–ભુપેન્દ્રસીંહ રાઓલ
ऐश्वर्यस्य समग्रस्य धर्मस्य यशसः श्रियः|
ज्ञान वैराग्योश्चैव षण्णां भग इतिङ्ग्ना ||
સમ્પુર્ણતા, ઐશ્વર્ય, ધર્મ, યશ, જ્ઞાન તથા વૈરાગ્ય– આ છનું નામ ‘ભગ’ કહેવાય; આ છયે જેમાં હોય તેને ‘ભગવાન’ કહેવાય.
એક તો સમ્પુર્ણ, ઐશ્વર્યવાન તો હોય જ. મતલબ પુષ્કળ રીસોર્સીસ હોય. ખુબ સમ્પત્તી હોય કોઈ કમી ના હોય. ઐશ્વર્ય શબ્દ ઉપરથી જ ઈશ્વર શબ્દ આવ્યો છે. મતલબ, ભગવાન ગરીબ ના હોય. ધર્મ એટલે જે ફરજ પુરી રીતે બજાવતો હોય. યશ એટલે આબરુવાન હોય. આબરુ સારી ક્યારે હોય ? સારો સ્વભાવ અને લોકોને મદદગાર થતો હોય ત્યારે યશ પ્રાપ્ત થાય. જ્ઞાની હોય. આટલું બધું હોય છતાં અભીમાન કે આસક્તી ના હોય તેને ભગવાન કહેવાય.
ઓશો કહેતા કે ‘ભગ’ એટલે યોની, જે યોની દ્વારા જગતમાં પ્રવેશ મેળવતા હોય તે બધા ભગવાન. મતલબ બધા મેમલીયન પ્રાણીઓ ભગવાન ? ઈંડા દ્વારા જન્મ લેતા પ્રાણીઓએ શું ગુનો કર્યો ? ઉપરનો શ્લોક વીષ્ણુ પુરાણનો છે. મતલબ ભગવાનની આ માનવીય વ્યાખ્યા છે. આપણે શું ભગવાનને અદૃશ્ય તો નથી બનાવી દીધો ને? આપણને જે શક્તી સમજાતી નથી તેને ભગવાન માનીએ છીએ. જે નીયમો કુદરતના સમજાતા નથી, તેને ભગવાન માનીને ડરતા રહીએ છીએ. ડરમાંથી ભગવાન પેદા કરીએ છીએ. અજ્ઞાત ભવીષ્યનો ડર આપણને ખુબ સતાવતો હોય છે. સર્વાઈવ થવા માટે અજ્ઞાત ભવીષ્ય હમ્મેશાં ચીન્તાતુર કરતું હોય છે. એટલા માટે કોઈ અદૃશ્ય શક્તી હમ્મેશાં સહાય કરે તેવી અભ્યર્થના રાખતા હોઈએ છીએ.
દોરડાને સાપ સમજી કુદી જવું તે ફોલ્સ પોઝીટીવ એરર છે. એવી ભુલ વારંવાર થાય તો ચાલે પણ સાપને દોરડું સમજી પકડી લેવાની ભુલ ફોલ્સ નેગેટીવ એરર કરવાની ભુલ એકવાર કરી તો ગયા જીવથી. નીર્જીવ દોરડાને જીવન્ત સાપ સમજી લેવાની વૃત્તી અને માનસીકતાએ ભગવાનને જન્મ આપ્યો છે. એટલે જે લોકો વધારે પડતા જ્ઞાની છે, દોરડામાં દોરડું અને સાપમાં સાપ દેખાય તેવા સક્ષમ, એવા અતીજ્ઞાની પુરુષોએ જ નીર્ભયતાનાં વચનો આપ્યાં છે. અભય શીખવવા મહેનત કરી છે. પણ આવા અતી સક્ષમ પુરુષો કેટલા? બસ, તો માનવ સહજ ડરનો ઉપયોગ કરી ફોલ્સ પૉઝીટીવ એરર કરતા સામાન્ય જનમાનસને ડરાવી વધારે ને વધારે ડરાવી કેટલાય આળસુ–ઠગ એમનો વગર મહેનતનો ધંધો ચલાવ્યે રાખે, તેનું નામ કહેવાતો ભારતીય સાધુસમાજ, જીવતા પ્રગટ બ્રહ્મો, દાદાઓ, બાપુઓ, સંતો મહારાજ્શ્રીઓ, બાવાશ્રીઓ અને મહંતો.
કૃષ્ણ કદાચ ઉપરની માનવીય વ્યાખ્યામાં આવરી લેવાય તેવા ભગવાન હતા. પણ આપણે એમને અદૃશ્ય ભગવાન બનાવી, એમની ચમત્કારી મદદની આશા રાખીએ છીએ હજુ પણ. હવે જે એક ભુતકાળ બની ગયા છે. એટલે સામાન્ય જન ભગવાનને માનતો રહેવાનો તે સ્વાભાવીક છે અને ઠગોનો ધંધો ચાલતો રહેવાનો તે પણ એટલું જ સ્વાભાવીક છે. એટલે જે ઐશ્વર્યવાન હોય, સમ્પત્તીવાન હોય, જે બીજાને મદદ કરી સર્વાઈવ થવામાં સાથ આપતો હોય, તેને લોકો સ્વાભાવીક ભગવાન સમજી લેતા હોય છે. માટે આ દેશમાં રાજાઓને ભગવાન માનવાનું સહજ હતું. કારણ રાજાઓ પ્રજા માટે તકલીફમાં ભગવાન જેવા હતા. પ્રાચીન સમયમાં પ્રજા જ રાજા માટે સર્વસ્વ હતી. પ્રજાનાં સુખ–દુ:ખ રાજાનાં સુખ–દુ:ખ હતાં. કૃષ્ણ આવા જ એક રાજા હતા. રામ પણ આવા જ એક રાજા હતા. રામને જુઓ, તેઓ દ્વન્દ્વથી ભરેલા હતા. માનવીય ગુણોથી પણ ભરેલા હતા. એક બાજુ શબરીનાં બોર ખાધાં અને બીજી બાજુ બ્રાહ્મણોના કહેવાથી શુદ્ર શમ્બુકને મારી નાખ્યો ! એક બાજુ પત્નીને પારાવાર પ્રેમ કરતા હતા અને ધોબીના કહેવાથી તેનો જ ત્યાગ કરી નાખ્યો ! રામને બહુ પ્રચલીત ભગવાન બનાવી દેવામાં પીતાશ્રીઓનો બહુ મોટો હાથ છે. જેથી સન્તાનો ઉપર મનમાની કરી શકાય. રામને ભગવાન બનાવી દેવામાં પતીદેવોનો પણ બહુ મોટો હાથ છે જેથી પત્નીઓ ઉપર મનમાની કરી શકાય.
ચીનમાં પણ રાજાઓ પવીત્ર અને ભગવાન ગણાતા હતા. હજુ આજે પણ જુઓને, બ્રીટન હજુ પણ રાજવંશને ક્યાં છોડે છે ? લગભગ દરેક જગ્યાએ રાજાઓ કે લીડર્સ ભગવાન જેવા ગણાતા હોય છે. કારણ ફૉલ્સ પૉઝીટીવ એરર કરતા રહેનારી, દોરડાને સાપ સમજતી રહેનારી સામાન્ય પ્રજા માટે આવા નેતાઓ, રાજાઓ અને હવે ગુરુઓ ભગવાન હોય છે. જે એમને સધીયારો આપતા હોય છે. એટલે જ્યારે કેટલાક મહાપુરુષો, જેઓ રજ્જુને રજ્જુ અને સાપને સાપ તરીકે ઓળખી લેવામાં સક્ષમ થઈ જતા હોય છે, તેઓ ભગવાનનો ઈનકાર કરી દેતા હોય છે. તેઓને ફૉલ્સ પૉઝીટીવ એરર કરવાની હવે જરુર રહી નથી. હવે તેઓને ડરવાનું કોઈ કારણ નથી. જેઓ અભયના વરદાન પામી ચુક્યા છે તેવા કોઈ બુદ્ધ અને મહાવીર ઈશ્વરને નકારી કાઢતા હોય છે. ઉપનીષદના ઋષીને ખબર છે આ મનોવીજ્ઞાન, તેઓ અભયની વાતો કરતા હોય છે. એવા કોઈ રાજા શ્રી કૃષ્ણ જેવા જાતે જ કહી દેતા હોય છે કે હું જ ભગવાન છું.
જાતે પોતાને ભગવાન કહી દેવું એના જેવો બીજો કયો મોટો ઈશ્વરનો ઈનકાર હોય ? અહમ્ બ્રહ્માસ્મી કહેનારા બીજા તમામ ભગવાનોનો ઈનકાર કરી દેતા હોય છે. મહાવીર આત્મા એ જ પરમાત્મા કહેતા.
ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનીક પેદાશ છે; મક્કમ મનવાળા યોગીઓની નહી. યોગમાં તો પોતાના અહંકારને એટલો ઉંચે લઈ જતા હોય છે કે એક કક્ષાએ પોતાને જ બ્રહ્મ જાહેર કરી દેતા હોય છે. એટલે જે પ્રજા કમજોર અને નીર્બળ હોય તેને ભગવાનની જરુર વધારે પડવાની. જુઓ, ભારત જેટલા ભગવાનો બીજે ક્યાંય છે ખરા ? એકાદ ભગવાન સહુ રાખતા હોય છે; બાકી પોતાના બળ ઉપર મુસ્તાક. જેમ જેમ પ્રજા કમજોર પડતી જાય છે તેમ તેમ ભગવાનોની સંખ્યા વધતી જતી હોય છે. લેભાગુઓ જાતે ભગવાન બની બેસતા હોય છે અને કમજોર લોકો એમને ભગવાન માની પણ લેતી હોય છે. એ વીચારવા જેવું છે કે ભારતમાં પણ, જે કોમ પ્રમાણમાં સ્વભાવથી ડરપોક છે તેમના ગુરુઓ તેમનું ખુબ શોષણ કરતા હોય છે, તેમની સ્ત્રીઓનું પણ જાતીય શોષણ વધારે થતું હોય છે તેવા ગુરુઓ દ્વારા. અને જે કોમો જરા આક્રમક છે તેમનું શોષણ એમના ગુરુઓ દ્વારા ઓછું થતું હોય છે, એમાં પણ એમની સ્ત્રીઓનું જાતીય શોષણ કરવાની હીંમત ગુરુ પણ ના કરે. વ્રજવાસીઓ અહીં ગુજરાત આવે છે શોષણ કરવા. અને એવી કોમને પકડે છે જે સ્વભાવથી જ ડરપોક છે. આ ડરપોકો એમની સ્ત્રીઓ પણ ધરી દેતા હોય છે.
સૌથી વધુ સન્તો અને ભક્તો મોગલોના સમયમાં થયા. આર્તનાદો થતા રહેતા કે ‘હે ભગવાન, હવે બચાવો.’ લડવાની તાકાત ગુમાવી બેઠેલી પ્રજા બીજું કરે પણ શું ? પણ ભગવાન કોઈ વ્યક્તી તો છે નહીં, કે તે આવે અને બચાવે ! પછી સ્વાભાવીક શું થવાનું ? એક ભગવાન તો આવતા નથી તો બીજાને બોલાવો. બીજો આવતો નથી તો ત્રીજાને બોલાવો. એમ ભગવાનો બદલાયે જવાના. સમયે સમયે ભગવાન બદલાઈ જતા હોય છે. એકની આસ્થા બીજા ઉપર ઢાળી દેવાતી હોય છે. રામ નથી આવતા તો કૃષ્ણને બોલાવો. પછી નવા ફુટી નીકળેલા ભગવાનને બોલાવો. ‘સન્તોષી માતા’ હવે નથી આવતાં તો હવે ‘દશામા’ને બોલાવો ! 25 કે 30 વર્ષ પહેલાં અમેરીકા આવેલાને દશામા કોણ છે તે ખબર નથી. ગણપતી તો કાયમ હાજર જ છે ! પહેલાં ખાલી મહારાષ્ટ્રમાં જ ગણપતીનાં જાહેર ઉત્સવ થતા અને ગુજરાતમાં વડોદરામાં. હવે બધે થવા લાગ્યા છે. પહેલા રથયાત્રા અમદાવાદમાં જ નીકળતી હવે ઘણી બધી જગ્યા નીકળે છે.
હનુમાનજીનાં સરઘસ એમની જયન્તી વખતે ક્યારેય જોયા નહોતા; હવે તે પણ શરુ થઈ ગયાં. પ્રજા જેમ જેમ કમજોર પડતી જાય છે તેમ તેમ બધું વધતું જવાનું. હવે દરેકની આસ્થા સાંઈબાબા ઉપર ઢળી ગઈ છે. પહેલા સાંઈબાબાને આટલું બધું કોઈ પુછતું નહોતું. એક મુસ્લીમ ફકીર એમને તો મન્દીર હોય કે મસ્જીદ, જ્યાં જગ્યા મળી ત્યાં રહી પડ્યા. તે સમયના હીન્દુ સન્તો એમને માનતા પણ નહોતા. હીન્દુઓનો દમ્ભ તો જુઓ, સાંઈબાબા માંસ ખાતા હતા તે એક વીવાદ તો છે જ, આજે માંસાહાર વીરુદ્ધ જીવ કાઢી નાખનારા દમ્ભીઓની આસ્થા સાંઈબાબા બની ચુક્યા છે. એક વકીલ મીત્ર જેસલમેર ગયા હતા. ત્યાં જૈન મન્દીરમાં વીદેશી લોકોને પ્રવેશ નથી. કેમ કે વીદેશીઓ માંસાહારી હોય છે, જૈનોનો દમ્ભ જુઓ, પાલીતાણામાં માંસાહારી દલાઈ લામાને બોલાવેલા. ધીમે ધીમે સાંઈબાબાનું પુર ઓસરતું જવાનું છે તે નક્કી છે, એમની જગ્યા બીજો કોઈ ભગવાન લેશે. માનસીકતા તો એની જે રહેવાની ને ?
જેમ જેમ ઉંમર વધતી જાય તેમ માનવ કમજોર પડતો જતો હોય છે તેમ તેમ એને ભગવાનની જરુર વધારે પડતી જતી હોય છે. યુવાનીમાં ભગવાન બહુ જામતો નથી. જે પ્રજાના યુવાનો ભગવાનમાં બહુ માનતા થઈ જાય અને ટીલાં ટપકાં કરી ફરતા થઈ જાય, તો સમજવું યુવાનોમાં બહુ દમ રહ્યો નથી. યુવાની મરવા પડી છે. યુવાની કમજોર પડી ગઈ છે. તે દેશનું ભવીષ્ય ધુંધળું રહેવાનું. આવા યુવાનો કોઈ ક્રાંતી કરી શકે નહી. મેં વર્ષોથી લેખકોને વાંચ્યા છે, જે લેખકો યુવાનીમાં દમદાર લખતા, કોઈની સાડીબાર ના રાખતા, હવે એમનામાં બાપુઓનો આત્મા પ્રવેશતો જતો હોય છે. વૃદ્ધોને ભગવાન વધારે દેખાવાનો. કારણ હવે બીજું કરવા જેવું પણ બચ્યું નથી. નીર્બળ બની ચુક્યા હોય છે, શારીરીક તાકાત પણ ઓછી થઈ ગઈ હોય છે. તો પછી બોલાવો ભગવાનને !
ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજાને અણ્ણા હજારેમાં કેવો ભગવાન દેખાઈ ગયો ? અણ્ણા હજારે પાસે બહુ મોટો ચાન્સ હતો, ભગવાન બની જવાનો. ચીન અને ભારત સૌથી જુની સંસ્કૃતીઓ. બન્નેની માનસીકતા લગભગ એક જેવી. બન્ને સાવ આળસુ પ્રજા ધરાવતા દેશો. ચીન તો સાવ અફીણી કહેવાતું. બન્ને માટે રાજાઓ ભગવાન, બન્ને માટે વસ્તી વધારો મોટો જીવલેણ પ્રશ્ન. પણ ચીનમાં માઓ આવ્યા. ‘રીલીજીયન ઈઝ પોઈઝન’નું સુત્ર આપ્યું. ઉંઘતી પ્રજાને બેઠી કરી દીધી. ભલે એમનો સામ્યવાદ સફળ ના થયો; પણ પ્રજાની બદલાયેલી માનસીકતા અને ખંખેરી નાખેલી આળસ, આજે એની પ્રગતીનું કારણ બની ગઈ છે. આટલી બધી વસ્તી છતાં તે પોતાની પ્રગતીથી અમેરીકાને પણ મહાત કરી રહ્યું છે. જ્યારે ભારતમાં હમ્મેશાં વૃદ્ધ નેતાગીરી જ આવે છે, જે ભગવાનની આશા રાખતી જ રહેવાની.
એક તો ભગવાન ખુબ સમ્પત્તીવાન હોવો જોઈએ, જેથી બીજાને મદદ કરી શકે. વૈરાગ્યની ભાવનાવાળો હોવો જોઈએ જેથી મદદ કરતા હીસાબ ના ગણે. પછી યશ તો એને મળવાનો જ છે. ખાસ તો ભગવાન માનવ હોય તે જરુરનું છે. કારણ કાલ્પનીક ભગવાન કોઈ રીયલ મદદ કરવાનો નથી. અને આવો કોઈ ભગવાન ના મળે તો જાતે જ ભગવાન બની બેસો ને ? અહમ્ બ્રહ્માસ્મી ! ભગવાન કદી કોઈનું શોષણ કરે ખરો ??
–ભુપેન્દ્રસીંહ રાઓલ
ગુજરાતી વેબસાઈટ ‘કુરુક્ષેત્ર’ના 20 એપ્રીલ, 2011ના અંકમાં પ્રકાશીત થયેલો લેખ, શ્રી. ભુપેન્દ્રસીંહ રાઓલના અને http://raolji.com ના સૌજન્યથી સાભાર…
લેખક/બ્લોગર સમ્પર્ક: શ્રી. ભુપેન્દ્રસીંહ રતનસીંહ રાઓલ સેલફોન: +1 732 406 6937 ઈ.મેઈલ: brsinh@live.com

‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 19/12/2014
” ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનીક પેદાશ છે; મક્કમ મનવાળા યોગીઓની નહી.” લેખનુ આ વાક્ય ખૂબ ગમ્યું, ………… હું ભગવાનમાં માનતો નથી અને હું દુનિયાનો સૌથી સુખી માણસ છું.
@ રોહિત દરજી ” કર્મ” , હિંમતનગર
LikeLiked by 2 people
બાપુ,
આ અભ્યાસપૂર્ણ, ચિંતન અને મનને યોગ્ય લેખ માટે તમને હાર્દિક અભિનંદન.અા લેખ મીનીટોમાં કે કલાકોમાં કે દિવસોમાં લખાયો નહિ હોય…અભ્યાસ..અેટલો કર્યો હશે કે ફકરે ફકરે સંદર્ભોને વણી લેતાં પોતાને ભૂલીને બૂલ્સ આઇને ટારગેટ બનાવી શક્યા હશો. આ લેખ જે વાચક પહેલેથી પોતાના મનને તૈયાર કરીને બેઠા હશે તેઓને વિરોઘ કરવા યોગ્ય જરુરથી લાગવાનો. આરગ્યુમેંટસ્ પણ કરવાનાં. પરંતુ ૨૦૧૫ની સાલમાં…૨૧મી સદીમાં પણ ગાડાની નીચે ચાલતા શ્વાન જેવી માનસીકતા પ્રદર્શીત કરવાનાં. આ લેખ હિન્દુ ઘર્મ (?) ના અનુસંઘાનમાં લખાયો છે. જો આજકાલ બની બેઠેલા કથાકારો, સાઘુઓ, બાવાઓ, જેમને તેમનાં ઘંઘાને કારણે અૈશ્વર્ય પ્રાપ્ત થયું છે તેઓ શા માટે….લોકોને ભોળવીને પામેલા અૈશ્વર્યને ગુમાવે ? તેમને પોતાના ચમચાઓ હોવાના. તેમને પણ ભાગે જે આવે તનાથી સંતોષ રહેવાનો. ઘર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું કહેનારની કાગડોળે રાહ જોવાઇ રહી છે. ગીતાના બે જુદા જુદા અઘ્યાયોનો અભ્યાસ લોજીકલી કરીઅે…અઘ્યાય ૪, શ્લોક. ૧૧( ગુજરાતી તરજુમો જ આપુ છું. સંસકૃત શ્લોક અભ્યાસુ પોતે વાંચે તેવી રીક્વેસ્ટ છે.)‘ જેઓ જે પ્રકારે મારે શરણે આવે છે, તેમને તે જ પ્રકારે હું ભજું છું ( ફળ આપુ છું. હે પાર્થ ! બઘા મનુષ્ય સવૅ પ્રકારે મારો માર્ગ અનુસરે છે. ( કૃષ્ણ માનવ તરીકે જનમેલા હતાં તે તેમના ભક્તો સમજે છે…માને છે…પૂજે છે.)
અઘ્યાય ૪: શ્લોક: ૧ : શ્રી ભગવાન બોલ્યા: આ અવિનાશી યોગ મેં સૂર્ય(વિવસ્વત)ને કહ્યો હતો, સૂર્યે મનુને કહ્યો હતો અને મનુઅે ઇક્ષવાકુને કહ્યો હતો. ( મનુસ્મૃતિ…વર્ણવ્યવસ્થાની શરુઆત અહિંથી જ થઇ હોવી જોઇે. સ્ત્રીઓ, શુદ્રોની જે હાલત મનુસ્મૃતિમાં કરવામાં આવી છે તે તો દરેકે પોતે વાંચવી રહી.)
અઘ્યાય ૪, શ્લોક ૧૨. આ લોકમાં કર્મોના ફળની ઇચ્છા રાખનારાઓ દેવતાઓને પૂજે છે. કેમકે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન્ન થનારી ફળસિઘ્ઘિ તરત થાય છે. ( કયો ગરીબ ભક્ત…આ નિયમો અનુસરીને તરત પૈસાવાળો થયો ?)
શ્લોક. ૧૩. ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.
હવે અઘ્યાય ૧૮માં જઇઅે.શ્લોક: ૪૦. પૃથ્વી પર કે સ્વર્ગલોકના દેવોમાં અેવો કોઇ જીવ ાથી કે જે પ્રકૃતિના આ ત્રણ ગુણોથી રહિત હોય.
શ્લોક: ૪૧: હે પરંતપ ! બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શુદ્રોના પણ કર્મ..સ્વભાવથી ઉત્પન્ન થયેલાં ગુણો અનુસાર વિભાગ કરવામાં આવ્યા છે.
અઘ્યાય ૧૦: શ્લોક: ૩૨: હે અર્જુન ! સૈા સૃષ્ટિઓનો આદિ, મઘ્ય અને અંત હું જ છું, બઘી વિદ્યાઓમાં અઘ્યાત્માવિદ્યા હું છું અને વિવાદ કરનારાઓમાં વાદ હું છું.( વિવાદોમાં વાદ, )
અઘ્યાય ૩: શ્લોક૧૧: યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને પછી દેવો તમને સંતુષ્ટ કરશે. આમ અેક બીજાને સંતુષ્ટ કરતાં તમે પરમ કલ્યાણને પામશો.( લાંચ લે આપવાની શરુઆત અહિંથી તો નથી થઇને ?)
ખૂબ કમાણી કરીને થોડા સમયમાં ઘણી પ્રોપર્ટી કમાનાર સાંઇ મંદિર…(ઇઝલીન. ન્યુ જર્સીમાં) ના પૂજારીઅે તે મંદિરના ઘનવાન માલિકથી જુદા થઇને પોતાનું નવું સાંઇ મંદિર ચાલુ કર્યુ છે….ભક્તોની કમી નથી. કહેવાય છે કે અમેરિકા આવનારાઓમાં ફક્ત પૂજારીઓ નસીબવાન હોય છે કારણકે તેમના અભ્યાસ..સર્ટીફિકેટની જરુર નથી
પડતી…નોકરી મેળવવામાં કે ક્રિયાકાંડ કરાવીને ઘનોપાર્જનમા તકલીફ નથી પડતી….
ભગવાન…માનવ તરીકે જન્મેલા ભગવાનની આ પૃથ્વી આજે પણ આપેલાં વચનને પાળવા આવવાની રાહ જોઇ રહી છે……
મેં તો ગીતામાં જે લખ્યુ છે તે જ અહિ ઉતાર્યુ છે મારા આમાં વિચારો લખ્યા નથી…ફક્ત કોંંસમા લહેલા વિચારો જ મારાં છે. ઇન્ટરપ્રિટેશન દરેક વાચકે કરવું.
આભાર….
અમૃત હઝારી
LikeLiked by 4 people
Another ‘well research’ article from Bhundrasinh. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ માનવ કમજોર પડતો જતો હોય છે તેમ તેમ એને ભગવાનની જરુર વધારે પડતી જતી હોય છે. યુવાનીમાં ભગવાન બહુ જામતો નથી. જે પ્રજાના યુવાનો ભગવાનમાં બહુ માનતા થઈ જાય અને ટીલાં ટપકાં કરી ફરતા થઈ જાય, તો સમજવું યુવાનોમાં બહુ દમ રહ્યો નથી. યુવાની મરવા પડી છે. યુવાની કમજોર પડી ગઈ છે. તે દેશનું ભવીષ્ય ધુંધળું રહેવાનું. આવા યુવાનો કોઈ ક્રાંતી કરી શકે નહી.
This is 100% true. Human nature always tend to lean toward GOD whenever he is in trouble…… If only he understand that rouble he is in is created by him and then fight himself to cure it, he would be more productive.
LikeLiked by 1 person
ભગવાન (ઈશ્વર, પરમેશ્વર, પરમાત્મા), અલ્લાહ (ખુદા), ગોડ વગેરે શું જુદી જુદી ઔલોકિક હસ્તી છે? જો જુદી જુદી ઔલોકિક હસ્તી છે, તો પછી માનવીઓની માન્યતા અનુસાર આ બ્ર્હ્ભાન્ડ ની વ્યવસ્થા કોના અંકુશમાં છે? અવશ્ય તે કોઈ ઍકના અંકુશમાં જ હશે, નહીં તો ઍક કરતા વધારે હશે તો તેઓ આપસમાં લડી પડશે.
આ ઔલોકિક હસ્તીના નામે, પ્રજાના પૈસે કરોડોની કીંમત ના મસ્જીદો, મંદિરો, દેવળો વગેરે તય્યાર થઈ જાય છે, પરંતુ ગરીબો અને નિરાધારોની ઝુંપડીઓ કાચી ને કાચી જ રહે છે.
આ ઔલોકિક હસ્તીના નામે, મોટા પેટ વાળા મોલવીઓ, સાધુઓ તથા પાસ્ટરો ને બત્રીસ જાત ના પક્વાનો અને મેવાઓ સહેલાઈથી મળી રહે છે, પરંતુ દરિદ્રો ને બે ટંક્નુ ભોજન નથી મળતું.
શું આ ભગવાનની વ્યવસ્થા છે?
અમારા મુસ્લીમ ધર્મમાં પણ એવા હજારો લેભાગુઓ ચારે તરફ ફેલાઈ ગયા છે, જે અંધ્શ્રધ્ધાળુઓ ને અલ્લાહના નામે, શીશામાં ઉતારીને તેમના પરસેવાની કમાણી લુંટી લે છે, અને પ્રજા ના પૈસે તાગડધિન્ના કરે છે.
વાહ રે ભગવાન! તું કેવો ભગવાન?
તારા નામમાં પણ બેવડું ધોરણ !
તારા નામે તારા એજંટો તનેજ વટાવી ખાય છે !
તારા અનુયાયીઓ માં કોઈ ને કણ ને કોઈને મણ! શું આ ભગવાનનો ન્યાય છે?
કાસીમ અબ્બાસ
કેનેડા
LikeLiked by 1 person
Good article, congrats !
God did not create man, Man has created God.
God’s image in our minds is full of contradictions.
Just one Example : If He is all-powerful, he cannot be merciful.
Such clear contradictions are ample proof that Man himself made Him and assigned such inconsistencies to Him. —Subodh Shah —
LikeLiked by 2 people
ખુબ જ સુંદર અને અતી મહત્ત્વનો આર્ટીકલ. આનો પ્રચાર પુશ્કળ અને સમગ્ર દુનીયામાં જ્યાં આવા કમજોર ધાર્મીકો (જેમાં હીન્દુઓ તો ખાસ, પણ બધા જ ધર્મના લોકોનો સમાવેશ થાય છે) હોય ત્યાં થવો અત્યંત જરુરી છે. આવા લેખ માટે ભાઈશ્રી ભુપેન્દ્રસીંહને લાખો ધન્યવાદ અને ભાઈશ્રી ગોવીંદભાઈનો પણ આ લેખનો પરીચય કરાવવા બદલ હાર્દીક આભાર.
LikeLiked by 2 people
બહુ સરસ તેજાબી લેખ છે.પણ શું ‘ભગવાન’ એ માત્ર ગભરું મનુષ્યના ફળદ્રુપ ભેજાની પેદાશ છે? કદાચ ….. ના. આ વિશ્વ છે તો તેનો બનાવનાર કોઈ તો હશે જ. એ વિશ્વંભર પાસે તો લખલૂટ ઐશ્વર્ય, ધર્મ, યશ, જ્ઞાન તથા વૈરાગ્ય હશે જ. તકલીફ તો આપમેળે સુંઠના ગાંગડે ભગવાન બની બેસતા ઢોંગી ભગવાનોની છે જે માણસની ભાવનાઓ સાથે ખેલે છે અને સાચા વિશ્વંભરનું નામ બદનામ કરે છે!
LikeLiked by 2 people
Ben Darsha
Dharma na name aatla pakhand aasaram rampal jeva asnkhya dha dhu pa pu o kare ane chhataye vishvambhar aavto nathi matlab ke te nathi athava to tene haju pap ochha lagta hase jethi pelu YADA YADAHI DHARMASHYA valu vachan palva aavto nathi haju vadhare paplila jovanu tene pan gamtu hase evoj arth karvo rahyo.
LikeLiked by 1 person
To Darsha Kikani:
You said : “આ વિશ્વ છે તો તેનો બનાવનાર કોઈ તો હશે જ.”
Really?
If everything and everybody must have a maker, God also must have a maker. Right? So, Who made God?
If I wish to know about the origin of the universe, I would better go to science, to modern physics, Bing Bang theory, and a lot of science that is proven and well accepted.
Thanks for a good question. I appreciate your curiosity.
—Subodh Shah — NJ, USA.
LikeLiked by 1 person
ખુબજ સુંદર, સરળ સ્પષ્ટ,વાસ્તવીકતાઓ રજુ કરતો તેજાબી લેખ.
આવાજ વધુ લેખોની અપેક્ષા સહિત લેખકને ધન્યવાદ !!!
LikeLiked by 1 person
Great article, worth giving very wide publicity.
LikeLiked by 1 person
વાહ..ખૂબ સુંદર લેખ
LikeLiked by 1 person
કેટલાક મુદ્દાઓ વિચારવા લાયક છે, પણ ‘ભારતીય’ તરીકેનો મારો અહંમ મને કદાચ આ લખવા પેરે છે.
‘અહમ બ્રહ્માસ્મિ’ માં ‘હું’ શબ્દ જે વિચારે છે તેને બધાને લાગુ પડે છે – સાદુ ભાષાંતર ‘બધા ભગવાન છે’
આમ નવા ભગવાનની આવશ્યકતા નથી. લખવા માટે તોડ મરોડ યોગ્ય નથી.
‘પ્રજા જેમ જેમ કમજોર પડતી જાય છે તેમ તેમ બધું વધતું જવાનું.’ વાક્ય સાથે આપના જેવા જ લેખક શ્રી અમૃત હજારેની કોમેન્ટ સરખાવીએ તો – ‘ખૂબ કમાણી કરીને થોડા સમયમાં ઘણી પ્રોપર્ટી કમાનાર સાંઇ મંદિર…(ઇઝલીન. ન્યુ જર્સીમાં) ના પૂજારીઅે તે મંદિરના ઘનવાન માલિકથી જુદા થઇને પોતાનું નવું સાંઇ મંદિર ચાલુ કર્યુ છે….ભક્તોની કમી નથી. કહેવાય છે કે અમેરિકા આવનારાઓમાં ફક્ત પૂજારીઓ નસીબવાન હોય છે કારણકે તેમના અભ્યાસ..સર્ટીફિકેટની જરુર નથી’
શું અમેરીકાની પ્રજા પણ કમજોર પડતી જાય છે ?
LikeLike
ખુબજ સરસ લેખ લેખકને અભીનંદન
LikeLiked by 1 person
It is a good article to read and think over it and try to implement in your life to get result.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
ખુબ ખુબ આભાર ગોવિંદભાઈ અને પ્રતિભાવ આપનારા મિત્રોનો પણ આભાર…
LikeLike
ઓશોના નામે અહીં ભગવાનની મનઘડંત વ્યાખ્યા આપવામાં આવી છે. મને જરા જણાવશો કે ઓશોએ આવી વ્યાખ્યા કયા પ્રવચનમાં કે પુસ્તકમાં કયા પાના પર આપી છે?
LikeLike
ડીયર શરદ શાહ .. આમાં મનઘડ્ન્ત શું છે? ઓશો પોતે મજાકિયા હતા જ. એમણે મજાકમાં જ કહ્યું હશે. ભગ એટલે યોની તે શું ખોટું છે? હવે તમારા જેવા ઓશોના અઠંગ પરમ ભક્તને યાદ રહ્યું નથી કે ઓશોએ ક્યારે કયા પ્રવચનમાં કે પુસ્તકમાં આવું કહ્યું છે તો મને ક્યાંથી યાદ રહે? હું ૧૯૭૨માં ૧૧ ધોરણમાં હતો ને ઓશોના પ્રવચન સાંભળવા જતો એક ધ્યાન કેન્દ્રમાં જ્યાં એની કેસેટ મુકતા. ઓશોના અઢળક પુસ્તકો વાંચ્યા હોય તો કયું વાક્ય કયા પુસ્તકમાં છે તે યાદ રાખવું મુશ્કેલ અને ઓશો પોતે રીપીટ કરતા હતા એમના વક્તવ્યો.. હું સાચો છું તે મને ખબર છે.
LikeLike
પ્રિય ભુપેન્દ્રસિંહજી;
ખુબ ભોજન કરવું રોગને આમત્રંણ છે. પણ એટલું જ આરોગવું જેટલું આપણે પાચન કરી શકીએ તે રેશનલ છે, હીતકારી છે અને તેમાંથી શરીરને પોષણ મળે છે. મહદાંશે અતિભોજ ઝાડા-ઊલટીનુ કારણ બને છે જ્યારે ક્યારેક જ વિષાક્ત ભોજ.
આવું જ વાંચન બાબતે પણ છે. ઓશોના અઢળક પુસ્તક વાંચવા એ કોઈ ક્વોલીફિકેશન નથી. મારી સમજ મુજબ કેટલું વાંચ્યું તેની ઝાઝી અગત્યતા નથી. કેટલું સમજ્યા અને કેટલું જીવનમાં ઉતર્યું તે વધુ અગત્યનુ છે. ઓશોના ૬૫૦ પુસ્તકોમાંથી મારી પાસે ઓશોના ૪૦થી વધુ પુસ્તક નથી અને કદાચ પંદરએક પુસ્તકો જ મેં પુરા વાંચ્યા છે. અને હું દાવા સાથે કહી શકું ક ભગવાન માટેની આવી વ્યાખ્યા ઓશો જ નહી પણ કોઈપણ બુધ્ધ પુરુષ ન જ કરી શકે.
જીસસ દારુ પીતા અને માંસાહાર પણ કરતાં પરંતુ કોઈ કહે કે બાઈબલમાં જીસસે દારુ પીવાનો અને માંસાહાર કરવાનો લોકોને ઉપદેશ આપ્યો છે કે આજ્ઞા કરી છે તો હું બાઈબલ વાંચ્યા વગર કહી શકું કે એ સંભવ નથી અને ભુલેચુકે કોઈ બાઈબલમાં લખેલું બતાવે પણ તોય મારો બુધ્ધ પુરુષો સાથે નો વ્યક્તિગત અનુભવ કહે કે એ બાઈબલ નકલી છે અથવા એ વાત પાછળથી કોઈ અનુયાઈએ બાઈબલમાં જોડી દીધી છે.
હૂ ઓશોને જેટલાં ઓળખું છું તેના ઉપરથી એટલું તો અવશ્ય કહીશ કે ઓશો એટલાં મુર્ખતો ન હતા કે ભગવાનની વ્યાખ્યા આટલી ભદ્દી કરી અને પોતાના નામ આગળ ભગવાન શબ્દ લગાવે.
પરંતુ આપ જ્યારે કહેતા હોય કે “હું સાચો છું તે મને ખબર છે.” ત્યારે સંવાદનો દરવાજો જ બંધ થઈ ગયો. આપને ખબર જ હોય તો મારે કાંઇ કહેવાનુ નથી.
શરદ.
LikeLike
Sorry, I missed this. I do remember Rajnish having said that. It was not a joke. It was a part of a serious discourse. I heard it on a tape of his lectures back in late sixties.
LikeLiked by 1 person
ભુપેન્દ્રસિંહ રાઓલના લેખો વાંચવાથી ઘણું જાણવાનું મળે છે .
ગોવિંદભાઈ તમે આવા અંધશ્રધ્ધાને પછડાટ આપનારા લેખો ગમે ત્યાંથી મેળવીને વાંચક વર્ગ સુધી પહોંચાડો છો . એ તમારું કાર્ય પ્રશંશીય છે .
LikeLiked by 1 person
ડીયર શરદ શાહ… તમારી કોમેન્ટ્સ વાચી હસવા સિવાય કશું સુજે નહિ.. હવે ઓશોના પંદરેક પુસ્તકો જ તમે વાંચ્યા છે તો તમે મને ખોટો પાડી શકો તેમ છો જ નહિ.. અતીભોજ અને વિષાક્ત ભોજ આવી બધી ચાંપલાશ કરવાનું રહેવા દો અને સલાહ આપવાનું બંધ કરો તો તમારા સ્વાસ્થ્ય માટે હિતકારી છે. તમારા દાવા તમારી પાસે રહેવા દો.. મને ઓશોના નકલચીઓ પ્રત્યે ચીડ છે. અને આ તો કાઈ નથી.. આ વ્યાખ્યા તો બહુ સારી છે. પણ સ્ત્રીપુરુષના કામુક સંસર્ગ વિષે અંગ્રેજીમાં જે શબ્દ ‘ફ’ થી શરુ થતો ચીલાચાલુ વપરાય છે તેનાં વિવિધ રૂપ વિષે ઓશોએ જે કહ્યું છે તે સાંભળ્યું છે? અહી અભદ્ર લાગે એટલે મુકાય તેવું નથી.. સંવાદનો દરવાજો બંધ રાખોશો તેટલી મહેરબાની અમારા સ્વાસ્થ્ય માટે કરશો.. હહાહાહાહાહ
LikeLiked by 1 person
bahuj uttam vaat chhe . govind bhaai tmaaro aabhaar
LikeLike
तमने गमयु ए मने पण गमयु
LikeLike
પ્રિય ભુપેન્દ્રસિંહ ભાઈ રાઓલ
તમારો લેખ વાંચ્યો .
સ્વચ્છતા રાખવાની અને સ્વચ્છ રહેવાની કેળવણી બાળકોને ગળથુથીમાં જ શીખવવાની છે . કે જેથી કરી તેઓ નાં સ્વભાવમાંજ સ્વચ્છતાનો આગ્રહ વસી જાય . ગામડામાં અને શહેરોમાં એવો રીવાજ હોય છે કે સાફ સફાઈનું કામ તો સ્ત્રીઓનુજ હોય ઉપરાંત દળવું છાશ વલોવવી રસોઈ કરવી પશુઓ માટે સીમમાંથી ઘાસ લાવવું એવું બધું ઘણું કામ ફક્ત સ્ત્રીઓજ કરે . પુરુષો અનાજ દળવાનું કામ કરેતો એને મૂછો ન ઉગે એવી પાકી માન્યતા મારા ગામનો વાઘો ભાઈ દળણું દળે એની વૃદ્ધ માને ખુબ મદદ કરે ઘણા વડીલો અને પોતાના જેવડા છોકરા મશ્કરી કરે વાઘા ભાઈને કોઈ અસર થતી નહિ . એક વખત મારા બાપા અને ઘરના અમે રેલ્વે સ્ટેશન ગાડી આવવાની વાટ જોતા ઉભાહતા એટલામાં કોક છોકરાને ઉલટી થઇ મારા બાપાએ ઉલટી માથે ધૂળ નાખી અને ત્યાં પડેલા લાકડાના કકડા વતી આઘી કરી નાખી . કોક માણસે મારા બાપાને કીધું કે બાપા તમે પોલીસ પટેલ થઈને આવાં કામ કરવા માંડશો બિચારા ઝાડું વાળા ક્યા જશે . બાપા એ જવાબ આપ્યો કે જો હું ઉલટી સાફ નકરત તો ઉલટી જોઇને બીજાને ઉલટી થઇ જાત ઝાડું વાળો તો આવત ત્યાં સુધીમાં ઉલટી જોઇને બીજાને ઉલટી થઇ જાત અને મારી પોલીસ પટેલાય તો રહેવાનીજ છે . મેં ઉલટી સાફ કરી એમાં પોલીસ પટેલાય ભાગી જ્વાનીનથી .
આપ કલ્પના કરો એ વખતે કેટલો જુનો જમાનો હતો .
LikeLike