સૌ વાચકમીત્રોને એક ખુશીના સમાચાર
વહાલા વાચકમીત્રો,
‘અભીવ્યક્તી’ બ્લોગ પર પ્રતીભાવ આપનારા પ્રતીભાવકમીત્રો (Commentators) ખુબ જ વીદ્વાન અને અભ્યાસુ હોય છે. કેટલાક પ્રતીભાવકમીત્રો તો ‘અભીવ્યક્તી’ બ્લોગનાં ઘરેણાંસમ હોઈ, કેટલાક વાચકમીત્રો તેમના પ્રતીભાવોની પણ આતુરતાથી રાહ જોતા હોય છે. આવા સુજ્ઞ વાચકમીત્રો કે જેઓ પોતે પ્રતીભાવ ન આપી શકે; પણ કોઈ પ્રતીભાવક મીત્રનો પ્રતીભાવ ગમી જાય તો, તેને ‘લાઈક’ કરવા માટે વાચકોના લાભાર્થે ‘વર્ડપ્રેસ.કૉમ’ દ્વારા પ્રતીભાવો પર પણ ‘લાઈક’ બટનની સેવા શરુ કરવામાં આવી છે. આ ‘લાઈક’ સેવાની તકનીકી જાણકારી ‘વેબ ગુર્જરી’ના સંચાલકમંડળના સભ્ય શ્રી. અશોકભાઈ મોઢવાડીયાના ‘વાચનયાત્રા’ બ્લોગ દ્વારા મને થઈ કે તરત જ ‘અભીવ્યક્તી’ પર પણ ‘લાઈક’ની સુવીધા શરુ કરવામાં આવી છે. જેનો વાચકમીત્રોને લાભ લેવા વીનન્તી છે.
ધન્યવાદ…
..ગો.મારુ..
♦●♦●♦●♦
તમે શું માનો છો : ઈશ્વર હશે કે નહીં હોય ?
–રોહીત શાહ
ઈશ્વરના અસ્તીત્વ વીશે મારા મનમાં બે સ્પષ્ટ વીચાર–ખ્યાલ છે. પ્રથમ ખ્યાલ એ છે કે જગતમાં ઈશ્વર–બીશ્વર જેવું કશું છે જ નહીં. ઈશ્વરના હોવા અંગેની તમામ આર્ગ્યુમેન્ટ્સ બોગસ અને બકવાસ છે. બીજો ખ્યાલ એવો છે કે કદાચ ઈશ્વર હોય તો પણ; તેને આપણે જેવો ધારી બેઠા છીએ એવો તો એ ન જ હોય.
ઈશ્વરની આપણી શોધ ઈશ્વરની મુર્તી સુધી પહોંચીને સમાપ્ત થઈ ગઈ છે. મુર્તી મળી એટલે ઈશ્વર મળી ગયો હોય એમ રાજી–રાજી થઈને આપણે તેની આળપમ્પાળ કરવા મંડી પડીએ છીએ. શીયાળામાં ઈશ્વરની મુર્તીને ઉનનાં કપડાં પહેરાવાય છે અને ઉનાળામાં તેને એ.સી.માં રાખવાના પ્રયોગો પણ થાય છે. ઈશ્વરની એક કલ્પના તે નીરંજન–નીરાકાર હોવાની છે. જો એ કલ્પના સાચી હોય તો ઈશ્વરને ઠંડી–ગરમી ન લાગે, ભુખ પણ ન લાગે. પછી તો છપ્પન ભોગ અને નૈવેદ્ય અને પ્રસાદ બધું બકવાસ બની જાય.
ગરબડીયા ગામના બાવાએ ઈશ્વર વીશે સાવ જ વાહીયાત અને ભ્રામક તસવીર આપણી સમક્ષ પેદા કરી છે. ઈશ્વર એટલે જાણે કે સોટી લઈને આપણને પનીશમેન્ટ કરવા બેઠેલી કોઈ ક્રુર અને તાનાશાહી મીજાજની વ્યક્તી ન હોય !
તમે જોયું હશે કે નાસ્તીક માણસોનું ઈશ્વર કશું ઉખાડી નથી શકતો. નાસ્તીક માણસો બીન્દાસ જીવે છે. તેમને કશાં નડતર નથી હોતાં. તેમની ગ્રહદશા કદી ઉંચી–નીચી નથી થતી. દેવ કે દેવી કદીયે કોઈ નાસ્તીક માણસ પર કોપાયમાન થયાનું સાંભળ્યું નથી. ઉલટાનું જે લોકો ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે તેઓ જ ડગલે ને પગલે દુ:ખી થાય છે.
યાત્રાળુઓની બસને વારમ્વાર ઍક્સીડન્ટ થતા હોય છે. કદી કોઈ આતન્કવાદીના વાહનને ઍક્સીડન્ટ કેમ નથી થતો ? જે ભક્ત ઈષ્ટદેવની પુજા–અર્ચના કરે છે તેના પર દેવ–દેવી કોપાયમાન થાય છે; પરન્તુ જે માણસ કદી કોઈ પણ દેવ–દેવીને નથી સ્વીકારતો તેને કેમ કશી આંચ નથી આવતી ? આસ્તીક માણસ દરેક પરીસ્થીતી માટે ઈશ્વર અને ભાગ્યને જવાબદાર માને છે; નાસ્તીક માણસ અનુકુળ અથવા પ્રતીકુળ તમામ ઘટનાઓને માત્ર જીવનના એક સ્વાભાવીક ક્રમરુપે જુએ છે. ઈશ્વર હોય તો એ કોઈને દુ:ખી થવા દે ખરો ? આપણી ગલતીઓ અને આપણા ગુનાઓને માફ કરીનેય એ આપણને સુખ જ આપે ને ! આપણને પનીશમેન્ટ આપે એવા ઈશ્વરની આપણને શી જરુર ? મને એવો ઈશ્વર તો ન જ ગમે જેની મરજી મુજબ મારે જીવવું પડે. મને તો બસ, એવો જ ઈશ્વર ગમે જે મને મારી મરજી મુજબ અને મોજથી જીવવા દે.
કેટલાક લોકો દો–રંગા હોય છે. તેઓ સામાન્ય સંજોગોમાં ઈશ્વરના અસ્તીત્વ વીશે શંકા કરીને નાસ્તીકતાના એક છેડે જઈને બેસે છે; પરન્તુ જ્યારે એમના પર કોઈ આફત ઉતરી પડી હોય ત્યારે એ જ લોકો ઈશ્વરસ્તુતી કરવા બેસી જાય છે, એવા અધુરીયા – અણઘડ લોકો કલાકે–કલાકે પોતાના અનુભવો બદલાય તેમ–તેમ ઈશ્વરના અસ્તીત્વ વીશેના પોતાના ખ્યાલો બદલતા રહે છે. મારા એક મીત્ર લેપટૉપ, મોબાઈલ બધું જ વાપરે છે; પણ તેમના જમણા હાથ પર એક–બે રક્ષાપોટલીઓ અવશ્ય બાંધેલી હોય છે. તેમના ગળામાં મન્ત્રેલા લાલ–કાળા દોરા–ધાગાય હોય છે. એક વખત તો તે ભાઈએ પોતાના મોબાઈલ પર પણ લાલ દોરો બાંધેલો હતો, બોલો ! લાભ વીજ્ઞાનના લેવાના અને યશ કહેવાતા અધ્યાત્મને આપવાનો – આ ગદ્દારી ન કહેવાય ?
તાજેતરમાં એક સમાચાર વાંચવા મળ્યા કે પોતાના બીમાર સસરાજીની તબીયત સારી થઈ જાય એ માટે ઘરની પુત્રવધુએ પોતાના માથાના વાળનું મુંડન કરાવવાની બાધા રાખી હતી. આ સમાચાર જેટલા આનન્દપ્રેરક છે એટલા જ આઘાતપ્રેરક પણ છે. આનન્દપ્રેરક એ માટે કે સમાજમાં સસરા પ્રત્યે આટલો છલોછલ આદરભાવ રાખનારી પુત્રવધુ આજના કહેવાતા કળીયુગમાં પણ છે ખરી ! આઘાતપ્રેરક એટલા માટે કે આવા ન્યુઝ વાંચીને અણઘડ લોકો પોતાના સ્વજનની બીમારી દુર કરવા માટે પોતાના માથાના વાળ ઉતરાવવા રઘવાયા થવા માંડશે ! અન્ધશ્રદ્ધાનો સેન્સેક્સ આવા ન્યુઝથી ઓચીન્તો વધી જતો હોય છે. લૉજીક વગરનાં જુઠાણાંનો પ્રભાવ વ્યાપક અને પ્રબળ પડે છે.
જરાક તો સોચો, યાર ! આવા વાહીયાત ઉપાયોથી કોઈ વ્યક્તીની બીમારી દુર થાય ખરી ? ઈશ્વર આવી ઉતરેલા વાળની લાંચ લેવાનું પસંદ કરતો હશે ખરો ? ઈશ્વર જો કરુણાનો કરનારો હોય તો એને એના ભક્તોને કરુણ દશામાં મુકવાનું ગમે જ નહીં. ઈશ્વરને સુખડી, શ્રીફળ, કંકુ–ચોખા, ઘી–દુધની વળી શી જરુર હોય ? ઈશ્વર જો કૃપા અને કરુણા કરતો જ હોય તો આપણી પાસેથી આવી કશી જ અપેક્ષા રાખ્યા વગર જ કરતો હોવો જોઈએ. ઈશ્વરને લાંચ આપવી એ તો એનું ઈન્સલ્ટ કરવા જેવું છે.
પાછા આપણે લોકો કેવા શાણા છીએ ! ઈશ્વરને આપણે એવી જ વસ્તુની લાંચ આપવાનું પસન્દ કરીએ છીએ કે જેમાં આપણને પીડા બીલકુલ ન થાય અથવા ઓછામાં ઓછી પીડા થાય. વાળ ઉતારવામાં કશી પીડા થતી નથી. વળી થોડા વખતમાં જ ફરીથી નવા વાળ ઉગી જાય છે, એટલે કદ્રુપતા કાયમી નથી રહેવાની એવી હૈયા ધારણ રહે છે. કોઈ વ્યક્તી પોતાના દાંત કે પોતાની આંખ ઈશ્વરને અર્પણ કરે છે ખરી ? કોઈ વ્યક્તી પોતાની જીભ કાપીને ઈશ્વરને ભેટ ધરે છે ખરી ? અલબત્ત, ઈશ્વરને એવું કશુંય ખપતું નથી. તીરુપત્તીના મન્દીરે જઈને વાળ ઉતારનારા ભક્તોને આ સત્ય સમજાશે ?
ચાર–પાંચ વર્ષ પહેલાં ચોમાસામાં વરસાદ નહોતો પડ્યો. લોકો વરસાદની રાહ જોતા હતા. કેટલાક ભગતડા લોકોએ ઉઘરાણાં કરીને વરસાદ આવે એ માટે હોમ–હવન કરાવ્યા; છતાં વરસાદ ન આવ્યો. પછી ઈશ્વરના કોપનાં ડાકલાં વગાડ્યાં, પૃથ્વી પર પાપ વધી ગયાંનાં જુઠાણાં ચલાવ્યાં. પછીના વર્ષે કશાય હોમ–હવન વગર મબલક વરસાદ વરસ્યો. ગયા વર્ષે પૃથ્વી પર વધી ગયેલાં તમામ પાપ આ વર્ષે એકાએક અલોપ અને શાન્ત કઈ રીતે થઈ ગયાં હશે ? તે હવન–ઉત્સાહી ભગતને મેં પુછ્યું, ‘આ વર્ષે શું પૃથ્વી પરનાં તમામ પાપ દુર થઈને પુણ્ય વધી ગયાં છે ? હોમ–યજ્ઞ વગર આ વર્ષે આટલો ધોધમાર વરસાદ કેમ વરસ્યો ? વળી, વરસાદનું આ પાણી વહી જાય છે અને છેવટે દરીયામાં જઈને ખારું થઈ જાય છે; એને જમીનમાં ઉતારવાનું કે જળસંચયનું કામ તમે કેમ નથી કરતાં ? હવન કરવા કરતાં ચેક–ડૅમ કે જળસંચયના અન્ય પ્રયોગો કરવાનું વધુ જરુરી છે એવું તમે કેમ નથી સમજતા ?’ તો તે ભાઈ કહે : ‘એ તો સરકારનું કામ છે.’
છાસવારે બેન્ડવાજાં સાથે વરઘોડા કઢાવતા અને જાત–જાતની શોભાયાત્રાઓ લઈને નીકળી પડતા ‘બાપજીઓ’ને રસ્તા સાફ કરાવવાનું કે સાફ રખાવવાનું કામ કેમ નથી સુઝતું ? ઈશ્વરને વરઘોડા સાથે કદીયે(કશીયે) લેવાદેવા હોય ખરી ? આ તો, બની બેઠેલા ઈશ્વરના એજન્ટોને પોતાનો વટ પાડવો છે, પોતે પુજ્ય અને મહાન છે એવાં તરકટ કરવાં છે અને તેવા દમ્ભીઓને ભોટ શ્રીમન્તોનાં ટોળાં મળી પણ જાય છે. ઈશ્વરના નામે ચાલતાં આવાં ધતીંગો બંધ કરીએ તો ઈશ્વર સ્વયમ્ (જો હશે તો) રાજી થઈને બોલી ઉઠશે : ‘નો પ્રૉબ્લેમ’
–રોહીત શાહ
મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક ‘મીડ–ડે’માં લેખક શ્રી. રોહીત શાહની અત્યન્ત લોકપ્રીય કૉલમ ‘નો–પ્રોબ્લેમ’ પાંચ વર્ષથી સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથી કેટલાક પસન્દ કરેલા ખાસ લેખોનું નમુનેદાર પુસ્તક ‘રોહીતોપદેશ’ પ્રકાશીત થયું છે. (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001 ફોન નં.: (079) 221 44 663 પૃષ્ઠ: 8 + 136 = 144, મુલ્ય: રુપીયા 100/- ઈ–મેઈલ: goorjar@yahoo.com) માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…
લેખક સંપર્ક: શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન: 079-2747 3207 ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 95 37 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 22/08/2014
કુદરતે માણસ બનાવ્યો અને પછી તેમાં માણસે પોતાની ઈચ્છાઓ ઉમેરીને ઈશ્વર બનાવ્યો. આમ ઈશ્વર સ્વયંભુ નથી. તે માણસનું “સંતાન” છે. ઈશ્વર પ્રહલાદને બચાવે પણ ગાંધીને બચાવતો નથી. કુદરતના નીયમોમાં અપવાદ હોતા નથી.
LikeLiked by 4 people
ishvar hoy to koine bachavene ?
LikeLiked by 2 people
ગામડાંના દરેક આમલી પીપડાના ઝાડ ઉપર ૫૦-૬૦ વરસ પહેલાં ભુત રહેતા હતા. વીજળીની દીવા આવતાં ભુતોએ વીદાય લઈ લીધી.
શીતળા માતાનો કોપ દર વરસે નીયમીત આવતો. યુરોપ ઈંગ્લેન્ડમાં વાઈરસની ખબર ન હતી એ પહેલાં શીતળાએ વીદાય લઈ લીધેલ અને છેલ્લે છેલ્લે શીતળાને ભારતમાંથી પણ વીદાય લેવી પડેલ. હજી પોલીયાથી મુક્તે મળી નથી પણ અફઘાનીસ્તાન અને પાકીસ્તાનમાંથી વીદાય લઈ લેશે એટલે સમજવું કે પોલીયાએ પણ વીદાય લઈ લીધેલ.
ભારતમાં પત્થરની મુર્તી બનાવી પુજા કરવાનો ધંધો ૪-૫ સદીમાં પુરજોરથી ખીલ્યો અને છેવટે મુર્તી પુજાના વીરોધમાં ઈશ્લામનો જન્મ થયો. મહમદ ગજનવી અને મહમદ ગોરના હમલા શરુ થયા. ખીલજી અને ઔરંગઝેબને પ્રોત્સાહન મળ્યું અને ભારતમાં ઈશ્લામે પક્કડ જમાવી લીધી.
ચાર્વાક નામનો વાદ્દ કે ઋષી આ દેશમાં ૨૬૦૦ વરસ પહેલાં થઈ ગયેલ. આજ નહીં તો કાલ આ પત્થર પુજાનું ગાંડપણ પ્રજાને સમજણ પડશે…. જરુર છે કોઈ વીજળીના દીવાની….
રસ્તા પર નાચગાન કે ઘોંઘાટની હેરાનગતી અને તકલીફ બાબત હવે લોકોની તરફેણમાં ચુકાદા આવવા લાગ્યા છે. છેવટે કાયદાને માન આપવાનું શીખવું પડશે…
LikeLiked by 4 people
ગોવીન્દભાઈ મારુએ શરુઆતમાં લાઈક બટન અને ખુશીના સમાચાર બાબત જણાંવેલ છે.
અશોકભાઈ મોઢવાડીયા અને ગોવીન્દભાઈ મારુને ધન્યવાદ…
LikeLiked by 2 people
You are right Mr. Vora.
Thanks
LikeLiked by 2 people
Ishwar chhe ke nahi….. Shu topic chhe?
Maaroo maanvoo chhe ke Ishwar chhe parantu Maanav ene khoti jagiya ye shodhe chhe…Etloo j nahi pan anaa naame khota khota upyogo pan kare chhe ane karto raheshe. Agar maanav potani jaat maa vishwaas raakhe ane samajdaari poorvak pravooti o kare to ene eno Ishwar enaa maa j mali jase!
I am a firm believer of HUmanity. Also, I firm opposer of “Baadhaa”, Kaanthi- Dora, Yatrik- tantrik- manderiya…and so forth. I totaly agree that ‘ઈશ્વરને લાંચ આપવી એ તો એનું ઈન્સલ્ટ કરવા જેવું છે.
LikeLiked by 2 people
આસ્તિક માણસ માટે ઈશ્વર એ એક ભ્રામક શ્રદ્ધા છે અને નાસ્તિક માટે એ અંધશ્રદ્ધા છે. ઈશ્વરના અસ્તિત્વના કોઈ પૂરાવા વિજ્ઞાન પાસેથી હજી મળ્યા નથી. મળશે કે કેમ એની ખબર નથી. અણું અને અવકાશનું ઊંડું અધ્યન કરનારા પણ માનતા નથી, હા, વિસ્તૃત બ્રહ્માંડની ગહન અગાધતા જોઈ શીશ નમાવી દે છે. આસ્તિકો આને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર બતાવે છે. ઈશ્વર એ માનવીના મનની પેદાશ પણ હોઈ શકે ! ઈશ્વર વિષે મારા બ્લોગ ‘શબ્સસેતુ’ પર એક રચના ‘હું ભગવાન’ માણવા નિમંત્રણ છે.
LikeLiked by 2 people
આપણે આને અંધશ્રધ્ધા માનતા હોઇએ, પણ ક્યારેક પત્નીની ધાર્મિક લાગણી ન ઘવાય એટલા ખાતર પણ આવે પ્રવૃત્તિઓમાં મને કે કમને પણ જોતરાવું પડતું હોય છે !
નવીન બેન્કર ( હ્યુસ્ટન)
LikeLiked by 3 people
i
LikeLiked by 1 person
I will like to follow Gautam Budhdha in this case. when somebody asked him whether God Exist,he replied “I dont know”.We should not indulge in endless argument of whether god is there or not. but we should try to live such a life that if he exist then also he cannot do any thing to us.Both side there are nos of argument which can prove he exist or doesnot exist. So argument doesnt win. Follow your conscince .
LikeLiked by 3 people
ઇશ્વર જેવુ કશુ જ ના હોય. ઇશ્વર નામની કેટલીય વ્યક્તિઓ હોઇ શકે છે. માણસે બનાવેલો એ ભયનો ભગવાન છે. મુર્તિઓના આકાર, દેખાવ અને કદ ઉપર જે માણસોએ ભરોસો મુક્યો છે, એ માણસોને મન ઇશ્વર મંદિરોમાં રહેનારો તેમના સુખ અને દુ:ખનો ચોકીદાર માત્ર છે. પણ, એ માત્ર આભાસી છે. મારે મન ઇશ્વર એ માનવી છે કે જે બીજા માનવીને કામ આવે છે. મારે ઘેર રોજ છાપુ નાખનારો ફેરીયો, દૂધ આપી જનારો દૂધવાળો, ટપાલ નાખી જનારો ટપાલી, મારે આંગણે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરનારો કર્મચારી, મારા ઘરના નળમાં પાણી પહોંચાડાનાર બોર ઓપરેટર, મને ગરમ રસોઇ જમાડનાર મારી પત્ની, મારા કપડા ધોઇ ઇસ્ત્રી કરી તૈયાર રાખનાર મારી પત્ની, મારા બાલ-દાઢી કરનાર વાળંદ,…………….યાદી લાંબી બની શકે છે. આ બધા જ મારા ભગવાન છે. એમના વગર નહીં ચાલે, ગોગા બાપજી વગર ચાલશે. કામ લાગે તે કીરતાર. ખપમાં આવે તે ખુદા.મને શ્વાસમાં વિશ્વાસ છે, અંધવિશ્વાસમાં નહીં. ”ઈશ્વર હોય તો પણ; તેને આપણે જેવો ધારી બેઠા છીએ એવો તો એ ન જ હોય” લેખકના આ વાક્ય સાથે હું સંપુર્ણ સહમત છું. મિત્રો, આભાસી ઇશ્વર ન હોવાનો અને ભાષી માનવી ઇશ્વર હોવાનો પ્રચાર કરી સદયાત્રાની સાથે જોડાઇ જાવ.
@ રોહિત દરજી ” કર્મ ” , હિંમતનગર
LikeLiked by 2 people
Thank’U .
LikeLiked by 1 person
From time to time, I would love to comment. I can read and understand and appreciate Gujarati reading but unfortunately, I struggle when comes to writing in Gujarati, so I am wondering if it would be ok if I was to comment in English.
I am not sure if that would be acceptable. I will wait for a feedback.
Thanks,
Vijay Joshi
LikeLiked by 1 person
Why not?
LikeLiked by 2 people
I am with you on this. I have similar problem. I do love to read in Gujarati and I wish I can write fluant….. Just write as you can using english alpha. And wherever you get stuck, just express your view in English or Hinglish. Love to read your views here.
LikeLike
I think there may be no problem if vou comment in English.
LikeLiked by 2 people
I think the issue of faith is very personal, For a believer, faith is so real, so true,
so solid. Something that never be questioned. It is a supporting cane which guides them and helps them cope with the unpleasant realities of this mortal world. Example often cited is akin to an infant which while in parents care, having assigned all its trust, is always peaceful and at ease with himself/herself.
If somebody feels better by genuinely believing that by going to a temple everyday will make somebody better, there is nothing wrong with it, as long as
that person is under medical care. There is an invisible line separating faith and blind faith. A faithful believer’s faith is a non-believer’s blind faith.
Everyone has a certain way to cope with challenges in their every day life.
Having said this, it is also equally, true that there are many more people in this world who reason and logic before they believing it. Nothing wrong with this either. This is why we have apples and oranges, chocolate and vanilla. Paraphrasing great philosopher Henry Thoreau- Every one listens to his own turne, Let him dance to his own beat.
So the question is not, is there a god? but it should be are a believer or not?
It does not really matter if it is god that you believe or not believe, As long as you believe in some thing and are happy doing it then good for you. Even an atheist firmly believes in NOT believing.
LikeLiked by 5 people
Vijaybhai,
What you say has a merit but there is one point I like to add here.
The reality is that, believers also become easy pray to these babas and bapus of the world. Our (writers) intent is to keep pointing out this to readers. We all try to do that in our own way.
LikeLiked by 3 people
If you really believe in the “wish of GOD” then there is no point in seeking the medical help. According to him, the doctor cannot go agaist God’s wish.
LikeLiked by 1 person
ઈશ્વર નુ અસ્તિત્વ છે કે નહી? આનો જવાબ છે; “છે અને નથી.”
“નથી” ઍટલા માટે કે આજ સુધી કોઈઍ ઈશ્વરને જોયો નથી. કેવળ તેના વિષે સાભળેલ છે.
“છે” ઍટલા માટે કે ઈશ્વર નુ અસ્તિત્વ મસ્જીદો, મંદિરો કે દેવળો માં નથી પણ મનુષ્યના દિલ માં છે. જે દિલ માં માનવતા છે, તે દિલ માં ઈશ્વર નુ અસ્તિત્વ છે.
ઍક ભુખ્યો દરિદ્ર મસ્જીદ કે મંદિર પાસે ભીખ માગી રહ્યો હતો. બહાર નીકળતા ઍક પણ માણસે તેની તરફ બિલકુલ ધ્યાન ન આપ્યુ. તે નીંરાશ થઈ ને ત્યાથી ચાલી નીકળ્યો. થોડે દૂર ઍક જુગારખાનુ કે શરાબ ખાનુ હતુ. તે ત્યા ઉભો રહી ગયો. ત્યાથી બહાર નીકળતા માણસો પાસેથી તેને પૈસા મળેલ. તેણે આકાશ તરફ જોઈને કહ્યુ કે “મસ્જીદ મંદિર વાળાઑઍ તારુ ખોટુ સરનામુ આપેલ. તારુ સાચુ સરનામુ તો આ છે.”
કાસીમ અબ્બાસ
ટોરંટો, કેનેડા
LikeLiked by 2 people
શું દીલમાં વસતો ઈશ્વર શરાબી કે જુગારી છે ? કલ્પનાને હકીકતનો મોભો આપી ન શકાય. સુડોકુ રમવામાં પણ હકીકતનું જ મુલ્ય છે, કલ્પનાનું નહીં.
LikeLiked by 2 people
I am not sure DIl ma vasto Ishwar Sharaabi ke Joogari chhe ke nahi parantu etlu jarror this kahish ke ye sharrabi ke Joogari ye bhookhiya ni madad kari. Ane aa madad maaj eno Ishwar ene mali gayo. As I have commented, Ishwar chhe jo ene aapne sahi jagiyaa ye shodhshu to aapan ne mali jase….. Mandir- Masjid ma chadhaavaa thi nahi.
LikeLiked by 1 person
મિત્રો,
મારા વિચારો અને મારી માન્યતા હું અહિં આપેલાં ક્વોટેશનોમાં પ્રતિબિંબિત થયેલી જોઉં છું.
(1) Follow your heart, but, take your brain with you.
(2) As the mind clears, the eyes see more.
(3) Swami Vivekanad said, ” God is life, God is truth.”
(4) Gandhiji said , ” I worship God as truth only. I have not yet found him, but I am seeking after him. I am prepared to sacrifice the things dearest to me in persuit of this quest. Even if, the sacrifice demanded my very life. I hope I may be prepared to give it.”
(5) અહિં છેલ્લી કડી માં મેં મારી રીતે મારાં વિચારો મૂક્યા છે.
હકિકત છૂપ નહિં શકતી બનાવટ કે અસુલોં સે,
કે ખુશ્બુ અા નહિં શકતી (કભી કાગઝ કે ફૂલોં સે) / કભી પત્થરકે ભગવાનોં સે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 3 people
ઈશ્વર હોય તો, એ જુગારી કે શરાબી હોવાનો પ્રશ્ન ઉભો થાય ??
આસ્તિકો ઈશ્વરને કરુણાસાગર, સદાહીતકરતા, નાના મોટા દરેક જીવોની સારસંભાળ લેનારા સર્વશકિતમાન અને વિશ્વાપીતાથી નવાજે છે..
તો પ્રશ્ન થાય છે ? કે નાના અને નીર્બળ જીવોના ભોગે જ મોટા અને બળવાન જીવોને પોષવાનું આ વિશ્વ પિતાને સુઝ્યું?
કયો સંસારી પિતા, એના નાના બાળકોના ભોગે મોટા બાળકોને પોષે છે ?????????????
LikeLiked by 2 people
મિત્રો,
યાદ આવ્યુ કે કવિશ્રી રવિન્દ્રનાથ ટાગોરે પોતાની નોબેલ પ્રાઇઝ વીનીંગ, ‘ગીતાંજલી‘ કાવ્યસંગ્રહમાં ઇશ્વરને ક્યાં શોઘવો તેને માટે કવિતા લખી છે….ઘૂમકેતુ અનુવાદિત તેમના કાવ્યસંગ્રહની ૮મિ કવિતા………
‘આ બઘી માળા ને પ્રર્થના ને ‘રઘુપતિ રાઘવ‘ ની ભજનઘૂનો હવે બંઘ કરો. અાંહી આ અેકોંત ખૂણામાં બારણાં બંઘ કરીને તમે ક્યા ઇશ્વરને શોઘી રહ્યા છો ? કહેશો જરા ? તમારાં અંતરચક્ષુ ઉઘાડો. ખબર પડશે કે જે ઇશ્વરના સાન્નિઘ્યની તમે વાતો કરો છો, તે તો ત્યાં નથી.
અે ઇશ્વર તો ત્યાંછે, જ્યાં પેલો ખેડૂત પરસેવો પાડીને હળ ખેડે છે, જ્યાં પલો માળી ઝાડ રોપે છે, જ્યાં પેલો મજૂર રસ્તો સુઘારે છે.
ઇશ્વર ત્યાં બેઠો છે અને તમે તેને અાંહીં શોઘો છો ! અે તો ત્યાં અેમની સાથે તડકામાં અને વરસાદમાં બેઠો છે. અે ઇશ્વરનાં વસ્ત્રો પણ ઘૂળથી ભરેલાં છેે અેને ઘરતી અને ઘૂળ વહાલાં છે.
આ પૂજાના અંચળાને બાજુ મૂકો. ઘરતીની પૂજા કરો, અેટલે ઇશ્વરની પૂજા થશે!
…………………………………………..
………………………………………..
હવે દરેક વાચક આગળ વાંચે અેવી મારી ઇચ્છા છે……
અેકાત
LikeLiked by 3 people
ગાંધીજી શરૂઆતમાં કહેતા કે, ઈશ્વર સત્ય છે. તેમની સાથે શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે આ વિષે વિગતે ચર્ચા કર્યા બાદ ગાંધીજીએ પોતાનું કથન ફેરવ્યું અને કહ્યું કે ” સત્ય એ ઈશ્વર છે. ” શ્રી નરસિંહભાઈ પટેલનું પુસ્તક ” ઈશ્વરનો ઈન્કાર ” માં ખૂબજ સુંદર રીતે તર્ક બધ્ધ રજૂઆત કરી ઈશ્વરના અસ્તિત્વ વિષે ઈંન્કાર કરવામાં આવેલ છે.
LikeLiked by 1 person
Thanks
LikeLiked by 1 person
ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી પોતાનું કામ થઈ જાય છે તેવું માનવાવાળા અને કામ નહિ થવાથી તેનામાં નહિ માનનારા બંનેની બ્રેન સર્કિટ સરખીજ કહેવાય. બંનેની માનસિકતા સરખી જ કહેવાય. કારણ બંનેના અચેતનમાં ઈશ્વર તો છે જ. એકનું કામ થાય છે અને બીજાનું નથી થતું. એટલે કામ તો કોઈ કરે છે. ભલે દેખાતો નથી પણ કોઈ વ્યક્તિ(ભગવાન) છે જે વહાલાદવલાની નીતિ અપનાવી રહ્યો છે. એટલે વહાલા હોય તે ભજે છે અને દવલા હોય તે ગાળો દેતા હોય છે. એક ધનસુખભાઈ હતા તે મંદિરમાં જતા અને મૂર્તિ આગળ અવળા ફરીને ઉભા રહેતા. મતલબ અવળા ફરીને ઉભા રહેવા કારણરૂપ કોઈ છે તો ખરું જ. સામે કોઈ હોય જ નહિ તો અવળા ફરી ઉભા રહેવાનો શું અર્થ? અને આવા બોગસ નાસ્તિકોને લીધે જે જેન્યુઈન નાસ્તિકો છે તેમને લોકો ઓળખી શકતા નથી.
પ્રાર્થના ક્યાં હોય? જ્યાં ફરિયાદ હોય ત્યાં પ્રાર્થના હોય. અથવા ભવિષ્યમાં ફરિયાદ ના કરવી પડે તેના આયોજન રૂપે પ્રાર્થના હોય. હવે મારે ના ફરિયાદ કરવી હોય, ના પ્રાર્થના કરવી હોય તો ઈશ્વરની શું જરૂર? ઘણાને પ્રાર્થનામાં પ્રચંડ શક્તિ દેખાતી હોય છે. એ શક્તિ તમારી જ હોય છે બીજે કશાથી આવતી નથી. કારણ તમને પ્લસીબોની આદત પડી ગઈ છે. પ્રાર્થના એક ડ્રગ જેવી છે તેના વગર ટાંટિયા ચાલે નહિ. અફીણનો અમલ કરનારને અનુભવ હોય છે કે અમલ ઊતરી જાય ત્યારે એક ડગલું ચાલવાની શક્તિ રહેતી નથી. થોડું અફીણ પેટમાં ગયું કે બાપુ મિલ્ખાસિંઘ બની દોટ મૂકવાનો. ચાલો મહંમદ ગઝની બંદગી કરશે હે અલ્લાહ મને સોમનાથ પર જીત મેળવવાની શક્તિ આપજે અને હિંદુઓ કહેશે હે સોમનાથ દાદા ત્રીજું નેત્ર ખોલી યવનને ભસ્મ કરી દેજો. હવે સમસ્ત કોની પ્રાર્થના સાંભળશે? કોઈની નહિ. જેનામાં તાકાત હશે તે જીતશે. એટલે નબળા કાયર કમજોર હિન્દુઓની પ્રાર્થના સાંભળવાને બદલે મહાદેવે ગઝનીના મહેલના ત્રણ પગથીયે ચણાઈ જવાનું પસંદ કર્યું….
LikeLiked by 2 people
મેં આ સબ્જેક્ટ પર ઘણા બધા લેખ લખેલા જ છે. ઈશ્વર હોય તો પણ આપણા કામનો નથી અને નાં હોય તો સવાલ જ નથી.. હહાહાહાહા
LikeLiked by 2 people
યુગોથી સૌ પોતપોતાની સમ જ પ્રમાણે રાગ છેડે છે. સામે જે કંઈ ચેતનવંતુ દેખાય છે..ક્રિયાકારી છે એ ખૂબ જ જટીલ હોવા છતાં પણ વૈજ્ઞાનિક અભિગમે વિચરે છે. સમય ને સ્થળ પ્રમાણે આવતા જતા ઝંઝાવાતો,
આગળ લાચાર થઈ જતી વખતે ફક્ત બચે છે..શ્રધ્ધા. કર્મોના અંતરાયો સિવાય ,કોઈ દખલ દેતું નથી..એવું વિસ્મય પમાડતું જગત..જંગલમાં જઈ એકલા રાતવસો કરવાની વેળાએ..આ છે ને નથી ની વાતો..કેવી
દયામણી થઈ જાય છે? સૌના સુખે સુખીની થીયરી ઉત્તમ..આગ્રહો છૂટ્યા તો પરમ શક્તિનો અહેસાસ થાય..કર્મકાંડથી નહીં.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
BAKVAS BANDH KAR.
KAM Kar, Karm kar and make living understanding what is right and wrong.. You do not have to look for GOD, God will come to you
LikeLike
SWARG and place of GODS is other side of BLACK HOLE?
In GITA, JYARE JYARE PAP VADHE, TYARE TYARE HU JANAM LAVU CHHU. —BHAGVAN NE AA DHARTI PAR LAVVA APNE BHADHA YE PAPO PAR PAPO KARVO one day GOD will born again. like RAVAN did., so what RAVAN did wrong?.
Je BHAGVAN na darshan karave, te tamaro bhagavan. .For us RAVAN was GREAT Isn’t it?
Rajnishji said what ever you can see or feel is truth other then it’s truth or false.
I only can see,,SUN which regullate our universe,atmosphere and life..Othere than every thing MYTH.
I ask you guys, Why all GOD-heads born in India only?
Is India is Holy place or Sin place?
LikeLike
In old days, people were beleaving that GOD live on MOON. Now and scince revolution of scince has tare down all myth and reaching far and far in the universe. I think GOD lives in the BLACK HOLE and also may be there is heven ( SWARG) Black Hole is a swirling force where nothing can escape and nothing can return.
This will give you answer, if you open one door of illusion , you will find more and more doors of illusion. So, GOD is in infinity form.You can reach to him. Our GOD is up there as SUN ,act like GENERATE<OPRATE AND DESTRUCT around his planets.
Another thing from GITA, YADA YADA HE ADHRMA sya— means ADHRMA< PAPO VADHE TYARE HU(GOD) JANAM LAVU CHHU——ENO ARTHA YE THAYO KI BHAGAVAN(GOD) NE DHARTI PAR LAVAVA APNE BATH YE PAPO KARVA JOYE.. like in RAMAYAN AND MAHABHARAT.Some rebelion ,revolunist will born as GOD and fight selflesly and conquare the ADHARMA
Now, Can you figure out Where the GOD is?
LikeLike
Ishwar ye koi vaykti nathi but purthvi par yevu koi tatav to chej pan aapna kehvata dharam guru sadhu Santo mahto ye potana swarth mate difine badle nakhe che parmatma be tame joy na sako pan koi vakhat anubhav Thai te pan sardha hoy to pan manav jivan ma dhog dhatig bahu vadhe gya che ane aaji duniya ma potani bhulo na ledhe 90% loko dukhe che ane aava dhog thating ma samel thay che eatle kehvano matalab ke aane potshan pan aapna manveo yej aapelu che
LikeLike