સહીષ્ણુતા શીખવે એ જ સાચો ધર્મ

 –નગીનદાસ સંઘવી

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનન્દજીએ વાવાઝોડું જમાવ્યું છે. ‘ઉમાભારતી રામભક્ત નથી; પણ શીરડીના સાંઈનાં અનુયાયી છે તેથી અયોધ્યામાં રામમન્દીર બાંધવાની બાબતમાં ઉદાસીન છે.’ આટલું કહીને સ્વામીજી અટક્યા નથી, ‘સાંઈ ગઈ સદીના એક મુસ્લીમ ફકીર છે. તેમની પુજા કરવી, તેમના ફોટા અને મુર્તીઓનાં મન્દીર બાંધવાં અથવા હીન્દુ મન્દીરોમાં તેમની પ્રતીષ્ઠા કરવી તે મોટો અધર્મ છે. આ મુસ્લીમ ફકીરની પુજા મુસલમાનો કરતાં હીન્દુઓ ઘણી વધારે સંખ્યામાં કરે છે.’

શંકરાચાર્યનાં આ વીસ્ફોટક વીધાનોએ ખળભળાટ મચાવ્યો છે. કરોડો સાંઈભક્તો ઉશ્કેરાયા છે, શંકરાચાર્ય સામે વીરોધ નોંધાવાયો, ધાર્મીક લાગણી દુખાવવાના આરોપસર તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો અને તેમની ઠાઠડી બાળવામાં આવી. સામા પક્ષે સન્યાસીઓ તેમના પર તુટી પડ્યા છે અને જુના તથા નવા અખાડાના મહંતોએ શંકરાચાર્યના અપમાનનો બદલો લેવા માટે સાંઈભક્તો પર નાગાબાવાઓને છોડી મુકવાની ધમકી આપી છે. બીલકુલ દીગમ્બર અવસ્થા, મોટી મોટી જટાઓ ધરાવનાર નાગાબાવાઓ તલવાર–ભાલા રાખે છે અને અતીશય ખુનખાર લડાયકવૃત્તી માટે જાણીતા છે. નાગાબાવાઓ તોફાન મચાવે તો તેમને અંકુશમાં રાખવાનું સરકાર માટે અતીશય વીકટ કામ થઈ પડે. નાગાબાવાઓ ઝનુન માટે જાણીતા છે અને હીન્દુ સમાજમાં અતીશય માનાર્હ સ્થાન ધરાવે છે.

સાંઈબાબાના કેન્દ્રસમાન શીરડી સંસ્થાનના ટ્રસ્ટીઓ આ જોખમ જાણે છે અને તેથી તેમણે સમાધાનનો સુર કાઢ્યો છે. શીરડી સંસ્થાન–આવક અને ભક્તસંખ્યામાં ભારતમાં ત્રીજા નંબરનું મન્દીર છે. મુસલમાનો ઓછા પ્રમાણમાં આવે છે; પણ સવારની આરતી વખતે ચાદર ચડાવી જાય છે. સાંઈબાબાના અનુયાયીઓ ગણપતી મન્દીરમાં સાંઈબાબાનો ફોટો અને મુર્તી રાખે છે અને તેમના ભક્તો ત્યાં ભેટ ચડાવે છે. સાંઈના ભક્તોની સંખ્યા માત્ર ભારતમાં જ નહીં; પણ વીદેશમાં પણ વધી રહી છે. તેથી આ ચર્ચાબાજી બંધ થાય તેવી આશા તેમણે દર્શાવી છે.

આ કડવી અને જોખમી ચર્ચાબાજીમાં બન્ને પક્ષો પોતપોતાની રીતે સાચા છે અને આ ઝઘડો મુળ વગરનું ઝાડ છે. વેદમાં–પુરાણોમાં, હીન્દુઓના કોઈ ધર્મગ્રંથમાં સાંઈબાબાનું નામ નથી તેવી સ્વામી સ્વરુપાનન્દજીની રજુઆત તદ્દન સાચી છે; પણ આપણા દેશમાં દરેક સદીમાં નવા નવા દેવતાઓનું સર્જન થાય છે અને તેમનાં પુજાપાઠ પણ કરવામાં આવે છે. સાંઈબાબા અને તેમના નામધારી સત્ય સાંઈબાબા પણ પુજાય છે, થોડા દાયકાઓ અગાઉ સંતોષીમાતાનો ભક્તપ્રવાહ ચાલ્યો હતો. વૈષ્ણવ આચાર્યોના ફોટાઓની પુજા થાય છે. ‘દાદા’ તરીકે લોકપ્રીય બનેલા પાંડુરંગ શાસ્ત્રીજીના ફોટાઓ પુજાતા હતા. સ્વામી સહજાનન્દજીનાં ભવ્ય મન્દીરો બંધાયાં છે અને સ્વામી નારાયણ સ્વરુપે તેમની પુજા થાય છે. કન્યાકુમારીમાં મહાત્મા ગાંધીના મન્દીરમાં લોકો નાણાંની ભેટ ધરે છે. સોનીયા ગાંધીનું મન્દીર બન્ધાયાના હેવાલ અખબારમાં છપાયા છે અને લોકપ્રીય એક્ટરો પણ દેવસ્વરુપે પુજાવા લાગ્યા છે. તામીલનાડુમાં એમ. જી. રામચન્દ્રનના અનુયાયીઓનો ભક્તીભાવ આપણને છક્ક કરી મુકે તેવો છે. બ્રહ્માકુમારી સંસ્થાના સ્થાપક પણ શીવસ્વરુપે પુજાય છે અને શીવ અંગેની તેમની રજુઆત તદ્દન અનોખી હોય છે.

અવનવા દેવદેવતાઓની આ યાદી લાંબીલચક છે અને જેટલી લંબાવવી હોય તેટલી લંબાવી શકાય છે. આમાંથી એકપણ દેવનો ઉલ્લેખ વેદમાં કે પુરાણોમાં થયેલો નથી; પણ આ બધા સમાજસર્જીત દેવો છે અને આ પ્રક્રીયા ભારતમાં મોટા પ્રમાણમાં ચાલતી રહેવાની છે. આવું માત્ર ભારતમાં અથવા હીન્દુ ધર્મમાં જ થાય છે તેવું માની લેવાનું કારણ નથી. દરવેશો–ઓલીયાઓની પુજા મુસ્લીમો કરે છે અને તેમની ભવ્ય દરગાહો બાંધવામાં આવી છે. શીખ સમ્પ્રદાયમાં તમામ ગુરુઓ ખાસ કરીને ગુરુ ગોવીન્દ સીંહ અગણીત શીખોના આરાધ્ય દેવ છે. ભાવુક ખ્રીસ્તીઓ અનેક સંતોની ઉપાસના કરે છે. સંત ઝેવીયર કે સંત ફ્રાન્સીસનાં નામ વધારે જાણીતાં છે; પણ શ્રદ્ધાળુ ખ્રીસ્તીઓ આપણને વધારે નામ આપી શકે.

શંકરાચાર્યો વેદાંતી છે અને અદ્વૈતના ઉપાસકો છે. આદી શંકરાચાર્યે માત્ર ચાર જ પીઠની સ્થાપના કરેલી. આજે ભારતમાં શંકરાચાર્યોની સંખ્યા અડતાલીસે પહોંચી હોવાનું કહેવાય છે !

હીન્દુ ધર્મ સ્થીર કે જડ નથી. તેનાં ધર્મગ્રંથો, પુજાવીધીઓ, આરાધ્ય દેવો અગણીત છે અને તેથી હીન્દુ ધર્મની વ્યાખ્યા બાંધવાનું કામ હજુ સુધી કોઈ વીદ્વાન કરી શક્યો નથી. રામાયણ અને મહાભારત – ખાસ કરીને રામાયણ–સાહીત્ય ગ્રંથ હોવા છતાં શાસ્ત્રગ્રંથોનું સ્થાન પામ્યાં છે. વેદ સાહીત્યને હીન્દુ ધર્મનો આધારસ્તમ્ભ ગણવામાં આવે છે; પણ વેદના દેવો – ઈન્દ્ર, બૃહસ્પતી, વરુણ, અશ્વીનો કે મરુતોની પુજા આજે થતી નથી. તે જમાનાનાં પુજાવીધી–યજ્ઞો આજે ભાગ્યે જ કરવામાં આવે છે અને વેદની વીધી પ્રમાણેના યજ્ઞો કરવાનું આજના જમાનામાં શક્ય નથી.

શીરડીના સાંઈબાબા વેદ–પુરાણ પ્રણીત નથી તેવી સ્વામી સ્વરુપાનન્દજીની દલીલ તદ્દન સાચી છે; પણ દેવો–ઉપાસનાવીધીઓ અને ધર્મસીદ્ધાંતોની બાબતમાં સતત વહેતી ગંગાના પ્રવાહ જેવા હીન્દુ ધર્મવીચાર અને ધર્માચરણને કોઈ પાળમાં બાંધીને બંધીયાર તળાવ બનાવી દેવાનું યોગ્ય નથી. ગંગા વહેતી જ રહે છે તેના તળાવડાં ન બનાવી શકાય.

હીન્દુ ધર્મમાં જે ઉદારતા છે, આચારવીચારનું જેટલું સ્વાતંત્ર્ય છે, તે હીન્દુ ધર્મની અદ્ ભુત જીવનશક્તીનો સ્રોત છે. જીવલેણ આઘાતો, અકલ્પીત ઉથલપાથલો અને વટાળ પ્રવૃત્તીના ધોધમાર પ્રવાહો છતાં હીન્દુ ધર્મ અડગ અને અક્ષુણ્ણ ટકી રહ્યો છે, એટલું જ નહીં પણ તેની ઉદારતાનો ચેપ બીજા વધારે ચુસ્ત અને જડસુ ધર્મોને પણ લાગવા માંડ્યો છે. હીન્દુ ધર્મ વીચારની ઉદારતાનું અનુકરણ અન્ય ધર્મોમાં પણ થવા લાગ્યું છે.

સવાલ માત્ર સાંઈપુજાનો નથી; સાંઈબાબાની પુજામાં કશો અધર્મ નથી. મુસલમાન–સંતો, ફકીરો, દરવેશોની પુજામાં બધા ધર્મોના લોકો હોય છે. મુમ્બઈમાં મખ્દુમબાબાનો પંજો પોલીસ ખાતામાં વરીષ્ઠ અધીકારીઓએ ઉપાડવો પડે છે. આ અધીકારીઓ હીન્દુ હોય, મુસ્લીમ હોય, ખ્રીસ્તી હોય તેમાં કશો ફેર પડતો નથી. હીન્દુ દેવો હનુમાન, રામ કે કૃષ્ણની પુજા કરનાર મુસલમાનોની સંખ્યા ઓછી નથી. કબીર હીન્દુ છે કે મુસલમાન છે તે નક્કી કરવાનું કામ અઘરું છે. તેમ સાંઈબાબા મુસ્લીમ હોવા છતાં હીન્દુઓ તેમની પુજા કરે અને હીન્દુ મન્દીરોમાં તેમને સ્થાન આપવામાં આવે તેમાં સાંઈબાબા કરતાં પણ હીન્દુ ધર્મનો મહીમા વધે છે, તેના ગૌરવમાં ઉમેરો થાય છે. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ આખી દુનીયા એક કુટુમ્બ છે અથવા ‘વીશ્વ ભવત્યેક નીડમ્’ – આખું વીશ્વ પંખીનો એક માળો બની જાય તેવા આદર્શની ઝંખના કરતા વેદગ્રંથોને સંકુચીત બનાવવા તે ગેરવાજબી ગણાય.

સ્વામી સ્વરુપાનન્દજી સામે વીરોધ પ્રદર્શનો થાય, તેમનાં પુતળાં બાળવામાં આવે તેવી અસહીષ્ણુતા સાંઈભક્તો માટે કલંકરુપ છે.

સ્વામીજીએ પોતાના વીચાર પ્રગટ કર્યા તે સાંભળી લેવા જોઈએ. માની લેવાનું, સ્વીકારી લેવાનું બન્ધનકર્તા નથી. ધાર્મીક લાગણી દુખાવવાની દલીલ તદ્દન વાહીયાત છે અને વીચારસ્વાતન્ત્ર્ય માટે જોખમી છે. નવા વીચારોથી અમારી લાગણી દુભાઈ છે તેવી યહુદીઓની ફરીયાદના કારણે ઈસુને વધસ્તમ્ભની સજા કરવામાં આવી અને મહમ્મદ પયગમ્બરને પથ્થરો મારવામાં આવ્યા.

આવું આપણે ત્યાં થતું નથી. યજ્ઞોની કડક ભાષામાં ટીકા કરનાર બુદ્ધ કે મહાવીરને કશી સજા કરવામાં આવી નથી. ઉલટું તેમનો ભગવાન તરીકે સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. સહેજ ટીકાથી ધાર્મીક લાગણી દુખાય કે દુભાઈ જાય તે ધર્મભાવના અતીશય છીછરી હોવી જોઈએ. ધર્મ એ શ્રદ્ધા અને વીચારનો વીષય છે. ચર્ચા, વીવાદ, ટીકા, ટીપ્પણી તેની સમૃદ્ધી છે. વેદ–ઉપનીષદો અંગે ભાષ્ય લખનાર આચાર્યોએ અન્ય વીચારો અને વીશ્લેષણની ટીકા ઉગ્ર ભાષામાં કરી છે. તેનાથી કોઈની લાગણી દુભાયાની દલીલ કદી કરવામાં આવી નથી. લાગણી દુભાય તેણે પોતાની જાતને સંભાળી લેવી જોઈએ; પણ ટીકાકારોને ચુપ કરી દેવા, તેમને સજા કરવી કે કરાવવી તે ‘હીન્દુ ધર્મ વીચાર’નું અપમાન છે.

–નગીનદાસ સંઘવી

‘દીવ્ય ભાસ્કર’ દૈનીક, સુરતની તા. 9 જુલાઈ, 2014ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘તડ ને ફડ’માંથી.. લેખકના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક: શ્રી. નગીનદાસ સંઘવીeMail: nagingujarat@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:  08/08/2014

14 Comments

  1. મિત્રો,
    અા ચર્ચા પણ અસ્થાને છે. લોજીક…વાપરીને ચર્ચા કરવાં કરતાં જમીન પર ચાલીને થોક વાતોનો વિચાર કરીઅે. કુવામાંના દેડકા બનીને સમાજમાં લડાઇ, ઝગડા ઉભા કરવાંનું છોડો. અાજે દુનિયાનાં કોઇપણ જંગલમાં જઇને તેમના જીવનનો અભ્યાસ કરો. કોઇપણ માણસે બનાવેલો કહેવાતો કોઇપણ ઘરમ ત્યાં જીવન જીવવા માટે ઉપયોગમાં લેવાતો નથી. કોઇ કહેશે કે અેટલે તો તેમને જંગલી કહેવાય છે. નથી વેદ,નથી કુરાન,નથી બાઇબલ…..આ માનવ સર્જિત ‘ઘરમો‘ તો કૂવાઓ છે. લડાઇના સાઘનો છે. ઇતિહાસનો અભ્યાસ કરો…..ઘરમોઅે લડાઇ…ખૂન ખરાબા…વિનાશ સિવાય બીજું કાઇ નથી આપ્યો સંદેશો પ્રેમનો…પ્રેમનો ઝંડો ફેલાવવાનો અને પ્રેક્ટીશમા….ખૂન…ખરાબા…..આજના વિષયમાં પણ મૂળ….નાગાબાવાઓ…( ખરેખર….નાગા..) આવે છે. કહે છે કે‘ શીરડીના સાંઇબાબા વેદ,પુરાણ પ્રણિત…કે પ્રેરીત નથી. કોને ખબર છે કે વેદ,પુરાણોમાં લખેલું સર્ટીફાઇડ કોલેજ ડીગ્રી સાથેનું સંશોઘનપત્ર છે….તેમાં જે પુરાણીઓ…દેવ…દેવીઓનો ઉલ્લેખ છે તે…જન્મેલાં જ હતાં ? સવાલના પૂછાય…અે તો માની જ લેવાનું હોય. સારાં કામ કરનારાં જેને આપણાં જાણીતાં ભૂતકાળના સમયમાં જીવિત તરીકે જોયા છે તે માનવ…માનવતાંવાદી..વ્યક્તિઓને યોગ્ય સન્માન અાપો..તેનામાં શ્રઘ્ઘા ઘરાવો….ડેમોક્રસીની વાતો કરો છો તો પછી દરેકને પોતપોતાના શ્રઘ્ઘાના માનવો માટે ભક્તિ કરવાની છૂટ આપો…..કહેવાય છે કે પૃથ્વિનો વિનાશ ‘ઘરમો‘ને કારણે જ થશે. આ વાક્યને સાબિત કરવાની હોડ ચાલુ છે……..કહેવાતા ‘સંસ્કૃત‘ સમાજમાં ઘરમ..( ફરજ કે ડયુટી નહિ…) પૂજા, પાઠ…તે તે ઘરમોના ફોલોઅરને..તે તે ઘરમનાં ‘.કુવામાંના દેડકાં ‘બનાવીને જીવાડે છે……..માનવતાવાદી બનો….માનવ બનો…..જ્ઞાની બનો….જ્ઞાનનો પ્રસાર કરો…વેદ…પુરાણો…બાઇબલ….કુરાન….બઘાને તે તે જમાનાના ઉચ્ચ સાહિત્યનો દરજ્જો આપીને યોગ્ય સ્થાન આપો….૨૧મી સદીની હવા શ્વસો….માનવઘર્મ સમજો….અને પાળો…સર્જનાત્મક જીવન બનાવો વિનાશાત્મક વિચારોનો ત્યાગ કરો…ઇવન તેની ચર્ચા પણ બંઘ કરો……
    ખૂબ લખી શકાય…..
    અમૃત હઝારી.

    Liked by 3 people

    1. sachot vaat amrut bhai
      hajaro varso pahela janma maran na koi sarkari register na hata to sankara charya ne j puchhavu joiye ke tamari pase shankar ram krishna vagere na janam ke maran dakhala chhe ke pachhi teo na koi rahethan na purava chhe ane bijo saval e puchhavo joiye ke kahevata hindu dharma ma 84 lakh avtar chhe tema 1 manushya avtar ne j kem parmeshvar ane paisani jaruriyat ubhi thai bakina 8399000 avtaro paisa ane parmeshvar vagar jive j chhe ne paiso e manushyo e vinimay mate banaveli vastu chhe pahela na jamana ma loko vastu na badla ma vastu no vinimay karta je vastu ek gam thi bije gam upadi ne lai javanu ane tena badla ma joiti vastu upadi ne ghare lavta tema samay ane shakti no vyay thato hato tena mate paisa ni shodh thai jyare parmeshvar ni shodh karva nu to koi j dekhitu prayojan j na hatu pan aalsu ane paropjivi dharma guruo karma kandi brahmano e potana angat swarth mate parmeshvar nu sarjan kari ne manav jat ne bahu motu nuksan pahochadyu chhe ane jyar thi parmeshvar nu sarjan thayu tyarthi manushya parmeshvar mate ladtoj rahyo chhe ….

      Liked by 1 person

  2. સહેજ ટીકાથી ધાર્મીક લાગણી દુખાય કે દુભાઈ જાય તે ધર્મભાવના અતીશય છીછરી હોવી જોઈએ. ધર્મ એ શ્રદ્ધા અને વીચારનો વીષય છે. ચર્ચા,વીવાદ, ટીકા, ટીપ્પણી તેની સમૃદ્ધી છે.

    Liked by 1 person

  3. As Amrutkaka said “..માનવતાવાદી બનો….માનવ બનો…..જ્ઞાની બનો….જ્ઞાનનો પ્રસાર કરો…” I have always have said that GOD created human to follow Humanity. Yes, our first dharma should be Huminity. Hindu, Muslim Shikh, Ishai, and any other name of religion are created by human to impose their belief on Human.

    As far as Sai Baba concern, best of my knowledge, he was a human who try his best to preach Humanity. In his mind and his activity, their has never been issue of Hindu or Muslim or any other (so called) religion. And this is why we see everyone follow him despite of their religious belief. In last 10 century or so, their has been many saint has been on earth whether they were Hindu, Muslim or from any other religious belief, what htey preach was Humanity. And if any human who preach huminity should respected as who they are or who they were.

    We have choice now: either we live our life as Sheep in herd ( Ghenta je nichu doku raakhi ne chaliya kare ) or be Human and voice in name of Humanity.

    Liked by 1 person

  4. પ્રિય નગીનદાસ સંઘવી અને ગોવિંદ મારુ બુદ્ધ અને જૈન ધર્મ ઉત્પન્ન થયા તેનાથી થોડા વર્ષો પહેલા ચાર્વાક દર્શન લખનાર બૃહસ્પતિ થઇ ગયા એ ચાલી આવતી ભારતીય પ્રણાલિકાથી તદ્દન વિપરીત હતા . તેના પુસ્તકને બાળી નાખવામાં આવ્યું .પણ એને મારી નાખવામાં નોતા આવેલા પણ ઉશ્કેરએલી પ્રજાએ છુટ્ટા પત્થરો મારેલા એમાં એનું મૃત્યુ થએલું .
    મારા બ્લોગ આતાવાણી માં દેવનાગરી લીપીમાં ઉર્દુ લખાણ પ્રથમના પાનાં ઉપર થોડુક લખ્યું છે .

    Liked by 1 person

  5. લેખ અને પ્રતિભાવો ઘણાં સરસ. વિશ્વના અનેક ધર્મોની જેમ મારી દૃષ્ટિએ રેશનાલિઝમ પણ એક ધર્મ જ છે. રેશનાલિઝમ અધર્મ નથી જ. મુદ્દો સહિષ્ણુતાનો છે. એક હાથમાં તલવાર અને એક હાથમાં કુરાન લઈને પોતાની જ માન્યતાનો અન્યો પાસે સ્વીકાર કરાવવો, કે પછી ચેરિટીને બહાને વટાળ પ્રવૃત્તિથી પોતાની માન્યતાઓ ઠોકી બસાડવી, કે ક્રિયાકાંડ અને પૌરાણિક કથાના ઉત્તમ સાહિત્ય ગ્રંથનો ઉપયોગ કરીને શ્રધ્ધાળુઓને હિન્દુ ધર્મનો નશો કરાવવો, કે સુપર હ્યુમન વૈજ્ઞાનિક બનીને પોતાના જેવા જ માનવીને ઘેટાં કે દેડકાં ચિતરવા ની વૃત્તિપર જો અંકુશ આવે તો જ પરસ્પરની સહિષ્ણુતાનું આગમન થાય.
    મારો જ ધર્મ સાચો અને તમારો નકામો એટલું કહેવાય તો તો સમજ્યા પણ જ્યારે પોતાની માન્યતા ન સ્વીકારનાર નું નિકંદન કાઢ્વાનો હઠાગ્રહ રખાય ત્યારે જ વૈમનસ્યનો ઉદભવ થાય.
    આજે મિડલ ઈસ્ટમાં (અ)ધર્મ યુદ્ધ ચાલે છે. આપણાં દેશમાં સાંપ્રદાયીક યુદ્ધો ચાલે જ છે. હું એમ માનું છું કે જો એક યા બીજી રીતે બીજાને પોતાની રીતે કન્વર્ટ મનોવત્તિ પણ વ્યર્થ છે. ઘેટાને કોઈ વૈજ્ઞાનિકે વાઘ કે સિંહમાં પરિવર્તન કર્યું હોય એવું તો હજુ સુધી મેં સાંભળ્યું નથી. અન્ય વિચારસરણી સાથે ભલે સમ્મત ન થવાય, પણ એટલી સમજ તો કેળવાવી જ જોઈએ કે જ્યાં સુધી મારા તમારા વિચાર કે જીવનશૈલી ન્યાયતંત્રએ ઘડેલા કાયદા અનુસાર ગુનો ન બનતો હોય ત્યાં સુધી જીવો અને જીવવાદોની નીતિ અપનાવવામાંજ અપનાવવામાંજ સૌનું કલ્યાણ છે. એનું નામ જ સહિષ્ણુતા. હું અભ્યાસુ કે ચિંતક નથી. આ મારી સામાન્ય સમજ છે. અસ્તુ.

    Liked by 2 people

    1. શ્રી પ્રવીણભાઈ,
      ધર્મની એક ચોક્કસ વ્યાખ્યા સર્વમાન્ય છે, તે પ્રમાણે રૅશનાલીઝમને ધર્મ તો ન જ કહી શકાય. હા, એને જીવનપધ્ધતી, a way of life”, અવશ્ય કહી શકાય.

      કોઈપણ વીચારધારાનો પ્રચાર કરવા માટે તેને રજુ કરવી પડે છે અને અન્ય વીચારધારાઓથી તે કેવી રીતે ભીન્ન છે તે સમજાવવું પડે છે.

      અત્રે પ્રચલીત ધાર્મીક રીતરીવાજોની વધુ પડતી ટીકા થાય છે એ તમારી વાત સાચી છે. મોટાભાગના લેખકો એવા લેખ લખવાનુ પસંદ કરે છે એ એક કમનસીબી છે. એના બદલે વૈઘાનીક્તાની સમજણ આપતા કે રોજીંદા વ્યવહારમાં રૅશનલ કેવી રીતે થઈ શકાય એવા વીષય પર લેખ આવે તો વધુ સારું રહેશે. તમે શરુઆત કરી શકો?. મેં તમને ન્યુ જર્સીમાં સાંભળ્યા છે. સરસ લખો છો.

      Liked by 1 person

    2. Respected Pravinbhai
      My apologies for not being able to write in gujarati. You say that ” વિશ્વના અનેક ધર્મોની જેમ મારી દૃષ્ટિએ રેશનાલિઝમ પણ એક ધર્મ જ છે. “. I respectfully disagree. Rationalism or atheism is a religion if “off” is a TV channel.
      Not my quote, but from the Internet.
      Sincerely,
      A. Dave

      Liked by 2 people

  6. કોઈ ધર્મ એવો મેં નથી સામ્ભલીયો કે જે ધર્મે પરમેશ્વરના ધર્મમાં ફેરફાર કરી શક્યો હોય .યહૂદી ધર્મના વખતથી સુન્નત કરાતી આવી છે .પણ પરમેશ્વરે આજ્દીની ઘડી સુધી કોઈ નવજાત બાળકને સુન્નત કરેલું મોકલ્યું નથી .પરમેશ્વરે પોતાના ધર્મ પ્રમાણે પ્રાણી માત્રને કાળા ધોળા , લાંબા ટૂંકા , જાડા પાતળા ,અમુક સમયે જન્મવું અમુક સમયે મરવું માંદા થવું સાજા થવું બનાવ્યા છે . કોઈ ધર્મ આ પર્મેશ્વ્રીય ધર્મમાં હજી સુધી ફેરફાર કરી શક્યો નથી .બીમાર માણસ પોતાનો ધર્મ છોડી બીજા ધર્મમાં પ્રવેશ કરે એટલે એ તુરત સાજો સારો થઇ જાય .એવો ધર્મ મેં હજી સુધી સાંભળ્યો નથી .હા એટલું કરે એનું નામ બદલાવી નાખે રહેણી કરણી માં ફેરફાર કરી શકે પોતાના ધર્મથી ભિન્ન માન્યતા વાળા નો તિરસ્કાર કરવાનું શીખવી શકે .અને પછી પરમેશ્વરે રચેલ સૃષ્ટિને અધમતાને આરે મૂકી દઈ શકે . दुनियाको नफरतोंेने दोज़ख बनादिया અને પરમેશ્વરે રચેલ સૃષ્ટિને जन्नतसा था जहां उसे जहन्नुम बनादिया .

    Liked by 1 person

  7. બન્ને પક્ષો પોતપોતાની રીતે સાચા છે અને આ ઝઘડો મુળ વગરનું ઝાડ છે.

    લેખક ની આ વાત સાચી છે .ધાર્મિક સહિષ્ણુતા એ બહુ જ ઇચ્છાવા જોગ છે .

    Liked by 1 person

  8. Sum total of all discussion is ‘tolerance’ (sahisnuta) which as is rightly put up by Shri Naginbhai is the essence of Hindu religion and that is why it is ‘SANATAN’ (PERMANENT). Let that be accepted by all to maintain peace in world. History has seen many wars fought in the name of ‘dharma’. It is high time that is stopped for the benefit of human-life and that is the gist of all responses above.
    Navin Nagrecha—PUNE.

    Liked by 1 person

Leave a comment