સીનેમાની ટીકીટના અડધીયા જેવો ધર્મ

–દીનેશ પાંચાલ

ડો. ડેવીડ ફ્રોલી ભારતીય ઈતીહાસના નીષ્ણાત છે. તેમણે કહ્યું છે: ‘અમેરીકા અને જાપાન એટલા માટે સુખી અને સમૃદ્ધ છે કે ત્યાં ધર્મ સમ્પ્રદાયના વાડા નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે.’ મલેશીયા અને પાકીસ્તાનમાં અઢળક કુદરતી સમ્પત્તી છે. પણ એ ગરીબ રહ્યા; કારણ કે એ દેશોમાં ધર્મની બોલબાલા રહી છે. મલેશીયામાં હીન્દુ કે ખ્રીસ્તી નાગરીક મુસ્લીમ બની શકે; પણ ઈસ્લામી નાગરીક ધર્મપરીવર્તન કરીને હીન્દુ કે ખ્રીસ્તી ન બની શકે. ઈસ્લામમાંથી ધર્મ પરીવર્તન કરનારને દેહાન્તદંડની સજા થાય છે. એ સમ્બન્ધે એક ચોંકાવનારો કીસ્સો ઘૃણા ઉપજાવે એવો છે. 1988માં મલેશીયામાં જન્મેલી મુળ મલય જાતીની મુસ્લીમ છોકરી (નામ એનું લીના જૉય) ધર્મપરીવર્તન કરીને ખ્રીસ્તી બની. તે છોકરી રોમન કેથલીક યુવકને પરણવા માંગતી હતી. એથી તેના આઈડેન્ટીટી કાર્ડમાંથી ઈસ્લામ ધર્મ કાઢી નાખવા માંગતી હતી. બસ, આટલી બાબતે ગુનો ગણીને ઈસ્લામીક શેરીયા કોર્ટે તેને બેવફા જાહેર કરીને દેહાન્તદંડની સજા ફરમાવી છે. (આજે પણ એ યુવતીએ જીવ બચાવવા સંતાતા ફરવું પડે છે)

એક વાત સમજાતી નથી. ધર્મ સુખને બદલે દુ:ખનું કારણ શા માટે બનવો જોઈએ? માણસે પીડાસહન કરવા કે દુ:ખી થવા માટે ધર્મ પાળવો જોઈએ એવું કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી. ધર્મ આખરે શું છે? ભુખ લાગે તો રોટી ખાવી એ જીવન છે અને કોઈ ભુખ્યો આવે તો તેને અડધામાંથી અડધી રોટી આપવી એ ધર્મ છે. પાણી માટે કુવો ખોદવો એ જીવન છે અને તરસ્યાને માટે પરબ માંડવી એ ધર્મ છે.

મીત્રો વચ્ચે ચર્ચા ચાલતી હતી તેમાં એક પ્રૉફેસર મીત્રે જે કહ્યું તે સાંભળવા જેવું છે. એમણે કહ્યું: ‘હું કોઈ પ્રસ્થાપીત ધર્મ પાળતો નથી; પણ માનવધર્મમાં મને પુરી આસ્થા છે. હું મન્દીર, મસ્જીદ કે ગીરજાઘરોમાં જતો નથી; પણ કોઈને હૉસ્પીટલમાં લઈ જવાની ઈમરજન્સી ઉભી થઈ હોય તો મારું કામ પડતું મુકીને દોડી જાઉં છું, ભુખ લાગે ત્યારે ખોરાક ખાઉં છું; કોઈનું ભેજુ ખાતો નથી. તરસ લાગે ત્યારે પાણી પીઉં છું; કોઈનું લોહી પીતો નથી. મન્દીરમાં જવાને બદલે કોઈ સાહીત્યકારની શીબીરમાં જવાનું મને વધુ ગમે છે. મન્દીરમાં ગવાતાં ભજનો સામે મને વાંધો નથી; પણ ભજન ગાવા કરતાં સાહીત્યગોષ્ઠીમાં ચીન્તન–મનન કરવાનું મને વધુ ગમે છે. શીરડી પગપાળા યાત્રા કરીને સાંઈબાબાને રીઝવવા કરતાં ઘરડા મા–બાપની સેવા કરવાનું મને ગમે છે. ઘરમાં સાગનું નાનું મન્દીરીયુ છે. તેમાં ક્યા દેવ છે તેની મને ખબર નથી. પત્ની રોજ પુજા કરે છે. હું નથી કરતો. પત્નીએ મારી ધર્મવીમુખતા સ્વીકારી લીધી છે. હું પણ તેના ગમાઅણગમાનો ખ્યાલ રાખું છું (તે ઘરમાં પોતું મારે છે ત્યારે તે સુકાય નહીં ત્યાં સુધી હું ત્યાં પગલાં ન પડે તેનું ધ્યાન રાખું છું) એને કંટોલાંનું શાક બહુ ભાવે, મને બીલકુલ ભાવતું નથી. પણ હું બજારમાંથી ખાસ તેને માટે કંટોલાં (મોંઘાં મળે તો પણ) ખરીદી લાવું છું. મને કારેલાંનું શાક ખાસ પ્રીય છે તેને ભાવતું નથી. હું કદી તેને તે ખાવા માટે આગ્રહ કરતો નથી. અમારા સહજીવનમાં કંટોલાં–કારેલાં જેવી ઘણી અસમાનતાઓ છે; પણ અમે અનુકુલન સાધીને જીવીએ છીએ. એ ધર્મ પાળે છે, હું પાળતો નથી; છતાં સમજદારીથી સુખી દામ્પત્ય જીવન વીતાવીએ છીએ. દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું. સુખી સંસાર માટે પ્રેમ કરતાં અનુકુલન વધુ જરુરી છે. હું બીલકુલ ધાર્મીક નથી; પણ લાખો ધાર્મીકો કરતાં વધુ સુખી છું.’

પ્રૉફેસર મીત્રે આગળ કહ્યું: ‘ઘણા લોકો ભગવાનનો ફોટો, મુર્તી વગેરે રોજ ઘસીઘસીને સાફ કરે છે; પણ જમ્યા પછી દાંત સાફ કરતા નથી. રોજ ધાર્મીક પુસ્તકોનું પોપટ–રટણ કરે છે; પણ અખબારો કે પુસ્તકો વાંચતા નથી. તેઓ શ્રદ્ધાપુર્વક ‘રામાયણ’ વાંચે છે; પણ ધંધામાં પાપનું પારાયણ કરવામાં પાછા પડતા નથી. ગલ્લા પર થતી ખુલ્લેઆમ નફાખોરી, કોમી રમખાણોમાં થતી છરાભોકથી ઓછી ખતરનાક નથી. ધર્મપુસ્તકનો રોજ એક અધ્યાય વાંચો એટલે દીવસભરનાં પાપો ધોવાઈ જાય એવું હું માનતો નથી. હું મન્દીરે નથી જતો; પણ લાઈબ્રેરીમાં રોજ જાઉં છું. ધર્મપુસ્તકોને બદલે મહાન માણસોનાં જીવનચરીત્રો વાંચું છું. આજપર્યંત ઘરમાં એક પણ વાર કથા–કીર્તન–ભજન, યજ્ઞ કે પુજાપાઠ કરાવ્યાં નથી; પણ મારા આખા કુટુમ્બે દેહદાન અને નેત્રદાનનું ફોર્મ ભર્યું છે. રક્તદાન કરવાનું અમે કદી ચુકતાં નથી. સાધુ–સંતોને દાન પુણ્ય કરવાને બદલે દર વર્ષે એકાદ–બે ગરીબ વીદ્યાર્થીને પુસ્તકો, ફી વગેરેમાં મદદ કરું છું. રથયાત્રામાં જોડાતો નથી; પણ રોજ સવારે પદયાત્રા (મોર્નીંગ વૉક) જરુર કરું છું. કુમ્ભમેળામાં કદી ગયો નથી; પણ વીજ્ઞાનમેળો કે પુસ્તકમેળો એકે છોડતો નથી. આ રીતે જીવનારનો ક્યો ધર્મ કહેવાય તેની મને ખબર નથી; પણ કદી એવી ચીન્તા થઈ નથી કે હું ઈશ્વરને નથી ભજતો, મન્દીરમાં નથી જતો, ઘરમાં કથા નથી કરાવતો, ધાર્મીક સ્થળોની યાત્રા નથી કરતો તેથી મર્યા બાદ સ્વર્ગમાં ન જવાશે તો મારું શું થશે?’

પ્રૉફેસર મીત્રની વાતો સાંભળી એક વાતનું સ્મરણ થયું. હું લખતાં લખતાં બે ધ્યાનપણે કોઈ પુસ્તક ગોતવા કબાટ તરફ આગળ વધું કે તુરત શબ્દો સંભળાય – ‘કેટલી વાર કહ્યું કે પોતું માર્યું હોય ત્યારે સુકાય નહીં ત્યાં સુધી પગલાં પાડવાં નહીં.’ જોવા જઈએ તો આ એક વાક્યમાં સઘળા ધર્મોનો સાર સમાઈ જાય છે. આપણી વાજબી જરુરીયાત પણ આપણે એ રીતે ન સંતોષવી જોઈએ કે જેથી બીજાને અગવડ થાય. કોઈને ખપમાં ન આવીએ તો ભલે; પણ કોઈને માટે લપ ન બની જઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ. સુખ માટે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની રહેવાને બદલે પારકાનાં સુખનો પણ ખ્યાલ રાખવો જોઈએ. આ જ વાત સઘળાં ધર્મપુસ્તકોમાં લખી છે. રાવણ બનવાથી બચી જાઓ, પછી ‘રામાયણ’ ન વાંચો તો ચાલે. જીવનમાં ડગલે ને પગલે દુર્યોધન કે શકુની બની રહેતા હો તો રોજ ‘મહાભારત’ વાંચો તોય શો ફાયદો? યાદ રહે જીવનના અનુભવોમાંથી જડેલાં સત્યો ગીતા, કુરાન કે બાયબલનું જ પવીત્ર ફળકથન હોય છે. શાયર દેવદાસ ‘અમીરે‘ કહ્યું છે: ‘છોડ ગીતા, કુરાન અને બાયબલ… અસલી પથ તો એ છે જે જમાનો શીખવે છે!’

પૃથ્વીલોકમાં માણસનું અવતરણ જે કારણે થયું હોય તે; પણ એટલું નક્કી કે એની આંખમાંથી ક્યારેક આંસુ ટપકે છે. કો’ક દુ:ખી માણસનાં આંસુને તમારી હથેળી વડે લુછો એ બાબત ધર્મ ન ગણાતી હોય તો પણ તેમ કરવામાં શું નુકસાન છે?

તરસની જેમ દુ:ખ સર્વવ્યાપી સ્થીતી છે. આપણે મન્દીર ન બંધાવી શકીએ; પણ મન્દીર બહાર બેસતા ભીખારીઓમાંથી કો’ક એકના પેટની આગ ઠારીએ તેમાં ક્યું નુકસાન છે? રોડ પર અકસ્માતમાં માણસ ઘવાય ત્યારે આજપર્યંત એક પણ વાર એવું બન્યું નથી કે તેને મદદ કરવા દોડી જનાર લોકોએ પહેલાં તેને એમ પુછ્યું હોય કે– ‘તમે હીન્દુ છો કે મુસ્લીમ….?’ એક પ્રશ્ન પર ખાસ વીચારવા જેવું છે હીન્દુ–મુસ્લીમ યુવક–યુવતીનાં મન મળી જાય અને બન્નેના અંતરનાં આંગણાંમાં હૈયાનો હસ્તમેળાપ થાય, ત્યારે એને ‘હીન્દુપ્રેમ’ અને ‘મુસ્લીમપ્રેમ’માં વહેંચી શકાય ખરો? સમગ્ર સૃષ્ટીના માણસો કન્સીલ્ડ વાયરીંગની જેમ પરસ્પર જોડે પ્રાકૃતીક રીતે સંકળાયેલા છે.

સૌનાં આંસુ સરખાં છે. સૌના આનંદ સરખા છે. સૌની દેહરચના તથા જન્મ અને મુત્યુ સરખાં છે. તે ત્યાં સુધી કે તેમના લોહીનો રંગ પણ (‘ઈસ્લામી–રંગ’ કે ‘હીન્દુ–રંગ’માં) વીભાજીત થયેલો નથી. તો માણસ માણસ વચ્ચે ન્યાત–જાત અને ધર્મ–કોમના આટલા ભેદભાવ કેમ?

ધુપછાંવ

દરેક માણસને એક ધર્મ હોય છે. એ ધર્મ ગેટપાસ જેવો ગણાય. જીવનભર માણસ ધર્મનો બીલ્લો છાતીએ ચીપકાવીને ફરે છે પણ કબરમાં કે સ્મશાનમાં એ બીલ્લાની કોઈ મહત્તા રહેતી નથી. મન્દીર બહાર બુટ ઉતારી દેવા પડે છે, તે રીતે ચીતા પર કે કબરમાં જતાં પહેલાં એ બીલ્લો આપોઆપ ઉતરી જાય છે. ધર્મ તો સીનેમાની ટીકીટના અડધીયા જેવો છે. થીયેટર છોડ્યા પછી માણસ એ અડધીયું ફેંકી દે છે. તે રીતે ધર્મ પણ માત્ર આ પૃથ્વીલોકના ઈલાકામાં કામ આવતી ચીજ છે. મૃત્યુલોકમાં પ્રવેશીએ પછી ધર્મનું ચલણ કામ આવતું નથી. મૃત્યુ આગળ નાત, જાત કે ધર્મ, કોમના બધા ભેદ ભુંસાઈ જાય છે. તાત્પર્ય એટલું જ કે સમગ્ર વીશ્વ માટે માનવધર્મથી ચડીયાતો ધર્મ બીજો એકે નથી.

દીનેશ પાંચાલ

લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન: 94281 60508

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2012ના ઓગસ્ટ માસના અંકમાં પ્રકાશીત થયેલો આ લેખને તારીખ 13 સપ્ટેમ્બર, 2013ના રોજ કચ્છી જૈન સમાજ, પાલડી, અમદાવાદ ખાતે ‘મંગલ મન્દીર’ માસીક વર્ષ 2012નો સર્વશ્રેષ્ઠ લેખ’ તરીકેનો ઍવોર્ડ એનાયત કરવામાં આવેલ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 02 – 01 – 2015

 

 

16 Comments

  1. Khubah saras lekh. Vishay ni mavjat pan khub saras reete karee chhe. Examples pan aapna rojida jeevan na aapya hovathee lekh rasmay banyo chhe.

    Duniya na lagbhag badhanj dharmo ekj vaat sikhave chhe ane te chhe Manav Dhram (Humanity). Kamnaseebe mota bhagna lokoKama kand nej dharma samjhi betha chhe. Ane jyaare aavun bane tyaare mul dharm ane eni bhavna bhoolaee jaay chhe.

    Any kartan maaroj dharm chadiyato ni spardha jyaare sharu thaay chhe tyaare manav sarjit problems ne moklo maidan male chhe. Aa sthithee anyona dhrmo ne samjva ane sweekarva ma adchan bane chhe. any dharmono asweekaar karva kayo dharm kahe chhe?

    Quraan ma Islam dharm maan naarao maate aadesh aapva ma aavyo chhe. ‘Lakum deenakum vale yadeen. Artha, ‘Tamaaro dharm tamaari saathe ane maaro maari saathe.’ Aaamanj any dharmo hovano sweekar bharaylo chhe. Jo evun na hot to ‘Tamaaro darm’ ni vaataj na hot.

    Lagbahg badhanj dharmo na karmakaandioae dharm no chhed udavyo chhe. Koi dharma eman baakat nathee. Lagbhag badhanj karmakandio anya dharmo ma khot shodhtanj hoy chhe. Chaalo, emany vaandho nathee. Parantu jyaare ae khotonej dharma maani lai emne vagove tyaare ae loko kaya dharm nu paalan kare chhe? Any dharmo ni saari vaato, seekho ne dhyanma nahin laee, emnu sanmaan na kari fakt vagove tyaare real problem udbhave chhe. Inclusive ne badle jyare koi vyakti Exclusive bane chhe tyare problems ubhaa thaay chhe.

    Dharma manushya maate chhe nahin ke amnushya dharma maate. Aastha jyare Anasthaa bane chhe tyare problem ni sharuaat thaay chhe. Aastha ane Anastha ni vachhe ni paatli bhed rekha jadavvi khub jaroori chhe.

    Firoz Khan
    Journalist-Columnist
    Toronto (Canada)

    Liked by 1 person

  2. “ધર્મ તો સીનેમાની ટીકીટના અડધીયા જેવો છે. થીયેટર છોડ્યા પછી માણસ એ અડધીયું ફેંકી દે છે. તે રીતે ધર્મ પણ માત્ર આ પૃથ્વીલોકના ઈલાકામાં કામ આવતી ચીજ છે.” એમ કહેવાને બદલે કદાચ કહેવું જોઈએ કે “ધર્મ તો આ પૃથ્વીલોકના ઈલાકામાં પોતાની જાતને અને અન્યને છેતરવાની ચીજ છે.”

    Like

  3. ધર્મ ખરી રીતે “લોટરીની જીતેલી ટીકીટ” જેવો છે. ધર્મના નામે દરેક ધર્મમાં તાક્સાધુઓ અંધશ્રધાળુઓના પૈસે તાગડધિન્ના કરે છે. ધર્મના નામે આલીશાન મસ્જીદો, મંદિરો, દેવળો વગેરે તૈયાર થઈ જાય છે, જ્યારે દરિદ્રો ની ઝુંપડીઓ કાચી જ રહે છે. આ છે ધર્મની વ્યાખ્યા.

    કાસીમ અબ્બાસ

    Liked by 2 people

  4. શ્રી દીનેશ પાંચાલનો આ લેખ માનવ ઘર્મ..,.ઇન્સનિયત…ની વાતને ઉભારે છે. ફિલ્મ ‘ઘૂલ કા ફૂલ‘ માં શાયર સાહિર લુઘિયાનવીઅે અેક ગીત લખ્યું હતું. શબ્દો : ‘ તું હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી અૌલાદ હૈ ઇન્સાન બનેગા….‘ ઘરમ અને ઘર્મ વચ્ચેના ભેદને અહિં ઓળખી શકાય છે.( હું ‘ઘરમ‘ ને પેલાં અજ્ઞાની, કટ્ટર, આંઘળાઓ દ્વરા આચરવામાં આવતી ક્રિયાને ઓળખું છું)( ઘર્મ અે માનવ ઘર્મની વ્યાખ્યામાં આવે છે.)
    Albert Einstein said, ” Blind belief in authority is the greatest enemy of truth.” ઓસ્કાર વાઇલ્ડ કહિ ગયા છે કે, ‘ ઘર્મ , ફરજ અે વસ્તુ છે કે જેની આપણે બીજાઓ પાસેથી અપેક્ષા રાખીે છીઅે.‘ કોઇ જ્ઞાની કહી ગયા છે કે , ‘ દરેક મનુષ્યને ચાર ગ્રહ નડતા હોય છે…., સંગ્રહ , આગ્રહ,પરિગ્રહ, અને પૂર્વગ્રહ…‘ આ પૂર્વગ્રહ…દાનવ છે….માનવ નથી.
    સ્વમી વિવેકાનંદજી કહી ગયા છે કે, ” Unselfishness is the test of religion.”
    મારા પચાસેક સમાજમાં બનતાં પ્રસંગોને ખુલ્લા કરતાં લેખોમાં મારા માનસપૂત્ર, માણેકલાલનો જન્મ કેવી રીતે થયેલો તે મેં આ રીતે બતાવ્યો હતો., જે સમાજના, ફેમીલીના પ્રશ્નોના ઉકેલ આપે છે…હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી બઘા જ તેમની સલાહ લેવા આવે…સૈા માનવ બનીને ેમની સભામાં આવે.

    અમદાવાદ શહેરમાં લાલુજી મહારાજ દરરોજ વહેલી સવારે ચાલવા નિકળે. દરરોજના આ રીવાજ મુજબ ચાલવા નીકળેલા અને માણેકચોકમાંથી પસાર થતાં હતાં ત્યારે તરતના જનમેલાં અેક બાળકને તરછોડાયેલું જોયું. આજુ બાજુ જોયું, કોઇ દેખાયું નહિં. પોતે પોતાના આશ્રમમાં લઇ આવે છે. માણેકચોકમાંથી મળેલાં આ બાળકનું નામ તેઓ માણેકલાલ પાડે છે. માણેકલાલ અમેરિકા આવીને લોકસેવા કરવાનું કર્મ શરું કરે છે. પોતાની ઓળખ આપતા તેઓ કહે છે…હું માણેકચોકમાંથી મળ્યો અને લાલુજીને મળ્યો અેટલે અેટલે મારું નામ માણેકલાલ પાડીયું….જો હું અહમદભાઇને મળ્યો હોત તો હું મહમદ હોત અને જો હું પારસીને મળ્યો હોત, તો હું જમશેદ બની ગયો હોત…માટે આપણે બઘા માનવ છીયે…અને આપણો ઘર્મ…માનવતાનો ઘર્મ છે….
    માણસે પોતે બનાવેલો પંથ તે તેનો ઘરમ બની ગયો…..પોતાના સ્વાર્થને પોષે તે તેમના નિયમો.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. Khub saras lekh uttam udaharn Dinesh bhai GANDHI kaheta satya ej parmeshvar
    Aapna grantho ma pan kahevayu j chhe 1 SATYAM VAD
    2 DHRMAM CHAR
    Dharm upar na vakyo ma aavi jai chhe parantu tema satya no 1 par chhe jyare
    dharma no 2 par chhe satya bolnar ne
    mate dharma nu palan aapo aap thai j jai chhe be liti na dharma ne mate aakha ne aakha Ramayan mahabharat geeta uthlavva ni jarur nathi ane be liti na dharma mate je uparna badha granth uthlave tenu nam j andhshraddhalu ane jene aapnne granth uthlavta karya te dhram guruo nakki aapne karvanu BE LITI / KE UPADTA HATH DUKHE TEVA GRANTHO?

    Like

  6. Through examples, Dinesh bhai ye Bhaiya svaroopi dharma no saro evo ullekh kari nakhiyo….. In my opinion, So called Hindu or Muslim or Christianity…are all superfisial and not original. Just because someone decide that that is how should be and mended to ‘Aamjantaa’ it become their dharma, and then follower accept it and made it as their dharma.

    દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું. સુખી સંસાર માટે પ્રેમ કરતાં અનુકુલન વધુ જરુરી છે. હું બીલકુલ ધાર્મીક નથી; પણ લાખો ધાર્મીકો કરતાં વધુ સુખી છું.’ Sookhi rehvaa maate aa sutra her ek ye amnaa jivan apnaavoo jaroori chhe.

    Like

  7. ખુબ સરસ, દુનિયાનો દરેક વ્યક્તિ આ સમજે તો સ્વર્ગે જવાની જરૂર શું છે, આ દુનિયા જ સ્વર્ગ બની જાય

    Like

  8. It is 100% true. it is a good analysis. The true religion is humanity. There is noting above this.Without humanity every thing becomes zero.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  9. You are 100% true! Manav dharma lot better and most valuable then any other dharmas! If everyone undrestand and apply the peace, pure Atma happiness, swarg and moksha will be here, not need to go anywhere. One of the best email message of the year Govindbhai! Please keep it on and on!

    Like

  10. Teachings of all religions are the same,,estabished for the civilization.For the power struggle in leaders, divided one in to so many religions like paties of Indian governments and divided people ,turn in to killings and communal war and fights.
    People are advancing in new era of space and amazing computer technology / world.To bring the great change , the new generation should burn,all religions, together and wipe them out with good faith, develope something uniffying faith for huminity and love .I do not think it’s easy to do , unless law and order works,Patrotism come first for your own country to obey and respect LAW AND ORDERS It’s only possible if there is communist government.
    All other things, articales, lectures are BAKVAS –RUBBIS talks..

    Like

  11. Religion may be necessary for those who want to go to heaven. For the most of us it is a great inconvenience. For some unfortunate people, it is a source of misery.

    Like

  12. દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું. સુખી સંસાર માટે પ્રેમ કરતાં અનુકુલન વધુ જરુરી છે. હું બીલકુલ ધાર્મીક નથી; પણ લાખો ધાર્મીકો કરતાં વધુ સુખી છું.’—– આ વાક્યો મને ખૂબ ગમ્યા, કારણકે તે મને લાગુ પડે છે.
    @ રોહિત દરજી’ કર્મ’ , હિંમતનગર

    Like

  13. ધર્મ આંતકવાદ ફેલાવે છે અને ધર્મને આંતકવાદ સાથે સીધો સબંધ છે. ફ્રાન્સમાં પત્રકારે કાર્ટુન છાપ્યા એમાં તો ખુના મરકી થઈ ગઈ અને જાન ગયો. આપણાં દેશમાં હીન્દુઓ ભલે એમ કહેતા હોય કે હીન્દુ હીંસા કે અત્યાચાર કરતા નથી. પણ સતી થવાનો રીવાજ, આભળછેટ જાતપાત એ બધું ફક્ત અને ફક્ત આપણાં જ દેશમાં છે. મનુ સ્મૃતી અને ગીતામાં વર્ણસંકરનો સ્પષ્ટ ઉલ્લેખ છે. રામાયણ સંપુર્ણ કાલ્પનીક કથા હોવા છતાં રામ અને રામજન્મભુમી બાબત દેશમાં જે ખુના મરકી થઈ છે એ હજી અટકે એમ નથી લાગતું. ઓનર કીલીંગ કે ખાપ પંચાયતના નીર્ણયો સાંભળ્યા પછી તો લાગે છે કે આપણે સીનેમાની ટીકીટના અડધીયાને ભારત રત્ન સમજી ગળામાં લટકી ફરીએ છીએ. દીનેશભાઈએ સીનેમાની ટીકીટના અડધીયાની પુરી સમજણ આપેલ છે.

    Like

  14. હજી સુધી દુનિયામાં કોઈ ધર્મ એવો ઉત્પન થએલો મારા સાંભળવામાં આવ્યો નથી કે જે પરમેશ્વરીય ધર્મને પડકાર ફેંકી શક્યો હોય .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s