સતી હોવું એટલે સુખી થવાના પોતાના અધીકારમાંથી રાજીનામું જ આપી દેવું

રોહીત શાહ

પ્રત્યેક સતીનું એ દુર્ભાગ્ય હોય છે કે તેની લાઈફ, સ્ટ્રગલ, સંકટ અને સમસ્યાથી ભરેલી હોય છે. સાચું કહેજો, તમે ક્યારેય કોઈ સતીને સુખી અને મોજમજા માણતી અને આનંદ–પ્રમોદમાં જીવતી જોઈ છે ખરી ? સતી એટલે યાતનામય જીવનની એક દર્દનાક કવીતા. સતી એટલે રણમાં ઉગેલા કાંટાળા છોડ જેવું સાવ શુષ્ક જીવન જીવતી એક સ્ત્રી. સતી એટલે સુખી થવાના પોતાના અધીકારમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપી બેઠેલી સ્ત્રી.

કદાચ દરેક પતી એવું ઈચ્છે કે મારી પત્ની સતી હોય, કીન્તુ આજનો કોઈ પણ પીતા એમ ન ઈચ્છે કે તેની દીકરી સતી તરીકેનું જીવન જીવે. મોટા–મોટા આદર્શો, ખોટી–ખોટી રુઢીઓ, અઢળક અન્ધશ્રદ્ધા અને પારાવાર વૈતરાંનો બોજ પોતાની વહાલી દીકરીને ઉંચકવો પડે તો કયા બાપને ગમે ? બીજાને સુખ આપવામાં વાંધો ન હોઈ શકે;  પણ પોતાનું જીવન ધુળધાણી કરવાનું કઈ રીતે ઍક્સેપ્ટેબલ લાગે ?

સીતા સતી હતી એવું આપણી પુરાણકથાઓ કહે છે. ભગવાન (?) રામની પત્ની બનવા છતાં તેને સુખ ન મળ્યું. ચૌદ વર્ષનો વનવાસ, રાવણ દ્વારા કીડનૅપીંગ, ગર્ભાવસ્થામાં પતી દ્વારા ત્યાગ, પોણા ભાગની જીન્દગી વનમાં વીતી, અગ્નીપરીક્ષા આપવી પડી, છેલ્લે ધરતીમાં સમાઈ જવું પડ્યું. આજની સ્ત્રી આવું બધું કરવા તૈયાર થાય ખરી ? ચૌદ વર્ષનો વનવાસ તો એકલા રામ માટે હતો, સીતાએ સાથે જવું કમ્પલસરી નહોતું. લક્ષ્મણની પત્નીની જેમ સીતા પણ વનવાસમાં જવાનું ટાળીને મહેલમાં રહ્યાં હોત તો સીતાહરણ જેવી દુર્ઘટના ન બની હોત. અને તો પછી કદાચ અગ્નીપરીક્ષા જેવી સ્ત્રી–અપમાનની ઘટના પણ ટળી શકી હોત. સીતાએ પોતાની લાઈફમાં જે–જે કર્યું એવું આજે કોઈ સ્ત્રી કરે તો તેને સતી કહેવાને બદલે  મુરખ જ કહે ને !

પુરુષના આધીપત્ય હેઠળ રહે, પતીના પગલે–પગલે ચાલે તેને આપણે સતી કહીએ છીએ. આજે કદાચ સતીની વ્યાખ્યા બદલવી પડે. નોકરી કરીને ઘરનો કારોબાર ચલાવવામાં પતીને સહયોગ આપતી, પોતાનાં સંતાનોને સ્કુલે મુકવા–લેવા જતી, પોતાની સાચી વાત કહેવામાં જરાય ન ગભરાતી, વ્યર્થ આદર્શો, વહેમો અને અન્ધશ્રદ્ધાઓથી દુર રહેતી તથા પ્રસન્નતાના પર્યાય જેવી સ્ત્રીને સતી કહેવામાં કશોય વાંધો નથી; પણ જે સ્ત્રી પોતાનું સ્વમાન અને સન્માન ન જાળવી શકે તેને સતી કહેવાની કોઈ જરુર નથી.

પતીવ્રતા સ્ત્રી તેને કહેવાય કે જે પતીને સુખ અને સંતોષ આપીને સંયમમાં રાખે. પતીને લપસવાની કે ભટકવાની વૃત્તી જ ન જાગે એટલી હદે તેને પ્રેમતૃપ્ત કરવો એ પતીવ્રતા સ્ત્રીનું લક્ષણ છે. એવું જ સામે પત્નીવ્રતા પુરુષનુંય સમજવાનું. પરંતુ એનો અર્થ એવો હરગીજ ન હોય કે સામેનું પાત્ર ગરીબ હોય તો વાંધો નહીં. ગરીબીનું દુ:ખ વેઠી શકાય. પરન્તુ પતી અહંકારી અને જુલમી હોય તોય તેને ‘પતી દેવો ભવ’ કહીને તેનાં ચરણોમાં આળોટ્યા કરવું, દાસી કરતાંય ભુંડી દશામાં જીવવું એ કોઈ પતીવ્રતા માટે કમ્પલ્સરી ન ગણાય. સામેની વ્યક્તીની વીકટમાં વીકટ તકલીફમાં તેને જરુર સાથ આપવો; પણ તેની જરાય બદદાનત, લુચ્ચાઈ અને અન્યાય મુંગા મોઢે વેઠ્યાં કરવાં એ સતીત્વ નથી, મુર્ખાઈ છે. તે પતીવ્રતા ન કહેવાય. તે પીડાવ્રતા કે વ્યથાગ્રતા કહેવાય.

લંકાવીજય પછી સીતાને પાછાં મેળવતી વખતે રામે સીતાની પવીત્રતા પારખવા માટે અગ્નીપરીક્ષા લીધી હતી એવું રામાયણમાં કહેવામાં આવ્યું છે. જો રામ સીતાજીને એમ કહે કે તું રાવણ પાસે આટલા દીવસથી હતી, એટલે હવે તું પવીત્ર રહી છે કે નહીં તેની સાબીતીરુપે અગ્નીમાંથી પસાર થઈ બતાવ, તો સીતા પણ રામને તેમની પવીત્રતા પુરવાર કરવાનું કહી જ શકે ને ! પણ એ જમાનામાં સ્ત્રી–પુરુષના સમાન અધીકારની ડાહી–ડાહી માત્ર વાતો જ થતી હતી. હકીકતમાં પુરુષનું વર્ચસ મજબુત બનતું રહે એવા જ પ્રપંચ થતા રહેતા હતા. એ માટે સ્ત્રીને શીક્ષણથી વંચીત રખાતી. એ જમાનામાં સ્ત્રીને એમ કહેવાતું કે તારે ભણીને વળી શું કામ છે ? તારે છોકરાં પેદા કરવાનાં છે અને ઘરનું કામ કરવાનું છે. એમાં ભણતરની શી જરુર છે ? વાસ્તવમાં પુરુષોને મનમાં છુપો ભય હતો કે સ્ત્રી જો ભણતી થઈ જશે તો બધું સમજતી થઈ જશે, વીચારતી થઈ જશે, વીરોધ કરતી થઈ જશે. જો તેને નીયન્ત્રણ અને કહ્યામાં રાખવી હોય તો પછી તેને કેવળ ઘરકુકડી જ બનાવી દો.

સ્ત્રીના સ્વતંત્ર અસ્તીત્વનો અનાદર થાય એમાં જ શું સ્ત્રીની પતીવ્રતાપણું છે ? એમાં જ શું તેનું સતીત્વ છે ? કશાય વાંકગુના વગર પોતે પનીશમેન્ટ વેઠતી રહે તેવી જ સ્ત્રીને આપણે મહાન કહીશું ? તો પછી તેવી મહાન બનવા મુર્ખીઓ સીવાય કોણ તૈયાર હશે ? આજની સતી સ્ત્રી બીજાને સુખ આપવા તૈયાર છે; પોતે વણજોઈતાં કષ્ટો ઉઠાવવાં તૈયાર નથી. પોતાની લાગણી સમજે એવા પતીને તે ‘દેવ’ નહીં; પણ મીત્રરુપે સ્વીકારે છે.

આજની સ્ત્રી જરુર પડે તો સ્વેચ્છાએ સર્વસ્વનું બલીદાન આપવાની તે તૈયારી બતાવશે; લેકીન પુરુષની–પતીની બદમાશી સામે જરાય નમતું મુકવા તૈયાર નહીં થાય. સમર્પણ અને શોષણનો અર્થ ન સમજે એવી સ્ત્રીને સતી કેમ કહેવાય ? મહાભારતની કથામાં પણ ધૃતરાષ્ટ્ર અન્ધ હતા એટલે પત્ની ગાંધારીએ પોતાની આંખે પટ્ટી બાંધીને અંધાપો વહાલો કર્યો હતો. એવું શા માટે કરવાનું ? પતી અન્ધ હોય તો તેને પોતાની આંખો વડે જગત બતાવવું જોઈએ. પતીના અંધાપાનો કોઈ વ્યક્તી ગેરલાભ ન લઈ લે એ માટે પત્નીએ ચાર આંખે ચોકન્ના રહેવું જોઈએ. એના બદલે ગાંધારીએ પોતાની આંખો બંધ કરી નાખી. પછી તેના દીકરા દુર્યોધન અને દુ:શાસન જ પાકેને ! સીતાજીએ પણ ચૌદ વર્ષ વનવાસમાં રામની સાથે જવાની જરુર નહોતી. વચ્ચે–વચ્ચે ચાર–છ મહીને પતીને મળવા વનમાં સુરક્ષા–વ્યવસ્થા સાથે ગયાં હોત તો દશરથ રાજાના વચનનો ભંગ થવાનો નહોતો. સીતાજી જો વનવાસમાં સાથે ન ગયાં હોત તો રાવણ દ્વારા તેમનું અપહરણ ન થયું હોત અને રામ–હનુમાન દ્વારા લંકાદહન ન થયું હોત, યુદ્ધમાં હજારો–લાખો નીર્દોષ લોકોની હત્યા ન થઈ હોત.

સીતાએ સ્વયંવરમાં એવો પરાક્રમી પુરુષ પસન્દ કર્યો હતો કે જેણે શીવધનુષ ઉપર પણછ ચઢાવી હતી. દ્રૌપદીએ પણ સ્વયંવરમાં એવો જ પરાક્રમી પુરુષ પસન્દ કર્યો હતો, જેણે વીકટ મત્સ્યવેધ કર્યો હતો. છતાં ટ્રેજડી તો જુઓ ! એ બન્નેના પરાક્રમી પતીઓ તેમને દુ:ખી થતી બચાવી શક્યા નહોતા. આવી ઘટનામાં આપણે ગયા ભવનાં કર્મોનો કે પછી ભાગ્યનો દોષ જોઈએ છીએ અને સત્યને જોવાનું ટાળીએ છીએ. દ્રૌપદીએ દુર્યોધનનું જે ઈન્સલ્ટ કરેલું એના પ્રત્યે આપણે સોફ્ટ કૉર્નર રાખીએ છીએ, એટલે દુર્યોધન બદલો લેવા જે કાંઈ કરી છે તે જુલમ અને પાપ લાગે છે. આ ભવનાં જ વહેમ, ભુલો અને અજ્ઞાન આપણને હમ્મેશાં નડતાં હોય છે. જીવનનાં રહસ્યને સહજરુપે સમજીએ અને સુખ ભોગવવામાં કોઈ પાપ નથી તથા અણજોઈતાં કષ્ટ વેઠવામાં કશી મહાનતા નથી, એટલું સ્વીકારીએ તો આપણને ખાસ્સી રાહત થઈ જશે.

 –રોહીત શાહ

લેખકના બહુ જ લોકપ્રીય બનેલા પુસ્તક હેલો, મેડમ !(પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001  પૃષ્ઠ : 8 + 136 = 144 મુલ્ય : રુપીયા 100/- ઈ.મેઈલ: goorjar@yahoo.com)માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તી’ને આ પુસ્તક ભેટ મોકલવા બદલ લેખકશ્રીનો અને ‘ગુર્જર પ્રકાશન’ના શ્રી. મનુભાઈનો ખુબ ખુબ આભાર.  ..ગોવીન્દ મારુ..

લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન : 079-2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સંભાળ રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 E, Bonkode, KOPARKHAIRNE (west),  Navi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222  ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 28/02/2014

Hello medam

33 Comments

  1. સમય બદલાયો જ છે. પૌરાણિક વાતો ઓગાળ્યા કરવાનો શો અર્થ. લગ્ન સમયે નવવધૂને અખંડ સૌભાગ્યવતી ભવ નો શ્રાપ આપવાનું બંધ થવું જોઈએ.

    Like

  2. It is a good article full of good thoughts and practical also in today’s time. Man and woman both should understand their duty and responsibility in their life. never forget this fact that both are always equal in their life. Both should respect and trust each other. Never go extreme right or left. Go in the middle.

    Thanks,

    Pradeep H. Desai
    Indianapolis,In,USA

    Like

  3. આ ભવનાં જ વહેમ, ભુલો અને અજ્ઞાન આપણને હમ્મેશાં નડતાં હોય છે. જીવનનાં રહસ્યને સહજરુપે સમજીએ અને સુખ ભોગવવામાં કોઈ પાપ નથી તથા અણજોઈતાં કષ્ટ વેઠવામાં કશી મહાનતા નથી, એટલું સ્વીકારીએ તો આપણને ખાસ્સી રાહત થઈ જશે.

    100% true….. Rewards are always achieved on base of our performance or deeds. No need to wait for next life to cash in….. Ahiyaa jem kariye em j bhogvvanu.

    Now subject of Sati: Once menkind understand equality of gender, we will not have to see any more Sati. I storngly believe that we ‘men’ take lots of things for granted from woman. If we start sharing each other on everything – whether if it is small housework like doing dishes or folding laundry to big thing like earnings. In old days as author mention, woman depended on men 100%. This has changed in 21st century. Once men accept this change, we will experience “No Sati”.

    BEING SATI IS BARBERIC AND UNHUMAN, yet we still practice…WHY?

    Like

  4. મિત્રો,
    અભિવ્યક્તિના બ્લોગમાં….
    રોહિતભાઇના લેખ ‘ સૌથી વઘુ છેતરામણા શબ્દો : આશિર્વાદ અને શુભેચ્છાઓ, માં તેમણે એક વાત પુછી છે…..(૧) પુરુષપ્રઘાન સમાજમાં, સ્ત્રી જ અંઘશ્રઘ્ઘાની વાહક અને ચાહક ?
    બીજો અભિપ્રાય આપ્યો છે…‘ મનુસંહિતા જ પાપનું મૂળ છે.
    તદન સાચા સવાલો છે.
    પુરુષપ્રઘાન સમાજમાં સતીત્વની વાત મનુસંહિતા (આજના) વાચનારને દુ;ખી કરી દેશે.
    આ આચાર વિચારના નિયમોના ઘડનાર મનુને આ જ્ઞાન કોણે આપ્યું હતુ? જાણો છો ?
    જવાબ ; ગીતાના કહેનાર શ્રી કૃષ્ણએ….વાંચો ગીતાનો અઘ્યાય ૪. શ્લોક ; ૧.
    ગુજરાતી અનુવાદ : શ્રી ભગવાન બોલ્યા: આ અવિનાશી યોગ મેં સૂર્ય–(વિવસ્વત) ને કહ્યો હતો. સૂર્યે મનુને કહ્યો હતો અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો.
    પછી સંદર્ભમાં શ્લોક નં. ૧૨ અને ૧ઠ વાંચો. પછી અઘ્યાય ૧૦ (૩૨) અને અઘ્યાય ૧૮ પણ જૂઓ….
    મનુસંહિતા…પુરુષપ્રઘાન છે.તેના નિયમો સ્ત્રીઓને ગુલામી આપે છે. રોહિતભાઇએ અગાઉ પણ આ વિષયની ચર્ચા કરેલી છે. મહાભારતના પુરુષોને જેટલી જોઇઅે એટલી પત્નિ કરવાની છૂટ….???? સ્ત્રીઓને ???????
    ઘણું ઘણું લખી શકાય છે….પરંતુ વર્ણોના જનક પ્રભુજી અને મનુજીને અંઘશ્રઘ્ઘાથી ફોલો કરાવનાર અને કરનારને શું કહેવું ?
    સ્ત્રીઓ સ્વેચ્છાએ નહિં પરંતુ પુરુષપ્રઘાન મનુએ રચેલી મનુસંહિતાના ઘમકી ભરેલા જીવનના નિતી નિયમોથી દબાઇને રાજીનામુ આપે છે…આજે પણ….પુરુષપ્રઘાન સમાજ મોટેભાગે કથાકારોનો દબાયેલો બની રહે છે.

    અમૃત હઝારી.

    Like

    1. LOL Amrutkaka,

      Last week blog talk about shastro and Granth: How do we know that every thing written in book is 100% true? How accurate they are? Or is it we human mis-interpited them? As it is, Human have tendancy to understand only thing they like. Their are other part of Gita indicate that we must accept everything as it is, but then What Lord Krishna have said and what Arjun has listen, and what we understand from it is totaly different things… I feel like it is ‘telephone game’ that we played in our childhood.

      You are right : ‘ઘણું ઘણું લખી શકાય છે….પરંતુ વર્ણોના જનક પ્રભુજી અને મનુજીને અંઘશ્રઘ્ઘાથી ફોલો કરાવનાર અને કરનારને શું કહેવું ?”

      Like

  5. મિત્રો,
    વઘુમાં…ગીતાનો અઘ્યાય– ૧ના શ્લોક નં; ૩૯,૪૦,૪૧, ૪૨, ૪૩ વાંચો….
    સ્ત્રીઓને કારણે જ સનાતન ઘર્મનો નાશ થાય છે તેવું બતાવે છે. ફક્ત સ્ત્રીઓ જ ?….પુરુષોનું શું ?………..

    Like

  6. પુરુષના આધીપત્ય હેઠળ રહે, પતીના પગલે–પગલે ચાલે તેને આપણે સતી કહીએ છીએ. આજે કદાચ સતીની વ્યાખ્યા બદલવી પડે. નોકરી કરીને ઘરનો કારોબાર ચલાવવામાં પતીને સહયોગ આપતી, પોતાનાં સંતાનોને સ્કુલે મુકવા–લેવા જતી, પોતાની સાચી વાત કહેવામાં જરાય ન ગભરાતી, વ્યર્થ આદર્શો, વહેમો અને અન્ધશ્રદ્ધાઓથી દુર રહેતી તથા પ્રસન્નતાના પર્યાય જેવી સ્ત્રીને સતી કહેવામાં કશોય વાંધો નથી; પણ જે સ્ત્રી પોતાનું સ્વમાન અને સન્માન ન જાળવી શકે તેને સતી કહેવાની કોઈ જરુર નથી.

    SATI and SATPURUSH
    These two make the IDEAL COUPLE.
    As a HUSBAND he has his DUTIES towards the WIFE.
    As a WIFE she has the EQUAL RESPONSIBILITES towards the HUSBAND.
    If these MUTUAL RESPECTS are observed, there is NO QUESTION of the SUPERIORITY.
    Just the Basic thought !
    Chandravadan Mistry

    Inviting ALL to Chandrapukar !

    Like

  7. ચિં. સંજય અને સ્મિતા,
    કુશળ હશો.
    આપણે ૨૧મી સદીમાં જીવીયે છીયે. અઢી હજાર વર્ષોના વિતેલા સમયમાં દુનિયા અને દુનિયાના વિચારો અઢળક બદલાઇ ગયા છે. પુરુષપ્રઘાનતા આજે ખોટી સાબિત થઇ રહી છે. હું અને તમે પણ પુરુષપ્રઘાનતાને દુષણ માનીયે છીયે. ચાર વર્ણો અને તેમની સાથેના વહેવારોને પણ. હજુ ઘણા ઊંચ નીચના વાડા માંથી બહાર નથી આવતાં. પરંતુ ભૂતકાળની ખોટી માન્યતાઓને હવે સમજીને આપણો સમાજ સાચે રસ્તે ચાલી રહ્યો છે તેનો આનંદ થાય છે. સ્વામી દયાનંદ સરસ્વતીજી સતીપ્રથાના વિરોઘી હતા અને તેમણે તેને નાબુદ કરવાની શરુઆત કરેલી. ૧૮મી અને ૧૯મી સદીમાં તેને નાબુદ કરવાંના વઘુ જોરદાર પ્રયત્નો થયા. આજે તેમાં સફળતા મળી છે. શીતળામાતાની પૂજા કદાચ ગામડાઓમાં હજુ પણ ચાલતી હશે. જ્યારે શીતળાના રોગની નાબુદી થઇ ગઇ છે.
    ઘણા વિચારકો મહાભારત અને રામાયણને વાર્તાના ગ્રંથો ગણાવે છે. આજની આપણી સંસ્કૃતિ રામાયણની કે મહાભારતની સંસ્કૃતિથી , જીવનશૈલીથી લાખો ઘણી બદલાયેલી છે. વિજ્ઞાનની જીંદગી છે….કોમ્પુટરની જીદગી છે…આઇ પેડની જીંદગી છે….સાબિતિની જીંદગી છે…સાબિતિની જીદગી છે….સાબિતિની જીંદગી છે…..
    આભાર.
    આશિષ.
    અમૃતકાકા.

    Like

  8. મિત્રો,
    આ સાથે યાદ આવ્યુ કે બીજો પ્રશ્ન પણ સ્ત્રીઓને લગતો હતો જે હિંદુઓ માટે અંઘાર યુગ કહેવાતો. સંસારના બે ચક્રો…સ્ત્રી અને પુરુષ….બન્ને વિના જીવન અશ્ક્ય…તેમાંની દિકરીને દુઘ પીતી કરતાં…હિંદુઓ….
    તે સમયે કદાચ દુનિયાના કોઇપણ દેશમાં દિકરીઓ કોઇને પણ ભારી પડી નહિ હોય.
    આશ્રમ યુગના ઋષિ મુનિઓના જમાનામાં સ્ત્રીઓને સરખું માન અને સ્થાન અપાતું હતું. પછી અંઘાર યુગ આવ્યો અને ત્યારથી સતી અને દુઘપીતી બાળકીના વહેવારો જન્મીયા હશે.
    વિચારવા જેવો સબ્જેક્ટ છે…બન્નેમાં સ્ત્રી જ વિષયના કેન્દ્રમાં છે.
    આભાર.
    અમૃત ઉર્ફે સુમન હઝારી.

    Like

  9. સતીની વ્યાખ્યા યુગે યુગે બદલાય છે પરંતુ હું સમજુ છું તે પ્રમાણે પતિને સંપૂર્ણપણે ચાહતી અને તેથી સમર્પણ અને ત્યાગના ઉચ્ચકક્ષાના આનંદમાં રાચતી સ્ત્રી. દુન્યવી દુઃખો તેને સ્પર્ષતા જ નથી હોતા પછી દુઃખી થવાનો સવાલ જ ઉપસ્થિત નથી થતો. સ્વેચ્છાએ સ્વીકારેલ દુઃખ પણ સુખ બની રહે છે. આ પવિત્ર ભાવનાના ઓઠા હેઠળ જો ફરજીયાત પણે સતી થવાનું કહેવામાં આવે તો તે અત્યાચાર છે. દરેક સ્ત્રીમાં એટલી શક્તિ નથી હોતી. પ્રેમનો પંથ તો કપરો છે જ. સમાજ કે કુંટુંબ જ્યારે પ્રેમને આદર આપવાને બદલે પુરાવા માંગવા લાગે ત્યારે અત્યાચાર શરૂ થાય છે અને સતી અને શોષિત સ્ત્રી વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ બની જાય છે. આ લેખનું શિર્ષક અતિ તરફની ગતિ છે તેથી સતી સ્ત્રીની પવિત્ર ભાવનાને ઠેસ પહોંચાડનાર છે. સત્યને વરેલી સ્ત્રી તે સતી અને તેના વચન કદી મિથ્યા ન હોય ભવિષ્યની એંધાણી એમાં હોઈ શકે. સત્યને વરેલ લોકોમાં લાંબી દ્રષ્ટિ હોય છે તેથી તે દૂર સુધીનો જીવનપથ જોઈ શકે છે. ” સત્યના દર્શન હોય પારખાં નહી” એવુ ઘણીવાર સાંભળ્યુ છે. એક કહેવત બીજી પણ સાંભળી છે “સતી હોય તે શ્રાપ દે નહી અને શંખણીના લાગે નહી” પણ સતી સ્ત્રીના નિસાસા લાગ્યા વગર ન રહે. એમાંથી તેનો પતિ પણ બાકાત નથી રહી શકતો. અત્યારના યુગમાં પતિને તેના વિકટ જીવનપથ પર ખભાખભા મીલાવી સાથ આપતી સ્ત્રીને પણ સતી સ્ત્રી કહી શકાય તે વાત સાથે સહમત છું.

    Like

    1. bhai shree akshaypatra rame sita ni agni pariksha lidhi hati tyare ram pan satya nu darshan kari sakya hot to pachhi parkha karvani su jarua padi. khare khar hindu shastro ma stree one j sati thati batavi chhe. stree nu mrutyu pahela thai to koi purush sato yhayo hoi avu vanchyu ke sambhalyu nathi ane ane kahevat ( sati shrap aape nahi ane shankhani no lage nahi ) teno arth atelo j ke shrap / abhishrap jevu kashu chhej nahi ane tamaru chhellu vakya saty vachan jevu chhe khari sati pati ne sukh dukh ma sath nahi chhode tanej kahevai . jyare rame to sita sathe ulto vyahar karyo hato dukh ma sita jangal ma sathe rahya ane rajgadi par besvano samay aavvo tyuare sitano tyag karyo aava hata aapana ( kahevata ) bhagvano?

      Like

  10. દિકરી સાપના ભારા…..હિંદુઓ જ કહેતા અને આજે પણ કોઇ કોઇ કહે છે…

    ..વિઘવાઓની જીંદગી ૧૮૦૦ – ૧૯૦૦ની સાલમાં કેવી રહેતી તે શોઘો….બાળવિવાહ પણ હિંદુઓ કરાવતા અને બાળવિઘવાની જીંદગી પણ હિંદુઓના જીવનના કાયદા ઘડનારા પુરુષો જ ઘડતાં અને સમય આવ્યે તે બાળવિઘવાની જીંદગીનો ઉપયોગ પોતાની હવસ પુરી કરવા પણ તે જ પુરુષો કરતા.

    પુરુષને સતો બનાવવાનું કેમ નહિં સુજ્યુ ? કે બનવાનું કેમ નહિં સુજ્યુ ?

    સત્ અેટલે સત્ય…..સતી અેટલે જે સાચુ છે તે જ જાણનારી અને આચરનારી….
    પતિ જો ખોટુ કરતો હોય તો પણ તેને પરમેશ્વર માનીને જો કહેવાતો ઘર્મ કહે તે આંખ મીચીને કરે તે સતી કેવી રીતે કહેવાય ? તે તો અસત્ય આચરેલું કહેવાય.

    વ્યાકરણના ઊડાંણમા જવા કરતાં આચરણના સાચાપણામાં ઉતરીયે.

    પતિની ચિતા પર જીવતી બળી મરતી સ્ત્રીને જઇને કોઇઅે તેના મનની સાચી સ્થિતિ પુછી છે?

    પુરુષપ્રઘાન અને બ્રાહ્મણ સમાજની જો હુકમી ટાળી નહિ શકવાને કારણે બિચારી બળી મરતી હશે…આજની કોઇપણ સ્ત્રીને કહી જૂઓ…પારખાં થઇ જશે….( રામ નામના આજના પુરુષને જો સીતા નામની સ્ત્રી હોય તો ?…વિચારો…….વિચારો…….)

    ચાલો આજની સ્ત્રીઓને જ પુછીયે કે પતિની પાછળ બળી મરવાના હિંદુ સમાજના તે સમયના બળજબળી ભરેલા નિયમ વિષે તમારૂં શું મંતવ્ય છે….તમે જો તેવી પરિસ્થિતિમાં હો તો આજના અેકવીસમી સદીના સમયના વિચારોને આઘારે શું વિચારો ?
    તમને સતી થવાનુ કહેનારની તમે શું પરિસ્થિતિ કરો.?

    ખોટા ખોટા અને જુદા જુદા મનભાવન ઇન્ટરપ્રિટેશન કરનારા પોતાના મનને જ સમજાવે છે….

    ઘાયલ કી ગત ઘાયલ જાને અૌર ના જાને કોઇ……..

    અમૃત હઝારી.

    Like

  11. ૨૧ મી સદીની વાતો કરનારા આપણે પુરાણોના દાખલાઓ શા માટે આપીએ છીએ ?
    બુધ્ધિજીવી વર્ગ સિવાય ‘મનુ’ને કેટલા પીછાણે છે ? આજે વર્ણ વ્યવસ્થા નાના ગામડાંઓ સિવાય ક્યાં અસ્તિત્વમાં છે અને જ્યાં છે ત્યાં રાજકારણીઓ ઉભી કરેલી છે. ‘સતી’ શબ્દને ભુલી જઈને આજની સ્ત્રી-પુરુષોએ શું કરવું જોઈએ – એ ચર્ચા યોગ્ય ન ગણાય ? કે હજુ બુધ્ધિજીવી મન ભુતકાળની ટીકા કરી આનંદ મેળવવામાં માને છે ?
    આજની ફીલ્મો/નવલકથાઓ/નવલિકાઓ એ આજના યુગનું દ્રશ્ય રજુ કરે છે, તો રામાયણ/મહાભારતના કાવ્યો એ સમયનું દ્રશ્ય રજુ કરનારા છે એમ કહી શકાય ?

    Like

    1. Dear Jagdhishbhai,

      You are 100% right if we are critisizing our ancestry. I do not think author is critizing our past. Am article like this actually enlight us with what we are practicing in todays’s norm. Which must stop. Making awarness of what is being practice and why it is being practice, one may think and possibly work toward changes.

      Like

      1. વધુ ચર્ચા કરવી વ્યર્થ છે. મહદ અંશે મને લાગ્યું છે કે પુરાણોને એક વિશિષ્ટ દ્રષ્ટિથી જ જોવામાં આવે છે. રામાયણનો મને વધુ અભ્યાસ નથી પણ, તાર્કિક રીતે વિચારો તો, રામ રાજા હતો અને એની પત્ની જંગલમાં ખોવાય જાય તો એને કોણ પુછી શકે ? પણ એ વ્યક્તિ છેક લંકા સુધી પત્નીને છોડાવવા જાય એમાં પત્નીપ્રેમના દર્શન આપણે કેમ નથી કરી શકતા ? અગ્નિપરીક્ષા માટે માટે એક તર્ક એવો પણ અપાયો છે કે રાવણે હરણ કર્યું તે સીતાની આભા હતી, ઓરીજીનલ સીતા અગ્નિને રક્ષણ માટે આપવામાં આવી હતી, જે પરત લેવા માટે અગ્નિપરીક્ષાનું નાટક કરવામાં આવ્યું. આ બધા ચમત્કારો બાજુએ રાખીએ તો પણ રામના પત્નીપ્રેમ માટે ન લખી શકાય ? લક્ષ્મણ સીતાના અલંકારોમાંથી ફક્ત પાયલને ઓળખી શકે છે કારણ કે તેણે સીતાની સામે, મર્યાદાને કારણે, નમન કરતી વખતે પગ સિવાય કશું જોયું ન હતું. આવા વિવેક અને મર્યાદાનો દાખલો ન લઈ શકાય ? બલાત્કારોના જમાનામાં આવી કોઈક વાત કરીએ તો કેવું ? વિજ્ઞાનનો આધાર લઈને પુરુષના કેટલાક કાર્યોને જસ્ટીફાઈ કરવામાં આવે છે. પણ એ ભુલી જવાય છે કે ‘મન’ ની તાકાત સામે શરીરની તાકાતની કોઈ વિસાત નથી એ ભુલી જવાય છે. આવી ઘણી પોસ્ટ મારા બ્લોગ પર મેં લખી છે.

        Like

    2. shree jagdish bhai
      tamari vat sathesahmat chhu pan aajni paristhiti jota andh shraddha no felavo vignyan na felava karta vadhare chhe jo andh shraddha no felavo atkavavo hoi to aava lekho udaharan tarike lakhava ma kai khotu nathi ane lekhake chhelli liti ma spashtalakhyuj chhe ke aabhav na agnyan bhulo ane vahemo aapan ne nade chhe.

      Like

      1. શ્રી પટેલભાઈ,
        ઉપર મેં લખ્યું જ છે કે વધુ ચર્ચા વ્યર્થ છે. જો મારે હકારાત્મક વિચારોનો ફેલાવો કરવો હોય તો હંમેશા ‘હકારાત્મક’ વિચારોને પ્રધાન્ય આપવું જોઈએ. અંધશ્રધ્ધાને કાપવા જ્ઞાન કરાવવું જરુરી છે. જ્ઞાન હકારાત્મક વિચારોથી ફેલાઈ શકે. Power of Positive Thinking પર ઘણું લખાય ગયું છે. મારા બ્લોગ પર પર મારૂં મેઈલ આઈડી પણ છે. જરુર લાગે તો મેઈલથી મળવામાં અનંદ થશે.
        સારી વેધર માટે પ્રાર્થના…..

        Like

  12. Good article. I liked in particular the first paragraph.
    The problem is that we as a society are unable to forget our painful past clearly described in the Puranas and reflected in our wrong customs like Sati, Dahej and so on for hundreds of years.
    Modern Values like Equality between the two sexes, Independence and Individualism arose elsewhere a few hundred years ago but we are still sticking fast to our outdated values preached in the Puranas. What we need is a total change in our values and culture. Not so easy.
    The very fact that articles like these are needed and have to be written is good evidence of how backward we still are in the modern world.
    Thanks for making our people think. —Subodh Shah — NJ, USA.

    Like

  13. Very good article and equally good some responses. Does anyone incluing Shri Rohit Shah knows that there is a ‘Sati Mata’ temple in Malad (East), a suburb of Mumbai? Even today many married women and unmarried girls go there and perform puja. There is a management board that look after this temple. Even yearly celebration takes place regularly!! I think this was made some local Rajasthani people but then people from all states started performing pujas. Is this an effort to revive inhuman ‘Sati Pratha?’

    I think there was a protest in 1999 against this temple but then protesters were chased away by, guess whom? By women worshipers!! They were supported by a nationalist political party and organisations affiliated to the RSS.

    Like

  14. ઘણા વિચારકો મહાભારત અને રામાયણને વાર્તાના ગ્રંથો ગણાવે છે. આજની આપણી સંસ્કૃતિ રામાયણની કે મહાભારતની સંસ્કૃતિથી , જીવનશૈલીથી લાખો ઘણી બદલાયેલી છે. વિજ્ઞાનની જીંદગી છે….કોમ્પુટરની જીદગી છે…આઇ પેડની જીંદગી છે….સાબિતિની જીંદગી છે…સાબિતિની જીદગી છે….સાબિતિની જીંદગી છે…..
    મારા મિત્ર શ્રી અમૃતભાઈ હજારીની વાત ૧૦૧% સાચી જ છે. આ હકીકત સંપુર્ણ પણે સ્વીકારાયલી છે. હું પણ હંમેશા એક યા અન્ય સ્વરૂપે આ જ કહેતો આવ્યો છું. આજે બધાજ સમજે છે અને સ્વીકારે છે કે આજનો સમય હજાર વર્ષ પહેલાનો નથી રહ્યો. અરે! આજનો સમય એક દાયકા પહેલાનો પણ નથી રહ્યો તો ક્ષમા સાથે મારે કહેવાનું કે અતિજ્ઞાનના કેન્સરવાળા વિદ્વાનો શા માટે આજના માનસને હજારો વર્ષ પાછળ ખેંચવા માંગે છે?
    આજનો કયો ડોસો પોતાની જાયને સુધારવા બાપુઓના લવારા સાંભળવા જોય છે. મિત્રો It is just time pass and free entertainment. Free food and socialization. Don’t look back. look forward.

    Like

  15. મિત્રો,
    શ્રી ફિરોઝ ખાનની કોમેંટ વાંચી ત્યારે યાદ આવ્યુ કે વલસાડથી હનુમાન ભાગડા જવાના રસ્તે ઓરંગા નદીના નાના ફાંટાની પીચીંગ પાસે પણ સતીમાતાનું મંદિર હતુ. આ વાત આજથી ૫૫–૬૦ વષૅ પહેલાની મારી જાણમાં છે. આજે છે કે નહિ તે હું જાણતો નથી. ત્યાં પણ સતીમાતાનો મેળો ભરાતો હતો. મેં પણ નાની ઉમરે ત્યાં ભાગ લીઘેલો. સ્ત્રીઓ જ મોટે ભાગે ત્યાં શ્રઘ્ઘાથી જતી હતી.

    Like

  16. Pravinshashtri bhai,

    Aaa badhaa kehvata Bapuo, Bhagwano, Acharyao and Guruo tathaa Mulla, Molvio, Peero prajane dhrama nu afeem varshothee khavdavi rahyan chhe. Ane praja, sorry ‘Bholi’ nahin karan ke ati sushiksit loko pan kathaaoma mathun dhunavta men pote joyan chhe, zer to pidhan me jani, jani ni mafak aa afeem khati jay chhe. Tamne nathi lagtun ke have navi Ramayan, Maha Bharat lakhvano samy paaki gayo chhe?

    Like

  17. Very good comments, Firozbhai. I am impressed with your ideas.
    You say: “Tamne nathi lagtun ke have navi Ramayan, Maha Bharat lakhvano samay paaki gayo chhe?”
    Haa, jee, jaroor paakee gayo chhe.
    Not only these two, but all the old scriptures of all religions— they are all outdated and irrelevant to our times.

    Tamane aa jaaneene navaai laagashe ke me pote navi Geetaa lakhavaano nano sho namra prayatna sharu karyo chhe —ane te pan Sanskrit bhaashaamaa— bhaashaantar saathe— only a few critical stanzas only, so far. but I don’t expect that anybody in Gujarat will even be interested.
    This is neither a boast nor a fanciful idea, believe me, please. I am serious.
    —-Subodh Shah — NJ, USA.

    Like

    1. Make a point to translate your 21st century GEETA in English as well as in Gujarati. If you could, you may do so in other Indian languages also.

      Like

  18. Shri Subodhbhai,
    I believe you, your confidence, your strength and your firmness. You are always positive in your thinking based on the strength of your vast study…..

    Amrut Hazari.

    Like

  19. રોહિતભાઈની આ પોસ્ટ સ્ત્રીપુરુષ વચ્ચેની અસમાનતાના અને અંધશ્રદ્ધા મિટાવવાના સંદર્ભ ખૂબ મહત્વનું શિક્ષણ આપે છે. અલબત્ત, એક વાતે આપનું ખાસ ધ્યાન દોરવા માગું છુ, અને એ રીતે પૂરા રેશનાલિસ્ટ સમુદાયનું પણ ધ્યાન દોરવા માગું છુ : કેવળ બુદ્ધિમત્તાથી જ , કેવળ નરી તાર્કિકતાથી જ વિચારવાને કારણે ક્યારેક માનવ જીવનનાં ઉમદા મૂલ્યો, જે પેઢીઓના અનુભવ અને શાણપણના પરિપાક સમાન હોય છે તેનો પણ અજાણતા જ હ્રાસ થઈ જાય છે. પોતાના પતિની સાચી સાથીદાર બની રહેવા માગતી કોઈ સ્ત્રી એના સુખદુખમાં સદાસર્વદા સાથ આપવાનો ‘સ્વેચ્છા’એ નિર્ણય કરે તો એની એ ભાવનાની કદર કરવાને બદલે ‘હાર્ડકોર રેશનાલિસ્ટોં’ નરી ઉતાવળમાં જ એને વિવેકશૂન્ય નિર્ણય જાહેર કરી દે છે. રામના પુરુષપ્રાધાન્ય વિચારો-નિર્ણયોને કારણે સીતાને અપરંપાર દુખો સહન કરવાના થયાં એ બેશક નિંદનીય છે, અને એને માટે ‘પુરુષ’ કે પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા’ને ઇચ્છો એટલું ભાંડો , પણ સીતાનું ‘સ્વેચ્છા’એ પોતાના પતિ સાથે વનમાં જવું એ તો દાંપત્યજીવનમા એકબીજાના દુખસુખના સમયે સાથે રહેવાની બિરદાવવા યોગ્ય બાબત ગણાવી જોઈએ. હા, મહત્વ એ વાતનું છે કે એ કોઈનો લાદેલો નિર્ણય ન હોવો જોઈએ, બલ્કે હું ભારપૂર્વક કહેવા માગું છુ એ રીતે એ ‘સ્વેચ્છા’એ લેવાયેલો નિર્ણય હોવો જોઈએ. આ જ રીતે ‘ગાંધારી’ના સ્વીચ્છાએ લેવાયેલા નિર્ણયમાં વ્યક્ત થતી પોતાના જીવનસાથી પ્રત્યેની ‘પ્રતિબદ્ધતા’ની વિરલ ભાવના આજના જમાનાની આપણી નરી ‘સ્વકેંદ્રી’ કે ‘સ્વાર્થી’ જીવનમૂલ્યોને બુદ્ધિગમ્ય ન લાગે એ બનવા જોગ છે. મારે જે કહેવું છે તે આ છે : માનવી પોતાના જીવનમાં દેખીતી રીતે બુદ્ધિગમ્ય કે તાર્કિક ન લાગે એવાં બલિદાન, ત્યાગ, ન્યોછાવરી, સ્વાર્પણ જેવા ઉમદા મૂલ્યો થકી માનવ જીવનને બહેતર દૃષ્ટાંતો પૂરા પાડી શકે કે છે, અને દુષ્કર પરિસ્થિતિઓમાં પણ માનવજીવન એ થકી તો રળિયામણું, જીવવાલાયક, અર્થપૂર્ણ, સહ્ય બની શકે છે. હું મારા મુશ્કેલીમાં મૂકાયેલા મિત્ર માટે એના દુખમાં ભાગીદાર થઈ, એની સાથે રહી એને હિમ્મત, દિલાસો કે મદદ કે સધિયારો આપું તો મારા એ નિર્ણયને મારી ઉચ્ચ ભાવના રૂપે સરાહવો જોઈએ, હા, મારો મિત્ર જો મારા આવા સહકારની કદર કરવાને બદલે મને અપમાનિત કરે, મને તરછોડી દે, મને આગમાં જલાવીને કે મને ધરતીમાં પૂરાઈ જવાના સંજોગો સુધી લઈ જાય તો ડોશી હું નહીં, પણ પેલો મારો નાલાયક ‘સાથીદાર’ જ ગણવો જોઈએ જેણે મારી ભાવનાઓની સહેજ પણ કદર કરી નહીં ! માત્ર તર્કશાસ્ત્ર કે કોરું વિજ્ઞાન જીવનની સુંદરતા ને હણી શકે છે, એટલે એમાં જીવનનું તત્વજ્ઞાન ઉમેરવું જરૂરી છે.

    Like

  20. Dear Subodhbhai,
    First of all thanks for your appreciating my comments. Second, I like your confidence. Keep it up. Please remember a beautiful Urdu shair of Jan Nisar Akhtar,

    Main to chala tha jaanib-e-manzil akela hi magar,
    Log saath aatey gaye karvaan banata gaya.

    Please don’t worry about what others will say or do. Keep up your efforts.
    Karman ye vaadhikaraste maa faleshu kadachana:

    Tame fal (Fruits) chinta chhodi do. Tamaarun kaam karo. Tamaaru Dil kahe chhe ke tame je karo chho chho ae kharun chhe, to bas karye jaao, bahi.

    All the best.

    Firoz Khan (3Cs)
    Columnist, Commentator and Critic
    Toronto, Canada.

    Like

  21. પરીણીત સ્ત્રી સતી થઈ એ બધાના પતીઓને જીવતા કરી શીર છેદ કરી કે નજીકના બતીના થાંભળા ઉપર સુળીએ ચડાવવા જોઈએ. એમાં રામ, યુધીષ્ટ્રર કે કૃષ્ણ બધાનો સમાવેશ કરવો…

    Like

Leave a comment