લગ્નજીવનનો વીમો ! !

–મુરજી ગડા

જગ્યા અને વાહનનો વીમો નીકળે છે. માંદગી અને અકસ્માતનો વીમો નીકળે છે. અણધાર્યું અને નુકસાનકારક હોય એવી ઘણી બાબતોનો વીમો નીકળે છે. મૃત્યુ નીશ્વીત હોવા છતાં, સમય અનીશ્વીત હોવાથી, જીવનનો પણ વીમો નીકળે છે. તો પછી લગ્નજીવનનો વીમો કેમ નથી નીકળતો ?

એની પાછળ ઘણાં કારણ છે. એ કારણો ચર્ચવાનો આ લેખનો હેતુ નથી. બલકે વધી રહેલા છુટાછેડાને લીધે લગ્નજીવનના વીમાની અગત્ય સમજવાનો મુખ્ય હેતુ છે. વીમા કમ્પનીઓ તરફથી મળતો ન હોવા છતાં જાતે ‘સુરક્ષા–કવચ’ ઉભું કરવાનો હેતુ છે.

વીમા સુરક્ષીત કરેલ કોઈપણ બનાવને વીમો અટકાવી શકતો નથી. એ માત્ર બનાવના લીધે થતા આર્થીક નુકસાનની ભરપાઈ કરે છે, નુકસાનની માત્રા ઘટાડે છે. વીમાની આ મર્યાદા ધ્યાનમાં રાખવાની છે.

ધાર્મીક અને સામાજીક બન્ધનોમાં વધુ ચુસ્ત એવા દેશ અને સમાજોમાં સ્ત્રીઓને હજી પણ પુરુષોની મીલકત ગણવામાં આવે છે. આપણે એનાથી ઘણા આગળ નીકળી ચુક્યા છીએ. સ્ત્રી સ્વતન્ત્રતા અને સમાનતાની બાબતમાં આજે આપણે જે સામાજીક સ્તર પર છીએ ત્યાંથી પસાર થઈ વધુ આગળ વધેલા પશ્વીમના દેશોમાં હાલ શું ચાલી રહ્યું છે એનો આછો ખ્યાલ તો ઘણાને હશે જ. એ માહીતીમાં થોડો વધારો કરી વધુ લોકો સુધી પહોંચવાનો આ પ્રયાસ છે.

આ લેખમાળા હેઠળ સ્ત્રી સુરક્ષા ધારાએ સર્જેલા નવા પ્રશ્નોની ચર્ચા પહેલાં કરી છે. વીકસીત દેશોમાં આ વીષયને લગતા કાયદાનાં શાં પરીણામો આવ્યાં છે તે ટુંકમાં જોવું જરુરી છે.

જ્યારે પણ પશ્વીમના દેશોની વાત નીકળે છે ત્યારે વાંકદેખાઓ ત્યાંના ઉંચા છુટાછેડાના દરનો દાખલો આપે છે. હકીકત એ છે કે ત્યાં પણ બે–ત્રણ પેઢી પહેલાં બહુ જ ઓછા છુટાછેડા થતા હતા. સ્ત્રી સુરક્ષાને લગતા નવા કાયદા આવ્યા પછી જ ત્યાં છુટાછેડાનો દર આટલો વધ્યો છે. અલબત્ત, બીજાં પણ કેટલાંક કારણો તો છે જ. આપણે છુટાછેડાની બાબતમાં બે–ત્રણ પેઢી પછી ક્યાં પહોંચીશું તે સમય જ બતાવશે.

ત્યાંનું છુટાછેડાનું પ્રમાણ આટલું વધારનાર મુખ્ય કાયદો આપણા 498A જેવો ફોજદારી (ક્રીમીનલ) નથી; બલકે દીવાની (સીવીલ) પ્રકારનો છે. આ ઉપરાન્ત સ્ત્રીસુરક્ષાના અન્ય ફોજદારી કાયદાઓ ત્યાં પણ છે. આ લેખમાં માત્ર સમ્પત્તી– વીભાજન અને ભરણપોષણના કાયદાની જ વાત કરી છે.

દરેક પ્રકારના કાયદા જે તે સ્થળ અને સમયની કૌટુમ્બીક તેમ જ સામાજીક પરીસ્થીતીને લક્ષમાં રાખી ઘડાતા હોય છે. ત્યાં દહેજની પ્રથા નહોતી એટલે એને લગતી હીંસા ત્યાં આચરાતી નહોતી. દાયકાઓ પહેલાં જ્યારે સમ્પત્તી–વીભાજન અને ભરણપોષણનો કાયદો ઘડાયો ત્યારે ત્યાંની સ્ત્રીઓ પણ ખાસ ભણતી નહોતી. બહાર જઈ કામ કરવા જેટલી તાલીમ અને આવડત સાવ થોડાને હતી. ત્યાં પીયર પાછા જવાની પ્રથા નથી. પુરુષો દ્વારા છોડાયેલી સ્ત્રી ઓશીયાળી થતાં અસામાજીક તત્ત્વોનો શીકાર બનવાની શક્યતા વધતી જતી.

સ્વાભાવીક છે કે આવા સંજોગોમાં છુટાછેડાના કાયદા સ્ત્રી તરફી ઘડાય. ઉદારમતવાદી પ્રદેશોમાં માત્ર ‘મનમેળનો અભાવ’ અથવા ‘વીચારોની ભીન્નતા’ જેવા કારણોસર છુટાછેડા લઈ શકાય છે અને લેવાય  છે.

સમ્પત્તી–વીભાજનના આ કાયદા હેઠળ છુટાછેડા વખતે દામ્પત્યજીવન દરમીયાન રળાયેલી બધી સમ્પત્તીની સરખે ભાગે વહેંચણી થાય છે. તે ઉપરાન્ત સ્ત્રી અને બાળકોને નીયમીત ભરણપોષણ પણ મળી શકે છે. એમાં છુટાછેડાનાં કારણ, કોણે માગ્યા છે, શા કારણથી માગ્યા છે, સમ્પત્તી મેળવવામાં બન્નેનો ફાળો કેટલો હતો વગેરે કોઈપણ બાબત ધ્યાનમાં લેવામાં આવતી નથી. જુજ કીસ્સામાં પતી કરતાં પત્ની વધારે સમૃદ્ધ હોય કે વધુ કમાતી હોય તો લેવડદેવડનાં આ સમીકરણ બદલાઈ જાય છે. એક વાત જાણવી જરુરી છે કે આ સમ્પત્તી–વીભાજન લગ્ન પહેલાંની સમ્પત્તીને લાગુ  પડતું નથી. તેમ જ મા–બાપની સમ્પત્તીને પણ લાગુ પડતું નથી.

ક્યારેક સારું કમાતા પુરુષના (કે સ્ત્રીના) જીવનસાથી આર્થીક બાબતમાં ઉડાઉ હોય તો તેમનું આવું બેજવાબદાર વર્તન જ છુટાછેડાનું કારણ બને છે. એમાં ગુમાવવાનું પણ કમાનાર વ્યક્તીને જ હોય છે. ક્યારેક તો 20-25 વરસે પણ છુટાછેડા થાય છે. મોટાભાગના કીસ્સામાં પુરુષ આર્થીક રીતે પાયમાલ થાય છે.

હવે સ્ત્રીઓની સ્થીતીમાં ત્યાં ઘણો બદલાવ આવી ગયો છે. મોટાભાગની સ્ત્રીઓ કમાય છે. એમની સારી એવી અંગત મુડી હોય છે. તેઓ ખરા અર્થમાં પુરુષ સમોવડી થઈ છે. આટલા સામાજીક/આર્થીક ફેરફાર તેમ જ કેટલાક કીસ્સામાં કાયદાનો દુરુપયોગ છતાં કાયદામાં જરુરી ફેરફાર થયા નથી.

આનું એક પરીણામ એ આવ્યું છે કે સારું કમાતા ઘણા યુવાનો મોટી ઉંમર સુધી પરણવાનું ટાળે છે. કેટલાક તો સદન્તર પરણતા પણ નથી. લગ્નની માર્કેટમાંથી આટલી મોટી સંખ્યામાં પુરુષો ઓછા થતા તેટલી સ્ત્રીઓ યોગ્ય સાથીથી વંચીત રહે છે. આવા વાતાવરણમાં ઉભા થતા અન્ય સામાજીક પ્રશ્નો એક અલગ વીષય છે.

એકતરફી કાયદાની વીસંગતતાથી રક્ષણ મેળવવા વીકસીત દેશોમાં ઘણા શીક્ષીત યુગલો લગ્ન પહેલાં એક ખાનગી દસ્તાવેજ બનાવે છે. આ દસ્તાવેજને પ્રી–નપ્શલ (Pre-nuptial) કરાર કહેવામાં આવે છે. એમાં છુટાછેડા થાય તો સમ્પત્તી– વીભાજનની તેમ જ અન્ય કેટલીક આર્થીક બાબતોની છણાવટ અને ચોખવટ કરેલી હોય છે. જેમાં મીલકતની વહેંચણી, કર્જની જવાબદારી, ભરણપોષણ, ભવીષ્યમાં મળતો વારસો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ભવીષ્યમાં કોઈ કાયદાનો આશરો લે તો અદાલત આ કરારને ધ્યાનમાં લે છે.

લગ્નગાંઠે બંધાતાં લગ્નવીચ્છેદના વીચાર કરી એની પુર્વતૈયારી કરવી કેટલી યોગ્ય છે તે ચર્ચાનો વીષય ખરો. એ પણ ખરું છે કે લગ્ન હવે ભવોભવનો સંગાથ નથી રહ્યો. છુટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે અને હજી વધતું રહેશે. એમાં પશ્વીમને દોષ ન દેવાય. છુટાછેડાનો વીકલ્પ લોકોને સમાધાન શોધવાની પુરી કોશીશની આડે આવે છે એ પણ હકીકત છે. તાત્કાલીક થતો આર્થીક ફાયદો બળતામાં ઘી હોમવાનું કામ કરે છે.

પ્રી–નપ્શલ કરાર કરવામાં અને અકસ્માતનો વીમો કાઢવામાં ભાવનાગત રીતે કંઈ ફરક નથી. આપણે અકસ્માત ઈચ્છતા નથી. વીમાને લીધે અકસ્માત કે માંદગી ટાળતા નથી. વીમાનો એકમાત્ર હેતુ અકસ્માત થાય તો એનું આર્થીક નુકસાન ભરપાઈ કરવાનું છે.  પ્રી–નપ્શલ પણ એક પ્રકારનો વીમો છે. આ એવો વીમો છે જેનું કોઈ પ્રીમીયમ ભરવું પડતું નથી. જરુર ન પડે તો એને ભુલી જવાય; પણ જો જરુર પડે તો એનાથી ઘણી તકલીફ નીવારી શકાય છે.

પહેલાં ભાગ્યે જ કોઈ આર્થીક લેવડદેવડનાં લખાણ થતાં હતાં. હવે મોટા ભાગની દેવડદેવડનાં લખાણ થાય છે. આપણાં ગોઠવાયેલાં લગ્નો પાછળ પૈસો ખુબ અગત્યનો ભાગ ભજવે છે. પરીણામે છુટાછેડા પણ અન્તે પૈસાની બાબતમાં અટવાય છે. આ વાસ્તવીકતાને અવગણી ન શકાય.

સગપણ પહેલાં કુંડળી મેળવાય છે, દેખાવ અને પૈસા જોવાય છે, ધાર્મીક પંથ  જોવાય છે, કુટુમ્બની બધી તપાસ કરાય છે. સગપણ નક્કી થતાં એક દીવસના લગ્ન પ્રસંગ માટે વાડી, ભોજનવ્યવસ્થા વગેરેની ઉંડાણમાં ચર્ચા થાય છે. તો પછી પ્રી–નપ્શલની વાત ન કરવાનું કોઈ કારણ બની રહેતું નથી. આ સમયે ખાનગીમાં કે પછી સમાજની હાજરીમાં કરાયેલું પ્રી–નપ્શલ બન્ને પક્ષોને એક પ્રકારનું વીમા કવચ પુરું પાડે છે. આર્થીક સ્તરે અસમાન કુટુમ્બો વચ્ચે સમ્બન્ધ બંધાય છે ત્યારે વધુ ધનવાન પક્ષ સામા પક્ષના ઈરાદા વીશે શંકા સેવતો હોય તો એમને પણ ધરપત રહે છે.

વકીલની મદદથી એક એવો દસ્તાવેજ બનાવી શકાય જેમાં છુટાછેડાનાં કારણ, બન્ને પક્ષોની જરુરીયાત, આપણી પરમ્પરા વગેરે બાબતોને ખાસ ધ્યાનમાં રાખી હોય; છતાં દેશના કોઈપણ કાયદાનો ભંગ થતો ન હોય. આ ઉપરાંત બન્ને પક્ષોને યોગ્ય લાગે એવી ખાસ બાબતો ઉમેરવાનો અવકાશ પણ હોય.

સમુહલગ્નમાં ભાગ લેનાર દમ્પતીઓ માટે આ કરાર જરુર બનાવી, પ્રાયોગીક ધોરણે આ નવી પ્રથાની શરુઆત કરી શકાય.

પરમ્પરાગત રીતે લગ્નપ્રસંગની લેતી–દેતી સમાજના આગેવાનોની હાજરીમાં થતી હતી. કુટુમ્બો વચ્ચે વીખવાદ થાય ત્યારે આ આગેવાનો મધ્યસ્થી કરતા હતા. હવે ઘણું બદલાઈ ગયું છે. ઘણા લોકો સમાજની મધ્યસ્થ સમીતી સાથે  વાત કરવા પણ તૈયાર નથી હોતા. પ્રી–નપ્શલ કરાર અપનાવાય તો સમાજના આગેવાનો તેમ જ સામાજીક સંસ્થાઓને દરમીયાનગીરીનો અધીકાર મળે. ચર્ચા કરવા આગળ ન આવનાર પક્ષ પર થોડું દબાણ કરી શકાય. એનો મુખ્ય હેતુ લાંબી, ખર્ચાળ અને યાતનાવાળી આંધળી કાનુની લડત નીવારવાનો છે. છતાં વાત જો કોર્ટે પહોંચે તો આ દસ્તાવેજ રજુ કરવાથી નીકાલ ઝડપથી આવી શકે છે.

દીકરીને વીદેશ પરણાવતાં મા–બાપ માટે ચેતવણીના ઘણા સુર સાંભળ્યા છે. એના માટે વીદેશમાં વસતા યુવાનોએ કરેલ છેતરપીંડીના બનાવ જવાબદાર છે. જો કે દરેક સમાજમાં આનું પ્રમાણ અલગ હોઈ શકે  છે.

બદલાયેલ સંજોગોમાં અને કાયદાને લીધે હવે જોખમ બન્ને પક્ષે છે. વીદેશના સમ્પત્તી–વીભાજન અને ભરણપોષણના સ્ત્રી તરફી કાયદાઓ યુવતીઓ માટે છુટાછેડા લેવાનું એક મોટું પ્રલોભન બન્યું છે. નીવારી શકાય એવા મતભેદોને મોટું સ્વરુપ આપી છુટા થવાના કીસ્સા વધવા લાગ્યા છે. જેમના વીદેશ સ્થાઈ થયેલા દીકરાઓ પરણવા ભારત આવતા હોય એમના માટે પ્રી–નપ્શલ ખાસ વીચારવા જેવું છે. ભારતમાં પણ આવા કેટલાક કીસ્સા નોંધાયા છે. આપણે અપવાદ ન રહી શકીએ. ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે, ‘હાથી જીવતો લાખનો, મર્યે સવા લાખનો’. આ કહેવત હવે નવા સ્વરુપે વપરાય છે. ‘એન.આર.આઈ. પરણ્યે કરોડનો, છોડ્યે પાંચ કરોડનો.’

‘ગોલ્ડ ડીગરો’ની જેમ માત્ર પૈસા મેળવવા ભલે આપણામાં લગ્ન કરાતા ન હોય કે છુટાછેડા લેવાતા ન હોય, લગ્નજીવનમાં જ્યારે કડવાશ ઉમેરાય છે ત્યારે બદલાની ભાવનાથી હોય કે રુપીયાની લાલસા હોય, કાયદાનો લાભ લઈ સામા પક્ષને બને તેટલી આર્થીક મુશ્કેલીમાં મુકવાની તક, દ્વેષીલા અને લાલચુ લોકો છોડતા નથી. અતી ધનાઢય લોકો પણ ઓછી સમ્પત્તીવાળાને પુરેપુરા ખંખેરવાની તક ગુમાવતા નથી.

આપણામાં પ્રચલીત ન હોય એવી પ્રથાને આપણે શંકાની નજરથી જોઈએ છીએ તેમ જ સમજ્યા–વીચાર્યા વગર એનો વીરોધ કરીએ છીએ. ઘણા અનીચ્છનીય દાખલા બન્યા પછી અન્તે સમાજ અને સરકાર જાગે છે. (વીજ્ઞાન અને સમાજશાસ્ત્રની ભાષામાં એને ‘રીચીંગ ક્રીટીકલ માસ’ કહેવાય છે.) એ દરમીયાન ઘણા નીર્દોષ લોકો એના ભોગ બનતા રહે છે.

કૌટુમ્બીક અને સામાજીક પ્રશ્નોના કાયદાકીય ઉકેલ બાબતમાં અમુક અંશે આપણે પશ્વીમને અનુસરતા વ્યા છીએ. 498Aનો કાયદો વીષમ તો છે જ. એમાં વળી પશ્વીમના આજના પ્રશ્નો ભવીષ્યમાં આપણા પ્રશ્નો પણ બની શકે છે. આ ગંદા પાણીનો રેલો આપણા પગ તળે આવે ત્યાં સુધી રાહ જોવી કે પછી આવતા રેલાની ગંદકી પારખી એની પુર્વતૈયારી કરવી એ વીચારવાનો સમય આવી ગયો છે. આ બાબતમાં સમાજના આગેવાનો પ્રી–નપ્શલનો સૈદ્ધાંતીક સ્વીકાર કરી વ્યવહારમાં અપનાવશે ! આવકારશે?

લગ્નસમ્બન્ધ સાથે સંકળાયેલાં આ નવાં ભયસ્થાનો છતાંય સ્ત્રી સ્વતંત્રતા, સમાનતા અને સશક્તીકરણ એટલું જ જરુરી છે. માનવ સંસ્કૃતીની પ્રગતીનું તે આગલું સોપાન છે. આપણો સમાજ આ બાબતમાં અન્યો કરતાં આગળ છે; છતાં હજી ઘણું કરવાનું બાકી છે. જ્યારે સમાજનો એક વર્ગ (સ્ત્રીઓ) કંઈક મેળવવાની કોશીશ કરે છે ત્યારે બીજા વર્ગને (પુરુષોને) તેટલું ગુમાવવાનું આવે છે, જતું કરવું પડે છે. સ્ત્રી–પુરુષ બન્નેની ભુમીકા સમતલ થાય ત્યાં સુધીની પેઢીઓને નવા પ્રશ્નોનો સામનો કરતા રહેવાનું છે. આવો બદલાવ વાતો કરવાથી રાતોરાત નથી આવતો. એની મોટી કીમ્મત ચુકવવી પડે છે. સમાજ જ્યારે આ મુકામે પહોંચશે ત્યારે આજના પ્રશ્નો એક પાસીંગ ફેઝ (Passing phase) જેવા લાગશે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:  

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી વીશા ઓસવાળ સમાજ, મુમ્બઈનું મુખપત્ર ‘પગદંડી’ માસીકના 2010ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: GOVIND MARU, 405, Krishna Apartments, Wing – B,  Opp. Balaji Garden, BONKODE, KOPEKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 21/03/2014

15 Comments

 1. Jagiya tiyanthi Sawaar.

  Yes it is helpful to have preneptual agreement that is if one want to protect their wealth. Author explained how westerner do this agreemnt. Let me point one hing out here: Prenetual agreements are only in practice for those who has and consider to protect their wealth. Another word, most rich or wealthy individual will do this agreement…. It is not common or normal for poor or middleclass in western world.

  Now is Indian citizen are ready for this? In USA – law & order are by book for most of the time….. looking at Indian judicial system, how effective law & order is?

  Also, woman has been in work force since ages… only different is nowdays more and more woman from middle & upper class are in workforce comparing to poverty class woman. Did we needed preneptual agreement then?

  I do believe in insurance and protecting. However, if system is not capable to deal with then we need to fix system first!!!!

  Like

  1. You are right that prenuptial agreement is only for the wealthy. Also most NRIs would fall in that category according to Indian standards.

   There is one interesting difference between US system and situation in India. In case of a divorce in USA, only the assets earned during the period of couple’s marriage are considered as community property, unless they clubbed their pre-marriage assets with post marriage assets. I do not know what exactly the law says in India for the asset distribution. The ground reality in India is that most cases are settled out of court where even the parents assets are considered.

   There are cases of divorce being sought only within months or even weeks of the marriage. Even then a huge sum is asked by the girls side as the compensation.

   In India there is a law under 498A, which is meant to protect women in cases like dowry related deaths. However, this law is more often used by rich, educated and well connected families. This is not to say that all such cases are fake. Some may be genuine atrocity cases. At the same time, it is also used to extract huge sum of money from boy’s family.

   This article is one of the four articles on the subjects. The whole subject of women empowerment, its advantages as well as unforeseen side effects are discussed in detail in these four articles. Anyone interested may check that out on Webgurjari.

   Like

 2. પ્રિય ગોવિંદભાઈ,

  ખૂબ જ ઉપયોગી મુદ્દો. તમે સરળ ભાષામાં સમજાવ્યો.

  આ બાબતમાં સમાજના આગેવાનો પ્રી–નપ્શલનો સૈદ્ધાંતીક સ્વીકાર કરી વ્યવહારમાં અપનાવશે ! આવકારશે?

  ‘એન.આર.આઈ. પરણ્યે કરોડનો, છોડ્યે પાંચ કરોડનો.’ – હસવું કે રડવું?
  આ આપણી કરુણતા છે.

  આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર

  Like

 3. પ્રિય ગોવિંદભાઈ,

  ખૂબ જ ઉપયોગી મુદ્દો. તમે સરળ ભાષામાં સમજાવ્યો. આજની યુવા પેઢીને સમજવા માટે અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે.

  ભૂલો થઈ હોય તો જરુરથી જણાવશો.

  આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર

  If you wish to forward this email, please delete our ID to reduce possibility of spamming. Thanks.

  Like

 4. Good and informative article by Murji Gada. Befor I write further I want to clarify one thing. This article is written by Murji Gada but many are under impression that it is written by Govind Maru.

  Why should we wait for Pre-nuptial agreement? It’s time now to go for it. preventive measures are always better than cures.

  Like

 5. આજના જમાનામાં ખૂબ જ વિચારવા જેવા પ્રશ્નની સચોટ સમજ આપવા બદલ લેખકને સો સો સલામ…

  Like

 6. લગ્નસમ્બન્ધ સાથે સંકળાયેલાં આ નવાં ભયસ્થાનો છતાંય સ્ત્રી સ્વતંત્રતા, સમાનતા અને સશક્તીકરણ એટલું જ જરુરી છે. માનવ સંસ્કૃતીની પ્રગતીનું તે આગલું સોપાન છે. આપણો સમાજ આ બાબતમાં અન્યો કરતાં આગળ છે; છતાં હજી ઘણું કરવાનું બાકી છે. જ્યારે સમાજનો એક વર્ગ (સ્ત્રીઓ) કંઈક મેળવવાની કોશીશ કરે છે ત્યારે બીજા વર્ગને (પુરુષોને) તેટલું ગુમાવવાનું આવે છે, જતું કરવું પડે છે. સ્ત્રી–પુરુષ બન્નેની ભુમીકા સમતલ થાય ત્યાં સુધીની પેઢીઓને નવા પ્રશ્નોનો સામનો કરતા રહેવાનું છે. આવો બદલાવ વાતો કરવાથી રાતોરાત નથી આવતો. એની મોટી કીમ્મત ચુકવવી પડે છે. સમાજ જ્યારે આ મુકામે પહોંચશે ત્યારે આજના પ્રશ્નો એક પાસીંગ ફેઝ (Passing phase) જેવા લાગશે.

  –મુરજી ગડા
  Saras Vichar !
  Chandravadan
  Hope to see you @ Chandrapukar !

  Like

 7. The Growing Popularity of the Prenup:……One may search this Wall Street Journal article.

  Lawyers say prenups for higher-net-worth individuals typically cost between $15,000 and $50,000, though some can be well over $60,000 depending on their complexity.

  Still, prenups remain rare. Only 3% of people who are engaged or married have a prenuptial agreement, according to a 2010 survey by Harris Interactive. Dora Puig, a high-end residential real-estate broker in Miami, says one-quarter of her clients will speak openly about having a prenup—but clam up as soon as their spouse walks into the room. “It’s never brought up in front of the couple. It’s always between me and the person purchasing” the property, she says.

  Like

  1. Yes, for very high net-worth individuals it would cost a lot. OR may be sharp lawyers try to get the huge sum from wealthy person because of their mindset. (which makes them to think that the lawyer may not be good enough if he charges less!.)

   I have known that pre-nup could be made for few hundred dollars for most people. People who may not have much assets but have high income and for other reasons like previous marriage etc..

   Yes, there is a reluctance to bring up the subject. Many regret it later for not doing it.

   Like

 8. સ્નેહિશ્રી મુરજીભાઇ,
  સરસ આર્ટીકલ. સાંપ્રત સમાજને માટે આંખ ઉઘાડનારો વિષય. અભિનંદન.
  મારી સમજ પ્રમાણે આપણે જ્યારે સ્ત્રી અને પુરુષની વાતો કરવાની શરુઆત કરીઅે છીઅે ત્યારે પહેલેથી ખીલો થોકીને માની લઇને ચાલીયે છીઅે કે સ્ત્રી નબળી જાતી છે.
  We start with the belief that women are weaker sex. When the subject is devorce, there are factors working to bring the situation to divorce. In this 21st century, the divorce rate, in America or Western countrie or even in India, is on increase.(Rise). A psychlogist, Bambi Turner says,” In terms of physical strength, it is no secret that men typically outperform women. When you look beyond pure physical power, however, modern research suggests that women actually are stronger than men at every stage of development.”

  But to get clearer picture, we have to consider 3 aspects of life, physical, psychological and emotional.
  Physical strength is a known fact.
  Psychological aspect is of much discussion in deciding the factors responsible for creating the situation of ‘divorce.’ Role played by men’s psychology and/or by women’s.
  This time of 21st century is time of equal opportunity.
  For example, say a factor of, CHEATING or DISHONESTY.
  Either or both of the partners, can play.
  Means each and individual case is different.

  સ્ત્રીને નબળી જાતી અને બેગુનાહ જાતી સમજીને કોઇપણ કિસ્સો વિચારવો જોઇઅે નહિ. કે પછી દરેક પુરુષ શક્તિશાળી અને ગુનાહિત લક્ષણોવાળો હોય છે તેવું માની લઇને.

  દરેક કિસ્સો પોતાના આગવા લક્ષણોવાળો હોય છે.
  આટલી વાત ક્લીયર થઇ જાય પછી ડીવોર્સ માટેની જે કોઇ કાર્યવાહિ કરવી હોય તે કરવી.
  બાંઘછોડથી જીવવું ઉત્તમ માર્ગ છે.
  છેલ્લો ફેક્ટર/ આસ્પેક્ટ ઇમોશનનો છે.
  લગ્ન પહેલાના ઇમોશન્સ, લગ્નજીવન દરમ્યાનના ઇમોશન્સ અને ડીવોર્સ બાદના ઇમોશન્સ મહાન સાયકોલોજીને જન્મ આપે છે.
  કરે તે ભોગવે. Pre-Nupital કરાર હોવા પછી પણ જીવને કરાર હશે કે કેમ તે તો ભોગવવાવાળો જ જાણે.

  અમૃત હઝારી.

  Like

 9. Really speaking It is a “MUST” in the present situation and when Diverse cases are increasing day by day…If survey is done, it will be seen that BLACK-
  MAILING for wealth is more.( than difference of opinion )

  I am sure if this type of ‘PRE-NUPITAL agreement will be A BLESSING to society

  Like

 10. I like to extend my gratitude to all comment makers on this article. Considering the positive response it got, may be sometime I will write an article on living old age with dignity and also dying with dignity.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s