આજકાલ સગાઈ તુટવાના કીસ્સા કેમ વધુ બની રહ્યા છે ?

– રોહીત શાહ

એક યંગ ગર્લનો ઈ.મેલ દ્વારા લેટર આવ્યો છે. એ યંગ ગર્લનું નામ બદલીને લખવું પડે એમ હોવાથી લખવું જ નથી, પણ તેનો ઈ.મેલનો જવાબ મેં તેને ઈ.મેલથી મોકલી આપ્યો છે એ વાત અહીં જરુર ઉલ્લેખવી છે. પહેલાં તેનો પત્ર થોડોક એડીટ કરીને મુકું છું :

‘મારી ઉંમર 23 વર્ષ અને ત્રણ મહીનાની છે. બી.કૉમ. છું. સાતેક મહીના પહેલાં મારી સગાઈ 24 વર્ષના છોકરા સાથે થઈ હતી. બીજું બધું બરાબર છે; પણ મને એમ લાગ્યા કરે છે કે છોકરો મેચ્યોર નથી. કાં તો મારી હાઈ એક્સ્પેક્ટેશન હશે કાં તો ખરેખર તેની પાત્રતા ઓછી હશે. જે હોય એ, પણ મને ઉંડે–ઉંડે ચપટીક અસન્તોષ છે. ક્યારેક મનમાં સવાલ થાય છે કે આ છોકરાની સાથે આખી લાઈફ હું વીતાવી શકીશ ખરી ? મેરેજ પછી સમ્બન્ધ તોડવો પડે તો કેવી બદનામી થઈ જાય ! સગાઈ તોડી નાખવાના વીચારો વારંવાર આવ્યા કરે છે. આ વાત મેં મારી ફૅમીલીમાં પણ કહી છે. તેઓ કહે છે કે અમને તો છોકરો શાન્ત, ડાહ્યો અને ખાનદાન લાગે છે. તું હવાઈ ખ્વાબોમાં રાચે છે. સગાઈ તોડવાની જરુર નથી. એક વખત સગાઈ તુટ્યા પછી છોકરીને ફરીથી સારું પાત્ર મળવામાં વીલમ્બ થાય છે. લોકો હજારો શંકાઓ કરે છે. લોકો એમ કહેશે કે સાત–સાત મહીનાથી બન્ને જણ સાથે ફરતાં હતાં; તેમણે આટલા સમયમાં નજીક આવવામાં શું બાકી રાખ્યું હશે ? ભલે આપણે ગમે તેટલાં ચોખ્ખાં હોઈએ તોય સમાજ મહેણાં–ટોણા મારશે. તારે સગાઈ તોડવી ન જોઈએ. સર, મારે મારી ફૅમીલીની સલાહ માનવી કે મારા હૈયાની બળતરા શાન્ત કરવી ? હું કન્ફ્યુઝ થઈ ગઈ છું. પ્લીઝ, મને ગાઈડન્સ આપો કે મારે શું કરવું જોઈએ ?’

ફરીથી જણાવી દઉં કે આ પત્ર એડીટ કરેલો છે. મુળ પત્રમાં તો તેણે ઘણી નીખાલસ વાતો લખી છે.

હવે મેં આપેલો જવાબ :

‘આજકાલ સગાઈ તોડવાની વરવી ફૅશન કે ભુંડી સ્પર્ધા જાણે ચાલી રહી છે. સહેજ કંઈક અણગમતું બન્યું નથી કે તરત બનેના રસ્તા અલગ થઈ જાય છે. એનું મારી દૃષ્ટીએ એક કારણ એ છે કે આજની યુવતીઓ એજ્યુકેટેડ અને સેલ્ફ-ડીપેન્ડન્ટ બની ચુકી છે. તેમને કોઈની તાબેદારી કે જોહુકમી સહન કરવાનું ગમતું નથી. હું પણ માનું છું કે કોઈએ કોઈની તાબેદારી વેઠવાની જરુર નથી. સેલ્ફ–ડીપેન્ડન્ટ હોવું એ ખરેખર ગૌરવની ઘટના છે; પરંતુ મહત્ત્વની વાત લાઈફની છે, ફ્યુચરની છે.

તારા પત્રમાં તેં તારી ફૅમીલીનો પ્રતીભાવ જણાવ્યો ન હોત તો કદાચ હું મીસગાઈડ થઈ ગયો હોત અને તને સગાઈ તોડવાની સલાહ આપી બેઠો હોત. આખી જીન્દગી રીબાઈ–રીબાઈને જીવવું પડે એના કરતાં એક વખત જલદ ફેંસલો કરવો પડે તો ભલે – એમ જ મેં પણ કહ્યું હોત; પણ તને જે પાત્રમાં મેચ્યોરીટીનો અભાવ લાગે છે એ જ પાત્રમાં તારી ફૅમીલીને સારા ગુણો દેખાય છે !

પૉસીબલ છે કે તેં જણાવ્યું છે એ પ્રમાણે કદાચ તારી ઉંચી અપેક્ષાઓને કારણે તને છોકરો મેચ્યોર નથી લાગતો. એવી જ રીતે તારી ફૅમીલીને સગાઈ તોડવાથી થનારી સંભવીત બદનામીના ભયને કારણે છોકરામાં સારા ગુણો દેખાતા હોય એ પણ પૉસીબલ છે. હું સંપુર્ણ ન્યુટ્ર્લ છું. હવે તારી લાગણી સમજીને, તને મારે કહેવું છે કે તારો ફીયાન્સ તારી દૃષ્ટીએ પુરો મેચ્યોર નથી એટલું જ ને ? એ તને ખુબ ચાહે છે અને તને ખુશ રાખવા પ્રયત્ન કરે છે એમ પણ તેં લખ્યું છે. શું હૅપી લાઈફ માટે આટલું ઈનફ નથી ? તું કહે છે કે છોકરો મેચ્યોર નથી લાગતો એ વાત સાવ સાચી જ હોય તોય; તારે સગાઈ તોડવાની જરુર નથી. સપોઝ, તને બીજો કોઈ મેચ્યોર છોકરો મળી જશે; પરન્તુ તે વ્યસની કે વ્યભીચારી કે ઉગ્ર સ્વભાવનો કે જોહુકમી કરનારો હશે તો તને ગમશે ? ગરીબ અને ઓછું ભણેલો હશે તો ચાલશે ? તેની ફૅમીલીના બીજા પ્રૉબ્લેમ્સ હશે તો એ બધું તું સહન કરી શકીશ ? તું પત્રમાં લખે છે કે આખી લાઈફ અનમેરીડ રહેવાની પણ તારી તૈયારી છે. શું એ હૅપી લાઈફ હશે ? હૅપીનો અર્થ એ નથી કે અનહૅપી ન હોવું. હૅપીનો અર્થ છે અનહૅપીનેસ સાથે કૉમ્પ્રોમાઈઝ કરવું. ફીલ્મ ‘સરસ્વતીચન્દ્ર’ ના એક ગીતની પંક્તી તારા કાનમાં કહીને મારી વાત પુરી કરીશ. નીર્ણય તો તારે પોતે જ લેવાનો રહેશે, ઓકે ? પેલા ગીતની પંક્તી વારંવાર યાદ કરીને ફેંસલો કરજે–

ચાંદ મીલતા નહીં, સબકો સંસાર મેં,

હૈ દીયા હી બહુત, રોશની કે લીએ…

શું કરવું જોઈએ ?

સગાઈ કરતાં પહેલાં યુવક–યુવતીઓએ ખુબ ધીરજ રાખવી જોઈએ, ઉતાવળે નીર્ણય ન કરવો જોઈએ. એકબીજાને મળીને પોતપોતાનાં રસ–રુચી તથા અપેક્ષાઓ સંપુર્ણ નીખાલસપણે જણાવવાં જોઈએ. કોઈના આગ્રહ કે દબાણથી ‘હા’ ન પાડવી જોઈએ. ગાઈડન્સ ભલે અનેકનું લઈએ; પણ નીર્ણય પોતાનો જ હોવો જોઈએ. સગાઈ પહેલાં કોઈ કૉમ્પ્રોમાઈઝ ન કરો તો ચાલે; પણ સગાઈ પછી થોડું લેટ–ગો કરતાં શીખવું જરુરી જ નહીં, અનીવાર્ય છે. મેરેજ પછી તો ડગલે ને પગલે લેટ–ગો કરવું જ પડવાનું રહે છે. ભવીષ્યમાં પોતે કઈ બાબતે કૉમ્પ્રોમાઈઝ કરવા તૈયાર છે એ વીચારીને જ સગાઈ કરવી જોઈએ.

હા, સગાઈ થયા પછી જો કોઈ એક પાત્ર ખોટી માગણીઓ (દહેજ વગેરે) રજુ કરે કે ખોટી અપેક્ષાઓ (મેરેજ પહેલાં સેકસ વગેરેની) માટે જીદ્દ કરે તો કદાચ નીર્ણય બદલવો પડે; પરંતુ નાની–નાની બાબતમાં સગાઈ તોડવા ઉશ્કેરાઈ જવાનું ઠીક નથી. સગાઈને હાફ–મેરેજ કહેવાય છે. સગાઈનો નીર્ણય ભલે થોડો વીલમ્બથી થાય; પણ શકય હોય ત્યાં સુધી એ નીર્ણયને વફાદાર રહેવું જોઈએ.

સગાઈ કેમ તુટે છે ?

સગાઈ તુટવાના કીસ્સા આજના યુગમાં વધી પડ્યા છે એ ભારે ચીંતાનો વીષય છે. પહેલાંના જમાનામાં યુવક–યુવતી પરસ્પર મળી શક્તાં નહોતાં. બન્નેની ફૅમીલી તરફથી જ સગાઈ નક્કી થઈ જતી. હવે તો યુવક–યુવતી એકબીજાને મળી શકે છે, ચાર–પાંચ વખત મીટીંગ કરી શકે છે. પર્સનલી મળીને પરસ્પરનાં રસ–રુચી જાણી–સમજી શકે એવી અનુકુળતા તેમને આપવામાં આવે છે. તો પછી સગાઈ કેમ તુટે છે ? બે મુખ્ય કારણો છે: એક તો લાઈફ–પાર્ટનર પ્રત્યેની વધુપડતી અપેક્ષાઓ અને બીજું કારણ સમાધાનવૃત્તીનો અભાવ. સગાઈ કરનારાં દરેક યુવક–યુવતીએ એટલો વીચાર કરવો જોઈએ કે સામેના પાત્રમાં એક–બે ખામીઓ છે; તો પોતે કાંઈ સર્વગુણસમ્પન્ન તો નથી જ ! વ્યક્તી કાંઈ ઈશ્વર નથી. પોતાની નબળાઈઓ કે ખામીઓનો વીચાર કર્યા વગર માત્ર સામેની વ્યક્તીના દોષો કે તેની ઉણપો જોવાનું ઠીક નથી.

 –રોહીત શાહ

મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક મીડડેમાં લેખક શ્રી. રોહીત શાહની અત્યન્ત લોકપ્રીય કૉલમ નોપ્રોબ્લેમ પાંચ વર્ષથી સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથી કેટલાક પસન્દ કરેલા ખાસ લેખોનું નમુનેદાર પુસ્તક મુઝ કો યારો માફ કરના પ્રકાશીત થયું છે. (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001 ફોન નં.: (079) 221 44 663 પૃષ્ઠ: 8 + 136 = 144, મુલ્ય: રુપીયા 100/-)માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક: શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન: 079-2747 3207 ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:  03/09/2014

38 Comments

 1. કોઈ “સમ્પુર્ણ” હોતું નથી. આપણે પણ. જે બીજાની “અપુર્ણતા”ને સમઝણપુર્વક સ્વીકારી શકાતું ન હોય તેણે લગ્નના બંધનમાં પડવાને બદલે live in relationship માં રહેવું જોઈએ અને સંતાનો પેદા કરવા જોઈએ નહીં.

  Liked by 2 people

 2. ખુબ સાચો લેખ અને સાચી સલાહ.. દીવા જેવી સ્પષ્ટ વાત કહી…

  અને સાથે જે ફિલ્મ સરસ્વતીચંદ્રની બે લાઈન લખી તે બહુ જ સરસ છે. એના લીધે મેં આખું ગીત સાંભળ્યું. આવા જુના ગીતો અમને જણાવતા રહેજો. મને જુના ગીતો સાંભળવાનો બહુ શોખ છે.

  Liked by 1 person

 3. Jivnama jo smpurnata hot to nvi mhek kyathi smjat, aapne badha adhura chie, fakt bhram che purnatano, etlej sameni vyaktine underestimate karie chie, jo evu hot aa duniyaama vividhtana darshan na that, badhaj doctors, gyanio to jivanani mhek ane samena vyakti jode jivavao aanand kyathi hot. Smpurnata lavava mate badhani jode jivta avadvu joie to sansarni mhek vadhe. Adhuro ghado vadhu chalke.

  Liked by 1 person

 4. સગાઈ કે લગ્ન વીચ્છેદ એ હવે બહું સામાન્ય છે. ભારતનો હીન્દુ (એટલે કે બધા) સમાજ રુઢીચુસ્ત સમાજ હોવાથી સગાઈ અને લગ્ન ઠોકી બેસાડવામાં આવતા હતા. અભ્યાસને કારણે વીચાર અને વર્તનમાં ઘણોં ફરક આવેલ છે. અભ્યાસને કારણે રુઢી ચુસ્ત સમાજની પોલ ખુલી પડી ગઈ છે.

  કોઈ દેશમાં હીન્દુ વીડો રીમેરેજ જેવો એક્ટ (વીધવા પુનઃલગ્ન કાયદો) નહીં બન્યો હોય. દેશ સ્વતંત્ર બન્યો એની પહેલાં પોપાબાઈના રાજ જેવું હતું. હજી પણ સતી રીવાજ કે વીધવા પુનઃલગ્ન બાબત સમાચારો નીયમીત આવે છે.

  સગાઈ કે લગ્ન વીચ્છેદ નીયમીત થઈ જતાં એનો હલ આપોઆપ આવી જશે.

  Liked by 2 people

  1. સહમત વોરા સાહેબ. સગાઇ અને લગ્ન વિચ્છેદ નિયમિત થઇ જવા જોઈએ અને તે થવાનું જ છે. સરસ્વતીચંદ્ર નો જમાનો ગયો હવે..

   Liked by 2 people

 5. ૧) ‘આજકાલ સગાઈ તોડવાની વરવી ફૅશન કે ભુંડી સ્પર્ધા જાણે ચાલી રહી છે. —- શ્રી રોહિત શાહ એમાં ભૂંડું શું છે? ખોટું છે શું? સરસ્વતીચંદ્રના જમાનામાં હજુ જીવો છો?
  2) સપોઝ, તને બીજો કોઈ મેચ્યોર છોકરો મળી જશે; પરન્તુ તે વ્યસની કે વ્યભીચારી કે ઉગ્ર સ્વભાવનો કે જોહુકમી કરનારો હશે તો તને ગમશે ? — આ કયા પ્રકારની મેચ્યોરીટી છે? હહાહાહા
  ૩) સગાઈ તુટવાના કીસ્સા આજના યુગમાં વધી પડ્યા છે એ ભારે ચીંતાનો વીષય છે.– આમાં ચિંતા કરવા જેવું છે શું?
  ૪) હૅપીનો અર્થ એ નથી કે અનહૅપી ન હોવું. હૅપીનો અર્થ છે અનહૅપીનેસ સાથે કૉમ્પ્રોમાઈઝ કરવું.—- આખું વાક્ય લોજીક વગરનું છે. ખુશ નો અર્થ એ નથી કે નાખુશ નથી, ખુશનો અર્થ એ છે કે નાખુશી સાથે સમાધાન કરવું… આ ત્રણે વસ્તુ અલગ અલગ હોઈ શકે છે. હું નાખુશ હોઉં એનો મતલબ એ નથી કે ખુશ હોઈ શકું અને નાખુશી સાથે સમાધાન તો કદી ખુશ હોઈ જ નાં શકે.

  પવિત્ર ગણાતી લગ્નવ્યવસ્થા જે જરાય પવિત્ર નથી તેના ભૂકા અમેરિકામાં અને પશ્ચિમનાં સમાજમાં બોલી ગયા છે ભારતમાં પણ બનવાનું જ છે. દેશ બહુ ધીમો છે માટે જરા મોડું થશે..

  Liked by 2 people

 6. મિત્રો,
  અેક કોલેજ ગ્રેજ્યુઅેટ દિકરીના દિલની વાત સાંભળી. યુવાનીના પ્રથમ પગલે ભાવી જીવન વિષે તેની વિચારવાની…ચિંતા કરવાની વાત પણ જાણી. તેવું તેની હાલની જીવન જીવવાની દુનિયાની વચ્ચે રહીને શું નિર્ણય લેવો તેની કશ્મકશ કરવાનું મને ગમ્યુ.

  તે દિકરીને જેનામાં વિશ્વાસ છે તેવા શ્રી રોહિતભાઇ શાહના વિચારો પણ જાણ્યા.

  શ્રી વિક્રમ દલાલની, ઘરના નહિ અને ઘાટના પણ નહિં અેવું જીવન જીવવાની સલાહ પણ વાંચી.

  શ્રી ભૂપેન્દ્રસિંહજીના મોર્ડન દિવસના વેસ્ટર્ન વર્લડના વિચારો પણ સમજ્યા.

  આખા લેખનો મઘ્યવર્તિ શબ્દ, જે દિકરીના મુખે સૌથી વઘુ ઇમ્પોરટન્ટ બનીને બહાર પડે છે તે છે…‘મેચ્યોરીટી.‘ આ મેચ્યોરીટી શબ્દે દિકરીને વિમાસણમાં મૂકી દીઘી છે. અને સલાહ લેવા પ્રેરી છે. જે અેક ઉત્તમ પગલું તેણે ભર્યુ છે. આ અેક કામ તેણે મેચ્યોરીટીનું ….સલાહ લેવાનું કર્યુ છે. ફાયનલ ડીસીશન તેણે પોતે લેવું જોઇઅે. અેક બીજો ઇમ્પોરટન્ટ શબ્દ વપરાયો છે તે છે…‘અેક્ષ્પેક્ટેશન.‘ યસ….આ શબ્દ પણ સુખી કે દુ:ખી લગ્ન જીવન ઉભુ કરવાં માટે કેટાલીટીક કામ કરે છે.

  સાયકોલોજી કહે છે કે, ” Maturity is the ability to respond to the environment in an appropriate manner.” The response is generally LEARNED rather than INSTINCTIVE. Maturity also encompasses being aware of the current time and place to behave and knowing when to act, according to the circumstances and the CULTURE of the society, one lives in..(1.)
  Ref: (1). Wechsler David,1950,”Intellectual development and Psychologycal Maturity…Child development.”
  દિકરી શું આ ડેફીનેશનમાં મેચ્યોરીટીને સમજતી હતી ?
  ( Culture: Culture is not static for any group of people.”)
  ( Meaning of the word, Exectation,” The act of expecting..The state of being expected.”…અપેક્ષા,આશા, ઉમ્મિદરાખવી, પ્રત્યક્ષા….Anticipation.The degree of probability that something will occure.)
  ” A successful marriage requires falling in love many times, apways with the same person.”- Mignon McLaughlin.

  યોસોફ મેકવાનની આ લીટી જીંદગીને સમજાવે છે…તેની પૂર્વતૈયારી કરીને જ લગ્નનો વિચાર કરવો જોઇઅે…‘ જાણી લિઘું આ જિંદગી કેવળ મજાક છે, સીઘા દીસે જ્યાં માર્ગ, ત્યાં નાજુક વળાંક છે.‘
  સુફી સંત રુમી કહી ગયા છે તે વાતને પહેલેથી જ જીવનમાં ઉતારી લેવી જોઇઅે, ” Yesterday I was cleaver, so I wanted to change the world. Today I am wise, so I am changing myself.” સુખી થવા માટે પ્રથમ પોતાની જાતને બદલો, અને પછી અેક્ષપેક્ટ કરો કે સામે વાળો પણ મારું જોઇને પોતાનું વર્તન બદલે.
  લગ્ન અે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે અગત્યનું સામાજીક અંગ છે. ઇ લગ્ન વિનાના પેલાં સાઘુડાઓના દાખલાં જૂઓ…)
  ફિલ્મ હમદોનોના ( ૧૯૬૧) અેક ગીતના અેકે અેક શબ્દને જીવનમાં ઉતારીને લગ્નજીવનને આત્મિયયુગ્મ…બનાવીને , બાંઘ છોડ કરીને, અેક બીજા માટે કાંઇક કરી છુતવાની તૈયારી કરીને જીવવાવાળાને માટે સ્વર્ગીય સુખ પ્રાપ્ત થશે.
  જહાંમે અૈસા કોન હૈ કે જીસકો ગમ મીલા નહિં ?
  દુ:ખ અોર સુખકે રાસ્તે બને હૈ સબકે વાસ્તે,
  જો ગમસે હાર જાઅોગે, તો કીસ તરહ નિભાઅોગે,
  ખુસી મીલે હમેં કે ગમ, જો હોગા બાંટ લેંગે હમ,
  મુઝે તુમ અાજમાઓ તો, જરાં નજર મીલાઓ તો,
  યે જીસ્મ દો સહીં, મગર દિલોંમે ફાસલાં નહિ.

  જહાંમે અૈસા કોન હૈ કે જીસકો ગમ મીલા નહિં.

  તુમ્હારે પ્યારકી કસમ, તુમ્હારા ગમ હૈ મેરા ગમ,
  ના યું બુઝે બુઝે રહો, જો દિલકી બાત હે કહો,
  જો મુજસેં હી છુપાઓગે, તો ફીર કીસે બતાઓગે,
  મેં કોઇ ગૈર તો નહિં, દિલાઉં કીસ તરહ યકીં,

  કે તુમસે મેં જુદા નહિં, મુજસે તુમ જુદા નહીં

  માટે પેલી કન્ફ્યુઝ્ડ દિકરીને કહેવાનું કે…લગ્ન જીવનને સુખી બનાવવું કે દુ:ખી તે પ્રથમ તારાં હાથમાં છે…સામેની વ્યક્તિને તારા વિના ના ચાલે તેવી બનાવવી તે પણ તારાં હાથમાં છે. ભલે ને આખી દુનિયા…ડીવોર્સ લઇને ‘શારિરિકયુગ્મ‘ બનાવીને લગ્ને લગ્ને કુંવારા રહે….
  અમારાં જેવાં દરેક કોમેંટ અાપવાવાળાંઓ પરણેલાં છે અને બાળકો અને ગ્રન્ડ ચીલ્ડર્નો સાથે રમતા રમતાં સંસાર ચલાવે છે.

  દિકરી, તને લાગતાં ઇમ્મેચ્યોરને મેચ્યોર બનાવવાનું કામ પણ તારું છે…અેક વખત તેં તેને તારો બનાવી લીઘો…પ્રેમથી….પછી દુનિયા તમારાં લગ્નજીવનનો દાખલો ટાંકશે….પરંતુ…( સ્ત્રી પુરુષને પ્રેમથી પોતાનો કરીને ) Soul-Mate બનાવી લે તેના જેવું ઉત્તમ કાંઇ જ નથી…..
  પરંતું અભિમાનમા., પોતાના અહમમાં જીવતા, બાંઘ છોડ નહિં કરતાં યુગલો…હંમેશા
  દુ:ખી જીવન જીવવા અથવાં છુતાં થવાને જ જોડાતાં હોય છે.

  દરેક મા બાપને પૂછી જોજો…તેમનાં બાળકોના જીવનનો જો આવો દાખલો બને તો તેમની માનસીક હાલત કેવી થશે?

  ખૂબ લખી દીઘું…..છતાં ઘણું લખી શકાય તેમ પણ છે…..

  અમૃત હઝારી.

  Martin Luther said, ” There is no more lovely, friendly,( trust worthy), and charming relationship, communion or company than a good marriage.”

  Liked by 3 people

  1. “સમઝણપુર્વક”, લાચારી કે બળજબરીથી નહીં. “ના મામા કરતાં કહેણો મામો સારો”

   Liked by 1 person

 7. I totally agree with Bhupnedrasingh. Also, I like indepth breakdown by Amrutkaka. Yes, thought of brake up is due to maturity in male is insufficiant to her. However, to me : This thought itself indicate and raise quetion of “how immature she is?”

  Has not anyone told her that engement and marraige is where we must sacrifice to gain proffit or benfit?

  In fact: Title of article has one asnwer: Are we still willing to sacrifice or willing compromice to make reltionship work? I think answer is NO.

  Today’s generation attitude is more toward ‘self intrest’. To some extent, it is rightfull as more more male or female are self dependant.

  As long as individual always looking for “maroo shu?” then “what can I do to make it work?” Marraige and engement are bound to fail or brake up. This is main reason western culture has higher brake up rate or marraige failure known as divorce rate.

  Also, Nowdays, key factor is that more and more young couple get to explore each other before marraige. This give them opportunity to learn each other. This is also alraming and cause brake up as they find more negativity then positivity.

  Liked by 1 person

 8. The marriage is nothing but adjustment and readjustment in life. If you do not understand this simple concept i life, then you will end up with any person in your life. We are not perfect at all. I have understood this rule long time ago. I am very happy with my wife. This is a very simple rule to follow.

  Thanks to Rohitbhai Shah for a very nice article to read and think.

  Pradeep H. Desai
  USA

  Liked by 1 person

 9. “Je male tema anand manvo joi-ye” . people were believing in old time,when most of the marriages arranged and those days divorces almost ZERO percent. In those days families are larger,atleast 5 to 10 kids.Those days family value is very important and think about each other in the family because of indirect regulation of SAMAJ. That is why any one do something wrong agaist SAMAJ ,people were thinking for the consequnces.” NASIB ma je hoy tene nabhavi ne chalta.”,just like if a baby born with birth defects, did parent throw the baby out, NO. People compromise with -NASIB-. Also they beleive “SASU NA SO DIVAS, VAHU NO EK DIVAS” So one day VAHU will be SASU, meanns total power in the family. Also The couple had lots of affection and faith for each other. TRUE LOVE IS IN VIRAH and DARKNESS,Many time husband away from home or wife mostly two three times go to PIYAR(Father’s home) they exited to see each other and so many corrospond and pouring heart out. More exictment when couple undress at night, after total covered up their body with dress whole day.
  Do you see this today?
  Young generatiom are selfish,looking their self happiness only . In their thoughts family means- Ham Tum aur hamara do..In Mango season,,i used go to market to buy Mango.and may be ten more shopers I was testing mango.I think is same thing happening in the marriage market.Free testing why not?Better test if you wait to test ripe fruit. Now a days most parent have two kids so does not care either marry ,hold marriage or not.Because every one working One day more and more divorces happening like in the west ,that lead to remarriages and kind of prostitutions.
  ANDHARA MA HOTA THA WOH PYAR THA, AB UJALE ME HOTA HE NAGAY.
  Over all analyse both marriage systems, I think old time is better and more secured.

  Like

 10. Shree Govindbhai. Lage chhe ke bahen ni apexa ma bhai unaa utarya.Prati shat badha apane icchiye teavun na maale. Sant chitte, shant jagyaye besi, vicharvun ke pota ma keva gun ke avgun chhe. Tulna karva note book ma ek ek vichar tapkavva. Te saame samena patra maan shun khotun shun dekhyun te pan note ma tapkavvun. Potane lage ke potani ne anya patra ni babat puure puri tapkavi lidhi chhe. Potani ne anya patrani tapakaveli babat Bechar var vagodi. Shant chitte farithi vanchi ne bani shaake to farith vagodvi.Kadahch smadhan mali rahe. utavad avela vicharo bad\lva preri samdhan no rasto mali jay.

  Liked by 1 person

 11. આજ કાલ તો “સગાઇ”એ ગાઈ ગાઈને તોડવાની ફેશન થઇ ગઇ છે. બીજાની વાત જવા દો તમારા ઘરમાં જ તમે માં-બાપ અને બધા ભાઈ બેનો એક જ સરખા સ્વભાવના, બુદ્ધિવાળા, ભણેલા, ઉંમર પ્રમાણે મેચ્યોર છો? એ વસ્તુ અસંભવ છે, તો એ બધા એક બીજાના ગુણદોષ જોઈને છુટા કેમ નથી થઇ જતા! હકીકતમાં તો મને એ છોકરી ઈમેચ્યોર લાગી. મેચ્યોર માણસ સગાઇ પહેલા આ બધું વિચારી લે અને પછી જ સગાઇ કરે. જે માણસ દ્રઢ વિચાર કે નિર્ણય નથી કરી શકતો તે મેચ્યોર નથી હોતો. મેચ્યોર માણસને રોહિતભાઈ જેવાની સલાહ પણ નહી લેવી પડે. હિન્દીમાં એક કહેવત છે, “લક્કડકા લાડુ ખાએગા વો પસ્તાએગા ઔર નહી ખાએગા વોભી પસ્તએગા”. લગ્ન તો એક બીજાના વિશ્વાસ પર નભે છે. શરૂઆતમાં બે જણને એડજસ્ટ થતા થોડો ટાઈમ લાગે પરંતુ ધીમે ધીમે બધું સેટ થઇ જાય. બંનેએ ભોગ આપવાની તૈયારી રાખવી જોઈએ તો તમારી અને તમારી ભાવી પેઢીની જિંદગી સુખી થાય. પેલા બેનને જો એમની ચોઈસનો છોકરો મળી જાય તો પણ ભવિષ્યમાં ધારો કે કોઈ અકસ્માતમાં એ યુવકને કોઈ ખોડખાપણ આવે તો એ બેન પેલા યુવકને પણ છોડીને જતી રહે. લગ્ન એ કંઈ શાકભાજી નથી કે ખરાબ થાય એટલે ફેંકી દેવાના!

  Liked by 1 person

 12. મોટાભાગના નોન રેશનાલિસ્ટો પણ માને છે કે પૂર્વજીવન કે પુનર્જન્મ જેવું કંઈ છે જ નહીં. અને એ એ રીતે “Only one life to live”. શા માટે રિબાઈ રિબાઈને જીંદગી પૂરી કરવી? હું સ્પષ્ટ પણે મારા ગ્રાન્ડ્ચિલ્ડ્રનને આજ સલાહ આપું છું. જો બાળક કે બાળકો હોય તો એમના હિતની યોગ્ય વ્યવસ્થા કરી લગ્ન સંબંધથી છૂટા થવું જ યોગ્ય છે. મૂળ ચર્ચાના કેસમાં તો માત્ર સગાઈ જ થઈ હતી. શરૂઆતથી જ માનસિક અસંતોષના કાચા ચણતર પર રચાયલી લગ્નની ઈમારત કેવી હોય. સગાઈ તૂટવાની ફેશન નથી. જમાનો બદલાયો છે.

  Liked by 2 people

 13. મારો અભિપ્રાય એ છે કે સંબંધની શરૂઆત પૂરા વિશ્વાસ સાથે થવી જોઈએ. આ કિસ્સામાં શંકા ઉપસ્થિત થઈ છે તો ઉતાવળ થવી ન જોઈએ. શંકા નિર્મૂળ થઈ શકે તેમ ન હોય તો તેવા સંજોગોમાં સગાઈ તોડી નાખવી તે જ હિતાવહ છે. એકલતાના દુઃખથી ગભરાઈને બીજા પ્રકારનું દુઃખ ઊભુ કરવા જેવું થાય તે કરતાં સુ્ખ અને દુઃખ તો ઘટ સાથે ઘડ્યા માનીને ગભરાયા વગર વિચાર કરવો. અરસ પરસ વિશ્વાસ હશે તો જ દુઃખો પણ હળવા થશે અને જો બંનેની વેવલેન્થ જુદી હશે તો લગ્ન એ ફક્ત સમાધાન બની શકે. માબાપ ચિંતાના ચશ્માને કારણે કદાચ સત્ય ન જોઈ શકતા હોય તેમ પણ બને. અંદરના અવાજને સાંભળજે દીકરી! અને જો તને તારી જાત પર પૂરો ભરોસો હોય તો જ આગળ પગલું ભરજે. સામા પાત્રને તું બદલી શકીશ એ ભ્રમમાં ન રહીશ. વિ્શ્વાસ એ લગનજીવનનો મજબૂત પાયો છે અને બંને પક્ષે જરૂરી છે. લાગે છે તને એના પર પૂરો ભરોસો નથી. ક્દાચ એમાં તારી ભૂલ હોય કે ન પણ હોય. સામા પાત્રની ખામીઓ અને તારી ખામીઓ બંને અરસપરસ નિભાવી શકવાની તૈયારી હોવી ઘટે. આપણે સૌ અપૂર્ણ છીએ પણ એ અપૂર્ણતા પ્રેમ થકી સહ્ય બને છે અને પ્રેમનો પાયો વિશ્વાસ છે. છાસનું એક ટીપું બધા દૂધને દહીંમાં ફેરવી દે તેમ શંકાનું એક બુંદ જીવનના બધા સુખને દુઃખમાં પલટી શકે. સગાઈ તોડતા પહેલાં વિચાર કરે છે તેમ લગ્ન કરતાં પહેલાં પણ વિચાર કરજે. લગ્ન પછી અરસપરસ અપેક્ષાઓ વધે તો દુઃખનું કારણ બનીને વિચ્છેદ સુધીની નોબત લાવી શકે. લગ્નો કે સગાઈઓ તૂટે છે તેમાં સ્ત્રી -પુરૂષ બંને સરખા જવાબદાર છે. બંને પક્ષે સહનશક્તિ ઘટી છે અને અપેક્ષાઓ વધી છે.

  Liked by 2 people

 14. My grand father married at age -2 ,my father and two uncles married at age 6 and look like made for each other,lived in the large family %0 under one roof..They are business man ,not dumb.,ANGDI NA VEDHE DUNIYA NE MAPTA.. Ofcourse never had divorce.
  Think. what chemistry behind it , mostly one had big heart to adjust.Faith and love grow as have couple kids.Some timeswe have seen bad marriages, abuse but one has to accept it’s my LUCK and carry on in the hope of good days. .Break up or divorcewill fall apart the,whole family, like in so many broken families in USA.
  So,adjust and accept and carry on. Now a days education, power or inferior -superior complexcity and personal EGO play great roll in the married life.

  Liked by 2 people

 15. બાપ દાદાના જમાનામાં લગન અને વેઠમાં ફરક ન હતો. દરેક ઘરમાં ૬-૧૦ બાળકો હતા. એનો મતલબ વેઠ જ હતી. હવે આ વેઠ કે ભાર કોણ ઉપાડે? સ્વતંત્ર ભારત પહેલાં વીધવા કે ત્યકતાની હાલત નરકથી બદતર હતી. એટલે ગુલામીમાં વેઠ સામાન્ય હતી. સગાઈ અને લગ્ન તુટવા એ હવે સ્વીકારવા સીવાય છુટકો નથી…

  Liked by 3 people

 16. સમય કેટલો બદલાયો છે. પહેલાના સમયમાં બાપદાદાના ઘરમાં જન્મેલું બાળક એ જ ઘરમાં વૃધ્ધ થઈને દેવલોક પામતું. આખી જિંદગી એક જ નોકરી ધંધામાં પુરી થતી. એક જ પતિ-પત્ની…અને આજે? આજે બધું જ પરિવર્તનશીલ છે. સમયની અનિશ્ચિતતા અને વ્યક્તિ વિકાશમાં કૌટુંબિક માળખું પણ બદલાય જ…ભદ્રભાવનાથી અપાયલી જૂની સલાહો આજના વાસ્તવિક જીવનમાં કારગત ન નિવડે.

  Liked by 1 person

 17. આજના યુવક યુવતી પર પશ્ચિમ અને પુર્વ નો પ્રભાવ ઘણો છે. કદાચ સહનશક્તિની કમી છે કારણ નોકરી ને કારણે પૈસો હાથમા છે. કોઈપણ નિર્ણય ઉતાવળે લઈ પછી પસ્તાવુ અને બીજાની ભુલ કાઢવી સહજ છે. ઘણીવાર સલાહને બદલે ઠોકર આંખ ઉઘાડે છે પણ બહુ મોડુ થઈ ગયુ હોય છે.

  Liked by 1 person

 18. Answer to V.K. VORA–Rationalist,
  GOOd and Bad in any system Nothing perfect.
  But one thing sure,
  In old system people sailing in ocean of SAMAJ and to day people sailing in littele puddel-KHABOCHIYA.
  Some times, old time people sailing in the desert (No LOVE or DRY life) but they carry on until to the death and served each other with faith.
  Now a days people marry with doubt,don’t know how long it will last?

  Liked by 1 person

 19. In my own opinion, Maturity is must in Girl OR Boy. Maro angat mat, Maturity ( in all aspacts) hoi to j Sagai / Lagna Karava. Fari1 Var, Bilkul angat matanusar, immature Girl OR Boy nee sath Gadu Gabadavano koir Sar/Aarth nathi.

  Liked by 1 person

 20. નવા જમાનાના કારણે સગાઈ કે લગ્ન તુટે છે એ ખબર પડી ગયા પછી જુનુ યાદ કરવાનું ભુલાતું નથી. એક બે રુપીયાની બોલપેનથી સરળ લખવાની સગવડ હોવા છંતા હજી ઘણાં કલમ અને ખડીયાને યાદ કરે છે. ગાંધીજી પાસે કોમ્પ્યુટર અને કી બોર્ડ હોત તો સુગડ સુવાચ્ય અક્ષરો બાબત ફરીયાદ ન કરત. જુના જમાનામાં માંટી અને તાંબા પીતળના વાસણો હતા એ ક્યારે ગાયબ થઈ ગયા એ યાદ નથી.

  રાજા મહારાજાઓ પાસે અઢળક સંપતી હતી પણ દ્રોણ પાસે પાશેર દુધના ફાફા હતા અને બીચાર સુદામડા પાસે પણ શું હતું? નવા જમાનામાં હવે દરેકના હાથમાં મોબાઈલ દેખાય છે. બાળકને નીશાળમાં મોકલવા માબાપ તકેદારી રાખે છે. એટલે સુખી થવા જમાના સાથે ચાલવું જરુરી છે. સગાઈ કે લગ્ન તુટવા એ જમાનાની ભેટ છે….

  Liked by 1 person

 21. I have very little to say but am a bit surprised by the strong reactions on both sides of the argument. Of course, the specific case may have details that none of the readers can comment on. But the general case is interesting.

  On one hand, most married people emphatically explain that marriage is indeed compromise. Both parties learn to adjust to each other’s likes and dislikes and slowly come to a happy union. Anyone who goes into a relationship not understanding that, is bound to fail. In that sense it is no different from any other relationship – the one with friends, siblings, coworkers, etc. Everything requires adjustment and taking a “package deal” i.e. the bad with the good. Marriage more so than the other relationships, perhaps. Anyone entering a relationship must understand this first.
  On the other hand, it is obvious that our society has traditionally erred on the side of over compromising. The norm has been that no matter what, one must not separate from the other. As if the emotional problems of separating from a partner (whether after simply dating, engagement, or marriage) were not enough, we throw societal criticism and stigma on the people going through a separation. Due to this as well as religious pressures, people carry on in unhappy relationships no matter how horrible those are.
  A third point that is often lost is that bulk of the adjustment falls on the women in our society. The men rarely adjust. They continue doing things their way and the women have to constantly adjust. This is expected by the society, by the historic custom, and by the religious teachings. It is also often necessitated by financial needs. This whole arrangement is grossly unfair to our mothers, wives, sisters, and daughters. But we just accept it as fact.
  And today, finally, many women are well educated enough and capable enough to say that I will not adjust unnecessarily. I will not make constant compromises to who I am in order to survive. That is why there are more break ups than before. Yes, as in the western world, the pendulum can often swing the other way too much and some women may refuse to compromise at all. Then they will also be unhappy. But most women are far too repressed to go that far. And any steps they take towards independence in terms of showing their likes and dislikes should be welcomed.
  Again, as a reader of this article, I do not have enough information to comment on this specific case. My view is expressed as an opinion that should be considered in general.

  In short, yes, marriage is a compromise. But traditionally our society has over compromised. And women have to do most of the adjustment. So a bit of independence should be welcomed.

  My 2 cents’ worth…

  Liked by 1 person

 22. મિત્રો,
  સરસ ચિંતન, મનન ચાલી રહ્યુ છે. સ્ત્રી હોય કે પુરુષ, બન્નેને માનસિક અને શારિરિક જરુરીઅાત આ ઉમરે હોય છે. લગ્નનો સંબંઘ અને મિત્રોનો કે કઝીન્સનો કે બીજો સંબંઘ શારિરિક તો હોતો જ નથી. અા સંબંઘોને લગ્નના સંબંઘો થી જુદા જ પરિપેક્ષ્યમા જોવાના રહે.જે થોડા માનસિક હોય છે જેને મનને મનાવીને છુતા પાડી શકાય….પરંતું લગ્નનો સંબંઘ રાત અને દિવસનો…૨૪ કલાકનો હોય છે….૨૪ કલાકનો હોય છે….માનસિક અને શારિરિક…..જેમાં ઘણાં અવિભાજ્ય અંગો હોય છે….અેક વાર મનદુ:ખને કારણે પણ છુતાં પડી ગયા હોય છતાં જીવનના ઘણા પ્રસંગોને ભૂલીને અેકલતાનું જીવન જીવવું ઇવન પૈસા કમાતી વ્યક્તિ માટે પણ થોડું અઘરું થઇ પડે છે.

  અનુભવીઓને પુછીઅે ત્યારે જ ખબર પડે. (હું પણ મારી પૈસાની જરુરીઆત પોતે કમાઇ શકું છુ…હું પણ આઝાદ અેકલતાંનું જીવન જીવી શકું છું….શું સમજે છે ???)

  સમજી વિચારીને, કોમ્પ્રોમાઇઝ કરવાની શક્યતાઓને પણ ઠુકરાવીને છુતાં પડતાં યુગલો જ્યારે અેકલતાંનાં થોડા મહિના ગાળશે પછી તેમનાં અેક્શનના પોઝીટીવ અને નીગેટીવ પાસાઓનો અભ્યાસ શરું કરશે…..અાની સાથે જ્યારે શારિરિક જરુરીઆત જોર પકડશે ત્યારે અસહ્ય વેદના?????????????????
  ઘણાં દાખલાંઓ જોયા છે કે શારિરિક ભૂખ ભાંગવાં મન મનાવીને જુદા રસ્તે ચઢી જતાં ડીવોર્સીઓને..( મારી જાણમાં અેક ડીવોર્સી, શારિરિક વઘું અને માનસિક થોડું મેળવવા સ્ત્રી શોઘતાં ફાંફાં મારી રહ્યો છે.)

  ડેફીનેશન ઓફ ,અેકલી વ્યક્તિ , સ્ત્રી કે પુરુષ, બન્નેને આ લાગુ પડે છે.
  કુલ ડીવોર્સીમાના ૨૫ ટકા પણ જો અવડે માર્ગે ચઢી જશે તો પરમ્યુટેશન કોમ્બીનેશનના નિયમાનુસાર ????????????????
  યુવાન વયે જ્યારે શારિરિક ભૂખ સંતોષવાનો માર્ગ નથી મળતો ત્યારે બળાત્કારના હજારો અને લાખો કિસ્સાઓ બને છે……
  આ બઘું વિશાળ ફલક ઉપર વિચારવું રહ્યુ. ડીવોર્સના પ્રોઝ અને કોન્સ ઉપર પણ વિચારવું રહ્યુ. આપણે આપણો પોતાનો જ દાખલો આ ચર્ચામાં મુકીને શારિરિક અને માનસિક પ્રોઝ અને કોન્સના વિચારો ઉપર ચર્ચા કરીઅે તો ડીવોર્સના ઘણાં બીજા પાસાઓ દેખાશે જે સાચો રસ્તો બતાવશે.
  વગર વિચાર્યે કે અઘકચરું વિચારીને લીઘેલ ડીવોર્સ અેક સમાજને નુકસાન કરતોં રસ્તો ઘીમે ઘીમે ખોલી દેશે. લાબે ગાળે…?????????????????????????????
  આ પ્રાથમિક વિચારો છે…..વઘુ વિશાળ ફલક ઉપર વિચારો મિત્રો તરફથી મળતાં સબ્જેક્તને વઘુ મજબુત બેઇઝ પુરો પાડશે.
  અમૃત હઝારી.

  Like

 23. બીજી લીટીમાં કરેક્શન…‘.લગ્નનો સંબંઘ‘ શબ્દો કાઢી નાંખવા.

  Like

 24. ખુબ સાચો લેખ અને સાચી સલાહ.. દીવા જેવી સ્પષ્ટ વાત કહી…

  મુળ વાત એ છે કે મેચ્યોર એટલે શું…… જો શારીરીક રીતે ખામી હોય તો જુદી વાત છે, બાકી તો એક દીકરી જો મેચ્યોર પતિ માંગે તો પતિ પણ મેચ્યોર પત્ની નહીં માંગે…. અને, જો થોડું ઓછું હોય તે પણ જો સહન ન થઈ શકતું હોય તો, જો સગાઈ અને લગ્ન સમયે બન્ને મેચ્યોર લાગતાં હોય તો પણ, એવી કોઈ ૧૦૦% ખાતરી છે કે લગ્ન પછી પણ મેચ્યોરીટી અખંડ રહેવાની છે,,,,???? હા, વધારે હોય તો જુદી વાત છે, પણ, જો જરીક અમથો પણ અસંતોષ હોય તો પછી તેની કોઈ દવા નથી…..

  જુના જમાનાના “દેશી નાટક” કંપનીના એક નાટકમાં એક સંવાદ આવતો હતો, એક લગ્નવાંછુક યુવકે છાપામાં જાહેરખબર આપી હતી, “જોઈએ છે, પત્ની, સુંદર, સુશીલ, અનુભવી….”, તેના મિત્રોએ પુછ્યું કે આ”અનુભવી” એટલે શું….. હવે તે યુવક શું જવાબ આપે….

  જો મન બીલકુલ નજ માનતું હોય તો ભલે સગાઈ તોડી નાંખવી, પણ, ભવિષ્યમાં એનાથી સારા મળવાની કોઈ ખાતરી-ગેરંટી હોય તો જરૂર આવું પગલું લઈ શકે છે…. બાકી આખી જીંદગી કુંવારા રહીને માબાપને આખી જીંદગી “Happy” કરી શકશે….????

  Like

 25. સગાઈ થતાં પહેલાં એક બીજાને અનેક રીતે પરિચયમાં આવી પછી સગાઈનું પગલું ભરવું જોઈએ .અને પછી સગાઈ થઇ જાય અને લગ્ન પણ થઇ જાય . અને પછી વાંધા પડે તો થોડી ઘણી બેઉએ બાંઘ છોડ કરી લગ્ન જીવન ટકાવી રાખવું જોઈએ . છુટા છેડા તો પછી કોઈ ઉપાય ન હોય તો જ લેવા જોઈએ , અને જો બાળકો હોય તો એના હિત માટે પણ વિચારવું જોઈએ .
  મારું તો આવું માનવું છે .આતા

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s