સ્વર્ગનાં મોહે આપણે સર્જ્યું નરક

–હીમ્મતરાય પટેલ

એક વખત હું અમૃતસરમાં આવેલાં શીખોના તીર્થસ્થળ સુવર્ણમન્દીરમાં, ડીસેમ્બર મહીનાની કડકડતી ઠંડીમાં ગયેલો. મેં ઘણાં બધાં તીર્થસ્થળો કે મન્દીરો જોયેલાં. એમાંથી આ સુવર્ણમન્દીરનું વ્યવસ્થાપન કંઈક વીશીષ્ટ પ્રકારનું લાગ્યું. આ સંકુલમાં હરમન્દીર સાહેબની ફરતે આવેલું સ્વચ્છ જળરાશી ધરાવતું વીશાળ સરોવર જોઈને રોજના હજારો દેશી-વીદેશી યાત્રાળુઓના ઘસારા છતાં પણ; આ સુવર્ણમન્દીરનાં આવા અનોખા વ્યવસ્થાપનનાં કારણે, તમે તે સંકુલની સ્વચ્છતાને ‘પવીત્રતા’ના રુપમાં અનુભવી શકો. ડીસેમ્બરનાં માઈનસ બેથી ત્રણ ડીગ્રી તાપમાનમાં પણ, મુખ્ય પ્રવેશદ્વારેથી પ્રવેશતાં જ બે મીટર પહોળી અને પાંચથી છ સેન્ટીમીટર જેટલી ઉંડી નાળીમાંથી પસાર થઈ રહેલું ગરમ પાણી, દરેક યાત્રાળુના પગને હુંફાળી ‘સરપ્રાઈઝ’ સાથે સમ્પુર્ણપણે સ્વચ્છ કરી આપે. દર કલાકે અત્યાધુનીક ‘સ્વીપરો’ વડે સંકુલની તમામ ફર્શ સાફ થતી રહે અને લાખો માણસો માટે ચાલતા ચોવીસ કલાકના ‘લંગર’ની સ્વચ્છતાને જોઈને નાસ્તીકોને પણ, આવી અદ્ ભુત વ્યવસ્થા જાળવનારને એક વખત તો અવશ્ય નમન કરવાનું મન થાય. દુનીયામાં કોઈ પણ ધર્મ કે વાદનાં શ્રદ્ધા-સ્થળોએ ઉત્તરોતર માનવધસારો તો વધવાનો જ છે. તે જોતાં આવાં સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓનાં આરોગ્ય-સલામતીને પ્રાથમીકતા આપવી એ જે તે ધાર્મીક સ્થળોના વ્યવસ્થાપકોની પહેલી ફરજ બનવી જોઈએ.

ધર્મનો હેતુ માનવજીવનને ઉત્તરોતર ઉન્નત બનાવવાનો હોવો જોઈએ. સમય જતાં અમુક ધાર્મીક માન્યતાઓને લીધે લોકોનાં જીવન અને પર્યાવરણને ગમ્ભીર હાની પહોંચતી હોય; તો તેવી માન્યતાઓને ધરમુળથી બદલવાની આ ક્ષેત્રોમાં પડેલા લોકોએ જ પહેલ કરવી જોઈએ. ભારતનાં અધીકાંશ તીર્થસ્થળોએ વ્યવસ્થાપનની ખામીઓ અને મુર્ખામી ભરેલી અન્ધવીશ્વાસ-માન્યતાઓને કારણે પર્યાવરણને જે નુકસાન પહોંચ્યું છે તે ખરેખર અસહનીય છે. ગંગા અને બનારસ અંગેની હીન્દુ ધાર્મીક માન્યતા અનુસાર ત્યાં ‘મૃત્યુ’ને મેળવીને પોતાના મૃતદેહને ગંગામાં વહાવવાનો આંધળો મોહ હજારો વર્ષથી ચાલ્યો આવે છે. ક્યારેક કબીર જેવા કોઈ એકલદોકલ ભડવીરોએ આવી મુર્ખામીઓને તોડવાના પ્રયત્નો કરેલા જોઈ શકાય છે; પણ વીરાટ જનસમુદાયનાં મનમાં જડ ઘાલી ગયેલી સ્થગીત માન્યતાઓને તોડવા માટે આવો એકલદોકલ પ્રયત્ન પર્યાપ્ત નથી હોતો. આવી માન્યતાઓ અને તેનાથી પહોંચતા નુકસાનને પહોંચી વળવા સરકાર પાસે મજબુત ઈચ્છાશક્તી અને લોકોના પ્રામાણીક રીતે સામુહીક પ્રયત્નોની જરુર હોય છે અને કમનસીબે ભારતમાં આ બન્ને મોરચે ગમ્ભીર ઉદાસીનતા જોવા મળે છે. પ્રશાસન જો લોકોની ધાર્મીક ભાવનાને સહેજ પણ છેડી ન શકતું હોય, તો વૈકલ્પીક રીતે તેનાથી થતાં નુકસાનને ભરપાઈ કરવા માટે વીરાટ ‘એક્શન પ્લાન’ અમલમાં મુકવો પડે. પરન્તુ ભારત જેવી ગરીબ અર્થવ્યવસ્થામાં પ્રશાસન, જ્યાં હજી સુધી દરેક નાગરીકને પીવાનું શુદ્ધ પાણી ન આપી શક્યું હોય, તેવામાં ગંગા જેવી નદીઓને માણસોની મુર્ખામીથી પહોંચતા નુકસાનને પહોંચી વળવાના કોઈ મોટા ‘એક્શન પ્લાન’ની આશા રાખવી તે ખરેખર ‘મુંગેરીલાલ’ બનવા જેવી જ વાત કહેવાયને !

વર્ષો પહેલાં માનવવસ્તીનું ભારણ દુનીયા ઉપર નહીંવત્ હતું અને તેવા સમયે માનવો દ્વારા ઉત્પન્ન થતા કચરાના નીકાલનો એક માત્ર ઉપાય નદીઓનું વહેતું પાણી હતું. સમય જતાં આપણે ફુલ્યાફાલ્યા, વધ્યા–વીકસ્યા અને તેના પ્રમાણમાં કચરો પણ એટલો જ ઉત્પન્ન કરીને આપણી ‘માતા’ જેવી નદીઓને પ્રદુષીત કરતા ગયા. જીવન અને તેને જીવવાની કલા એટલે સમય તેમ જ પરીસ્થીતીને અનુરુપ જીવનનાં નીયમો બનાવતાં-બદલાવતાં રહેવું. કહેવાતા ધાર્મીક લોકોએ પહેલા ધર્મોના નીયમો જે તે પરીસ્થીતી અનુસાર કદાચ બનાવ્યા હશે; પણ આપણે સમય સાથે આપણે સ્વર્ગીય કામનાઓનાં આંધળા મોહમાં તેને ‘અપડેટ’ કરવાનું ભુલતા જ ગયા !

ભારત જેવા દેશમાં ધર્મની અમુક માન્યતાઓ પ્રમાણે નદી, નદીનાં કાંઠે બનેલું મન્દીર તેમ જ અમુક સ્થળ વીશેષને, ‘સ્વર્ગ’ કે ‘મુક્તી’નું દ્વાર સમજવામાં આવે છે. પુરાણો અને શાસ્ત્રોમાં આવતા અદ્ ભુત સ્વર્ગીય વર્ણનો ધરાવતાં આ સ્થળોને જ્યારે આપણે સગી આંખે, લોકોની બેદરકારીથી થયેલી બેહાલ સ્થીતીમાં જોઈએ, ત્યારે માનવમુર્ખામી ઉપર હસવું કે રડવું એવું ‘કન્ફ્યુઝન’ સર્જાય. એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં અંદાજે પાંસઠ ટકા લોકો પાસે પર્યાપ્ત શૌચાલયની સગવડ જ નથી ! તેવામાં તીર્થયાત્રાનો મહીમા ધરાવતા આ દેશમાં કોઈને કોઈ નદી કે સાગરકાંઠે વર્ષોવર્ષ લાખો લોકો ભેગા થતાં હોય તેવા માનવમેળાવડા થાય અને ત્યાં પર્યાવરણને કોઈ જ હાની ન પહોંચે એવી જડબેસલાક વ્યવસ્થા આપણું પ્રશાસન કરે એવી આપણે આશા રાખવી એ પણ નરી મુર્ખામી જ કહેવાયને ?

હજારો વર્ષથી બનારસમાં મૃત્યુને મેળવવાનો એક અજીબોગરીબ મહીમા રહ્યો છે. આજે પણ દેશમાંથી અનેક વૃદ્ધો, પોતાની છેલ્લી અવસ્થા ગાળવા બનારસમાં આવીને રહેતા જોઈ શકાય છે કે જેથી તેઓ ત્યાં ‘મૃત્યુ’ મેળવીને ‘સ્વર્ગ’ને પામી શકે. આ માન્યતા(‘મીથ’)ને તોડવા જ કબીર જેવા એક મહાન પુરુષે આખું જીવન પોતે બનારસમા ગાળ્યું હોવા છતાં; શેષ જીવન એવા ગામે જઈને વીતાવ્યું કે તે ગામમાં પ્રાપ્ત થતા મૃત્યુને લોકો ‘નર્કનું દ્વાર’ માનતા. સંત દ્વારા આચરાયેલા આ ‘પ્રેક્ટીકલ’ પ્રયત્નને નહીં સમજનાર પ્રજાને સમજાવવાનો કોઈ વીજ્ઞાન–સીદ્ધ પ્રયોગ ખરો ?

સુવર્ણમન્દીરના પવીત્ર સરોવરના કીનારે એકાદ કલાક માટે એક અદ્ ભુત નજારો મેં જોયો. શ્રદ્ધાળુઓ આવે, એક ડુબકી લગાવે અને ભુલથી પણ જો બીજી ડુબકી લગાવે કે પોતાનો હાથ શરીર પર મસળે–પસવારે, તો તરત જ ત્યાં કાંઠે ઉભેલા પહાડી કદના, કરડા દેખાતા, લાંબા ભાલાધારી સેવાદારો પોતાનાં ભાલાની ધાર પેલા શ્રદ્ધાળુને અડકાડે અને તરત જ તેને બહાર ખેંચી લે ! મને એવું લાગે છે કે કબીરે પોતાની જાત ઉપર કરી દેખાડેલા પ્રયોગો કરતાં આવા સુવર્ણમંદીરમાં સેવાદારો દેખાડે છે તેવાં ભાલાના પ્રયોગો જ ભારતની નદીઓને ગંદવાડનો ઢેર બનતાં રોકી શકે…

–હીમ્મતરાય પટેલ

પોતાના અનુભવોનું વર્ણન કરતો ગુજરાતી બ્લોગ ‘‘Prose’Action’’ના 22ફેબ્રુઆરી,2014ના અંકમાં પ્રકાશીત થયેલો લેખ. આ લેખ,લેખકના અને ‘Prose’Action’ના સૌજન્યથી સાભાર…

‘‘Prose’Action’’ બ્લોગ પર આ લેખ માણવા માટે નીચે આપેલી લીન્ક પર ક્લીક કરશો :

http://proseaction.blogspot.in/2014/02/blog-post_22.html

 

લેખક/બ્લોગર સમ્પર્ક: શ્રી. હીમ્મતરાય પટેલ, 112, અક્ષરધામ સોસાયટી, લક્ષ્મીકાન્ત આશ્રમ રોડ, કતારગામ, સુરત-395004 સેલફોન: 9374141516 ઈ.મેઈલ: hraypatel@yahoo.com

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોયતેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજપરમથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450  જીલ્લો: નવસારી.સેલફોન: +919537 88 00 66+91 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 18/04/2014

13 Comments

  1. સનેહિ શ્રી હિમ્મ્તભાઇ પટેલ,
    સુવર્ણમંદિરની ચોખ્ખાઇ વિષે તમારી જેમ મને પણ તે મંદિરના ભક્તો જેઓ પોતાની જાત અર્પીચૂકેલા સ્વયંસેવકો છે.
    હું છાતી ઠોકીને કહું છું કે દુનિયાના બીજા કોઇપણ ઘર્મસ્થાનમાં તમને આટલી જ ચોખ્ખાઇ જોવા મળશે.
    ફક્ત હિંદુઓના મંદિરો ગંદકીથી ભરપૂર જોવા મળશે…થોડા બાદ કરતાં….

    અમૃત હઝારી.

    ના મ

    Like

  2. Who is responsible to spread this wrong and false message? Until we get rid of them, this will keep on going. And those people will keep on getting richer on these deceitful activities. Alas!

    Like

  3. પ્રષ્ન એ ઉપસ્થિત થાય છે કે આ કરોડો માનવીઓ કહેવાતા ધર્મ કે ધર્મસ્થાનો પાછળ કરોડો કે અબજો નું આંધણ શા માટે કરે છે? શું પરમાત્માએ તેના ધર્મસ્થાનો પાછળ લખલુટ ખર્ચ કરવા માટે કોઈ આદેશો આપ્યા છે?

    જગતમાં રીબાતી માનવતા પાછળ શા માટે આ ખર્ચાઓ નથી કરવામાં આવતા? તેના બદલે પરમાત્માને રીઝાવવા માટે આંધળો ખર્ચ કરીને શું માનવજાત સ્વર્ગનો પરવાનો જગતમાંજ પ્રાપ્ત કરવા માંગે છે????????????

    ધર્મના નામે જે અધર્મો થઈ રહ્યા છે, તે જગતના સર્વે ધર્મોને લાગુ પડે છે. “માનવતા જ સૌથી મોટો અને સત્ય ધર્મ છે.” આ નીવેદન સૌ ધર્મોને લાગુ પડે છે.

    કાસીમ અબ્બાસ

    Like

  4. સ્નેહિ, કાસીમભાઇ,
    તમારી વાત લાખ ટકા સાચી છે.
    પરંતુ ઘર્મસ્થાનમાં ગંદકીના પ્રશ્નને આજે આપણે વિચારીઅે છીઅે.પત્થરનાં બનાવેલાં કહેવાતા ભગવાનને…તેલ ચઢાવવું…પાણીનો ભરપુર અભીષેક કરવો. ફૂલ અને ફૂલની પાંખડીઓ મંદિરમાં ઠેર ઠેર પડેલાં હોય. ભક્તોના ખુલ્લા પગ નીચે ભીના ભીના ફ્લોર ઉપર તે ફુલો કચડાતા હોય….મોટા મોટા અવાજોથી ભગવાન (?)ને રીઝવવાતા(?) હોય…શાને માટે ભાઇ(?)…..
    ૧. સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક,‘ ચાલો અભિગમ બદલીઅે.‘ વાંચવા જેવું છે.
    ૨. શ્રી દિનેશ પાંચાલનો આર્ટિકલ, ‘ ગંદકી અને શ્રીહરી……મુસીબત ખરેખરી‘ વાચીઅે તો બીજાની તો શું પણ આપણે ગંદકી કરનારનાં ભવાં પણ ઉંચા થઇ જાય.( આ આર્ટીકલનું અક્ષરાંકન શ્રી ગોવિંદ મારુજીનું છે.) થોડા ટાંકણ……
    (૨ . ૧) અેક હબસી ટુરીસટે ભારતનો પ્રવાસ કર્યા બાદ તેની ડાયરીમાં લખેલું,‘ ઇન્ડીયા ઇઝ અ ડર્ટી કન્ટરી.‘……
    થોડા બીજા અવતરણો…..
    * ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી સગી બહેનો જેવી છે.( મારો પોતાનો અનુભવ : ચાણોદ જેવી કહેવાતી પવિત્ર ગંદી જગ્યા બીજે શોઘવી ભારે પડે. ગામમાં જ્યાં સ્વચ્છતાના બોર્ડ મુકેલાં તેની નીચે જ વાસ મારતી ગંદકીના ઢગલાંઓ….)
    * પૂજા કરતાં પહેલાં અે પ્રભુની મૂર્તિ ઘૂઅે: પણ જમતાં પહેલાં પોતાના હાથ ન ઘૂઅે. પુજારી રોજ ક્રૃષ્ણનું પીતાંબર બદલે: પણ પોતાનું ઘોતીયું મેલું દાત હોય. રોજ અે દીવો કરે” પણ દાઢી ન કરે.
    * અસ્વચ્છતાથી કોને હાની પહોંચી શકે ? જીવતાં જાગતાં માણસને કે ભગવાનની મૂર્તિને ?
    * ઇશ્વર માત્ર મંદિરમાં જ નથી: બહાર પણ વસે છે. અેને શ્રીફળ કરતાં સ્વચ્છતા વઘુ પસંદ છે. આરતીના ઘોંઘાટ કરતાં નીરવતા વઘુ પસંદ છે. અથી શાંતી અને સ્વચ્છતાને જ ઉત્તમ પ્રભુભક્તિ ગણવા ભક્તોને અપીલ કરીે.
    * મઘર ટેરેસા‘ ઇશ્વર તમને ઘોંઘાટ અને અજંપામાં નહી મળે. અે તો મૌનનો મિત્ર છે. આપણે અેટલાં માટે સ્વચ્છ અને પવિત્ર રહેવું જોઇઅે કે ઇશ્વર આપણાંમાં રહી શકે.

    કોઇ ભક્ત સુંદર વાત કહી ગયો છે….‘ ઝાહીદ શરાબ પીને દે મસ્જીદમેં બૈઠ કર યા ફીર વો જગા બતાં દે જહાં ખુદા ન હો.‘
    મરીઝ..કહી ગયા છે કે…..‘ ઝાહીદ, મને રહેવા દે તબાહિભર્યા ઘરમાં, મસ્જીદથી વઘારે અહીં આવે છે ખુદા યાદ.‘
    હિંદુઓના પૂજાપાઠ અને કર્મકાંડની રીત રસમો ગંદકી ઉત્પન્ન કરવા માટે જવાબદાર ગણાવા જોઇઅે. અને ગંદકી તો આપણને વારસામાં…લોહીમાં….જીન્સમાં વણાયેલી મળેલી છે. ભારતમાં કદાચ સંડાસો કરતાં નાના મોટા મંદિરોની સંખ્યા વઘારે હોય તો નવાઇ નહિં.

    અમૃત હઝારી.

    Like

  5. ભારતમાં કદાચ સંડાસો કરતાં નાના મોટા મંદિરોની સંખ્યા વઘારે હોય તો નવાઇ નહિં. LOL KAKA.

    I must agree with author about Golden Temple and their Facilities. In 1999, I was fortunate to visit this place. I was well impressed by their ‘Sevak’. From taking care our zoota-chapal to maintaing crowd control without any noise. HATS OFF TO THEM.

    I must add: During this trip we did visited number of temples and places including Hardhwar, If opportunity arise, I would go back to Golden Temple in heartbeat and not to Haridhwar or some of other temples we visited.

    Now, as far as achiving MOXA or Swarg after death, Has anyone have been to this place? Did anyone came back and explain their experience of Swarg?

    Human must understand that their is no Swarg or Heavan as well as Nark or Hell. Your deeds as well as your attitude of living life is your Swarg or Nark.

    Author mention about Gangaa Nadi and how everyone goes their to do Kriyakaram. If individual passed away in location away from Gangaa, thenhow he would get Swarg by doing his kriyakaram at Gangaa? Or how he would go to Swarg if we dispurse his remain in to Gangaa?

    ધર્મના નામે જે અધર્મો થઈ રહ્યા છે, તે જગતના સર્વે ધર્મોને લાગુ પડે છે. “માનવતા જ સૌથી મોટો અને સત્ય ધર્મ છે.” આ નીવેદન સૌ ધર્મોને લાગુ પડે છે. very true Kasimbhai. But who will listen to us?

    Like

  6. Khub Sara’s lekh himmatrai Hindu nu nanu sarkhu pan gamdu hase tya jarur mahadev nu mandir hase ane mahadev nu ling hoi tya galti hovanij ane Bhakto dwara galti chadhavai chhe pan koiye mandir ni pachhad jaine joyu chhe jya aa dudh pani ane fulo na mishran thi je gandki udbhave chhe te me mari potani aankho thi joyu chhe sandas ni sefty tank ma je kida hoi tevaj kida tema pake chhe ane aapane joiye chhiye ke moti hospitalo ma bimar vyakti ne aapva mate fulo na buke plastic na raper thi bandh hoi ane videsho ma to hospitaloma ful lai java par pan bend hoi chhe Karan ke fulo ma sukshma jantu hoi je aapne nari aankho thi joi Sakta Hindu dharmana karmakando etle gandki nu udbhave sthan ane dravyo no bagad.paschim ni praja agarbatti Athava airfreshner toilet ma vapre chhe Jyare bhartiyo nirjiv murti aagal vapre kahevano bhavarth paschimi praja pote sukh sagvad bhogve ane aapane bhog dharavnar praja chhiye BHOGVE TE BHAGYA SHALI melvi ne na bhogve te kamnashib.

    Like

  7. Satish Bhatt:

    Govind bhai Swarg-Nark na moh ma loko ppadya ane pindarao khadi ne badanam kari Ughadi Loot chalavi Nark ney saru kaahevada ve tevi desh ni halat kari chhe.parane tena git gao…chuntani ma chor gaddaro n chutay te mate loko ne jagado.Majbut Neta-Sthir sarkar-2/3 bahumat vali bane te hit machhe.nahito …..
    15 hours ago · Unlike · 1

    Girish Maru:

    Koi samjva taiyar nathi bevkoof y
    15 hours ago · Unlike · 1

    Rita Thakkar:

    Saras lekh..
    about an hour ago · Unlike · 1

    Like

  8. ‘મને એવું લાગે છે કે કબીરે પોતાની જાત ઉપર કરી દેખાડેલા પ્રયોગો કરતાં આવા સુવર્ણમંદિરમાં સેવાદારો દેખાડે છે તેવાં ભાલાના પ્રયોગો જ ભારતની નદીઓને ગંદવાડનો ઢેર બનતાં રોકી શકે.’ પટેલસાહેબ, આ દેશના અંધશ્રદ્ધાળુઓ માટે તો તમે કહો છો તેવો ઉપચાર જ કરવો પડે તેમ છે. એમની સમજને વિકસતા તો સદીઓ-સહસ્રાબ્દિઓ નિકળી જાય, તો શું એમના આ ગાંડપણનાં પરિણામો આખી માનવજાત, અરે આખી જીવસૃષ્ટિએ વેઠવાનાં ?

    Like

  9. જે જન સમૂહમાં કોઈ શિસ્ત નથી,નીતિનિયમોને પગલે પગલે ઠોકરે મારતા હોય છે અને સંસ્કૃતિની ડંફાસો મારતા ફરે છે.

    આવા લોકો ને શું મંદિર કે ઘરની સ્વચ્છતાની કાંઈજ પડી નથી,બસ રાગડા તાણી પૂજાપાઠ કરવા ,ધૂન, યજ્ઞ કરીને,મંદિરોમાં જઈને ભીડમાં ધક્કા મુક્કી કરવી અને વેપારમાં,નોકરીમાં અને બીજા ઈતર વહીવટોમાં લાંચ રુવતખોરી કરી કેમ જલ્દી
    ‘’ ઢીંગલાં’ (પૈસા) ભેગા કરવા અને જીંદગીમાં એશોઆરામ કરવા હોય તે લોકો કે પ્રજા નું ભવિષ્ય પણ બહુ ઉજળું નથી હોતું, ઈતિહાસ પણ આ કહે છે.

    હિન્દુસ્તાનની આઝાદી તો આવી ,મોટીમોટી પંચવર્ષીય યોજાનાઓ ઘડાઈ પણ પ્રજાનું ઘડતર વિસારે પડી ગયું, કેટલાય સારા અને ઈમાનદાર લોકોએ સારું કામ પણ કર્યું પણ તેમના કામની કદીય જાહેરમાં કદર નાં થઇ,જ ખિતાબો અપાતા ગયા
    તેમાં પણ ‘લાગવગ શાહી’ અને ‘કદામપોશી’ કામ કરતી રહી અને હજુ ચાલુજ છે.

    મંદીરની સફાઈ તો ત્યારેજ દેખાઈ કે પ્રજામાં શિસ્ત પાલનની ભાવના રેડાઈ હોય,શિસ્ત થકી બીજા સદગુણો આપમેળે આવી જતા હોય છે. પણ ધક્કા મુક્કીજ થતી હોય ત્યાં શિસ્ત જળવાતું નથી.

    હિદુઓની યાત્રાધામમાં ખાવાપીવાની સગવડ માફક આવે તેવી હોય છે પણ આજનાં ધોરણે તો બીજી સવલતોની પણ જરૂર છે,જેવી કે કોઈ બીમાર થતા લોકોને તાત્કાલિક સારવાર, કોઈ આકસ્મિક ગંભીર બનાવો નાં બને તેનું યોજન,યાત્રાળુની પુરતી સલામતીનું આયોજન,જાણવા મુજબ કુંભ મેળામાં આવી બાબતોની ગંભીરનોંધ લેવાય છે પણ જ્યાં સુધી ગંદકીનો સવાલ છે તેમાંતો ત્યાં મીંડું જ ગણવું.લોકોને ગંદકી કેમ નજરમાં નથી આવતી તેજ ઘણીવાર સમજમા નથી આવતું!

    જાત્રાના સ્થળોમાં સુવર્ણ મંદિર અને સ્વમીનારાયણના મંદિરોમાં જે સ્વચ્છતા અને શિસ્ત જોવામાં આવે છે તેમની નોંધ લેવા જેવી છે
    બીજા કરોડોની આવક કરતા જાત્રાના સ્થળો અને મંદિરોએ તેમનો દાખલો લેવો જોઈએ અને ઠેર ઠેર શિસ્તપાલનની સૂચનાઓ પણ પરિસરોમાં અને પ્રવેશદ્વારોમાં મુકવી જોઈએ,જે લોકો સલામતી જાળવવાનું કામ કરતા હોય તેમને પણ પુરતી તાલીમ/શીક્ષણ

    આપવું જોઈએ કે જાત્રાળુપર પણ શિસ્ત પાલન જરૂર પડે ત્યારે ફરજીયાત કરાવે અને કડપ રાખે.

    મંદિરોના કારભારીઓ અને વહીવટકર્તા લોકોએ આ વિચારવાનું છે અને શિક્ષિત અને જવાબદાર નાગરિકોની પણ એટલીજ ફરજ બની રહે છે કે મંદિરો પર દબાણ લાવતા રહેને જ્યાં સુધી આવી જાગૃતિ નહિ આવે ત્યાં સુધી એમજ ચાલતું રહેવાનું જે વર્ષોથી ચાલુ છે.

    Like

    1. tamari vat ekdam sachi chhe bharadia saheb me ek kisso vanchelo jamnadas kotecha na pustak andhshraddha no ex-ray jema surat ma anand chaudas ni rali ni bhid na karane ek heart attac na pationt ne hospital pahonchata modu thayelu have khare khar trafik jam na lidhe samaysar tritment na malvana lidhe dardi nu mrutyu thayu doctore saf kidhu ke heart pationt ne tatlik sarvar malvi joiye je na malvathi mrutyu thaisake chhe have kharekhar jevi vaat aave chhe ke dardi na saga e doctor ane hospital upar case karyo pan na to ganpati visarjan samiti upar ke jemne rasto block karyo hato ane na to traficpolice upar ke jeni javabdari chhe ke ambulance ane firebrigade mate ek line khulli rakhvani javabdari trafic police ni chhe ane na to surat mahanagar palika upar case karyo ke jene ganpati visarjan mate route banavyo tyare hospitalo jya aavti hoi te route bandh karyo have vicharvanu echhe ke palika police ke praja upar case karyo karan ke prasang dharmik hato ane jeo e tahevar na divase pan hospital chalu rakhi te doctor upar case thayo aama doctore sarvar ni javab dari nibhavi pan dardi ne ghare thi hospital pahonchadvani javabdari doctoro ni nahi hati chhata case no samno karva padelo joke courte doctor ane hospital na faver ma chukado aapelo uprokt case ma dardi na saga jo vichar karte to doctor upar case na karta baki na traney upar case karte pan ati dharmikta e manushyo ne ghoda ni jem fakta ek j najar thi jota kari didha hoi tya aavu j thavanu ane dharmana distributero agenti petaagento tema vadharo karvanu bhagurath karya karij rahya chhe.

      Like

  10. પ્રિય ગોવિંદ ભાઈ મારુ લોકો સ્વર્ગ મેળવવા માટે અહી નરક માં જીવન પસાર કરે છે . તત્વ વેત્તા બૃહસ્પતિ એ કેટલી સચોટ વાત કરી છે .
    જ્યાં સુધી જીવો સુખેથી જીવો મરવું એતો નિશ્ચિત છે મર્યા પછી નથી આવવું એ પણ એટલું નિશ્ચિત છે

    Like

Leave a reply to Hazari Amrut M. Cancel reply