–નવીન બેન્કર
અધ્યાત્મ અને અગમનીગમની વાતોમાં મારા જેવા સામાન્ય માણસને કશી સમજ પડતી નથી હોતી. થોડાક સંસ્કૃત શ્લોકો, સુભાષીતો અને ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નીષ્ણાત કેટલાક ચલતાપુર્જાઓ અને બાજીગરો–એક્ટરો, ભોળા ધાર્મીક અન્ધશ્રદ્ધાળુઓને આંજી દઈ શકે છે. બાબાઓને અવતારી પુરુષો તરીકે ઠઠાડી દઈને એમના મન્દીરો બાંધી દે છે. શરુઆતમાં ભાડાની દુકાનોમાં–હાટડીઓમાં ફોટા મુકીને પુજા–આરતી શરુ કરે, પછી પૈસા ભેગા થાય એટલે દાન માટેની ટહેલ નાંખીને ફંડ એકઠાં કરે. અને પછી તો બસ… દાનપેટીઓમાં આવતા ડૉલરોની નોટો જ ગણવાની હોય તેમને ! કોઈને કલ્કીનો અવતાર બતાવવાનો તો કોઈને સાંઈબાબાનો અવતાર… આવા તો ઘણા તુત ચાલે છે હીન્દુઓની આસ્થાને રોકડી કરી લેવાના.
હમણાં એક નવું તુત જાણવામાં આવ્યું.
ઈન્ડીયામાં બે નંબરના ઢગલેઢગલાં નાણાં ભેગા કરનાર બાબાઓ, પરદેશમાં સ્થાયી થયેલા કોઈ જાણીતા માણસને અનુયાયી બનાવી દે. તેમને પરદેશમાં મન્દીર ઉભું કરવા નાણાં પણ હવાલા મારફતે પહોંચાડે. પેલો બાજીગર એ બાબાને કોઈ પ્રભુનો અવતાર ઠઠાડી દઈને એના ફોટાઓ સાથે મન્દીર ઉભું કરી દે. આ બાબા ફલાણા દેવતા કે દેવીના અવતાર છે અને મનોકામના પુર્ણ કરે છે એવી વાતો ફેલાવે. સ્થાનીક છાપાંઓમાં પૈસા ખર્ચીને અહેવાલો છપાવે, રેડીયોવાળાને પણ બોલાવે, પેમ્ફ્લેટો છપાવે અને ગ્રોસરી સ્ટોર્સ પર ચીપકાવે. આરતી–પુજા તો ખરી જ. પ્રસાદ અને મહાપ્રસાદો પણ ખરા. સ્થાનીક હૉટલોવાળા ભાવીકભક્તો આશીર્વાદ મેળવવા, આ બની બેઠેલા પ્રભુઓને ભોગ માટે ફ્રી પ્રસાદ પણ ધરે. લોકોને આકર્ષવા માટે ફ્રી મેડીટેશન, ફ્રી યોગાના ક્લાસો ચલાવે (અફ કોર્સ, સ્વૈચ્છીક દાન અચુક સ્વીકાર્ય હોય જ). અને… આપણી ભોળી, ધર્મભીરુ બહેનો (ભાઈઓ નહીં !) કશું મફતમાં તો લે જ નહીં ! એટલે દાનપેટીઓમાં દક્ષીણા મુકે જ. બસ… નોટો છાપવાનું મશીન ચાલુ – ટેક્સ ફ્રી. કોર્પોરેશન બનાવ્યું હોય અને ટેક્સ–ફ્રી સગવડ મળી હોય. પછી તો ચેક કે ક્રેડીટ કાર્ડથી જેટલાં નાણાં આવે એનો જ હીસાબ રાખવાનો અને ખર્ચા વધારે બતાવી દેવાના. રોકડેકા સબ માલ હડપ કરનેકા !
પેપર પર તો આવા ગુરુની કોઈ આવક હોય નહીં; એટલે અમેરીકન સરકારનું વેલફેર, SSI, મેડીકૅર, મેડીકેઈડ, ફુડ કુપનો તો મળે જ. અને.. સફેદ દાઢી વધારી, લુંગી–ઝભ્ભો પહેરીને, ભક્તાણીઓને માથે હાથ મુકીને આશીર્વાદો આપ્યા કરવાના. ભોગમાં મળેલો પ્રસાદ, પ્રભુને ચઢાવેલાં કેળાં, મેવા–મીઠાઈઓનાં પેકેટો આરોગવાનાં અને મન્દીરના ખર્ચે જ એરકન્ડીશનર, પંખાઓનો ઉપયોગ કરવાનો. આવેલાં નાણાંમાંથી એર–ઈન્ડીયાની ટ્રીપો પણ મરાય. ખર્ચા ‘ધર્મસ્થાપનાય’ ઉધારી દેવાય. હા ! તમારે તમારું જે ઓફીશીયલ નામ હોય એ માત્ર વેલફેર અને મેડીકૅર – મેડીકેઈડ માટે જ રાખવાનું. બાકી કોઈ ‘પ્રભુ’ કે ‘દેવતા’ કે કંઈક ધર્મ જેવો આભાસ ઉભો થાય એવું જ નામ ચલણમાં મુકવાનું. કેસ–બેસ થાય કે ઉઠમણું કરવાનો વખત આવે તો લોકો ભલે ને પેલા ‘પ્રભુ’ને શોધતા !!! આ બાબતમાં આપણા ‘દેશીઓ’ને શીખવવાનું ન હોય. બીઝનેસકાર્ડ પર ડાહ્યાભાઈ ‘ડેની’; કાન્તાબહેન ‘કેલી’; મણીલાલ ‘માઈક’ અને રસીકલાલ ‘રોબર્ટ’ લખતા આપણાં બંધુઓને આપણે રોજબરોજ મળતા જ હોઈએ છીએ ને !
ઈન્ડીયાથી આવતી વખતે કમ્પ્યુટરનું જ્ઞાન અને થોડુંક સંસ્કૃતનું કામચલાઉ જ્ઞાન મેળવીને આવવું જોઈએ. પ્રવચનોમાં લોકોને આંજી દઈ શકાય એટલા ધર્મગ્રંથોનાં ઉદાહરણો, ટુચકાઓ, સંસ્કૃતના શ્લોકો અને થોડી હાજરજવાબી, આટલી મુડી બસ છે ! પુષ્ટીમાર્ગીય વલ્લભકુળનાં બાળકો, સ્વામીનારાયણ સંપ્રદાયના વીદ્વાન સન્તો કે નાણાવટી ગુરુવર્ય જેવા ખરેખરા વીદ્વાનોથી દુર રહેવું. તેઓની સાથે વાદવીવાદ કે ચર્ચામાં ન ઉતરવું. નહીંતર પોલ ખુલ્લી પડી જાય !!!
આંખ અને કાન ખુલ્લાં રાખીને, તમારી આજુબાજુના વાતાવરણમાં ઘુમશો તો આવા બાજીગરો મળી જશે. એમને ઓળખવા હોય તો એમને પ્રશ્નો પુછજો. મોટેભાગે તમારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો તેમની પાસે નહીં હોય. એક જ જવાબ તમને મળશે કે– ‘આ તો શ્રદ્ધાની વાત છે. તમને શ્રદ્ધા ન હોય તો કશો જ અર્થ નથી. અને.. એ તો પ્રભુની તમારા પર કૃપા થાય તો જ તમને શ્રદ્ધાનું વરદાન મળે. બાકી, તમારી જાતને રૅશનાલીસ્ટમાં ખપાવીને ઉંચા કોલર રાખીને ઘુમ્યા કરો, ભાઈ ! મારી પર ગુરુજીની કૃપાદૃષ્ટી થઈ એટલે મને આ જ્ઞાન થયું.’
દુનીયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ…
શ્રીરામ… શ્રીરામ…. સબકુછ સીખા હમને, ના સીખી હોશીયારી…સચ હૈ દુનીયાવાલોં કી હમ હૈ અનાડી….
–નવીન બેન્કર

લેખક સમ્પર્ક:
NAVIN BANKER
HOUSTON, TX – 77001 – USA E-Mail: navinbanker@yahoo.com
Phone: 001-713-818-4239
લેખકશ્રીની પરવાનગીથી સાભાર…
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.
જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 12/12/2014
આવા ધતીન્ગો કેવળ હીન્દુઑની આસ્થા ને લઈ ને નથી થતા, પરંતુ મુસ્લિમ ધર્મ તથા ખ્રિસ્તી ધર્મમાં પણ થઈ રહ્યા છે. અરે ઉત્તર અમેરીકા પણ આવા ધતીન્ગો થી બાકાત નથી.
ગમે તેટલા પાપ કરો, અને પૈસા થકી દાન આપી ને સ્વર્ગમાં જવાની ઈચ્છા ધરાવનાર અન્ધ શ્રદ્ધાળુઓની આ જગત માં કમી નથી.
કાસીમ અબ્બાસ
કેનેડા
LikeLike
આપણે ફક્ત અમેરિકાની વાત શું કામ કરવી. ઇન્ડીયામાં આવા બાબાઓના પૈસાથી ઇલેક્શનો લડાય છે. આવા પૈસા બાબાઓ દ્વારા હવાલાથી વિદેશ જાય અને પછી પાર્ટીઓને ફંડ રૂપે મળે છે. એટલે જ તો આસારામ,રામપાલ જેવા અને બાબાઓને કશી ચિંતા નથી હોતી. પ્રજાને ધરપકડ વગેરે કેસ કરીને ઉલ્લુ બનાવવામાં આવે છે. વકીલ સરકારી હોવાથી કેસ ખુબ જ ધીમો ચાલે અને બાબાઓને જેલમાં પણ મહેલ જેવી સગવડો આપવામાં આવતી હોય છે. કારણ કે રાજકારણીયોની બધી પોલ આ બાબાઓ જાણતા હોય છે.
LikeLiked by 1 person
Vipul Bhai
Bharatma panch bhai ( pandavo ) ni jem samp thi rahe chhe te panch etle POLICE GUNDA NETA ABHINETA SANTO aa panch bhaio e praja ne DROPADI banavi chhe ane dar panch varse tene dav par mukva ma aave chhe ane pachhi panch varas sudhi VASTRA HARAN bichari DROPADI koi KEJRIVAL jevo neta malyo hato te pan gobels prachar ma hari gayo ane Europe ma aakho tapu dharavto bapu kaya white paisa dharave chhe ane aaj ni sarkar emne z plus security aapi rahi chhe tej upar na panch bhai nu udaharan Che…..
LikeLiked by 1 person
મારા મિત્ર હ્યુસ્ટન નિવાસી નવીનભાઈ બેન્કર નો વાસ્તવિક સામાજિક ચિત્ર રજુ કરતો
વિચારવા જેવો લેખ. અખબારનાં પાનાં અને ટી.વી. સમાચારો આવા ચલતા પુર્જા
સ્વામીઓની શરમ જનક લીલાઓથી ભરપુર છે.
ગોવિંદભાઈ ભલે પધાર્યા … ગમે ત્યાં જાવ ,ધરતીનો છેડો ઘર જ .
LikeLiked by 1 person
મિત્રો,
શરુઆતમાં કહેવા દો કે ‘ દુનિયા ઝુકતી હૈ….ઝુકનેવાલા ચાહિયે….‘ તકસાઘુઓ તો જાણે છે કે તેઓનો ઘ્યેય શું છે અને તે ઘ્યેયપ્રાપ્તિ માટે તેઓ શું કરી રહ્યા છે. પરંતુ પેલાં ઘેટાંઓને ખબર નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે….આ ઘેટાંઓ તે ઝુકનેવાલા……..
વઘુ બીજી વખતે……
અમૃત હઝારી.
LikeLike
ભારતના બાબાઓ અમેરીકાની ટીવી ચેનલો ઉપર દરરોજ અડધા કલાકનો પ્રોગ્રામ આપે છે. એટલે તેમને ગ્રાહકોતો મળીજ રહેતા હશેજને.દરેક ટીવી ચેનલની ફરજ નથી કે અંધશ્રદ્ધા ફેલવતા આવા પ્રોગ્રામો એડવર્ડટાઈઝ છે તેવી સાઈન એકાદ કોર્નર ઉપર ન મુકવી જોઈએ!
LikeLike
The writer has mentioned above “નાણાવટી ગુરુવર્ય જેવા ખરેખરા વીદ્વાનો” —
I request some more info about them, if you please. Sorry for my ignorance. —Thanks. —-Subodh Shah –NJ, USA.
LikeLike
As Quasim Abbas bhai mention, it is in every religion. Their has been so many churches under different name and belief, and on given Sunday, they collect uncounted cash, yet with Non-Proffit status, it is all “Hoya- Hoya”…..
Well pointed reality of ‘norm’ citizen.
As Swaminarayan people will say “Bhagwaane tamne aatloo badhu aapiyu to emaathi 10% to Bhagwaan no bhaag thai j ne”? Bhale ne pachhi potani Stree o ne paachhli sit (tamaaraa thi door) besvoo pade…..
LikeLike
Well said. Very eye opening article.
LikeLike
ગુરુ કોણ બની શકે? જે બીજાઓને લઘુ બનાવી શકે તે. પહેલા તો પોતે ચમત્કાર કરી શકે છે તેવી અફવા ફેલાવવી. બે ચાર જણા આવી જાય તો તેમને ચેલા બનાવી પ્રચારમાં લગાડી દેવા. પછી જે કોઈ આવે તેમને તેમનું અહં છોડવા કહેવું. અહં છુટેલું ક્યારે કહેવાય? સંભવીત અનુયાયી ગુરુનો ચરણ સ્પર્શ કરે ત્યારે. ત્યાર બાદ તો તેને બધી રીતે લઘુ બનાવે જ રાખો.
અમેરિકનો પણ આવું કરતા હોય છે. પોતાના આલીશાન મકાનના બેઝમેન્ટમાં દસ પંદર જણાનું ચર્ચ ચલાવી તેના પાદરી તરીકે ઇન્કમટેક્ષમાં માફી મેળવવાનું સહેલું હોય છે.
આવી આવડત આપણામાં નથી તેથી ગુરુઓની અદેખાઈ કે ટીકા ના કરવી જોઈએ. જય ગુરુદેવ!
LikeLike
આ બઘી ચર્ચા અંતે તો ગુરુવેષ કરીને બેઠેલા ગોરખનાથને જાણવાની જ છે ને? અખો તો સંવત ૧૬૦૦ થી ૧૬૫૫ના ગાળામાં બઘુ જ સમજાવી ગયેલો…..જેતપૂર, અમદાવાદનો આ રહિશ…૧૭મી સદીમાં લોકોની આંખ ઉઘાડવાનું પૂ૬યકર્મ કરી ગયેલો…તો પણ કોઇની આંખ ખૂલી ? પોતાની જીંદગિનો અનુભવ દુનિયાને ‘છપ્પા‘ ના રુપે કવિતા કરીને ‘ચાબખા‘ મારીને શીખવવાનું કર્મ કરેલું છતાં……
આંઘળો સસરો ને શણગટ વહુ,
કથા સાંભળવા ચાલ્યા સહુ.
કહ્યુ કાંઇ ને સમજ્યા કશું,
આંખનું કાજળ ગાલે ઘસ્યુ.
ઉંડો કૂવો ને ફાટી બોક,
શીખ્યું સાંભળ્યું સર્વે ફોક…….
અને આ પ્રજા જેને કોઇ ગતાગમ નહિ રહી તેને માટેનો ચાબખો કહે છે…..
અેક મુરખને અેવી ટેવ,
પત્થર અેટલાં પૂજે દેવ.
પાણી દેખી કરે સ્નાન,
તુલસી દેખી તોડે પાન
અે અખા વઘુ ઉત્પાત,
ઘણા પરમેશ્વર અે ક્યાંની વાત ?
અને ગોરખનાથો …? તેમને ઉઘાડા પાડવા અખો કહે છે……
(૧) ગુરુ કીઘા મેં ગોરખનાથ, ઘરડાં બળદને ઘાલી નાથ.
ઘન હરે, ઘોકઘ નવ હરે, અેવો ગુરુ કલ્યાણ શું કરે ?
(૨) ગુરુ થઇ બેઠો હૂંસે કરે, કંઠે પા‘ણ શકે ક્યમ તરી ?,
જ્યમ નાર નાનડી હવું..સૂત, વળતી ઘારે નહિ અદભુત.
(૩) પોતે હરિને જાણે લેશ, અને કાઢી બેઠો ગુરુનો વેશ !
જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ.
અને અંઘશ્રઘ્ઘાળુઓની ઓળખ…..
અંઘ અંઘ અંઘાળે મળ્યા, જ્યમ તલમાં કોદળા ભળ્યા.
ન થાય ઘેંસ કે ન થાય ઘાણી, અેણી પેર બન્ને ઘૂળઘાણી…..
અંતે કહે છે કે,
ગરબડ છે ઘણા ગ્રંથની, જેવા ડહોળા હોય પાણી……
ઘણું ઘણું સમજાવ્યુ અખાઅે…….
‘ બહુઅે સમજાવ્યુ તોયે પંખી નવું પીંજરું માંગે……
( કાયદેસરની રીક્વેસ્ટ : મને કોઇઅે કથાકાર, સાઘુ કે ગોેખનાથ સંત માનીને મારાં ચેલા બનવા અેપ્લીકેશન કરવી નહિં. જે કરશે તેની અેપ્લીકેશન નજીકના પોલીસથાણે આપી દેવામાં આવશે. જે કાંઇ ખરો, ખોટો ન્યાય આપવામાં આવશે તે અેપ્લીકેશન કરનારની જવાબદારી રહેશે.)
અહિં આજની કથાને વિરામ આપીઅે……
વઘુ આવતા અંકે……
અમૃત હઝારી.
LikeLiked by 1 person
વાત સાચી. અખાને તો આપણે જાણીએ છીએ. તેના પહેલા પણ બીજા અજાણ્યા લોકોએ પ્રયત્ન તો કર્યા હશે. અને બાદમાં નર્મદે પણ કર્યા. બધાને ઓછી સફળતા મળી. તેથી આપણે નાસીપાસ ન થવું. પ્રયત્નો ચાલુ રાખીએ. જેટલી પણ સફળતા મળે તે શુન્ય કરતાં તો વધારે જ હશેને?
LikeLike
સાવ સાચી વાત છે આ નિર્મલબાબાનોજ દાખલો લ્યો ધરપકડ થઇ અને બેલ પર છુટી એ પોતાનો દરબાર યથાવત ચલાવે છે.આ રમપાલ બાબા કેવા કેવા ઉલટા સીધા વિધન આપણા દેવી-દેવતાઓ માટે કર્યા છે અને આશ્ચર્ય એ વાતનું છે કે તેમના આ વિધાનને પુષ્ટી આપનાર ચેલાઓ પણ મળી જાય છે.બહુ ગાજેલો આશારામનું કોકડું હજી ગુચવાયેલું છે અને નારાયણ સાઇ ક્યાં છે કોઇને ખબર નથી ભગવાન જાણે આ ડીંડવાણું ક્યાં સુધી ચાલશે
LikeLike
Dear Shri “dhufari”,
Nirmal Baba, Rampal Bapu, Asharam Sant, Narayan Sai — you named only four of them. There are many more.
If so many Babas arose only in the last four years or so, known mostly to Gujaratis only, just imagine : How many more such Babas must have arisen in India in the course of the last two thousand years? How many billions of people must have been misled and cheated by them? What can you say about their credulity and silliness?
THAT, is one of the biggest causes of most of THE SERIOUS PROBLEMS IN OUR SOCIETY AND COUNTRY.
If we do not realize such a simple fact, what does it say about our own common sense?
You say: “ભગવાન જાણે આ ડીંડવાણું ક્યાં સુધી ચાલશે?”
God may or may not know. You and I and all of our Hindu society should know.
Thank you. — Subodh Shah — NJ, USA.
LikeLike
You can be cheated easily when you trust people blindly. It is a very good article.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLike
from: Dhiru Mistry
to: Govind Maru
Dear Shri Govind Maru,
I read Shri Navin Banker article. Very fine.His observations are praiseworthy. I would request him to add one more word and that is “Bhandaro”. The local goon collects thousands of rupees at regular interval. The board is fixed on different religious places only the date changes. Out of this big amount collected they do spend a part of it by making poor people feed and show that they dont usurp the amount instead do some social work. Its a nuisance but we are in minority if you speak openly against these “Dadas” you are wiped away.
Regards and keep up.
Dhiru Mistry
LikeLike
दुनिया માંથી નવા નવા બાબાઓ નીકળતા રહેવાના એનો અંત આવવાનો નથી કારણ લોકો ગરદન ઝુકાવીને ઉભાજ છે .
LikeLike
આવો સરસ આર્ટિલક અને હું ચૂકી ગયો? નવીનભાઈ તો આપણી નાતના છે. એટલે એમના વક્ત્વ્યમાં કાંઈ કહેવાનું ન હોય. અભિનંદન.
LikeLike
શિક્ષણની સાથે સમજદારી વધે, સંસ્કાર એટલે જવાબદારી…ઘર, સમાજ, રાષ્ટ્ર,માનવધર્મ ને પરોપકાર. જાગૃતિ રાખવા વૈજ્ઞાનિક રીતે વિચારતા થવું એ નવયુગના લક્ષણો છે..ધર્મ કોઈ પણ હોય..ઘણી જ સારી વાતો છે..આજે બે જવાબદાર રીતે..નશાને માર્ગે ઢસળાતી પ્રજા..યુરોપમાં વધી રહી છે, તો અમુક જગ્યાએ ધાર્મિક ઝનૂન ..હિંસાથી ત્રસ્ત છે.આ સૌ દૂષણોનું મૂળ …માણસની આપત્તીમાં ઉભી થતી લાચારી છે..તે વખતે જેવો આધાર મળે, એ તે પકડે છે..ને આ લાભ ઊઠાવનારાઓ કતારબંધ ઊભા હોય છે..જે આદર્શના ઓળા હેઠળ તક સાધી જાય છે.માર્ગદર્શક લેખનાં અનેક લેખાં- જોખાંમાંથી, જે સારું હોય, એ જાતેજ વિચારવું પડે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike