ગંગામાં ઠલવાતી અપવીત્રતા

–શૈલેશ આચાર્ય

વીશ્વમાં ભારત એક એવો દેશ છે કે જ્યાં હીન્દુ સંસ્કૃતી મુજબ વૃક્ષો અને નદીઓને પવીત્ર ગણવામાં આવે છે. કદાચ જ લોકો સુધી આ વાત પહોંચી હશે કે આપણા દેશની સૌથી મોટી અને પવીત્ર ગંગા નદીના પટમાં ગેરકાયદે ખોદકામ અને નદીની પવીત્રતા બરકરાર રાખવા તથા તેના શુદ્ધીકરણ માટે ત્રણેક વર્ષ પહેલાં એક સ્વામીએ લાંબા સમયના ઉપવાસ કરેલા અને ત્યાર બાદ તેમનું વીવાદાસ્પદ રીતે અવસાન થયું હતું. તે મામલે કોઈ ગમ્ભીર નહોતું. ગંગા નદીની પવીત્રતા, શુદ્ધીકરણ અને સ્વછતા માટે લડત કરનાર અને પ્રાણ આપનારને શા માટે તેમ કરવાની ફરજ પડી હતી? જો માનીએ તો તે એક સંશોધનનો વીષય બની જાય છે.

ભારતની સૌથી મહત્ત્વપુર્ણ અને આસ્થાનું પ્રતીક મનાતી પવીત્ર નદી ગંગા, ભારત અને બાંગલાદેશમાં મળીને લગભગ 2,150 કીલોમીટરનું અંતર કાપે છે. તે ઉત્તરાખંડમાં હીમાલયથી લઈ બંગાળની ખાડીના સુંદરવનનાં વીશાળ મેદાનોમાંથી પસાર થતી દરીયાને મળે છે. અમુક જગ્યાએ 100 ફુટનું ઉંડાણ ધરાવતી આ નદીનો પૌરાણીક ઈતીહાસ છે. ગંગા નદીના કીનારે અનેક ધાર્મીક સ્થળો આવેલાં છે. ભારતમાં ગંગા એ માત્ર નદી નથી; એ સદીઓથી કરોડો લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે !

ગંગાજળ વીશ્વભરમાં શુદ્ધતાની ક્ષમતા બાબતે નામાંકીત છે. દીર્ધકાળથી ગંગાના પાણીની શુદ્ધતાનું વૈજ્ઞાનીક કારણ છે તેના પાણીમાં રહેલા ‘બેક્ટીરીયોફેજ’ નામના જીવાણુ, જે અન્ય હાનીકારક જીવાણુઓનો નાશ કરે છે. વળી, તેમાં ઑક્સીજન ટકાવી રાખવાની અસાધારણ ક્ષમતા છે. તેથી મહાબીમારીઓનું જોખમ ટળે છે અને રોગચાળો ફેલાતો નથી. ઘણી વખત ‘ગંગાજળ તો દુષીત થશે જ નહીં’; એ અભીગમને કારણે પણ ગંગાને બેફામ રીતે પ્રદુષીત કરાય છે. પૌરાણીક અને ધાર્મીક રીત–રીવાજ, શ્રદ્ધા, આસ્થા અને વીશ્વાસ જેવી દરેક બાબતો પોતાના સ્થાને એકદમ વાજબી છે અને રહેશે જ. હીન્દુ ધર્મ પ્રમાણે પુરાતનકાળથી એવી દૃઢ માન્યતા છે કે ગંગામાં સ્નાન કરવાથી મનુષ્યનાં સમગ્ર પાપ ધોવાય છે. એટલું જ નહીં, શરીર સાથે મનની શુદ્ધી પણ થાય છે. એ વાત જુદી છે કે આ ધાર્મીકતાને એક અલગ જ સ્વરુપ આપીને નહાવા ઉપરાંતની ઉપજાવેલી અનેક માન્યતાઓ ભારતના લોકો પર ઠોકી બેસાડાઈ છે.

આ બાબત વીગતથી જોઈએ: લોકો નદીમાં પોતાના મૃત સ્વજનોનાં અસ્થી પધરાવે છે તે ધર્મ પ્રમાણે સ્વીકૃત છે; પરન્તુ નદીમાં સ્વજનોનાં મૃતદેહ, પ્રાણીઓના મૃતદેહ, ફુલહાર, પ્રસાદ (પ્રસાદમાં કોઈ ચોક્કસ વસ્તુ નહીં; દરેકને મનફાવે તેવું કંઈ પણ પધરાવી દેવાનું) દીવા–અગરબત્તી, પ્લાસ્ટીક, કાગળ વગેરે અનેક વસ્તુઓ પધરાવવાની ? વળી, આ યાદી તો ઘણી અધુરી છે. સમ્પુર્ણ ઉલ્લેખ આ લેખમાં કરીએ તો આખો લેખ એ યાદીથી જ પુરો થઈ જાય ! અને મુખ્ય વાત તો તે છે કે ગંગાનાં પવીત્ર જળમાં ડુબકીઓ મારે છે તેઓ આ પાણીમાં કુદરતી હાજત કે લઘુશંકા કરતા હોય તો તેની કોને ખબર છે ? ટુંકમાં, જેના મગજમાં જેવી માન્યતા પેદા થાય તે પ્રમાણેનો વ્યવહાર નદીકીનારે આવીને કરે છે. આવી પુષ્કળ ચીજવસ્તુઓ પાણીમાં વહાવીને ખુબ જ મોટું ધાર્મીક કાર્ય કરીને જાણે પુણ્ય કમાયા ન હોય, તેવો સંતોષ (ખરેખર તો વીકૃત સંતોષ) મેળવે છે. લોકોને મનફાવે તે રીતે આ પાણીનો ઉપયોગ કરવામાં સહેજ પણ ખચકાટ થતો નથી.

આ લેખના અંતે દર્શાવેલ તસવીરો પરથી અંદાજ આવી શકે કે લોકોના માનસમાં કેટલી વીકૃતી ભરેલી છે. ગંદકી ફેલાવતા (કહેવાતા) ધાર્મીક લોકો એક દૃષ્ટીએ આ પાણીને ખુબ જ પવીત્ર માને છે, નદીકીનારા પર રોજ આરતી થાય, પાણીને માથા પર ચઢાવી તેની પુજા થાય અને બીજી તરફ નર્યાં ગંદાં કૃત્યોની હારમાળા ! હા, આને ગંદું કૃત્ય જ કહેવાય, બીજું કશું નહીં. આ ‘કહેવાતા ધાર્મીક લોકો’ આપણી જ ધાર્મીક પરમ્પરા અને શ્રદ્ધાને વૈશ્વીક સ્તરે બદનામ કરી રહ્યા છે. શ્રદ્ધા અને વીશ્વાસ દુનીયાના અન્ય દેશોમાં પણ છે; પરન્તુ તેનો મતલબ એવો નથી કે જે સ્થળ પવીત્ર હોય તેને ધર્મના નામે જાણે–અજાણે અપવીત્ર પણ કરવાનું !!!

આ ગંદકી માત્ર યાત્રાળુઓ દ્વારા જ નથી થતી; પણ મોટેભાગે નદીકીનારે વસેલાં અનેક નગરોના સ્થાનીક લોકો દ્વારા પણ કરાય છે. સ્થાનીક લોકો સવારની કુદરતી હાજતથી માંડીને નહાવા અને કપડાં ધોવાનાં તમામ કાર્યો નદીકીનારે જ કરે છે. કાકાસાહેબ કાલેલકરે પ્રખ્યાત પુસ્તક ‘હીમાલયનો પ્રવાસ’માં નોંધ્યું છે કે વર્ષો પહેલાં હીમાલયના કેટલાંક તળ ગામડાંના લોકો કુદરતી હાજત પછી પાણીનો ઉપયોગ જ નહોતા કરતા. કેમ ? પાણી ગંગાનું હોય અને આવા કામ માટે ગંગાના પાણીનો ઉપયોગ કેવી રીતે થાય ? એક બાજુ ગંગાની પવીત્રતા માટેની આટલી ઉંચાઈવાળી શુદ્ધ ભાવના અને બીજી બાજુ આજે ગમે તે ભોગે ગંગાને મેલી કરવા માટે થતા અથાગ પ્રયાસો !

જો તે સમયમાં પણ ગ્રામીણ અને નીરક્ષર લોકોમાં આટલી ઉંચી સમજણ હતી તો પછી આજના સુધરેલા, આધુનીક અને કહેવાતા શીક્ષીત લોકોમાં આવી ગંદી બાબત કેમ ઘર કરી ગઈ છે ?

આ પ્રકારની વીકૃતીઓ ઓછી હોય તેમ નદીકીનારા પરનાં નગરોના ઉદ્યોગો, નદીમાં કૅમીકલમીશ્રીત કચરો ઠાલવે, નગરની ગટરનાં પાણી ઠલવાય તે તો બોનસમાં ! પછી ગંગાની તાકાત છે કે એ શુદ્ધ રહી શકે ? આ વાત ફક્ત ગંગા નદી પુરતી સીમીત નથી, અહીં ગંગાનાં પ્રદુષણની વાત પર વધુ ભાર અપાયો છે; કારણ કે સૌથી વધુ પ્રદુષણ ગંગા નદીમાં જ થઈ રહ્યું છે. વળી, અન્ય નદીઓ કરતાં હીન્દુ ધર્મમાં ગંગા નદીનું મહત્ત્વનું સ્થાન છે. અલબત્ત, ભારતમાં ઓછાવત્તા પ્રમાણમાં હરેક નદીઓની આવી જ (અવ)દશા છે.

યમુના નદીની વાત લઈએ. યમુના હીમાલયના યમુનોત્રીમાંથી નીકળી ઉત્તર પ્રદેશથી હરીયાણાના છેવાડે સતત 153 કીલોમીટર સુધી સરકતી દીલ્હીથી આગ્રા થઈને અલ્હાબાદમાં ગંગા નદીને મળે છે. ભારતની તમામ પ્રાચીન અને પવીત્ર નદીઓમાં યમુનાની ગણના ગંગા નદી સાથે કરાય છે; પરન્તુ આ નદીના પણ આવા જ હાલ છે. આ નદી પણ તેના ઉદ્ગમસ્થાનમાંથી નીકળે છે તો એકદમ ચોખ્ખી અને પવીત્ર; પરન્તુ તેની સાથે સંકળાયેલાં તમામ નગરો અને શહેરોમાંથી નદીમાં કચરાના ઢગના ઢગ ઠલવાય છે. યમુના નદીમાં સૌથી વધુ પ્રદુષણ ભારતની રાજધાની દીલ્હીમાં જ થાય છે. દીલ્હીમાં આ નદી જ્યાંથી વહે છે તેના કીનારે અસંખ્ય ગટરનાળાં અને ઔદ્યોગીક એકમો છે, જે સતત પ્રદુષણ ઓક્યા જ કરે છે.

આવી જ હાલત મહારાષ્ટ્રના વીશ્વવીખ્યાત શીરડી નગર પાસે થઈને, નાસીક શહેરમાંથી પસાર થતી ગોદાવરી નદીની છે. ત્ર્યંબકેશ્વરના પશ્વીમઘાટમાંથી નીકળીને બંગાળના ઉપસાગરમાં મળતી આ નદીની લંબાઈ 1,465 કીલોમીટર છે. આ નદીના કીનારે મુખ્ય શહેર નાસીક છે, જ્યાં દર 12 વર્ષે કુંભ મેળો યોજાય છે અને કરોડો ભાવીકો નદીના પવીત્ર જળમાં ડુબકી મારે છે. દર 12 વર્ષે અહીં આ ધાર્મીક કાર્ય કરોડો લોકોની શ્રદ્ધા અર્થે થાય છે; પરન્તુ નાસીક શહેરમાંથી પસાર થતી આ નદીમાં રોજબરોજ સ્થાનીકો દ્વારા જે પ્રદુષણ ઠલવાય છે જેને ધાર્મીકતા સાથે કોઈ જ લેવા–દેવા નથી.

લોકો નદીઓને ગંદી કરે છે શા માટે ? વીડમ્બના તો જુઓ ! એક તરફ નદીને એટલી બધી પવીત્ર માને કે તેની પુજા કરે, તેની આરતી થાય અને બીજી તરફ તેને પ્રદુષીત પણ કરે ! આ તે કેવી છીછરી માન્યતા ?

સરકારી તંત્ર પણ દોષીત ખરું; પણ કેટલેક અંશે જ. નદીઓની મહાગંદકીનો ઝરો તો છે લોકોનું દુષીત થયેલું માનસ. જ્યાં સુધી લોકમાનસમાં ધર્મના નામે પ્રદુષણ ફેલાવવાની વીકૃતી (ના, તેને કોઈપણ સંજોગોમાં વૃત્તી ના કહેવાય) છે ત્યાં સુધી ગમે તેવા કાયદા લદાય, કડક નીયમો બનાવાય, કરોડોની યોજનાઓ લાગુ કરાય; પરીસ્થીતી સુધરશે જ નહીં. તેનો ઠોસ ઉકેલ એક જ છે: લોકોએ પોતાનું માનસ સુધારવું જ રહ્યું. ગંગા નદીના શુદ્ધીકરણ માટે 1985માં ‘ગંગા એક્શન પ્લાન’ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અબજો રુપીયાની રકમ ફાળવાઈ હતી. ત્યાર પછી વર્લ્ડ બેંક દ્વારા આશરે એક અબજ રુપીયાની લોન પણ આ માટે મંજુર કરાઈ હતી; છતાં આજે પણ ‘ગંગા મૈલી’ જ છે.

એક અંદાજ પ્રમાણે ગંગા નદીમાં રોજ આશરે 2,90,00,000 (બે કરોડ નેવું લાખ !) લીટર પ્રદુષીત કચરો ઠલવાય છે. વર્લ્ડ બેંકના રીપોર્ટ પ્રમાણે ફક્ત ઉત્તર પ્રદેશની 12 ટકા બીમારીનું કારણ ગંગા નદીનું પ્રદુષીત પાણી છે. જે પાણી, પાપને શુન્ય કરતું હતું; એ પાણી હવે અનેક બીમારીની ભેટ ધરે છે ! અહેવાલ તો એમ પણ કહે છે કે હવે ગંગાનું પાણી પીવા, નહાવા કે સીંચાઈ માટે યોગ્ય રહ્યું નથી. લોકો દ્વારા કરાઈ રહેલા પ્રદુષણથી બેસુમાર રીતે દુષીત થતી ગંગા નદી પર ગ્લોબલ વોર્મીંગની પણ જોખમી અસર થઈ રહી છે. આજે દુષીત બનેલી ગંગાના અસ્તીત્વ સામે જ પ્રશ્ન ઉભો થાય તે પહેલાં બધાએ ચેતી જવાની જરુર છે અને હા, ગંગાને બચાવવા હવે બીજો કોઈ ભગીરથ નહીં આવે, ફક્ત ભારતીય પ્રજા અને અહીં આવનારા યાત્રાળુઓ જ તેને બચાવી શકશે.

–શૈલેશ આચાર્ય

01

02

03

04

05

લેખકસમ્પર્ક : 

શ્રી. શૈલેશ આચાર્ય, 39/232, વીજયનગર, પત્રકાર કોલોની પાસે, નારણપુરા, અમદાવાદ 380 013 સેલફોન: 98981 23232 ઈ.મેઈલ: shailacharya@gmail.com

એક સમ્પુર્ણ પારીવારીક સામયીક ‘સુર્યનમસ્કાર (તંત્રી: શ્રી. કીશોર મકવાણા, – namaskarkishore@gmail.com )નાજુન, 2014ના સળંગ અંક: 104માં લેખકશ્રી. શૈલેશ આચાર્યનો આ લેખ પ્રકાશીત થયો છે. લેખકશ્રી અને ‘સુર્યનમસ્કાર સામયીકના સૌજન્યથી સાભાર…

લવાજમ સમ્પર્ક: ‘સુર્યનમસ્કાર’,9–આઈ, વરદાન ટાવર, વીમલ હાઉસની બાજુમાં, વીઠ્ઠલભાઈ પટેલ કોલોની, સ્ટેડીયમ રોડ, નવરંગ પુરા, અમદાવા–380 014 (છુટક અંકનું મુલ્ય: 40/- રુપીયા વાર્ષીક લવાજમ: 500/- રુપીયા વીદેશ લવાજમ: 3,800/- રુપીયા{60 અમેરીકન ડૉલર} સહયોગ સભ્ય: 20,000/- રુપીયા)

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450  જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 20/06/2014  

36 Comments

 1. “ગમે તેવા પાપ કરો, અને પાપોને ધોવા માટે પાણીમાં સ્નાન કરો” આ શું ઈશ્વરનો આદેશછે? અમારા મુસલમાનોમાં પણ એવી માન્યતા છે કે “ફલાણી દુઆનું પઠન કરો, અને તમાર સર્વે પાપો ધોવાય જશે. એવી પણ માન્યતા છે કે ૨૦૦ વર્ષના પાપો ધોવાય જશે!”. શું આ ઈષ્વર/અલ્લાહનો આદેશ છે? આ તો વધુ ને વધુ પાપો કરવાનુ “લાયસન્સ: છે, એટલે કે પાપો કરવાની ખુલ્લી છુટ કહેવાય! શું પાપોનું “સેલ” લાગેલ છે! કોઈના અધિકારો પર ત્રાપ મારો, કોઈની હત્યા કરો, કોઈની આબરુ લુંટીલો વગેરે કુકર્મો કરીને પાપોમાં વધારો કરો, અને પછી ઈશ્વરના કહેવાતા આદેશો અનુસાર સ્નાન કરીને કે અમુક દુઆઓનું પઠન કરીને પાપોને ધોઈ નખો! આ તે ધર્મ છે કે અધર્મ?

  કાસીમ અબ્બાસ
  Character map for Gujarati transliteration

  Like

 2. ગંગાને એક પવિત્ર નદી માની એને માતાનો દરજ્જો આપ્યો છે છતાં એમાં ગંદગી નાખવી

  એ કેટલું વિચિત્ર કહેવાય .

  સરસ વિચારવા જેવો લેખ

  નવી મોદી સરકારે ગંગાના શુદ્ધિકરણ માટે એક નવું ખાતું બનાવી એની જવાબદારી

  કેબીનેટ પ્રધાન સાધ્વી ઉમાભારતીને સોપવામાં આવી છે એથી કૈક ફેર પડશે એવી આશા

  રાખીએ .

  Like

 3. ખરેખર ખુબ સરસ અને વિચારણીય લેખ. ઉપ્ર કાસિમ અબ્બાસભાઇએ પણ સુંદર વિચારો અભિવ્યક્ત કર્યા છે. હું આ બ્લોગ લગભગ નિયમિત રીતે વાંચું છુ. એમાંના લેખોને વારંવાર, ગીતાના પાઠની જેમ મમળાવું છું. દરેક લેખક અને અભિપ્રાયો આપનારા વિચારકો પ્રત્યે મને અનહદ માનની લાગણી થાય છે.
  સલામ…દોસ્તો…
  નવીન બેન્કર ( હ્યુસ્ટન )

  Like

 4. મિત્રો,
  શ્રી શૈલેશ આચાર્યઅે સદી પુરાણો સવાલ ફરી સપાટી ( ગંગાની સપાટી ઉપર ?)ઉપર લાવી દીઘો છે.
  ઘર્મ અને પોલીટીક્સ બન્ને માનવ જીવનના સૈથી મોટા દુશ્મનો છે….હતાં, છે અને રહેશે.
  મોક્ષ જેવું કે તે નામનું કેળું…ઘર્મ નામના ગઘેડાના માથે બાંઘીને પુરાણોના સમયથી લોકોને ઉલ્લુ બનાવાઇ રહ્યા છે. પોલીટીશીયનો કોણીઅે ગોળ ચોપડી આપે છે…..જે માનવને જીંદગીભર લલચાવેલો રાખે છે. કોંગ્રેસે કરોડોનો કૌંભાંડ કીઘો. અને ગંગા મેલી ને મેલી…..
  મારી રીક્વેસ્ટ છે કે……
  શ્રી આચાર્યના આ લેખની સાથે શ્રી ભૂપેન્દ્રસિંહ રાઓલના બ્લોગ, ‘કુરુક્ષેત્ર‘ માં લખાયેલો આર્ટીકલ , ‘ગંગા તેરા પાની અમૃત????‘માં મુકેલા ફોટા જૂઓ…. http://raolji.com/%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4/ હ્રદય કકળી ઉઠશે. અને તેની સાથે લખાયેલી શ્રી રાજ ગોસ્વામીની કોમેંટ વાંચો.
  મોક્ષ મેળવવા કે મરેલાના આત્માને મોક્ષ અપાવવા અમેરિકામાંથી રેગ્યુલર ઘોરણે મરેલાની અસ્થિઓ ગંગામાં પઘરાવવા મોકલાઇ રહી છે……હાં….હાં…..હાં……અમેરિકાથી……….વિચારો….કે ઘર્મની પકડ કેવી મજબુત છે…….મગજનાં દરવાજા કાયમી ઘોરણે બંઘ છે.
  તેજ રીતે શ્રી અજીત પોપટનો લેખ, ‘ રામતેરી ગંગા ઝેરી હો ગઇ, પોલ્યુશન બઢતે બઢતે..‘ વાંચો. ( ગુજરાત સમાચાર. ઓક્ટોબર,૨૪, ૨૦૧૨.)
  શ્રી નરેન્દ્ર મોદીઅે ચૂટણી વેળા આપેલા વચનને અમલમાં મુકવાની શરુઆત કરી દીઘી છે…..તેમને અને ઉમા ભારતીજીને શુભેચ્છાઓ……બાકી પોલીટીક્સ અને ઘર્મ જ્યારે હાથોમેં હાથ ડાલકે સાથમેં ચલેંગે તો આ પ્રશ્ન ઉકેલી શકાશે તેમાં મને વિશ્વાસ છે. ઉમાભારતીજી આજે ઘર્મ અને પોલીટીક્સ બન્નેના માનનીય રીપ્રેઝંટેટીવ છે……..સરસ પોલીટીક્સ રમાયુ છે…..સમય જ પરિણામ બતાવશે…..

  અમૃત હઝારી.

  Like

  1. Way of Life and way of worship – જીવન જીવતા શીખવાડે તેને આપણે ધર્મ કે સંસ્કૃતિ કહીએ છીએ.તેમ જ જ્યારથી મને જીવન જીવવા અથવા સારી રીતે જીવવા (Being and well being) માં બીજા ની જરૂર ઉભી થઈ અને બીજો આવ્યો ત્યારે જ પોલિટીક્ષ્ શરુ થાય. એક પતિ પણ પોતાની પત્ની સાથે પોલિટીક્ષ્ જ કરે છે અને એજ રીતે પત્ની પણ પોલિટીક્ષ્ કરી ને પોતાના પતિ પાસે થી ઘર ખર્ચ માટે વધારે રકમ પડાવી શકે છે. પછી આવે જરૂરી અને બિન જરૂરી પોલિટીક્ષ્.અથવા યોગ્ય અને અયોગ્ય પોલિટીક્ષ્ પોલિટીક્ષ્ એટલે હકીકત માં ચડસા-ચડસી. આમ આ બને એક જ જીવન નાં બે અગત્ય નાં પાસા છે. તેણે અવગણી શકાય જ નહિ એવું મારું માનવું છે.દાખલા તરીકે હું તમને ઓળખાતો પણ નથી છતાં અહી ચર્ચા કરું છું તેણે પણ પોલિટીક્ષ્ જ કહી શકાય. અને મારી વાત જો તમને સારી લાગે અથવા તે ઉપર તમારો ખુલાસો મને વ્યાજબી લાગે તો આપણે બને જણા મિત્રો બની શકીયે અને કદાચ આપણે બને એક બીજા સાથે સારો સંબંધ બાંધીએ. અને નહીતર તું-તું કરી ને છુટા પડી જૈયે.પણ જો આપણે એક બીજા ને ઘણા વખત થી ઓળખાતા હોઈએ તો માને કે તમને એક બીજા ની વાતો થી કશું જ અજુગતું નાં લાગે. તમે જે લખો છો ધર્મ અને પોલિટીક્ષ્ બને ………તેમાં ધર્મ માં તો પોલિટીક્ષ્ છે જ પણ પોલિટીક્ષ્ માં ધર્મ કેમ અને ક્યારે આવશે તે જોવું રહ્યું……..

   Like

 5. ખરી સમસ્યા નદીઓના કાંઠે બનતાં કારખાનાંઓમાંથી નીકળતા રાસાયણિક કચરાની છે. લેખકે એની તરફ ધ્યાન દોર્યું હોત તો લેખ વધારે સમતોલ બન્યો હોત. લોકો જવાબદાર છે જ, કારણ કે આપણે ત્યાં પવિત્રતાનું જેટલું મહત્ત્વ છે એટલું મહત્ત્વ સ્વચ્છતાનું નથી. પરંતુ લોકો ઘરનો કચરો લઈને ગંગામાં નાખવા નથી જતા. લોકોના ઘરનો કચરો એકઠો કર્યા પછી મ્યુનિસિપાલિટી એમાં કચરો ઠાલવે છે. સવાલ માત્ર ગંગાનો નથી, બધી નદીઓની આ જ હાલત છે.

  શ્રી હઝારીસાહેબ લખે છે કે “બાકી પોલીટીક્સ અને ઘર્મ જ્યારે હાથોમેં હાથ ડાલકે સાથમેં ચલેંગે તો આ પ્રશ્ન ઉકેલી શકાશે તેમાં મને વિશ્વાસ છે.”

  પણ એ ન ભૂલવું જોઇએ કે લાંબા ભેળો ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આજે મુખ્ય પોલિટિક્સ છે. એટલે પોલિટિક્સ સાથે ધર્મ જશે તો એ માંદો પડશે, પોલિટિક્સ નહીં. કંઈ પણ કરવા માટે જે રાજકીય ઇચ્છાશક્તિ જોઇએ તેનું પ્રેરણાબળ ઉદ્યોગપતિઓ હોય છે. કોઈ ઉદ્યોગપતિઓને કેમ કહેતું નથી કે તમારો કચરો નદીમાં ન નાખો ?

  Like

  1. શ્રી દીપક ધોળકિયા એ મુદ્દા ની વાત કરી..શ્રી શૈલેશ આચાર્ય એ સાંપ્રત સમસ્યા નું ફક્ત વિવરણ કર્યું છે. ફક્ત સમસ્યા નું પિષ્ટ પીંજણ થી શું વળે? તેનો ઉપાય બતાવ્યો નથી. લોકો ની વિચાર સરની કેમ સુધરશે અથવા સુધારી શકાય તે વિષે પ્રકાશ પાડવા ની જરૂર હતી.અમે ગામ માં રહેતા હતા ત્યારે અમારા વડીલો અમને તળાવ નાં પાણી માં પથ્થર કે બીજું કશું નહિ નાખવા માટે એવું કહેતા કે મ્રત્યુ પછી અમારે પાણી માં નાખેલ વસ્તુ પોતાની આંખો થી બહાર કાઢવી પડશે. આવી બીક ને કારણે પણ બાળકો પાણી માં કશું જ નાખતા નહિ. આવી કોઈ પણ પ્રકાર ની સમજન આજ નાં બાળકો ને કોઈ આપતું જ નથી.

   Like

  2. shree dholakia saheb atre e pan yaad rakhvu joiye ke sarkar nu paryavaran khatu chhe j je ni satta chhe udyigpati o ne kahevani pan adhikari o thi bhrashtachar no prasad saru thai ne rajkaraniyo sudhi pahochadva ma aavto hoi chhe ane police nu kam kaida nu palan karavava nu chhe temna upar rajkaran havi thaigayu chhe ane kadak police ooficer hoi to temi badli nischit chhe mate teo pan bhrastachar namno prasad lai leva ma mane chhe ane tame joyu hoi to adadha rajkaraniyo andhshraddhalu chhe ane aapna ( kahevata dharmik sant loko to abhan chhe jeo no ekaj niyam chhe ke vignan thi praja ne vimukh rakhvi ane pote badhij vignanik sodho no labh levo jem ke vimani musafari kari pardesh katha karva javu media thaki tenu prasaran karavavu phone aircondition vagereno upyog karvo ane vichitrakahevai tevivat to e chhe ke je dharmik kathakaro vignan no virodh kare chhe te pan vignan ( media ) na saharej chhata tya bethela shrotagan mathi koi puchhtu nathi ke bapu tame jeno virodh karo chho tema pan pachho tenoj upyog karochho pan kam nasibi gano ke agnyan gano shrota tali padi ne bapu na bol vadhavi lese karan ke shrota o ne to ghoda banavi didha chhe aa bapu lokoe jem ghoda ne sidho chalavava mate aankh aagal antrai ubho karva ma aave tem shrota o ne pan ghen ma rakhi ne bapu loko savari karye rakhe chhe ) mate raj karan ane dharma jo ek thase to halat na sudhare pan rajkaran ane vignan sathe thai to sudharo sambhav chhe ane dharma e jo ek thavu hoi to badha dharmo e ek thavu joiye ane ekaj dharma etle MANAVDHARMA ……

   Like

 6. હું મોન્ટ્રીઅલ કેનેડામાં રહું છું. અહીંથી પસાર થતી સેન્ટ લોરેન્ત નદીની ચોખ્ખાઈ જોઇને નવી લાગે. ટોરોન્ટો, મોન્ટ્રીઅલ, ક્યુબેક જેવા મોટા શહેરો અને અનેક નગરો, કસબાઓ, ગામો નદી કીનારેજ વસેલા છે. કોઈ નદીને માતા નથી માનતું. નથી તેની કોઈ પવિત્રતા. છતાં સ્વચ્છતા એટલી કે આપોઆપ જ એ પવિત્ર બની જાય. ક્યા આપણી ગટર ગંગા અને ક્યા આ નદીઓ.????

  Like

 7. અમેરીકા-કેનેડા વગેરેના શહેરોમાં તો ગટરનું પાણી-કચરો વગેરે ભલે નદીમાં નંખાય, પણ તે પહેલાં તેને “દરેકે દરેક” શહેરમાં બનાવેલા મોટા મોટા ફીલ્ટર પ્લાન્ટમાં એકદમ ચોખ્ખું કરી લેવાય છે અને પછીજ નદીમાં નંખાય છે અને પછી આગળના શહેરો એજ નદીમામ્થી પાણી લ્યે છે અને વપરાયેલું પાણી ફરીથી એજ શહેરના પોતાના ફીલ્ટર પ્લાન્ટમાંથી શુદ્ધ કરીનેજ પાછું એજ નદીમાં નંખાય છે અને આમને આમ આગળના શહેરો કરતાં રહે છે, જેનાથી બે ફાયદા થાય છે, એક તો, પાણીની કદી અછત રહે નહીં અને બીજું પાણી વપરાશયોગ્ય ચોખ્ખું થઈનેજ આગળ જતું થાય છે.
  આપણામાં કહેવત છે, પૈસા પાણીમાં ગયાં, જ્યારે અહીં તો અબજો રુપીયા કોઈકના ખીસામાં ગયા……..!!!!!
  ઊમા ભારતીજી પાસેથી સારી આશા રાખી શકાય છે.
  સુંદર માહિતી આપતો અને દરેકે વિચારવા જેવો લેખ છે.

  Like

 8. પરદેશી વસ્તુઓનો આગ્રહ રાખીએ તો વિચારોનો કેમ નહીં ?

  Like

 9. નવાં પ્રઘાન ઉમાભારતીજીઅે જાહેર કર્યુ હતું કે તેઓ ગંગા તટના સાઘુઓનો સાથ લઇને, તેમને સાથે રાખીને આ શુઘ્ઘિકરણનું કામ કરશે. જો ગંગા કિનારાનાં સાઘુઓ, સ્વામીઓ ઉમાભારતીજીને સાથ આપશે તો જરુરથી ગંગા શુઘ્ઘિકરણના કાર્યને સફળતા મળશે. ઉમાભારતીજી પણ સાઘવી જ છે. સાઘુઓ, સ્વામીઓ ભક્તોને સમજાવી શકવાને કાબીલ છે. આ કાર્યમાં મોરારીબાપુ, રમેશભાઇ ઓઝા, શ્રીશ્રી રવિશંકર જેવાઅનેક, અગણિત સાઘુ,સ્વામીઓ ત્યાં બેસીને ઘામો નાખીને સ્વયંસેવક બનીને કાર્યરત થાય તો શું આ કર્મ ના થઇ શકે ? પણ પૈસાના પુજારી વ્યાખ્યાનકારો પોતાના સફેદ ઝભ્ભા મેલા કરશે ? છોને ગંગા મેલી રહે…અમારા કુર્તા મેલાં નહિ જ કરીયે…ના આદર્શવાળાઓ તો ભારત માટે માથે પડેલી જળો છે….શ્રઘ્ઘાળુઓનું લોહિ ચૂસી ચુસીને માલદાર બનેલા આ સાઘુડાઓ ગંગા શુઘ્ઘિકરણના કર્મ માટે નપૂંસક બની રહેશે. તેઓનો કોઇ ભક્ત મારું આ સજેસન તેમનાં કાન સુઘી પહોંચાડે તેવી મારી અંતરની આશા છે.
  અમેરિકાસ્થિત, ક્રિષણપ્રેમી અને મથુરાપ્રેમી ડો. શાહે મથુરાનગરીની મુલાકાત દરમ્યાન ત્યાંની ગલીઓની ગંદકી જોઇ….અને તેમણે અેક ફિક્સન નવલકથા લખી……. David goes to India. North Africa’s resident (White) student તેના બીજા/ ઇતર વાંચન દરમ્યાન હિંદુ ઘર્મના અને ખાસ કરીને ક્રષ્ણ અને મથુરાના પ્રેમાં પડે છે. અને વ્રૃંદાવનની સ્વપ્નની બ્યુટીમા પડી જાય છે. લંડન થઇને આવીને અમદાવાદમાં કોઇ રેકેમેન્ડેડ ઘરે રોકાઇને તે મથુરા, વ્રૃંદાવન જાય છે.અને ગંદકીથી ખદબદતી ત્યાંની ગલીઓ જોઇને ભાંગી પડે છે. તેનાં સ્વપ્નનું વ્રૃંદાવન મરણ શરણ થઇ જાય છે.
  તેના વીસાનો સમય પણ પુરો થવા આવે છે. છતાં તે નીશ્ચય કરે છે કે મારે આ ગંદકી દૂર કરવી જ છે. વ્રૃદાવનમાં જ્યાં ક્રૃષ્ણ ગોપીઓ રાસલીલા કરતાં ત્યાંથી તે દરરોજ સવારે વહેલો ઉઠીને જાતે સફાઇ કરવા લાગે છે. સવારે કરેલી તેની સફાઇ બપોરે પાછી ગંદકીથી ભરપૂર ગલી બની જાય છે. નિરાશ થયા વિના તે બપોરે પાછી સફાઇ કરે છે. તેજ રીતે વઘેલી ગંદકી તે વારંવાર સાફ કરતો રહે છે…..ગામનાં ઘરડાં ગંદકી કરનારા હોય છે….આ ગોરાને અેકલે હાથે સફાઇ કરતો જોઇને ઘણાં દિવસો પછી ત્યાંનુ યુવાઘન ક્યાંતો શરમના માર્યા કે પછી સમજીને પેલાં અેકલવીરનઅ સાથે જોડાય છે અને વ્રૃદાવન સુંદરવનમાં નવજીવન પામે છે. (મેં આ અંગ્રેજી ભાષામાં લખાયેલાં પુસ્તકનું અવલોકન અંદાજે બે વરસ પહેલાં કરેલું હતું જે ડોકટર શાહને ગમેલું.) ( ડોકટરે પોતાના મનના ઉદ્વેગને અહિં રજુ કરેલો છે.) તો આજે આ કેમ શક્યના બને ?
  તારી હાંક સુની કોઇના આવે તો અેકલો જાને રે….રવિન્દ્રનાથ ટાગોર કહી ગયેલાં……
  અમેરિકામાં પોતાના દુર્ગાના શો કરવા આવવા પહેલાં તેના અેક ઇન્ટર્વ્યુમાં હેમા માલિનિ મુંબઇમાં કહે છે કે મથુરા જ્યાંથી તે રેકોર્ડ મતે જીતી છે ત્યાંની ગંદકી નિવારણ તેનું પ્રાથમિક કાર્ય છે……
  ચાલો આપણે સૌ અમેરિકનો અહિં રહ્યે રહ્યે શુભેચ્છાઓ પાઠવીઅે. બને તો અને જેને માટે શક્ય હોય તે સ્વયંસેવક બનીને મદદરુપ બને….પોઝીટીવ રહીયે…

  અમૃત હઝારી.

  Like

  1. bhai shree amrutbhai
   india ma ( police gunda rajkaraniyo santo ) badha potpotani rite tak sadhu chhe ane praja jenapar vishvas mukine tene mota banave pachhi tej praja vimukh thai ne praja na kamo karvana badle bhrashtachar kem karvo tema dhyan parove chhe ganga suddhi karan nu pan emaj thase praja na paisa nu pani karse hal ma j vadapradhane ganga aarti kari tema su pradushan vadharvama temno sahyog nathi pradushan ghatadva mate kadak kaida karva ni jaruriyat chhe jem ke purnima snan bandh kumbh snan bandh pujano saman nadima padhravnar ne dand ahi america ma me najre joyu chhe ahi fishing turnament ma badha nagrik potani bot lai ne nikle aakho divas nadima rahe pan potani bot ma garbej bag sathej rakhe chhe ane divas darmyan khadhu pidhu hoi teni khali bottel can ke paperdish jevi darek vastu potani bot ma j rakhe chhe ane sanje jyare nadi ma thi bahar aave tyare jya nakhvani jagya nakki hoi tyaj nakhe chhe e loko nadi ma thukta pan nathi aapne tya nadi ne fakt pustako ma j lokmata kahevai chhe baki rojinda vahevar ma nadimata upar ritsar balatkar j thai chhe praja ne sudharta pahela upar darsavela char bhaio e sudharva padse….

   Like

   1. Maaf karajo saheb. aapane ek bijaa thi ajaanyaa chhiye chhata javab devaa kudi padyo chhau.aaj kaal polis ke politicians ke dharmdhurandharo ek business kari ne bethaa chhe ane tena maate jo koi javabdaar hgoy to te aapane pote j chhiye.tethi aavi paristhiti maate aa loko ne dosh aapiye tenaa karataa aatm nirikshan karavu jaruri bane chhe.mota gundaa o naa fotao newspaper maa samachar saathe chhapay chhe ane saaru kaam karanaar vishe ek nani sarakhi kolam hoy chhe, kkaran e j ke aapanane sansanati vadhare pasand chhe. Rape ke chori na kissao hu jetali tivrataa thi vaanchish tetali tivrataa thi hu koi saara kaam na samachar vanchish j nahi. aapani badhaa ni aa ek manasikataa j thai gai chhe jene aapane badalavi padashe.Aapanane aaj sudhi na anubhav upar thi laage chhe ke politicians koi saaro nathi hoto. aavaa sanjogo ma to maun raakhe tenaa karataa kaam no dabdabo kare tevo j politician j saaro. kharu ne ? sharuat ma bhale thodo dekhav kare pan jo iraado saaro hashe to parinam jarur malashe.aaj sudhi koi nischit iraadaa j nahota rakhataa. Jivan ni koi pan babat ma bhale te dharm hoy, shikshan hoy ke dhandho temaa Intention or motive definitely counts. aaje Amerika pan duniyaa no moto ek Gundo j chhe ne.?Potanaa interest ni rakshaa karavaa naa bahanaa hethal j pahela North Vietnaam ane have Pakistan, Afganistan ane Irak maa war chalave chhe. pan tenaa kaam thi mane jo fayado thato hoy to hu tene vakhanish. kahru ne ? aam hakikat maa maaro fayado shamaa chhe te j aapane badhaa joiye chhiye.Amerika ni vruti chhe tevi j vruti Bharat ma ke kyaye pan rahetaa koi pan gunda ni hoy chhe.

    Like

 10. નાની ઉમરે સાંભળેલું એક અનુરૂપ ગીત યાદ આવે છે.
  ” કડવી તુમ્ડી રે તું તો હરિભજન કરી લે ને.
  કાશી ગઈ થી મથુરા ગઈ થી
  પુનમેં પૂનમે ડાકોર ગઈથી
  .ગનગા-જમાનામાં નાહી તો એ તું કડવી જ રહીં

  Liked by 1 person

  1. ભાઈ શ્રી કરસન, એવું જ કહી શકાય કે જો ગંગા નદી માં નહાવા થી મોક્ષ મળતો હોય તો નદી માં તો કેટલાયે પથ્થરો પડ્યા હોય છે તેનો મોક્ષ કેમ થતો નથી? ડૂબકી મારવા થી પથ્થર પથ્થર જ કેમ રહે છે? બધો ડાટ આપણા કથાકારો એ જ વાળ્યો છે..

   Liked by 1 person

 11. ખરી સમસ્યા નદીઓના કાંઠે બનતાં કારખાનાંઓમાંથી નીકળતા રાસાયણિક કચરાની છે. લેખકે એની તરફ ધ્યાન દોર્યું હોત તો લેખ વધારે સમતોલ બન્યો હોત. Ekdum sachi vaat.
  In western world , specifically USA/ Canada where any developer developing any kind of industry, their EPA department will review entire developing plant just make sure it is echo -friendly. As author mention about meny industries develop on bank of Ganges or any other river, why their was no EPA study done?
  Cause was and is is that “Jab tak mera hota tub tuk sub jari rakho” Yes corruption has played major roll in polluting all of this so called ‘HOLLY” river.

  As Amrutkaka mention, lets hope that new government will bring some result!!!

  Like

 12. બહુ સરસ માહીતી છે. આશા અમર છે.નવી સરકાર પાસે અપેક્ષાઓ ઘણી રાખવામાં આવે પણ પ્રજાએ તો સાથ આપવો પડશેને?

  Like

 13. ખુબ સરસ લેખ અને લેખ કરતાં પણ સરસ પ્રતિભાવો. મારે ઉમેરવા જેવું કશું જ રહ્યું નથી. મિત્ર શ્રી હજારીની દરેક કોમેન્ટ અભ્યાસ પુર્ણ હોય છે. ધર્મ અધર્મના વાદવિવાદને બાજુ પર રાખીને બધીજ ગંદકીને કડક કાયદાઓ અને એના પાલનથી અંકુશમાં લાવી શકાય. પાશ્ચાત દેશોમાં નદીઓમાં ધાર્મિક ગંદ્કી નથી પણ કેમિકલ ગંદકી નાથવા માટે સરકાર સજાગ હોય છે. જેમણે નદીઓમાં બોટિંગ કર્યું હોય તેમને અનુભવ હશે કે નદીઓમાં પેટ્રોલ વહેતું હોય છે અને એ વાસથી ટેવાયલા ન હોય તેને માટે ખરેખર એ વાસ અસહ્ય બને છે. કાયદો અને કાયદાનો અમલ જ ગંદકીની સમસ્યા હલ થઈ શકે. માત્ર ગંગાજ કેમ? બધી જ નદીઓને માટે યુનિફોર્મ લૉ હોવો જોઈએ.
  હિન્દુત્વને નામે રચાયલી સરકારમાં કાયદા કરવાની અને પળાવવાની ગટ્સ ન હોય તો આ માત્ર અરણ્યરૂદન જ રહેશે.
  પ્રવીણ શાસ્ત્રી.

  Like

 14. “ગંગાજળ વીશ્વભરમાં શુદ્ધતાની ક્ષમતા બાબતે નામાંકીત છે. દીર્ધકાળથી ગંગાના પાણીની શુદ્ધતાનું વૈજ્ઞાનીક કારણ છે તેના પાણીમાં રહેલા ‘બેક્ટીરીયોફેજ’ નામના જીવાણુ, જે અન્ય હાનીકારક જીવાણુઓનો નાશ કરે છે. વળી, તેમાં ઑક્સીજન ટકાવી રાખવાની અસાધારણ ક્ષમતા છે. તેથી મહાબીમારીઓનું જોખમ ટળે છે અને રોગચાળો ફેલાતો નથી.”
  અધકચરુ જ્ઞાન મોટેભાગે (જ્યારે તે વિજ્ઞાનના નામે ફેલાવવામાં આવે ત્યારે તો ખાસ!) અભિશાપ બનતુ હોય છે, માટેઃ
  ૧) બેક્ટેરિઓફાજ/બૅક્ટેરિઓફેજ (https://en.wikipedia.org/wiki/Bacteriophage) એ ખરેખર તો એક પ્રકારના વાઇરસ છે. અને ફક્ત એ કારણથી કે તે બેક્ટેરિયાનુ ભક્ષણ કરે છે, આપણા મિત્ર કે પાણીનુ શુધ્ધિકરણ મશીન બની જતા નથી. હકિકતે તો ઘણા બેક્ટેરિયા આપણા મળ-મુત્રના વિઘટન (https://en.wikipedia.org/wiki/Decomposer#Bacteria) માટે ખુબ જરુરી આધાર પુરો પાડે છે. એમના વિના ગંગોત્રી પાસે કરેલી હાજત સીધી બંગાળની ખાડીમાં ઠલવાય!
  ૨) ઓક્સિજન ટકાવી રાખવાની અસાધારણ ક્ષમતા જેવુ કશુ હોતુ નથી. પાણી મા ઓક્સિજન ઓગળી શકવાની મર્યાદાઓ એ ભૌતિકવિજ્ઞાનના નિયમો નુ પાલન કર્યે જ છુટકો! અને રહી વાત મહાબિમારીઓનુ જોખમ કે રોગચાળાના ફેલાવો ટળવાની તો એને ઓક્સિજન ના પ્રમાણ સાથે કંઇ લેવાદેવા નથી. એ આધારિત છે રોગકારક જિવાણુ (colliforms/fecal contaminants) ના પાણી માં પ્રમાણ પર, જેના વિશે આ રિપોર્ટસ (ભલેને સરકારી!) ચિલ્લાઇ ચિલ્લાઇને કહેશે!
  http://moef.nic.in/downloads/public-information/Status%20Paper%20-Ganga.pdf
  http://cpcb.nic.in/upload/NewItems/NewItem_168_CPCB-Ganga_Trend%20Report-Final.pdf
  સો વાતની એક વાત, ગંદકી કર્યે (અને સફાઇ ન કર્યે) ભોગવ્યા પછી પણ “છુટકો” નથી. બાકી લેખનો હાર્દ સરસ છે.

  Like

 15. india is not economically poor but ” poor in thinking. It is such a stupid society that we call it NADI MATA ( Mother river) and next breath we shamelessly pollute all rivers. All our festivals are damaging eco system. We should ban/discard all religious rituals. But Govt does not have that will . Such a hypocrate people are not seen any where in the world. Religion has done enough damage to the common people.

  Like

 16. Very interesting and thought provoking article. Yes, I fully agree with the writer that every person who loves Ganga and o called ‘Belief’ has to think about its cleanliness. Ganga and Jamuna are the centres of the great civilisations and cultures for thousands of years. The writer may have erred as pointed out by Mahiru but his intention is pure like Ganga. Water is one of the all important life sustaining necessities. in the name of the religion and faulty beliefs we have made the purest river the impurest one. The change of attitudes and some actions (Karmkando) in the religions have to be changed. Yes, it is true that industries and the apathetic waste management are certainly responsible. But equally responsible is also the attitudes of the people.

  I live in Toronto (Canada). I worked in food industry (A very big bakery). There is a small Humber river passing by this bakery. Every Two hours I was checking the manholes to see whether any oil or any other substance is not going into the river. The fines by the City administration is huge. If remember correctly Canadian $5,000 for one time breach. For second time the amount of fine is increased plus suspension of production for a day or two and for third time the fine is $10,000 plus suspension of licence for a week!! Can this be imagined in India?

  To keep Ganga clean and its water pure is the responsibility of everyone and not only of government. Fine for spitting into its water is not a real solution. The real solution is to change he attitudes and religious beliefs. If this is not done then unfortunately one has to say, ‘Raam teri Ganga maili ho gayee paapiyon ke paap dhote, dhote.’

  We urgently need water filtration plants at every few hundred meters to keep Ganga clean and pure.

  Firoz Khan
  Toronto, Canada.

  Like

 17. “નદીઓની મહાગંદકીનો ઝરો તો છે લોકોનું દુષીત થયેલું માનસ. જ્યાં સુધી લોકમાનસમાં ધર્મના નામે પ્રદુષણ ફેલાવવાની વીકૃતી (ના, તેને કોઈપણ સંજોગોમાં વૃત્તી ના કહેવાય) છે ત્યાં સુધી ગમે તેવા કાયદા લદાય, કડક નીયમો બનાવાય, કરોડોની યોજનાઓ લાગુ કરાય; પરીસ્થીતી સુધરશે જ નહીં. તેનો ઠોસ ઉકેલ એક જ છે: લોકોએ પોતાનું માનસ સુધારવું જ રહ્યું.” લેખમાં લખેલ આ વાત એકદમ સાચી છે પરંતુ કાયદાના કડક પાલન અને ધર્મ થકી ડર વગર લોકોનું માનસ જલ્દી નહી સુધરે એ પણ એટલી જ સાચી હકિકત છે.

  Like

 18. I like everybody’s input and opinions. Let us start thinking rationally and out of box. We enjoy follow old beliefs.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 19. મિત્રો,
  મને યાદ આવ્યુ કે વડાપ્રઘાન નરેન્દ્ર મોદીજીઅે તેમના રાજ્યારોહણ વખતે ભારતની જનતા પાસે ઇ.મેઇલ દ્વારા કે ટપાલ દ્વારા સજેશનો મંગાવેલા. તેમની ઇ. મેઇલ લાઇન સજેશનો માટે હંમેશા ખૂલ્લી રહેશે તેવું પણ કહેલું. અભિવ્યક્તિ બ્લોગનો આ આર્ટીકલ ગોવીંદભાઇ તેમને મોકલાવે તેવી મારી ઇચ્છા છે. દેશની પ્રગતિ માટે લખાયેલો અને કોમેંન્ટ પાલેલો કોઇપણ આર્ટીકલ તેમને મોકલવા વિનંતિ છે.
  મિત્રો, તમારા વિચારો જણાવો અને ગોવીંદભાઇને તે પ્રમાણે વિનંતિ કરીયે.
  અમૃત હઝારી.
  ન્યુ જર્સી, અમેરીકા.

  Like

 20. મિત્રો,
  બીજી વાત મનમાં ચર્નીંગ થવા લાગી. કોઇને પણ ખોટું લાગે તેની મને ચિંતા નથી. આ ચર્નીગ માંથી જે માખણ મળ્યુ તે આ છે………….
  હોનેસ્ટ અને હાર્ડ વર્કીંગ, ટાઇમ બાઉન્ડ, લુચ્ચાઇ, લફંગાઇથી દૂર અેવી અમેરિકન કંપનીને અમેરિકન સરકારના સહયોગથી , તેમની નજર હેઠળ આ ગંગા સફાઇનો આખો પ્રોજેક્ટ કોન્ટરેક્ટ આપવામાં આવે. પ્લાનીંગ, રીસર્ચ, બજેટ, ઇમ્પલીમેન્ટેશન….કંપલ્ીટ ઓથોરીટી તે કંપનીને જ સોંપી દેવાની. પ્રોજેક્ટ પુરો થાય ત્યાં સુઘી ફક્ત નરેન્દ્ર મોદી જ ચાલુ કામે કંપની અઘિકારીઓને મળીને પ્રોગ્રેસ રીપોર્ટ માંગી શકે.સમય મર્યાદામાં કામ પુરું કરે. જો સમાય મર્યાદામાં કામ પુરુ નહિ થાય તો તે પછીનો બઘો જ ખર્ચો તે કંપનીઅે ભોગવવાનો. અને સમય મર્યાદા બાદના વઘારાનાં લીઘેલાં સમય ઉપર દંડ. ભારત સરકારના કોઇ પણ પ્રઘાન કે અઘિકારી કે ઇન્જીનીયર કે કોઇ પણ ટોપી તે કંપનીના કોઇ પણ અઘિકારીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મળી ના શકે.

  ભારતીયોનો સમય બરબાદી, પેેસાની ચોરી, સમય ગુમાવીને પ્રોજેક્ટ કોસ્ટ વઘારવી, નીચી ક્વોલીટીનો માલ વાપરવો, સરકારી અઘિકારીઅઓના ગજવા ભરવાં ( કોઇ સાહુકાર નથી..નવો નિમાયેલો પ્રઘાન કે અઘિકારી કે મીડલમેન……પૈસા મારી ખાવાનાં હજાર રસ્તા શોઘી કાઢનારાઓ ડગલે ને પગલે મળી રહેશે.)

  તાતા કે બીરલા કે અંબાણી…..કોઇ નહિં………ફક્ત અમેરિકન સરકાર દ્વારા રેકેમેન્ડેડ અમેરિકન કંપની જ. ભારતીય કંપનીને સબ કોન્ટરાક્ત પણ નહિં આપવા દેવાનાં.

  કદાચ કોસ્ટ ઓફ પ્રોજેક્ટ શરુઆતમાં વઘુ લાગશે પરંતુ લાંબે ગાળે તે ખૂબ સસ્તુ પડશે. ૨૦૧૪ની સાલની ટેકનોલોજી વાપરીને લાંબા ગાળાની મેઇન્ટેનન્સ ફ્રી સર્વીસ મળશે. પ્રોજેક્ટ પુરો થયા પછીના રીપેરીંગ અને મેઇન્ટેનન્સનો કોન્ટરાક્ટ પણ તે જ કંપનીને આપવો.
  વિરોઘ કરનારાઓને સારી રીતે સમજાવી જોવાના, નહિં સમજે તો આ સફાઇ માટે સ્પેશીયલ કડક કાયદા ઘડવાં. હાલે તો મોદી સરકાર બહુમતીથી ચાલે છે.આ કાયદા ભારતની કોઇપણ નદીના સફાઇના કામને આવરી લે તે પ્રકારનાં બનાવવા.
  મિત્રો, તમારા વિચારો જણાવો અને અા વિચારો મોદીજી સુઘી પહોંચે તેવું કરવાં ગોવીંદભાઇને વિનંતિ કરીયે.
  આભાર.
  અમૃત હઝારી.

  Like

  1. shreeamrut bhai me aagal lakhyu j chhe modi jate ganga aarti jeva program kari ne pradushan vadharvama sahbhagi chhe pahela temnu manas badalvu rahyu ( ahi sant gnyaneshwar yaad aaave chhe gol bandh karva ni salah pahela pote gol bandh karelo ) modi sahebe kadak kaida banavava padse ane tenu palan pote pan karva padse dharma ni ad ma ke santona man sachavava ni rajkiya soda baji thi nishpaksh rahi ne kam kare toj aa kam sakya chhe ati dharmikta ane potani swatantra vichar na abhav na lidhe desh ni aa halat thai chhe )

   Like

  2. નદીને સાફ કરતા પહેલા નવુ પ્રદુશણ આવતુ અટકાવવુ પડે. નહી તો બધી મહેનત નકામી જાય. જો નવુ પ્રદુષણ આવતુ બન્ધ થાય તો વહેતુ પાણી પોતાની મેળે મોટાભાગની ગંદકી દરીયામાં ઠાલવી દેશે. બાકી રહેલી ગંદકી સાફ કરવાનુ કામ ઘણુ આસાન હશે?

   કારખાનાઓને અને લોકોને ગંદકી કરતા અટકાવવા અત્યારેતો અશક્ય જેવુજ છે. જાહેર જગ્યાને ગંદી કરવી એ આપણા લોકોનો સૌથી પહેલો જન્મસીધ્ધ હક છે!! જ્યાં અડધી પ્રજા ખુલ્લામાં શૌચ કરતી હોય, ત્રીજા ભાગની પ્રજા “ભારતની” ગરીબી રેખાની નીચે હોય, ત્યાં સ્વચ્છતાની વ્યાખ્યા બદલાઈ જાય છે. અમેરીકા યુરોપના ધોરણો ભારતમા કામ ન આવે, ૨૧મી સદીમાતો નહીજ. ૨૨મી સદી આપણે કોઈ જોવાના. નથી.

   રાજકારણીઓના ચુંટણી વચનો ગંભીરતાથી ન લેવાય. ગંગા શુધ્ધીકરણ સરકારની પ્રાયોરીટિઇમા ઘણુ પાછળ હશે. એનાથી વધારે અગત્યના ઘણા પ્રશ્નો પડ્યાછે. જોઈયે બે વરસમા કેટલુ થાય છે.

   Like

   1. Shree gada saheb tamari vat 100 % sachi chhe rajkaraniyo ni vat par bharoso na karai chutni vachano ( vachanesu Kim daridrata ) no niyam lagu pade chhe ane prajane gumraah karva mate vachano na padai tyare virodh paksh nu nam devai joiye aa vakhate to virodh paksh chhe j nahi have su baharu kadhe chhe ke pachhi gujaratna vikas model ( kagal par kahevato ) ni jem prajane murakh banave chhe……..??????

    Like

 21. શ્રી ગડા,તીર નહિ તો ટીક્કી….નમોને મોકલવામાં આપણને નુકશાન નથી .
  અમૃત.

  Like

 22. આપણે મોટાભાગે પરંપરા પ્રમાણે સદીઓથી ચાલ્યાં આવતાં રિવાજો અને માન્યતાઓને હજુ સુધી આ એકવીસમી સદીમાં પણ વરેલાં છીએ તે આ ” ગંગા નદીમાં નાહવાથી બધા પાપો ધોવાઈ જાય છે” તે બાબતજ બતાવે છે કે આપણે એકવીસમી સદીના આધુનિક વિચારો ધરાવતા અને તે પ્રમાણે જીવવાનો માત્ર ને માત્ર ડહોળા કરીએ છીએ અને લોકોને બતાવવા અને જતાવવા અને અમે પણ તમારાથી કમ નથી તે બતાવવા માટે થઈને ઘરના સદસ્યનું અસ્થિ વિસર્જન ગંગામાં કરીએ છીએ…..જો આવી બાબત સાચી હોય કે પાપ ધોવાઈ જાય કે અસ્થિ વિસર્જનથી આત્માને મુકિત મળે તો…ખરેખર પાપ કરી કરીને ગંગામાં ડુબકીઓ લગાવવી જોઈ અને તેમ કરતાં ન ધોવાઈ તો મર્યા પછી તમારાં સંતાનો તમારાં અસ્થિઓનું વિસર્જન કરીને તમને મુકત કરી દેશે!!!!…..
  હકીકતમાં ગંગા નદી ઉપકારી છે, તેના કુદરતી રસાયણયુક્ત પાણીને લીધે…પરંતુ આપણે તેને પણ દુષિત કરી દીધું. નદી કિનારાના ફેકટરી અને કારખાંનાતો કચરો અને ગંદા કેમિકલ યુકત પાણી નદીઓમાં ઠાલવેજ છે, પણ નગરપાલિકાઓ પણ આખા શહેરની ગટરો ગંદા પાણીનો નિકાલ સીધો નદીઓમાં કરે છે…આ બાબત રોકવી જોઈએ….

  Like

 23. પ્રિય ગોવિંદભાઈ મારુ
  તમે ગંગા નદીની ગંદકીની વાત લખી ઘણું જાણવા મળ્યું .તમારો અને શૈલેશ ભાઈનો હું આભાર માનું છું .

  Like

 24. ખૂબ જ સારો લેખ છે. મારે એક શબ્દ વિષે કહેવું છે. બેક્ટીરીયોફેજ’ એ એક Virus છે જેનું ગુજરાતી વિષાણું થાય છે. આભાર

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s