસો કે પ્રવૃતિ કે જેના કરવાથી ઘારેલી સિઘ્ઘિ પ્રાપ્ત થઇ શકે.‘
    ભારતીય પુરાણો આ પ્રયાસોને માનવ જીવનના ચાર તબ્બક્કામાં/ પાસાઓમાં સમજાવે છે.
    ઘર્મ( ફરજ,કર્તવ્ય ), અર્થ ( સંપત્તિ, પૈસા,ઘન,દૌલત), કામ( મૈથુન ),અને મોક્ષ (આ જીવની, તેની ‘જીવનની આવન જાવનમાંથી મુક્તિ.‘ , બર્થ, રીબર્થ, રીનકાર્નેશન માંથી મુક્તિ.).
    ટૂંકમાં ઉર્ઘવગતિ પામવા માટેના પ્રયત્નો…પ્રયાસો. આ ઉચ્ચ ગતિ, પ્રગતિ ક્યાંતો ઉંચી માનસિક, શારિરિક કે આઘ્યાત્મિક પ્રકારની હોઇ શકે.

    પશ્ચિમ (વેસ્ટર્ન)ની દુનિયા પણ આ વિષયે વિચારતી આવી છે….યુગોથી…..તેમણે આવાં સવાલો પૂછયા છે…..
    (1) What is the purpose of this life ? (2) What is the goal of this life ? (3) Who we are ? (4) What are we here for? (5) What is the meaning of life? (6) What is the value of life ? & (7) What are we living for ?

    આપણે કોણ છીઅે ?, અહિં શાને માટે આવ્યા છીઅે? અને શાને માટે જીવીઅે છીઅે ?
    All the religions and philosophical ” -ism “….answers these questions in their own way…There may be many many environmental and other social factors behind the creation of their philosophies.

    Time and tide do not wait for anybody and anything. Time changes every moment…so does the philosophy of life.
    To name few religions which have expressed their views of value to think over…They are…
    Zoroastrianism, Judaism, Bahai faith, Islam, Christianity, Buddhism, Sikhism, Taoism, Shinto, Hindu and many other…
    There were ancient philosophies and there are middle age and recent philosphies….A small list is……
    Ancient Greek Philosophy.
    Platoism, Aristotelianism, Cynicism, Cyrenaicism, Epicureanism, Stoicism, Kantianism, 19th Century Philosophy, Utilitariasism, 20th Century Philosophy……and also…..
    Pragmatism, Theism, Existentialism, Absurdism, Secular Humanism, Postmodernism, Naturalistic Pantheism,Mahism, Confucianism & Legalism……

    Albert Einstein expressed his views as, ” All religions, arts & Sciences are branches of the same tree. All these aspirations are directed towards ENNOBILING, man’s life, lifting it from the sphere of mere physical existance and leading the individual towards freedom.”

    ઇનોબ્લીંગ મીન્સ….ઉચ્ચગતિ….ઉચેં સ્થાને પહોંચાડવું……૨૧મી સદીના વિજ્ઞાની પણ પોતાના જીવનના નિચોડને….પુરાણો કે પછી બીજી ફીલોસોફીના રસ્તે જ જુઅે છે. સિઘ્ઘિ પામવાના રસ્તા જુદા જુદા હોય, પરંતુ નિશાન કે ઘ્યેય અેક છે……ઉઘ્વૅગતિ…..
    હમ સબ અેક હૈ.. અેક ડાલ કે પંછી

    …..હમારો જીવનમંત્ર….જીવન ઘ્યેય અેક છે…….

    Like

  7. Shri Murji Gada is an outstanding thinker and if I would dare to say reformer and
    sociologist at present time in Gujarati,his writings are thought provoking and reformist,he is so humble, never ever seen in comments or writings to impose any
    kind of rules to change structure of our rotten society but giving good valued suggestions,when I said ‘our rotten society’ some readers will not like it and will put an arguments ‘what the hell I am to tell this?’ I would only say to these people if you
    are deaf and blind then only you can tell me and object it,the way our society is rotting and decaying,malpractices in their lives,bribes,nepotism,thieving public monies,indifferent to underdogs in society,no compassion,how many more adjectives we need?
    Murji Gada Shaheb have given all adjectives of uplifting our moral and standard,we
    only running after wealth,nothing wrong,but the speed and hasty run not giving us
    sense of right judgement,in this hurry we loose so much,which our author has given
    in his wonderful article.
    I am not believer of any of Hindu Shastras,they may be full of wisdom,but present day and time we must change and cultivate zeal,zest,passion and compassion in
    our lives,it is difficult task and target to achieve.
    One SHAYAR said ‘EK LO JANE
    RE,TARI HAAQ SUNI KOI NA AAVE TO EKLO JANE RE
    Astu.

    Like

    1. Dear Shri PH Bharadia,

      Yours is one of the best compliment I have got. Thank you.

      I wonder myself whether I truly deserve anything close to it.

      I have been putting my thoughts in words for few years now. Several magazines and two websites have been kind to me to publish them. I extend my gratitude to all of them and specially to the readers, whose comments give me the energy to continue writing and the reason to editors to place them in public domain. Thanks again.

      Like

  8. બેથી ત્રણ હજાર વર્ષ પહેલાં લખાયેલું શાશ્વત કે સનાતન કેમ ન હોઈ શકે? ત્રણ હજાર વર્ષ પહેલાં

    ‘માતા, માતા હતી. આજે પિતા નથી થઈ ગઈ’? સત્ય ને સમય યા કાળના બંધનમાં કેદ ન કરી

    શકાય. હા, તેમાં બાંધછોડ યા સુધારા વધારા થાય.

    આજે લખાણમાંથી જેમ હ્રસ્વ ‘ઇ’ ને બદલે બધે દીર્ઘ ‘ઈ’ લખાય છે. તે ૨૧મી સદીના માનવના

    ફળદ્રુપ ભેજાંની નિપજ છે. જે સ્વિકાર્ય ન હોવી જીએ!

    અંગ્રેજી ભાષા સાથે આવા ચેડાં કરવાની હિમત છે કોઈનામાં ?.

    Like

  9. Dear Pravina Avinash,
    Inadvertently or intentionally, you missed the key word from my statement to make your point.

    I had written, “બે કે ત્રણ હજાર વરસ પહેલાં કહેવાયેલું અને લખાયેલું બધું શાશ્વત કે સનાતન ન હોઈ શકે.”. The key word here is “બધું”.

    It is a common understanding of many people to believe that, The Sharstras contain the truth, the whole truth and nothing but the truth. Many of my articles have raised issue against this. Some readers agree with me and some don’t. That is fine.

    Like

Leave a comment