બુદ્ધીનો બાયોસ્કોપ

લેખકશ્રી. દીનેશ પાંચાલની ૨૮ વરસ જુની લોકપ્રીય કૉલમ ‘જીવનસરીતાને તીરે’ હવે ‘ગુજરાતમીત્ર’માં પ્રકાશીત થતી નથી. તેમણે હવે સુરતના જ દૈનીક ‘ગુજરાત ગાર્ડીયન’ http://gujaratguardian.in/ની રવીવારીય પુર્તી સન્ડે ગાર્ડીયન’માં ‘સંસારની સીતાર’ કૉલમ શરુ કરી છે. તેમાંનો આ એક લેખ પ્રથમ વાર સાદર…

 બુદ્ધીનો બાયોસ્કોપ

–દીનેશ પાંચાલ

ઈશ્વર વીશે જેમને સાચી સમજ ન હોય એવા આસ્તીકોની યાદી બનાવવામાં આવે તો આંખ પહોળી થઈ જાય એવો આંકડો નીકળે. ઘણા ધર્મગુરુઓ પણ એ લીસ્ટમાં ‘ટૉપ ટેન’માં ચમકે. રૅશનાલીઝમની સ્થીતી તો એથીય વધુ કફોડી છે. રૅશનાલીઝમના વીકાસમાં અવરોધ ઉભો કરનારાઓને એવોર્ડ આપવામાં આવે તો બધાં જ એવોર્ડ્સ કહેવાતા નાસ્તીકો જીતી જાય. માણસ આસ્તીક હોય કે નાસ્તીક પણ તેના જ્ઞાન–વીજ્ઞાન અને સંશોધનોને મર્યાદા રહી છે. માણસ સીમેન્ટ બનાવી શકે છે; રેતી બનાવી શકતો નથી. પુલો બાંધે છે; દરીયા બનાવી શકતો નથી. એણે પાણીનું બંધારણ (H2O) શોધી કાઢ્યું; પણ એ સંશોધન આકાશમાં ઝબુકતી વીજળી જેવું બની રહ્યું.

ઘણા વલખાં માર્યા પછી પણ માણસને ડાયાબીટીસનો નક્કર ઉપાય ન જડ્યો ત્યારે એણે સુગરફ્રી ટૅબ્લેટ બનાવીને સંતોષ માન્યો. માણસ અનાજ પકવી શકે છે; પણ ભુખને જડમુળથી નાબુદ કરી શકતો નથી. ધરતીના પેટાળમાંથી પાણી કાઢીને એણે મીનરલ વોટર બનાવ્યું; પણ તરસને નાબુદ કરી શક્યો નહીં. લેબોરેટરીમાં લોહી બનાવ્યાની વાતો પણ આવી; પરન્તુ હજી સુધી તે H2O જેવી જ ઘટના રહેવા પામી છે. રોજ હૉસ્પીટલોમાં દરદીઓને લાખો બોટલ લોહીની જરુર પડે છે. વીજ્ઞાન એટલા લોહીનું ઉત્પાદન કરી શકે તો જ એ સીદ્ધી લેખે લાગે. વીજ્ઞાન જેટલી સરળતાથી પાવડરનું દુધ બનાવી શકે છે તેટલી સરળતાથી લોહીના પાઉચ તૈયાર કરી શકતું નથી. માટે જ માણસ માણસ વચ્ચે ‘લોહીનો વાટકી–વ્યવહાર’ હંમેશાં ટકી રહેવાનો છે. સદ્ભાગ્યે સમાજમાં લોહી પીનારા કરતાં લોહી આપનારાઓની સંખ્યા વધારે રહેવા પામી છે. કોઈએ લોહીના અભાવે મરવું પડતું નથી. માણસમાં માનવતા હજી ટકી રહી છે. કો–ઑપરેટીવ બૅંક ફડચામાં જાય છે; પણ હજી સુધી કોઈ બ્લડ બૅંક ફડચામાં ગઈ નથી.

વીજ્ઞાન અને ટૅક્નૉલૉજીથી અદ્ભુત વીકાસ થઈ રહ્યો છે. મેડીકલ ક્ષેત્રે નવાં સંશોધનો થતાં રહે છે. હૃદયના વર્કીંગ અવર્સ વધતા જાય છે. મરવાનું ડૉક્ટરોએ અઘરું બનાવી દીધું છે. સાયન્સ વડે શરીર જીવી જાય છે; પણ મોંઘવારીને કારણે મન મરતાં જાય છે. દીનપ્રતીદીન આપઘાતોની સંખ્યા વધતી જાય છે. આ વર્ષે માનસીક રોગીઓની સંખ્યા ગત વર્ષ કરતાં ઘણી વધી ગઈ. મોંઘવારી, બેકારી, ગરીબી, ભુખમરો એ બધાં વચ્ચે જીવતાં માણસોના મનમુટાવ, મનમુંઝારા અને મનભેદોનો પાર નથી. સુખો છે; પણ તેમાં દુ:ખોની બહોળી મીલાવટ છે. ઘરે ભેંસ બાંધો તો ચોખ્ખું દુધ મળી શકે; પણ ઘરે ભગવાન બેસાડો તોય ચોખ્ખું સુખ ન મળી શકે. ઘઉંની ગુણમાં થોડાક જ કાંકરા હોત તો ચીંતા નહોતી; પણ વીણાટ ઘઉંની આખી ગુણ કાંકરાઓથી ભરેલી નીકળે છે. સાયન્સ એ કાંકરાઓને દુર કરવાની ‘કારસેવા’ કરી રહ્યું છે.

માણસના હોઠ લાલ રહે તેટલું પુરતું નથી; હોઠ પર સ્મીત ટકી રહેવું જોઈએ. ગાલ ભરાયેલા હોય છે; પણ મન ખાલી હોય છે. પરીવાર હોય છે; પણ ભલીવાર નથી હોતો. પૈસા અને જલસા હોય છે; પણ જીવન કૃત્રીમ બનતું જાય છે. અપાર ભૌતીક સુખો વચ્ચેય મનની શાંતી વીના માણસ પીડાય છે. ઉંઘની ગોળી લીધા પછી પણ એને મુશ્કેલીથી ઉંધ આવે છે. માણસને હવે સમજાય છે કે માત્ર શરીર નહીં મન પણ સુખી રહેવું જોઈએ. ઘણીવાર પ્રભુની પુજા કરતાં ‘પાચનવટી’થી વધુ શાન્તી પ્રાપ્ત થાય છે. ખરેખર તો એવા સમાજનું નીર્માણ થવું જોઈએ કે સુખ–શાન્તી માણસને કોઠે પડી જાય. પણ દુર્ભાગ્યે એવી સ્થીતી પેદા થઈ છે કે ચીંતા, તણાવ, ભય અને અસલામતી માણસને કોઠે પડી ગયાં છે.

વીજ્ઞાનવાદ અને બુદ્ધીવાદ ભેગાં મળે તો સ્વર્ગનો નકશો તૈયાર થઈ શકે; પરન્તુ એમાં માનવીના શુભ ઈરાદાઓ ભળે તો જ ધરતી પર સ્વર્ગનું નીર્માણ થઈ શકે છે. એક નાનકડા સ્વર્ગની વાત કરું. પોલીયોની રસીનો ધુમ પ્રચાર થઈ રહ્યો છે. પ્રજા અને પ્રશાશનના સંયુક્ત પ્રયાસોથી એક દીવસ એવો આવશે કે સરકાર આનન્દપુર્વક જાહેર કરશે: ‘પોલીયો સમ્પુર્ણ નાબુદ થઈ ચુક્યો છે.’ (શીતળાની રસી શોધાવાથી હવે એ રોગ સમ્પુર્ણ નાબુદ થઈ શક્યો છે. પહેલાં શીતળાનો કેસ શોધી લાવનારને હજાર રુપીયા આપવાની જાહેરાત કરવામાં આવતી હતી. પોલીયોના કેસ માટે પણ સરકાર હવે એવી જાહેરાત કરવાની સ્થીતીમાં છે.) સરકાર અને સમાજના સંયુક્ત ઉપક્રમે નજીકના ભવીષ્યમાં પોલીયો વીનાના સમાજનું સ્વર્ગ સ્થપાશે. એ સ્વર્ગ ઉપર સુવર્ણ અક્ષરે લખ્યું હશે: ‘મેડ બાય હ્યુમનબીઈંગ’

હવે માણસને મૃત્યુ પછીના સ્વર્ગનો મોહ છુટતો જાય છે. એમાં વીજ્ઞાન અને રૅશનાલીઝમે ખાસ્સો ભાગ ભજવ્યો છે. મેડીકલ સંશોધનોની ઉપલબ્ધીઓ જુઓ, કેટલી બધી છે: કૃત્રીમ માંસપેશીઓ, કૃત્રીમ ફેફસાં, પેસમેકર, ઈયરફોન, બનાવટી હાથ–પગો, ટેસ્ટટ્યુબ બેબી, ચક્ષુદાન, અંગદાન, રક્તદાન, કીડની–લીવર જેવા અંગોનું પ્રત્યારોપણ.. એવા સેંકડો સંશોધનો દ્વારા માણસનાં અડધોઅડધ દુ:ખો ગાયબ થઈ ગયાં છે. એ બધાં દુ:ખો પહેલાં ભાગ્યના લેખ ગણાતા. એ લેખ પર સાયન્સરુપી વીધાતાએ સીદ્ધીના મેખ માર્યા છે. હવે સુખી થવાનું સહેલું બનતું જાય છે. સવારે શોધાયેલું સુખ બપોરે વાસી થઈ જાય છે. સાંજે નવા સુખનો સુર્યોદય થાય છે. ક્યારેક વીચાર આવે છે ચાલો, કોઈ દીવસ પુજાપાઠ કે રામનામના જપ જપવાનું બંધ રાખી આપણે સૌ જાહેરમાં એક સમુહપ્રાર્થના કરીએ કે એઈડ્સ, ડાયાબીટીસ, થાઈરોઈડ અને કેન્સર જેવાં હજી અસાધ્ય રહેલા રોગોથી પણ માણસ મુક્ત બને ! એક સહસ્રકોટી યજ્ઞ કે નવચંડી યજ્ઞ કરતાં એવી એક નાનકડી પ્રાર્થનાનું મુલ્ય અનેકગણુ વધારે છે.

અમેરીકાની એક તાજી ઘટના સાંભળો. જ્હોન વીલ્સને તેની પત્ની મેરીને તેના જાડા હોઠ અને અલ્પવીકસીત છાતીને કારણે ડીવોર્સ આપ્યા. મેરી ડૉક્ટરોને મળી. ડૉક્ટરોએ મેરીની પ્લાસ્ટીક સર્જરી કરી. મેરીના હોઠ ખુબ સુંદર બની ગયા. છાતી સુડોળ બની. ત્યાર બાદ મેરી એક ધનાઢ્ય અને સુંદર પુરુષને પરણી. નવા પતી સાથે એ ખુબ સુખી હતી. એક દીવસ ક્લબમાં અચાનક એને એનો જુનો પતી મળી ગયો. તેણે મેરીને અજાણી મહીલા જાણી વખાણ કરતાં કહ્યું: ‘તમારા હોઠ ખુબ સુંદર છે’. મેરીએ જવાબ આપ્યો: ‘હોઠ અસલી નથી, બનાવટી છે; પણ મને પતી અસલી મળ્યો છે. તેં મને મારા જાડા હોઠને કારણે ડીવોર્સ ના આપ્યા હોત તો મને આટલો સુંદર પતી ના મળી શક્યો હોત !’ જ્હોન વીલ્સન ચકીત થઈ વીચારી રહ્યો: ‘ઓહ ગૉડ…! શું આ તે જ સ્ત્રી છે, જેને મેં અગ્લી (કદરુપી) કહી છોડી દીધી હતી ? મારી પાસેય પૈસા હતા; પણ મને એવો વીચાર કેમ ન સુઝ્યો ?’

એટલું યાદ રાખવું પડશે કે સુખ કેવળ સાધનોથી પ્રાપ્ત થતું નથી. તેના ઉપભોગમાં બુદ્ધી પણ વાપરવી પડે. સુખની એક્સપાયરી ડેટ વીતી જાય તે પુર્વે તેને ઉપભોગી લેવું પડે. કેરી પાકી જાય પછીય ન ખાઈએ તો કેરીનો ખરો આનન્દ માણી શકાતો નથી. કેવળ પૈસાથી સુખી થવાતું હોત તો વીલ્સન પાસેય ખુબ પૈસો હતો; છતાં તેને પત્નીની પ્લાસ્ટી સર્જરી કરાવવાનું ન સુઝ્યું. ખરી વાત તો એટલી જ કે તમે ગાઢ અંધારામાં અકળાઈ રહ્યા હો; પણ બુદ્ધીની દરમીયાનગીરી વીના તમને એ વાતનો ખ્યાલ આવતો નથી કે તમારા ખીસ્સામાં ટોર્ચ પડી છે ! તમે બુદ્ધીના બાયોસ્કોપ વગર સુખને જોઈ શકતા નથી.

દીનેશ પાંચાલ

‘ગુજરાત ગાર્ડીયન’ દૈનીક, સુરતની તા. 27એપ્રીલ,2014ની રવીવારીય પુર્તી સન્ડે ગાર્ડીયન’ http://gujaratguardian.in/E-Paper/04-27-2014Suppliment/index.htmlમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય સાપ્તાહીક કટાર ‘સંસારની સીતાર’માંથી, લેખકનાઅને ‘ગુજરાત ગાર્ડીયન’ના સૌજન્યથી સાભાર… ..ગોવીંદ મારુ..

 લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ,સી-12, મજુર મહાજન સોસાયટી,ગણદેવી રોડ,જમાલપોર, નવસારી -396445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 09 – 05 – 2014

 

15 Comments

 1. It is a good article. It is up to you come out from the box and start thinking about your problems. Majority people never try to think. We have become so much dependent on others for our solutions of life.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 2. સુખની એક્સપાયરી ડેટ વીતી જાય તે પુર્વે તેને ઉપભોગી લેવું પડે.

  શ્રી દિનેશભાઈએ આવી ઘણી સમજવા જેવી વાતો કહી છે એમનાં આ પ્રેરક લેખમાં .

  લેખકને અને ગોવિંદભાઈને આ લેખનો આસ્વાદ કરાવવા આ માટે ધન્યવાદ .

  નવા અખબારની એમની નવી કતાર માટે દિનેશભાઈને અનેક શુભેચ્છાઓ .

  Like

 3. “હવે માણસને મૃત્યુ પછીના સ્વર્ગનો મોહ છુટતો જાય છે.” આ પુરું સત્ય નથી, પરંતુ અર્ધ સત્ય છે.

  સત્ય એ છે કે માણસને મ્રુત્યુ પછીના સ્વર્ગનો મોહ એટલો બધો છે કે અત્યારે મણસજાત કરોડોની સંખ્યા માં મંદીરો, મસ્જીદો, ગુરુદ્વારાઓ, સિનેગોગો, ચર્ચો વગેરેમાં એકઠા થઈને લખલુટ ખર્ચ કરે છે. બીજા શબ્દોમાં પૈસા થકી મ્રુત્યુ પછી સ્વર્ગમાં પોતાના પ્રવેશને “કન્ફર્મ” કરાવવા સ્વર્ગની બૂકીંગ કરાવે છે.

  આ ઘેલછા જ છે કે જગતમાં દુખો ઉઠાવીને, નાણા ખર્ચીને માણસજાતને સ્વર્ગમાં જવું છે.

  રિબાતી અને પિડાતી મનવતાને સહાય કરવી તેમાંજ અનંત સુખ છે. કડકડતી ઠન્ડીમાં દરિદ્ર ઠુઠવતો હોય છે, અને માણસજાત દરગાહમાં મ્રુત્યુ પામેલ સંતની સમાધિ પર ચાદર ચઢાવે છે. દરિદ્રના ભુખ્યા બાળકને છોડીને માણસજાત મુર્તિ પર દુધની ધાર વહાવે છે.

  આ પ્રકારના ધતીંગોને શું કહેવું?

  કાસીમ અબ્બાસ

  Like

 4. માનવ વલખા મારે છે એને બદલે દીનેશભાઈએ જે ઉપાય બતાવ્યા છે એનાથી ખરેખર સુખી થવાય છે. આજ નહીં તો કાલ પણ સુખી થવા મંત્ર, તંત્ર, ગુરુ, સાધુઓનો વર્ચસ્વ ઘટે એ બહુ જ જરુરી છે.

  Like

 5. Very thoughtful article. It make me wonder whyscience has not found theory of making blood powder like milk powder? Then again, if we can make everything whatusually made biologically, then we would not need bilogical science!

  We human are racing to get ‘Sampati’ at cost of our Shanti and Santati. Aapne paisaa ni paachhar dod mookishu to ek divas evo aave ke ye paiso aaparne ubhaa raheva nahi de…. I have witnessed this in USA among many my friends.

  As Qusim Abaas mention, it is true that those who has wealth are trying to buy ticket to Swarg by spending unnecessary money in place where their is no good use of.

  Best line of article “ઘરે ભેંસ બાંધો તો ચોખ્ખું દુધ મળી શકે; પણ ઘરે ભગવાન બેસાડો તોય ચોખ્ખું સુખ ન મળી શકે. ” love it.

  Like

  1. ……………..Best line of article “ઘરે ભેંસ બાંધો તો ચોખ્ખું દુધ મળી શકે; પણ ઘરે ભગવાન બેસાડો તોય ચોખ્ખું સુખ ન મળી શકે. ” love it.

   Like

 6. મિત્રો,
  આ મારા વિચારો છે. દરેક વાચકને પોતાના વિચારો હશે જ.
  આ લેખ વાંચીને ઘણું ઘણું કન્ફયુઝન થયુ. ‘વિજ્ઞાને આટલું કર્યુ છે પરંતુ આ કરી શક્યુ નથી.‘ ( દા. ત. રેતી અને સીમેન્ટ ) સ્વર્ગ અને નર્કનો વિજ્ઞાનની શોઘો સાથે સાંકળવાનું સમજવામાં તકલીફ પડી.
  વિજ્ઞાન અને બુઘ્ઘિને જોડીને રસ્તા કાઢવાની વાત ગમી.
  કહેવાયુ છે કે……
  ના કીસીકે અભાવમેં જીઓ,
  ના કીસીકે પ્રભાવમેં જીઓ,
  જીંદગી હૈ આપકી આપકે સ્વભાવમેં જીઓ.
  દસ માણસોને પૂછો…વિચારો ખૂબ વિચારો અને ફાઇનલ ડીસીશન તમારી રીતે લો…….

  અમૃત હઝારી.

  Like

 7. ઘણા વલખાં માર્યા પછી પણ માણસને ડાયાબીટીસનો નક્કર ઉપાય ન જડ્યો
  નહિ જડે કદી નહિ જડે.. એને કંટ્રોલમાં રાખી શકો પણ ઉપાય નથી. એનું મહત્વનું કારણ એ છે કે ડાયાબિટીસ માનવીના સર્વાઈવલ માટે પેદા થયેલો છે. અતિશય ઠંડા પ્રદેશોમાં રહેનારા માટે ડાયાબીટીક મેટાબોલીઝમ જરૂરી છે. એનો પુરાવો એ મળ્યો છે કે અતિશય ઠંડા પ્રદેશમાં રહેતા એક જાતના દેડકા શિયાળામાં આખા શરીરને ફ્રોજન બનાવી નાખે છે અને ઉનાળો આવતા નોર્મલ બની જતા હોય છે તે દેડકાઓ ડાયાબીટીક મેટાબોલીઝમ ધરાવે છે. ઘણા બધા કહેવાતા રોગો સર્વાઈવલ માટે વિકસેલા છે. એટલે એનો ઉપાય હોતો નથી આ બધું અભ્યાસ અને વધુ રોસર્ચ માંગી રહ્યું છે. હવે ઠંડા પ્રદેશના લોકો ગરમ પ્રદેશમાં આવી જાય તો પેલો સર્વાઈવલ માટે પેદા થયેલો ગુણ રોગ બની જાય. અને વળી આ ગુણ કે અવગુણ જિનેટિકલી વારસામાં મળતા હોય છે. અને યાર બધા રોગના ઉપાય જડી જશે પૃથ્વી પર જગ્યા નહિ રહે.

  Like

 8. એક સહસ્રકોટી યજ્ઞ કે નવચંડી યજ્ઞ કરતાં એવી એક નાનકડી પ્રાર્થનાનું મુલ્ય અનેકગણુ વધારે છે.
  પ્રાર્થના પણ કામ આપતી નથી. પ્રાર્થના ફક્ત દિલાસો આપે છે. એક ભ્રમ ઉભો થાય છે. પ્રાર્થના કામ કરે તો કુદરતના કામ અટકી જાય.. હહાહાહાહાહાહા … માટે ભગવાન મહાવીરે ક્યારેય પ્રાર્થના કરી નહોતી.. નહોતા દેરાસર બાંધ્યા. જો કે જૈનો હાલ ભગવાન મહાવીરને પ્રાર્થના કરે છે તે જુદી વાત છે. પ્રાર્થના ફક્ત પ્લસીબો છે. નકલી રોગની નકલી દવા.

  Like

 9. દિનેશભાઈ તો અહી આવતા નથી પણ મારી આ ઉપરની બે કોમેન્ટ્સ એમને પહોચાડવા ગોવિંદભાઈને વિનંતી..

  Like

  1. અહીં બાપુએ કોમેન્ટમાં ગોવીન્દભાઈને કોમેન્ટ દીનેશભાઈને પહોંચાડવા વીનંત્તી કરી એટલે મને પણ કોમેન્ટ મુકવાનું મન થયું. ક્યાંક ડાયાબીટીઝનો હલ નીકળી એના માટે નહીં પણ મને ઘરે ભેંસ બાંધવાની ઈચ્છા થઈ છે…

   Like

 10. મિત્રો,
  ૧૦૦ કે ૨૦૦ વરસો પહેલાં શીતળા માતા જે આશિર્વાદ આપતાં તેનો સહારો રહેતો. આજે શીતળા નાબુદ થઇ ગયા છે. તેજ રીતે હ્રદયના જુદા જુદા પ્રકારનાં રોગો સાઘી શકાયા છે. ફેફસાના રોગો અટકાવીને જીંદગીની સફર ચાલુ રાખવામાં સફળતા મળી છે. ફેફસાનું ટરાન્સપ્લાંટ કરવામાં આવી રહ્યુ છે. નવી નવી રીસર્ચ ડાયાબિટીસને કંટરોલ કરતાં મગજમાંનાં કેમીકલો શોઘીને વાપરવાની પ્રયોગરુપી શરુઆત થઇ ગઇ છે. છેલ્લા ૧૦૦ વરસોમાં અસાઘ્ય રોગોને ક્યાંતો નિર્મૂળ કરાયા છે કે તેમને કામ કરતાં અટકાવવાની દવાઓ શોઘીને રેગ્યુલર ડોઝ દ્વારા જીંદગીનો સ્પાન વઘારી શક્યા છે. વિજ્ઞાન કુદરતના રહસ્યોને ઘીમે ઘીમે ઉઘાડતું જાય છે. વરસમાં ૧ શોઘ થતી હતી હવે રોજ કદાચ ૧૦૦થી કે ૫૦૦થી વઘુ માનવ ,પ્રાણી , વનસ્પતિ અને બ્રહ્માંડની ઉપયોગી રીસર્ચ થઇ રહી છે. વિજ્ઞાને થામી લીઘું છે. કુદરતના અભેદ્ય ખજાનાઓનો સહસ્યભેદ ખોલવો….ઘીરજ જ મદદ કરશે. ‘વિજ્ઞનાન આ કરી શક્યુ છે અને આ નથી કરી શક્યુ‘ તે વાક્ય કદાચ આપણા વૈદિક ઋષિમુનિઓને પણ ગમ્યુ નહિ હોત. તઓ પણ વિશ્વના ભેદો ખોલવાની રીસર્ચ કરતાં હતાં તેમણે તેની ઉપર પુસ્તકો લખ્યા હતાં તે પુસ્તકોનું આપણને અભિમાન પણ છે…………………………………………………………………………………….

  Like

 11. A business may teach you, how to smoke and how to stop.
  The food industries may do the same thing.
  just watch your wallets and health.
  Wikipedia articles……….
  Obesity
  Food additive
  List of food additives
  50 Jawdroppingly Toxic Food Additives to Avoid

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s