સ્વપસંદગીની (ફાવતી આવતી) નૈતીકતા

– મુરજી ગડા

તારીખ 13 એપ્રીલ, 1919ના સાંજના સમયે, આબાલવૃદ્ધ, સ્ત્રી–પુરુષ મળી 5,000થી વધુ લોકો, તત્કાલીન કર્ફ્યુને અવગણીને, અમૃતસરના જલીયાંવાલા બાગમાં વૈશાખીનો તહેવાર ઉજવવા ભેગા થયા હતા.

અંગ્રેજ બ્રીગેડીયર જનરલ રેજીનાલ્ડ ડાયર (Dyer) પોતાના કમાંડ નીચેના 90 સૈનીકોનું/ પોલીસનું દળ લઈ જલીયાંવાલા બાગ પહોંચે છે. કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર નીઃશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાનો હુકમ કરે છે. સૈનીકોની બધી ગોળીઓ ખુટી ગઈ ત્યાં સુધીની 10–15 મીનીટ માટે સતત ગોળીબાર થાય છે, જેમાં 1,000થી 1,500 લોકોનું મૃત્યુ થયાનો અંદાજ છે.

થોડો ઘણો ઈતીહાસ જાણનારને આટલી ખબર તો હશે જ. અંગ્રેજ સરકારે શરુઆતમાં ડાયરનો બચાવ કર્યા પછી, વધુ માહીતી મળતાં એને ઠપકો આપી, રાજીનામું આપવાની ફરજ પાડી હતી. એનું 1927માં મૃત્યુ થયું હતું.

ઈતીહાસમાં વધુ ઉંડા ઉતરતાં થોડી વધુ માહીતી મળે છે. ડાયરને ગોળીબારની પરવાનગી આપનાર તત્કાલીન પંજાબના લેફ્ટેનન્ટ (લ્યુટેનન્ટ) ગવર્નર માઈકલ ઓ’ડ્વાયરની (O’Dwyer), 21 વરસ પછી ઠેઠ 1940માં, જલીયાંવાલા હત્યાકાંડમાં બચી જનાર ઉધમસીંહે, લંડનમાં ગોળી મારી હત્યા કરી હતી. (સંદર્ભઃ વીકીપીડીયા)

હત્યાકાંડ માટે પ્રત્યક્ષ રીતે જવાબદાર આ બે વ્યક્તીઓને યોગ્ય ન્યાય થયો ગણાય ? આ હત્યાકાંડ માટે જવાબદાર ત્રીજા પક્ષનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી ! એ પક્ષ છે ગોળીઓ ચલાવનાર સૈનીકો પોતે. કોણ હતા આ સૈનીકો ? એ અંગ્રેજ નહોતા. એ પંજાબના પણ નહોતા. એ બધા પરપ્રાંતીય ભારતીઓ અને અંગ્રેજ રાજના નાગરીક હતા.

એ સાચું છે કે એ બધા તો ઉપરી અધીકારીના હુકમનું પાલન જ કરતા હતા. પોતાની ફરજ બજાવતા હતા. હુકમનો અનાદર કરવો તે લશ્કરમાં આકરી સજાને પાત્ર હોય છે એ પણ સાચું છે. પણ……; આ બનાવ સામાન્ય નહોતો. સામે સશસ્ત્ર સૈન્ય નહોતું કે તોફાની ટોળું પણ નહોતું. સૈનીકોને પોતાને કોઈ ખતરો નહોતો. નાનકડી જગ્યામાં સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો બધાં હતાં. એમની પાસે કોઈ હથીયાર પણ નહોતાં. એમનો એક્માત્ર ગુનો કર્ફ્યુનો અનાદર કરવાનો હતો. આવા સંજોગોમાં હુકમના પાલનના નામે અન્ધાધુન્ધ ગોળીબાર કરનાર ગુનેગાર ગણાય કે ન ગણાય ? હુકમપાલન કરતાં પણ કોઈ મોટી ફરજ ખરી કે નહીં ?

સૈનીક હોય કે કોઈ અન્ય વ્યવસાયનો હોય, સૌ પ્રથમ એ માણસ છે. માણસ તરીકેની એની થોડી ફરજો અને જવાબદારીઓ છે જે નૈતીકતાના ક્ષેત્રમાં આવે છે. આટલા સૈનીકોમાંથી એકને પણ કંઈ ખોટું થતું હોય એમ નહીં લાગ્યું હોય ? ટોળા પર ગોળીબાર કરવાને બદલે કોઈ એક સૈનીકે પોતાનું નીશાન જનરલ ડાયર પર લગાવ્યું હોત તો શું થાત? તો એને મૃત્યુદંડ થયો હોત એ નીશ્ચીત છે. પણ એના આ પગલાથી આખી બાજી પલટાઈ ગઈ હોત. કેટલાંયે નીર્દોષ બચી જાત. આજે એનું નામ આગલી હરોળના શહીદોમાં ન હોત?

બધું એટલું જલદી બની ગયું કે ત્યારે કોઈને આવો વીચાર ન આવ્યો હોય એ પણ શક્ય છે. (જો કે અણધાર્યા સંજોગોમાં ત્વરીત નીર્ણય લેવાની તાલીમ તો સૈનીકોને અપાય છે.) પાછળથી કોઈને પોતાના કર્યા/ન કર્યાનો પસ્તાવો થયો હશે ? એને પરીણામે કોઈએ ‘અંગ્રેજી રાજ’ની નોકરી છોડી હશે ?

સૈનીકોની તરફેણમાં અને વીરુદ્ધમાં હજી વધુ દલીલો કરી શકાય છે. કાયદાની દૃષ્ટીએ આ સૈનીકો ગુનેગાર ન ગણાય પણ નૈતીક ધોરણે બધા સૈનીકો ગુનેગાર બની શકે છે. સાચા ઈતીહાસકારે આની નોંધ લેવી જોઈતી હતી. માણસની દુન્યવી ફરજ સાથે વધુ ઉદાત્ત એવી માનવતાની ફરજ ટકરાય છે ત્યારે માણસની નૈતીકતાની કસોટી થાય છે.

આ એક દૃષ્ટાંત માત્ર હતું. વળી એ ઘણુ જટીલ હતું. બાકી સાવ સરળ, ગુંચવણ વગરના, સ્વાર્થથી ભરપુર, અનૈતીક, અપ્રામાણીક એવા અગણીત બનાવો પ્રાચીન કાળથી બનતા આવ્યા છે અને હજી ચાલુ છે, જેનો ક્યાંય ઉલ્લેખ નથી. એ કાળની ગર્તામાં દટાઈ ગયા છે. જે થોડા બનાવોની નોંધ લેવાઈ છે એને પણ આપણે સહજતાથી સ્વીકારી પછી ભુલી જઈએ છીએ.

પચાસ હજાર જેટલા અંગ્રેજો આટલા વીશાળ દેશ પર લાંબો સમય રાજ કરી શક્યા; કારણ કે એમને ભારતીયોનો સાથ હતો. એમણે આપણા પ્રાન્તવાદ, જાતીવાદ, સમ્પ્રદાયવાદ વગેરે જોયા અને આપણા આ આપસના મતભેદોનો આપણી સામે જ ઉપયોગ કર્યો. આજે પણ આ બધા ‘વાદો’ મોજુદ છે, જેની આપણે આકરી કીમ્મત ચુકવી રહ્યા છીએ. આ વાસ્તવીકતા સ્વીકારીએ નહીં, ત્યાં સુધી આપણા પ્રશ્નો અને તકલીફો માટે બીજાઓને દોષ દેવાની વૃત્તી બદલાવાની નથી.

આજે દરેક ક્ષેત્રમાં જે ભ્રષ્ટાચાર દેખાય છે તે નૈતીકતા અને પ્રામાણીકતાના અભાવનુ નગ્ન સ્વરુપ છે. આ નવું નથી અને બહારથી આવેલું પણ નથી. આપણી જ ઘરેલું પેદાશ છે. આજે પ્રસાર માધ્યમોને લીધે બધું જલદી પ્રકાશમાં આવે છે. પહેલાં એ શક્ય નહોતું, એટલે ઘણું ઢંકાઈ રહેતું. બાકી સત્તા અને સમ્પત્તી માટેની ખટપટ અને એને સફળ કે નીષ્ફળ બનાવનાર દગાબાજોનો ક્યારે પણ તોટો નહોતો. રામાયણ મહાભારતમાં પણ આવું જ જોવા મળે છે.

મોટા ગજાની અપ્રામાણીકતા કે અનૈતીકતા પ્રમાણમાં ઓછા લોકો કરે છે. છતાંય લગભગ બધા માણસો થોડે ઘણે અંશે અપ્રામાણીક હોય છે. બધા જ ક્યારેક અનૈતીક વ્યવહાર પણ કરતા હોય છે. કોઈની મજબુરીનો લાભ લેવો, કોઈને આપેલો વાયદો ન પાળવો, બહાનાં બનાવવાં વગેરે અનૈતીક ગણાય. જ્યારે કામચોરી, કરચોરી વગેરે અપ્રામાણીક ગણાય. બધે જ દેખાતા નૈતીકતા અને પ્રામાણીકતાના આટલા અભાવનુ કારણ શું છે ?

ગણીત, વીજ્ઞાન, ઈતીહાસ, ભુગોળ જેવા કોઈપણ વીષયને માણસની નૈતીકતા સાથે જરા પણ નીસબત નથી; કારણ કે એમનાં કાર્યક્ષેત્ર અલગ છે. પ્રામાણીકતા અને નૈતીકતાનું ક્ષેત્ર પહેલેથી જ માત્ર ધર્મ અને શાસનવ્યવસ્થા (સમાજશાસ્ત્ર) હસ્તક રહ્યું છે. ધર્મ હજારો વરસથી લોકમાનસ પર રાજ કરે છે. જુદાં જુદાં નામે અને સ્વરુપે તે આખી દુનીયામાં પ્રસરેલો છે. આટલા લાંબા એક્ચક્રી શાસન પછી પણ, ધર્મ માણસને માત્ર આંશીક રીતે જ પ્રામાણીક/નૈતીક બનાવી શક્યો છે. આ સત્યને સ્વીકારવું રહ્યું. એની પાછળનાં કારણો શોધવા તે સત્યની શોધ હશે.

ભુમીપુત્ર’ પખવાડીકના તારીખ 01 સપ્ટેમ્બર, 2010ના અંકમાં આવેલ વીનોબા ભાવેના લેખનો નાનો અંશ અત્રે રજુ કરવો યોગ્ય લાગે છે.

‘ધર્મ આજે ત્રણ પ્રકારની કેદમાં જકડાઈ ગયો છે. આપણે જો માનવધર્મને પાંગરવા દેવો હોય તો બધા જ ધર્મોને આ ત્રીવીધ કેદમાંથી છોડાવવા પડશે. માનવધર્મને ધર્મ–સંસ્થાઓના સકંજામાંથી, પાદરી–પુરોહીત–મુલ્લાઓના હાથમાંથી અને મંદીર–મસ્જીદ–ચર્ચની ચાર દીવાલોની કેદમાંથી સદન્તર મુક્ત કરી સાચી ધર્મભાવના સર્વત્ર ફેલાવવાની છે.

‘ધર્મ જોઈએ; પણ ધર્મસંસ્થા ન જોઈએ. ધર્મ સંસ્થાઓ મુળમાં ગમે તે સારા ઉદ્દેશથી ઉભી કરવામાં આવી હોય, આજે હવે તે ચાલુ રહે તેમાં સમાજને લાભને બદલે નુકસાન જ વધુ થશે. લોકોએ માની લીધું છે કે ધર્મનું જે કંઈ કાર્ય છે તેને કરવાની જવાબદારી આ ધર્મસંસ્થાના રખેવાળોની છે. ધર્મ માટે આપણે પોતે જાણે કંઈ કરવાનું જ નથી ! એક સુન્દર મન્દીર બનાવી દીધું, એના માટે જમીન–પૈસા વગેરે આપ્યાં, પુજા–અર્ચનાની વ્યવસ્થા કરી, એટલે આપણું ધર્મકાર્ય પતી ગયું ! બધું પંડ્યાને, પાદરીને, મુલ્લાને સોંપી દઈને આપણે હાથ ધોઈ નાખ્યા છે.

‘આજે ધર્મ જેમ ધર્મસંસ્થાઓના સંચાલકોના હાથમાં કેદ છે; તેમ જ ધર્મને મન્દીર–મસ્જીદ–ચર્ચમાં કેદ કરી મુક્યો છે. મન્દીર જઈ આવ્યા, એટલે ધર્મનું આચરણ થઈ ગયું સમજો. રોજબરોજના વ્યવહારમાં ધર્મની કશી જરુર નથી ! ત્યાં જુઠાણાં અને અધર્મ વચ્ચે જે ચાલતું હોય તે ભલે ચાલતું ! ધર્મ એમાં ક્યાંય આડો આવતો નથી ! બજારમાં ધર્મને તો ન લઈ ગયા; એટલું જ નહીં, બલકે, ધર્મમાં બજાર લઈ આવ્યા છીએ. બજારનો અધર્મ મન્દીરમાંય પહોંચી ગયો છે……’

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા,  1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 19/09/2014

20 Comments

  1. માનવધર્મને ધર્મ–સંસ્થાઓના સકંજામાંથી, પાદરી–પુરોહીત–મુલ્લાઓના હાથમાંથી અને મંદીર–મસ્જીદ–ચર્ચની ચાર દીવાલોની કેદમાંથી સદન્તર મુક્ત કરી સાચી ધર્મભાવના સર્વત્ર ફેલાવવાની છે.

    વિનોબાએ આ વાક્યમાં કેટલી સ્પસ્ટ વાત કરી દીધી છે !

    ધર્મનો એક બીજો અર્થ છે , ફરજ .તમે તમારી ફરજ બજાવો એટલે તમે ધર્મ પાળ્યો એમ ગણાય .મંદીરમાં જઈને ભગવાનની પૂજા કરવી અને પછી બધા પ્રકારનો અધર્મ આચરવો
    પાપ આચરવાં એને શું ધર્મ પાળ્યો કહેવાય !

    મહાત્મા ગાંધીએ આ સાત પાપો ગણાવ્યાં છે.

    The Seven Sins are:

    • Wealth without work.
    • Pleasure without conscience.
    • Knowledge without character.
    • Commerce without morality.
    • Science without humanity.
    • Worship without sacrifice.
    • Politics without principle.

    -મહાત્મા ગાંધી

    શ્રી મુરજીભાઈનો હમ્મેશની માફક ખૂબ મનનીય લેખ માણ્યો .

    Liked by 2 people

  2. ‘ધર્મ આજે ત્રણ પ્રકારની કેદમાં જકડાઈ ગયો છે. આપણે જો માનવધર્મને પાંગરવા દેવો હોય તો બધા જ ધર્મોને આ ત્રીવીધ કેદમાંથી છોડાવવા પડશે. માનવધર્મને ધર્મ–સંસ્થાઓના સકંજામાંથી, પાદરી–પુરોહીત–મુલ્લાઓના હાથમાંથી અને મંદીર–મસ્જીદ–ચર્ચની ચાર દીવાલોની કેદમાંથી સદન્તર મુક્ત કરી સાચી ધર્મભાવના સર્વત્ર ફેલાવવાની છે.

    How true this is.

    I am sure many who have been to Jaliyalawala Baag have thought about idea of turning on British instead of continue firing at our own people….. I did. But it is too late.
    I agree with Vinod Patel. Seven sin of life that is if believe in sin. Huuman nature does not think of ‘SIN’ when commiting. It is laways after the fact. If human try to live his/her life with seven sin principle, life can be lot better.

    Liked by 1 person

  3. જલિયાંવાલા બાગમાં એક જ સૈનિકે જનરલ ડાયર તરફ બંદૂક તાકવાની જરૂર હતી. એની એ નૈતિક ફરજ હતી. પણ નીતિમત્તાની એમની સમજ ‘માલિક પ્રત્યે વફાદારી’ પૂરતી રહી. એનાથી ઊંચી નૈતિકતા પણ હોઈ શકે એવું એમને લાગ્યું જ નહીં.

    વળી, નિર્દોષ લોકો પર ગોળી ચલાવતી વખતે ભારતીય સૈનિકોને ‘પાપ’ નો ભય પણ ન લાગ્યો કારણ કે એ તો કર્મમાં લિપ્ત થયા વિના કર્મ કરતા હતા ! ગુલામ દેશના સૌથી નીચી પાયરીના એ ગુલામો હતા.

    ધર્મ છે કે નહીં, ભગવાન છે કે નહીં એની ચર્ચા કરતાં નીતિમત્તાની ચર્ચાઓ બહુ ઓછી થાય છે, એ દુઃખની વાત છે.

    Liked by 1 person

  4. It is 100% true. I fully agree with Vinodbhai Patel’s 7 rules. I have become very happy to read this article ad all comments.

    I am very thankful to Murajibhai Gada.

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  5. ધર્મ આજે ત્રણ પ્રકારની કેદમાં જકડાઈ ગયો છે. આપણે જો માનવધર્મને પાંગરવા દેવો હોય તો બધા જ ધર્મોને આ ત્રીવીધ કેદમાંથી છોડાવવા પડશે. માનવધર્મને ધર્મ–સંસ્થાઓના સકંજામાંથી, પાદરી–પુરોહીત–મુલ્લાઓના હાથમાંથી અને મંદીર–મસ્જીદ–ચર્ચની ચાર દીવાલોની કેદમાંથી સદન્તર મુક્ત કરી સાચી ધર્મભાવના સર્વત્ર ફેલાવવાની છે.
    Religion in its PUREST is just the ACCEPTANCE of the DIVINITY….and then following on the Path of the TRUTH which comes from within the Self from the HEART/SOUL.
    Chandravadan
    Avjo @ Chandrapukar !

    Liked by 2 people

  6. મિત્રો,
    આ લેખનું અે વાક્ય અાખા લેખના સારને સમજાવી દે છે….

    ‘ સૈનીક હોય કે કોઇ અન્ય વ્યવસાયનો હોય, સૌ પ્રથમ અે માણસ છે. માણસ તરીકેની અેની થોડી ફરજો અને જવાબદારીૉ છે જે નૈતિકતાના ક્ષેત્રમાં આવે છે.‘

    માણસ હોવું અેટલે માનવતા દર્શાવતી વ્યક્તિ હોવું. માનવતાં જો ભૂતકાળમાં હોત અને માનવતાં આજે પણ જો હોય તો ‘હિંસા‘ જેવો શબ્દ આપણી ડીક્શનરીમાં ન હોત. ગાંઘીજીને અહિંસા જેવો શબ્દ શોઘીને વાપરવો નહિં પડતે. દરેક યુઘ્ઘ સ્વાર્થથી જ લડવામાં આવે છે અને તેમાં નિર્દોષૉ જ મરે છે. હિંસા તો માણસના જીન્સમાં છે. હિંસા અેના કોઇ અેક સ્વરુપમાં ઘરમાં કે બહાર દર અેક ઘડીઅે જોવા અને અનુભવવા મળે છે. માનવતા, અહિંસા, દયા, પ્રેમ જેવા શબ્દો તો ડીક્શનરીના પાનાઓ ઉપર જ શોભે છે.

    અમેરિકાના લશ્કરના સૈનિકો યુઘ્ઘમાંથી પાછા વળે છે ત્યારે હિંસા જોઇ જોઇને માનસિક રીતે પડી ભાંગેલા હોય છે કે તેમાંના ઘણાં તો આપઘાત કરે છે જ્યારે ઘણાં હોસ્પિતાલને બિછાને માનસિક રોગોની દવા લેતા હોય છે. યુઘ્ઘની આખરી અસર જો આ હોય તો અેના જેવી ક્રુરતા બી જી કઇ હોય શકે ? જલીયાંવાલા બાગ હત્યાંકાડ તો અેક દાખલો છે. આજે વિના કારણે વિશ્વના કયાં ભાગમાં હત્યાકાંડ નથી થતો? હિસાં રાજ્યો વચ્ચે થાય કે સમાજમાં થાય કે કુટુંબોમાં થાય…હિંસા અજર…અમર છે….અહિંસા થીયરી તરીકે બતાવાઇ હજી ૧૦૦ ટકા સાબિત થઇ નથી. મહાભારતના પાનાઓ…ગીતાના ,ક્રિશ્નના ઘર્મયુઘ્ઘ કરવાનાં ઉપદેશથી ભરેલાં છે. ઘર્મયુઘ્ઘ ??????????

    મારાં અેક કાર રીપેરર મિત્રઅે મને બે સવાલ પૂછયા અને જવાબ પણ અેમણે જ આપ્યા અને સાથે સાથે અેક વ્યાખ્યા પણ કહીં……મિત્રનું નામ છે, સંજય પટેલ.
    ‘સંજય‘ સમજ્યા ને ?
    સવાલ: ભારતનું ભલું ક્યારે થશે ?
    જવાબ: ગાંઘીજી જ્યારે બંદુક લઇને જન્મશે ત્યારે. ( ખૂબ ઉંડેથી વિચારવા જેવો જવાબ છે.)
    સવાલ: ગાંઘીજીનો અહિસાનો ઘર્મ કામ લાગશે કે નહિં ?
    જવાબ: અહિંસા, અે જ પરમ હિંસા.( મારે મતે આ જવાબ પણ ચિંતન કરવા જેવો છે.)

    ગાંઘીજીની આત્મકથામાં તેના છેલ્લા પ્રકરણ, ‘પૂર્ણાહુતિ‘મા તેઓ લખે છે કે….‘ આત્મશુઘ્ઘિ વિના જીવમાત્રની સાથે અૈક્ય ન જ સઘાય. આત્મશુઘ્ઘિ વિના અહિસાઘર્મનું પાલન સર્વથા અસંભવિત છે.‘

    અાત્મશુઘ્ઘિ ????????????????

    ગીતાના અઘ્યાય: ૧૧માં શ્લોક: ૩૩માં ક્રૃષ્ણ ઉવાચ, ‘ માટે હે અર્જુન, તું ઉભો થા, શત્રુઓને જીતીને યશ મેળવ અને સમૃઘ્ઘ્િવાળું રાજ્ય ભોગવ. મેં આ સૌને પ્રથમ જ હણી નાંખ્યા છે, તું નાત્ર નિમિત્ત રુપ થા.‘
    ઇન્ટરપ્રિટેશન દરેક પોતાની રીતે કરે અને વઘુ વિચારે….
    સત્ય પચાવવું અઘરું છે…..આંખમીચામણા કરવાં સહેલાં છે……
    હિંસા અજર અને અમર છે…..માનવતાં બિલોરી કાચ વડે શોઘતાં કદાચ કોઇ અેક ખૂણે શ્વાસ લેતી પડી હશે….સોક્રેટીસ બિચારો સત્ય કહેતાં કહેતાં ????????????????????

    અમુત હઝારી.

    Liked by 1 person

      1. Either you did not understand my article or I am missing something in your one line comment. Laden is taken care and Bagadadi also needs to be eliminated. He is using misguided people to kill innocent people. This applies to anyone who fits this criteria.

        Liked by 1 person

      2. And the blind followers need to introspect about what they are doing,why they are doing it and all that.
        Amichand, a key player in the war of Plassy has become an”adjective” in a negative way instead of a proper noun. Mangal panday is a hero for disobeying a direct order from his British superior. Why not apply the same standards to the solders of Jaliyawala baug? And for that matter to every other similar act like Hitlers concentration camps to todays ISIS?

        Liked by 1 person

      3. To Christ:
        If your one line comment implies that all violence in defense of (or in offense for) religious beliefs is equally wrong, it is a good comment and a valid critique of all religions except Buddhism and Jainism. I may even support you in that case. More wars have been fought in history in the name of religions than for anything else, as proved clearly by Christopher Hitchens and others in recent times. That will damn all religions at one stroke. Then, most reasonable persons may agree with you.

        But the argument obviously needs a much finer and much more nuanced approach than that. It cannot be discussed briefly here. But in short: There is some such thing as Comparative religion. There is also the issue of degree, extent or proportion in the intensity of beliefs —and that kind of consideration leads itself directly towards the talk of what people call fanaticism.
        But thank you for quite a thoughtful comment.
        —-Subodh Shah —NJ, USA.

        Liked by 1 person

      4. શ્રી દિપકભાઈ, તમે કોને ઉદ્દેશીને લખ્યું છે તે સમજાયું નહીં.
        અહીં લેખ વીષે થોડી ચોખવટ જરુરી લાગે છે. મારા લેખનો મુખ્ય મુદ્દો જલીયાંવાલા પ્રસંગનો છે. એને ધાર્મીક માન્યતાઓ સાથે કઈં લેવાદેવા નથી. અગત્યની ક્ષણે માણસ કેવા નીર્ણય લે છે એના પરથી એનું (character) પોત પ્રગટ થાય છે.
        લેખ ખુબ નાનો થતો હોવાથી અને અભિવ્યક્તીમાં સ્વીકારાય એ માટે પાછળનો ભાગ ઉમેર્યો છે. .:):) જોકે એના પરજ વધુ કોમેંટ આવી છે.

        Like

      5. શ્રી મુરજીભાઈ, તમે મને ઉદ્દેશીને જે લખ્યું છે ( September 25, 2014 at 10:44 am M. Gada) તેના સંદર્ભમાં…

        એ રિસ્પૉન્સ Christ માટે હતો. એમની કૉમેન્ટ બહુ ટૂંકી હતી અને અર્થ સ્પષ્ટ નહોતો થતો, પરંતુ એવું સમજાયું કે એમનું કહેવું એમ છે કે તમારા કહ્યા પ્રમાણે કરીએ તેનો અર્થ એ થાય કે લાદેન અને બગદાદીને માનીએ. એટલે મેં એમનું ધ્યાન દોર્યું કે એ બન્ને ધાર્મિક હતા/છે.

        Like

  7. Murji Bhai na dareklekh khubj manan yogya ane shree amrut hajari ni comment pan nanakda lekh jetlij samajva yogya sachej hu ghanivar mitravartul ma kahu chhu Aaj no dharma karmakand na pustako ma dakhala tarike satyanarayan ni katha vaibhav Lakshmi nu vrat santoshimanu vrat sol somvar aluna vrat vagere sankhya bandh vrat ane kahevato Bhagwan ( hakikat ma nathi ) te mandiroma ked chhe. Tya dharma ane naitikta ni su apeksha vyarth chhe.

    Liked by 1 person

  8. નૈતીકતા બાબત આવા ઘણાં દાખલા આપી શકાય.

    ઈંદીરા ગાંધીની કટોકટી વખતે હાઈકોર્ટ અને સુપરીમ કોર્ટના ન્યાયાધીશો પણ ઈંદીરા ગાંધીની તરફેણમાં થઈ ગયા હતા એટલે કે ચુકાદા બાબત ચોક્કસ નીર્ણય લેવામાં ગલ્લાતલ્લા કરેલ.

    રાજા મહારાજા, મોગલો અને અંગ્રેજોના જમાનામાં નૈતીકતા જોવા જોઈએ તો ઠેર ઠેર પોપાબાઈના રાજ જેવું હતું. મોગલો અને અંગ્રેજો હતા તો મુઠીભર પણ રાજ્ય કર્યું ૧૦૦૦ વરસ સુધી. શીખોના જલીયાવાલા કાંડ જુઓ કે ભીંડરણવાલા કાંડ જુઓ, બધું જ સરખું સમજવું.

    અમેરીકાની મોટી મોટી વીદ્યાપીઠો સુખી થવા પ્રયત્નો કરી રહી છે. સુખી લોકો વધુ જીવે છે, વધુ ધન કમાવે છે, વધુ અભ્યાસ કરે છે ત્યારે ભારતની ગરીબાઈ ચાડી ખાય છે. અમેરીકાની વીદ્યાપીઠો આ માટે રામાયણ અને મહાભારતની કાલ્પનીક કથાને જવાબદાર ગણે છે.

    Liked by 1 person

  9. ખરેખર સાચી વાત છે. આપણે સવારમાં મંદિર જઈ ભગવાનના દર્શન કર્યા એટલે ધાર્મિક થઈ ગયા. પછી આખો દિવસ ગમે તેમ અનૈતિક કે અપ્રામાણિક કાર્ય કરીયે તો પણ ધાર્મિક જ કહેવાઈયે. એટલા માટે મંદિર ન જઈયે તો ચાલે પરંતુ રોજબરોજના જીવનમાં નૈતિકતા અને પ્રામાણિકતા રાખવી જરૂરી છે.

    Liked by 1 person

  10. આપણે એવી પ્રજા છીએ કે બાપ તેર વરસના દીકરાને શીખવે કે કંડકટર પૂછે તો તો તું બાર વરસનો છે એમ કહેજે. અને તે વ્યવહારુ અને સ્વીકાર્ય ગણાય. હવે આમાં ધર્મ પણ શું કરી શકે?

    Like

Leave a comment