રૅશનાલીસ્ટ સમાજના ઘડતરની દીશામાં એક મોટું પગલું

–ધવલ મહેતા

રૅશનાલીસ્ટ સમાજની સ્થાપના માટે અવરીત ઝઝુમનારા એક પ્રખર બૌદ્ધીક ડૉ. બી. એ. પરીખની આ લઘુપુસ્તીકા રૅશનાલીસ્ટો માટે એક પાઠ્યપુસ્તકની ગરજ સારે તેવી છે. ડૉ. બી. એ. પરીખ પોતે પ્રતીષ્ઠીત માનસશાસ્ત્રી છે અને તેમણે માનવમનનો ઉંડો અભ્યાસ કર્યો હોવાથી આ લઘુપુસ્તીકામાં તેમની મનોવૈજ્ઞાનીક તરીકેની સુઝ ઉપસી આવે છે. વળી, તે એક રૅશનાલીસ્ટ ચીન્તક હોવાથી તેમણે આધ્યાત્મીકતા એટલે શું, અધ્યાત્મવાદ કોને કહેવાય, અધ્યાત્મવાદ અને વીજ્ઞાન વચ્ચે કયા તફાવતો છે, માત્ર અન્તર્જ્ઞાન અને અન્તરસ્ફુરણાથી પ્રગટતા જ્ઞાનને પ્રમાણભુત ગણી શકાય કે નહીં… તેવા વીવીધ પ્રશ્નો ઉભા કર્યા છે અને તે સમજાવ્યા છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આધ્યાત્મીક જ્ઞાન, વીજ્ઞાનના સ્થાપીત માપદંડોમાંથી એક પણ માપદંડની કસોટીમાં પાર ઉતરતું નથી. તેથી આધ્યાત્મીક અનુભુતી અને તે અંગેના દાવાઓ સાવ ગપ્પાબાજી, જુઠાણું, ઢોંગ, માનસીક ભ્રમણા, માનસીક માંદગી કે માનસીક વીકૃતી જ કહેવાય. આધ્યાત્મીક જ્ઞાન અને આધ્યાત્મીક અનુભુતી માટેનો આવો સ્પષ્ટ અને બીલકુલ નીખાલસ અભીપ્રાય બહુ જ ઓછા ચીન્તકોમાં જોવા મળે છે. વળી, આધ્યાત્મીક શક્તી હોવાનો દાવો કરનારા યોગીઓ કે સાધકો માત્ર તે પુરતો દાવો કરીને બેસી રહે તો તેમને આપણે સ્વકેન્દ્રી ગણીને નજરઅંદાજ કરીએ. પરન્તુ લેખકે બહુ જ સ્પષ્ટતાથી રજુઆત કરી છે કે આધ્યાત્મીક શક્તીનો એક બીજો પ્રવાહ રોગોપચારની પદ્ધતીઓમાં પ્રગટ થતો દેખાય છે, જેમાં હસ્તસ્પર્શથી કે આશીર્વાદથી કે માત્ર દર્શનથી રોગો મટાડવાનો દાવો આધ્યાત્મીકો કરે છે. આ જુઠાણાનું સમર્થન કેટલાક હતાશ થયેલા અન્ધશ્રદ્ધાળુ રોગીઓ પણ કરે છે. તેઓ એમ ગદ્ગદ થઈને જણાવે છે કે અમુક મહાત્માના સ્પર્શથી, દર્શનથી કે ભભુતીથી અમારા રોગો દુર થઈ ગયા છે. આવા દાવાઓની વૈજ્ઞાનીક પદ્ધતીથી ચકાસણી થતી નથી. તેથી આ જુઠાણું સમાજમાં વાયુગતીથી ફેલાય છે. આ લઘુપુસ્તીકાના લેખક આ અંગે અન્ધશ્રદ્ધાળુઓને તેમ જ ભક્તજનોને ગમ્ભીર ચેતવણી આપે છે અને કહે છે કે આવા ઉપચારોની સફળતાના કોઈ વૈજ્ઞાનીક પુરાવા નથી. વળી, આવા લોકોને છેતરવાની નવીનવી પદ્ધતીઓ ઉભરતી જ જાય છે. જેમાં વીદ્વાન લેખકે રેકી પદ્ધતીની આલોચનાત્મક ચર્ચા કરી છે. લેખકે બહુ સાચી રીતે જ જણાવ્યું છે કે યોગ–પ્રાણાયામ દ્વારા કુંડલીનીને જાગ્રત કરીને માનસીક કે શારીરીક સુખ કે આધ્યાત્મીક ઉંચાઈ પ્રાપ્ત કરવાનો ભારતમાં હજારો વર્ષોથી જે પ્રચાર થઈ રહ્યો છે તેમાં કુંડલીની શું છે, તે હોય તો ક્યાં છે અને તે જાગ્રત થાય તેનો શો અર્થ કરવો તેની કોઈએ તે વીજ્ઞાનની કસોટીમાંથી પાર થાય તેવી વ્યાખ્યા આપી નથી કે નથી સાબીતી આપી. એટલે યોગસાધના દ્વારા કુંડલીની જાગૃતીની વાતોને મનોરંજનના એક સાધન કે આધ્યાત્મીક ગપ્પાબાજીનો એક પ્રકાર તરીકે ગણાવી શકાય. ભારતના આધ્યાત્મીક ચીન્તકો એવું માને છે કે પશ્વીમનું જીવન ભોગવાદી છે અને આપણું જીવન ત્યાગવાદી કે આધ્યાત્મીક છે અને તેથી આપણે પશ્વીમના જગતને અધ્યાત્મનો સંદેશો આપીને તેને નૈતીક પતનમાંથી ઉગારવાનું છે. આ એક સરાસર આત્મશ્લાઘા અને મીથ્યાભીમાન છે. કારણ કે ભારતદેશ તો પોતે અનૈતીકતાથી ભરપુર જણાય છે અને આધ્યાત્મીક ગુરુઓનાં નૈતીક સ્ખલનો અને ખાસ કરીને અપ્રામાણીકતાથી મેળવેલા ધનના ઢગલા ભારતમાં સૌથી વધારે જોવા મળે છે. પશ્વીમ ભોગવીલાસવાળું જીવન જીવતું હોય તો તેઓની સરાસરી આવરદા નીચી હોવી જોઈએ. ત્યારે સરખામણીએ ત્યાગવાદી ભારતના લોકોની સરાસરી આવરદા તો બહુ નીચી છે અને ગંદકીજન્ય રોગોનું પ્રમાણ ભારતમાં સૌથી વધારે છે. આ પ્રકારની આધ્યાત્મીક ઉંચાઈ વીશેની દલીલો દ્વારા વીજ્ઞાન અને ટૅકનૉલૉજી, જેણે સામાન્ય માનવીનાં સુખસગવડો વધાર્યાં છે અને સરાસરી જીવન આવરદા વધારી છે, તેની ટીકા કરનારાઓને ડૉ. બી. એ. પરીખે બહુ જ અસરકારક જવાબ આપ્યો છે. વળી, તેમણે બહુ જ સચોટ ભાષામાં જણાવ્યું છે કે ભારતીય અધ્યાત્મ જે આત્માની અમરતા અને આત્માના ગુઢ ખ્યાલ પર ઉભો થયો છે તેને કોઈ વૈજ્ઞાનીક સમર્થન નથી. વળી આત્મા અને તેના પુનર્જન્મના ખ્યાલો ઉપર ઉભો થયેલો ગુઢવાદ ભલે અન્ધશ્રદ્ધાળુઓને ઈશ્વર–સ્વર્ગનો અનુભવ કરાવનાર તત્ત્વ લાગે; પરન્તુ આવો અનુભવ એક આભાસ સીવાય કંઈ નથી. અતી રાષ્ટ્રવાદથી પીડાતા અન્ધશ્રદ્ધાળુઓ અને નાગરીકો જેઓ હીન્દુ સંસ્કૃતીને જગતની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતી ગણે છે તેમને લેખકે પડકાર્યા છે. કારણ કે તેઓના આ દાવામાં કોઈ વજુદ લેખકને જણાયું નથી. લેખક વીજ્ઞાન શું છે તે, તેના પાયા કયા છે, તેની ચકાસણીની પદ્ધતીઓ શી છે તેની ઉંડી સમજ ધરાવતા હોવાથી આ પુસ્તક ઘણું સમૃદ્ધ બન્યું છે.

આ લઘુપુસ્તીકા દ્વારા લેખકે, રૅશનાલીસ્ટ માનવીએ રૅશનાલીસ્ટ સમાજના ઘડતરની દીશામાં મોટો ફાળો નોંધાવ્યો છે. લેખકની મર્મસ્થ કુશળતા, પોતાની દલીલો સાદી ભાષામાં અનેક દૃષ્ટાંતો આપીને સમજાવવાની છે, વળી તેઓ પોતાના મુદ્દાઓ નંબર ૧, ૨, ૩ વગેરે આપીને દરેક મુદ્દા ઉપર ધ્યાન આપવાની વાચકને ફરજ પાડે છે. લેખક ડૉ. પરીખને આ લઘુપુસ્તીકા લખવા બદલ હું ધન્યવાદ આપું છું. આ લઘુપુસ્તીકા એટલી તો સર્વસમાવેશક અને પ્રસ્તુત છે કે નાની નાની ‘રૅશનાલીસ્ટોની કાર્યશાળા’ઓમાં તેને પાઠ્યપુસ્તક તરીકે રાખીને ભવીષ્યના રૅશનાલીસ્ટો તૈયાર કરવામાં ઘણી મદદરુપ થાય તેમ છે.

– ધવલ મહેતા

ડૉ. બી. એ. પરીખની પુસ્તીકા ‘અધ્યાત્મવાદ વીશે વૈજ્ઞાનીક સમજ’ માટે ગુજરાત યુનીવર્સીટીના મેનેજમેન્ટ વીભાગના ભુતપુર્વ વડા અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના કટારલેખક પ્રા. ધવલ મહેતાએ ઉપરોક્ત ‘પ્રાસ્તાવીકા’ લખી છે. ‘પ્રાસ્તાવીકા’ના લેખક પ્રા. ધવલ મહેતા, આ પુસ્તીકાના લેખક ડૉ. બી. એ. પરીખ તેમ જ પ્રકાશક (સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત395 001 ફોન: (0261) 259 7882, (0261) 259 2563 ઈ–મેઈલ: sahityasangamnjk@gmail.com પ્રથમ આવૃત્તી: 2014, પૃષ્ઠસંખ્યા: 96 + 4 = 100, કીંમત: 60/– ) ના સૌજન્યથી સાભાર..

પ્રાસ્તાવીકા–લેખકનો સમ્પર્ક :

પ્રા. ધવલ મહેતા, બી-13, કોણાર્ક – કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: (0261) 225 2190 સેલફોન નંબર: 079 2675 4549 ઈમેઈલ: dhawalanjali48@yahoo.com

પુસ્તીકા–લેખકનો સમ્પર્ક :

ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પૉઈન્ટ, અઠવા લાઈન્સ, સુરત–395 007 સેલફોન: 99241 25201 ઈ–મેઈલ: bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:  05/09/2014

 

26 Comments

 1. આ પુસ્તીકા પૂરેપૂરી વાચવી જ રહી. આભાર ગોવિંન્દ ભાઈ !

  Liked by 2 people

 2. ખુબ સુંદર અને આજના ભારતને માટે તાત્કાલીક અપનાવવા જેવા વીચારો. કંઈ નહીં તો જો આજનું ભારતનું યુવા ધન વૃદ્ધ ન થઈ ગયું હોય તો તરત જ અપનાવી લે એમાં શંકા નથી.

  Liked by 1 person

  1. It would be great to know the source. When and where did Einstein say that and in what context. In many situations, he has clearly expressed his disbelief in god and other humbug practices. Even during his lifetime, many people were spreading lies about what he said and he had to publicly refute those.

   Also, there is no reason to believe that Einstein was infallible. He was brilliant and developed the theory of relativity. But he was very uncomfortable accepting quantum physics, which has also been proven to ve as solid.

   Lastly, even if he believed in some humbug, that is no proof that such humbug is valid. Many brilliant scientists are exceptional in their fields but may be naive in other ways. Any claim must stand on its own merit and not due to someone’s recommendation. All claims about kundalini, soul, reiki, touch healing, … ad nauseum… have been tested and proven wrong. That should be sufficient.

   Humbly,
   A. Dave

   Liked by 2 people

 3. પ્રિય ગોવિંદ ભાઈ મારું
  પ્રાચીન કહેવાતા ધાર્મિક શાસ્ત્રોએ એવા તો લોકોને ગોટાળે ચડાવ્યા છે કે કહેવાની વાત નહિ .અને લોકોને આવી વાતો એવીતો કોઠે પડી ગઈ છે કે એનાથી છુટકારો ઇચ્છાતાજ નથી .એટલે તો સમર્થ બૃહસ્પતિ જેવા તત્વ વેત્તાની બુકને સળગાવી દેવામાં આવી અને તેને પણ મારી નાખવામાં આવ્યો .

  Liked by 2 people

 4. મિત્રો,
  શ્રી દવેઅે તેમના વિચારોમાં, ડો. બી.અે પરીખે જે કાંઇ લખ્યુ છે…સમાજને જાગ્રત કરવાના પ્રયત્નો કર્યા છે તેને સપોર્ટ આપ્યો છે. આ બઘુ જ અાસરે ૫૦૦૦ વરસોથી આપણા સમાજને ચૂસી રહ્યુ છે. છતાં ભણેલા કે અભણની આંખ ખુલતી નથી. ઘેંટાઓની સંખ્યા વઘતી જ જાય છે.
  ભાઇશ્રી પ્રા. ઘવલ મહેતાનો આભાર કે તેઓઅે આપણને ડો.પરીખની અોળખાણ કરાવી.મારો વિચાર છે કે આપણે સૌ રેશનાલીસ્ટો ભેગા થઇને ( સાથી હાથ બઢાના…) અેક ફંડ ભેગુ કરીઅે. જેની જેવી શક્તિ તે પ્રમાણે યોગદાન કરે. આ ભેગા થયેલાં ફંડના ઉપયોગથી ડો.પરીખની આ પુસ્તિકાને હઝારોની સંખ્યામાં છપાવીઅે અને દરેક ગુજરાતીના ઘરમાં અેક કોપી પહોંચાડીઅે. આ પણ અેક સમાજ સેવા થશે અને અંઘશ્રઘ્ઘામાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન થશે.
  સાઘુડાઓ, વેપારીઓ, પોલીટીશીયનો, બાપુઓ, કથાકારો, અંઘશ્રઘ્ઘાળુઓ, પૂજાપાઠ કરાવનારાઓ, મંદિરો બાંઘીને વેપાર કરનારાઓ, ઘેંટાઓ….વિરોઘ કરશે. તે તો અેક્સ્પેક્ટેડ જ છે. છતાં દુનિયાનો ઇતિહાસ કહે છે કે નવી રાહ ચીંઘનારાઓનો હંમેશા વિરોઘ જ થયો છે.
  વાતોના વડા કે ઓપીનીયનોના લેખો ત્યાં ને ત્યાં જ રહેશે. ૫૦ કે ૧૦૦ માણસો વાંચશે અને પછી….‘ મારુ શું ? અને મારે શું ?…..
  અમૃત હઝારી.

  Liked by 3 people

  1. અમૃતભાઈ, તમારા વીચાર સુંદર છે.
   થોડા વખતથી કેટલાક રૅશનાલીષ્ટ લેખક પોતાના લેખોની પુસ્તીકાઓ છપાવી લોકોમા વહેંચે છે. આપ જેવા કોઈને આ બાબતે એમને આર્થીક મદદ કરવાની ઈચ્છ હોય તો એની ગોઠવણ કરી શકાય. કેટલાક લેખક તે સ્વખર્ચે પણ કરે છે.
   મારા જે લેખોની ઈ-બુક ટુંક સમયમાં .બહાર પડવાની છે તે લેખો પુસ્તીકાઓ રુપે પણ છપાશે અને રૅશનાલીઝમમા રસ ધરાવતા મીત્રોને વીના મુલ્ય વહેંચવામાં આવશે. આ બધું માનવવાદવાળા બીપીનભાઈ શ્રોફના સહકારથી થવાનું છે.
   લેખકોને તેમજ રૅશનાલીષ્ટ મેગેઝીન બહાર પાડતા તંત્રીઓને આર્થીક મદદ કરવા ઈચ્છતા હોય તેઓ ગોવીંદભાઈનો, ઉત્તમભાઈનો અથવા બીપીનભાઈ શ્રોફનો સંપર્ક કરે. ત્યાંથી વધુ માહીતી મળી શકશે..

   Liked by 1 person

 5. વાતોના વડા કે ઓપીનીયનોના લેખો ત્યાં ને ત્યાં જ રહેશે. ૫૦ કે ૧૦૦ માણસો વાંચશે અને પછી….‘ મારુ શું ? અને મારે શું ?…..
  અમૃત હઝારી.
  હજારી સાહેબની આ વાત ઘણું ઘણું સૂચવી જાય છે. હું અભિવ્યક્તિનો ચાહક છું. અત્યાર સુધીમાં મેં નોધ્યું છે કે અભિવ્યતિની દર શુક્રવારની પોસ્ટનો લાભ આશરે ૩૦૦ – ૪૦૦ વાચકો લેતા હશે. એમાંના ૯૦% વાચકો તો રેશનાલિસ્ટ અભિગમવાળા, આધુનિક વિચારધારા વાળા છે જ. ખરેખર કોમેન્ટ આપવા વાળા મિત્રો ૩૦-૪૦ હશે. એઓ દરેક લેખની પુષ્ટિ કરતા જ હોય છે. પણ ગુજરાતના ગામડાની પ્રજામાંથી જેટલા પ્રતિભાવ મળવા જોઈએ તે દેખાતા નથી. ભૂત ડાકણમાં કે લીંબુ મરચાની વાતો કરતાં અંધશ્રદ્ધાળુ ગામડિયાઓ સામે આઈન્સ્ટાઈનની વાતો કરનારા ગુજરાતી સાહિત્યના વૈજ્ઞાનિકો માત્ર પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવા સિવાય બીજી શું પ્રવૃત્તિ કરતાં હોય તે ખબર નથી. વિશ્વ આઈન્સ્ટાઈનથી પણ ખુબ જ આગળ વધી ગયું છે.
  ભલે, હું તો ગોવિંદભાઈને ધન્યવાદ આપીશ જ. એઓ એક નિષ્ઠાવાન રેશનાલિસ્ટ તરીકે સતત અને સરસ વિચારધારા વહાવી રહ્યા છે. જેઓ વિદ્વાન છે તેઓ જાણે જ છે કે વેદ અને પુરાણોમાં પણ એક સમાન વિચાર ધારા નથી. પૌરાણિક દેવ દાનવોનું કોઈ અસ્તિત્વ હતું જ નહીં. સાહિત્યકાર વ્યાસે જ કોઈકને દેવ અને કોઈકને દાનવ ચિતર્યા છે. એજ સાહિત્ય સદીઓથી સંસ્કૃતિ બનીને સમાજમાં ભળી ગયું છે. કુરિવાજો શહેરીકરણની સાથે સાથે આપોઆપ દુર થતાં નજરે પડે છે.
  મારી હાર્દિક ઈચ્છા અને શુભેચ્છા કે અભિવ્યક્તિ ગામડે ગામડે પહોંચે. હું મારી જાતને રેશનાલિસ્ટ માનતો હતો. હવે હું મારી જાતને ધાર્મિક માનતો થયો છું. અને મારી ધાર્મિકતા સમજાવવાની કે અન્યો પર લાદવાની જરુર જોતો નથી.
  મારા જેવા અનેક હશે જેમની પાસે પોતાની ભાવનાઓ રજુ કરવા માટે તાર્કિક કે શાબ્દિક ચાતુર્ય ન હોય. જો હું ઘેટાં તરીકે જ જન્મ્યો હોઉ,તો ગમે તેટલા રંગ રોગાન કરીને પણ તમે મને વાધ તો ન જ બનાવી શકો. અસ્તુ.

  Liked by 2 people

 6. ધવલભાઈએ પરીખસાહેબની પુસ્તિકાનો ખૂબ સરસ પરિચય કરાવ્યો છે, પણ આવું ખૂબ અગત્યનું લખાણ લોકો રસપૂર્વક વાંચે, મજેથી વાંચે, સરળતાથી વાંચે, વાંચતાં વાંચતાં કંટાળો ના અનુભવે એ માટે સરળ અને પ્રવાહી લેખનશૈલીની મૂળભૂત અને સાવ પાયાની તરકીબ લેખે લગાડી નથી ! તેમણે આખો લેખ એક મોટા, બલ્કે અતિ મોટા ફકરામાં લાખને વાચકના લમણે મારવાને બદલે એ ફકરાને ઓછામાં ઓછા 2, ને વધારેમાં વધારે ત્રણેક ફકરામાં લખ્યો હોત તો વાચકને એ સહેજ પણ બોજારૂપ કે કંટાળાજનક ન લાગત, બલ્કે ઉત્સાહપૂર્વક વાંચવાનું મન થાત ! યાદ રહે કે, કોઈ પણ લેખમાં પ્રગટ થયેલ ગંભીર વિચારોને સમજવા-પામવા લેખકે વાચકને આવી કૃત્રિમ રિલિફ-ફૂરસાદ આપવાની જરૂર રહે છે. અલબત્ત, પુસ્તિકા માટે પરીખસાહેબ અને આ પરિચય લેખ માટે ધવલભાઈને અભિનંદન અને આભાર.

  Liked by 1 person

 7. રેશનાલીસ્ટ લોકો અંદર અંદર સહમત થાય તેનો લાભ પ્રજાને ના મળે. દરેક વ્યક્તિ વૈજ્ઞાનિક રીતે વિચાર કરે તેવી અપેક્ષા ના રાખી શકાય. પણ જનતા સામાન્ય બુદ્ધિ વાપરે તો પણ ઘણી અંધશ્રદ્ધાઓ નિવારી શકાય. ‘વિજ્ઞાન’ શબ્દ પણ સામાન્ય માણસને તો ડરાવી દે (intimidate કરે) અને વાત સાંભળવા પણ નીરુત્સુક કરે (turn off કરે). તેથી લોકોને આધ્યાત્મ છોડીને વિજ્ઞાન પર ભરોસો રાખવાનું કહેવાને બદલે તેમની સામાન્ય બુદ્ધિ પર ભાર આપવા સમજાવવા જોઈએ. ઈશ્વર નથી એમ કહેવાને બદલે, ઈશ્વર છે પણ ધર્મપ્રચારકો કહે છે તેવો ના હોઈ શકે એમ કહીએ તો તે વધારે અસરકારક બને. જેમ કે સત્યનારાયણ કથા તો ઈશ્વરને એક નાદાન સોદાબાજ ગણાવે છે તે યોગ્ય નથી
  એવું સમજાવી શકાય.

  Liked by 2 people

  1. સાવ સાચી વાત છે.
   હવે પછી, સાવ સાદી ભાશામા એ પ્રકારના લેખ લખવાનો મારો વીચાર છે. જોકે “અભીવ્યક્તીના” વાચકોને એમા રસ નહી પડે. એ મુખ્યત્વે અલ્પશીક્ષીતો માટે હશે. જોઈયે આગળ શું થાય છે, ક્યાં છપાય છે.

   Liked by 1 person

 8. અપ્રામાણીકતાથી મેળવેલા ધનના ઢગલા ભારતમાં સૌથી વધારે જોવા મળે છે. પશ્વીમ ભોગવીલાસવાળું જીવન જીવતું હોય તો તેઓની સરાસરી આવરદા નીચી હોવી જોઈએ. ત્યારે સરખામણીએ ત્યાગવાદી ભારતના લોકોની સરાસરી આવરદા તો બહુ નીચી છે અને ગંદકીજન્ય રોગોનું પ્રમાણ ભારતમાં સૌથી વધારે છે.

  આખો લેખ દલીલ પૂર્ણ છે. લેખકે મનનીય વિચારો રજુ કર્યા છે।

  Liked by 1 person

 9. ડો. બી. એ. પરીખની પુસ્તીકાનો પરીચય ધવલભાઈએ ટુંકમાં સ્પષ્ટ આપ્યો છે.

  હીન્દુઓની આત્મા, કર્મ અને પત્થર પુજાને કારણે ઈશ્લામનો ઉદય થયો અને હવે ક્રાંતી બચ્ચાને ખાઈ જવા માંગે છે. હીન્દુ સંસ્કૃતીને કારણે ગપ હાંકવાનો ધંધો આજે પણ પુરજોરમાં ચાલુ છે….

  Liked by 1 person

 10. આપણું તત્વજ્ઞાન બીજાઓને સમજાવવાને બદલે હિંદુ આગેવાનોએ જન્મના કુળને જ એકાંતિક (exclusive) મહત્વ આપ્યું અને બીજાઓને સ્વીકાર્યા નહિ તેથી અન્ય ધર્મો અસ્તિત્વમાં આવ્યા. ‘આત્મા, કર્મ અને પત્થર પુજાને કારણે’ નહિ. બીજા ધર્મોમાં પણ પથ્થર પૂજા છે એટલું જ નહિ પણ શબપુજા અને કેશપુજા (વાળની પૂજા) પણ છે. મૂળ મુદ્દો એ છે કે ‘ગરજવાનને અક્કલ નથી હોતી’ તેથી ઓછી મહેનતે વધારે લાભ મેળવવાની વૃત્તિનો દુરુપયોગ બધા ધર્મોના ગુરુઓ, પાદરીઓ, મૌલવીઓ વગેરે કરે છે. રેશનાલીસ્ટો સહીત સૌએ સમજવાની વાત એ છે કે ઈશ્વર બધા ધર્મોથી ઉપર અને વેગળો (above and beyond) છે.

  Liked by 1 person

 11. અંધશ્રદ્ધાનો ઈજારો અશિક્ષિતો કે અલ્પશિક્ષિતો પાસે જ નથી, કોઈકોઈ અતિશિક્ષિ તો અંધશ્રદ્ધા રાખતા જ નહિ પોષતા પણ હોય છે. ‘સાક્ષારા: વિપરીતા: રાક્ષાસા: ભવન્તિ’ તે કંઈ અમસ્તું નથી કહેવાયું. આપણે તો બધા પ્રકારના વાંચકોને કેવળ વિચારનું બીજ આપી શકીએ કે ચીલાચાલુ માન્યતાઓ ખોટી પણ હોઈ શકે. તેને માટે પહેલા તો સાચી શ્રદ્ધાએટલે શું તે સમજાવવું જોઈએ. બધી શ્રદ્ધા ખરાબ હોય છે તેવી આપણી રેશનાલીસ્ટોની શ્રદ્ધા પણ સુધારવા જેવી છે. દા. ત. ‘કાયદાના રાજ્ય’ (Rule of law) માં તો સૌ નાગરિકોએ શ્રદ્ધા રાખવી જરૂરી છે.

  Liked by 2 people

  1. કાયદાના રાજ્યમાં કે કેન્સરની હોસ્પીટલમાં શ્રદ્ધા રાખવી એટલે કે ઘણાં લોકો કે પ્રતીનીધીઓએ સમજી વીચારી પછી નીર્ણય લેવામાં મદદ કરેલ છે.

   પત્થર પુજામાં માટે ડફોળ ઋષી, મુની, સાધુઓએ મંત્ર, તંત્ર, દોરા, ધાગાનો ઉપયોગ કરેલ છે.

   આમ શ્રદ્ધામાં ફરક ખબર પડી જાય છે.

   Liked by 1 person

  2. You said, “દા. ત. ‘કાયદાના રાજ્ય’ (Rule of law) માં તો સૌ નાગરિકોએ શ્રદ્ધા રાખવી જરૂરી છે.”

   શ્રધ્ધા અને વીશ્વાસમાં રહેલ ફરક સમજવો જરુરી છે. વીશ્વાસ એ જાત અનુભવે કે જાહેર અનુભવે કેળવેલ મનોભાવ છે, જ્યારે શ્રધ્ધા એ અનુભવથી નહી પણ આશાવાદમાથી જન્મતો મનોભાવ છે. …………
   શ્રધ્ધા ઉપરથી બીજો શબ્દ બન્યો છે અંધશ્રધ્ધા અને વીશ્વાસ ઉપરથી બીજો શબ્દ બન્યો છે આત્મવીશ્વાસ. ………….
   શ્રધ્ધા સાચી ઠરે અને ખોટી પણ ઠરે છે. એજ રીતે વીશ્વાસ પણ ક્યારેક ખોટો પડે છે. એના માટે વીશ્વાસઘાત શબ્દ વપરાય છે. શ્રધ્ધા જ્યારે ખોટી ઠરે છે ત્યારે શ્રધ્ધાઘાત જેવો કોઈ શબ્દ સાંભળ્યો નથી કારણ કે…………..
   આ વીશયપરની વધુ ચર્ચા મારા ભાવી લેખમાં

   Liked by 1 person

   1. ઉદાહરણ આપવામાં કરેલી ભૂલ કબુલ કરું છું. ચતુર વાંચકો યોગ્ય ઉદાહરણ પસંદ
    કરી લેશે તેવો વિશ્વાસ છે.
    શ્રદ્ધાનો સદંતર અભાવ પણ વ્યક્તિ અને સમાજ માટે હાનીકારક બની શકે.
    વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચે ‘અતિવિશ્વાસ’ કે ‘અર્ધશ્રદ્ધા’ જેવી કોઈ સ્થિતિ હોય
    તો તે હોવી જોઈએ. એકેએક વ્યક્તિ રેશનાલીસ્ટ બને તે તો શક્ય નથી જણાતું.
    Rationalism for the sake of rationalism તો નથી વાંછતા ને?

    Liked by 1 person

 12. I totally agree with Pravin Shashtri saab. Amrutkaka’s idea is great. Way I see is it is huge challange to be rationalist and then convince others on what is reality. Not being rationalist is like having blood cancer. We must continue to work at every opportunity arise to us. I have try to recruit number of people to follow our weekly blog, but has not been succeed. I even have experience with ‘hater’ message from those who refuse to understand.

  But, I will continue to preach Humanity and will refuse to identfy my ethnic identity or my religon preferance.

  Liked by 1 person

 13. વી કે વોરા સાહેબના શબ્દો “હીન્દુઓની આત્મા, કર્મ અને પત્થર પુજાને કારણે ઈશ્લામનો ઉદય થયો” એ બિલકુલ તથ્યહીન છે,
  રેશનાલીસ્ટો ને એક નમ્ર વિનંતી છે કે તમે હિન્દુધર્મની સંસ્કૃતિનો વિરોધ કરતા તો હિંદુ સંસ્કૃતિને જે લોકો વ્યવહારુ ના બનાવી ધંધો કરે છે તેનો વિરોધ કરો. એવું નથી લાગતું કે ધર્મ કરતા વિજ્ઞાને પ્રકૃતિનું નુકસાન વધુ કર્યું છે જ્યારે ધર્મએ દયા લાગણી જેવા ગુણો માનવ સ્વભાવમાં વિકસાવ્યા હોય. ધર્મ વિના જીવન પશુ થઇ જાય અને આંધળી અંધશ્રધ્ધા પણ પશુ સમાન છે માટે ધર્મના વિચારો સારા છે પણ તેનો અમલ કેટલો થાય છે ?
  ઘણા નાસ્તિકોને મેં જોયા છે જે લોકો પોતાના સ્વાર્થ ખાતર એકદમ નીચી કક્ષા સુધી જઈ શકે છે

  Like

 14. આધ્યાત્મીક જ્ઞાન, વીજ્ઞાનના સ્થાપીત માપદંડોમાંથી એક પણ માપદંડની કસોટીમાં પાર ઉતરતું નથી. તેથી આધ્યાત્મીક અનુભુતી અને તે અંગેના દાવાઓ સાવ ગપ્પાબાજી, જુઠાણું, ઢોંગ, માનસીક ભ્રમણા, માનસીક માંદગી કે માનસીક વીકૃતી જ કહેવાય. આધ્યાત્મીક જ્ઞાન અને આધ્યાત્મીક અનુભુતી માટેનો આવો સ્પષ્ટ અને બીલકુલ નીખાલસ અભીપ્રાય બહુ જ ઓછા ચીન્તકોમાં જોવા મળે છે.

  ભારતમાં હજારો વરસથી હીન્દુ ધર્મ કે જીવન પદ્ધતીમાં આત્મા, કર્મ, પાપ, પુણ્યનો જે પ્રચાર થઈ રહ્યો છે એમાં ગપ્પાબાજી, જુઠાણું, માનસીક માંદગી કે માનસીક વીકૃતીનો જ વીકાસ થયો છે.

  સ્ત્રીઓને સતી માટે પ્રોત્સાહન આપવું, બાળકીને દુધ પીતી કરવી, જાતી ભેદ અને ગરીબાઈના દુષણોને પ્રોત્સાહન મળેલ છે. વીચારોમાં પણ ગરીબાઈ આવી ગઈ છે.

  આપણે કોમ્પ્યુટર, નેટ, વેબ કે મોબાઈલનો ઉપયોગ કરી ગપ્પ હાકીએ છીએ કે આ બધું અમને હજારો વરસથી ખબર છે, અમારા શાસ્ત્રોમાં આ બધું લખેલ છે.

  પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ ફરે છે એ સ્વીકારવામાં આપણે ૨૦૦ વરસ પાછળ હતા અને નર્મદના જમાનામાં ઈન્સપેક્ટર આવે તો કહેવું પૃથ્વી ગોળ છે બાકી શાસ્ત્રો મુજબ હાંકે રાખવું જે આજે પણ ખબર પડી જાય છે.

  જુઠાણું સમાજમાં વાયુગતીથી ફેલાય છે. પરીખ સાહેબની લઘુપુસ્તીકામાં અન્ધશ્રદ્ધાળુઓ અને ભક્તજનોને ચેતવણી આપવામાં આવેલ છે. લગુપુસ્તીકાનો ટુંક પરીચય ધવલભાઈએ આપેલ છે. હવે તો ભગવાન પણ નહીં બચાવે આ ગપ્પી અને જુઠા અંધશ્રધાળુ અને ભક્તજનોને….

  Liked by 2 people

 15. geeruji To Govind Maru
  Sep 8 at 9:19 PM

  Tho I agree that Religon and Spirituality are ms used widely, I also, strongly disagree with the Rationalists who think science has all answers. Science has not been able to explain more than it has explained. Medical science is mostly stuck at levels of chemicals and little is known of Energy fields and flow. Yoga and other things are real. US surgeons looked for Accupressure meridians by dissecting bodies and after failing to find it they declared it as Bogus and yet Accupuncture/pressure is real. Do not be overzealous in discounting everythingthat can’t be proven by Modern Science. Science continues to change and learn.

  Dr. Rushi, MD.

  Sent from my Samsung Galaxy smartphone.

  Liked by 2 people

 16. પ્રિય ગોવિંદ ભાઈ મારુ
  તમારા કાર્યની હું પ્રશંશા કરું છું .
  ડો , બી કે પરીખે બહુજ ઉત્ત્કમ પુસ્તિકા લખી છે .અને તેની પ્રસ્તાવના આપનાર ધવલ મેહતાએ સરળતાથી સમજાય જાય એવી ભાષા લખી છે .બહુ ઉત્તમ કાર્ય કર્યું છે . ધન્યવાદ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s