ધર્મને અધર્મથી અલગ તારવીએ…!

–દીનેશ પાંચાલ

સંતો કહે છે: ‘ધર્મ એટલે શું તે જાણવા માટે પહેલા જીવનનો અર્થ સમજવો પડે. માણસના પહેલા શ્વાસથી અંતીમ શ્વાસ વચ્ચેના સમયગાળાને જીવન કહેવામાં આવે છે. અને એ જીવન ઠીક રીતે જીવી જવા માટે જે નીયમાવલી (Rules and regulations) બનાવવામાં આવે છે એને ધર્મ કહેવાય છે.’ પ્રશ્ન થાય છે– કોણે બનાવી એ નીયમાવલી ? ઈશ્વરે કે માણસે ? આ લખનારની નમ્ર સમજ એવી છે કે જીવનના નીયમો જીવનારાઓએ જ ઘડ્યા છે – ભગવાનો કે દેવોએ નહીં. ધર્મમાં લોકો પરાપુર્વથી અધર્મની ભેળસેળ કરતા રહ્યા. એ કારણે કેટલાંક અનીષ્ટોની ગણના પણ ધર્મમાં થવા લાગી. સદીઓ પુર્વે પતી મૃત્યુ પામે તો પત્નીએ તેની ચીતામાં બળી મરવું એ ‘પત્નીધર્મ’ કહેવાતો. (હું ભુલતો ના હોઉં તો પુરીના શંકરાચાર્યે જાહેરમાં સતીપ્રથાને ‘સતીધર્મ’ કહી ટેકો આપ્યો હતો) બુદ્ધીવાદ પ્રબોધે છે – ખુદ ઈશ્વરે એવી આજ્ઞા કરી હોય તો પણ તેનો વીરોધ કરવો જોઈએ. આપણે ત્યાં મરણ પાછળ કરવામાં આવતા કર્મકાંડો એક ખર્ચાળ અધર્મ બની જાય છે. આ બધું પરાપુર્વથી ચાલતું આવ્યું છે. એમાં નવા જમાના મુજબ થોડો ઉમેરો થયો છે. હવે મરણ બાદ શ્રાદ્ધક્રીયામાં ધાર્મીક પુસ્તકો, સ્ટીલના કુકરો કે થાળી–પ્યાલાં જેવાં વાસણો વહેંચવામાં આવે છે. પ્રશ્ન થાય છે એથી (કંસારા સીવાય) કોને ફાયદો થાય ? મીષ્ઠાન્ન જમાડો તો સગાઓ રાજી થાય. ભજનની ચોપડીઓ વહેંચો તો પ્રકાશકો રાજી થાય. પણ ગરીબોને માથે ટાલ પડી જાય ! આવી બાબતોમાં સમાજના ઘણા વર્ગોનાં હીત સંકળાયેલાં હોવાથી સૌ ભેગા મળીને એવા અધર્મને જીવતો રાખે છે. રૅશનાલીઝમ એવા અધર્મ સામે લાલ બત્તી ધરતું આવ્યું છે. એ કારણે સમાજની નફરતનો ભોગ બનતું આવ્યું છે.

ધર્મની વ્યાખ્યા કરવા માટે આ લખનારની કોઈ પાત્રતા નથી. છતાં કંઈક એવું સમજાય છે ‘માનવીનું કલ્યાણ કરે તે ધર્મ અને લોહીલુહાણ કરે તે અધર્મ !’ માનવીનો વીકાસ કરે તે ધર્મ ને કંકાસ કરે તે અધર્મ! પ્રગતી કરે તે ધર્મ અને અધોગતી તરફ લઈ જાય તે અધર્મ ! દુ:ખીઓનાં આંસુનું મારણ બને તે ધર્મ અને આંસુનું કારણ બને તે અધર્મ ! સાચા ધર્મમાં શ્રદ્ધાની સીતાર વાગે છે; પોલીસની સાયરન નહીં. આપણે કોને ધર્મ ગણીએ છીએ ? ધર્મને અબીલ, ગુલાલ, કંકુ, પુજાપાઠ, ફળ–ફુલ, નારીયેળ, ધુપ, દીપ, મંત્રો, શ્લોકો, યજ્ઞો, આરતી, કથા, જપતપ જેવા કર્મકાંડોના સ્થુળ ઢાંચામાંથી મુક્ત કરીને, તેને કલ્યાણકારી સ્વરુપમાં ઢાળવાની જરુર છે. શું એવું થઈ શકે ? માણસ આરતી કરવાનું છોડીને એમ્બ્યુલન્સ માટે દોડી જાય તે ધર્મ ગણાય. મનની શાન્તી માટે માણસ ભલે મન્દીરમાં જતો. પણ સાચી શાન્તી તો તેને ભણીગણીને જીવનમાં કંઈક બની શકવાથી પ્રાપ્ત થાય છે. (પ્રભુપુજા જ જીવનની સર્વોચ્ચ સીદ્ધી ગણાતી હોત તો મન્દીરનો પુજારી પોતાના દીકરાને ડૉક્ટરને બદલે પુજારી બનાવવાનાં જ સ્વપ્નો જોતો હોત !) એથી પુજાપાઠ ભલે કરો; પણ સ્કુલ–કૉલેજના પાઠોના ભોગે કદી નહીં. લેબોરેટરીના પ્રેક્ટીકલ છોડીને કદી રામકથામાં ન જવાય. (અને થીયેટરમાં પણ ના જવાય) કોલેજના પીરીયડો છોડીને કદી ગણેશવીસર્જયાત્રામાં ન જવાય. (અને મેચ જોવા પણ ના જવાય) વીદ્યાર્થીઓ ભણવાનું છોડીને ‘ટાઈ–ડે’ કે ‘સુટ–ડે’ ઉજવે એ આજનો સૌથી મોટો શૈક્ષણીક અધર્મ છે. સાચો વીદ્યાર્થી ધર્મ એ છે કે પરીક્ષાઓ પતી ગયા બાદ ભલે તે રોજ બે ફીલ્મો જોતો; પણ પરીક્ષા પહેલા અભ્યાસના ભોગે એક પણ ફીલ્મ ના જુએ. (બચુભાઈ કહે છે: ‘યુવાનોએ ‘પરીક્ષા’ શબ્દનો સુચીતાર્થ શાનમાં સમજી લેવો જોઈએ. પરીક્ષાનો ‘પ’ પરીશ્રમ તરફ ઈશારો કરે છે. જો પરીક્ષામાંથી પરીશ્રમનો– ‘પ’ ઉડાવી દેશો તો પછી કદાચ જીવનભર રીક્ષા ચલાવવી પડશે !) કપાળે કંકુ, સીન્દુર, ભસ્મ જે લગાવવું હોય તે લગાવો; પણ કપાળે કંકુ હશે અને બન્ને હાથો લોહીથી  ખરડાયેલા હશે તો એવા ‘કંકુવરણાં કાવતરાંઓ’થી કોઈ ધર્મનો ભગવાન રાજી નહીં થાય.’

અગરબત્તી, લોબાન, ધુપદીપ ઘરનાં મન્દીરમાં સળગાવશો તો ઘરનું વાતાવરણ સુગંધમય થશે; પણ ચીત્તમાં મલીન વીચારોની દુર્ગંધ અગરબત્તીથી દુર થઈ શકતી નથી. ઘરમાં અગરબત્તી સળગાવશો અને બહાર આગ લગાડશો તો તે અધર્મ ગણાશે. લોબાન, ધુપદીપ સળગાવવાની છુટ; પણ લોબાનના ધુમાડા કરશો અને બેંકમાં ગોટાળા કરશો, અથવા કોકના ઉછીના લીધેલા પૈસા પરત કરવામાં અખાડા કરશો તો તે અધર્મ ગણાશે. ગ્રાહકોને બાનમાં રાખીને દુકાનમાં લોબાન સળગાવવામાં સમજદારી નથી. યાદ રહે, માળા નહીં ફેરવવામાં એટલો અપરાધ નથી; જેટલો ગ્રાહકોનાં ગળાં કાપવામાં છે ! રસ્તે અકસ્માતમાં ઘવાયેલા માણસને હૉસ્પીટલમાં પહોંચાડવો કે તેને માટે લોહી આપવું એ પરમ ધર્મ ગણાય. પણ પોતે બીમાર પડ્યા ન હોય અને હૉસ્પીટલમાં ડૉક્ટરો પાસે જુઠાં બીલો લઈ ઈન્સ્યોરન્સ કંપની પાસે ખોટા મેડી–ક્લેમ પાસ કરાવવો એ અધર્મ ગણાય. માણસ માત્રને ભુખ લાગે, તરસ લાગે અને ટાઢ વાગે છે. એથી ભુખ્યાને રોટી, તરસ્યાને પાણી અને ગરીબોને વસ્ત્રો આપવાં એ ધર્મ ગણાય. પણ કોઈ ધાર્મીક સંસ્થાએ ગરીબોને વહેંચવા માટે ધાબળા આપ્યા હોય, અમુક લાખ રુપીયા દવા માટે ફાળવ્યા હોય તેમાં ભ્રષ્ટાચાર આચરવો તે અધર્મ ગણાય. લોકો ચારધામની યાત્રા કરે છે; પણ કોઈનું ઘર, ખેતર કે મીલકત પચાવી પાડવા માટે તેને કોર્ટકચેરીની યાત્રા કરાવતાં અચકાતા નથી. આપણી આધ્યાત્મવાદી પ્રજા, ધર્મ અને અધર્મનું આવું કોકટેલ કરીને મસ્ત રહે છે.

કંઈક એવું સમજાય છે કે રોજ ગીતા, બાયબલ કે કુરાન વાંચો તે જ ધર્મ ન ગણાય; પણ માણસને સુખી રાખવા માટે કે તેનાં દુ:ખો દુર કરવાની ભલી ભાવનાથી જે કાંઈ કરો તે બધું જ ધર્મ ગણાય. કોઈ બાપ કે ગુંડો સાત વર્ષની દીકરી/છોકરી પર બળાત્કાર કરતો હોય તે વખતે તેના માથા પર ફટકારવા માટે લાકડી ના મળે અને ગીતાના ધર્મપુસ્તક વડે તેને ઘાયલ કરો તો તે પણ ધર્મ ગણાય. બચુભાઈ કહે છે: ‘કોઈનું માથું દુ:ખતું હોય અને તેને એસ્પ્રોની ટીકડી આપો તો તે પણ ધર્મ ગણાય. બેશક એનો અર્થ એ નથી કે બળી મરવા માગતા માણસને થોડું કેરોસીન આપો તે ધર્મ ગણાય. કોઈ ડફોળ વીદ્યાર્થીને પરીક્ષાહૉલમાં કાપલીઓ પહોંચાડો તે અધર્મ કહેવાય. ધર્મની સફાઈમાં સાધનશુદ્ધીનું પણ એટલું જ મહત્વ છે. ધર્મની વ્યાખ્યાઓ કીસ્સે કીસ્સે બદલાતી રહે છે. કોઈના દેહમાં તીક્ષ્ણ હથીયાર ભોંકી તેને લોહી લુહાણ કરવો એ હીંસા કહેવાય; પણ ડૉક્ટર એવું કરે ત્યારે તે ધર્મ બની જાય છે. તરસ્યાને પાણી પાવું એ ધર્મ ગણાય; પણ ઓપરેશન બાદ કોઈ દીકરો પાણી માંગે અને ડૉક્ટરની મનાઈ છતાં મા તેને પાણી આપે તો તે અધર્મ બની રહે છે. કલ્યાણમય હેતુ માટે હત્યા કરવી પડે તો તે પાપ નહીં; પુણ્ય બની રહે છે. (ગીતામાં શ્રીકૃષ્ણે પણ કંઈક એવું જ કહ્યું છે) ભયંકર રોગથી પીડાતા વાછરડાને ગાંધીજીએ ઝેરનું ઈંજેક્શન અપાવીને તેની દર્દનાક સ્થીતીમાંથી મુક્તી અપાવી હતી. એ હત્યા પવીત્ર હતી.

એથી ધર્મ અને અધર્મની ભેદરેખા નક્કી કરવા માટે વીવેકબુદ્ધીની જરુર પડે છે. ઉપરની બધી બાબતો ધર્મપુસ્તકોમાં ના લખી હોય તો પણ તેને ધર્મ ગણી તેનું પાલન કરવું જોઈએ. માણસ સદીઓથી ધર્મમાં અનીષ્ટો ઉમેરતો આવ્યો છે. એથી ધર્મની જર્જરીત બની ગયેલી ‘નીયમાવલી’માં થોડા કલ્યાણકારી નીયમો ઉમેરીને તેને ‘અપડેટ’ કરવો જરુરી છે. સવાલ એ છે કે આવા બૌદ્ધીક પ્રકારના માનવધર્મથી ઈશ્વર મળી શકે ખરો ? મોક્ષ મળે ? સુખી થવાય ખરું ? સાચો જવાબ જ્ઞાની પંડીતો પર છોડી દઈએ. પણ કંઈક એવું સમજાય છે કે ઈશ્વરની કે મોક્ષની ગેરેન્ટી નથી; પણ એટલું કહી શકાય કે મન્દીરમાં બેઠાંબેઠાં જ તમને ઉત્તમ પ્રકારની મદીરા મળી જતી હોય તો મદીરાલય જવાની શી જરુર ? ઈશ્વરને પ્રાપ્ત કર્યા વીના આદર્શ માનવ ધર્મ વડે તમે આ ધરતી પર જ સ્વર્ગીય સુખ મેળવી શકતા હોય તો ઈશ્વરની કે મોક્ષની જરુર ખરી? દોસ્તો, ઈશ્વર આખરે છે શી ચીજ…? ગ્રાંડ ટોટલ ઓફ ઈચ એન્ડ એવરી હેપીનસ…! (તમામ પ્રકારનાં સુખોનો સરવાળો…)

ધુપછાંવ

ધીરુભાઈ અંબાણીના જીવનની એક નાનકડી ઘટના યાદ આવે છે. ધીરુભાઈ પાયખાનામાંથી બહાર આવ્યા ત્યારે એમની સ્લીપર વડે થોડી ટાઈલ્સ ભીની થઈ. ધીરુભાઈએ રુમાલ લઈ ટાઈલ્સ પરનું પાણી જાતે સાફ કરી નાખ્યું. દીલ્હીથી  પધારેલા એક સચીવ એ જોઈ બોલી ઉઠ્યા: ‘અરે… અરે… ! રહેવા દો… એ તો નોકરાણી સાફ કરી નાખશે !’ ધીરુભાઈએ કહ્યું: ‘નોકરાણી અથવા ઘરનું  કોઈ લપસી પડે તે પહેલાં હું તે સાફ કરી નાખું તો મને એ વાતનો આનન્દ થાય કે એક દુર્ઘટના મારી સમયસુચકતાથી અટકી ગઈ !’

દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 13 મે, 2007ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાના તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: +91 9537 88 00 66 ઈ.મેઈલ:govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 04 – 07 – 2014

 

 

 

 

27 Comments

  1. શ્રી પાંચાલ સાહેબનો રાબેતા મુજબનો સરસ લેખ. એમના કોઈ પુસ્તકો કે ગુજરાતમિત્રની કોલમો વાંચી નથી. સામાજિક કુરિવાજો સામેનો એમનો આક્રોશ પણ વ્યાજબી જ છે. અભિવ્યક્તિ પર એમના જેટલા લેખો વાંચ્યા છે તે જોતાં એમ લાગે છે વર્ષોથી તેઓ એકની એક જ વાત રિસાઈકલ્ડ શબ્દોમાં રજુ કરે છે. આ જ વાત રેચક શૈલીમાં લખવાને બદલે રોચક શૈલીમાં લખાય તો વાંચવાની મજા આવે.
    પ્રવીણ શાસ્ત્રી.

    Like

    1. —————–અભિવ્યક્તિ પર એમના જેટલા લેખો વાંચ્યા છે તે જોતાં એમ લાગે છે વર્ષોથી તેઓ એકની એક જ વાત રિસાઈકલ્ડ શબ્દોમાં રજુ કરે છે. ———————

      હા, હા….. આ વાત મોટાભાગના લેખકો માટે સાચી છે. કાલ્પનીક દુનીયા વીષે મારે જે કહેવું હતું તે વીસેક જેટલા લેખમાં કહી દીધું છે. શ્રી ગોવિંદભાઈને રાજી રાખવા હવે “નવી બોટલમા જુનો દારુ” ભરવાનો સમય નજીક આવી રહ્યો છે; સીવાય કે અભીવ્યક્તીને અનુરુપ કોઈ નવા વીષય મળી રહે.

      Like

      1. માનનીય શ્રી મુરજીભાઈ, સાદર વંદન. ગોવિન્દભાઈ એક સૌજન્યશીલ મિત્ર છે. આપને પણ મેં ગુજરાત દર્પણની સાહિત્ય સભામાં સાંભળ્યા છે. મારા કેટલાક વિચારોને કારણે હું મારા ધાર્મિક અને રેશનાલિસ્ટ બન્ને મિત્રો તરફથી માર ખાતો આવ્યો છે. પોતાની માન્યતાઓ પ્રમાણેજ દુનિયા ચાલવી જોઈએ એ હઠાગ્રહને હું અતિધાર્મિક પ્રજાના મગજનો ધૂમાડો સમજું છું. સામ અને દામથી ખ્રિસ્તી ધર્મમાં વટાળ પ્રવૃત્તિ ચાલી હતી. ઈસ્લામિક ઝનૂનને કારણે પણ હિન્દુ સમાજંમાં ઘણાં અનિચ્છીય કુરિવાજો પ્રવેશ્યા હતા. એ કુરિવાજને નાબુદ કરવા બરાડા પાડવાની જરૂર નથી. એક અબજ માનવીને બદલવાને બદલે પાર્લામેન્ટમાં એવા પાંચસો માણસોને મોકલો કે જેઓ કુરિવાજ નાબુદ કરવાના કાયદા ઘડી શકે. આજના સમયમાં ધાર્મિક પ્રવૃત્તિ નામ પૂર્તી જ રહી છે. કુરિવાજો ઘીમી પણ મક્કમ ગતિએ નાબુદ થતાં જોઇ રહ્યો છું. આ જાણવા પી.એચ્.ડી કક્ષાના બ્રેઈનની જરૂર નથી. જ્યારે બીજા ધર્મો સમાજમાં બળજબરીથી ગુસાડવાનો પ્રયાસ થાય ત્યારે તેના વિરોધમાં ‘સેવ અવર રિલીજીયન’ની ઝૂંબેશ જોરદાર બનવાની જ. રેશનાલિઝમ સાચો માર્ગ હોવા છતાં એનામાં નિંદાત્મક ઝનૂન વધારે દેખાય છે. એટલે જ બાવાઓનું વર્ચસ્વ વધે છે. કોન્ગ્રેસની નિષ્ફળતાને કારણે સરકાર બદલાવાની જ હતી પણ ભાજપે જીતવા માટે હિન્દુત્વનો આસરો લીધો. જૂની ઘસાઈ ગયેલી રેકર્ડમાં લતાનો મધુર કંઠ પણ સાયગલ જેવો જ સંભળાય તો વાજુ બંધ કરી દેવું જોઈએ.
        આપના પ્રતિભાવ અને માર્ગદર્શન માટે આભારી છું. કુશળ હશો.

        Like

      2. સદીઓથી ટીલા ટપકા અને ભગવાધારી કથાકારો પણ એકની એક વાતો જ કરતા હોય છે. જે ની પાછળ ધરમ ઘેલાઔના ટોળા ને ટોળા ગાડરીયાની માફક હજુ પણ ઉભરાયા જ કરે છે.
        હવે જરૂર છે દિનેશભાઈ-રમણભાઈ પાઠક જેવાનાં લેખોનો નીરતર સતત જુદા જુદા માધ્યમો દ્વારા ઘર ઘરમાં આવા સંદેશાઓ મોકલવાનું અભિયાન જારી રાખો. તો કદાચ આવતા ૪૦-૫૦ વર્ષમાં લોકોમા બદલાવ આવે.

        Like

      3. ————— એક અબજ માનવીને બદલવાને બદલે પાર્લામેન્ટમાં એવા પાંચસો માણસોને મોકલો કે જેઓ કુરિવાજ નાબુદ કરવાના કાયદા ઘડી શકે.——————

        શ્રી પ્રવિણભાઈ,

        પાર્લામેંટમા રૅશનાલીસ્ટ નેતા મોકલવા ભારતમા શક્ય નથી. બધા નેતાઓનો એકજ એજેંડા હોય છે, ફરી ફરી ચુંટાઈ આવવાનો. બહુમતી જે માનતી હોય એના વીરુદ્ધ બોલવાથી કોઈ ચુંટાઈ ન શકે એ કડવી હકીકત છે. પ્રજામા શીક્ષણ સાથે થોડી સમજ આવશે ત્યારેજ બદલાવ આવશે. અમે અત્યારે રશનાલીઝમની જ્યોત જલતી રાખવાનુ કામ કરીયે છીયે. આ અભીયાનમા થોડા વધુ લોકો જોડાય તો ફેલાવો વધુ આગળ વધે.

        —- રેશનાલિઝમ સાચો માર્ગ હોવા છતાં એનામાં નિંદાત્મક ઝનૂન વધારે દેખાય છે. —–

        તમારા આ કથન સાથે હું સંપુર્ણ પણે સહમત છું. બને ત્યાં સુધી હું સલાહ કે શીખામણ આપવાનુ ટાળુ છુ. મારા વીચાર અને માન્યતાઓને બને તેટલી સૌમ્ય ભાશામા રજુ કરું છું બીજા વાશે મારાથી કશૂ કહેવાય નહી.

        Like

  2. “કલ્યાણમય હેતુ માટે હત્યા કરવી પડે તો તે પાપ નહીં; પુણ્ય બની રહે છે. (ગીતામાં શ્રીકૃષ્ણે પણ કંઈક એવું જ કહ્યું છે) ભયંકર રોગથી પીડાતા વાછરડાને ગાંધીજીએ ઝેરનું ઈંજેક્શન અપાવીને તેની દર્દનાક સ્થીતીમાંથી મુક્તી અપાવી હતી. એ હત્યા પવીત્ર હતી.”
    અહીં પણ મર્સી કીલીંગની વાત આવે ત્યારે પ્રથમ પ્રશ્ન આવે કે આને અસાધ્ય પીડાકારક વ્યાધી છે તે નક્કી કરનાર પોતાના લાભ માટે નક્કી કરનાર હોય તો.? તો હોસ પીસ આવ્યો…સંથારા સાથે અફીણ આપ્યા કરવાનું! અહીં પણ હોસપીસમા લઇ જનાર પર શંકા થાય ! તેમાંથી કોઇ જીવતો પાછો આવ્યો હોય તેવું નથી બન્યું –
    ભૂલેચુકે દર્દી એમ બોલે કે-સહન નથી થતું -હવે ભગવાન બોલાવી લે…
    તો માનસિક રોગ નીષ્ણાતની ચર્ચા શરુ ! કાઉન્સીલીંગ શરુ અને કંનફેશન ! અને તગડા ઇન્સ્યોરન્સવાળો હોય તો ખુદા ખૈર કરે!!
    હા કન્ફેશનવાળા એક પાદરીએ કહ્યું તેં જે કાંઇ કર્યું તે અધર્મ નથી તારા સંજોગમા અમે પણ એવું કરીએ !અને દર્દી શાંતીથી ગયો ત્યાર બાદ એ પાદરીને પૂછ્યું આવો ધર્મ તમે પાળો છો ? તો કહે– ના ! દર્દીનું મરણ સુધારવા તેણે એવુ કહ્યું …!
    બાકી વાઘનો અને બકરીનો ધર્મ …

    Like

  3. No religion is greater than humanity.

    માનવતા થી વધીને કોઈ ધર્મ મહાન નથી.

    Qasim Abbas

    Like

  4. I agree with your article. I have read the book The history of God by Karen Armstrong. Here are two excerpts. “God did not create us but we created God according to our economic needs.” And ” we have forgotten the crux of matter the humanity and emphasizing more on ritual and peripheral activities.” Your thoughts concur with these. Thank you. Keep up good work.

    Like

  5. Yes Indeed Quasim Abbas Bhai – No religion is greater than Humanity or I should say loudly – HUMANITY.

    Very well explain article. If Human understand Humanity and do what needs to be done, they will never needs to go Mandir- Masjid or they will never needs to read Gita or Kuran or any Granth. Our biggest enemy here is our ancestry and our parents who have brought us in this world. Without understanding their meaning of life, they have stuff our brain with what they think is ‘DHARMA’… and saga continue genration after genration.

    If we do what we needs to do without having any acpectation or reward in our life, we will never have to look for Moxa or Swarg……. Unforutnaltely, Human nature is not train to do this…. we always have and will look for self-intrest in everything we do. And as long as we continue to do this, we will never be able to live our life as what it mean to be……

    Recently I read short poem which sum up everything for us – ‘Indian’
    Apply today for this special offer.
    અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
    અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે…

    યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
    આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં…

    પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
    આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં…

    અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
    આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં…

    પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
    આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં…

    પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
    આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં…

    સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
    સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં…

    લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
    આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં…

    Hindu are called Hindu because they follow Hindu religion, Moslum (muslim) are called Moslum because they follow Moslum religion…and Christion, Jews…and so forth, However, before we were called Hindu or Moslum…. we were and we are Human first…so our religion should be HUMANITY!

    Like

  6. સ્નેહિ ભાઇ પ્રવિણ શાસ્ત્રીની વાત સાથે સહમત છું.

    આ બઘા લેખો પાણી વલોવવાનું કર્મ છે. આપણને તો હવે માખણ વલોવવું છે. માનવસેવા કરવી છે. માનવતાનો ઘર્મ પાળવાનો છે.

    કથાકારો, માનવસમય ( Man hours) અને માનવશકતિનો ( Human Energy ) વિનાશ કરે છે. લેખકને વિનંતિ છે કે અેક વરસમાં કેટલી કથા થાય છે તેની અને કેટલાં ભક્તો તેમાં ભાગ લે છે અને કુલ ખરચ કેટલો આવે છે તેની રીસર્ચ કરાવે. કોઇ અેક વિદ્યાર્થીને પી. અેચ.ડીની ડીગ્રી મળશે અને સમાજને સત્ય જાણવા મળશે. કેટલાં ભક્તો માનવ બન્યા તેનો હિસાબ મળશે.

    ગરીબ બીચારો પૂજા પાઠમાં બાળકોના પેટ ઉપર, કથા અને કથાકારોની પાછળ સ્વર્ગની લાલચમાં, પાટુ મારે છે. કથાકારો ખાઇ પીઇને જાડા તંબુરા જેવા મદમસ્ત બનતા જાય છે. સ્ત્રીઓ કહેવાય છે કે મોટું ભક્તવૃંદ ઉભુ કરે છે…જીવનની આનંદ પ્રમોદની બઘી જ સગવડો આ કથાકારો મફતમાં મેળવે છે…..કથાને અંતે શ્મશાન વૈરાગ્ય મેળવીને પોતાની જાતને છેતરવાવાળા કે પછી બીજાને છેતરવાવાળાઓ

    માનવતા વિરુઘ્ઘનું કર્મ કરે છે. કથાકારો, કથાના યોજકો, કથાકારનાં ચમચાઓ અને વેપારીઓ માલેતુજાર બને છે….ભક્તો તરીકેની, વ્યાખ્યામાં પોતાની જાતને ખપાવનાર હંમેશા ગુમાવનારની કેટેગરીમાં રહે છે…( જો સત્ય કબુલ કરવાની શક્તિ હોય તો..). ઉઠો જાગો અને ઘ્યેય સિઘ્ઘ કરો.

    અખો બિચારો સીઘા બાણો મારી મારીને પુસ્તકોમાં પોઢી ગયો. ક્યા કથાકારે અખાની કહેલી સમજ પોતાના જીવનમાં ઉતારી ? કયો કથાકાર ગરીબી રેખાની નીચે જીવે છે? કથા કરવાની ફાઇનલ ફીની કેટલી મીટીંગો થતી હોય છે ?

    દિનેશભાઇ હવે તો લોકજાગૃતિ માટે ફિલ્ડમાં આવવું પડશે.પેપરને પાને તો બિચારો અખો પણ પોઢેલો પડેલો છે……ઘરમ અને અઘરમની વ્યાખ્યા કરવામાંથી બહાર આવીઅે…..તે શબ્દોને ડીક્શનરીના પાને રહેવા દઇઅે. રોજીંદા જીવનમાં કર્મરત થઇઅે. પેલાં કથાકારોંને……વારતા કરવાંવાળાઓને ……માનવતાનો રોગ લાગુ પડે તેવી ઇચ્છા કરીઅે. તે માનવતાનાં રોગનો સદ્ઉપયોગ તેઓ ભાઇ ભાંડુઓની મદદમાં કરે તેવી ઇચ્છા કરીઅે…..ખોટા નપૂશક ખરચાઓમાંથી ગરીબોને બચાવે. આ કથાકારો શું ઘરમ નામના ભગવાનનું નામ ચરી ખાય છે? તો પછી કથાકારોના ભક્તોનો તો ઉઘ્ઘાર નથી પરંતુ સાથે સાથે ભારત કે હિંદુસ્તાન દેશનો પણ ઉઘ્ઘાર નથી. ખૂબ ખૂબ લખી શકાય ……..

    અમૃત હઝારી.

    Like

    1. Hajukem loko katha sambhale chhe
      Vitela Samay ni vyatha sambhale chhe
      Gayu te bhulija thayu te bhulija
      Jivan to vaheta Samay ma male chhe.

      Haal no j sankracharya ane sai baba no vivaad joi ne jarur lage ke ek divas evo aavse ke Hindu Muslim to thik pan Hindu Hindu j ladi marse Karan ke rajkarnama ticket na aapo to apaksh ma ke navo paksh sthape tem nana bava ne mahant na banave to navo panth ubho karse ane (bhanela) abhan nu tolu Mali j rahese have sarkare j China ni jem kadak kayda banavava padse ane pahela neta abhinetao e sudharvu padse karna ke agnani nakal kare chhe ane ghani dekhav karto hoi chhe ane hit sadhu hoi chhe ane neta vote mate lalchu chhe..

      Like

  7. કથાઓ અને સપ્તાહો જાહેર પ્રજાને માટે એક સસ્તુ મનોરંજન છે. દુઃખ એ વાતનું છે કે રામલીલા, ભવાઈ કે બાપુઓની કથાને એક ઍન્ટર્ટેનમેન્ટ ગણવાને બદલે ધાર્મિક સ્વરૂપ અપાયું છે. જો એને મનોરંજન તરીકે જ ગણવામાં આવે તો એક બૉલિવુડ કે હોલિવુડ મુવી અને ક્રિકેટના ધંધા જેવો જ ઉદ્યોગ કે વ્યાપાર છે. એમાંયે સફળ કલાકારો (કથાકારો) અને એના વ્યવસ્થાપકો (પ્રોડ્યુસરો) કરોડોમાં આળોટતા થઈ ગયા છે. માત્ર એને ધર્મનું નામ અપાયું છે એ જ ખોટું છે.

    મને પુરાણોમાં રસ છે. પુરાણોને ધર્મ તરીકે નહીં પણ હજારો વર્ષ પહેલા તે સમયની સંસ્કૃતિના અજોડ સાહિત્ય તરીકે હું માનું છું. જેટલા વ્યાસોને માઈક મળ્યું તે બધાઓએ એ કથાઓને પોતાની રીતે ગાઈ વગાડી. રામ અને કૃષ્ણ એ પૌરાણિક કથાના પાત્રો છે. એ પાત્રો પાછળ ઘેલા થવું એ સલમાન શાહરૂખ પાછળ કે ધોની પાછળ ગાંડા થવું બન્ને સરખું જ ગણાય.

    ધર્મને સામાજિક કુરિવાજો સાથે પેઢી દર પેઢી સાંકળી દેવાયા એનાથી અનેક અનિષ્ટો પેદા થયા. એકના એક ગીત ગાવાને બદલે જો ચારેકોર આપણા અને આપણી આજુબાજુ નજર નાંખીયે તો પરિવારોમાંથી ધાર્મિક આસ્થાઓ દૂર થતી જ રહી છે. કેટલાક ક્રિયા કર્મો માત્ર ઉત્સવ તરીકે જ ઉજવાય છે અને એનું કશું પણ ધાર્મિક મહત્વ રહ્યું જ નથી. જે થોડું ઘણું રહ્યું હશે તે કોઈ પણ ઉધામા વગર આપોઆપ જ બે કે ત્રણ પેઢીમાં નાબુદ થઈ જ જશે એવી મારી માન્યતા છે.

    અને એટલે જ મને પાંચાલ સાહેબની એકની એક વાતો બાપુની કથા જેવી રિસાઈકલ્ડ લાગે છે. જેઓ પોતાની સમજ પ્રમાણે રેશનાલિસ્ટ છે જ તેઓ તો પાંચાલ સાહેબના લેખ વાચ્યા વગર પણ તે જાણે જ છે. આજે જે વયસ્ક વડીલો છે જેમણે એમના દાદા-દાદીના જીવન જોયા છે અને અત્યારે પોતાના પૌત્ર-પૌત્રીના જીવન જોઈ રહ્યા છે એમણે એ જ તફાવતનું મુલ્યાંકન કરવાની જરૂર છે. તરત સમજાઈ જશે કે રેશનાલિઝમ એ ૨૧મી સદીની કુદરતી પ્રક્રિયા છે. હજારી સાહેબની વાત સો ટકા બરાબર છે. કથાઓ પાછળ વેડફાતા “મેન અવર્સ” ની રિસર્ચ માટે પોસ્ટડોકરેટની ડિગ્રી મળી શકે. વેડફાતા (કાળા) નાંણાતો મોટેભાગે માલેતુજાર બકરાઓ પાસેથી જ આવે છે. ચિંતા નથી. જોકે ઘણી વાતો ચર્ચી શકાય પણ એ ચર્ચા જ રહેવી જોઈએ. ભાઈ ગોવિંદભાઈના સરસ બ્લોગને અખાડો તો ન જ બનાવાય.
    પ્રવીણ શાસ્ત્રી.

    Like

  8. દીનેશભાઈએ જણાવેલ છે કે દુ:ખીઓનાં આંસુનું મારણ બને તે ધર્મ અને આંસુનું કારણ બને તે અધર્મ. એટલે કે જેના કારણે આંસુ આવે એ અધર્મ. આ હીન્દુ, ઈશ્લામ, ખ્રીસ્તી, જૈન, બૌદ્ધ બધાને લાગે.

    આપણે ગાયને દોહીએ અને ધાવણા બચ્ચાનું દુધ છીનવી લઈએ ત્યારે ગાયના આંખમાં આસુ તો આવતા હશે પણ જૈન સાધુને નહીં દેખાતા હોય. અહીંસાનો પ્રચાર પ્રસાર કરતા કોઈ પણ જૈન સાધુને આ જરુર પુછવું જોઈએ. એક વખત અહીંસાનો પ્રચાર પ્રસાર કરતા જૈન સાધુને આ સમજાઈ જાય પછી તો બધા જૈન, હીન્દુ, ઈશ્લામ, ખ્રીસ્તી સાધુઓને ખબર પડી જશે કે આંસુઓ કેમ આવે છે.

    Like

  9. Very nice, thought provoking and radical article. Keep it up! But it is easily said than done. It is easy to preach than practice. Reminds me of Shri Umashankar Joshi….. હું માનવી માનવ થાઉં તો ઘણું!

    Like

  10. હિન્દુસ્તાન દેશના આજની પેઢીના ઘણાં ધનવાન લોકોમાં સેવાધર્મ (Missionary Zeal)ની કમી માલુમ પડે છે ગુપ્તદાન દેવામાં તેઓ માનતા નથી જાહેરમાં મોટી કથાઓ,તેના જમણોમાં પારાવાર રાંધેલા ખોરાકનો દુર્વ્યય,સારું ખાધે પીધે સુખી ને સારું કમાતા લોકોને ચારધામની જાત્રાએ જવાની ‘ચળ’ આ બધા દુષણો એટલા ઘર કરી હય છે કે લોકોમાં જાણે દારૂ/અફીણનું બંધાણ થઇ ગયું હોય!

    જાહેર જીવનમાં સામાજિક સુધારણાની ક્રાંતિ લાવવી,લોકો ના માનસમાં પેસી ગયેલા વહેમો,શંકા અને ધર્મ વિશેની ગેરસમજ આ બધાં દુષણો દુર કરવાને હિદુસ્તાનમાં અનેક સમાજ હિતેચ્છુ લોકો પોત પોતાની રીતે કર કરી રહ્યા છે,પણ તેમની સંખ્યા હિન્દુસ્તાનની વસ્તીના પ્રમાણમાં નહીવત ગણી શકાય,તેમાં કેટલાય કહેવાતા ધર્મના નહારો,કથાકારો,સંતો અને બાપુઓ આડકતરી રીતે આવા મુક સેવકોને પોતાના ‘ધંધા’ના હરીફ માની તેમના કામમાં ‘બાધા’ (વિક્ષેપ) કરતા રહેતા હોય છે પછી આવા કેટલાય સેવકો.કાર્યકરો આવા તાક્સધુઓની સાથે પણ થઇ જતા હોય છે એવા ઘણા દાખલા ભર્યા પડ્યા છે.

    અરે સારા સારા લેખકો, કટાર લેખકો પણ આવા બાવા સાધુ,સંતો,કથાકારોની સોડમાં જઈને પોતાની પ્રતિભાનું પતન કરાવતા દાખલા પણ છે.કેમકે પૈસો બોલે છે અને પ્રતિષ્ઠા પણ મળી જતી હોય છે કેમકે બાપુ,સંત અને કથાકારના અનુયાયી છે.

    આજ માનસિક દશા જો દેશના કહેવાતા ‘ઝવેરાત,જાયદાદ’ માં હોય તે સમાજનું શું હિત કરવાના!

    જે દિવસે સંતો,બાપુઓ કે કથાકારો સમાજના દુષણો સામે જાહેરમાં આંગળી ચીધીને લોકોને આવા ગેરમાર્ગે ના જવાનું આહવાન કે પડકારશે કે નીતિનિયમો આ છે કે અંધશ્રદ્ધા,ભૂવાભારાડી,કારણ વિનાના ધાર્મિક પ્રસંગે મોટા દેખાડા અને ખોટા ખર્ચા કરીને પૈસેનો દુર્વ્યય નાં કરો તે દિવસે સોનાનો સુરજ ઉગશે.

    સાહેબ, આ તો જીવતા સ્વર્ગ જવાની વાત થઇ!!!! ક્યાંથી તમારા ભાગ્યમાં ? કેમકે ઉપર દર્શાવેલા બધાં ‘કમીશન એજન્ટો’ કેવી રીતે પોતાનું ‘કમીશન’ જતું કરે?

    Like

  11. ધર્મ એટલે ઇશ્વરના અસ્તીત્વમાં માનવું. ધર્મ એટલે આત્મા, પુર્વ જન્મ,અને પુર્નજન્મના અસ્તીત્વમાં માનવું. ધર્મ એટલેમાનવીનું ભાવી ઇશ્વરે પુર્વનીર્ણીત કરેલુ છે તેમાં વીશ્વાસ. ધર્મ એટલે એવો વીશ્વાસ કે માનવી પોતાના પ્રયત્નોથી એટલે કે તેની વીવેકબુધ્ધીનો ઉપયોગ કરીને તેની વર્તમાન સ્થીતીમાં કોઇફેરફાર કરી શકશે નહી.ધર્મ માનવીને એવી શીખ આપે છે કે તેણે નીતીવાન બનાવા માટે ઇશ્વરના ભયની જરુર છે. ઇશ્વરનાભયનો પરોણો (બળદને ચીલામાં ચાલવા માટે બનાવેલોતીણી લોખંડની આરવાળી લાકડી જે બંળદને હાંકનારના હાથમાં હોય છે.) જે તેના માટે પાપ–પુન્ય ખ્યાલમાં વ્યાખ્યાતીત કરવામાં આવ્યો છે તે પ્રમાણે તેણે જગતના વ્યવહારો કરવા. દરેક ધર્મ તેના ધાર્મીક પુસ્તકોમાં લખેલા માર્ગદર્શનો પ્રમાણે તેના અનુયાયીને વર્તન કરવા મજબુર કરે છે. દરેક ધર્મના પુસ્તકોની રચના સીધી કુરાન કે બાયબલની માફક ઇશ્વર રચીત હોવાથી તેનું વૈજ્ઞાનીક આધારપર મુલ્યાંકનને વર્જય ગણવામાં અાવ્યું છે. જે લોકોએ કુરાન બાયબલ જેવા ધર્મપુસ્તકોના સત્યોને પડકાર્યા છે તે બધાને આજ ધર્મના મૌલવી, પાદરીઓઅને ધર્મગુરુઓએ ” નાસ્તીક” ગણી મારી નંખાવ્યા છે.
    દુનીયાના ગ્રંથપુજક ધર્મો હંમેશાં ” one god, one king, ( no democracy),one pope, one master, and one father as thew head of family માનતા અઅવ્યા છે. આ બધાજ ધર્મોને માનવતાના નામના થીંગડા મારવાથી બચાવી શકાશે નહી. માનવ જાત ઝડપથી બહુઇશ્વરવાદમાંથી એકેશ્વરવાદ અને અંતે ઇશ્વરના અસ્તીતવને પડકારી નાસ્તીકતા તરફ ઝડપથી સરકિ રહી છે. બીપીન શ્રોફ. તંતરી માનવવાદ.

    Like

    1. ek dam sachu bipin bhai
      hamnaj aap ne joiye chhiye ke sankracharye byan bahar padyu ke amuk varso pahela snatoshima dashama shitlama vagere na hata to pachhi e loko evu vichare chhe ke aa badhi manavi ma man ni pedash chhe pan teo etla sankuchit manna chhe ke aavi j rite shankar ram ke krishna pan nabla manav man ni pedash hase ( chhe j ) evu svarthi manas dharave chhe pan jyare hindu o ek bija hindu sampradayo sathe ladse tyare teo ek bija na dev devi o na aadharbhut purava mangse ane tema thi j aantrik ladai thase athava to pachhi potana manela dev devi tarfe daban aavse tyare teo ek thase karan ke vivaad suljavava nu gnyan santo mahanto nu nathi ane andh shraddhalu rajkaraniyo potano ullu sidho karva mathi j uncha aavta nathi

      Like

    1. gheta ne samjavavanu kam jene gheta banavya chhe tenu j chhe pantem kare to potana pag par kuhadi marava jevu ganai etla murakh baba bapu santo mahanto darma dhurandharo param pujyo nathi ke potano MNC company jevo ane vagar rokan no businnes padi bhange evu avichari paglu bhare…

      Like

  12. પ્રીય મુરજીભાઇ,
    આપણા ગોવીદભાઇ મારુ “અભીવ્યક્તી” બ્લોગ સારો ચલાવે છે.રેશનલ વીચારો ફેલાવવાનુ; સારુ માધ્યમ તેઓએ વીકસાવ્યું છે. મને તેમની એક સાથી તરીકે પ્રેમપુર્વકની હકારાત્મક ઇર્ષા આવે છે. જે હું નથી કરી શકતો તે ગોવીંદભાઈ કરી શકે છે. આ બ્લોગ વાંચુ છું. યોગ્ય લાગે તો મારા વીચારો વ્યક્ત કરું છું.
    દીનેશભાઇના આ લેખના સંદર્ભમાં કેનેડાથી મારા મીત્ર કાસીમ અબ્બાસે જે વાત રજુ કરી છે તેના વીષે ટુંકી વાત કરવી છે.કાસીમભાઇનું કહેવું છે કે ” માનવતાથી મોટો કોઇ ધર્મ નથી.” આ માનવતા એટલેશુ? માનવતાનો સાદો અર્થ થાય એક માનવી તરીકે આપણે એકબીજાને જ્ઞાતી (Caste) જાતી ( Gender),વર્ગ,(Class) વર્ણ (Race-also Colour of skin), ધર્મ,દેશ કે રાષ્ટ્ર જેવા ભેદભાવો બાજુપર રાખીને સમાનતાના ધોરણે માનવીય વ્યવહાર કરવો.
    બધાજ ધર્મોની ઉત્પત્તી પહેલાં માનવ માનવ સાથે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા અને વીકસાવવા એકબીજા માનવોનો સહકાર લઇને આજના કરતાં ખુબજ વીપરીત અને મુશ્કેલ કુદરતી પરીબળો અને હીંસક પ્રાણીઓનો સામનો કરીને ૨૧મી સદી સુધી ટકી રહ્યો છે. ત્યારે આપણા આ શાણા પુર્વજોએ એકબીજા સાથે આવો વ્યવહાર કરવા ( નૈતીક વ્યવહાર) સામા માનવીની ચામડીનો રંગ, કે તેની દાઢી કે ચોટલી જોઇ ન હતી. તેને ખબર પણ ન હતીકે તેના પછીની પેઢી હાથમાં બાયબલ કે કુરાન કે ગીતા રાખીને એકબીજાને ઝનુનપુર્વક ઓળખી વ્યવહાર કરશે! ગોવીંદભાઇ, પોતાના બ્લોગ મારફતે આવી “માનવતા” રેશનલ વીચારો દ્રારા પ્રસ્થાપીત કરવા મથામણ કરે છે. બીજી કોઇરીતે માનવતા પ્રાપ્ત કરવાનો માર્ગ બુમરાંગ જ સાબીત થાય.–––બીપીન શ્રોફ.

    Like

    1. મુરબ્બી ગોવીન્દભાઈ મારુના આ બ્લોગ ઉપર ઘણાં મુલાકાતીઓ આવે છે અને વીષય મુજબ પોતાના વીચારો રજુ કરે છે. ગોવીન્દ ભાઈની આ સેવા અને પોસ્ટ માટે જે સહકાર આપે છે એ બધા ખરેખર અભીનંદનને પાત્ર છે. પોસ્ટ જેવી નેટ કે વેબ ઉપર આવે છે પછી મુલાકાતીઓ પોતાના વીચારો કોમેન્ટ મુકી રજુ કરે છે અને કોમેન્ટ ઉપર કોમેન્ટ આવતી જાય છે.

      તાંકડી ખબર છે. હાલક ડોલક થતી તાંકડી ગામ આખાનું વીવીધ પ્રકારે વજન માપે છે. આ વેઈંગ મસીનને સ્થીર રાખવું મુશ્કેલ છે. છતાં આપણે એને સ્થીર રાખી આપણું કામ કરાવી લઈએ છીએ. ગોવીન્દ ભાઈની વીવીધ પોસ્ટ તાંકડી જેવી છે. જેમને વજન કરવું હોય એ જોખી લે છે.

      Like

  13. શ્રી દિનેશભાઈ એ ધર્મની ખુબજ સરસ વ્યાખ્યા કરી છે . ‘માનવીનું કલ્યાણ કરે તે ધર્મ અને લોહીલુહાણ કરે તે અધર્મ !’ માનવીનો વીકાસ કરે તે ધર્મ ને કંકાસ કરે તે અધર્મ! પ્રગતી કરે તે ધર્મ અને અધોગતી તરફ લઈ જાય તે અધર્મ ! દુ:ખીઓનાં આંસુનું મારણ બને તે ધર્મ અને આંસુનું કારણ બને તે અધર્મ ! સાચા ધર્મમાં શ્રદ્ધાની સીતાર વાગે છે; પોલીસની સાયરન નહીં. મારા માટે ભક્તિમય જીવન એટલે માત્ર કલ્પનામય કે ઊર્મિમય જીવન નથી, ભક્તિ એટલે નરી પોકળતા નથીજ. ભક્તિનો પાયો તો જ્ઞાનની વાસ્તવિકતાભરી હકીકતના નક્કર પાયા ઉપર રચાયેલો હોવો જરૂરી છે.

    Like

  14. બૃહસ્પતિ તત્વ્વેત્તાની વાત યાદ આવી .
    જ્યાં સુધી જીવો સુખેથી જીવો મરવું એતો નિશ્ચિત છે
    મરીગ્યા પછી નથી આવવું એ પણ એટલું નિશ્ચિત છે

    Like

  15. શ્રી મારૂસાહેબની અભીવ્યક્તિ માં પ્રદર્શિત થતી રેશ્નલય યાત્રા ક્યારેક વાંચવાનું અને ક્યારેકજ તેના પરત કોમેન્ટ કરવાનું બનેલ છે.
    આ ધર્મ બાબતની ચર્ચા” ઓહ ! માય ગોડ” વખતે પણ સારી ચાલેલ.
    પ્રસ્તુત લેખ અને તેની ચર્ચાઓ માંથી બેજ શબ્દો લઇ ને હું મારું નમ્ર મંતવ્ય, મેં મેળવેલ શિક્ષણ,અનુભવો અને તે પ્રમાણેની મારી સમજથી અહીં રજૂ કરીશ, જે મુખ્યત્વે મારા વર્તણુક ના વિજ્ઞાન ના વિચારો, જે મને નોકરી દરમિયાન મળેલ છે, તેના પર આધારિત છે.
    ધર્મ એટલે આચરણ.
    તમે કોઇપણ પરિવાર, સમાજ, ગામ, શહેર, પ્રદેશ કે જાતિ, કાસ્ટ, ક્રીડ, ઇત્યાદિ માંથી આવતા હો. તમારું વર્તન, તમે નાનપણથી જ્યાં ઉછર્યા, શિક્ષણ લિધું, તમારા ઉપર અલગ અલગ વાતાવરણની, અનેકાનેક વ્યક્તિઓની અસરો આવી, તે મુજબ, તમે જેને જેને હિરો માન્યા, તે મુજબ નું, વિવિધ સમયે અને પરિસ્થિતીઓ માં રહેવાનું. દા.ત. મારા સમય નો ફિલ્મનો હિરો શમ્મીકપૂર હતો, તો જ્યારે જ્યારે હું ફિલ્મના ગીતો સાંભળું કે ટીવી ઉપર જોઉં ત્યારે મારું વર્તન, મારી મજા, મારું હલન, ચલન, મારી અન્ય વ્યક્તિઓ સાથેની વાતચિત કે ચર્ચામાં તે હિરોની અસર આવવાની જ. તેવીજ રીતે જો મને ગાંધીજી પ્રિય હોય, અસર કરી ગયેલ હોય તો, તે અમૂક બાબતો માં મારા હિરો હોય તો, જ્યારે જ્યારે સત્યની વાતો થાય કે અહિંસાની, હું તેમને મારા અવ્યકત કે સબ-કોન્સિયસ હિરો તરીકે વ્યક્ત કરવાનોજ, મારી વાતો માં તે આવવાનાજ, અને મારું આચરણ પણ તે હદે તેવું રહેવાનું. જો મને ચાણક્ય વધારે ગમેલ હોય અને વર્તમાનમાં રાજકારણની ચર્ચા કરવા બેસું તો તેમના જેમ જે પણ વ્યક્તિ નિર્ણય઼ૌ લેતી હોય તે મને ગમવાનીજ. અર્થાત્ દરેક વ્યક્તિ નું આચરણ, વ્યવહાર કે વર્તન તે વ્યક્તિ પછી વર્તમાનમાં જીવતી હોય કે ભૂતકાળમાં, કે કદાચ વિઝનરી હોય, ભવિષ્ય ને નઝર સમક્ષ રાખતી હોય, પરંતુ તેનું વર્તન કે આચરણ તે પ્રમાણે રહેવાનું આ એક માનવ સ્વાભાવ છે, અને તેનેજ કદાચ લોકો ધર્મ કહે છે. બાકી પુરાણો માં કે તે પહેલાં પણ જે તે સમય ના લોકો જે જે સમજ્યા તે તેમણે લખ્યું અને તે પછીના કહેવાતા વિધ્વાનોએ તેનું મનઘડત કે મનગમત અર્થઘટન કરી પોતાના માટેનો વ્યવસાય શોધી, સામાન્ય લોકોને તેવા વ્યવહાર ને રવાડે ચડાવ્યા. બાકી જે હકિકતો છે, વાસ્તવિક્તાઓ છે, વિજ્ઞાન છે તેને સમજુ લોકો હંમેશા જે તે સમયે અથવા તે પછી સ્વિકારતાજ આવેલ છે. માટે ધર્મ તેજ આચરણ, સદાચાર, તેજ આચરણ, તમારા વિચારો તેજ તમારૂં આચરણ, આ થયો આચરણ કે વર્તન વિજ્ઞાન નો એક ભાગ, જેને તમે વ્યક્તિગત્ સંદર્ભમાં જોઇ શકો કે વ્યક્તિઓના સમૂહના કલ્ચર તરીકે લેખાવી શકો.

    યોગ એટલે મેળાપ,ઉપાય,ઇલાજ,આયામ અને આજની કમ્પ્યુટરની ભાષામાં એપ્લીકેશન કે એપ., લાગુ કરવાનું કાર્ય.
    પ્રાણનો આયામ, શરીરનો વ્યાયામ, જ્ઞાનનો આયામ એટલે જ્ઞાનયોગ, કર્મયોગ, રાજયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, લયયોગ, હઠયોગ, અને આવો આયામ કરનારા એટલી તેના પ્રેક્ટીશ્નર, યોગીઓ. બે યોગ્ય વ્યક્તિઓનો મેળાપ કરવાનારા એટલે તે ફીલ્ડના યોગીઓ, લગ્ન સંબંધી બધીજ ડોટ કોમ સાઇટો એટલે આવા યોગીઓની સાઇટો.

    હવે આચરણને પૌરાણિક કાળથી કોઇ ઇશ્વર સાથે કે પયગંબર સાથે જોડવામાં આવેલ નથી,પરંતુ કુદરતના આ સંદેશ વાહકો કદાચ સામાન્ય પબ્લિક થી ઓછા ડરપોક હશે, કુદરતને સમજવામાં વધારે વ્યવહાર કુશળ હશે, તેથી વાદળોની ગડગડાટી કે વીજળીનો કડાકાઓ થી ઓછા ડરતા હશે, અને તેમણે કહેલ વાતો ને તેમને અનુસરતા, તેમને ફોલો કરતા લોકો કદાચ સમજ્યા નહીં હોય કે લખતી વખતે સમજ ફેરને કારણે તેમાં વિવાદો થતાં તેમના અનુયાયીઓ માં ફાંટા પડેલ હશે, તેથીજ તો આજે વસ્તિ અને માહિતીના વિસ્ફોટ ના જમાનામાં કેટકેલાયે ધર્મો, ભગવાનો, પંથો, જાણે માર્કેટીંગ ના પેકીંગ મટેરીયલ હોય તેમ નિતનવા સ્વરૂપે પેદા થતાજ જાય છે અને ભોળા ખરીદનારાઓ સતત છેતરાતાજ રહે છે….!!

    કન્ક્લુજન કે વાતનું સમાપન, સારાંશ – વાસ્તવિક્તાઓ નો સ્વિકાર અને તે મુજબનું શાણપણ ભરેલું વર્તન પોતાની જાતનું મેનેજમેન્ટ, કે કોઇ સંસ્થાનું મેનેજમેન્ટ કે પોતાના ઘરમાંના સંબંધોનું મેનેજમેન્ટ, દરેક બાબતો માં આ વર્તન_વિજ્ઞાન મદદ રૂપે થાય છે, તેજ ખરેખર ધર્મ કહેવાય, બાકી રીલીજીયન શબ્દનો જન્મજ પુરાણો ના સમય કે તે પહેલાના યુગ માં થયેલ ન હતો.

    Like

  16. ભાઈ પંચાલનો લેખ જાણવા જેવો છે
    સમાજમાંથી કુ રીવાજો કાઢવા બહુ અશક્ય છે। કાયદાથી એ નીકળી શકે એમ નથી .માણસ પોતાના મનથી વિચાર કરે સમજે તોજ કૈઇક અંશે ફેર પડે

    Like

Leave a comment