રામચંદ્રથી રામગોપાલ વર્મા સુધી

–દીનેશ પાંચાલ

ગુજરાતમાં ગણેશોત્સવ ચાલતો હતો ત્યારે ફીલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નીર્માતા રામગોપાલ વર્માએ ગણેશજી વીશે ટ્વીટર પર ટીકા કરતાં લખ્યું હતું કે, જે ગણેશજી પોતાના મસ્તકને કપાઈ જતું ન બચાવી શકેલા તે બીજાને કેવી રીતે બચાવી શકે ? તેમણે એમ પણ પુછ્યું હતું કે, જેઓ આટલાં વર્ષોથી ગણેશજીની પુજા કરી રહ્યા છે તે ગણેશભક્તો મને જવાબ આપે કે તેમનાં કેટલાં દુ:ખો દુર થઈ શક્યાં ? રામગોપાલના આવા નીવેદનથી લાખો ગણેશભક્તોની લાગણી દુભાઈ હતી. (શહઝાદ પુનાવાલા નામના એક શખ્સે તો વર્મા પર કેસ પણ કર્યો હતો.) આ કોઈ નવી વાત નથી. શ્રદ્ધાના શીખરને રૅશનાલીઝમની ફુટપટ્ટીથી માપવામાં આકાશને આંખ વડે માપવા જેવી ભુલ થાય છે. શ્રદ્ધા અને સત્ય વચ્ચે રેસીપી અને રસોઈ જેટલો તફાવત છે. વર્માને ઉદ્ભવેલા પ્રશ્નો વીવેકબુદ્ધીવાદના છે અને શ્રદ્ધા બીલકુલ સામા છેડાની વાત છે. પુરાણોમાં એવી ઘણી વાતો લખી છે જેનું આપણે શ્રદ્ધાભાવે રટણ કરીએ છીએ. પણ આજે 21મી સદીમાં વીજ્ઞાન અને બુદ્ધીના બેરોમીટરથી માપતાં તે વાત સાચી જણાતી નથી. તે યુગમાં દેવતાઓ પોતાના તપના બળે એ બધું કરી શકતા. એથી પુરાણોના એ કાલ્પનીક ચમત્કારોને શંકાનો લાભ આપીને નજરઅંદાજ કરવા રહ્યા. હવે આજની વાત કરીએ. ઘણીવાર એવું બન્યું છે કે ઝુંપડપટ્ટીના કોઈ પીન્ડકે ઘરમાં એકલતાનો લાભ લઈ પોતાની દીકરીનો દેહ અભડાવ્યો હોય. મીડીયા ત્યારે ચીલ્લાઈ ઉઠે છે: ‘બાપે હેવાન બની સગી દીકરીનો દેહ ચુંથ્યો…!’ પણ હવે એથીય જલદ એવી એક પૌરાણીક ઘટના સાંભળો. સકળ વીશ્વના સર્જક એવા બ્રહ્માજીએ પોતાની સગી દીકરી (મા સરસ્વતી) પર કુદૃષ્ટી કરી હતી. પછી તો એમણે સરસ્વતી જોડે રીતસરના લગ્ન જ કરી લીધાં હતાં. એ ઘટના ઝુંપડપટ્ટીના પીન્ડક કરતાંય વધુ આઘાતજનક છે. એને આપણે કેવી રીતે મુલવીશું ? ગઈ–ગુજરી માની એને ભુલી જવા સીવાય છુટકો ખરો ? સમજદારીની વાત એટલી જ કે પુરાણોની કોઠી જેટલી વધુ ધોઈશું તેટલો કાદવ વધુ નીકળશે. એટલે સમાજે રામગોપાલ વર્માનો જે ન્યાય કરવો હોય તે કરે; પણ દેવયુગની થોડીક એવી ઘટનાઓ પર નજર કરીએ અને એ નક્કી કરીએ કે હજારો વર્ષો પુર્વેની એ બધી વાતો કે જેની આજે આપણી પાસે કોઈ સાબીતી નથી તેને નાહક ચોળીને ચીકણું કરવાની જરુર ખરી ?

હમણાં ટીવીની ડીસ્કવરી ચૅનલ પર એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું. ગર્ભમાં રહેલ બાળકને કોઈ તકલીફ ઉભી થતાં ડૉક્ટરોએ તેનું ગર્ભમાં જ ઑપરેશન કર્યું. આને એકવીસમી સદીની અદ્ભુત સીદ્ધી લેખાવાય. પરન્તુ કૃષ્ણએ પાતાળમાં જઈને કાળી નાગને નાથ્યો હતો તે ઘટના આપણને જેટલી રોમાંચક લાગે છે તેટલી આ રોમાંચક નથી લાગતી. કેમ કે કૃષ્ણ સાથે શ્રદ્ધા જોડાયેલી છે. વીજ્ઞાન કરતાં શ્રદ્ધાનું પલ્લુ હર યુગમાં ભારે રહ્યું છે. હનુમાનજીએ છાતી ફાડીને રામસીતાના દર્શન કરાવ્યાં હતાં ! પણ આજે લાખો દરદીઓની છાતી ફાડીને ફેફસાં, લીવર, હૃદય, જઠર વગેરેના ઑપરેશનો થાય છે. દુનીયાભરની હૉસ્પીટલોમાં રોજ લાખો સીઝેરીયન ઑપરેશનો થાય છે. અરે, પેઢુ ચીર્યા વીના (સોનોગ્રાફી વડે) સ્ત્રીના પેટમાં બાળક જોઈ શકાય છે. પણ મેડીકલ સાયન્સની એ સીદ્ધીઓમાં વીજ્ઞાન છે, શ્રદ્ધાનો કોઈ કહેવાતો અલૌકીક ચમત્કાર નથી એથી એનું કોઈને આશ્ચર્ય થતું નથી.

વીજ્ઞાને અનેક ચમત્કારો સર્જ્યા છે. ગણપતી દુધ પીએ તે જોઈને આપણે ચકીત થઈ જઈએ છીએ. પણ માણસ બીજાનું લોહી પોતાના દેહમાં પ્રાપ્ત કરીને નવજીવન મેળવે છે તેનું લગીરે આશ્ચર્ય થતું નથી ! કથાપુરાણોમાં એવું વાચવા મળે છે કે દેવોના વખતમાં આકાશવાણી થતી. આજે મોબાઈલ દ્વારા વીશ્વના કોઈ પણ ખુણામાં વાતો થઈ શકે એ આકાશવાણી જેવી ઘટના ના કહેવાય ? અવકાશયાત્રીઓ ચાંદ પર ઉભા રહીને પૃથ્વીવાસી જોડે વાતો કરી શકે છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રએ કૌરવ–પાંડવોના યુદ્ધનું વર્ણન સંજય દ્વારા ઘરબેઠાં સાંભળેલું. આજે ઓસ્ટ્રેલીયામાં રમાતી મેચ આપણે સૌ (આપણો ઘરનોકર પણ) ઘરબેઠાં ટીવી પર જોઈ શકીએ છીએ. ધૃતરાષ્ટ્રના સુખ કરતાં એ સુખ ઉતરતું છે ? આપણે આટલી પ્રગતી કરી છે; છતાં રામચંદ્રજી ચૌદ વર્ષનો વનવાસ પુરો કરીને ‘પુષ્પક’ વીમાનમાં બેસીને અયોધ્યા આવ્યા હતા, એ ઘટનાનો આપણે જે મહીમા ગાઈએ છીએ તેટલો ‘ઈન્સેટ બી–4’ કે ‘મંગળયાન’નો નથી ગાતા. લોકો જર્જરીત પુરાણકથાઓની કાલ્પનીક લોલીપોપ ચુસતા રહે છે. આપણે ભુતકાળના ખોખલા ચમત્કારોનાં ચશ્માં ઉતારીને વર્તમાનના વાસ્તવીક વીકાસનું મુલ્યાંકન કરવા માગતા નથી. ભુતકાળની ભુલોય આપણને ભવ્ય લાગે છે. દેવોના સ્ખલનોનેય આપણે શ્રદ્ધાભાવે મુલવીએ છીએ. શંબુકના વધને આપણે પવીત્ર માનીએ છીએ કેમ કે તે કૃત્ય રામચન્દ્રજી દ્વારા થયું હતું. (King can never do wrong.) પણ અમેરીકાએ ઓસામા–બીન–લાદેનનો સીફ્તપુર્વક સફાયો કર્યો હતો તે– સાચા વીશ્વશાન્તી–યજ્ઞ જેવી પરમ ઉપકારક અને પવીત્ર ઘટના આપણે ભુલી ગયા છીએ.

‘રામાયણ’ સીરીયલમાં રામ–રાવણનું યુદ્ધ ટીવી પર રોચક રીતે દર્શાવવામાં આવ્યું હતું. રામનું તીર રાવણના તીર જોડે ટકરાય અને રાવણના તીરની પીછેહઠ થાય, એવાં દૃશ્યો જોઈ શ્રદ્ધાળુઓ ધન્ય ધન્ય થઈ જતા. પણ એનાથી અનેકગણી ચઢીયાતી ઘટના આજે વીજ્ઞાન અને ટૅક્નૉલૉજી દ્વારા બને છે. ભુતકાળમાં રશીયાએ અવકાશી પ્રયોગશાળા ‘સ્કાયલેબ’ તરતી મુકી હતી. પરન્તુ એમાં કોઈ યાંત્રીક ખામી ઉદ્ભવતા તે તુટી પડવાની તૈયારીમાં હતી. સ્કાયલેબ માનવવસ્તીવાળા વીસ્તારમાં પડે તો હજારો માણસો મૃત્યુ પામે એમ હતું. પરન્તુ વૈજ્ઞાનીકોએ તાત્કાલીક બીજું રૉકેટ છોડી સ્કાયલેબને ધક્કો મારી દરીયામાં પાડી હતી. એ સમયસુચકતાથી હજારોની જાનહાની નીવારી શકાઈ હતી. અત્યન્ત અદ્ભુત કહી શકાય એવું એ સ્કાય ડીઝાસ્ટર હતું; પરન્તુ એ ઘટના આજે વીસરાઈ ગઈ છે અને રામ–રાવણનું તીરયુદ્ધ યાદ રહી ગયું છે. તીરયુદ્ધ કરતાં સ્કાયલેબને દરીયામાં પાડવાની ઘટનાનું વૈજ્ઞાનીક મુલ્ય હજારગણું વધારે હતું; પણ મુશ્કેલી એ છે કે જેમાં કહેવાતી દીવ્યશક્તીની બાદબાકી હોય તેવી ઘટનાથી આપણે પ્રભાવીત થતા નથી. આપણું ભારત ‘મહાભારત’ની મંત્રસંસ્કૃતીના સંસ્કારમાંથી મુક્ત થઈ શકતું નથી. ‘મહાભારત’માં કુન્તીને મંત્રોથી બાળકો થયેલાં તે વાત આપણે શ્રદ્ધાભાવે સ્મરીએ છીએ; પણ આજે એકવીસમી સદીમાં હજારો સ્ત્રીઓને ટેસ્ટટ્યુબ દ્વારા બાળકો જન્માવાય છે તે ઘટનાનું આપણને કોઈ આશ્ચર્ય નથી. પુરાણોની કાલ્પનીક વાતો આપણને પુરણપોળી જેવી ટેસ્ટી લાગે છે. પણ ચમત્કારો વીનાની સીદ્ધીઓ આપણને ભગવાન વીનાની ભાગવત કથા જેવી લાગે છે.

મુળ ચીંતા એટલી જ કે સીદ્ધીના આજના સુવર્ણયુગમાં પણ આપણા દીલમાં સાયન્સ કરતાં શ્રદ્ધાનું મુલ્ય અનેકગણું રહ્યું છે. શ્રદ્ધા ખોટી નથી; પરન્તુ સાયન્સની ઉપયોગીતાને આજની પેઢી ઠીક રીતે સમજીને તેનો જીવનમાં યથોચીત વીનીયોગ કરે તે જરુરી છે. ભલે આપણે સદીઓ સુધી કૃષ્ણની પુજા કરતા રહીએ; પણ કૃષ્ણના કર્મમંત્રને જીવનમાં ઉતારીએ તે જરુરી છે. સુદર્શનચક્ર કે ધનુષબાણ આપણો વીતી ગયેલો ભુતકાળ છે. ઈલેક્ટ્રીક કટર કે મીસાઈલ્સ આપણો વર્તમાન છે. ભુતકાળનું ભલે શ્રદ્ધાભાવે ગૌરવ કરીએ; પણ આજના વૈજ્ઞાનીક વીકાસની મહત્તા પણ સમજીએ તે જરુરી છે.

–દીનેશ પાંચાલ

‘ગુજરાત ગાર્ડીયન’ દૈનીક, સુરતની તા. 21 સપ્ટેમ્બર, 2014ની રવીવારીય પુર્તી ‘સન્ડે ગાર્ડીયન’માં, પ્રગટ થતી એમની લોકપ્રીય સાપ્તાહીક કટાર સંસારની સીતારમાંથી, લેખકના અને ‘ગુજરાત ગાર્ડીયન’ના સૌજન્યથી સાભાર… .

લેખકસમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન: 94281 60508

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. (હાલ અમેરીકાના પ્રવાસે…) ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 00 10 – 2014

 

14 Comments

  1. ભલે આપણે સદીઓ સુધી કૃષ્ણની પુજા કરતા રહીએ; પણ કૃષ્ણના કર્મમંત્રને જીવનમાં ઉતારીએ તે જરુરી છે. સુદર્શનચક્ર કે ધનુષબાણ આપણો વીતી ગયેલો ભુતકાળ છે. ઈલેક્ટ્રીક કટર કે મીસાઈલ્સ આપણો વર્તમાન છે. ભુતકાળનું ભલે શ્રદ્ધાભાવે ગૌરવ કરીએ; પણ આજના વૈજ્ઞાનીક વીકાસની મહત્તા પણ સમજીએ તે જરુરી છે.

    Aa last paragraph ne jo samji vichaari ne potana jivan ma utaaraai to aapnaa 50% na problem solve thai sake. Maanav jaati ye Krishna banvoo chhe parantu Krishna ne samjavoo nathi.

    Author has well explained and compared our mythology vs our science.

    Like

  2. Ghanu samjavyu dinesh Bhai
    Gita na karma na updesh ne bhuli praja karmakandi bani gai chhe tenu parinam desh bhogvi rahyo chhe halmaaj ek news paper ma vanchyu hatu madhyapradesh ma gunha khori ghatadva police adhikariyo e police station ma yagna karya yo ane tema neta lokoe hajri aapi hati have Jo ej police vala yagna karta gunhegaro par vadhare watch rakhe to gunha khori ghate parantu BHARTIYA praja potani shakti ne karma ni jagya e karmakand ma vapre chhe.

    Liked by 1 person

  3. શ્રી દીનેશ પાંચાલે જે કાંઇ સમજાવ્યુ છે તે ફક્ત હિંદુઓને જ લાગુ પડે છે.
    રામાયણ, મહાભારત, અને પ્રુથ્વિ અને જગતની ઉત્પત્તી વિષયે હિંદુ ઘરમના પુસ્તકોમાં જે કાંઇ (કહેવાય છે કે…)લખ્યુ છે તેને આજકાલના સ્વામિઓ, કથાકારો, બાપુઓ, અને કહેવાતા ઘરમના વાહકો અંઘશ્રઘ્ઘાથી બનતા ચેલાઓને ( કે પછી કહેવાતી શ્રઘ્ઘાથી..)પોતાના ઘંઘા માટે ઉંઘે રસ્તે દોરી રહ્યા છે. ગુજરાતના અેક ઉંડા ગામડાની નાની શાળાનો ટીચર, મુબઇના કોઇ પૈસાવાળા ઘાર્મિક વણિકની મદદથી આગળ આવે અને પછી પોતાના વેપારી વિચારો થકી ખૂબ પૈસાવાળા બને….??????સાચો પ્રભુભક્ત પૈસાવાળો બનવાનું કેવી રીતે વિચારી શકે ? પણ છે….બીજા કથાકારો પણ પૈસાવાળા બની ગયેલાં છે….

    શ્રી દીનેશભાઇઅે જે કાંઇ લખ્યુ છે તે પૂર્વ અને પશ્ચિમની આજની વિચાર પઘ્ઘતિની કંમ્પેરીઝન કરવાં પ્રેરે છે. પૂર્વનો અર્થ હું ભારતનો હિંદુ ઘર્મ કરું છું. અને પશ્ચિમને વિજ્ઞાનની ૨૧મી સદીની સંસ્ક્રૃતિ તરીકે લઉં છું. પશ્વિમે નાના બાળકોને સવાલ પૂછતાં બાળકો તરીકે તૈયાર કર્યા છે. ઇવન હિંદુ ઘર્મના ઘરનાં બાળકો મા બાપ કહે તે આંખ બંઘ કરીને નથી માની લેતાં. સવાલ પૂછે છે….વ્હાય ? વોટ ? વ્હાય નોટ ? હુ ?

    પરંતુ તે બાળકોના મા બાપ, પેલાં ચીલાચાલુ હિંદુ ઘરમમા કહેવાયેલું બઘું જ વગર સવાલ પૂછયે માની લે તે પ્રજા છે. ( ૧૦૦ ટકા નહિ….લગભગ ૮૦ ટકા તો હોવાના જ…ડોક્ટરો અને ઇન્જીનીયરો, વિજ્ઞાનીઓ પણ તેમાં હોય છે.) તેઓ બળજબરીથી પોતાના બાળકોને પણ પોતાની સાથે ખેંચતા હોય છે.

    ૨૧મી સદીની બઘી જ ઉપલબ્ઘીઓનો ભરપૂર ઉપયોગ કરતાં કરતાં તેઓ ૫૦૦૦ વરસો જૂના વિચારોમાં જીવે છે. દીનેશભાઇઅે બઘુ જ સમજાવી દીઘું છે….

    મને અેક હિંદુ ઘરમનાં માળખામાં જનમ લેવાં છતાં આઘેંટાઓ સાથે નહિં ચાલવા માટે આનંદ છે. દીનેશભાઇ, મારાં તમારાં, અને હિંદુ ટોમ, ડીક અને હેરી સૈના ઘરમાં બે જનરેશનો વચ્ચે આ મહાભારતનું ૨૧મી સદીનું યુઘ્ઘ ચાલતું જ હશે….વચન આપીને ફરી જનારને પણ બેનીફીટ ઓફ ડાઉટ આપવામાં આવે છે…વકીલો ઓછા નથી…….ફરી ફરી આ વિષયને શા માટે જનમ આપવો ?

    હિંદુઓ ?????????????????????????????????????????????????????

    અમૃત હઝારી.

    Liked by 2 people

  4. ‘મહાભારત’માં કુન્તીને મંત્રોથી બાળકો થયેલાં. હકીકત કંઈક જુદી જ હશે. કથાકારે છુપાવેલ કંઈક અહીં ખુલ્લી જાય છે.

    Liked by 1 person

  5. my salute to Mr.Dinesh Panchal for though provoking , logical and rational article. Any strong religious will not stand to his argument. Once again big hank you.

    Like

  6. Of course Most of the educated people know that RAMAYAN and MAHABHARAT is the Myth stories.
    Chamatkar Vina Namaskar Na Tha y. Otherwise no one beleives in GOD
    There are so many quations rise in my mind, is it True or Not ?
    1- Ram and his family were Non -Vegitarian ,so did Krashna family too, because they were XTRIYA/Warriors.
    2–They were using animal ( Tiger, Deer ) skin. Before getting finished skin ,one has to do killing,butcharing and processing. Is it right thing to do as GOD?
    3– Ahaliya was stone.as Rama touched she turned in to woman-Ahliya. Like a magic.
    What I’m thinking Ahliya was raped and,her husband rejected neglected her .She herself isolated and emotionally living like stone hearted. I think Rama comforted and cheer her up , consulled with her husband,and Started new life.
    Is it right? The Stone theory was myth.
    3–When Crow got jelouse seeing Ram-Sita happily doing love. The crow tried to hurt Sita with her beak,Ram Got angry and took piece of grass like RAM BAN throw to crow . Crow ran to all gods,for the shelter . No one protected and adviced him to go back to Rama and asked for appology.
    If Ram ban was so ultimate weapons then why Ram started the big war with Ravan?
    Another thing Ram was recognised asGod by Ravan’s son and brother then Ravan not supposed get killed because he was blessed. by SHIVA , Is it right?
    Ravan or Rakshas/devils are like WEEDS. , True?
    4–Jal SAMADHI , LAXMAN,SITA and others did, Is it call sucide?
    5– At the end Rama took Pushpak Viman to go to heven, is it like heart attack?
    6— In Mahabharat, Krishna show his virat -swarup, What is that.Is it like imagine the picture on your inner screen thinkiing at present moment what things are happening at once, births-deaths, fire and rains many movements,beyond your immaginations and NO ONE CAN STOP,NOT EVEN GOD.
    Is it VIRAT SWARUP OR PICTURE OF PRESENT MOMENT OF THE WHOLE UNIVERSE.

    I have few comments regarding the topic,
    1– Ganesh did not protect his own head, at that time he was not blessed. The implant theory appling today.Indirectly , blessings of Ganesh for inteligence, and social strong bonding in the family in the peacefull harmony that is enough for the happiness.Is it Right?
    2— Most of the technology developed from immaginations,myth stories and from animal worlds.by intelactuale people of the past and using the same brains today.,as per their needs and exploring further and further in advance. It’s endless journey.
    3— So many doctors are doing,the surgeries for the cause of diseas ,not looking for RAM. It’s only immage of ,faith and love . Many things we have to look with our third eyes or different angle.Isn’t it?. .

    Like

  7. દિનેશભાઈની વાત તદ્દન સાચી છે. પરંતુ વાતમાં કાંઈ નાવિન્ય નથી. આ વાતો તો દરેક રેશનાલિસ્ટ બ્લોગ અને મેગેઝિનો કર્યા કરે છે.મહાભારત કે શિવ પુરાણની વાતોના દાખલા ઘણીવાર અપાઈ ચૂક્યા છે. ગણપતિનું ડોકું કાનાર બાપ કેવો. વિ. બહુ વાર ચ્ર્ચાઈ ચૂક્યું છે.
    ફરીથી,લેખ સુંદર છે.વાત જૂની છે.

    Like

  8. પ્રિય ગોવિંદ ભાઈ મારું અને દિનેશ પંચાલ
    ઈસ્વીસન થી 600 વરસ પહેલાં ભારતમાં થઇ ગએલા તત્વવેત્તા બૃહસ્પતિએ ભારતીય પુરાણી સંસ્કૃતિને પડકાર ફેંકેલો એના કહેવા પ્રમાણે વેદ પુરાણો બધા ગપોડા છે .એટલે એ વિશ્વાસ પાત્ર નથી .ફક્ત માણસની બુદ્ધિજ વિશ્વાસ પાત્ર છે .ભારતીય સંસ્કૃતિમાં છ શાસ્ત્રો જુદા જુદા ઋષિયો દ્વારા લખેલા છે .એવા કોઈ શાસ્ત્રમાં ચંદ્ર ઉપર કેવીરીતે જવું એ લખ્યું નથી .કે ચંદ્ર ઉપર શું છે એ લખ્યું નથી .ફક્ત માણસની બુધ્ધિએજ ચંદ્ર ઉપર શું છે એ શોધી કાઢ્યું .
    હા શાસ્ત્ર કારોએ 7 સ્વર્ગ 7 નર્ક ગોતી કાઢવાનો દાવો કર્યો .સ્વર્ગમાં કેવી સગવડો છે અને નરકમાં કેવી તકલીફો છે એના વર્ણનો લખી લખીને ચોપડીયો ભરી દીધી .
    બૃહસ્પતિએ સાચી વાતો કરી એ કોઈને રૂચી નહિ એટલુંજ નહિ .એના લખેલ ચાર્વાક દર્શન નામના પુસ્તકને સળગાવી દીધું .અને રોષે ભરાયેલા લોકોએ એને પણ મારી નાખ્યો .

    Like

  9. પ્રિય હેમંત ભાઈ પુણે કર
    આજે હું તમને પ્રથમ વખત મળું છું .
    તમારી કવિતા વાંચી મને ગમી છે .
    તમારી નમૃતાની હું કદર કરું છું .
    તમારી વાત ખરી છે કે કવિતા લખવી એ એક આવડત છે .અને હું તો એમ કહું છું કે કવિતા બનાવતાં આવડવી એને હું પરમેશ્વરની મહાન ભેટ સમજું છું . હિંમત લાલ ની શુભેચ્છા

    Like

  10. ગણપતિની વાર્તા તો એક રૂપક છે. બાળકોની મનોવૃત્તિ સાંકડી હોય છે તે દુર કરીને પાર્વતીના પુત્રની મનોવૃત્તિ બહોળી બનાવી. આને માથું કાપી મોટું માથું બેસાડ્યું એમ રજૂઆત કરી. હાથીના માથાના જુદા જુદા અંગોના અર્થઘટન નીચે પ્રમાણે છે જે ગુણો બધા આગેવાનોમાં હોવા હિતાવહ છે.

    Cutting off his head = changing his mindset from a selfish one to broadminded one

    Big head = Think big, be broadminded

    Small eyes = concentrate, pay attention to details

    Rope = pull yourself to the highest goal

    Trunk = High efficiency, adaptability

    One tusk = Retain good, throw away bad

    Large ears = Listen more

    Axe = Cut off all bonds of attachment

    Small mouth = Talk less

    Blessings = Blesses and protects on spiritual path to supreme

    Large stomach = Peacefully digest all good and bad in life

    Prasada = The whole world is at your feet for your asking

    Modaka = Rewards of Sadhana

    Mouse = Desire, unless under control can cause havoc, ride the desire and keep it under control and don’t allow it to take you for a ride

    Like

    1. Boggas varta upjavi kadheli chhe ane pachhad thi loko bandh besta udaharan aapine lokone murakh banave chhe ane justice markandey katju kahe tem 90% praja andhshraddhlu hoi tya aava gapgola chalvanaj .

      Like

  11. શ્રદ્ધા અને સત્ય વચ્ચે રેસીપી અને રસોઈ જેટલો તફાવત છે.

    લેખકે આવા ઘણા સુંદર વિચાર લેખમાં રજુ કર્યા છે .

    Like

Leave a comment