–મુરજી ગડા
દરેક ધર્મનાં ત્રણ મુખ્ય પાસાં હોય છે. પહેલું પાસું છે એ ધર્મમાં આદેશાયેલી ‘નૈતીકતા’નો. ધર્મનું આ હાર્દ છે. બીજું પાસું છે એ ધર્મના નામે કરાવાતા ‘ક્રીયાકાંડો’નું. આ ધર્મનો મુખોટો છે. ત્રીજું પાસું છે ધાર્મીક વીચારધારા પ્રમાણેના ‘અધ્યાત્મ’નું. પ્રસ્તુત લેખનો મુખ્ય મુદ્દો ધર્મના આ ત્રીજા પાસાની ચર્ચા કરવાનો છે.
વીવીધ ધર્મો વચ્ચે આ ત્રણેય પાસાંઓની સમજ, આદેશ અને આચરણમાં ઘણો ફરક રહેલો છે. આપણે એના ઉંડાણમાં નથી જવું. માત્ર એટલું કહેવું જરુરી અને પુરતું છે કે આ ફરક ધર્મોને એકબીજાથી અલગ બનાવે છે, એકબીજા સાથે લડાવે છે.
હજારો વરસથી માનવમગજ પર અધ્યાત્મનો પ્રભાવ રહ્યો છે. જ્યારે માનવજીવન પર વીજ્ઞાનનો પ્રભાવ માત્ર છેલ્લી બે–ત્રણ સદીઓથી જ થવો શરુ થયો છે. આ બન્નેનું મહત્ત્વ તેમ જ માનવજીવન અને વીકાસ પરની એની અસરનાં ઉંડાણમાં ન જતાં, આ બન્નેનાં સ્વરુપો અને કાર્યપ્રણાલીમાં જે ભેદ છે એ સમજીએ. સામાન્ય માણસો તો ઠીક; અનેક વીદ્વાનોમાં સુધ્ધાં આ બેમાં રહેલા ભેદનો સાચો ખ્યાલ નથી. આપણે થોડા મુદ્દા ટુંકમાં તપાસીએ.
(1) વીજ્ઞાન વસ્તુનીષ્ઠ છે, ઓબ્જેક્ટીવ છે. વીજ્ઞાનની વફાદારી, વીજ્ઞાનના સીદ્ધાન્ત કે એ સીદ્ધાન્તના આધારે શોધાયેલાં ઉપકરણો પ્રત્યે હોય છે; એ શોધનાર વૈજ્ઞાનીક કે ઉપકરણો બનાવનારા ઈજનેરો પ્રત્યે નહીં. એટલે જ આપણે રોજબરોજના જીવનમાં વપરાતાં વૈજ્ઞાનીક સીદ્ધાન્ત કે ઉપકરણોના શોધકનું નામ પણ જાણતા નથી.
વીજ્ઞાનની સરખામણીએ અધ્યાત્મ વ્યક્તીનીષ્ઠ છે, સબ્જેક્ટીવ છે. અધ્યાત્મમાં માનનારની નીષ્ઠા એ ‘કહેનાર’માં વધુ અને એમના ‘ઉપદેશ’માં ઓછી હોય છે. ઈસુના દૈવી સ્વરુપમાં માનનાર ખ્રીસ્તી ગણાય; પછી ભલે તે એમના ચીંધેલા માર્ગે ચાલે કે ન ચાલે. જ્યારે ઈસુના દૈવી સ્વરુપમાં ન માનનાર પરમ્પરાગત રીતે સાચો ખ્રીસ્તી નથી ગણાતો; પછી ભલે તે બધી રીતે એમના ચીંધેલા માર્ગે ચાલતો હોય. આ વાત બધા ધર્મોના અનુયાયીઓને એટલી જ લાગુ પડે છે.
(2) વીજ્ઞાનના સીદ્ધાન્ત અફર હોય છે, તે સર્વત્ર એક સરખી રીતે લાગુ પડે છે. પાણી કરતાં ભારે હોય તે વસ્તુઓ ડુબે અને હલકી હોય તે પાણી પર તરે, આમાં અપવાદ ન હોય. અગ્નીમાં હાથ નાખનાર બધા દાઝે. પછી ભલે તે આસ્તીક હોય યા નાસ્તીક, પાપી હોય કે પુણ્યશાળી હોય. દરેકની પ્રકૃતી પ્રમાણે પીડા ઓછી વધુ થાય એ જુદી વાત છે. અગ્નીપરીક્ષા માત્ર વાર્તાઓમાં શોભે; વ્યવહારમાં નહીં. અધ્યાત્મની વાતો અફર હોતી નથી. તે ક્યારેક કામ કરે અને ક્યારેક ન પણ કરે. જેવો જેનો ભાવ, જેવી જેની ભક્તી, જેવી જેની શક્તી. સંસારસાગરમાં તરી જનારો (સુખી, સફળ) માણસ અધ્યાત્મની દૃષ્ટીએ પુણ્યશાળી હોય અને ન પણ હોય. એ જ રીતે સંસારસાગરમાં ડુબનારો (દુ:ખી, નીષ્ફળ) માણસ પાપી હોય અને ન પણ હોય. આના બચાવમાં કરવામાં આવતી દલીલો ગળે ઉતરે તેવી નથી હોતી.
(3) વીજ્ઞાનની વાતો ખુલ્લી અને સાર્વત્રીક હોય છે. એને જ્ઞાતી, જાતી, ધર્મ કે પ્રદેશની સીમાઓ નડતી નથી. વીજ્ઞાનનું જ્ઞાન અને એના આધારે વીકસેલી ટૅક્નૉલૉજી સમ્પુર્ણ માનવજાત માટે ખુલ્લાં છે. એનો લાભ લેનારને કોઈ સાધના કે તપ કરવું પડતું નથી. અધ્યાત્મ રહસ્યમય અને ગુઢ (Mystic) હોય છે. અધ્યાત્મને રસ્તે જનાર જે પણ પામતો હોય તે એણે જાતે મેળવવાનું હોય છે. એના બધા પ્રયત્નો પછી પણ એને જેની તલાશ હતી તે સાચે જ મળ્યું કે નહીં, તે અન્ય કોઈ જાણી શકતો નથી. કરનારના કહ્યા પર વીશ્વાસ રાખવો પડે છે.
(4) સમય, પરીસ્થીતી કે હકીકત બદલાય, નીયમ ખામીવાળો સાબીત થાય અથવા બીજા વધુ સારા પુરાવા મળે તો વીજ્ઞાનનો નીયમ સુધારી શકાય છે. મુળ શોધક ગમે તેટલો પ્રસીદ્ધ હોય તો પણ, એનું કહેલું બધું જ આંખો મીચીને સ્વીકારી લેવાતું નથી.
અધ્યાત્મ કે ધર્મનો સીદ્ધાન્ત કે આદેશ બદલી શકાતો નથી. જૈનો અહીંસાનો સીદ્ધાન્ત છોડી ન શકે. મુસ્લીમો મુર્તીપુજા સ્વીકારી ન શકે. ધર્મમાં / અધ્યાત્મમાં પાયાના ફેરફાર શક્ય નથી.
(5) કોઈપણ વ્યક્તી નીષ્પક્ષ રીતે વીજ્ઞાનનો પ્રયોગ કરી શકે છે, પ્રસ્થાપીત નીયમને ચકાસીને ખાતરી કરી શકે છે. સંશય હોય તો જાહેર કરી શકે છે. વાસ્તવીકમાં ઘણી અલગ અલગ વ્યક્તીઓ દ્વારા આવી ચકાસણી કરાયા પછી જ કોઈ નવા સીદ્ધાન્તને સ્વીકારાય છે.
અધ્યાત્મમાં આ કરવું અશક્ય છે. જે કહેવામાં આવ્યું હોય તે માનવું જ પડે છે. એમાં સંશય કરનાર નાસ્તીક ગણાય છે.
આદીકાળથી એકબીજા સાથે સતત ઝઘડતા ધર્મો માત્ર એક બાબતે સહમત છે. એ છે વીજ્ઞાનનો વીરોધ કરવામાં.એના બે મુખ્ય કારણો છે : પહેલું કારણ છે એમની માન્યતાથી વીરુદ્ધની વીજ્ઞાનની વાતો સ્વીકારવાથી એમની પ્રતીષ્ઠા ઝંખવાય છે, એમનું મહત્ત્વ ઓછું થાય છે. બીજું કારણ છે કે આ બધાને વીજ્ઞાન શું છે એની જ સમજ પણ નથી. વીજ્ઞાન એટલે કુદરતના નીયમ સમજવાનું શાસ્ત્ર. એ સત્યની શોધ છે. વીજ્ઞાનનો વીરોધ એ કુદરતના નીયમોની અવગણના છે. વીજ્ઞાનના સીદ્ધાન્તને આધારે માનવ ઉપયોગી ઉપકરણો બનાવવાના શાસ્ત્રને ટૅક્નૉલૉજી કહેવાય છે.
ભારતમાં લોકો વીજ્ઞાનને લીધે શોધાયેલી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે. એટલે ભારતમાં વીજ્ઞાન અને ટૅક્નૉલૉજી આવ્યાં છે એમ કહેવાય. કમનસીબે બહુમતી લોકોમાં વૈજ્ઞાનીક માનસ જરા પણ આવ્યું નથી. એમની વીચાર કરવાની રીત એ જ જરીપુરાણી રહી છે.
વીજ્ઞાનના વીરોધીઓની સૌથી પહેલી દલીલ એ હોય છે કે, ‘વીજ્ઞાન તો બદલ્યે રાખે છે જ્યારે ધર્મ શાશ્વત છે.’ આ કહેવાનો મતલબ એવો થયો કે ખળખળ વહેતાં નદીનાં પાણી કરતાં સુકા પ્રદેશના જુના તળાવનું પાણી વધુ સારું છે.
વાસ્તવીકતા એ છે કે ધર્મ પણ બદલાય છે, એને બદલવું જરુરી છે. વીજ્ઞાન બદલતું નથી; પણ પ્રગતી કરે છે. શાશ્વત માત્ર એક જ છે, કુદરતના નીયમ. પણ એ બંધીયાર તળાવ કે ખાબોચીયું નથી. એ તો ઘુઘવાતો દરીયો છે, મહાસાગર છે. એનાં ઉંડાણનો કોઈ પાર નથી.
શરુઆતમાં લખ્યું છે તેમ ધર્મનું એક પાસું ક્રીયાકાંડ છે. અને એ ક્રીયાકાંડો તો સમય અને સ્થળ પ્રમાણે બદલાતા આવ્યા છે. ધર્મના નામે ધંધો કરવાવાળાઓ માટે તે લાભદાયક છે. આ સર્વવીદીત છે. એનો બચાવ કોઈ કરી ન શકે આ ઉપરાન્ત મુખ્ય ધર્મના ફાંટાઓ અને ફીરકાઓના ક્રીયાકાંડમાં જે ફરક છે તે પણ આની પુષ્ટી કરે છે.
ધર્મનું બીજું પાસું છે મુલ્યોનું, નૈતીકતાનું. દરેક ધર્મની નૈતીકતાની સમજ થોડી અલગ છે. ધર્મ જો શાશ્વત હોત તો નૈતીકતાની બાબતમાં એમની વચ્ચે જરા પણ ફરક ન હોત. કુદરતી રીતે બધા માનવ સરખા છે. એમની જરુરીયાતો પણ સરખી છે. એમનાં મુલ્યો અલગ ન હોઈ શકે. જૈન ધર્મની વાત કરીએ. પાર્શ્વનાથ ભગવાને બ્રહ્મચર્યને ખાસ મહત્ત્વ નહોતું આપ્યું, જ્યારે મહાવીર સ્વામીએ એને નૈતીકતાના પાંચ મુખ્ય આદેશોમાં સ્થાન આપ્યું છે. આને જૈન ધર્મ બદલાયો એમ કહેવાય કે ન કહેવાય ?
બુદ્ધ અને મહાવીર, બન્ને એક જ સમયગાળામાં, એક જ પ્રદેશમાં વીહાર કરતા હતા. છતાં ઘણી બાબતોમાં આ બન્ને મહાપુરુષો વચ્ચે મોટા અને મહત્ત્વના મતભેદ હતા. દેહદમન, તપશ્ચર્યા, ખાનપાનની મર્યાદા વગેરેમાં આ સ્પષ્ટ દેખાય છે. આટલો મોટો તફાવત, ધર્મ શાશ્વત હોવાની વાતને પુષ્ટી આપતો નથી.
હીન્દુ ધર્મ એ પ્રાચીન વૈદીક ધર્મનું નવું સ્વરુપ છે. આ બન્ને વીચારધારાઓના વેદ, ઉપનીષદ, મહાકાવ્યો, પુરાણ વગેરે ગ્રંથો ઘણી સદીઓના સમયગાળામાં લખાયા છે. આ ગ્રંથો વાંચ્યા હોય એવા મીત્રો પાસેથી જાણવા મળે છે કે એમાં વર્ણવાયેલા અધ્યાત્મમાં સારો એવો ફરક છે. આ ઉપરાન્ત દુનીયાના જુદા જુદા ધર્મો વચ્ચે પણ સ્વર્ગ, નરક, આત્મા, પરમાત્મા, પુર્વજન્મ, પુનર્જન્મ. બ્રહ્મનાં સ્વરુપ, ધ્યાનના પ્રકાર અને પદ્ધતી તેમ જ અધ્યાત્મનાં ઘણાં પાસાંમાં મતભેદ છે. બધા ધર્મપ્રણેતાઓ એટલા જ મહાન હોવા છતાં આટલો બધો મતભેદ શું સુચવે છે ? માત્ર આપણો જ ધર્મ સાચો અને બીજા બધા ખોટા કે અધુરા એમ કહેવાથી પ્રશ્નો ઉકેલાતા નથી બલકે ક્લેશને આમંત્રણ આપે છે.
હવે વીજ્ઞાન બદલાતું હોવાના આરોપને આપણા રોજીંદા જીવનને સ્પર્શતી એક મામુલી વાતથી સમજીએ. પાણીને ગરમ કરીએ એટલે એક ચોક્કસ તાપમાને તે ઉકળવા લાગે છે. પાણી એનાથી વધુ ગરમ ન થઈ શકે. વધુ ગરમી મળતાં એનું વરાળમાં રુપાન્તર થાય છે. આ એક જાહેર અનુભવની વાત છે. પાણી કે પછી બીજી કોઈ પણ વસ્તુ કેટલી ગરમ છે એનો માપદંડ કોઈની પાસે નહોતો. એનું તાપમાન જાણી શકાતું નહોતું.
ઠેઠ સત્તરમી સદીમાં યુરોપમાં જુદા જુદા વૈજ્ઞાનીકોએ અલગ અલગ પ્રકારનાં થર્મોમીટરો શોધ્યાં. સમયાન્તરે એમાં જરુરી ફેરફારો થતા ગયા. આજે આપણે વાપરીએ છીએ એવાં થર્મોમીટર આવતાં બીજા સો વરસ જેટલો સમય લાગી ગયો. આને વૈજ્ઞાનીક શોધ કહેવાય. વૈજ્ઞાનીકોએ ઉકળતા પાણીને 100 (એક સો) અંશ સેન્ટીગ્રેડ અને થીજતા પાણીને 0 (શુન્ય) અંશ સેન્ટીગ્રેડ ગણીને ઠંડી ગરમીનો ચોક્કસ માપદંડ શરુ કર્યો.
કોઈ પર્વતવાસીએ એના ઉકળતા પાણીમાં થર્મોમીટર રાખી તપાસ્યું તો એને 100 અંશ સેન્ટીગ્રેડ કરતાં ઓછું તાપમાન જોવા મળ્યું. એટલે થર્મોમીટરને કે એના શોધનારને ખોટા કહેવાને બદલે વૈજ્ઞાનીક માનસ ધરાવતી કોઈ વ્યક્તીએ જુદી જુદી ઉંચાઈએ જઈ ઉકળતા પાણીનું તાપમાન મેળવ્યું. કેટલાય પ્રયોગો પછી શોધી કઢાયું કે ઉંચાઈ અને ઉકળતા પાણીના તાપમાન વચ્ચે સીધો સમ્બન્ધ છે. આશરે 960 ફુટની ઉંચાઈએ 1 (એક) અંશ સેન્ટીગ્રેડ ઓછા તાપમાને પાણી ઉકળે છે. અર્થાત્ માઉન્ટ આબુ પર પાણી આશરે 96 અંશ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને ઉકળવા લાગે છે.
એનાથી આગળ વધી, એ પણ શોધી કઢાયું કે આ તફાવત ઉંચાઈને લીધે નહીં; પણ એટલી ઉંચાઈએ હવાનું દબાણ ઓછું હોય છે એના લીધે છે. આ સીદ્ધાન્ત પ્રમાણે દબાણ વધે–ઘટે તેમ પાણી અને વરાળનું તાપમાન પણ વધે–ઘટે છે. આપણા રસોડામાં રોજ વપરાતાં કુકરથી શરુ કરી, વરાળથી ચાલતી ટ્રેન સુધી ઘણું આ સીદ્ધાન્તના આધારે કામ કરે છે.
આ એક સાવ સામાન્ય અને પાયાની શોધનો દાખલો હતો. છતાં એની પાછળ કેટલીયે વ્યક્તીઓની વરસોની મહેનત હતી, જેમનું નામ સુધ્ધાં કોઈને ખબર નથી. હવે તો આનાથી કેટલાયે વધુ અટપટા સીદ્ધાન્તો શોધાયા છે. એના આધારે નીતનવાં સાધનો બને છે. છેલ્લા થોડા દાયકાઓમાં જ વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર વગેરેમાં થયેલા ફેરફારો ઉડીને આંખે વળગે છે. આ વૈજ્ઞાનીક શોધો અને ટૅક્નૉલૉજીનો ચમત્કાર છે. એની પાછળની મહેનતનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.
દરેક વૈજ્ઞાનીક શોધની પ્રક્રીયાનું એકએક પગથીયું અગત્યનું અને જરુરી હોય છે. એટલે એને વીજ્ઞાન બદલાય છે એમ ન કહેવાય. દરેક શક્યતાને તપાસી, દરેક અપવાદને ધ્યાનમાં રાખી ચોક્કસ થાય છે, પ્રગતી કરે છે એમ કહેવું ઉચીત છે. એનાથી વધારે અગત્યની વાત એ છે કે વીજ્ઞાનની શોધનો ઉપયોગ સમસ્ત માનવસમાજના ભલા માટે થાય છે.
દરેક વસ્તુની જેમ વીજ્ઞાન અને ટૅક્નોલૉજીનો પણ દુરુપયોગ થયો છે. રસ્તા પર કોઈ પુરઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જે તો એનો દોષ વાહન બનાવનાર કે એની પાછળની ટૅક્નોલૉજીને ન અપાય. એ દોષ વાહન ચલાવનારનો છે.
હજારો વર્ષો સુધી કુદરતી ઘટનાઓ વીશેનું માનવસમાજનું જ્ઞાન માત્ર અવલોકન પુરતું મર્યાદીત હતું. એની પાછળનાં કારણો શોધી એનો સદુપયોગ કરવાનો કે પછી એમની નકારાત્મક અસરોથી રક્ષણ મેળવવાનો પ્રયાસ પણ ભાગ્યે જ કોઈ કરતું હતું. બધું જ કોઈ દૈવી શક્તીને આધીન હોવાનું માની બધા એની પુજા–પ્રાર્થના કરવામાં જ વ્યસ્ત રહેતા. વીજ્ઞાને એ બધું બદલ્યું છે.
સારાંશમાં, માનવજીવનને અસર કરતા નીયમોના બે પ્રકાર છે: કુદરતી અને માનવસર્જીત. કુદરતના નીયમ શાશ્વત છે, કોઈ બનાવતું નથી, માણસ માત્ર એમને શોધે છે. એ શોધવાનું શાસ્ત્ર વીજ્ઞાન કહેવાય છે. એના નીયમ કદી બદલી કે ઉથાપી શકાતા નથી. એનો કોઈ વીકલ્પ નથી. તે માણસને ખ્યાલમાં રાખી બન્યા નથી.
જ્યારે રાજ્યનું બંધારણ, ધર્મના આદેશ, સામાજીક રીતરીવાજ વગેરે નીયમો માનવસર્જીત છે. સમાજને વ્યવસ્થીત રાખવા માટે માણસો વડે અને માણસો માટે બનાવવામાં આવ્યા છે. એટલે દેશ, કાળ અને જરુરીયાત પ્રમાણે તે બદલાય છે, એને બદલવા જરુરી છે.
દેશનું બંધારણ બદલાય છે તેમ જ ધર્મ પણ બદલાય છે. એ સારા માટે જ છે. સદીઓ પુરાણાં મુલ્યો આજના સમયમાં સુસંગત ન પણ હોય એ સ્વીકારવું અગત્યનું છે. દરીયો ન ઓળંગવાના હીન્દુ ધર્મના આદેશને લીધે ભારતને મધ્ય યુગમાં ખુબ ગુમાવવું પડ્યું હતું. યુરોપીયનોના દરીયાઈ આક્રમણ સામે લડવા માટે ભારતના રાજાઓ પાસે જરુરી નૌકાદળ નહોતું. આવા ઘણા દાખલા આપી શકાય – રુઢીચુસ્ત માનસે ભારતીય સમાજને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. જે ધર્મ સમય પ્રમાણે બદલાતા નથી એમના અનુયાયીઓ ધર્મથી વીમુખ થઈ જાય છે તો ક્યારેક ધર્માન્તર પણ કરે છે. ધર્મ સદન્તર લુપ્ત થવાના દાખલા પણ ઈતીહાસમાં છે.
અધ્યાત્મની વાતો પરલોકની માન્યતા પર આધારીત છે. એને કેટલું મહત્ત્વ આપવું એ દરેકની શ્રદ્ધા પર આધાર રાખે છે. અધ્યાત્મ જે પણ હોય તે; પણ તે સ્વકેન્દ્રી છે. એના જે પણ ફાયદા હોય તે વ્યક્તીગત છે. અને જો ફાયદા ન હોય તો એની પાછળ ખર્ચેલ સમય અને શક્તીનો વ્યય એ ગેરફાયદો જ ગણાય.
(નોંધ: આ લેખના કેટલાક મુદ્દા અમેરીકાસ્થીત લેખક શ્રી. સુબોધ શાહના અંગ્રેજી પુસ્તક ‘Culture Can Kill’માંથી લેખકની પરવાનગીથી સાભાર લીધા છે. –લેખક)
–મુરજી ગડા
લેખક સમ્પર્ક:
શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા– 390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com
કચ્છી જૈન સમાજ,અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 27/06/2014
It is very thoughtful and good article. The fundamentals of life remain same all the time. We should always accept new ideas to improve our life. You can not change the society but you can change individual. I am very thankful to author.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLike
Changes are Vital in life. This article is well explained why it is important in life. What we have experienced is “Dharma Na Naame Dhating” and then it has identify as changes. As original title of book sum up everything that is “Culture Can Kill” Hopefully, those who are strong believer in religion and its ethic will think twice and may allow science to play some role in their life and their ethic.
LikeLike
A very balanced and thought article. Congratulation to sri Mulji Gada. Apart from ordinary or so called non educated people, I have seen many people with science background eg doctors,engineers,scientists with ph.d degrees are kind of blind followers of various gurus,babas,ammas,bapus etc. That’s why they all flock to this(USA) and other western countries for almost eight months of good weather, stay here lavishly and collect good deal of sum.
Many years ago when Ganesha idol started ” milk drinking “, these so called educated and science trained people were in fore front to offer milk to idols, at various temples in USA. For them science is for their work or job, in question of religion or faith science takes back seat.
I fervently hope people read this and articles, published on this web site,and at least think and follow through in their day to day life.
Thank you.
LikeLike
Education does not give power of thinking, thinking good or the best.The word ‘ EDUCATE” means to draw out. What to draw ? Good and accurate thoughts. this is not happening in today’s education process. Thats why we get this feeling that even a highly educated doctors or engineers go to Gurus. Secondly in ancient times, Education was imparted by questionaires. Asking questions was a method of education. Thirdly nowadays, education has become a job oriented and bread oriented and not value oriented.
LikeLike
You are right that today’s education is job oriented and lacks lot of things in it. But don’t forget that today’s education is available to masses.
On the other hand, the education in ancient times was limited to chosen few, while the Masses were intentionaly and systematically kept away from any form of education, even basic reading and writing skills. Why?
This is exactly why we kept falling behind while other countries kept progressing. It is beneficial for vested interests to glorify our past beyond recognition. who really knows how much of what is written in the old books was reality of the time and how much was only the wishful thinking.
LikeLike
રાજ કપૂરની અેક ફિલ્મમાં આ કાવ્યપંક્તિઓ છે…….
ઉપર નીચે, નીચે ઉપર,
લહેર ચલે જીવન કી.
નાંદા હૈ જો બૈઠ કિનારે,
પૂછે રાહ વતન કી,
ચલના જીવન કી કહાની,
રુકના મૌત કી નીશાની………..
બસ, બઘુ જ કહી દીઘુ. ક્યાં કેવી રીતે બેસાડવું તે વાચકના હાથમાં છે.
મિત્ર સુભાષ શાહે લખેલું પુસ્તક..‘કલ્ચર કેન કીલ‘ દરેક અભ્યાસુ ભાઇ બહેનો વાંચે તેવી ભલામણ કરું છું.
અમૃત હઝારી.
LikeLike
થીજતા અને ઉકળતા પાણીને સો સેન્ટીગ્રેડ ગણીને ઠંડીનો માપ દંડ બનાવ્યો. પછી દબાણ વધઘટ થતાં પ્રેશર કુકર અને વરાળ ઈંન્જીન બન્યા. આ બધું યુરોપના લોકોને સુઝયું પણ આત્મા, પરમાત્મા, અધ્યાત્મામાં માનતા ડફોળ લોકોને ન સુઝ્યું તે ન સુઝ્યું. વરાળ ઈંન્જીનથી ઓછા પાણી અને ઓછા બળતણથી માલ સામાન અને લોકોની હેરફેર ઝડપી બની અને દુનીયાના લોકો સમૃદ્ધ થાવા લાગ્યા. એવું જ કંઇક ગેલેલીયો, ન્યુટન, ડાર્વીન અને આઈન્સ્ટાઇને કર્યું. શીતળા કે પોલીયો ધર્મ કે આધ્યાત્મથી નહીં પણ વિજ્ઞાનને કારણે નાબુદ થયા….મુરજીભાઈ ગડાએ સાદી રીતથી બધું સમજાવેલ છે.
LikeLike
તમારી વાત થોડે ઘણે અંશે ખરી છે.સૌ થી પહેલા શૂન્ય અંક ભારત માં થી જ શોધાયો પણ એ તમે ભૂલી ગયા. શૂન્ય વગર બધું જ શૂન્ય નથી ? સૌ થી પહેલો ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ ભારત માં થયો એ પણ ભૂલી ગયા તમે ? અમેરિકા જેવો દેશ જે શાસ્ત્ર ઉપર આજે ઉભો છે તે છે ઈમર્સન ની જ્ઞાન વિષે ની કલ્પના..આ ઈમર્સન એ શ્રી ભાગવત ગીતા નો સંપૂર્ણ અભ્યાસ કર્યો અનેતેની જ વિચારધારા ઉપર આજ નાં અમેરિકા નું સર્જન થયું. યુરોપ માં કોઈ માણસ એવો નહિ મળે જેને બાઈબલ નાં વાંચ્યું હોય. ભારત માં કોઈ એવો નહિ મળે તેણે ગીતાજી નો અભ્યાસ સુદ્ધા કર્યો હોય. યુરોપ માં પણ પહેલા એવા ઘણા લોકો હતા જેઓ હમેશા સફરજન ને ઝાડ ઉપર થી નીચે પડતું જોયું હોય. એ બધા લોકો તો ડફોળ નહોતા જ. શીતલા કે પોલિયો જેમ ધર્મ થી નાબુદ નાં થયા તેમ તે ધર્મ થી સરજાયા પણ નથી. તે વિજ્ઞાન એ શોધેલી દવાઓ ની આડ અસર ને કારણે જ થયા છે એવું કોઈ પણ વૈજ્ઞાનિક માને છે. આજે ડોકટરો ને ,મેડીકલ સાયન્સ ભણાવવા માં આવી દવાઓ ની ખૂબીઓ સમજાવાય છે પણ તેની સાઈડ ઇફેક્ટ ભણાવવામાં નથી આવતી. અમારે ત્યાં આયુર્વેદ ની દવાઓ ક્યારે અપાય અને ક્યારે નાં અપાય તેની સમજન આપવા માં આવે છે. ન્યુટન પણ પોતાની લેબ માં શ્રી ગીતાજી સાથે જ રાખતા તે કદાચ તમારા થી અજાણ્યું હશે.તો શ્રી ન્યુટન પણ શું ડફોળ જ કહેવાય કે ? અમારી સંસ્કૃતિ તો આવા સમાજ ને મદદરૂપ થાય તેવા બધા જ લોકો ને ઋષિ જ ગણે છે.અમારી સંસ્કૃતિ માં ઋષિ નો અર્થ છે આર્ષ દ્રષ્ટા… દુર નું જોઈ શકે અનેતેમાં પોતાનો સ્વાર્થ નાં જુવે તેવી નિસ્વાર્થ વ્યક્તિ. વૈજ્ઞાનિક તે જ થ ઈ શકે જે અધ્યાત્મ માં વિશ્વાસ રાખતો હોય. કારણ કે અધ્યાત્મ એટલે આધી + આત્મા.. આત્મા તરફ લઈ જાય તેવું શાસ્ત્ર.. આત્મા એટલે ફક્ત હું પોતે જ નહિ પણ સર્વ શ્રુષ્ટિ.. અહી ‘હું’ ને ઉપર લ ઈ જવા નો છે તેણે sublime કરવા નો છે અને આજ વસ્તુ ગીતાજી સમજાવે છે. તેથી જ દરેક વૈજ્ઞાનિક પણ એક આધ્યાત્મિક પુરુષ જ હોય છે અથવા તેવી સમજન રાખતો હોય છે..
LikeLike
bhai shree ratnakar mankad
swami sachchidanand nu kavya dharma ane adhyatma vanchava jevu chhe ema ek liti aave chhe
paschime shitla nadud karya aakha jagma
aapne shitla na mandirobandhi murkh tharya jagma
aapne tya shitla satam no tahevar ujvai chhe ane te divase shitla matani puja thai chhe kharekhar to je rog chhe tene aapne devi banavi didhi chhe ane te nabud thaya pachhi pan te manyata mathi aapne bahar nikalvani pukhatata kelvi shakya nathi
biju udaharan tarikeaapno mantra
mukam karoti vachalam
panghu langhayate girim
yat krupa tam ham vande
parma nandam madhavam
aapne aava mantra na sahare asha vadi thai ne karma vimukh thaya ane polio nabudi karnar vaignanik pan paschimi j chhe gaya varas na bharat sarkar na dava pramane bharat mathi polio sampurna nabud thai gayo chhe have aapne manav samaje vicharvanu chhe ke aapan ne manav jat ne labh kari kon thayu ( polioni rasi sodhak ke palayan vad sikhavta pela mantra shodhak ) ………..?
LikeLike
bhai shree mankand
V K vora saheb ni vaat thode ghane anshe nahi pan 100% sachi chhe emersen e bhagvat gita no abhyas karyo ke nahi te khabar nathi parantu gita etle karma ( parishram ) pan aapna pakhandi dharma guruo e praja ne karmathi vimukh rakhi ne karma kandi banavi didhi chhe gita bhale bharat ma lakhai hoi parantu gita jivai chhe paschim ma aapne be hath jodta j rahi gaya ane paschimi praja be hath chhuta rakhi ne mahenat kari ne pruthvi par swarg banavyu chhe aapna be hath jodva ( namaskar ) karva ke felavava ( bhikh mangva ) nathi parantu gita na karmana niyam pramane mahenat karva aapela chhe aapne tya bapu loko ni katha ma hajaro loko be hath no upyog taliyo padva kare chhe ane bapu loko aapan ne aavta janam batavi ne potano ane potani sat pedhi ne chale etlu dhan sangrah kari ley chhe ane aapan ne moh chhodva no updesh aape chhe ane praja aavto bhav sudharva ni lalach ma aa janam bagade chhe..
LikeLike
શ્રીયુત મુરજી ભાઈ ગડાએ જીરો ડીગ્રી અને ૧૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડનો તફાવત સમજાવી હવાના દબાણથી સમજાવ્યું કે પાણી અને તાપમાન પણ વધે ઘટે છે જેના કારણે પ્રેશર કુકર અને વરાળ ઈન્જીનની કામગીરી સફળ થઈ. ગીતા એ મહાભારતની કથાનો એક ભાગ છે અને મહાભારતની કથામાં ઠેક ઠેકાણે મહીલા અત્યાચાર સીવાય કાંઈજ નથી. કથાના એક પાત્ર કૃષ્ણને લોકો ભગવાન માની એની ઠેર ઠેર પત્થરની મુર્તીઓ બનાવી પુજે પછી પૃથ્વી ગોળ દડા જેવી છે એ સ્વીકારવા મગજને વ્યાયામ કરવો પડે એ આળસુ અને ડફોળ લોકોને ન સુજે. એ હીસાબે શીતળા અને પોલીયો નાબુદ થઈ ગયા એ ઘણી મોટી સીદ્ધી કહેવાય.
LikeLike
શ્રી મદ ભાગવત ગીતા ના ૧૮માં અધ્યાય ના ૭૮ માં શ્લોક માં કહ્યું છે કે ” યત્ર યોગેશ્વરો કૃષ્ણ,યત્ર પાર્થો ધનુર્ધર:,તત્ર શ્રીર્વીજયો ભુતીર્ધ્રુવા નીતીર્મમ: !! અર્થાત જયારે જયારે કોઈ પણ શિષ્ય શ્રી કૃષ્ણ નાં વિચારો અપનાવી ને તેણે ચિંધેલ માર્ગે કાર્ય કરશે તે ને હમેશા વિજય જ મળશે. આપણે સૌ શિવ ની આરાધના કરીએ છીએ. શિવ અને શ્રી કૃષ્ણ માં શું કઈ તફાવત છે ? જે શિવ છે તે જ શ્રી કૃષ્ણ નથી ? શ્રી કૃષ્ણ એટલે વિષ્ણુ અને શિવ એક સાથે છે. અર્થાત જ્ઞાન સાથે કર્મ તે બને સાથે મળે એટલે થાય ભક્તિ.અર્થાત જ્ઞાન વગર ની ભક્તિ શુષ્ક છે અને જ્ઞાન વગર નું કર્મ પણ નિરર્થક છે તે ફક્ત કર્મકાંડ જ કહેવાય.
આપણી આ વિચારધારા અમેરિકા એ અપનાવી અને તે આજે વિશ્વ વિજેતા બની ગયું છે. આપણે શ્રી કૃષ્ણ ઉપર દોષારોપણ કરવા પહેલા તેનાં જીવન નો અભ્યાસ કરવા ની ખાસ જરૂર છે.મહાભારત ના યુદ્ધ પહેલા શ્રી કૃષ્ણ દુર્યોધન સાથે વીષ્ટિ કરવા ગયા હતા તે વખતે પોતાનું આખું સૈન્ય લઈ ને ગયા હતા.. વખતે.. ને દુર્યોધન કોઈ અવીચારી પગલું ભરી બેસે તો તેનો તરત જ જવાબ આપી શકાય.તે જ રીતે અમેરિકા નાં પ્રમુખ આજે બીજા દેશ ની મુલાકાતે જાય છે ત્યારે તે પણ શ્રી કૃષ્ણ ની રીત ને અનુસરે છે. અર્થાત તેની સાથે નેવી નો સાતમો કાફલો રહે છે. ભારત પોતાના મહામુલા વારસા થી જે બોધપાઠ શીખ્યું નથી તે અમેરિકા શીખ્યું છે.
૧૯૭૭-૭૯ ના જનતા પક્ષ નાં રાજ્ય દરમ્યાન શ્રી અટલબિહારી બાજપાયી વિદેશ પ્રધાન તરીકે ચીન ગયેલા. તેમની મુલાકાત દરમ્યાન જ ચીન એ આપણી સરહદ ઉપર હુમલો કર્યો અને બાજપાયી એ તરત મુલાકાત ટૂંકાવી ને પાછા આવતા રહેવું પડ્યું હતું.આવે વખતે જો ભારતે પોતાનું સૈન્ય ચીન ની સરહદે સક્રિય કર્યું હોત તો કદાચ ચીન આવું પગલું ભરવા નું વિચારત જ નહિ. પણ આપનો ભારત દેશ નો બિનસાંપ્રદાયિકતા નો અંચળો ઓઢી ને બેઠો છે.ત્યારે શ્રી કૃષ્ણ ની રીત રસમ કેમ અપનાવી શકે?
અમારે ત્યાં જેમ ઘણા ભક્તો થયા છે તેમ યુરોપ માં ગેલેલીઓ,ન્યુટન,ડાર્વિન આ બધા પણ ભક્તો જ છે તેમણે શ્રુષ્ટિ નું રહસ્ય પોતાના ફાયદા માટે નહિ પણ જન હિત માટે ખુલું કર્યું છે.કોઈ પણ ભક્ત શું કરે? જે ગુઢજ્ઞાન હોય જે સામાન્ય માણસ થી છુપું હોય તે તેની પાસે સહજતા થી ખુલું કરે. તેથી જ અમારો ધર્મ જે વૈદિક ધર્મ કહેવાય છે તે તો દરેક વૈજ્ઞાનિક ને પણ ઋષિ અથવા ભક્ત જ સમજે છે.અમારા ધર્મ માં અમુક બોધકથાઓ છે (અહી ‘અમારા’ શબ્દ વાપરું છું કારણ કે તમે તો Atheist છો) જેવી કે ગજેન્દ્ર મોક્ષ અથવા સંતોષી માતા નાં સોળ શુક્રવાર ની વાર્તા, પણ તે કથાઓ માં થી જે ઉપાડવા નું છે તે જ રહી જાય છે. આ બધી કથાઓ માણસ ને સાચી સમજન આપવા માટે છે પણ માણસ બાળક બુદ્ધિ માં ઉપયોગી વાતો ને કાંકરા સમજી ને છોડી દે છે. અને બધો દોષ ધર્મ નામ નાં તત્વ ને મળે છે..
LikeLike
Simply unbelievable.
રત્નાકરભાઈ,
તમારી કોમેંટનો જવાબ આપવા માટે એક આખો લેખ નાનો પડે. ઈચ્છા થતી હોય તો આ લેખની પહેલા મુકાયેલ મારા ૩૮ લેખ વાંચી જાઓ. તેમાથી તમારા થોડા પ્રશ્નોના જવાબ મળી જશે. જો બધાજ જવાબ જોઈતા હોય તો આ લેખનો સંદર્ભ દરશાવેલ પુસ્તક, ” Culture can kill” વાંચી જવું જરૂરી છે.
અત્યારે માત્ર એટલુંજ કહેવું છે કે બીજા બધાએ આપણા શાસ્ત્રોમાંથી બધું શીખી લીધું છે તો એવું કરતાં આપણને કોણ રોકતું હતું?. આપણે બધાથી આગળ હતા તો પછી આટલા પાછળ કેમ રહી ગયા?
LikeLike
“” Culture can kill” માથી એક નાનકડો ફકરો, તમારી જાણ ખાતર.
આગળ પાછળના સંદર્ભ વીના થોડો અધુરો લાગે પણ મુદ્ધો સમજી શકાય છે.
“ગીતાનું મહાવાક્ય છે: જ્યાં ધર્મ અને તાકાત બન્ને સાથમાં હોય, ત્યાં તો વિજય હોય જ, એમાં પ્રશ્ન નથી. પણ માનો કે એ બેમાંથી એક કદાચ ગેરહાજર હોય તો શું થાય એનો ઉલ્લેખ નથી. બીજી રીતે વિચારો : ધર્મ(રાજ) એટલે યુધિષ્ઠિર અને શક્તિ(માન) એટલે અર્જુન, બન્ને સાથે રહી યુદ્ધ જીત્યા. અર્જુન ન હોત તો યુદ્ધ જીતી શકાત? ના. યુધિષ્ઠિર ન હોત તો યુદ્ધ જીતી શકાત? હા. શક્તિ વિના જીતાય નહિ એ સામાન્ય સમજની વાત છે.”
LikeLike
Jivan che to vigyanane jano cho, pan aandhlu anukarn to maran che, tme tamara mate cho, pan satya to vishva mate che ene jano toj kudratno niyam ane sharirnu vigyan samjay, vigynikshodhna fayda ane gerfayda bane che pan jene svane janyu e svatntra thyo ane bijane pan gulamimathi mukt kare che. Je svatntra che e kyareyvigyan no durupyog nhi karshe, vishyo to ghana hoy pan master to hmesha ekj rheshe. U may wrong or right its up to u.
LikeLike
સુંદર સમજ આપતો સરસ લેખ..
LikeLike
શ્રી મુરજી ભાઈ ગડાના લેખો હંમેશ ખુબજ વિચારશીલ અને જ્ઞાનયુક્ત મને લાગ્યાં છે.
તાજેતરના લેખના સંદર્ભમાં બે લીટીઓ લખવાનું કે ‘અધ્યાત્મતા’ નો દૌર(ચક્કર) એક પલાયનવાદી માનું છું,તે ની વાતો કરનારો કોઈ પણ વ્યક્તિ જેમ શ્રી મુરજી ભાઈ ગડાએ તેમના લેખમાં ’સ્વકેન્દ્રીય’ ગણાવ્યું છે.તેઓ પોતાનોજ ઉદ્ધાર કરવાના ભાગતા કેદી જેવા છે!
આવા પાખંડી ગુરુઓ અને ધુતારા સંતો પોતાની જાળમાં કૈકને ફસાવીને પોતાના નામની વાહવાહ કહેવડાવામાંજ રચ્યા પચ્યા રહી પોતાનું ‘રાજપટ’ ચલાવતા રહેતા હોય છે.ભૂતકાળ અને તાજેતરના જાહેર બનાવો આનો પુરાવો પૂરો પાડે છે.
એક વાત હંમેશા ખટકતી ને ખૂંચતી રહે છે કે શ્રી અરવિંદ ઘોષ એક દેશ્દાઝ,ક્રાંતિકારી માનવ કેમ કરતાંક ‘અધ્યાત્મવાદ’નાં ચક્કરમાં પાડીને દેશને પારાવાર રાજનૈતિક નુકશાન કરી ગયા,તે ઘૂંટડો જરા પણ ગળે ઉતરતો નથી!
અરે તેમનું આધ્યાત્મિક જ્ઞાન પણ જો દેશની ગરીબીથી પીડાતી પ્રજાને જરા પણ કામ લાગ્યું હોત તો મારા જેવા આવા શબ્દોનો ઉચ્ચાર કરવાની હિંમત પણ ના કરત,પણ અફસોસ કે તેમને સદગતિ થઇ કે નાં થઇ તેની જાહેર જનતાને તો ખબર નથી કદાચને તેમના અનુયાયીઓને ખબર હોય!
આમની સરખામણીમાં તો બીજા કેટલાય નિસ્વાર્થી મુક સેવકોએ હિન્દુસ્તાનની ગરીબ પ્રજાની વચ્ચે જઈને જે સેવા કરી છે તેને બિરદાવા ખુબજ મુનાસીબ અને ન્યાયી કહેવાય.
ધર્મના નામે ઇન્તીહાસમાં જે યુધ્ધો થયા છે અને સેંકડો,કરોડોનો માનવસંહાર થયો હતો અને આ કાલીદાસ કે શેક્સપીઅરનું કહો ‘ નાટક’ હજુ પણ આ સદીમાં ચાલે છે.
LikeLike
shree bharadiya saheb chokkas palayan vaad j kahevai
upar me udaharan tarike be drashtant pura padya j chhe ane manav jat ni mansik nablai kaho ke dhandhari valan kaho jem ke buddh pote nir ishvar vadi hata tem ne j loko e bhagvan banavi didha ane tamni j puja karvani sharu kari didhi khare khar to avtar vad ni thiyari j khoti chhe ane prajana man ma te ghar kari gai chhe jeno tajo dakhalo asaram ane narayan sai banne bap dikra potane krishna no avtar ganavta hata hata have jo pahele thi avtar vad ni thiyari j na hote to loko temni vat sachi j na mante pan aa pakhandi loko e temno dhandho chalavava mate pahela avtarvad ni banavati stori ubhi kari ane pachhi pote j avtar bani betha ane aa rite praja ne ullu banavi .
LikeLike
———-એક વાત હંમેશા ખટકતી ને ખૂંચતી રહે છે કે શ્રી અરવિંદ ઘોષ એક દેશ્દાઝ,ક્રાંતિકારી માનવ કેમ કરતાંક ‘અધ્યાત્મવાદ’નાં ચક્કરમાં પાડીને દેશને પારાવાર રાજનૈતિક નુકશાન કરી ગયા,તે ઘૂંટડો જરા પણ ગળે ઉતરતો નથી!———
શ્રી ભારડિયાજી,
એક શક્યતા એ છે કે અરવિંદ ઘોષપર બોમ્બધડાકા કરવા માટે અંગ્રેજોએ વોરંટ કાઢ્યું હતુ. એનાથી બચવા તેઓ અંડરગ્રાઉંડ ગયા અને પછી સલામતી માટે ફ્રેન્ચ કોલોની એવી પોંડિચેરિ જતા રહ્યા. એનાથી વધારે સુરક્ષીત જગ્યા ત્યારે ક્યાંથી મળે. અતી પ્રભાવશાળી પ્રતીભાવાન એવા ઘોષ પછી આધ્યાત્મનો નવો આંચળો ઓઢીને પૂજનિય બન્યા. rest is history.
LikeLike
Dharm ne samje e vani vilas na kare, shabdna preni duniya ane je pame eni aastha par nirbhar che, je perfect mhenat kare ene destiny male, aachran ane jena par aastha che ene samjo, shu kharekhar manushynu jivan jivie chie ke fakt dodadod krine hafine anmol jivnano ant aaavi jay che.
LikeLike
મિત્રો,
આપણી આંખ સામે બે વ્યક્તિઓ થઇ છે. ૧. રવિશંકર મહારાજ અને ૨. મોરારીદાસ હરિયાણી.
જીવતા દાખલાં.
ક્યાં પૂજ્ય રવિશંકર મહારજ, ( પોટડીઘારી.)અને મુંગે મોઢે લોકસેવા કરીને દુરાચારીઓને સજ્જન બનાવનાર અને મોરારીદાસે બાપુ બનીને લાખો ભક્તો (?)ને શમસાન વૈરાગ્ય અપાવ્યો. (રામભક્ત, લક્ષ્મીજીના પણ ઉપાસક (?)). બાપુ બની બેઠા. કહે છે કે તેઓ બાપુ કહેડાવવાની વિરુઘ્ઘમાં હતાં, પરંતુ ભક્તોના પ્રેમ સામે ભગવાન પણ ઝુકી જાયના નિયમને માનીને ચલાવી લીઘું અને ઘારણ પણ કરી લીઘું.
રવિશંકર મહારાજમાં, મહારાજ તો તેમનું કુટુંબ., ગોત્ર. ગાંઘીજી દુનિયા પ્રસિઘ્ઘ થયાં અને રવિશંકર મહારાજ, મુકસેવક , પોટડીઘારી, ખીસાખાલી, પ્રસિઘ્ઘિથી દૂર રહેનાર…મુક લોકસેવક.
હજારો વષૅ પહેલાં લખાયેલું (?) હોય તેને ચિંતન, મનન કરીને પોતે જીવનમાં સંપૂર્ણ રીતે
ઉતારીને જાત અનુભવ કરીને જ હું તો માનું કે તે જીવન ઉપયોગી છે કે નહિં. હું મારી જ વાત કહીશ…મારાં શિવાય બીજા કોઇની નહિં.
દરેક વ્યક્તિ પોતે વિચારીને , મનન કરીને ખરાં ખોટાની સમજ કેળવીને જીવનચક્ર ચલાવે.
પછી રામાયણમાં આ પણ કહેવાયું હોય તો સવાલ ઉઠવો જોઇઅે નહિં કે , ‘ રામચંદ્ર કેહ ગયે સીયાસે, અૈસા કલજુગ આયેગા…કૌઅા મોતી ખાયેગા….હંસાં …..દાના…. ખાયેગા.‘
અને અેટલે જ આજે કલીયુગ ચાલી રહ્યો છે.
‘ સતયુગ ગયાનાં રોદણાં હજી ચાલુ છે. તે સતયુગ કે જેનું અમૃત તુલ્ય પાણી, મને ખબર છે કે,મહાભારતનાં યુઘ્ઘ માટે કે રામાયણની મંથરાં કે કૈકયીના જન્મ માટે પણ અવાયલેબલ ન્હોતું.‘ તે મહાભારત કે જેમાં ગીતા પણ સમાવાયેલી છે, તે મહાભારતમાં , પ્રપંચો , ખૂન ખરાબા અને પોલીટીક્સથી અસત્યના ખેલો ખેલાયા હતાં.
સત્ય માનવજીવનના ઇતિહાસમાં કશે જોવાં નથી મળ્યું. વિજ્ઞાને મનન અને ચિંતન બાદ આપેલાં નિયમને અનુસરીને કહેવાયુ છે કે…૧. વિપુલ જન્મ પ્રમાણ. ૨. જીવન જીવવા માટેની મઠામણ અને ૩. શક્તિશાળીનો વિજય…સર્વાયવલ ઓફ ઘી ફીટેસ્ટ….
આજે પણ આપણાં સહુના જીવનમાં આ ત્રણ નિયમો સંપૂર્ણ રીતે લાગુ પડે છે…….
માટે જ ફિર સુબહ હોગી ફિલ્મમાં રજકપુર અને માલાસિંહા ભારતના કારભારિઓને સવાલ પૂછે છે કે, ‘ વો સુબહ કભી તો આયેગી….?‘ ( આ ગીતનાં દરેક શબ્દોનું ચિંતન અને મનન કરીને પોતાની જાતને તે સવાલ પૂછવાની ભલામણ કરું છું.)
આજે જમીન ઉપર ચાલતાં ચાલતાં આજની આપણી દુનીયાનાં વિચાર કરીયે……વર્તમાનમાં શ્વાસ લઇઅે……
ભૂતકાળ હંમેશા ફોટોફ્રેમમાં શોભે..પાઠ શીખવા માર્ગદર્શન આપે. પણ નિર્ણય તો..આજની પરિસ્થિતિને આઘારે જ લેવો….વર્તમાનમાં જ જીવવું.
ભાવિની આપણી આવતી પેઢીનો વિચાર કરીઅે…….
તે અેટલી તો વિચારવંત છે કે સવાલ જ પૂછે છે…બાપને, માંને , શિક્ષકને કે દાદા,દાદીને….વ્હાય ? Why ? હુ ? Who ? & વ્હેન ? When ?
ચલના જીવનકી કહાણી, રુકના મોતકી નીશાની…….
આભાર……..
અમૃત હઝારી.
LikeLike
Well said Amrutkaka,
For those strong believer in Granth, Pooran, like Gita, And other books, what Amrutkaka has said is also in Gita saar, as Lord Krishna have said “Parivartan Sansaar ka niyam hai” meaning Changes is rule of society. We must accept it. And live our life as it present. Yes past is past, one can learn lession from past and apply to present as needed wisely, and future is always future and will be future, why worry of it. If you can’t live your present then what is use of worrying about future???
…and I believe today’s science is giving us opportunity to make changes ourself from past.
LikeLike
Past can be used as a “fertilizer” to grow better food. It can not be used directly as a food.
LikeLike
Ek vyktigat rupe” jevo anna evo hodkar” ragdwesh thi mukti ej best sthiti che, nahi sukh-dukh raheshej, bhog rog lavshej, stya ej che amanani sthiti, tyrej kan kan najara aave che, drek vykti ek bija par nirbhar che e drashta bhav kelvaay che toj nikhalstathi nishvarth bhave daya, kruna, prem, evi uchi sthiti prapt thay che ke jivan jivavaani jijivisha jage ane mrutyuni parenu jivan samjay che, tyare bhan aave che aapna phela drek lokoni shodh, vigyan, mherbani, drek vyktino rol ane privartanno niyam samjay che. To evu jivo ke jivan nu mulay samjay. Ek best manushy banie.
LikeLike
ખુબજ વિચારશીલ ને સુંદર સમજ આપતો સરસ લેખ.
LikeLike
Very thought article though one may not agree 100% with it.
LikeLike
બૃહસ્પતિ તત્વ્વેત્તાની વાત યાદ આવી .
જ્યાં સુધી જીવો સુખેથી જીવો મરવું એતો નિશ્ચિત છે
મરીગ્યા પછી નથી આવવું એ પણ એટલું નિશ્ચિત છે
LikeLike