વૃક્ષોકઈરીતેઈશ્વરકરતાંમહાનછે ?

–રોહીત શાહ

વૃક્ષ વીશે વાત કરવાની તક મળે છે ત્યારે ભીતરથી લીલીછમ કુંપળો ફુટતી હોય એવો રોમાંચ હું અનુભવું છું. અમદાવાદ વીવીધ ભારતી રેડીયોએ મને તાજેતરમાં એવો રોમાંચ ભેટ આપ્યો. ત્યારે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો હતો. હું મારા ઘરની બારીમાંથી રસ્તા પર નહાઈ રહેલાં વૃક્ષો જોવામાં મગ્ન હતો. વૃક્ષો જાણે નહાઈને મારી પાસે ટુવાલ માગી રહ્યાં હતાં. બરાબર એ જ ક્ષણે વીવીધ ભારતી રેડીયો–અમદાવાદના અનાઉન્સર અભીષેકનો ફોન આવ્યો :

‘રોહીતભાઈ !મારે તમારી સાથે વન–મહોત્સવ,પર્યાવરણ અને વૃક્ષો વીશે ફોન પર જ બે–ત્રણ મીનીટ વાત કરવી છે. તમે કહો તો એનું રેકૉર્ડીંગ શરુ કરી દઉં.’

વૃક્ષની વાત કરવાની હોય ત્યારે ના પાડે એ બીજા !મેં રાજી થઈને રેકોર્ડીંગ કરવાની ઉમળકાભરી મરજી બતાવી. અભીષેકે તરત રેકૉર્ડીંગ મશીન ઑન કર્યું અને પ્રશ્નો પુછવાનું શરુ કર્યું. અમારા બન્ને પૈકી કોઈની પાસે તૈયાર સ્ક્રીપ્ટ નહોતી, એટલે અહીં સ્મરણના આધારે એ સવાલ–જવાબ લખીશ. ભુલચુક લેવી–દેવી.

અભીષેકનો પહેલો સવાલ: વૃક્ષો અને વન–મહોત્સવ વીશે તમે શું માનો છો ?

મેં જવાબમાં કહ્યું કે વૃદ્ધો અને વૃક્ષો મારે મન સદાય આદરણીય છે. વૃક્ષોનો અનાદર કરનાર સમાજને પ્રદુષણનો ભોગ બનવાનો મુર્ખામીસીદ્ધ અધીકાર છે.મારે મન વૃક્ષો ઈશ્વર કરતાંય મહાન છે. ઈશ્વર હોવા–ન હોવા વીશે શંકા થઈ શકે છે,જ્યારે વૃક્ષના અસ્તીત્વ વીશે કોઈ શંકા નથી. જો ઈશ્વર હોય અને લોકો કહે છે તેમ એ વરદાન આપતો હોય તો પણ; એ વરદાન પામવા માટે વર્ષો સુધી ઉગ્ર તપસ્યા કરવી પડે છે. વ્રત–ઉપવાસની કઠોરતાઓ વેઠવી પડે છે. એટલું કર્યા પછી ઈશ્વર પ્રસન્ન થાય અને વરદાન માગવાનું કહે તો પેલા ભક્તે વરદાન ‘માગવું’ પડે છે !જ્યારે વૃક્ષો તો ઈશ્વર કરતાંય મહાન છે. વૃક્ષો પાસે કદી કોઈએ વરદાન માગવું પડતું નથી. માગ્યા વગર જ આપણી સુખાકારી માટે એ ઘણુંબધું વરદાનરુપે આપતાં રહે છે.

વનસ્પતી–વૃક્ષોમાં જીવ છે એવું હવે માત્ર જૈનો જ નથી કહેતા. વૃક્ષ એવો જીવ છે જે અન્ય તમામ જીવો પર ભરપુર ઉપકાર કરે છે. કોઈકને ફળ–ફુલ આપે છે,કોઈકને લાકડું આપે છે, પંખીઓને રહેઠાણ આપે છે,પ્રાણીઓને – વટેમાર્ગુઓને વીસામો આપે છે. ‘જીવો જીવસ્ય ભોજનમ્’ એટલે કે એક જીવ બીજા જીવ માટે ભોજન કે આહાર બને છે,આધાર બને છે. એટલે કે એક જીવ બીજા જીવનું ભક્ષણ કરે છે;પરંતુ વૃક્ષ એવો જીવ છે જે કદી કોઈનું ભક્ષણ કરતું નથી. બસ, માત્ર આહાર બને છે.

અભીષેકના બીજા પ્રશ્નના જવાબમાં મેં કહ્યું કે :

વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ લઈ લે છે અને એના બદલામાં ઑક્સીજન ભેટ આપે છે. અન્ય તમામ જીવોને જીવવા માટે ઑક્સીજનની જરુર છે. વૃક્ષો કાર્બનડાયોક્સાઈડ વડે જીવે છે. આ માટે આપણે ગરજુડા થઈનેય વૃક્ષોને ‘થૅન્ક યુ’ કહેવું જોઈએ.એક વૃક્ષ, પર્યાવરણની શુદ્ધી માટે જે કંઈ કરે છે એ જો આપણે કોઈ વૈજ્ઞાનીક સાધનો અને પ્રયોગો દ્વારા કરવા જઈએ તો લાખો–કરોડોનો ખર્ચ કરવો પડે. વૃક્ષના આ મુંગા ઉપકારની આપણે નોંધ પણ ન લઈએ તોય વૃક્ષો કદી ખોટું નથી લગાડતાં. ફોઈબાની જેમ મોઢું ફુલાવીને રીસાઈ નથી જતાં.

અન્ય તમામ જીવો કોઈ ને કોઈ સ્વરુપે પાપ કરે છે,કીન્તુ વૃક્ષો લાઈફટાઈમ નીષ્પાપ રહે છે. ‘વન–મહોત્સવનું લાંબા સમયનું આયોજન કેવું હોવું જોઈએ ?’ એવા પ્રશ્નના જવાબમાં મારે એક કડવી વાત કહેવી પડી. આપણે વન–મહોત્સવના નામે વૃક્ષોની પુજા કરીને સન્તોષ ન માની લેવાય;પણ વૃક્ષોની સંખ્યા વધે એ દીશામાં સાચા–નીષ્ઠાભર્યા પ્રયત્નો કરવા જોઈએ. મોટે ભાગે એવું બને છે કે વૃક્ષારોપણના ધમાકેદાર સમારોહો યોજાય છે. વૃક્ષના રોપાઓ વવાય છે. અખબારો અને ટીવીમાં એના ન્યુઝ આવે છે;પરંતુ બીજા દીવસથી પેલા વાવેલા રોપાઓનું શું થયું એની દરકાર કોઈ કરતું નથી. કાં તો ગાય–ભેંસો એ ખાઈ જાય છે;કાં તો સુકાઈ–મુરઝાઈ જાય છે. વૃક્ષારોપણના સાચકલા પ્રયત્નો નહીં થાય તો ગ્લોબલ વૉર્મીંગ આપણને સૌને ભુંડી રીતે ભરખી જશે.

કાર્યક્રમને અંતે અભીષેકે એક ઔર મનગમતી પ્રપોઝલ મુકી : ‘રોહીતભાઈ,તમારું પ્રીય ફીલ્મી ગીત કયું ?’

મેં કહ્યું,‘હું સ્વમાનથી જીવવામાં માનું છું. પ્રસન્ન રહેવું આપણા હાથમાં છે. એ સંદર્ભમાં મારું પ્રીય ગીત ફીલ્મ ‘હમરાઝ’નું ‘ના મુંહ છુપા કે જીઓ ઔર ના સર ઝુકા કે જીઓ !ગમોં કા દૌર ભી આએ તો મુસ્કુરા કે જીઓ’ એ છે. તમે એ ગીત સંભળાવશો તો હું રાજી થઈશ.

એ ગીત સાથે કાર્યક્રમ પણ સમાપ્ત થયો. વૃક્ષો વીશેની મારી અલપઝલપ વાતો અને મારી પસન્દગીનું ગીત તમને ગમ્યાં હોય તો નો પ્રૉબ્લેમ !

 –રોહીત શાહ

મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક મીડડેમાં લેખક શ્રી. રોહીત શાહની અત્યન્ત લોકપ્રીય કૉલમ ‘નોપ્રોબ્લેમ’ પાંચ વર્ષથી સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથીકેટલાક પસન્દ કરેલા ખાસલેખોનું નમુનેદારપુસ્તક ‘યુ–ટર્ન પ્રકાશીત થયુંછે. (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001 ફોન નં.: (079) 221 44 663 પૃષ્ઠ: 8 + 136 = 144, મુલ્ય: રુપીયા 100/-)માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક: શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11,રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન: 079-2747 3207 ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com

 ‘રૅશનલ–વાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 06/06/2014

Uturn

28 Comments

  1. Intresting. Rather than participating into ‘Mahaa-Vruxharopan’ activity, I recomend everyone to plant one tree or plant on your birthday. It will much easier to maintain one plant than ‘mgha-vruxharopan’. Every year one plant or tree and you will have healthy garden around you.

    Do it for healthy life.

    Like

  2. “વૃક્ષારોપણના સાચકલા પ્રયત્નો નહીં થાય તો ગ્લોબલ વૉર્મીંગ આપણને સૌને ભુંડી રીતે ભરખી જશે….” વૃક્ષ હા જ રા હ જુ ર ઈશ્વર

    Like

  3. છોડ છોડમાં રણછોડ નો વાસ હોય છે .

    આંબાના વૃક્ષ ઉપર પથ્થરનો પ્રહાર કરો તો એ કેરી આપે છે .

    ઉનાળામાં વૃક્ષનો છાયો રાહત આપે છે .

    વૃક્ષારોપણ પર્યાવરણ માટે ખુબ જરૂરી છે .

    Like

  4. Rohitbhai,
    Ekdam sachi vat. Gujarat ma van mahotsav na name ane panchvati yojna hethal game gam gardan banavya ane netaji e lokarpan na ketla kharch karya. Bija varse tya fakt taar ni vad Sivay koi j nishani na hoi. Eva Gujrat rajya ma adadha Gamo chhe mate fakt kagal par paryavaran Vadi banva thi Kaij na thai. Ane Bharatiyo ne bharmavava etle bhashan sura Neta, Abhineta, Santo na Daba hath no khel. Ant ma Mara vichar pan tamari jem j “NA MUH CHHUPAKE JIO AUR NA SAR ZUKAKE JIO” ……………..

    Like

  5. રોહિતભાઇ,
    તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. ગ્લોબલ વોર્મિંગની અસર તો આપણે સહુ અનુભવી જ રહ્યા છીએ. પ્રજાએ તો આ બાબતે જાગવાની જરુર છે જ પણ સરકાર પણ કોઇ એવો કાયદો અમલી બનાવે જેનાથી વ્રુક્ષો વધે તો સારી વાત છે.
    પલ્લવી મિસ્ત્રી.

    Like

    1. Dear Pallavi Mistri,

      I agree with your comment of global warming, however, asking government is not the right solution. We must adopt our reponsibilities before asking for anything to our government. History indicate that any time government involved in any project, it cost 10 or more times than what it should be. Also, from past government in India, we all have witnessed that government were more interested in making money and building up their bank balance.

      I still like to encourage everyone : Plant one tree on your birthday every year and than take care them. Family of 4 doing this means 4 tree per year multiply by only 10% of population who will follow this idea…… Bottom line, We must accept our responsibility for our sake as well as our future generation.

      Live green – Think green.

      Like

  6. Suryakant Rokadia- USA,
    Rohitbhai, You have nicely explain in this topic the Global warming Environment problem. It is our individual duty how to protect the Tree and God gift. Rather than destroy the tree for industrialization growth, Every year it is individual duty or sankalp to give birth of new tree plant and protect them.
    I have seen in this country ( USA,) ; Govt. and individual citizen is giving more important to Grow the new plantation every year rather than destroy. In spring the small child is also start to grow the new plantation. Why not this concept shall adopt in our mother land India and from schooling the child should know and strictly follow the Environment protection.
    We hope, new Indian Govt. under head & vision of shri Narendrabhai Modi. will go in direction of Global Environment protection.
    God bless Green and Environment..

    Like

    1. I also hope new Indian Govt. under head & vision of shri Narendrabhai Modi. will go in direction of Global Environment protection.
      Thanks.

      Like

  7. It is 100% true. In USA the general public is getting awareness of global warming. It is a god article.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  8. વૃક્ષારોપણની વાતો તો આપણે શ્રીકનૈયાલાલ મુન્શી જ્યારે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ હતા ત્યારથી સાંભળતા આવ્યા છીએ તેને અડધી સદીથી વધુ સમય થયો પણ એ માયલોં કોઈજ બોધપાઠ પ્રજાના કોઈપણ વર્ગને ક્યારેય કાઇજ મળ્યો નથી તો આ રોહિત શાહની વાત સાંભળવાને ક્યો નવરો છે?
    આ બે લીટી હિંદુસ્તાની પ્રજાને લક્ષમાં રાખીને લખવાનું થયું છે,રોહિત શાહ ની વાત સાચી છે
    આવા ઉધામાં અને મનનીવાત કોને નથી ગમતી કે ઠેર ઠેર વૃક્ષારોપણ થાય!
    આજે બોકાસાં નાખી જવાય તેવી ગરમી પડે છે ત્યારેજ આવી વાતો કેમ થાય છે આગ લાગી
    ત્યારે કૂવો ખોદવાનો ઘાટ થયો કહેવાય!
    આજે ઉત્તર પ્રદેશમાં વીજળીની બૂમ પડી છે અને લોકો રાડારાડી કરેછે પણ કોઈનેય અત્યાર સુધી કેમ નજરમાં નથી આવતું કે સૂર્યનારાયણની શક્તિથી (સોલાર પાવર) વીજળી ઉત્પન્ન
    કરે (ગુજરાતમાં થાય છે એવું વાચેલૂ)
    સતાવાળાઓ તો કરતાં કરશે પણ લોકો એજ જાગવું પડશે નહિતર પછી ચલાવે રાખો।

    Like

    1. Tamaari vaat ekdum hachi …. parantu aaj to tafaavat chhe aapnaa bhanela – vepaari budhee wara Gujrati ane ye UP na bhaiyaa or ma…. Je UP na bhayia o hoshiyaar hataa te badhaa to Gujarat ma migrate thai gayaa ne!!!!

      Like

  9. વંદનીય રોહિતભાઈ,
    તમારી જે વૃક્ષ પ્રત્યેની વાત મને ખુબ. . . જ ગમી,તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું.વૃક્ષ વિના માનવ જાત ને બચવાનું પણ મુશકેલ થશે અત્યારના આધુનિક યુગમાં મીલો અને કારખાના ના ધુમાડાથી વધતું જતું કાર્બનડાયોક્સાઇડ નું પ્રમાણ વૃક્ષો વિના કોણ અટકાવી શકશે?

    Liked by 1 person

Leave a comment