સાવધાન ! હમારે ગુરુજી ગહન સમાધી મેં હૈં…

–રોહીત શાહ

આપણા દેશમાં કહેવાતા સન્તો અને સાધુ–બાવાઓનાં જે ધતીંગો ચાલે છે, જે બખડજન્તર વધી રહ્યાં છે, એ જોઈને નવી જનરેશનને નાસ્તીક બનવાનો પુરો અધીકાર છે. આમાંથી કેટલાક સન્તો અને સાધુ–બાવાઓની એક લમ્પટલીલા પુરી થતી નથી; ત્યાં તો બીજો બાવો જમીનમાંથી સોનાના ઢગલા કાઢવાનાં તરંગી ખ્વાબના તમાશા કરાવે છે. કોઈ સાધુ નાના બાળક સાથે સૃષ્ટી વીરુદ્ધનું કૃત્ય કરતાં ઝડપાઈ જાય છે, તો કોઈ સાધુ પોતાના શ્રીમન્ત ભક્તની પત્નીને હૉટેલમાં બોલાવતાં ઉઘાડો પડી જાય છે. બીજી તરફ એક સાધુ મૃત્યુ પામે છે તો પણ; તે સમાધીમાં હોવાનાં ડીંડવાણાં ચલાવીને તેના ગણતરીબાજ ચેલાઓ પ્રજાને ગુમરાહ કરે છે. કોઈક સામૈયાં કરાવે છે – વરઘોડા કઢાવે છે, તો કોઈક તીર્થ અને તીથીના વીવાદો પ્રગટાવીને એક જ ધર્મના લોકોને અલગ પાડે છે.

જે બાવો જમીનમાંથી સોનાના ભંડાર કાઢી આપવાની ગૅરન્ટીઓ આપીને દેશને ગેરમાર્ગે દોરતો હતો એ બાવો અત્યારે ક્યાં છે ? તેને એવાં જુઠાણાં ચલાવવા માટે કેમ કોઈ પનીશમેન્ટ થતી નથી ? પોતાના ગુરુ મૃત્યુ નથી પામ્યા; પણ સમાધીમાં ચાલ્યા ગયા છે અને ગમે ત્યારે પાછા આવશે એવી અફવાઓ ફેલાવનારા વેશધારીઓને પોતાનાં જુઠાણાં પકડાઈ જવાનો ભય પણ કેમ નથી ? આ દેશની પ્રજા ભોટ છે અને પોતે જે રીતે ભરમાવવા ઈચ્છશે એમ તેને ભરમાવી શકશે એવો તેનો ભરોસો કેમ આટલો બધો મજબુત છે ?

ભારતમાં સાધુ–સન્તો અને વૈરાગીઓ–વીતરાગીઓનો જ એક એવો બીઝનેસ છે, જેમાં કદી મન્દી આવતી નથી. આ બીઝનેસમાં કોઈ ઈન્કમ-ટૅક્સ કે વૅટ હોતો નથી. કરોડોનો કારોબાર ખુલ્લેઆમ બે નમ્બરી ચાલે છે. કોઈ ભવ્ય મન્દીર બને છે ત્યારે એના નીર્માણના પૈસા ક્યાંથી આવ્યા, કયા ભક્ત પાસેથી કેટલી રકમ મળી એના પારદર્શક હીસાબો કદી જોવા મળતા નથી. મારું ચાલે તો કોઈ પણ મન્દીરમાં દાનપેટી કે ભંડાર મુકવા પર પ્રતીબન્ધ મુકી દઉં. મન્દીરમાં કોઈ ગુપ્તદાન ન હોવું જોઈએ. ધાર્મીક ટ્રસ્ટ પાસે માત્ર ચેકનું જ પેમેન્ટ આવેલું હોવું જોઈએ. આવો કાયદો ન હોવાને કારણે દાનની રકમો ટ્રસ્ટીઓ કે પ્રેરક સાધુઓ ખાઈ જાય તોય કોને ખબર પડે ? ભવ્ય મન્દીરના નીર્માણ માટે ભેગી કરેલી બે નમ્બરની તગડી રકમો વીશે – ‘એ તો ભંડારમાંથી ગુપ્તદાનની રકમ મળી હતી’ – એમ કહીને છટકી જવાય છે. બે નમ્બરની રકમોથી આપણાં કહેવાતાં ધાર્મીક સ્થળો ખદબદી રહ્યાં છે, એમાં મુખ્યત્વે તો સાધુ–બાવાઓ જ જવાબદાર છે.

એક મહાશય તો ટીવીની ચૅનલ પર દરબાર ભરીને બેસે છે અને ડફોળ ભગતડાંઓ ઉપર દેવ–દેવીની ‘કીરપા’ (કૃપા) વરસાવી આપવાનાં ધતીંગો ચલાવે છે. કેટલીક ચૅનલો પર તો હવે રીતસર ફંડફાળા ઉઘરાવવાના જ કાર્યક્રમો ચાલે છે. કોઈ ગાયના નામે ફાળો ઉઘરાવે છે, તો કોઈ ગરીબોની સેવા માટે; કોઈ મન્દીરના નીર્માણ માટે, તો કોઈ સાધુ–સન્તોની દવા માટે કે દર્દીઓની સેવા માટે ફંડફાળા ઉઘરાવે છે. આમાં સાચું કેટલું છે, એમાં તથ્ય શું છે – એની કશી જ વીગતો બહાર આવતી નથી. કોઈ પણ ધાર્મીક ટ્રસ્ટના હીસાબો પારદર્શક હોતા જ નથી. બધું સેટલ કરેલું હોય છે, ઍડ્જસ્ટ કરેલું હોય છે. આવું કેમ ?

આસારામ અને નારાયણ સાંઈ જેવાઓ કદી ક્યાંય નોકરી કરવા ગયા નથી કે નથી તેમણે કોઈ બીઝનેસ કર્યો. તો પણ તેમની પાસે હજારો કરોડની સંપત્તીના ઢગલા શાના છે ? મને કોઈ સાધુ ગરીબ દેખાતો નથી અને કોઈ સતીને મેં કદી સુખી જોઈ નથી.

ભારતની કાનુન–વ્યવસ્થા કઢંગી છે. પાપ અને પાખંડ કરનારા ધર્મની ચાદર હેઠળ આસાનીથી છુપાઈ શકે છે. સાધુ–બાવાઓ ખાનગીમાં જે દુરાચારો સેવે છે એ જોતાં તો આપણું સંસારીજનોનું જીવન વધારે પવીત્ર લાગે છે. આપણે ભલે વૈરાગી–વીતરાગીનાં સ્ટીકરો આપણાં નામ આગળ લગાડતાં નથી; છતાં પુરા સ્વાવલમ્બી તો છીએને ! આપણે ભલે આપણાં નામ આગળ બ્રહ્મચારીનું લેબલ લગાડતાં નથી; છતાં આપણે પાખંડી દુરાચારી તો નથી જ !

ભારત સીવાય દુનીયાના કોઈ દેશમાં સાધુ–બાવાઓને ભ્રષ્ટ થવાની આટલી બધી તકો આપવામાં આવતી નથી. મોટો ચરમબન્ધી સાધુ હોય તો પણ ખોટું કરે એટલે તરત તેને પનીશમેન્ટ થાય છે. આપણે ત્યાં તો આસારામ જેવા સાધુઓ જેલમાં બેઠા હોય તો પણ; કોર્ટમાં હાજર થવા બાબતે પોતાના માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવા કહી શકે છે, બોલો ! જાણે બહુ મોટી રાષ્ટ્રભક્તી કરતાં–કરતાં જેલમાં ન ગયા હોય !

કોઈ પણ ધર્મ કે સમ્પ્રદાય આજે સાધુઓનાં પ્રદુષણથી મુક્ત નથી. આ બાબતે આપણી પ્રજ્ઞા જાગે, તો નો પ્રૉબ્લેમ.

–રોહીત શાહ

મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક મીડડેમાં લેખક શ્રી. રોહીત શાહની અત્યન્ત લોકપ્રીય કૉલમ નોપ્રોબ્લેમ પાંચ વર્ષથી સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથી કેટલાક પસન્દ કરેલા ખાસ લેખોનું નમુનેદાર પુસ્તક રોહીતોપદેશ પ્રકાશીત થયું છે. (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001; ફોન: (079) 221 44 663;  પૃષ્ઠ: 8 + 136 = 144; મુલ્ય: રુપીયા 100/- ઈ–મેઈલ: goorjar@yahoo.com)માંથી, લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર… ..ગોવીન્દ મારુ..

લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન: 079-2747 3207 ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com 

અભીવ્યક્તી.બુક્સ વીશે :

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

..ગોવીન્દ મારુ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450  જીલ્લોનવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 16/01/2015

Rohitopdesh

23 Comments

  1. સરકાર જ બાવાઓને પંપાળતી હોય ત્યાં ‘ રોહિત શાહ’ કે ‘ રોહિત દરજી(હું)’ નુ ક્યાં ચાલે? આ ભારત છે, અને ભારતને એક રેશનાલીસ્ટ સાશકની જરૂર છે. ક્યારે એ દિવસો આવશે?
    @ રોહિત દરજી ‘ કર્મ’ , હિંમતનગર

    Liked by 1 person

  2. It is 100% true but Indian people do not have self courage to stand up on their feet and protest against this non sense concepts. People want free thing in their life. Majority of people do dishonesty in their life to earn money. Then, a mental fear develops in their mind. Then they try to get help from these people. then, all kinds of problems happen.

    I have been living in USA since 1977. My observation and experience say that when you live honest life then, you do not have to worry or fear from anything in life. The true strength comes from within. It is yours.

    I do not do any ritual in my life. I always respect others faith and people. We all are human being and children of one source. We should help others irrespective of color and religion and faith

    I am very thankful to Rohitbhai for a good article.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  3. Jaroor aavse @ Rohit Derji. Kadaach aap ne aa janam ma joi na sakiye….. younger generation ne jetloo bane etloo jagrut karvoo padse ane social media dwaaraa aa dhatingari o ne naga karaa jethi aam jantaa maa jagruti aave. Aapno desh ma kara- paisaa khub j chhe jene bahaar laav va jaroori chhe jethi aavaa dhatingari o nu poshan ochhu thai.

    કોઈ પણ ધર્મ કે સમ્પ્રદાય આજે સાધુઓનાં પ્રદુષણથી મુક્ત નથી. Aaa vaat ekdum saachi chhe. India hoi ke America. Ane law and order protect them as in name of religion. Law needs to be change and Order must be followed without any favoritism.

    Like

  4. બાબાઓના આવા ધતીન્ગો કેવળ ભારતમાં અને હીન્દુ ધર્મ પુરતા મર્યાદિત નથી પરંતુ મુસ્લીમ ધર્મમાં તથા ખ્રિસ્તી ધર્મમાં અને પ્રગતિશીલ દેશો અમેરિકા, કેનેડા તથા યુરોપના દેશોમાં પણ થઈ રહ્યા છે. તેનું સજ્જડ કારણ ઍકજ છે કે આ જગતમાં અન્ધ્શ્ર્ધાળુઑનો તોટો નથી. અન્ધ્શ્ર્ધાળુઑના પૈસે આવા બાબાઓ, પૂજારીઓ, પન્ડીતો, મોલ્વીઑ, મુલ્લાઓ, સંતો, પાસ્ટરો તાગડધીન્ના કરી રહયા છે.

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Liked by 1 person

  5. pls arrng such articles in english as the new gen based living outside Bharat will have the true pic and refrain from being victims of being brain washed as these so called Bawas ,sadhus have their tentacles in those foreign lands. although i have tried to translate yr articles in english by using the system show abve and inside yr article does not work

    Like

  6. મિત્રો,
    આજે હું થોડો ગુસ્સામાં છું. રોહિત દરજીભાઇઅે જે કહ્યુ કે સરકાર જ જો બાવાઓને પંપાળતી હોય ત્યાં સામાન્ય માણસનું શું ચાલે ? માટીના ઢગલાંમાંથી સોનું કાઢવાના કામમાં સરકાર પોતે રસ લઇને પોતાના માણસોને મદદમાં મોકલાવે તે સરકાર કેવાં બુડથલોની બની હશે તે વિચારો. અને સૌથી વઘુ મુરખો તે છે કે જેઓ અા સરકાર રચવા માટે ચુંટણીમાં પોતાના ???? માણસોને ચુંટીને મોકલાવે છે. સૌથી મોટા જવાબદાર મુરખ નાગરીકો છે. તેમને સારા નરસાનો ભેદ ખબર નથી. જેઓ આ ભોટ નાગરીકોનો લાભ લઇ શકે છે તેઓ તો હોશીયાર માણસો છે…જે નાગરીકો પોતે સમજીને કુવામાં પડે છે તેઓ પોતે પોતાની ઘોર ખોદે છે…રોહિતભાઇઅે અા બઘા સવાલો કેમ કરીને પૂછયા ????? આ સવાલો તો તેઓ પોતાનું દુ:ખ રડતા હોય તેવાં છે. જે પંપાળે, પોષે, પોતાની દિકરી કે પત્નિને આ બાવાઓને પુરી પાડે, બાવાઓના ચમચા બનીને અેજન્ટ બનીને લોકોને ઇલ્લુ કે ઉલ્લુ બનાવે અને પોતાની હવસ સંતોષે તેઓ બાવાઓને સીડી આપે છે અને બીજાઓ પાસે અપાવે છે. આ બઘા ભોટ નાગરીકોમાંના જ છે પરંતુ તેઓ અંઘશ્રઘ્ઘાળુઓ કરતાં વઘુ સ્માર્ટ છે. વાલીયા લુટારાઓ છે. તેમને અેક નારદમુનીની જરુરત છે. વાલીયામાંથી વાલ્મિકી બનાવવા માટે. છે કોઇની તાકાત કે તે નારદ બનીને આ ખોટા કરમો કરનારાોને સુઘારે???? આ બઘી કંપ્લેઇનો તો વરસોથી સમજદાર લોકો કરતાં આવ્યા જ છે પરંતું કોઇને નારદ નથી થવું. દુ:ખ રડવાનું બંઘ કરો અને નારદોની ટીમ ઉભી કરો……..વાલિયાઓને વાલ્મિકિ બનાવવાની હામ ભીડો…..લેખની શરુઆતમાં ‘નાસ્તિક‘

    શબ્દ વપરાયો છે…શા માટે ભાઇ ? આસ્તિક અને નાસ્તિકનું અહિં ડીસ્કશન શા માટે ભાઇ ?
    બે નંબરની તગડી રકમો….ગુપ્તદાનમાં મળે તેમાં સાઘુ બાવાઓ નહિં પરંતુ પોતાના સ્વાર્થમા આંઘળા બનેલાઓ….કહેવાતા ભોટ લોકો..તેમના દુ:ખોમાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે આ ખોટા કર્મો કરતાં હોય છે…લોકો પોતે જ અહિં પણ જવાબદાર છે. બિજા દેશનિ સરકાર કેવી રીતે વરતે છે તે પણ નકામો દાખલો છે. સબ સબકી સમ્હાલો…મેં મેરી ફોડતા હું…હોવું જોઇઅે. રસ્તો તે લોકો પાસે દેખાય પરંતું પોતાના ઘરના વાતાવરણને ઘ્યાનમાં લઇને રસ્તો તો પોતે જ કંડારવો પડે.ટીવી?????? કોણ તેને બઢાવો આપે છે ? પ્રેમ જ્યોતિષને તાલેવાન કોણ બનાવે છે? લોકો. સરકારને ચૂંટવાવાળાઓ….લોકો……આવું કેમ ? જેવો સવાલ પૂછીને રોહિતભાઇ શું પૂછે છે? સતીને સુખી જોઇ નથી.??? કોને સતી કહેવી ????
    નારદ બનો અને નારદ બનવાનું જેને પસંદ હોય તેવાને સાથે લઇને અેક મહાન ટીમ ઉભી કરો. (દા.ત. આતંકીઓ પોતાના ખોટા વિચારોને સમાજમાં મુકવા માટે અેક ટીમ બનાવે છે…) તે જ રીતે પોતાના ખરાં કામના ઇમપ્લીમેન્ટેશન માટે આપણે અેક ‘ નારદ‘ ટીમ કેમ નથી બનાવતાં ? આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય….‘નારદટીમ‘ બનાવવા માટે સમયનો ઉપયોગ કરો…..મને માફ કરજો કે આજે થોડું ગુસ્સામાં કહેવાય ગયું.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. નારદ ટીમ બને કે ન બને, બીજી એક ટીમ! બની રહી છે, આપણા “ભવ્ય વારસા” ને છાપરે ચડાવવાની. હજારો વરસ પહેલાં ભારતના વિમાન પરગ્રહો સુધી જતા હતા. વગેરે વગેરે……

      Like

  7. મિત્રો,
    વાલિયામાંથી વાલ્મિકી બનેલાઓના નવાં જીવનમાં તેઓ કદાચ આવું વિચારતા હોય તેવું પણ કદાચ બને…..
    ‘ આવારગી છોડદી હમને, તો લોગ ભૂલને લગે હૈ. વરના શોહરત કદમ ચૂમતી થી જબ હમ બદનામ હુઆ કરતે થે.‘ અને આજ મુદ્દો સુરેન ઠાકર ‘મેહુલ‘ આ શબ્દોમાં કહે છે….
    ‘ દુનિયા જરુર પૂજતે અમને ઝુકી ઝુકી,
    અફસોસ કે ખરાબ થતાં આવડયુ નહીં.‘
    વાલિયાઓ જ્યારે વાલ્મિકિ બને છે ત્યારે પોતાના જુના દિવસોની જાહોજલાલીને આ શબ્દોમાં કદાચ રજુ કરે…….
    અમૃત હઝારી.

    Like

  8. અમૃતભાઈ સાથે સહમત છું. લેખકને ખબર નથી કે અમેરિકામાં પ્રિસ્ટ લોકો આ બધું કરે છે. એમને કોઈ પકડતું નથી.

    Like

  9. Saras lekh ek paksh ni sarkare bava na swapna ni vat sachi mani ne jamin mathi sonu kadhva no prayas karyo
    Bija paksh na vada pradhan ganga suddhi na name praja na paisa nu pani karvana ej saheb Gujarat ma asaram ne rajya kaksha na sammelan ma mukhya maheman banave praja andhshraddhalu ane raj karaniyo mat lalchu hal maj ek bavane Z class security praja na paisa thi apai rahi chhe ROHIT DARJI ni vat 100% sachi desh ne rational vada ni jarur chhe mara vanchvama aavyu chhe China ni government rational people banavva paisa kharche chhe ane tya 30% nagrik rational banavya chhe.

    Like

  10. ઈન્ટરનેટ, બ્લોગ અને વેબસાઈટને કારણે લોકો પોતાના વીચારોને શબ્દોમાં ફેરવી વ્યક્ત કરી શકે છે. આવી સ્વતંત્રતા પહેલાં ન હતી. વધુને વધુ લોકો ઈન્ટરનેટ વાપરતા જશે એમ નેટ સસ્તું થશે અથવા એક દીવસ એવો આવશે નેટ મફતમાં વાપરી શકાશે. નેટની સ્વતંત્રતાને કારણે ઉચનીચના ભેદ અને ગરીબાઈ હટતી જશે. લોકોને વધુ સુખ સગવડો મળતાં વીચારો શબ્દો અને વાક્યોમા ફેરવાતા જશે. રેલ્વેના લાંબા અંતરની જેમકે મુંબઈ અમદાવાદની સવારની ગાડી ગુજરાત એક્સપ્રેસ માટે આગલી સાંજથી લાઈન લગાડવી નહીં પડે.

    Like

  11. પાખંડી ” સાધુ નિકંદન દળ” ઉભું કરવાની તાતી જરૂર છે ,
    અને જે સાધુઓને સ્ત્રીથી દુર રહેવું છે એવા સાધુઓના અંડકોશ કાઢી નાખવાની જરૂર છે .
    આજ કલના સ્સાધુઓની કામ ક્રીડા જોઇને ,
    આખતા કર્યા વિનાનો છોડવો ન કોઈને આખતા = જેના અંડ કોશ કાઢી લેવામાં આવ્યા હોય આખતા શબ્દ ફારસી ભાષાનો છે .

    Like

  12. મિત્રો,
    માફ કરજો.
    (૧) અંડકોશ સ્ત્રીઓને હોય છે. પુરુષને વૃષણ હોય છે. , જેમાં વિર્ય બને છે. ટૂંકમાં પુરુષને નપૂષક બનાવવાની વાત અહિં થઇ છે.
    (૨) સારા અને પાખંડી સાઘુ ઓળખવા કેવી રીતે ? સમય બરબાદ થાય. તરત દાન અને મહા પૂણયનું કામ કેમ નહિં કરવું ? સાઘુ અેટલે સાઘુ. સંસારસે ભાગે ફીરતે હો…તો પછી સંસાર ઉભો થવા જ નહિં દેવાનો.
    (૩) પુરુષ અેટલે પુરુષ….તે પછી કાળો હોય, બ્રાઉન હોય, પીળો હોય કે પછી વ્હાઇટ હોય….ટેસ્ટોસ્ટેરોનની અસર થઇ નથી ને ???? કહેવાય છે કે અેક વાર ટેસ્ટોસ્ટેરોનની અસર થઇ નથીને જે આવેગ આવે છે તે સૌથી સ્પીડી ઉત્તેજનાથી મગજને ગુલામ બનાવી દે છે.પછી કોઇનો કાબુ નથી રહેતો..આ તો વિજ્ઞાન છે અને સાબિત થયેલું છે. ખરેખર તો આ પુરુષનો ‘ ભવ્યવારસો‘ છે. ભવ્ય વારસો…હા…હા…હા….?????????
    (૪) સાઘુ નિકંદન ?..આ તો સ્વપ્નની વાત થઇ…….નવો નિયમ બનાવો. જેને ઘર્મનો તાજ પહેરવો છે તે બઘાઅે લગ્ન કરવા વિના આ કર્મ કરવું નહિં. અને અેક પત્નિવૃત જીવન જીવવું. જો પરસ્ત્રિગમન કરતાં પકડાય તો આખી જીંદગી કડી મહેનતવાળી જેલની સજા જે દિવસે પકડાય તે દિવસથી…કોર્ટનાં જવા વિના શરુ કરી દેવી.
    જનજાગૃતિ….કરોડો માણસોની વચ્ચે વઘુમાં વઘુ અેક લાખ આવાં સાઘુઓ, બાવાઓ, કથાકારો, ભુત ડાકણ કાઢવાવાળા પાખંડીઓ.વિ…વિ…હશે….કેટલી ટકાવારી થઇ ?
    આ બઘુ કહેવાનો મારો વિચાર અેટલો જ છે કે પકડાયેલી આવી વ્યક્તિને પહેલાં લોકોઅે પ્રસાદી આપીને ઢીલા કરવાં…અને પછી કડકમાં કડક સરકારી કાયદાઓથી કોર્ટમાં જવા વિનાં પકડાય તે ઘડીઅે જેલભેગા કરવાંં….સખતમાં સખત કાળી મજૂરીની સજા જીવનભરની કરવી. દાખલો આપું તો અસ્થાને નહિ કહેવાશે….અરબ રાજ્યોમાં આવું કદાચ ૦૦૦.૦૦૧ ટકા આવા કેસ બનતા હશે કારણ કે જાહેરમાં જે સજા કરવામાં આવે છે તે જોઇને જ બીજો આવું કરતાં પહેલાં અેક લાખ વખત વિચારે….
    અેવી ફીલોસોફીથી કોઇ મતલબ નથી કે જે અન્યોના દુ:ખ ઘટાડવામાં અસમર્થ રહે. કથાકારોઅે સમજવાની જરુરત છે કે,‘ ઉદાહરણ આપવું સહેલું છે પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે.‘
    દેશની આજની પરિસ્થિતિ જોઇને, મારા અેક મિત્ર, સંજય પટેલે મને ૬ મહિના પહેલાં અેક સવાલ પુછયો, ‘ ભારતનાં ભલું ક્યારે થશે?‘
    મને કોઇ જવાબ સૂજ્યો નહિં…મે કહ્યં મને ખબર પડતી નથી……
    તેમણે જ જવાબ આપ્યો, ‘ જ્યારે ગાંઘીજી બંદુક લઇને જન્મશે ત્યારે……અને અહિંસા ઉપર હિંસાના સદોપયોગનો બોઘપાથ આપશે ત્યારે….
    ગાંઘીજી કહેતા કે જ્યારે અેક યુવાન દિકરી રાતે અેકલી રસ્તે ચાલતી સહિસલામત ઘરે જઇ શકશે ત્યારે ખરી ડેમોક્રસી દેશમાં આવી છે તે હું માનીશ.
    ગાંઘીજીના સત્યના પ્રયોગો…આત્મકથાનું છેલ્લુ પ્રકરણ જરુરથી વાંચજો….તે પ્રકરણ છે..પૂર્ણાહુતિ….હિંસા અને અહિસા વિષે તેમના વિચારો જાણવા મળશે….
    અહિસાના નામની માળા જપનાર કેટલાં ખોટા છે અને તે ખોટું કરીને પોતાની રોટલી શેકિ લે છે તે ખબર પડશે……
    જ્યાં જરુરી હોય ત્યાં હિસા અતિ આવશ્યક છે અને તેનો ઉપયોગ જરીકે ખોટો નથી.
    બહુ સમય લઇ લીઘો…માફ કરજો…
    અમૃત હઝારી…..

    Liked by 1 person

  13. Just saw PK movie, and was amazed at a note of thanks to one Sri Ravishanker, what kind of oxymoronic mentality is this on the part of producers and director of the movie. On the one side you are showing the hypocrisy and nonsense of such babas and gurus and at the same time seek their blessings.
    Also people talk about in the group or one to one discussion, that our baba is a real saint,and he or she is beyond all controversies, this happens all the time with other sects,creeds and babas and ammas, not my baba. They criticize other sects, creeds and other gurus, for all kind of nonsense and crimes, viz.monetary crime,sexual crime and even murders.
    many of the above critics of this article, correctly pointed out about gullibility of people in India or Indians here but people all over the world ,of all kind of sects,creeds and religions are in the same boat.
    .
    What is the solution? There is none as long as people have sheep mentality,gullibility and fear.
    We few people of the rationalistic ideology are like a dim, flickering lamp in the utter darkness of ignorance and blind faith of the mass.
    Any how keep the good work, and keep on marching with a tiny lamp of hope.

    Liked by 1 person

  14. બાવાઓના ધતીંગ ખુલ્લા તો પડે છે, પણ, પછી આગળ ઉપર કાંઈ થતુ નથી….. પોલીસપકડે, ઉંટના ઢેકા જેવા જેઠાલાનીઓ વર્ષો સુધી કેસ લડ્યા કરે……… પછી શું….???? ખાધું પીધુંને રાજ કર્યું…… હથેલીમાંથી કે રાખમાંથી સોનુ “કાઢવાવાળા” નવા નવા બાવાઓ ઉભા થયા કરશે..કોઈ કરતાં કોઈ કહેશે નહીં…..”બાપજી, દેશ માટે સોનુ કાઢોને…..!!!!!” લોકોને ઉંધે રવાડે ચડાવનારા ટીવીવાળાઓ પણ ક્યાં ઓછા ઉતરે છે….!!!!!?????

    આંખ ઉઘાડનારો સુંદર લેખ….

    Liked by 1 person

  15. શ્રી રોહિત શાહનો સુંદર લેખ…શી ખબર કયારે પ્રજા લાં..બી નીંદરમાંથી જાગશે..!!

    Like

  16. Religien is Blind (SHRADHA). It has become a Buisness. SAIBABA or SWAMINARAYAN or BALAJI any big name GURU. with ALL their collected MONEY and GOLD, use for charity like FREE Education and MEDICAL services for Poor People of INDIA,honestly THEN it will be appreciated.

    Like

  17. હા, નારદની ટીમ બનાવવી છે.લખાવો નામ, શરૂ કરો.. આજથી જ… બાવાઓના બખડજંતર અમે નહીં ચાલવા દઇએ…. ઉઠાવો હિંમતની મશાલ….
    @ રોહિત દરજી’ કર્મ ‘ , હિંમતનગર

    Like

  18. એ મહા મૂઢ,ગાંડું,નીચ તને સંત શિરોમણી શ્રી આશારામજી બાપુ ની સચ્ચ્ચાઈ નો તો ખ્યાલ નથી.કે સંતો પર ષડ્યંત્ર કરીને ફસાવવામાં આવ્યા છે.અને એક આરોપ પણ સિદ્ધ નહિ થયો તો પછી જુઠા લખાણો લખી ને પોતાનો સત્યાનાશ કેમ કરવાં માંગે છે અને તુ કોણ છે કે સંતો ને શિખ આપનારો બાપુએ તો કરોડો કરોડો નું કલ્યાણ અને સમાજની અનેક સેવાકાર્ય માં જીવન સમર્પણ કર્યું છે ત્યારે જ તો કરોડો સાધકો હમણાં પણ બાપુજીના દર્શન માટે તરસે છે તુ એક માણસને બેસાડીને દેખાડ બાપુજી બ્રહ્મજ્ઞાની મહાપુરુષ છે તેમની નિંદા કરવી એટલે કરોડો જન્મોમાં ભૂંડ બનીને લોકોનું ગુ ખાઈને ખુબ નરકની યાતનાઓ ભોગવીસ ખોટા લખાણો હટાવી દેજે નહિ તો તારો સર્વનાશ થઈનેજ રહશે,
    આગળ સમય બધુજ સારી રીતે બતાઈ દેશે

    Like

    1. Bhai tara bapu e to vani thi ane mat lalchu rajkaraniyio thi aaj sudhi maja kari ane jo aa gunho jo Gujarat ma banyo hot to aaje pan satta lalchu tara bapuno ladko shivo ene page lagine jail mathi chhodavte eto bhaluthai Rajasthan sarkarnu ke tene jailma puryo. Have eto jyare chhutshe tyare chhutshe tare tari vani sudharva ni jarur chhe. Bhrahma gnyani na chela aava na hoi tari vanij batave chhe tara guruna sanskar.

      Like

  19. “Lobhia hoy tya Dhutara Bhukhe na mare!!!!!!!
    Why & for what we go to such Dhongi Baba and support-encourage-believe them?
    Are we also not partly-Fully Responsible for this?
    We all should Have a Real inner Self analysis too.

    Liked by 1 person

  20. હરી ઓમ, તારી ગુરુ સેવા-ભકિત કાબિલે દાદ છે.
    એ પાંખડી લંપટ લક્ષ્મી લાલચુ બાપુને પકડી જ રાખજે. હા એની ગુરુસેવા-ભકિતમાથી થોડો સમય કાઢી તારી જાહેર થતી ભાષામાં સભ્યતા શીખશે તો કદાચ જેલ બહાર તું
    એસઆરામનો વારસદાર ગોઠવાય તો આશ્ચર્ય નહિ..

    Like

Leave a comment