વૈશ્વીકીકરણમાં પ્રાદેશીક ભાષાઓની આહુતી

–મુરજી ગડા

આજકાલ ભારતના બધા પ્રાન્તોમાં વત્તેઓછે અંશે પ્રાદેશીક ભાષાઓને બચાવવાની – ટકાવવાની ચળવળ ચાલે છે. ઘણા લોકો પોતાનાં મત અને મુરાદ પ્રમાણે એમાં પોતાનું યોગદાન આપે છે. એને માટે વીવીધ કાર્યક્રમો યોજાય અને લેખો લખાય છે. ગુજરાતમાં આ ઝુંબેશ કદાચ વધુ પ્રમાણમાં છે. એ હેતુથી વડોદરામાં એ માટેનાં આંતરરાષ્ટ્રીય સમ્મેલનો પણ યોજાયાં છે.

આવી ચળવળમાં, લોકોનો પોતાની માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ છતાં થાય છે. આ લાગણીની કદર કરીએ તોય; વાસ્તવીકતાને અવગણી ન શકાય. ગમે તેટલી નીષ્ઠાથી નાની પ્રાદેશીક ભાષા બચાવવાના પ્રયત્નો કરવામાં આવે તોયે, લાંબાગાળે પ્રાદેશીક ભાષાઓનું ભાવી ધુંધળું દેખાય છે.

લોકો કાં તો વૈશ્વીકીકરણને સમજતા નથી કે હજી એને સ્વીકારવા તૈયાર નથી. ‘વૈશ્વીકીકરણનું આ સુનામી’ એટલું જબરદસ્ત છે કે સો વરસ પછીની દુનીયા માની ન શકાય એટલી અલગ હશે.

ભુતકાળમાં કુટુમ્બો સંયુક્ત હતાં અને દુનીયા વીભક્ત હતી; હવે કુટુમ્બો વીભક્ત થઈ રહ્યાં છે અને દુનીયા સંયુક્ત થઈ રહી છે. બીજા વીશ્વયુદ્ધના અન્ત સાથે વૈશ્વીકીકરણનું નવું મોજું શરુ થયું છે અને છેલ્લા ત્રણ દાયકાથી એણે વેગ પકડ્યો છે. એનું એક પાસું એ છે કે પ્રવાસ, વ્યાપાર, શીક્ષણ, સ્થળાન્તર, દેશાન્તર જેવાં કારણોને લીધે લોકો વધુ ભાષાઓ શીખવા લાગ્યા છે. એ પહેલાં બહુ ઓછા લોકોને પોતાની માતૃભાષા ઉપરાન્ત બીજી કોઈ ભાષા આવડતી હતી. હવે બે કે તેથી વધુ ભાષાઓ જાણનાર લોકોની સંખ્યા ઘણી વધી છે અને હજી વધતી જશે. પરીણામે માતૃભાષા પરનું અવલમ્બન ઓછું થતું જાય છે. માણસ કામચલાઉ ધોરણે ઘણી ભાષાઓ જાણી–સમજી શકે; પણ પારંગત તો એક–બેમાં જ થઈ શકે છે. એની પસન્દગી, જરુરત પ્રમાણે વધુ પ્રચલીત અને સમૃદ્ધ ભાષા પ્રત્યે ઢળે છે.

કોઈપણ ભાષાનું મહત્ત્વ કે તેની અગત્ય, તે કેટલા લોકોની માતૃભાષા છે, માત્ર એનાથી ન થઈ શકે. એ માટેના બીજા પણ કેટલાક માપદંડ છે. એ ભાષાના મુળ પ્રદેશની બહાર, એનો ફેલાવો કેટલો છે, જેમની એ માતૃભાષા ન હોય એવા કેટલા લોકો એ ભાષા સારી રીતે સમજી, બોલી, વાંચી શકે છે, એમાં કેટલાં દૈનીક, સામયીક, પુસ્તકો બહાર પડે છે, એમાં કેટલી ફીલ્મો બને છે અને જોવાય છે વગેરે બાબતો એ ભાષાની ‘પહોંચ’ બતાવે છે. પહોંચને લીધે પ્રભાવ વધે છે.

ચીનમાં વપરાતી અને બહાર ચીની કહેવાતી, મેન્ડરીન ભાષા દુનીયામાં સૌથી વધુ લોકોની માતૃભાષા છે એ વાત ખરી; પણ ચીનની બહાર કેટલા લોકો એ જાણે છે કે જાણવા ઈચ્છે છે? માતૃભાષાને ધોરણે સ્પેનીશનો બીજો, અંગ્રેજીનો ત્રીજો અને હીન્દીનો ચોથો નંબર આવે છે. હીન્દીની હાલત પણ ચીની જેવી છે. આ બન્ને ભાષાઓની પહોંચ ઓછી હોવાથી એમનો આન્તરરાષ્ટ્રીય પ્રભાવ ઓછો છે.

અંગ્રેજીની પહોંચ અને પ્રભાવના બે દાખલા જોઈએ. જ્યારે ભારત અને ચીન વચ્ચે કોઈ વેપારી કે રાજદ્વારી કરાર થાય છે, ત્યારે એ હીન્દી કે ચીની ભાષામાં નહીં; પણ અંગ્રેજીમાં થાય છે. એ જ પ્રમાણે ખાડી દેશો હોય કે જાપાન – કોરીયા હોય; એમની સાથેનો આપણો વ્યવહાર અંગ્રેજીમાં જ થાય છે. આ બધું આપણે સ્વેચ્છાએ કરીએ છીએ. માત્ર આપણે જ નહીં; દુનીયાના બહુમતી દેશ એકબીજા સાથેનો વ્યવહાર અંગ્રેજીમાં જ કરે છે. આનું કારણ દેખીતું છે. મોટાભાગના દેશોમાં અંગ્રેજી જાણનાર વર્ગ જેટલી સહેલાઈથી મળી રહે છે, એટલી સહેલાઈથી બીજી કોઈ ભાષા જાણનાર નહીં મળે. અંગ્રેજીની પહોંચ અને પ્રભાવનો બીજો દાખલો છે એમાં પ્રકાશીત થતાં છાપાં, સામયીકો, પુસ્તકો અને ફીલ્મોની સંખ્યા તેમ જ ગુણવત્તાનો. બીજી કોઈ ભાષા એની નજીક પણ નથી આવી શકતી. અંગ્રેજીનો પ્રભાવ સ્વીકારવામાં ઘેલછા છે કે એનો આંધળો વીરોધ કરનારમાં ઈર્ષા છે તે એક ચર્ચાનો વીષય છે. એના માટે અલગ લેખ જોઈએ.

સત્તરમી સદીમાં, જ્યારે ભારત દુનીયાનું સૌથી સમૃદ્ધ અને શક્યત: શક્તીશાળી રાષ્ટ્ર હતું ત્યારે, જો બધે છવાઈ ગયું હોત તો આજે અંગ્રેજીને બદલે હીન્દી–ઉર્દુની બોલબાલા હોત. આપણે મન્દીરો અને મહેલો બાંધવામાંથી ઉંચા નહીં આવ્યા !

ભુતકાળ અને વર્તમાનની વાત છોડીને ભવીષ્યની શક્યતાઓ તપાસીએ. આજે દુનીયામાં જે 6000 7000 ‘જીવંત’ ભાષા–બોલીઓ છે તેમાંથી મોટાભાગની મુખ્ય પ્રવાહથી દુર રહેતી આદીવાસી પ્રજાની બોલીઓ છે. જેમાં લખાણ થતું હોય, એવી ગણનાપાત્ર ભાષાઓ તો સેંકડોમાં છે; હજારોમાં નથી. એક લાખથી વધુ લોકો વાપરતા હોય એવી ભાષાઓ 400થી પણ ઓછી છે. એક કરોડથી વધુ લોકોની હોય એવી ભાષાઓ માત્ર 65 જેટલી છે.

આદીવાસીઓ હવે ઝડપથી મુખ્ય પ્રવાહમાં ભળવા લાગ્યા છે. આધુનીક સગવડોનું આકર્ષણ બધાને સરખું છે. ઘણાને પોતાની પરમ્પરાનું વળગણ હવે એટલું રહ્યું નથી. ઝડપી શહેરીકરણ અને શહેરમાં રહેલી કમાણીની તકો એમાં અગત્યનો ભાગ ભજવે છે. જે જાતીઓ મુખ્ય પ્રવાહમાં જલદી ભળશે તેઓ નવી ભાષા અપનાવશે અને એમની બોલી જલદી લુપ્ત થશે. પછી વારો આવશે મુખ્ય પ્રવાહમાં ભળેલ હોવા છતાં જેમાં ખાસ લખાતું ન હોય એવી ભાષા–બોલીઓનો. ગુજરાતની કચ્છી બોલી એમાંની એક છે એની વાત કરીએ.

જેમણે ધંધાર્થે કચ્છ છોડ્યું એમણે નવા પ્રદેશની ભાષા શીખી, અપનાવી અને રોજીન્દા વ્યવહારની મુખ્ય ભાષા બનાવી. એમના માટે કચ્છી અંગત સમ્બન્ધો વચ્ચે વપરાતી બીજી ભાષા બની ગઈ. ભુકમ્પ પછી કચ્છ બહારના લોકો મોટા પ્રમાણમાં કચ્છમાં રહેવા આવ્યા તેઓ ગુજરાતી કે હીન્દીમાં વ્યવહાર કરે એટલે સ્થાનીક લોકોને પણ ગુજરાતી વાપરવી પડે. આમાંથી ક્યારેક મીશ્ર ભાષા ઉભરી આવે છે. આ કુદરતી ક્રમ છે. એક ભાષાનું સંકોચન બીજી ભાષાનો ફેલાવો બને છે.

દરેક કચ્છીનું શીક્ષણ અન્ય કોઈ ભાષામાં થાય છે. શીક્ષણની ભાષા એમની મુખ્ય ભાષા બની જાય એ સ્વાભાવીક છે. માતૃભાષા અને મુખ્યભાષા એક ન હોય એવું હવે સામાન્ય બની ગયું છે. પરીણામે માતૃભાષાનું મહત્ત્વ ઓછું થાય છે. શીક્ષણ અને ઔદ્યોગીકરણને લીધે કચ્છની કાયાપલટ થઈ રહી છે. એ રીતે કચ્છી ભાષાની (બોલીની) પણ કાયાપલટ થઈ એ ધીરે ધીરે ગુજરાતીમાં ભળી જશે. સવાલ માત્ર સમયનો છે.

ભાષાની વીલુપ્તી એટલે લુપ્ત થનાર ભાષા વાપરનારાઓનું બીજી મોટી અને સમૃદ્ધ ભાષામાં ભળી જવું. નાનું ઝરણું પોતાનું પાણી નદીમાં ઠાલવીને સુકાઈ જાય એના જેવી જ વાત છે. આમાં ગુમાવવાની સાથે મેળવવાનું પણ છે. કચ્છી માણસ ગુજરાતી અપનાવે એટલે વીસ લાખના બદલે છ કરોડ લોકો સાથે સંવાદ કરી શકે. શીક્ષણ શક્ય બને. ગુજરાતી સાહીત્યનો વીશાળ ખજાનો એના માટે ખુલે. એ જ રીતે ગુજરાતી માણસ હીન્દી શીખે એટલે છ કરોડને બદલે 50-60 કરોડ લોકો સાથે સંવાદ કરી શકે વગેરે….

ભાષાનો વીલોપ વાર્ષીક ધોરણે નહીં; પણ પેઢી દર પેઢીના ધોરણે થાય છે. વળી એ તબક્કાવાર થાય છે. પહેલાં એ મુખ્ય ભાષા મટી બીજી ભાષા બને છે. પછી એ માત્ર અંગત સમ્બન્ધો વચ્ચે વપરાય છે. અંતે બોલી નામશેષ થાય છે. જો કે નવી ટૅક્નૉલૉજીને લીધે હવે બોલીને સી.ડી. પર અંકીત કરીને સાચવી શકાય છે; પણ વ્યવહારમાં બચાવવી અઘરી છે. જે ભાષામાં લખાયું છે તે ભાષાઓ લખાણો દ્વારા સચવાઈ છે. પ્રાચીન ભારતની પાલી અને અર્ધમાગધી આના દાખલા છે. એ પણ બચાવી નથી શકાઈ; માત્ર  લખાણો દ્વારા સચવાઈ છે.

દુનીયા ઘણી ઝડપથી બદલાઈ રહી છે. 300 400 પ્રસ્થાપીત ભાષાઓ પર રાજકીય પ્રવાહોની અસર વધારે હશે. ધીરે ધીરે આ સંખ્યા પણ નાની થતી જશે. બાકી રહેનારમાંથી મુખ્યત્વે જે તે દેશની રાષ્ટ્રભાષા હશે. કારણ કે રાષ્ટ્રભાષાઓને એમની સરકારોનું પીઠબળ હોય છે. એ રાષ્ટ્રનું ગૌરવ મનાય છે. એ ધોરણે પ્રમાણમાં નાની એવી શ્રીલંકાની સીંહાલી કે નેપાળી ભાષાનું આયુષ્ય ગુજરાતી કરતાં લાંબુ હોઈ શકે છે, જો આ રાષ્ટ્રો ત્યાં સુધી સ્વતંત્ર રહે તો ! (અંગ્રેજી વાપરતો સૌથી મોટો દેશ અમેરીકા, એકમાત્ર દેશ છે જેની સત્તાવાર કોઈ રાષ્ટ્રભાષા નથી !)

નાની પ્રાદેશીક ભાષાઓ લુપ્ત થવા સાથે બાકી રહેનાર ભાષાઓ વધુ મોટી અને સમૃદ્ધ થશે. એમાં સમાનાર નાની ભાષાના કેટલાક શબ્દપ્રયોગો, સાહીત્ય વગેરે પોતાની મેળે ઓતપ્રોત થશે. વૈશ્વીકીકરણની નાની આવૃત્તી જેવું હીન્દીનું રાષ્ટ્રીયકરણ ભારતમાં થઈ રહ્યું છે. દેશમાં હીન્દી ફેલાવાનો સરકારનો 50 અને 60ના દાયકાનો પ્રયાસ ખાસ સફળ ન થયો. એ કામ આજે બોલીવુડ, ટેલીવુડ અને શહેરીકરણ કરી રહ્યું છે. હીન્દી અંગ્રેજી મીશ્રીત ‘હીન્ગલીશ’ મહાનગરોમાં વીકસવા લાગી છે.

વૈશ્વીકીકરણનું એક પાસું છે લોકોનું એકીકરણ. આ સારી વાત છે. સંસ્કૃતી, ધર્મ, ભાષા, જાતી વગેરેના ભેદભાવ તો મોટાભાગના ઝઘડાઓનાં મુળમાં છે. આ ભેદભાવ જેટલા ઓછા થાય એટલા ઝઘડાનાં કારણ ઘટે. આનો મતલબ એમ નથી કે ભાષાઓ લુપ્ત થવાથી ઝઘડાઓ મટી જશે. એકીકરણને લીધે લોકો વચ્ચેની ગેરસમજો ઓછી થાય. વાડાબંધીને નામે ઉશ્કેરનારને સાથ આપનાર ઓછા થાય.

ભાષાનું ગૌરવ અને ભાષાના ઝનુન વચ્ચે પાતળી ભેદરેખા છે. મુમ્બઈમાં દેખાતું મરાઠીનું ‘મહત્વીકરણ’ આ ભેદરેખા ઓળંગતું હોય એમ લાગે છે. ગૌરવ ક્યાં પુરું થાય અને ઝનુન ક્યાં શરુ થાય એ કોણ નક્કી કરે ? કોઈ કરે તોયે ઝનુનીઓને કોણ રોકી શકે ?

મુળ વાત ભાષાને બચાવવાની છે. એ કેટલી વાજબી છે, કેટલી જરુરી છે અને કેટલી શક્ય છે એ વીશે કોઈની વાતોમાં આવ્યા વગર દરેકે શાન્તીથી વીચારવાનું છે. બહારનું કોઈ બળજબરીથી આપણી માતૃભાષાને મીટાવવા માંગતું હોય તો એને અટકાવવા આપણાથી શક્ય હોય એટલું બધું કરી છુટીએ; પણ કાળચક્રને લીધે માતૃભાષાનાં પોતાનાં સંતાનો એને છોડવા ઈચ્છતાં હોય ત્યારે એને ટકાવી રાખવાના થોડા લોકોના પ્રયાસથી ખાસ ફરક ન પડે.

ભાષા બચાવવાનું કામ કોઈ એક વ્યક્તી, કુટુમ્બ કે સંસ્થાના ગજા બહારની વાત છે. એકીકરણના મુખ્ય પ્રવાહની વીરુદ્ધ જવું ખુબ અઘરું હોય છે. જે પેઢી પુરી તાકાતથી માતૃભાષાને બચાવવાની કોશીશ કરે તે ભાષાનો વીલોપ એક પેઢી દુર ઠેલી શકે. આવતી પેઢી કઈ રીતે વીચારશે તે કોણ જાણે છે !

વીશ્વની દરેક વસ્તુની એક્સપાયરી ડેટ છે. સંસ્કૃતીઓ અને સામ્રાજ્યો લુપ્ત થયાં છે. સુર્ય, ચંદ્ર, પૃથ્વી બધા નાશવંત છે. હાલ અસ્તીત્વમાં છે એના કરતાં ઘણી વધુ ભાષા–બોલીઓ લુપ્ત થઈ ચુકી છે. આ ક્રમ ચાલુ રહેવાનો છે. તેથી ‘ભાષા બચાવ’ ઝુંબેશમાં કેટલી શક્તી, સમય અને સમ્પત્તીનું રોકાણ કરવું એ દરેકની સમજ પર આધાર રાખે છે.

આજે આન્તરપ્રાન્તીય અને આન્તરરાષ્ટ્રીય લગ્નો વધી રહ્યાં છે. શીક્ષીત યુગલોનાં આવાં લગ્નોમાં બન્ને જણ પોતાની પ્રાદેશીક ભાષા છોડીને હીન્દી કે અંગ્રેજીને અપનાવે એ શક્ય છે. એમનાં બાળકોની માતૃભાષા કઈ ? એમના માટે માતૃભાષા/ પીતૃભાષા શબ્દ નીરર્થક બની જાય છે. એ જ રીતે વધુ ભાષાઓ જાણનાર શહેરનીવાસી માટે પણ માતૃભાષા કરતાં મુખ્યભાષા વધારે મહત્ત્વની બને છે.

ગુજરાતીને હાલ કંઈ જોખમ નથી. સમૃદ્ધ કુટુમ્બનાં બાળકો અંગ્રેજી સ્કુલમાં જઈ ગુજરાતીથી વીમુખ થાય છે એ વાત સાચી છે. બીજી બાજુએ કચ્છીઓ અને અન્ય પછાત વર્ગો ગુજરાતીમાં શીક્ષણ લઈ એને સમૃદ્ધ કરે છે. ગુજરાતીમાં આજે પહેલાં કરતાં વધારે વર્તમાનપત્રો, સામયીકો અને પુસ્તકો બહાર પડે છે તેમ જ વંચાય છે. અત્યારે તો તેનો શ્રેષ્ડ સમય ચાલી રહ્યો છે.

આઠ–દસ પેઢીઓ પછી જે પણ થવાનું હશે એને અત્યારથી બદલી ન શકાય. જ્યારે પણ ગુજરાતી લુપ્ત થવાને આરે હશે ત્યારે બીજી પ્રાદેશીક ભાષાઓની પણ એ જ હાલત હશે. ત્યારે ભારત સાચા અર્થમાં અખંડ દેશ બનતો હશે. એ સમય રાજી થવાનો હશે; અફસોસ કરવાનો નહીં. ગુજરાતીના સન્દર્ભમાં અત્યારની ‘ભાષા બચાવો’ ઝુંબેશ, વાણી–વીલાસથી વધુ ન પણ હોય !

ભાષાને બચાવવા કરતાં જંગલો, પાણીના સ્રોત, ખનીજ તેલ, અન્ય ખનીજ પદાર્થો, પર્યાવરણ વગેરે જેવી કુદરતી સમ્પત્તી બચાવવાની તાતી જરુર છે. એ પ્રત્યે દુર્લક્ષ સેવીશું તો ભાષાને બચાવવા માટે આપણા વંશજો જ નહીં રહે !

       –મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા–390007 સેલફોન: 97267 99009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ,અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2012ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે,આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 +919537 88 00 69ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 25/04/2014

27 Comments

 1. Nice thought. It was time when Matrubhasha has pride in it. As we move toward globalization, it become necessity to have one ‘midium’ which can be easily utilize by everyone. As author mention, this midium is English langauge.

  We must accept what is outside in mainstream. One still can practice inside their home their Matrubhasha. Unfortunately, new genration prefer otherwise.

  Me being migrate in US at early age, I almost lost touch of Gujrati & Hindi. Thanks to my parrents, I am still able to read, write, and carry communication. When my daughter born, we decide that our rule of house is we must carry communication in langauge it start. Meaning, if I ask question in Gujrati then my daughter or my wife must answer it in Gujrati. By doing this, our daughter who was born in USA, is able to communicate in Gujarati fluatly as well as in Hindi.

  We must go with flowm, yet we should preserve or practice our matrubhasha whenever it is possible.

  Like

 2. પ્રાદેશીક ભાષાઓમાં ગુજરાતી જોડણીના નીષ્ણાતોએ ગુજરાતીને વધુ નુકશાન કરેલ છે. જેમને લીપી નથી અને ગુજરાતીમાં ભણે છે દાખલ તરીકે કચ્છના લોકો, ડાંગના લોકો એમના માટે ઉચ્ચાર સાથે જોડણીનો કોઈ સંબંધ નથી. આમ તો સુરત, નવસારી, અમદાવાદ, સૌરાષ્ટ્ર અને મહેસાણાના લોકો જે ગુજરાતી બોલે છે એમાં પણ ઘણોં અને ક્યારેક તો ન સમજાય એટલો ફરક છે. કોમ્પ્યુટર, નેટ અને મોબાઈલના જમાનામાં જોડણીના નીંષ્ણાતો ભાષાને વધુ નુકશાન કરી રહ્યા છે. મુરબ્બી મુરજીભાઈ ગડાએ ભાષાની આહુતીમાં બરોબર સમાજાવ્યું છે કે ભાવી ધુંધળું દેખાય છે.
  ગોવીન્દભાઈ મારુ દ્વારા આ સીવાય બે ઈમેઈલ આવેલ અને એ પોસ્ટ ખુલતી નથી એટલે હોઈ સકે છે હવે પછી ભવીષ્યમાં ખુલશે.

  Like

  1. વહાલા વોરા સાહેબ, કાસીમ સાહેબ અને વાચકમીત્રો,
   માફ કરજો.. માન. મુરજીભાઈનો આ લેખ શીડ્યુલમાં મુક્યો હતો તે મારી જાણ બહાર હોય, તેઓશ્રીનો લેખ ‘ખોરાકની પસંદગી સ્વાસ્થ્ય માટે કે શાસ્ત્રો આધારે ?’ ભુલથી પોસ્ટ થઈ ગયો હતો. જે લેખ આવતા મહીને પોસ્ટ કરીશ..
   ધન્યવાદ..
   ..ગો.મારુ..

   Like

 3. श्री मुरजीभाईना वीचारो अत्यन्त स्पष्ट अने तर्कबद्ध रीते प्रस्तुत थया छे. इङ्ग्लीश भाषानु सुनामी वीनाश अने नवसर्जन बन्ने शक्यताओने साथे लई आव्यु छे. आपणे ज्यारे भाषाकीय धोरणे राज्यो घड्या त्यारे मुराद एवी हती के एक ज राज्यमा शीक्षण अने जाहेर वेःवार एकज भाषामाँ होय तो साक्षरता वधारवामाँ खुब अनुकुळता रेः. पण धन्धार्थे अन्य प्रदेशोमाँ वसवाट करवा जनाराओनु शु? एमणे तो नाछुटके पोतानी मातृभाषाथी वञ्चीत थवुज पडे. अत्रे श्री कीशोरलाल मशरुवाळानु “समुळी क्रान्ती” नामक पुस्तकमाँ करेलु वीधान याद आवे छे के शीक्षण मातृभाषामाँज होवु जोईए एना करता कोई पण एक भाषामाँ होवु जरुरी छे. क्यारेक आपणाज पुर्वजो कोईक अन्य भाषाज बोलता हता – ए बीजी वात छे के एमाँथी ज आजनी आपणी भाषा घडाई छे. आपणे कच्छी उपर गुजराती भाषा थोपी दीधी, राजस्थानी-पञ्जाबी-मैथीली इत्यादी अनेक भाषाओ पर हीन्दी थोपाई गई. आ समस्यानो उकेल सीधो सादो नथी. पण जोडणी-परीवर्तनथी गुजराती भाषा जीवन्त रेःशे ए वात स्वीकारी शकतो नथी.

  Like

  1. Dr Druv,
   In internet age ,One may see here how Hindi can be simplified to an India’s simplest Gujanagari script through computer by removing chandrabindu,anusvar,nukta ,shirorekha ,િ ,ૂ , । and ।। to enhance better Roman transliteration.
   सोचा करते थे हम क्यों वो छिप-छिप कर मुस्काते हैं
   क्यों भोले दिल पर नज़रों के क़ातिल तीर चलाते हैं
   इश्क़ो-उल्फ़त के दिन अब कुछ याद रहे, कुछ भूल गए
   भूल गए तो अच्छा है, जो याद रहे तड़पाते हैं
   माज़ी के पर्दे में रहतीं प्यार- मुहब्बत की यादें
   जब पर्दा हटता है तो बीते मंज़र दिख जाते हैं
   बेहतर है समझा लें दिल को बीत गई सो बात गई
   पर क्या कीजे ख़्वाबों का जो दिल में आग लगाते हैं
   कौन वफ़ा का दुश्मन निकला, किसने वफ़ा निभाई थी
   ख़लिश ख़याल बिना मतलब के क्यों ये दिल में आते हैं.
   – महेश चन्द्र गुप्त ’ख़लिश’
   सोचा करते थे हम क्योन् वो छीप-छीप कर मुस्काते हैन्
   क्योन् भोले दील पर नजरोन् के कातील तीर चलाते हैन्
   इश्को-उल्फत के दीन अब कुछ याद रहे, कुछ भुल गए
   भुल गए तो अच्छा है, जो याद रहे तडपाते हैन्
   माजी के पर्दे मेन् रहतीन् प्यार- मुहब्बत की यादेन्
   जब पर्दा हटता है तो बीते मन्जर दीख जाते हैन्
   बेहतर है समझा लेन् दील को बीत गई सो बात गई
   पर क्या कीजे ख्वाबोन् का जो दील मेन् आग लगाते हैन्
   कौन वफा का दुश्मन नीकला, कीसने वफा नीभाई थी
   खलीश खयाल बीना मतलब के क्योन् ये दील मेन् आते हैन्.
   – महेश चन्द्र गुप्त ’खलीश’
   સોચા કરતે થે હમ ક્યોન્ વો છીપ-છીપ કર મુસ્કાતે હૈન્
   ક્યોન્ ભોલે દીલ પર નજરોન્ કે કાતીલ તીર ચલાતે હૈન્
   ઇશ્કો-ઉલ્ફત કે દીન અબ કુછ યાદ રહે, કુછ ભુલ ગએ
   ભુલ ગએ તો અચ્છા હૈ, જો યાદ રહે તડપાતે હૈન્
   માજી કે પર્દે મેન્ રહતીન્ પ્યાર- મુહબ્બત કી યાદેન્
   જબ પર્દા હટતા હૈ તો બીતે મન્જર દીખ જાતે હૈન્
   બેહતર હૈ સમઝા લેન્ દીલ કો બીત ગઈ સો બાત ગઈ
   પર ક્યા કીજે ખ્વાબોન્ કા જો દીલ મેન્ આગ લગાતે હૈન્
   કૌન વફા કા દુશ્મન નીકલા, કીસને વફા નીભાઈ થી
   ખલીશ ખયાલ બીના મતલબ કે ક્યોન્ યે દીલ મેન્ આતે હૈન્.
   – મહેશ ચન્દ્ર ગુપ્ત ’ખલીશ’
   sochA karte the ham kyon vo ChIp-ChIp kar muskAte hain
   kyon bhole dIl par najaron ke kAtIl tIr chalAte hain
   ishko-ulphat ke dIn ab kuCh yAd rahe, kuCh bhul gae
   bhul gae to achChA hai, jo yAd rahe taDpAte hain
   mAjI ke parde men rahatIn pyAr- muhabbat kI yAden
   jab pardA haTtA hai to bIte manjar dIkh jAte hain
   behtar hai samjhA len dIl ko bIt gaI so bAt gaI
   par kyA kIje khvAbon kA jo dIl men Ag lagAte hain
   kaun vaphA kA dushman nIklA, kIsne vaphA nIbhAI thI
   khalIsh khayAl bInA matlab ke kyon ye dIl men Ate hain.
   – mahesh chandr gupt `khalIsh`
   India needs simple script and that’s Gujanagari script !

   Like

 4. Murji bhai, this is an excellent analysis. i recently read an article on this subject written by an expert on languages. According to his study and research which he did for many years in more than 120 countries in coming century there will be less than 100 languages will survive. According to him the most prominent language that will survive includes English, Spanish, French and though unbelievable Japanese. There is not a single Indian language in this list!! The future of English too is for maximum 200 years and then it will meet the fate of Roman.

  Firoz Khan
  Journalist, Commentator,Columnist and Critic.
  Toronto, Canada.

  Like

 5. ભુતકાળમાં કુટુમ્બો સંયુક્ત હતાં અને દુનીયા વીભક્ત હતી; હવે કુટુમ્બો વીભક્ત થઈ રહ્યાં છે અને દુનીયા સંયુક્ત થઈ રહી છે.
  મુરજીભાઈની વાત સો ટકા સાચી છે. પહેલાનો પ્રાદેશિક માનવ આજે વૈક્ષિક માનવ બનતો જાય છે. જાણે અજ્યાણે વ્યવહારુ બોલી દૈનિક જીવનમાં વણાઈ જાય. અમે પરદેશ્માં સ્થાયી થયેલા વસાહતીઓએ ગુજરાતી ભાષા આમારા પુરતી જાળવી શક્યા છીએ. સંતાન અને તેના સંતાનો અધકચરું ગુજરાતી જાણે છે. મૂળાક્ષરોનું ભાન નથી. લખી વાંચી શકતા નથી. આ એક નકરી વાસ્તવિકતા છે. આતો પરદેશની વાતો. આપણા ગુજરાતમાં અંગ્રેજી માધ્યમ કેમ ફાલી ફૂલી રહ્યું છે? માંબાપ પોતાના બાળકોને વૈક્ષિક માનવ બનાવવાની દોડમાં છે.

  Like

  1. PRAVINBHAI TAMARI VAAT 100%sachi chhe ma Baap potana santano ne paheli var school ma dakhal Kare tyarthi j vicharta hoi chhe ke maru Balak duniya thi alag na padvu joiye. ane haal ma desh ma rajkiya ane dharmik bhrshtachar joine yuva vary dridha anubhave chhe ane bhanela yuvano ne videsh sattle thavu hoi chhe.mate pradeshik bhasha bhulava lagi chhe.

   Like

   1. શ્રી મુરજીભાઈ પોતે અમેરિકામાં રહી ચૂક્યા છે. એમના સંતાનો અમેરિકામાં છે. ગુજરાતીભાષા કેટલા અંશે ભારત બહાર સાચવી શાશે એમ્નો એમને સંપુર્ણ ખ્યાલા છે. માત્ર ગુજરાતી સાહિત્યના માસ્તરો જ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી.

    Like

 6. મિત્રો,
  મુરજી ગડાજીનો આ આર્ટીકલ અભ્યાસપુર્ણ છે. સુંદર, બૌઘિક અને પ્રમાણિત. વાચકોના વિચારો પણ ગમ્યા. વિષયને મઘ્યમાં રાખીને મને આ વિચાર શેર કરવાનું મન થયું. આ પ્રક્રિયા અેક ભાષાનો જન્મ કેવી રીતે અને કેવા સંજોગોમાં થયો હતો તેની સમજ આપે છે.
  ઇતિહાસ કહે છે કે ઇરાનમાં વિઘર્મીઓના ત્રાસ સામે ઘર્મનું રક્ષણ કરવું અશક્ય લાગતાં આશરે ૧૩૦૦ વષૅ પહેલાં ઇરાની પારસીઓ ભારતમાં આવ્યા હતાં. પ્રથમ ઇ.સ. ૭૬૬ની આસપાસ દીવ બંદરે ઉતર્યા જ્યાં તેમણે આશરે ૧૯ વષૅ ગાળ્યા. ત્યાં પોર્ત્યુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. ૭૮૫માં દરિયાઇ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા.
  આ વખતે ગુજરાતમાં જાદી રાણાનું રાજ હતું. ભાષા, બન્ને વચ્ચેનો મહાન પ્રોબ્લેમ હતો. ઝોરાસ્ટીયન ઉર્ફે પારસીઓના વડાઅે રાજ્યાશ્રય માટે રાણા પાસે પ્રતિનિઘિમંડળ મોકલ્યુ. રાણાઅે પ્રત્ત્યુત્તરરુપે દૂઘથી ભરેલો પ્યાલો મોકલ્યો. આ રીતે રાણાઅે સૂચવ્યુ કે અમારી વસ્તી વઘારે છે માટે અમે તમને વસાવી શકીઅે તેમ નથી. પારસીઓના વડાઅે તે દૂઘથી ભરેલાં પ્યાલામાં ઘીરે ઘીરે સાકર ભેળવી…ઓગાળી અને તે પ્યાલો રાણાને પાછો મોકલ્યો. રાણાઅે દૂઘને ચાખીને પારસી વડાનો જવાબ સમજી લીઘો., અને
  તે ઝોરાસ્ટીયનો…પારસીઓને પોતાના રાજ્યમાં આશરો આપ્યો.
  હવે જોઇઅે કે આ પારસીઓ જે તે સમયે બોલાતી ગુજરાતી ભાષાનો ક્ક્કો પણ જાણતા ન્હોતા તેમણે ગુજરાતી ભાષાને પોતાના રંગે રંગીને અેક અનોખો ઓપ આપ્યો., જે આજે પારસીગુજરાતી તરીકે જગમશહુર છે. ફિક્કિ ગુજરાતી, જ્યારે પારસી પોતાની બનાવીને બોલે ત્યારે પ્રેમનું ભીનુ ભીનુ રાજ્ય જન્માવી દે.
  આજ પારસીઓની દુનિયામાં વસ્તી ઘટતી ચાલી છે. સાથે સાથે તે મીઠ્ઠુ, સ્વીટ ગુજરાતી પણ વપરાતું ઘટતું ચાલ્યુ છે. જન્મ અને અંત તરફની આ સફર ઘણું ઘણું સમજાવે છે.
  બાકી ગડાજીની વાત રીસર્ચના સહારે લખાયેલી સાચી વાત છે. મારે મતે ભારતની અેકતા માટે હિન્દી ફિલ્મોના ગીતો અેકભાષી બનવાની વાતો કરતાં હતાં તે, તે સમયની માંગ હતી. આજે આપણે વિશ્વમાનવ બનવા તરફ આગળ વઘી રહ્યા છીઅે.
  અંગ્રેજી ભાષા હંમેશા ઓપન રહી છે. તેમની પાસે જે કોઇ અેક્ટને માટે શબ્દ નહિ હોય તેને સમજવા અને સમજાવવા તેણે બીજી ભાષાના શબ્દો સ્વીકાર્યા છે. ઘણા સંસ્કૃત કે હિન્દી કે ગુજરાતી શબ્દો તે ભાષામાં આજે સમાવિત છે. હંમેશા ઓપન રહો અને આપણી પાસે જે નથી અને બીજે મળતું હોય તો ખુલ્લા મને સ્વીકારો….જરુરથી વિશ્વમાનવ થશો.
  આભાર.
  અમૃત હઝારી.

  Like

 7. ગુજરાતીઓ એ ફક્ત હીન્દી પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે , તેમનો ધ્યેય શું છે,તેમના હીન્દી પ્રચાર મંત્રો શું છે અને જે તેઓ કરેછે તે ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં માં શક્ય છે કે નહી તેનો અભ્યાસ કરવાની જરૂર છે.

  જો હીન્દી અને ઉર્દુ ભાષી બાળકો બે લીપીમાં શીક્ષણ (દેવનાગરી +રોમન ) લઇ શકે તો ગુજરાતી બાળકો કેમ નહી ?શીક્ષણ વીભાગ આ બાબતમાં કેમ વીચારતું નથી?

  વીદ્યાર્થીઓને હીન્દી તો બોલીવૂડ જરૂર શીખવશે પણ ભારતની રાજકીય અને આન્તર રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી?

  આ ઈન્ટરનેટ યુગમાં સર્વે ભારતીય ભાષાઓ સ્વલીપીમાં ભાષા લીપી રૂપાંતર દ્વારા શીખી શકાય છે.

  Like

 8. Interesting article. Recently in a meeting between Japan’s PM and USA President, Japan’s PM only spoke in Japanese; similarly Russian and most of the East European or EC countries speak in their own mother tongues. Max Muller who had translated number of Indian Vedic literatures in English, had twisted and changed meaning of number of profound verses; the coming generation deprived of learning their mother tongue, would receive distorted version of Vedas/hindu scriptures. Though France is a very….very small country, I’ve observed every where (even in India) French is taught as second language. Since Independence have you ever seen Hindi being taught out side India? Has Indian Government made any effort to propagate Hindi/ Their leaders have ever bothered to communicate overseas in Hidii? ( Must say most of South Indian politicians can’t speak National language)

  Like

 9. From: ken p [mailto:drkp168@gmail.com]
  Sent: Sunday, April 27, 2014 9:22 PM
  To: mggada@gmail.com
  Subject: ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  નમસ્કાર,
  હું લેખક,કવિ કે સાહિત્યકાર નથી .પણ એક એક ગુજરાતી ભાષાના ચિંતક તરીકે મારા વિચારો અહી રજુ કરુ છું. મને ભાષાની સરળતામાં,રૂપાંતરમાં .અનુવાદ યોગ્ય ગુજરાતી માં અને ભાષા લિપિ પ્રચાર માં વધુ રસ છે.

  જો હિન્દી ભાષીઓ આપણને પ્રચાર કેન્દ્રો ધ્વારા હિન્દી શિખવાડી શકે તો આપણે તેમને નુક્તા અને શિરોરેખા મુક્ત લિપિ કેમ ન શીખવી શકીએ? હિન્દી જો રોમન અને ઉર્દુ લિપિ માં લખાય તો ગુજનાગરી લિપિમાં કેમ નહિ? ભારત ની બધીજ ભાષાઓ ગુજનાગરી લિપિમાં કેમ ન શિખાય ?

  ગુજરાતી ભાષા કક્કો રચનાર ને સંસ્કૃત પંડિતો ના કેટલા કટાક્ષો ઝીલવા પડ્યા હશે ? પંડિતો દેવનાગરી લીપી સિવાય અન્ય લીપીને પવિત્ર માનતા નથી ? કેમ ?ગુજરાતમાં બે લીપી શિક્ષણ નું કોઈ વિચારતું નથી. કેમ ?

  જો હિન્દી અને ઉર્દુ ભાષી બાળકો બે લિપિમાં શિક્ષણ(દેવનાગરી +રોમન ) લઇ શકે તો ગુજરાતી બાળકો કેમ નહિ?
  જો સંસ્કૃત ના ષ્લોકો ગુજરાતીમાં લખી શકાય તો હિન્દી કેમ નહિ ?ગુજરાતના હિન્દી પ્રચાર કેન્દ્રો ને એટલું જ કહેવાનું છે કે અમારી ગુજરાતી લિપિ સરળ છે અને અમે હિન્દી અને સંસ્કૃત અમારી લિપિ માં જ ભણીશું.બીજું ગુજરાતી શિક્ષણ ખાતાને આ જ નિતી અપનાવવાની જરૂર છે .આપણી ગુજનાગરી લિપિમાં એવી શું ખામી છે કે આ શક્ય નથી ? ગુજનાગરી લિપિ ને હિન્દીની જેમ પૂર્ણવિરામ,શીરોરેખા અને આંકડાઓનું કોઈ બંધન નથી.
  આધુનિક જમાના માં ભાષા વૈજ્ઞાનિક , ધંધાકીય,વિશેષ જ્ઞાનમય અને અનુવાદ યોગ્ય હોવી જરૂરી છે.

  બીજું ઘણી જ વેબ સાઈટ પર બધીજ જોબ્ઝ ની જાહેરાત અંગ્રેજીમાં આપેલ છે. જો ગુજરાતના વિદ્યાર્થીઓ હિન્દી ને બદલે અંગેજી શીખવામાં સમય પસાર કરે તો કેવું સારું? શું આ બધી જોબ્ઝ મોટે ભાગે અલ્પ અંગ્રેજી જાણતા ગુજરાતીઓને મળશે કે પછી ફ્લુઅન્ટ અંગ્રેજી બોલતા અન્ય રાજ્યજનોને ? ગુજરાતમાં ટોપ લેવલ ની જોબ્ઝ પર કેટલા ગુજરાતીઓ છે ? કેમ ? વિદ્યાર્થીઓને હિન્દી તો બોલિવૂડ જરૂર શીખવશે પણ અંગ્રેજી?

  આધુનિક ગુજરાતી પ્રતિભાઓ ગુજરાત માં હિન્દી પ્રચાર કેન્દ્રો ને કેમ વેગ આપી રહ્યા છે ? હિન્દી ગુજનાગરી લિપિ માં લખવાનો અને શીખવાનો પ્રયત્ન કેમ નથી કરતા ?હિન્દી શીખે છે પણ ગુજરાતી અન્ય રાજ્યોને શીખવાડી શક્તા નથી.આમ કેમ?

  ભલે બોલો,શીખો હિન્દી પણ લખો ભારતની શ્રેષ્ટ સરળ ગુજનાગરી લિપિમાં! આટલો સુંદર સંદેશ આપના વાંચકો ને જરૂર આપતા રહેશો..
  આભાર સાથે,
  કે એન પટેલ
  નિવૃત્તિ માં પ્રવુતિ સાથે…
  USA
  kenpatel.wordpress.com
  saralhindi.wordpress.com
  http://iastphoneticenglishalphabet.wordpress.com/

  હવે જુઓ પેન્સલવેનિઆ અને ન્યૂ જર્સી ,અમેરિકા માં કેટલા બધા ગુજરાતીઓ વસે છે પણ મુઠ્ઠીભર હિન્દીજનો હિન્દી ભાષાને કેવી રીતે આગળ ધપાવી રહ્યા છે ? અને તે પણ કદાચ ગુજરાતીઓના સહકાર સાથે……..આમ કેમ?
  https://docs.google.com/viewer?a=v&pid=forums&srcid=MDkwNjYyMjQxMDM4NDYyODA0MjcBMTMzNjg4NzA5MzY2MDAyOTI5MjcBV3NrQzJkNVBGbDhKATYBAXYy

  Like

  1. તારું-મારું કરવામાં જ ભારત વીભાજીત રહ્યું અને વીદેશીઓ રાજ કરી ગયા.

   વૈશ્વીકીકરણમાં અને લોક્શાહીમાં બહુમતીનું ચાલવાનું છે. બહુમતી હંમેશા સાચી નથી હોતી પણ જીત એની જ થાય છે. ગુજરાતી કરતા હીન્દીભાષી દસગણા વધુ છે. આપણને ગમે કે ના ગમે, ભવીષ્યમાં હિન્દીની જીત નક્કી છે.

   Like

   1. ભલે હીન્દી ભાષી દસગણા હોય પણ હિન્દી લીપીની સરળતા ગુજનાગરી અને રોમન લીપીમાં છુપાએલ છે તેને આગળ કેવી રીતે ધપાવવી અને બે લીપીમાં શીક્ષણ આપવું તે ગુજરાતી લેખકો ,ગુજરાતી મીડીઆ અને શીક્ષણ વિભાગના હાથમાં છે.આ ઈન્ટરનેટ યુગ માં ઘણુજ સરળ છે.

    Like

   2. Ekdam kadvu satya parantu kadvu lokone bhavtu nathi pan kadvu gunkari hoi chhe. Ayurved ma kahevat chhe. je pet ne mate Saru te jibh ne mate nisaru.

    Like

 10. From: Mansukhlal Gandhi [mailto:mdgandhi21@hotmail.com]
  Sent: Sunday, April 27, 2014 11:38 AM
  To: Govind Maru; mggada@gmail.com
  Subject: વૈશ્વીકીકરણમાં પ્રાદેશીક ભાષાઓની આહુતી

  શ્રી મુરજીભાઈ,
  તમારો લેખ વાંચ્યો.
  તમે બહુ સુંદર લખ્યું છે કે અંગ્રેજીના બદલામાં “પ્રાદેશીક ભાષાઓ”ની આહુતિ અપાય છે. હું હાલમાં અમેરીકા રહું છું. અને તમે લખો છો તેમ માત્ર “ગુજરાતી”જ નહીં, પણ ભારતમાં હવે શહેર નાનું હોય કે મોટું, દરેક શહેરોમાં પ્રાદેશીક ભાષાની શાળામાં તીલાંજલી અપાતી જાય છે, અને માત્ર અંગ્રેજી માધ્યમ વાળી શાળાઓ જ ચાલતી હોય છે અને પ્રાદેશીક ભાષાઓ ભુલાતી જાય છે. આજ રસમ અમેરીકામાં પણ છે. ભારતીય, ચીની, જાપાની, સ્પેનીશ હોય કે યુરોપની ભાષાવાળા હોય, તે બધા અમેરીકામાં હોવાથી અંગ્રેજી તો ભણવું જ પડે એ, પણ તેઓ પણ તેમની માતૃભાષા ભુલતા જાય છે. તેમના ઘરમાં પણ હવે તો મોટે ભાગે અંગ્રેજીજ બોલાતું હોય છે. દરેક દેશની ભાષાવાળાઓના મંડળો છે, તેઓ કાર્યક્રમ પણ તેમની જાતવાળાઓની (Community) ભાષાવાળાઓ માટે કરતાં જ હોય છે, પણ તે દરેક કાર્યક્રમનું સંચાલન અને રજુઆત (નાટક, ગીતો, પ્રવચનો) વગેરે અંગ્રેજીમાંજ થતા હોય છે, કારણકે હાલની પેઢીને તેમની માતૃભાષા આવડતીજ નથી અને તેમાંથી આપણા ગુજરાતી હોય કે મારાઠી, તામીલ, તેલુગુ, બંગાળી, ચીની, સ્પેનીશ, કોઈ પણ હોય,(રશીયાની ખબર નથી) અંગ્રેજીમાંજ કાર્યક્રમો થાય છે, ભલે તે કાર્યક્રમ માત્ર તેમની ભાષા (કોમ્યુનીટી) માટેજ હોય.

  એટલે જગતની દરેક ભાષામાં ધીમે ધીમે પ્રાદેશીક ભાષાઓને ઘસારો પહોંચવાનો, વધારે અસર તો આંતરજ્ઞાતિ-પરદેશી સાથેના લગનમાં થતા સંતાનોને થવાની, પણ તમે લખો છો તેમ ઘણા વરસો તો નીકળી જવાના…… જેટલું લાંબુ બચાવી શકાય તેટલું સારું……..

  સુંદર અને સમજદારીપુર્વકની રજુઆત સાથેનો અને ભવિષ્ય માટે ચેતવણીની ઘંટડી વાગાડતો સુંદર લેખ.

  Mansukhlal Gandhi
  U.S.A.

  Like

 11. સંસ્કૃત કે જે દેવોની ભાષા ગણાય છે અને હજુ સુધી અમર છે તે પણ બોલીમાં ક્યા? ભારતમાં તો ઠીક પણ જર્મનમાં પણ સંસ્કૃત યુનીવર્સીટી થકી જેને વિશ્વવ્યાપી સ્વીકાર મળેલ છે અને ટેકનોલોજી દ્વારા પણ જેનો ઉપયોગ શબ્દ થકી ચિત્ર ઉપસાવવામાં અન્ય ભાષાઓ કરતાં સરળતાથી થઈ શકે છે તેવી આ પ્રાચીન ભાષાને અમર ગણીએ તો પણ તેના જાણનારાની સંખ્યા તો અલ્પ જ રહેવાની. અલ્પને વિકસવાની તક છે પણ જે મૃતઃપ્રાય છે તેને જીવાડવી તે સૌથી કપરૂં કાર્ય છે ગુજરાતી માટે એ દિવસો ન આવે તેવી પ્રાર્થના! અહી અમે્રીકાના મૂળ રહેવાસી રેડઈન્ડીયન લોકોની ભાષામાં પણ કેટલીય વિવિધતા હતી. એક સમય એવો હતો કે તે ભાષા બોલનારને ગોળીથી વીંધી નાખવામાં આવતા હતા અને હવે તે જ ભાષાને પુસ્તકો થકી જીવાડવાના પ્રયાસો થાય છે. આ ભાષાની જાણકારે એક મ્યૂઝીયમમાં મને તેના પુસ્તકો અને રેકોર્ડીંગ સંભળાવી અમુક શબ્દોના અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારા મનમાં આખી એક અલગ સંસ્કૃતિનું વિસ્મયકારક ચિત્ર ખડું થવા લાગ્યુ હતુ. તે મને કહે અમારી ભાષામાં ભગવાનના કોઈ નામ નથી અમે કુદરતને જ ભગવાન માનીએ છીએ. જેનો અગ્રેજી અનુવાદ ક્રીયેટર થઈ શકે! કોઈ મનુષ્યના નામ સાથે કે ચર્ચ સાથે અમે તેને જોડી શકતા નથી. તેની બીજી પણ કેટલીક વાતોએ મારા મનમાં અમીટ છાપ મૂકી છે જેનો આખો લેખ લખી શકાય તેથી ક્યારેક વાત!

  Like

 12. મિત્રો,
  આપણા જેટલાં રાજ્યો છે અેટલી ભાષા છે. મુંબઇમાંથી ગુજરાતીને કાયમ માટે હાંકી કાઢવામાં આવી છે. તેજ રીતે બીજા કોઇ પણ રાજ્યની પ્રાદેશીક ભાષાનું છે.
  બીજું જુજરાતના ભાષા સાક્ષરોઅે સમયની સાથે રહીને મેડીકલ વિજ્ઞાનના ટેકનીકલ શબ્દોને ગુજરાતી ભાષામાં સમકક્ષ શબ્દો જન્મ આપવાનું કામ હજી કર્યુ નથી અને થઇ પણ રહ્યુ નથી. આપણે સમયની સાથે ચાલવું રહ્યુ. વેદિક ભાષામાં કે તેનીમાંથી જન્મેલી કોઇપણ ભાષાને સમયસમૃઘ્ઘ બનાવવી તે અત્યંત જરુરી છે..આ દરેક મીનીટનું કામ છે…ફક્ત મેડીકલ સાયંસ જ નહિ પરંતુ અેટોમીક , સ્પેશ વિજ્ઞાન અને…કેટલાંઅે નવા નવા વિજ્ઞાનના વિષયો માટે પણ આ કામ કરવું રહ્યુ. ફ્રેન્ચ કે જર્મન કે જાપાનીસ કે રશીયન કે ચીની દેશો આ નવા નવા વિજ્ઞાનોને પોતાની અટક જ રાષત્ર્ીય કે પ્રાદેશીક કે માત્રૃભાષામાં શીખવી શકે છે.
  સમયની સાથે ચાલવું અે આજના વિશ્વની પહેલી અને તાતી જરુરીયાત છે. નહિ તો બીજાઓ કરતાં પાછળ રહી જઇશું. ઘણું ઘણું વિચારી શકાય…આપણી ભાવી પેઢીના ભલા માટે પણ ઘણું ઘણું વિચારવાનું છે…….
  અ.હ.

  Like

 13. આગળ………
  દરેક વિજ્ઞાનના વિષયના ટેકનીકલ અંગ્રેજી શબ્દોના પર્યાય શબ્દોથી પહેલાં આપણી ભાષાને સમૃઘ્ઘ કરીયે. તે શબ્દોથી આપણા વિદ્યાર્થિઓને સમૃઘ્ઘ કરીયે. અંગ્રેજીમાં જે જ્ઞાન ઉપલબ્ઘ છે અને નવું નવું જે જ્ઞાન રોકેટની સ્પીડે દર મીનીટે જન્મી રહ્યુ છે તેને તુરંત આપણી ભાષામાં અનુવાદ કરીઅે. આ બઘુ કરવા માટે પહેલાં મહાજ્ઞાનિઓને પેદા કરીયે જેઓ મીનીટનો પણ વિશ્રામ લીઘા વિના કર્મબઘ્ઘ રહે. આયુર્વેદના જન્મ પછી કેટલા સમય સુઘી તે વહેવારમાં રહ્યુ ? આજે પણ વહેવારમાં છે પરંતુ, તેમાં કેટલી નવી રીસર્ચ થઇ ? ક્યાંથી તેની રીસર્ચ સ્થગિત થઇ ? આયુર્વેદની કોલેજો અેલોપથી અને આયુર્વેના બન્નેના જ્ઞાનને સાથે સાથે ભણાવે છે. શા માટે ?
  આપણે આજે વિજ્ઞાનના જમાનામાં દરેક નવી રીસર્ચના વહેવારમાં આવેલાં જ્ઞાનના ગુલામ થઇને જીવીયે છીઅે. વિદેશોમાં થયેલી નવી રિસર્ચનું પરાવલંબન આપણાં જીવનનો રસ્તો બની ચૂક્યું છે.

  ભદ્રંભદ્રનો જન્મ આ કારણે જ થયો હતો….આપણી આંખો ખોલવા માટે…લખાયું હતું…વિચારો…..

  ‘તે મહાશયે અગ્નિરથવિરામ સ્થાને જઇને મૂલ્યપત્રિકા વેચનાર મહાશયને વિનંતિ કરી કે, હે મહાશય, મને મોહમયીનગરીની અેક મૂલ્યપત્રિકાની આવશ્કયતા છે……..‘

  અને તે મૂલ્યપત્રિકા વેચનાર મહાશય મોઢુ વકાસીને વિનંતિ કરનારને જોતો રહ્યો…..

  પહેલાં સમૃઘ્ઘ બનીઅે….બીજાને કાંઇક આપવાને માટે સક્ષમ બનીઅે….પારકો આપણી સામે નવા જ્ઞાન મેળવવા માટે રાહ જોતો રહે….તે સ્થિતિ પ્રાપ્ત કરીઅે. સમયની સાથે ચાલતા શીખીઅે…પૂછડું પકડી નહિ રાખીઅે. ઘરમાં અને સામાજીક વહેવારમાં આપણી માત્રૃભાષાને પ્રાઘાન્ય આપીઅે. ગુજરાત શીવાય બીજા રાજ્યોમાં તો ગુજરાતી ચાલવાની નથી….કે તામીલ ભાષા ગુજરાતીૌ ચલાવી લેવાના નથી. બઘા પહેલાં ભારતીયો બનો…અને ભારતની રાષ્ટરભાષાને આખા દેશની અેક વવહેવારની ભાષા બનાવો……પછી બીજી વાતો આગળ વઘારો…..United we stand…devided we fall…..That is the TRUTH.

  આપણું અને આપણી ભાવી પેઢીનું ભલું શામાં છે તે જોઇઅે….અને પુછડું પકડી રાખવા પહેલાં તમારી નેક્ષ્ટ પેઢીને પૂછીને પગલાં ભરજો……( રોજીંદા મારાં જીવનમાં દરેક વાતચીતમાં હું કેટલાં અગ્રેજી શબ્દોનો ઉપયોગ કરું છું તેનો મેં અભ્યાસ કર્યો ત્યારે મારી આંખ ખૂલી…)
  સીનીયરની પદવી મેળવીને મેં તો મારાં બાળકોને પૂછીને જ ઘરનાં બઘા નિર્ણયો લેવાનું નક્કિ કર્યુ છે………તેમને ખબર છે કે તેમનું અને તેમની નવી પેઢીનું ભલું શામાં છે.

  .

  Like

 14. ભારતની રાષ્ટરભાષાને આખા દેશની અેક વવહેવારની ભાષા બનાવો……

  લખનઊ કી સૂચના અધિકાર કાર્યકર્તા ઉર્વશી શર્મા કો સૂચના કે અધિકાર કે તહત ભારત સરકાર કે ગૃહ મંત્રાલય કે રાજભાષા વિભાગ દ્વારા મિલી સૂચના કે અનુસાર ભારત કે સંવિધાન કે અનુચ્છેદ ૩૪૩ કે તહત હિંદી ભારત કી “રાજભાષા” યાની રાજકાજ કી ભાષા માત્ર હૈ. ભારત કે સંવિધાન મેં રાષ્ટ્રભાષા કા કોઈ ઉલ્લેખ નહીં હૈ.

  આ ઈન્ટરનેટ યુગમાં વીવીધ ભારતીય લીપીઓ શીખવાની જરૂર નથી. સર્વે ભારતીય ભાષાઓ સ્વલીપીમાં સરળતાથી શીખી શકાય છે અને લીપી રૂપાંતર થી વાંચી શકાય છે.

  ભલે ભારત જટીલ લીપીઓથી વીભાજીત હોય પણ મૂળાક્ષરોચ્ચાર માં નથી.

  Like

 15. ‘ડાયરી’
  આ જોડણીકોશ છે કોને માટે?
  લેખક : દીપક મહેતા

  અમે એ સંભાવનાથી સંપૂર્ણપણે સુજ્ઞાત છીએ કે અમારી વાસરિકાના આજના પૃષ્ઠનું પઠન કર્યા પશ્ચાત્ અમારા મસ્તકે મત્સ્ય-પ્રક્ષાલન કર્તુમ્ ઉત્સુક એવા સંસ્કૃતપ્રેમીઓની સુદીર્ઘ રેષા અત્ર, તત્ર, સર્વત્ર દૃશ્યમાન થશે. (હવે તેનો ‘શુદ્ધ’ ગુજરાતી અનુવાદ: અમને એ હકીકતની ખબર છે કે અમારી ડાયરીનું આજનું લખાણ વાંચ્યા પછી અમારે માથે માછલાં ધોવાની હોંશવાળા સંસ્કૃત પ્રેમીઓની લાંબી લાઈન અહીં, તહીં, બધે, જોવા મળશે. અને હવે પછીનું બધું લખાણ બહુમતિ વાચકો ખાતર ‘શુદ્ધ’ ગુજરાતીમાં જ.) પણ રાજા નાગો ન હોય તોય તેનાં જૂનાં પુરાણાં કપડાં બદલવાનો સમય આવી ગયો છે એમ કોઈક પીપીંગ ટોમે તો કહેવું પડે ને? ગૂજરાત (કોઈ સાચો ગુજરાતી ‘ગૂજરાતી’ એવી જોડણી ભાગ્યે જ કરે; પણ આ વિદ્યાપીઠ તેવી જોડણી કરે છે અને એટલા જ એકમાત્ર કારણથી વૈકલ્પિક જોડણી તરીકે ‘ગૂજરાત’ને સ્વીકારે છે!) વિદ્યાપીઠનો સાર્થ ગુજરાતી જોડણીકોશ ગુજરાતી શબ્દોની જોડણી માટે સર્વમાન્ય અને સર્વોપરી હોવાનું કહેવાય છે. (હકીકત તેના કરતાં જુદી હોવાનો સંભવ છે.) આ કોશમાં સાચી જોડણી કરવા માટેના ૩૩ નિયમો આપ્યા છે. તેમાં સૌથી પહેલો નિયમ કયો છે, ખબર છે? “સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી.” આ કોશની પહેલી આવૃત્તિ ૧૯૨૯માં પ્રગટ થઈ હતી. તે વખતે પરિસ્થિતિ જરા જુદી હતી. આજના કરતાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું હતું. પણ જે લોકો મેટ્રિક સુધી પણ પહોંચે તે ભલે થોડે ઘણે અંશે; પણ સંસ્કૃત ભાષાથી અને તેના વ્યાકરણથી પરિચિત હતા. આજે સ્થિતિ સાવ જુદી છે. પીએચડી, એમબીએ કે એમડી થયેલા હોય છતાં સંસ્કૃતથી બિલકુલ પરિચિત ન હોય એવા લોકોની સંખ્યા ઘણી મોટી છે. કારણ સ્કૂલ-કૉલેજના ભણતરમાંથી આપણે સંસ્કૃતનો એકડો જ કાઢી નાખ્યો છે. એટલે પહેલી વાત તો એ કે અમુક શબ્દ તત્સમ છે કે બીજા કોઈ પ્રકારનો, તેની ખબર આજના મજૂરથી માંડીને ચીફ મિનિસ્ટર સુધીના લોકોને કઈ રીતે પડે? ‘સૂર્ય’, ‘ચંદ્ર’, ‘નહિ’ જેવા શબ્દો તત્સમ છે જ્યારે ‘સુરજ’, ‘ચાંદો’, ‘નહીં’ જેવા શબ્દો તત્સમ નથી; પણ તદ્ભવ છે એ કઈ રીતે તેઓ જાણતા હોય? છતાં, ધારો કે કોઈક રીતે એમણે એ જાણ્યું, તોય મૂળ સંસ્કૃતમાં તેની જોડણી (‘જોડણી’ માટેનો સંસ્કૃત શબ્દ?) કઈ રીતે થાય એ તો એમને ખબર ન જ હોય. એક અંદાજ પ્રમાણે ગુજરાતીમાં વપરાતા શબ્દોમાંથી ચાલીસ ટકા જેટલા શબ્દો તત્સમ છે. તો ઘણા મોટા ભાગના લોકોએ આ ચાલીસ ટકા શબ્દોની જોડણી તો ભગવાનને ભરોસે રહીને જ કરવાની રહે ને? પોતાની કોઈ ભૂલચૂક વિના સંસ્કૃતથી અજાણ રહેનારી બહુમતી ઉપર સંસ્કૃત જાણનારી એક બહુ જ નાનકડી લઘુમતીનો આ તો ભારે અત્યાચાર ગણાય. અમેરિકાનો રહેવાસી ભારત આવે ત્યારે તે ભારતના નિયમ પ્રમાણે નહિ; પણ પોતાના દેશના નિયમ પ્રમાણે રસ્તાની જમણી બાજુએ મોટર ચલાવશે, એવો નિયમ ભારત ક્યારેય કરે ખરું? પણ આપણે ગુજરાતીઓએ કર્યો અને કહ્યું કે સંસ્કૃત શબ્દોની જોડણી તે ભાષાના નિયમ પ્રમાણે કરવી. આ બાબતમાં મરાઠીભાષી લોકો આપણા કરતાં વધુ વ્યાવહારિક બન્યા. તેમણે પહેલો નિયમ એ કર્યો કે મરાઠી ભાષામાં વપરાતો દરેક શબ્દ મરાઠી ભાષાનો છે એમ માનીને મરાઠી શુદ્ધ લેખન (આપણે જેને ‘જોડણી’ કહીએ છીએ તેને મરાઠીમાં ‘શુદ્ધ લેખન’ કહે છે)ના નિયમો પ્રમાણે તેની જોડણી થશે. શબ્દને અંતે આવતો ‘ઈ’ હંમેશા દીર્ઘ કરવો એવો નિયમ કર્યો છે એટલે મરાઠીમાં ‘કવી’, ‘રવી’ એમ જ લખાય છે, સંસ્કૃતને અનુસરીને ‘કવિ’, ‘રવિ’ નહિ. આપણે ગુજરાતી માટે પણ તત્સમ-તદ્ભવના ભેદ કાઢી નાખીને સમાન જોડણી વ્યવસ્થા કરવાની જરૂર છે. કારણ છેવટે તો જોડણીકોશ કોને માટે છે? બસો-પાંચ સો પંડિતો કે વિદ્વાનો માટે? તેઓ તો એટલા જ્ઞાની છે કે તેમને કોશની જરૂર ભાગ્યે જ પડવાની. કે મારા, તમારા, આપણા જેવા કરોડો ગુજરાતીભાષીઓ માટે કોશ છે? અને તો પછી સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે કરવાનું કહેતો આ પહેલો નિયમ વહેલામાં વહેલી તકે કોશમાંથી દૂર કરવો જોઈએ. લો, હવે અમે નત મસ્તક સ્થિતિમાં ઊભા છીએ. જેને જેટલું મત્સ્ય-પ્રક્ષાલન કરવું હોય તેટલું છો અમારા મસ્તક પર કરતા.
  –દીપક મહેતા
  સમ્પર્ક :
  Deepak B. Mehta,
  55, Vaikunth, Lallubhai Park, Andheri, Mumbai 400058 (India) Tel#91-22-2624-3008
  eMail : deepakbmehta@gmail.com

  દીપકભાઈ સુરતના ગુજરાતમિત્ર દૈનિકમાં દર સોમવારે પ્રગટતી ‘અક્ષરની આરાધના’ કટારના લેખક છે. ભાષા–સાહિત્યની મુલ્યવાન સામગ્રી તેઓ પીરસતા રહે છે. ઉપરોક્ત લેખ તા. ૨૯ માર્ચ, ૨૦૧૪ અંકમાંથી લેખકની પરવાનગીથી સાભાર..
  ..ઉત્તમ ગજ્જર.. uttamgajjar@gmail.com

  Like

 16. સૂર્ય’, ‘ચંદ્ર’, ‘નહિ’ જેવા શબ્દો તત્સમ છે જ્યારે ‘સુરજ’, ‘ચાંદો’, ‘નહીં’ જેવા શબ્દો તત્સમ નથી; પણ તદ્ભવ છે એ કઈ રીતે તેઓ જાણતા હોય? છતાં,…………….

  હવે આપણે એ વીચારવાનું છે કે આ ઈન્ટરનેટ યુગમાં કયા શબ્દો અગત્યના છે?

  તત્સમ,તદ્ભવ શબ્દો કે તળપદી શબ્દો કે અનુવાદ યોગ્ય શબ્દો?

  sun=સૂર્ય , સુરજ
  moon=ચંદ્ર,ચાંદો

  જેટલા અનુવાદ યોગ્ય શબ્દો સાહિત્ય રચનામાં વપરાશે તેટલું જ સાહિત્ય સ્વ કે મશીન અનુવાદ યોગ્ય બનશે
  ……………………………………………………………………………………………………….
  શબ્દને અંતે આવતો ‘ઈ’ હંમેશા દીર્ઘ કરવો એવો નિયમ કર્યો છે એટલે મરાઠીમાં ‘કવી’, ‘રવી’ એમ જ લખાય છે, સંસ્કૃતને અનુસરીને ‘કવિ’, ‘રવિ’ નહિ. આપણે ગુજરાતી માટે પણ તત્સમ-તદ્ભવના ભેદ કાઢી નાખીને સમાન જોડણી વ્યવસ્થા કરવાની જરૂર છે. ……………
  ………………………………

  સાચી શબ્દ જોડણી લખનારની પ્રાંતીય બોલી,ઉચ્ચાર શક્તિ,વિચાર શક્તિ, શિક્ષણ સ્તર અને દૈનિક ભાષા ઉપયોગ ઉપર આધારિત છે. ખોટી જોડણી વાળો શબ્દ કદાચ વાચક ને યોગ્ય ન લાગે પણ જો તેનો એક જ અર્થ હોય અને તેનો વાક્ય માં શબ્દ પ્રયોગ અર્થ સાચો હોય તો કટાક્ષ શા માટે?

  અંગ્રેજી texting માં સાચી જોડણી કેટલી વપરાય છે?
  I will see you tomorrow .>>>>>>>>>>>I wiL c U 2moro .

  Like

 17. >આજકાલ ભારતના બધા પ્રાન્તોમાં વત્તેઓછે અંશે પ્રાદેશીક ભાષાઓને બચાવવાની – ટકાવવાની ચળવળ ચાલે છે. ગુજરાતમાં હિન્દી માધ્યમની કેટલી શાળાઓ છે એની સરકારને ખબર નથી!
  શ્રી નરેન્દ્રભાઇ મોદીની વેબસાઇટ સંસ્કૃત-હિન્દી ભાષામાં લોન્ચ થઇ” <

  શું ગુજરાતી ભાષા અને લીપી પ્રચાર માટે આવા નીચે દર્શાવેલ વીસ સુત્રોની જરૂર નથી? અહી ફક્ત વાક્ય માં હિન્દીને બદલે ગુજરાતી લખવાની જરૂર છે.

  …………………………………………………………………………………………………………….
  હમ સભી હમારી હિન્દી કી ઉપેક્ષા કે લિએ સદા હી સરકાર કો કોસતે રહતે હૈં પર કભી સોચા હૈ કિ આપને હિન્દી કે લિએ આજ દિન તક ક્યા કિયા.
  કોઈ બડ઼ા કામ નહીં કરના હૈ બસ યદિ ઘર સે શુભારંભ કરેંગે તો પરિવર્તન અવશ્ય આએગા. માઁ ભાષા જો હૈ ઉસકે સાથ અન્યાય હો ઐસા સહન તો નહીં કર સકતે.

  અપની ભાષા કે લિએ બીસ સૂત્ર

  એક શુભારંભ અપને ઘર સે કરેં:

  ૧. હિન્દી સમાચાર-પત્ર ઔર પત્રિકાએઁ ખરીદેં/પઢ઼ેં.
  ૨. ઘર કે બાહર લગને વાલી અપને નામ કી તખ્તી હિન્દી મેં લિખવાએં.
  ૩. બાત કરતે સમય હર વાક્ય મેં અંગ્રેજી-ઉર્દૂ કે શબ્દ ના ઘુસાએઁ.
  ૪. બચ્ચોં કો હિન્દી કી પુસ્તકેં ઔર ચિત્રકથાએં પઢ઼ને કો દેં. બચ્ચોં સે હિન્દી મેં બાત કરેં, અંગ્રેજી તો સ્કૂલ સિખા દેગા. બાત-૨ મેં મૈંગોં, કૈરટ, કૈપ્સિકમ, કુકુમ્બર, ગ્રૈપ્સ આદિ કા પ્રયોગ ઓછાપન હૈ સમઝદારી નહીં. અંગ્રેજી એક વિષય હૈ પર માધ્યમ નહીં.
  ૫. બચ્ચોં કો કંપ્યૂટર પર હિન્દી મેં ટંકણ સિખાએઁ.
  ૬. અપની કંપની, સંસ્થા, દુકાન, કાર્યાલય આદિ કે પ્રતીક-
  ૬. અપની કંપની, સંસ્થા, દુકાન, કાર્યાલય આદિ કે પ્રતીક-ચિહ્ન, પત્ર-શીર્ષ, આગંતુક-પત્રક(વિજિટિંગ કાર્ડ), રબર કી મુહરેં, કમ્પની કી સાર્વ-મુદ્રા, લિફાફે આદિ કેવલ હિન્દી મેં છપવાએઁ.
  ૭. ઘર -પરિવાર કે આયોજનોં કે આમંત્રણ પત્ર હિન્દી મેં છપવાએઁ.
  ૮. ઈમેલ, ટ્વિટર, ફેસબુક, યૂટ્યૂબ આદિ સામાજિક માધ્યમોં પર અપને નામ/હસ્તાક્ષર આદિ હિન્દી મેં સહેજેં ઔર ઇન પર હિન્દી કા સહી વર્તની કા ધ્યાન રખતે હુએ ઇસ્તેમાલ કરેં. ઇનકી નિયત (ડિફૉલ્ટ)ભાષા હિન્દી સાઈટ કરેં.
  ૯. દેવનાગરી કે અંકોં કો ઇતિહાસ બના દિયા થા સરકાર ને પર ગૂગલ ને ઇન્હેં જિલા દિયા હૈ અબ હમ અપને કર્તવ્ય કો સમઝેં, ક્યા અપની ભાષા કા મહત્ત્વ હમેં વિદેશિયોં સે હી સીખના હોગા.
  ૧૦. યદિ આપ કોઈ ઉત્પાદ-સામાન-સામગ્રી આદિ બનાકર ડિબ્બાબંદ કરકે બેચતે હૈં તો ઉસ ડિબ્બે/પૈક/પૈકેટ/થૈલી/પુડ઼િયા/પુડા આદિ પર આપ જો કુછ ભી વિવરણ ડાલતે હૈં ઉસમેં હિન્દી કો પ્રમુખતા સે છપવાએઁ.
  ૧૧. અપને મોબાઇલ પર નામ-પતે આદિ હિન્દી મેં સહેજેં, મોબાઇલ કી ભાષા હિન્દી સેટ કરેં.
  ૧૨. હિન્દી કા ઇસ્તેમાલ હર સ્થાન પર ગર્વ કે સાથ કરેં. મૈં એક બહુરાષ્ટ્રીય કંપની મેં કંપની સચિવ/કાર્પોરેટ સલાહકાર હૂઁ પર કંપની કામ કે અરિરિક્ત અપના સારા કામ હિન્દી મેં કરતા હૂઁ, ખુદ કે ખાતે -પત્ર-વ્યવહાર સભી હિન્દી મેં લિખતા હૂઁ. શુરૂ મેં થોડ઼ા અટપટા લગા પર અપની સારી ઝિઝક નિકાલ દી. અરે અપની માઁ-ભાષા કે ઇસ્તેમાલ મેં લજ્જા કૈસી.
  ૧૩. આપ જો ભી સરકારી ફાર્મ ભરતે હૈં, સરકારી વિભાગ કો શિકાયત/આર ટી આઈ ભેજતે હૈં/પત્ર લિખતે હૈં સબકુછ હિન્દી મેં કરેં.
  ૧૪. મૈં અભી એક કમ્પની બનાને વાલા હૂઁ જિસકે સારે દસ્તાવેજ કંપની કાર્ય મંત્રાલય(કંપની પંજીયક) કો કેવલ હિન્દી મેં જમા કરૂઁગા. આગે દેખેંગે ક્યા હોગા? ક્યોંકિ શાયદ કંપની કાર્ય મંત્રાલય(કંપની પંજીયક) હિન્દી મેં સંગમ જ્ઞાપન/અંતર્નિયમ (MoA/AoA) હિન્દી મેં સ્વીકાર નહીં કરતા.
  ૧૫. જબ ભી કિસી કંપની કે ગ્રાહક સેવા કેન્દ્ર (કૉલ સેણ્ટર) મેં ફ઼ોન લગાએઁ, હિન્દી કા વિકલ્પ ચુનેં ઔર હિન્દી મેં હી બાત કરેં.
  ૧૬. યદિ સરકારી સેવા મેં હૈં અથવા નિજી વ્યવસાય કરતે હૈં તો અપના કાર્ય હિન્દી મેં કરેં.
  ૧૭. જબ ભી કિસી નિજી કંપની સે બીમા પૉલિસી ખરીદેં, ફૉર્મ હિન્દી મેં ભરેં, ઉસ કંપની સે પૉલિસી પ્રપત્ર કી હિન્દી મેં માંગ કરેં.
  ૧૮. જબ ભી કિસી નિજી કંપની સે મોબાઇલ/ગૈસ/ડીટીએચ/ફ઼ોન કનેક્શન ખરીદેં, ફૉર્મ હિન્દી મેં ભરેં, ઉસ કંપની સે ફૉર્મ એવં બિલ આદિ હિન્દી મેં પ્રદાન કરને કે લિએ કહેં.
  ૧૯. જબ ભી કિસી નિજી કંપની સે નિવેશ/મ્યુચુઅલ ફંડ/ઈટીએફ આદિ ખરીદેં, ફૉર્મ હિન્દી મેં ભરેં, ઉસ કંપની સે ફૉર્મ એવં અન્ય દસ્તાવેજ, પ્રીમિયમ નોટિસ આદિ હિન્દી મેં પ્રદાન કરને કે લિએ કહેં.
  ૨૦. યદિ આપ સૉફ્ટવેયર અભિયંતા અથવા ઇંજીનિયર હૈં તો સૂચના પ્રૌદ્યોગિકી મેં હિન્દી કે પ્રયોગ કે સરલ ઉપકરણ ઉપલબ્ધ કરવાએઁ અથવા જો સંસ્થાન ઇસ કામ મેં લગે હૈં ઉન્હેં અપની સેવાએઁ ઉપલબ્ધ કરવાએઁ.
  આપ સભી સે નિવેદન હૈ કિ ઇસ સૂચી મેં અપને સુઝાવ ભી જોડ઼તે રહેં ઔર હમારે સાથ સાઝા કરેં.
  પ્રવીણ કુમાર
  …………………………………………………………………………………………………………….

  Like

 18. આ મારા (પોસ્ટ કરતી વખતે વર્ડપ્રેસ્સ ની જગ્યાને આધારે) કપાઈ ગયેલ પ્રતીભાવ ને ઉપર ઉમેરવા વીનંતી છે ………………..

  >આજકાલ ભારતના બધા પ્રાન્તોમાં વત્તેઓછે અંશે પ્રાદેશીક ભાષાઓને બચાવવાની – ટકાવવાની ચળવળ ચાલે છે.>

  કોઈપણ લઘુ પ્રાદેશીક ભાષા ની રક્ષા માટે નવી લીપીની જરૂર નથી.બધીજ ગુજરાતની નાની ભાષા બોલીઓ ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં તળપદી શબ્દોના આધુનીક શબ્દાર્થ નીચે આપી લખી શકાય છે ભાષા જીવંત રાખવા માટે પ્રોત્સાહન આપવાની જરૂર છે. સાથે સાથે દેવનાગરી લીપીમાં લખાતી કેટલીક લુપ્ત થઇ રહેલ ભારતીય ભાષાઓ (મૈથીલી,ભોજપુરી,મગધી વિગેરે ) ને પણ ગુજનાગરી લીપીમાં લખવાનું પ્રોત્સાહન આપવું જરૂરી છે.

  શું ડોક્ટર રાજુલ શાહ રચેલ કચ્છી લીપી અને દક્ષીણ ભારતીય ડોક્ટર સથુપતી પ્રસન્ના ની દસ ટ્રાઇબલ લીપીઓ ગુજનાગરી લીપીથી સરળ છે? આવા શીક્ષીત ડોકટરો પછાત વર્ગને સરળ લીપીમાં શીક્ષણ આપવાનું કેમ વીચારતા નથી?

  પાંચ લીપીમાં લખતી કોંકણી ભાષાએ રોમન લીપીમાં કન્વર્ટર કેમ બનાવ્યું? વિચારો?

  શું આવી સમાચાર પત્રો ની હેડલાઈન્સ ગુજરાતી ભાષા ને આગળ ધપાવશે ??”

  > ગુજરાતમાં હિન્દી માધ્યમની કેટલી શાળાઓ છે એની સરકારને ખબર નથી!
  શ્રી નરેન્દ્રભાઇ મોદીની વેબસાઇટ સંસ્કૃત-હિન્દી ભાષામાં લોન્ચ થઇ” <

  Like

 19. As usual, Murjibhai has dissected and given an incisive analysis.

  Whether the purists like or not, world dominance of English is not only here to stay but will increasingly strengthen its stronghold over the local languages of the world. When you travel to Europe and Asia, which I have done extensively, you realize this more than ever that although older generation may not speak it but the younger GenX without question is highly receptive to learning English and thereby advancing in the cyber age. The real challenge in future is how to be proficient in English without sacrificing the vernacular tongues,.

  It is an undeniable fact that although Mandarin, Spanish and Hindi might be collectively spoken by almost half the people of the world, nevertheless these are localized languages limited to certain regions. As Bill Bryson has said- about 400 million people speak English and the rest is trying to speak it.

  As correctly alluded to by Murjibhai in his article, it’s quite clear that there exists a compelling disconnect in today’s India (and by extension in Gujarat) between rural folks-and poor city folks who are deprived of access to better education, better teachers and to English and as a consequence better opportunities – and the city folks- middle and upper class who can afford to spend money to buy better education.

  Like

 20. ગોવિંદભા
  અમેરિકક જેવા દેશોમાં ગુજરાતી ભાષા લાંબુ નહિ જીવે એવું મને લાગે છે .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s