મન્દીરોની આવકજાવકનો હીસાબ ઘણાં દુષણો ટાળી શકે

Sonsari Vat

રાવણની લંકા સોનાની અને કૃષ્ણની દ્વારકા પણ સોનાની. ભારતની આ પ્રાચીન પરમ્પરા આજે પણ અખંડ જળવાઈ રહી છે. રાજકાજમાં જળોની માફક ચોંટી પડેલાં રાવણ જેવા આગેવાનોનાં ઘરમાં સોનાના ઢગલા દેખાય છે અને દેવની પુજા સમા મન્દીરોમાં પણ સોનાના ભંડાર છલકાય છે. પણ આ પરમ્પરા હવે થોડી બદલાઈ ગઈ છે અને મન્દીરોમાં જે સોનાના ભંડારો છે તેનો તાગ પામવો કઠણ થઈ પડ્યું છે. જગન્નાથપુરીમાં એક મઠના મહન્તે 70 ટન જેટલી ચાંદી ચોરી જવાનો પ્રયાસ કર્યો તે માટે પોલીસે તેની અટકાયત કરવી પડી. અને થીરુઅનન્તથપુરમના પદ્મનાભ સ્વામી મન્દીરના ભંડારની તલાશી લેવાના સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર ગણતરી કરવામાં આવી ત્યારે દાગીના અને રત્નોના ભંડારની કીમત વીસ અબજ રુપીયા સુધી પહોંચી અને મુખ્ય ભંડારનો દરવાજો ઉધાડવામાં આવે તો આખા દેશ પર ભયંકર આફત તુટી પડશે તેવી દૃઢ માન્યતાને કારણે આ દરવાજો તો હજુ ખોલવામાં આવ્યો જ નથી !

વરસોથી, દાયકાઓથી, સદીઓથી ભારતમાં અતીશ્રદ્ધાળુ ભક્તો પોતપોતાના આરાધ્ય દેવના મન્દીરમાં સોના–રુપાના દાગીનાઓ ચડાવતા રહે છે. શહેરી અને શ્રીમન્ત લોકો મોટી ભેટ ચડાવે છે. પણ તેમની સંખ્યા ઓછી છે. ગામડાની અતી ગરીબ ઘરની સ્ત્રીઓ પોતપોતાની માનતા પુરી કરવા માટે દેવ દ્વારે પોતાના હાર, બંગડી, એરીંગ અને ચુંક ચડાવતી આવી છે. આ ભંડાર કેટલો છે તે જાણવા માટે થોડા વરસ અગાઉ રીઝર્વ બૅન્કે ભારતનાં તમામ મોટાં મન્દીરોને પોતાના ભંડારોનો હીસાબ રજુ કરવાની નોટીસો કાઢી હતી. પણ શ્રદ્ધાળુઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉગ્ર વીરોધને કારણે રીઝર્વ બૅન્કે પોતાની નોટીસો પાછી ખેંચી લેવી પડી.   આવા ભંડારોની વાત બાજુએ મુકીએ તો પણ; ભારતનાં નાનાં મોટાં તમામ મન્દીરોએ અઢળક કમાણી કરતી પ્રવૃત્ત્તી મોટા પાયા પર ઉપાડી છે. તેમાં ભક્તી કે પુજા કરતાં પણ કમાણીની ગણતરી વધારે હોય છે અને આ ગણતરી હમ્મેશાં સાચી ઠરે છે.

ભારતીય સમાજમાં મન્દીરો કમાણી કરાવી આપતો સર્વશ્રેષ્ઠ ધંધો છે, તેમાં સમ્પ્રદાયો કે સ્વામીઓએ કશું મુડી–રોકાણ કરવું પડતું નથી; કારણ કે મન્દીરો બાંધવાનું ભંડોળ બારોબાર (ફંડફાળા, ઉઘરાણાં, દાનથી) નીકળી જાય છે. મન્દીરો બંધાયા પછી જે મબલખ કમાણી થાય છે તેમાં મુડી–રોકાણ કરનારને કશો હીસ્સો મળતો નથી અને આવો હીસ્સો મેળવવાની કશી અપેક્ષા પણ રાખવામાં આવતી નથી.

મુડી કોઈની અને કમાણી પોતાની એવો ધંધો ધર્મપુરુષોને સારો ફાવી ગયો છે. ગમે તેટલી કમાણીનો કશો હીસાબ રખાતો નથી. તેના પર કશો કર કે વેરો ચુકવાતો નથી અને આવેલાં નાણાં ક્યાં જાય છે, કોણ વાપરે છે અને શી રીતે વપરાય છે તેની સીધીસાદી પુછપરછ પણ કદી કરવામાં આવતી નથી. ભારતનાં મોટાભાગનાં મન્દીર આજે અધર્મનાં મોટામાં મોટાં કેન્દ્રો બની ગયાં છે. વગર મહેનતે મેળવાયેલી અસ્ક્યામતો હમ્મેશાં અનેક પ્રકારનાં દુષણો જન્માવે છે. નશાકારી પદાર્થો, વ્યભીચાર અને ગુનાખોરીમાં આજે આપણા લગભગ તમામ સમ્પ્રદાયો ગળાડુબ છે. આસારામ (બાપુ ?) તો દયાપાત્ર છે; કારણ કે તે પકડાયો છે અને પોતાની કરણીનું ફળ ભોગવે છે. પણ વગર પકડાયેલા ધાર્મીક આગેવાનોની મોટી જમાત હજુ તાગડધીન્ના કરે છે.

આમાં ધર્મનો કે ધર્મશ્રદ્ધાનો કશો દોષ નથી. સમાજમાં ચોમેર વ્યાપેલી અન્ધશ્રદ્ધા અને ભગવાન જોડે લાભ મેળવવા માટે સોદાબાજી કરવાની વૃત્ત્તી આ પાપ માટે જવાબદાર છે. ભગવાન દીકરો આપે, પરીક્ષામાં પાસ કરાવે, ધંધા–પાણીમાં બરકત આપે તો ભેટ ચડાવવી તે ઈશ્વર જોડે કરવામાં આવેલી સોદાબાજી છે અને મોટા ભાગે ચડાવવામાં આવેલી ભેટ શ્રદ્ધાનું નહીં; પણ આવી સોદાબાજીનું પરીણામ છે. ઈશ્વરની કૃપા તો ચારીત્ર્યથી કે ત્યાગથી જ મળે છે તે હકીકતને ખુણે– ખાંચરે ધકેલી દેવામાં આવી છે.

કારણ ગમે તે હોય; પણ મન્દીરોમાં સદીઓથી નકામું પડી રહેલું આ દ્રવ્ય સમાજોપયોગી કાર્ય માટે વાપરવું તે આજના જમાનાની તાકીદ છે. આ નાણાં દેશના ગરીબોના પરસેવાની કમાણી છે અને તેમનાં કલ્યાણ માટે આ ભંડારો વપરાવા જોઈએ; પણ આ ભંડારો હાથવગા કરવા એ અશક્ય દેખાય છે. ઓછામાં ઓછું આ ભંડાર કેટલા છે અને કેવડા છે તેની જાણકારી એકઠી કરવી જોઈએ. જુના હોય કે નવા હોય; પણ દરેક મન્દીરે પોતાની વાર્ષીક આવકજાવકના અધીકૃત હીસાબો જનતાની જાણકારી માટે પ્રસીદ્ધ કરવાનું ફરજીયાત બનાવવું જોઈએ. આવા હીસાબ આપવાનો કે છાપવાનો ઈન્કાર કરનાર મન્દીરોને પાણી, વીજળી, સફાઈ જેવી મ્યુનીસીપલ સેવા આપવાનું બંધ કરવામાં આવે તો પુજારીઓ, પંડાઓ, અને મહંતોએ નમવું પડશે. આમાં દેવ કે શ્રદ્ધાને આંગળી પણ અડવાની નથી અને મન્દીરની આવકમાં કશી દખલગીરી નથી. માત્ર હીસાબ આપવાનો છે. જુના ભંડારોની વાત પછીથી કરી શકાય; પણ ચાલુ કમાણીની જાણકારી જનતાને મળવી જોઈએ. અદના નાગરીકે પોતાની આવક સરકારને દેખાડવી પડે છે; તો પછી દેવાધી દેવે પોતાની આવક છુપાવી પડે તેવું કોઈ કારણ નથી.

નગીનદાસ સંઘવી

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 22 ડીસેમ્બર, 2014ની રવીવારીય પુર્તીમાં, એમની સાપ્તાહીક કટારસોંસરી વાતમાંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક: શ્રી.નગીનદાસ સંઘવી, eMail : nagingujarat@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી સેલફોન: +91 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ:  16/05/2014

18 Comments

 1. મુસલમાનોની મસ્જીદોનું પણ એવુંજ છે. સોમાંથી કદાચ કોઈ એક મસ્જીદના વ્યવસ્થાપકોએ મસ્જીદમાં અંધ્ધ્શ્ર્ધાળુઓ તરફથી મળતા પૈસાઓનો હિસાબ આપ્યો હોય.

  ૧. કેનેડાના નામાંકિત અખબાર “ટોરંટો સ્ટાર”માં એક વર્ષ પહેલાં પહેલા પ્રુષ્ઠ પરના મુખ્ય સમાચારમાં ટોરંટોના એક ઈસ્લામી કેન્દ્ર તથા મસ્જીદના નમાઝીઓથી ઉઘરાવેલા ફાળામાં મોટે પાયે થયેલી ઘાલમેલ વિષે વિગતવાર રિપોર્ટ પ્રગટ થયેલ હતો.

  ૨. એ જોવામાં આવેલ છે કે નમાઝીઓ પાસેથી ઉઘરાવવામાં આવેલા ફાળાનો વાર્ષિક હિસાબ કિતાબ ક્યારે પણ નમાઝીઓને નથી આપવામાં આવેલ કે મસ્જીદના નોટિસ બોર્ડ પર નથી લગાવવામાં આવેલ.

  ૩. ગ્રેટર ટોરંટો ના વિસ્તાર ઓકવિલની એક મસ્જીદની એ પરિસ્થિતિ છે કે આ મસ્જીદ છેલ્લા ૨૦ વર્ષથી નવી અને મોટી મસ્જીદના બાંધકામ માટે નમાઝીઓથી ફાળો ઉઘરાવી રહી છે. પરંતુ આ ઉઘરાવેલો ફાળો દર વર્ષે પાકિસ્તાન તથા બ્રિટનથી પોતાના મળતીયા, ઓળખીતા તથા સ્નેહી વ્યાખ્યાન કરવાવાળાઓ (આલીમો)ને કેનેડા બોલાવવા માટે ફર્સ્ટ ક્લાસની હવાઈ ટીકીટો તથા તેમની પરોણાગત પાછળ વેડફાઈ જાય છે, અને આ ૨૦ વર્ષ પછી પણ તેઓને બાંધકામ નો આરંભ કરવા માટે અત્યારે ૨૦ લાખ ડોલરની જરૂરત છે. કેનેડામાં વ્યાખ્યાન કરવાવાળાઓની કોઈ ખોટ નથી, છતાં દર વર્ષે, એજ જુના ચહેરાઓને નમાઝીઓના પૈસે સેલ સપાટા માટે કેનેડા બોલાવવામાં આવે છે. મસ્જીદના બાંધકામના નામે ઉઘરાવેલા ફાળાનો દુરુપયોગ ખરી રીતે “અમાનતમાં ખયાનત” એટલે કે ખુલ્લો વિશ્વાસઘાત અને નમાઝીઓ સાથે દગાબાજી છે. અત્યારે ટેલીવીઝન તથા બીજા માધ્યમો દ્રારા આ મસ્જીદની ઈંટો, મુસલ્લાઓ (નમાઝ પઢવાની જગ્યાઓ), દીવાલો તથા મીનારાઓનું પણ વેચાણ વર્ષોથી ચાલી રહ્યું છે. આ ઈંટો, મુસલ્લાઓ (નમાઝ પઢવાની જગ્યાઓ), દીવાલો તથા મીનારાઓનુ છેલ્લા ૨૦ વર્ષમાં એક કરતા વધારે વાર વેચાણ થઈ ચુક્યું છે.

  કાસીમ અબ્બાસ

  Like

 2. Very Intresting Article. … And we claim that British stole everything from us. I have no doubt that any Temple or Masjid may be running in deficiancy. What India need is to make them report everything. In USA, organization can claim “Non-Profit’ status on base of religious service, however, they are require to file Income statement every year to IRS. Yet, their are many churches as well as temple have similar situation as what Kashimbhai explain regarding Toronto’s Masjid plan.

  Also, I personally do not like to contract GOD for my fevor. Aapne gujrati o ma Badha raakhva ni prathaa chhe je mari manyataa moojab Bhagwaan ne laanch aapva baraabar chhe. We need to get out of this….. Now we got MODI sarkaar so we should not give laanch to anyone!!!!

  Like

 3. શ્રી નગીનદાસભાઇ સંઘવીની વાત બહુ સાચી છે અને ભાઇશ્રી અબ્બાશભાઇ અને શ્રી સંજય સ્મિતા. ગાધીએ પણ તેમાં સુર પુરાવ્યો છે તેમને સલામ. આશા રાખીએ કે આવનારી સરકાર આવા ભ્રષ્ટાચારીઓને શોધી શોધીને ફાંસીને માચડે ચડાવે. અને તે મિલ્કતોનો સદઉપયોગ કરે.

  Like

 4. Navin Bhai Khub Sara’s lekh praja sudharse Toj Kalyan thase nahi to rajkaraniyo ane santo mahanto Thai ne desh ne khali kari nakhase koi pradhane dharmik trusto ni milkat ke dhandhama avrodh karyo hoi evo ek pan dakhalo jovama aavyo nathi kharekharto 80 c ni Kalam na bud thavi joiye ane dan na paisa etle garib majur na paisa ane sethiya lokoni namni takti etla j paisa Jo kam karta manaso ne vadhare aapya hoi to dan karva mate garib j na jade karanke mahenat nu puru valtar na chukvai tyarej sethiya pase kaludhan jamathai ne tej dhan dan ma aapai chhe.

  Like

 5. ધર્મગુરુઓ અને રાજકારણીઓ પ્રજાના પૈસે તગડધીન્ના કરતા હોઈને તેઓ હીસાબ આપવાનું રાખશે નહીં. પૈસા ન આપવા એ આપણા હાથમાં છે.

  Like

  1. vikram bhai tamari vat ekdam sachi chhe pan aapna desh na loko ni blue print j evi chhe ke mandir banbhvu hoi to bhikhari pan 1 rupeeyo dan karse bhartiya praja na joyela bhagvan pachhad samay shakti ane nana bagadshe hal ma j chutayela vadapradhan pad na umedvar ne ganga aarti karta joi ne vicharvanu ke pardesh ma nadi rasta ke jaher sthal upar kacharo nakhanar ne dand thai chhe ane tyana balako ne nanpan thi j aa sanskar hoi chhe jyare aapne tya pujapano saman etle pavitra vastu em mani ne nadio ma padhravai chhe have je vyakti vada pradhan thaya pachhi ganga safai karvanu vachan aape chhe tej pachho ganga ma kacharo nakhe chhe aavi duvidha bhareli mansikta thi pidai chhe bharat ni praja ane eno ek matra upai te rationalism ( vivek budhdhi vaad ) bijo koi ukel nathi ane te bharat na santo kadapi thava devana nathi tem thai to potana pag upar kuhado marva jevu thai ane santo mota vepari chhe te potana dhandha ma nuksan hargiz na thava dese teno tajo dakhalo dr narendra dabholkar nu balidan chhe/

   Like

 6. નગીનભાઇની વાત તર્ક સંગત છે ખરેખર બધાજ મંદિરોએ પોતાની આવક અને જાવકનો હિસાબ આપાવોજ જોઈએ જો એમ નાં કરે તો કોર્ટે જેતે ભગવાનને નોટીસ આપવી જોઈએ અને નોટીસ નો જવાબ નાં આવે તો વોરંટ કાઢવું જોઈએ અને તેની પ્રોપટી સરકારે જપ્ત કરવી જોઈએ જેમ કે જો રામજન્મભૂમી નો કેશ ભગવાન વતી કોર્ટમાં ચલાવવામાં આવતોહોઈ અને ભગવાન ને જો જમીનનો હિસ્સો સોપવામાં આવતો હોઈ તો તેની આવક અને જાવક નો હિસાબ કેમ નહિ કારણ કે આ પૈસા ભારતની મોટાભાગની ગરીબ અને દુખી લોકોએ આપેલ ભંડોળ છે.એમને આસ્થા છે કે આ ભગવાન અમારું ભલું કરશે

  Like

 7. Why Bhagvan-God need money or valuable ???
  We have been taught that He has unlimited strength,power and he can do
  anything!!!!
  When these fulls offered CASH,and valuables to GOD, that is a big insult to him. It is like someone offering a few thousands dollars to Warren Buffets, Bill gates or, Ambani Brother.

  Like

 8. મિત્રો,
  મંદિરો અને તેની આવક જાવક…?
  જ્યારથી માણસે પોતાના મનમાં વસેલી કોઇક શક્તિને રીપ્રેઝન્ટ કરવાં તે શક્તિને દેવ કે દેવી કે દાનવનાના રુપે પ્રસ્થાપિત કર્યા અને તેમની ભક્તિ શરુ કરી ત્યારથી સ્વાર્થના ચક્કરમાં કાંઇ ને કાંઇ આપ લે શરુ કરી…લેણ દેણ વિના કેવી રીતે આપનાર અને લેનારને માનસિક શાંતિ થાય ?
  સુખી જીવન જીવવું, દુખને દૂર રાખવું સૌની ઇચ્છા હોય છે. ઘનાઘ્ય હોવું તેનું સોલ્યુશન છે.

  જાતને છેતરનારા કોને નહિ છેતરી શકે? મંદિરોની આવક જાવક ના બેહિસાબી કારભારો તો યાવદ્ ચંદ્ર દિવાકરો છે….કોઇની તાકાત નથી કે તેને સુઘારી શકે…આ તો માનવીનો જીનેટીક રોગ છે.( કદાચ ઘણાં ઘરોમાં પણ આ પરિસ્થિતિ પ્રવર્તિ હશે.) પૈસા મારી ખાવા તે આ રોગનું લક્ષણ છે. ચોરી કરવી તે પણ.

  રાજીવ ગાંઘી જ્યારે વડા પ્રઘાન બન્યા ત્યારે કદાચ કાચા પોલીટીશીયન હતાં. તેમણે અેક સભામાં સત્ય ઉચ્ચારેલું અને કહેલું કે અમને તો પ્રજાઅે તેમની સેવા કરવાં માટે ચૂંટેલા. વડાપ્રઘાન તરીકે કોઇ પ્રોજેક્ટ માટે જ્યારે હું ૧ રુપિયો છુટો કરું છું ત્યારે પ્રજા સુઘી પહોંચતાં તે ફક્ત ૮ કે ૧૦ પૈસાની કિંમત જેટલો થઇ જાય છે. તો આ ખાઘ શું સૂચવે છે ? તેનો કોઇ હિસાબ હોય છે?

  ફક્ત મંદિરો કે રાજ્ય ચલાવવામાં કે ઇન્ડસ્ત્રી ચલાવવામાં કે બેંક ચલાવવામાં કે પછી કોઇપણ સાર્વજનિક સંસ્થા ચલાવવામાં ગેરવહિવટ હોયજ છે. ફક્ત ભારતમાંજ નહિં પરંતુ દુનિયાના કોઇ પણ દેશમાં આ પરિસથિતિ પ્રવર્તે છે. આ માનવીનો જીનેટીક રોગ છે….કોઇ વિજ્ઞાની આને માટેનું જીન શોઘી કાઢે અને તે જીનને નાબુદ કે નિસક્રીય કરવાની રીત શોઘી કાઢે તો જ પ્રશ્નનો હલ મળે.
  આભાર.
  અમૃત હઝારી.

  Like

 9. Urjit Pandy ;
  To nagingujarat@gmail.com; Me
  May 17 at 11:14 PM
  નગીન ભાઈ;

  તમને એક વાત જણાવવી છે કે કોઈ પણ દેવ સ્થાન ની આવક નો હિસાબ આપવો એ ફરજીયાત છે, એટલે તમે જે કહી રહ્યા છો એ અસ્તિત્વ માં છે જ; અને ગુજરાત પુરતું વાત કરીએ તો ગુજરાત માં ફરિજયાત એ અંબાજી હોય કે દ્વારકા એનો વહીવટ ગુજરાત સરકાર ના હાથ માં છે.

  હું CA Final નો વિદ્યાર્થી છું એટલે આ વિષે વિશેષ જાણકારી તમને જોઈતી હશે તો હું ચોક્કસ આપીશ પણ ૯ મી જુન પછી; એ દિવસે મારું છેલ્લું એક્ઝામ પેપર છે….

  ઊર્જિત પંડ્યા

  Like

  1. હીસાબ રાખવો અને હીસાબ સાચો રાખવો એ બે જુદી બાબતો છે. લાંચ આપીને હીસાબ પાસ કરવાનારા પણ હીસાબ તો રાખે જ છે ને? સારો રસ્તો પૈસા ન નાખવાનો છે.

   Like

   1. tamari sahah j barabar chhe mandiro ma paisa nakhava ena karta to dariya ma paisa nakhava sara karan ke dariya aagal bhikhari loko nu tolu to na jama thai mandir pratha ej bekari ane garibi tatha sajasama manaso ne bekar banavya chhe buddhi shali varg ni tex chori kari ne dan kari ne garib ne garib j rakahvani tev na lidhe desh ma garibi vadhi chhe. ane garib abhan varg te samajto nathi ane aa samasya nu udbhav sthan etle mandiro ane charitable trusto.

    Like

 10. It is 100% true. People should twice before they give donation to so called people and places. To help a needy person for a needy cause is always a good thing in life.

  Thanks for such a good article.

  Pradeep H. Desai
  USA

  Like

 11. જૈનિઝમ લધુ ધર્મ જાહેર થયો પણ બ્રાહમિનીઝમ ક્યારે લધુ ધર્મ તરીકે જાહેર થશે ?

  દરેક મંદિર ની વેબ સાઈટ પર વિવિધ પૂજા કર્મકાડોના ભાવો લખેલ હોયછે પણ આધ્યાત્મિક જ્ઞાન વિષે માહિતી આપવામાં આવતી નથી. કેમ?વિચારો !

  શું આ પૂજા કર્મકાડો સમુહમાં મિત્રો અને કુટુંબીજનો સાથે વિડીઓ કે ધાર્મિક પુસ્તકો ધ્વારા કેમ ન ઉજવાય ?
  જુઓ વિકીપેડિયા માં। ……
  List of Hindu temples in India
  Church tax

  Do a Google search….
  Churches and Taxes

  Like

 12. પ્રિય ગોવિંદભાઈ
  પણ આપણે ભગવાનને રહેવા આલીશાન મંદિરો આપીએ છીએ .એ માં આપણે ઘર વિનાના થઇ જઈએ છીએ અને ભગવાનને ખુબ ખવડાવવા જતાં આપણે ભૂખ્યા રહીએ છીએ .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s