હીપ્નોટીઝમ દ્વારા આપણને બેવકુફ બનાવનારા લોકોની બહુ મોટી ફોજ છે

–રોહીત શાહ

હીપ્નોટીઝમ બહુ પ્રચંડ શક્તી છે. એના દ્વારા વ્યક્તીને તેમ જ સમુહને વશ કરી શકાય છે. હીપ્નોટીઝમનો પૉઝીટીવ ઉપયોગ પણ થઈ શકે છે અને નેગેટીવ ઉપયોગ પણ થઈ શકે છે. એક વખત સામેની વ્યક્તીને કે સમુહને વશમાં કરી લીધા પછી તેની પાસે આપણે આપણું ધારેલું કાર્ય આસાનીથી કરાવી શકીએ છીએ.

હીપ્નોટીઝમ માત્ર એ જ નથી, જેના સ્ટેજ પર પ્રયોગો બતાવવામાં આવે છે. એમાં તો સામેની વ્યક્તી સભાન હોય છે. તેને સ્પષ્ટ ખ્યાલ હોય છે કે તેનો ઉપયોગ હીપ્નોટીઝમના પ્રયોગ માટે કરવામાં આવી રહ્યો છે. એ વખતે શરુશરુમાં વ્યક્તી આજ્ઞાંકીત બનીને હીપ્નોટીસ્ટની સુચનાઓ મુજબ વર્તન કરે તો જ તેને વશમાં કરી શકાય છે. જો કોઈ વ્યક્તી બહુ ચંચળ અને મેધાવી હોય તો તેના પર હીપ્નોટીઝમનો પ્રયોગ કરી શકાતો નથી અથવા તો અઘરો પડે છે.

સામાન્ય રીતે રોજીન્દા જીવનવ્યવહારમાં હીપ્નોટીઝમના જે પ્રયોગો થાય છે એ બધા વીચીત્ર હોય છે. પતી–પત્ની, મીત્ર–મીત્ર, નોકર અને માલીક, વેપારી અને ગ્રાહક, ગુરુ અને શીષ્ય, નેતા અને પ્રજા વચ્ચે હીપ્નોટીઝમનો વ્યવહાર સતત ચાલતો જ હોય છે. આપણે જાણીએ છીએ કે પેટ્રોલના ભાવ વધારવાના હોય એના થોડાક દીવસ અગાઉથી અખબારો અને ટીવી પર ન્યુઝ રજુ થતા રહે છે : ટુંક સમયમાં પેટ્રોલમાં લીટરે પાંચ રુપીયા વધશે. બીજા દીવસે વળી એવું સ્ટેટમેન્ટ છપાય છે કે હવે પેટ્રોલનો ભાવવધારો પાછો ઠેલાયો છે. ત્રીજા દીવસે એવા ન્યુઝ આવે કે ઑઈલ–એજન્સીઓ પેટ્રોલના ભાવવધારા માટે સરકાર પર બહારથી દબાણ કરી રહી છે. પ્રજા આવા સમાચારો રોજ–રોજ વાંચીને પેટ્રોલનો ભાવવધારો સ્વીકારી લેવા તૈયાર થઈ જાય છે. આ માસ હીપ્નોટીઝમ છે. પ્રજાના એક વીશાળ સમુહનું માનસ, અમુક ચોક્કસ હેતુ માટે ચોક્કસ દીશામાં વાળવામાં આવે છે.

વેપારીઓ અને બીઝનેસમેનો હીપ્નોટીઝમ દ્વારા પોતાનો વેપાર વધારતા રહે છે. અખબારમાં ઘણી વખત જાહેરાત આવે છે કે ‘લગ્નની મોસમ આવી રહી છે, સોનાના ભાવ વધે એ પહેલાં દાગીના ખરીદવાની આ છેલ્લી તક છે.’ આવી જાહેરાતથી ભોળા લોકો ભરમાય છે અને પછી સસ્તું મેળવવા લાઈનમાં ઉભા રહે છે. વેપારીઓ એનો લાભ લે છે. એક વખત ભીડ જમા થઈ જાય પછી તો ફાવે એમ લુંટ ચલાવી શકાય.

એક વખત અખબારમાં એવા ન્યુઝ છપાયા કે ગુજરાતમાં ફલાણા ગામ પાસે સચીન તેન્ડુલકરે પ્લૉટ ખરીદ્યો છે. વળી બે–ચાર દીવસ પછી ન્યુઝ છપાયા કે સચીન તેન્ડુલકરના પ્લૉટની થોડેક જ દુર અમીતાભ બચ્ચને વીશાળ પ્લૉટ ખરીદ્યો છે. આવા ન્યુઝ વાંચીને શ્રીમંતોને પેલી જગ્યાએ પ્લૉટ ખરીદવાની ચટપટી થાય છે. આટલી મોટી સેલીબ્રીટીઝ જે જગ્યાએ પ્લૉટ ખરીદે ત્યાં ટુંક સમયમાં જમીનના ભાવ વધી જશે એમ વીચારીને શ્રીમંતો મોંમાગી કીંમત ચુકવીને જમીન ખરીદી લે છે. પછી બે મહીના બાદ એવા ન્યુઝ આવે કે ગુજરાતમાં સચીન તેન્ડુલકરે કે અમીતાભ બચ્ચને કોઈ પ્લૉટ ખરીદ્યા નથી. આ તરકીબો હીપ્નોટીઝમનું જ એક સ્વરુપ છે.

ભુવા–બાવા અને તાંત્રીકો શું કરે છે ? તેમની પાસે કોઈ મંત્રતંત્ર કે વીશીષ્ટ મેલી વીદ્યાઓ હોતી જ નથી. તે લોકો ભોટ લોકો પર ખોટેખોટો પ્રભાવ પાડીને તેમના માનસને કન્ટ્રોલમાં લઈ લે છે, ગ્રાહકની માનસીકતા પ્રમાણે જુઠાણાંના ડોઝ પીવડાવવામાં આવે છે અને કેવી તથા કેટલી ગરજ છે એ જાણી લઈને ભુવા–તાંત્રીકો તેને રમાડે છે – ખંખેરે છે. એવા વખતે તમે પેલા ભોટ લોકોને સાચી વાત સમજાવવા જશો તો તેઓ તમારી વાત નહીં ગણકારે. તેના દીમાગમાં પેલા તાંત્રીકે વહેમ અને અંધશ્રદ્ધાનો એટલો બધો કીચડ ઠાંસી–ઠાંસીને ભરી દીધો હોય છે કે તમારી સાચી સલાહ માટે એમાં જરાય જગ્યા નથી હોતી.

મોક્ષનું માર્કેટીંગ :

બાળદીક્ષાની ફેવર કરનારાઓ વાત તો એવી કરે છે કે બાળકને નાની ઉંમરથી જ ધર્મના સંસ્કાર મળે તો મોક્ષમાં તેનું રીઝર્વેશન ફીક્સ થઈ જાય. હકીકતમાં બાળકોનું શોષણ કરવા માટેનું આ ભયંકર ષડ્યંત્ર છે. દીક્ષા પછી તેમના ગુરુએ અથવા તો વડીલ સાધુએ તેમની સાથે કેવા દુર્વ્યવહારો કર્યા હતા એની આપવીતી મેં પાંચેક યુવાન સાધુઓ પાસેથી સાંભળી છે અને તે તમામ સાધુઓ અત્યારે હયાત છે. બાળકને મોક્ષના નામની લાલચ આપીને, બાળકનાં મા–બાપને ક્યારેક મોટી રકમો ચુકવીને દીક્ષાઓ અપાય છે. પછી એ બાળક સાથે સેક્સથી લઈને નોકર જેવી વેઠ કરાવવાના ગોરખ–ધંધા ચાલે છે. જાહેરમાં ગુરુ પેલા બાળકને ‘બાળમુની’, ‘બાળમુની’ કહીને લાડ કરતા હોય અને ખાનગીમાં તેનું કલંકીત શોષણ કરતા હોય એવાં ઉદાહરણો ઓછાં નથી. સાધુઓએ મોક્ષનું માર્કેટીંગ કરવામાં હીપ્નોટીઝમનો જેટલો ઉપયોગ કર્યો છે એટલો તો કદાચ કોઈ મહાન મનોવૈજ્ઞાનીકે પણ નહીં કર્યો હોય. એક વીશાળ જનસમુહને ખોટા રવાડે ચડાવી દેવો એ હીપ્નોટીઝમને દુરુપયોગ જ છે.

કુનેહનો દુરુપયોગ :

આપણે કોઈ મોટા મૉલમાં જઈએ છીએ ત્યારે ત્યાં વ્યવસ્થીત અને સુંદર રીતે ગોઠવેલી ચીજો જોઈને ખરીદવા લલચાઈ ઉઠીએ છીએ અને જેની જરુર ન હોય એવી ચીજોના ઢગલા આપણે ઉપાડી લાવીએ છીએ. તમારી સાથે એક પણ શબ્દ બોલ્યા વગર, તમને કશી જ સુચના કે આદેશ આપ્યા વગર તમને ખંખેરી લેવાની આ કુનેહ હીપ્નોટીઝમનો જ એક પ્રકાર છે.

એક બદચલન સ્ત્રી તેના પતીને હંમેશાં ખુબ સાચવતી. પોતે પતીને ઉંડો પ્રેમ કરે છે એવું બતાવતી. એટલું જ નહીં; હંમેશાં તેના પતીને કહેતી : ‘તમે કેટલા સારા છો ! ઘણા પતીઓ તો તેમની પત્ની પર વહેમ રાખ્યા કરે છે, ચોકી–પહેરા ગોઠવે છે; પણ તમે મારા સાચા પ્રેમની કદર કરો છો, એટલે મને મારું જીવન હર્યું–ભર્યું લાગે છે. મને તો ભવોભવ તમારા જેવો પ્રેમાળ પતી મળે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું !’ તે સ્ત્રીનો પતી સતત હીપ્નોટાઈઝ્ડ થતો રહ્યો… તેની પત્ની ખાનગીમાં રંગરેલીયાં મનાવતી રહી… છેવટે એક વખત પોલીસે રેઈડ પાડી એમાં તે પકડાઈ ગઈ ત્યારે તેના પતીને ભાન થયું કે તેની પત્ની કેવી બદચલન હતી અને પોતાને કેવો બેવકુફ બનાવતી હતી.

હકારાત્મક ઉપયોગ પણ છે :

હીપ્નોટીઝમ બહુ પ્રચંડ શક્તી છે અને એના દ્વારા ઘણાં ઉત્તમ પરીણામો લાવી શકાય છે. હતાશા હોય ત્યાં ઉત્સાહ છલકાવી શકાય છે, ગેરસમજ ટાળી શકાય છે, જીવવાનો નવો તરવરાટ પ્રગટાવી શકાય છે, પોતાના લક્ષ્ય અને મંઝીલ સુધી દોડવાનો થનગનાટ જગાડી શકાય છે, એક વીશાળ જનસમુહને દેશભક્તી, ઈમાનદારી વગેરે માટે મક્કમ બનાવી શકાય છે. હીપ્નોટીઝમનો રચનાત્મક ઉપયોગ થાય તો ઘણા લોકોના રોગો પણ દુર કરી શકાય છે; પરંતુ જો આ જ પ્રચંડ શક્તીનો દુરુપયોગ કરવામાં આવે તો અનેક વીનાશક અને ભયાનક અંજામ જોવા પડે છે અને વેઠવા પણ પડે છે. જેને કશી લાલચ નથી, જેને કોઈ સ્વાર્થ નથી, જેને કશું વધારાનું કે ઝડપથી મેળવી લેવાની વૃત્તી નથી એવી વ્યક્તી હીપ્નોટીઝમથી બચી શકે છે. બાકી તો બેવકુફ બનવા આપણી પ્રજા બાવરી છે.

 –રોહીત શાહ

લેખકના બહુ જ લોકપ્રીય બનેલા પુસ્તક આ અબ લૌટ ચલેં (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001  પૃષ્ઠ: 8 + 136 = 144 મુલ્ય: રુપીયા 100/- ઈ.મેઈલ: goorjar@yahoo.com)માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન: 079-2747 3207 ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

‘અભીવ્યક્તી–ઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’, મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ ( https://govindmaru.wordpress.com/ebooks/ ) માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. (હાલ: અમેરીકાના પ્રવાસે) ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 7/11/2014

14 Comments

 1. It is a good article for all people. I fully agree with the author.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 2. Saras lekh
  30/32 varas pahela Navsari Tata Hall ma Professar Bhimani no so joyo hato Gujaratma Ghana shaw karya hata ane darek saher ma hypnotized karva prekshak ma thi 25/30 yuvako ne bolave ane je thoda hypnotize thai tena dwara shaw puro Kare.
  Kharekhar te darek yuvako potanaj manaso hoi jene prekshako ma besadya hoi ane aa rite Gujarat ma thi ghani kamani Kari hati. Aa aakha Khel no bhando Joravarnagar na Jamnadas Kotecha e ughado padyo hato ane aakhare proffesir Bhimani e Gujarat ma thi bhagvu padyu hatu have public e vicharvu joiye ke je sarkar manoranjan kar na name kamani kare tej sarkar Jamnadas Kotecha ni police fariyad thaki Bhimani no shaw bandh karave pan te pahela Bhimani ane manoranjan kar na name sarkare kareli kamani to praja na j Gaya. aa mate Jamnadas Kotecha nu pustak ( e loko tamne chhetre chhe ) vanchava jevu chhe ema Bhagat bhuva jyotish vastushastri bava bamta darekni pol kholi chhe.

  Like

 3. The article deserves serious attention because there is a mass hypnotism by our political leaders and film actors who have an incredible followers. Unfortunately those who are at the receiving end,they not only get cheated by they also pay for it. Its time the enlightened section of society get together to counter such influences.

  Like

 4. Well explained.

  Name Hypnotizm sound modern, yet it has been in practice for thousands of years. One can go back as long as Krishna Lila.

  Unfortunately, in today’s world it has been used as money making and/or negatively in every culture. Brainwashing people, and forcing our thought on them.

  This will always be with us. Either in form of mentoring your staff, children, student, or ralgius preeching.

  Like

 5. મોક્ષનું માર્કેટીંગ અને કુનેહનો દુરુપયોગ, આ બન્ને દાખલાઓ હીપ્નોટીઝમના અા સચોટ આર્ટીકલને પુરવાર કરે છે કારણ કે તે બન્ને આપણા સમાજના, પારિવારિક દાખલાઓ છે. આ બન્ને દાખલાઓનું હિપ્નોટીઝમ…વારંવારનું વાંચન…જરુરથી તેની પોઝીટીવ અસર જન્માવશે. શ્રી રોહિત શાહને હાર્દિક અભિનંદન. આવાં આર્ટીકલો સમાજ સુઘારાના રસ્તાઓ પર સમાજને ચાલતો કરશે.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 6. ‘અચ્છે દિન આનેવાલે હેં’નું સતત મનન અને ટીવી પર મોદી એન્ડ પાર્ટીની સતત પ્રશંશા હિપ્નોટીઝમના જ સાધનો છે. ખરાબ થતું હોય તેને પણ લોકો લીલા સમજે..

  Liked by 1 person

  1. 100% sachi vaat Kari chhe tame baki modi vishesh Kai nathi Gujarat na vikas na banaga j fukya chhe ane Vakchaturya thi vishesh Kai pan nathi modi pase.

   Liked by 1 person

 7. ફરી વાચતાં વાચતાં હિપ્નોટાઇઝની અસર માંથી બહાર આવતાં આર્ટીકલનું નામોકરણ બદલવાનું શુઝ્યુ…‘ હિપ્નોટીઝમ દ્વારા બેવકુફ બનનારા અાપણા લોકોની ફોજ મોટી છે.‘
  હવે કોઇ વાચક આ વિષય ઉપર લેખ લખે.

  Like

  1. Good suggestion amrut hajari kharekhar bevkuf banavnar karta bananar ni foj moti chhe toj asaram jeva dharmik kshetre ane MODI jeva rajkiya kshetre aagal chhe je lokone samuhik hipnotized / athava histeria nu uttam udaharan chhe.

   Liked by 1 person

 8. જેને કશી લાલચ નથી, જેને કોઈ સ્વાર્થ નથી, જેને કશું વધારાનું કે ઝડપથી મેળવી લેવાની વૃત્તી નથી એવી વ્યક્તી હીપ્નોટીઝમથી બચી શકે છે.
  જેનું મનોબળ મજબુત હોય તેને કોઇ છેતરી ન શકે. બહુ સરસ આર્ટીકલ છે.આભાર.

  Like

 9. મિત્રો,
  “સંમોહન, મનની અદ્ભુત શક્તિ.” નામનું પુસ્તક ડો. પીટી ભીમાણીઅે લખેલું છે. In English the book is titled as, ” HYPNOSIS, The power of mind. Those interested in the science of hypnosis, this book will give better educational details of hypnosis. This is a Copyright book. Dr. Bhimani can be contacted through the publisher, NAVBHARAT PRAKASHAN MANDIR. e.mail : info@ navbharatonline.com & visiting at : http://WWW.navbharatonline.com Price: 100/- Rupees.First Edition : 2007.
  Thanks,
  Amrut Hazari.

  Like

 10. લેખમાં આપેલા દાખલા/પ્રસંગો સાચા છે પણ મારા મંતવ્યે એને હિપ્નોટીઝમ ન કહેવાય. હા, કદાચ સાયકોલોજીકલ મેનીપ્યુલેશન કહી શકાય. હિપ્નોટીઝમ, અર્ધ-જાગ્રુત અવસ્થામાં મન સાથે કરવામાં આવતા ચેડા/સંવાદ છે.

  Liked by 1 person

 11. શ્રી રોહિતભાઈ શાહ તમારો લેખ વાંચ્યો . હિપ્તોનીજમની અસર હેઠળ આવેલા માણસો મરવા પણ તૈયાર થઇ જાય છે .મેં નજરે જોયું છે . વાત થોડી કહું . .
  ક્રુઝ દ્વારા હું સમુદ્ર યાત્રાએ ગએલો ત્યાં વીસેક જેટલા છોકરા છોકરીઓ હિપ્ટો નિઝમ વાળો કહે એમ કરતા હતા .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s