સંસ્કારભેદ–અમેરીકા અને ભારતનો…

અંગ્રેજીમાં લખાયેલ ‘Culture Can Kill’ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છે. થોડા સમય પહેલાં એમણે પોતાના પુસ્તકનું ગુજરાતીમાં ભાષાન્તર પણ કર્યું છે, જો કે તે હજી છપાયું નથી.

તેઓ પ્રખર રૅશનાલીસ્ટ છે. આ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મીક વીધીઓથી તથા રુઢીઓથી લથપથ હીન્દુ કલ્ચરની સખત આલોચના કરી છે. લેખકનું તારણ એ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હીન્દુ ધર્મે તેની જડતા અને અન્તર્મુખતાને કારણે વીદેશી આક્રમકો અને શાસકો સામે સતત હાર ખાધી છે; છતાંય હજી સુધી પોતાનો દમ્ભ છોડ્યો નથી.

આ પુસ્તકનાં પ્રકરણોના કેટલાક અંશોમાં જરુરી ફેરફાર સાથે દર મહીને ‘અભીવ્યક્તી’ના વાચકમીત્રોને   શ્રી. મુરજીભાઈ ગડા ‘Culture Can Kill’નું રસપાન કરાવશે.

…ગોવીન્દ મારુ

ભારતીય લોકો પરદેશમાં જ્યાં જ્યાં ગયા છે, ત્યાં ત્યાં તેમણે વીપુલ પ્રગતી કરી છે. પણ એ ભારતની બહાર જ, ભારતમાં નહીં. એમ કેમ ? એક ભારતીય, ન્યુયોર્કના ઍરપોર્ટ પર ઉતરે એટલે તરત ગુણવાન, કલાવાન, બુદ્ધીમાન બની જતો નથી. એનું વર્તન એટલું બધું પલટાઈ જાય છે કે, એ માણસ કામકાજમાં પોતાનું શ્રેષ્ઠ હીર બતાવી શકે છે. એક જાણીતા ભારતીય સજ્જને કહ્યું છે: ‘જે દીવસે હું અમેરીકા આવ્યો, એ દીવસ મારો મુક્તીદીન હતો.’ આ દેશપ્રેમની ખામી નથી, લાગણીહીનતા નથી; પણ જીવનની કરુણ વાસ્તવીકતાનો દુ:ખદ એકરાર છે.

રમતની ટીમ સતત હાર પામતી હોય કે સારી વ્યાપારી કંપની સતત ખોટ ખમતી હોય, તો એ શું કરે છે ? પોતાની નબળાઈઓનું માત્ર વીશ્લેષણ જ નહીં; પણ હરીફ ટીમ કે હરીફ કંપનીઓની કામ કરવાની પદ્ધતીઓનો અભ્યાસ પણ કરે છે. દેશ, રાજ્ય કે સમાજની બાબતમાં આમ જ કરવું પડે છે. સૌથી વધુ કાર્યક્ષમ સમાજો કે દેશોની કોઈ સારી ટેવો આપણે શોધી શકીએ છીએ ? અને ગમે તો સ્વીકારી શકીએ છીએ ?

એક ભારતીય કુટુમ્બ જ્યારે ભારતથી અમેરીકા વસવાટ કરવા આવે છે, ત્યારે બન્ને સમાજો વચ્ચે આસમાન જમીન જેટલો ફરક અનુભવે છે. એ ફરક એટલો તો વીશાળ હોય છે કે એણે કલ્ચરનો આંચકો’ અનુભવ્યો એમ કહેવાય છે. ખાવુંપીવું, પોષાક, ભાષા વગેરે તરત જણાઈ આવે એ બધું તો ખરું જ; પણ એ ઉપરાંતની બીજી વાતો જેવી કે લોકોની ટેવો, માન્યતાઓ, જે ‘કલ્ચર’ નામના એક જ શબ્દમાં સમાવાય છે; એ બધું અત્યન્ત જુદું હોય છે. આપણે એની ચર્ચા આ લેખમાં કરીશું. કલ્ચરનો આવો ફરક અછડતી નજર નાખવાથી જલદી દેખાઈ આવે એવો હોતો નથી. તેથી ઘણા મુલાકાતીઓ થાપ ખાઈ જાય છે. અમેરીકામાં કાયમ વસેલા ભારતીયો સુધ્ધાં મોટા ભાગના લોકો એમની માફક ખાતાં, પહેરતાં, હાય-હલો-ઓકે એવું બોલતાં, તરત શીખી જાય છે; પરન્તુ જે જાણવાનું ને શીખવાનું સૌથી મહત્ત્વનું છે, તે જલદી જાણી કે શીખી શકતા નથી. કેટલાક તો વળી શીખવા માંગતા જ નથી.

આપણે એવા મીથ્યાભીમાની હોઈએ કે અમેરીકન કલ્ચર વચ્ચે રહીને પણ એમની પાસેથી કંઈક શીખીએ નહીં, તો એ નુકસાન આપણું જ હશે; એમનું નહીં. નીયમીતતા, સ્વચ્છતા, વ્યવસ્થાપન પદ્ધતી વગેરેની વાત સરળ છે. ઔદ્યોગીક ક્રાન્તીમાં પલોટાયેલા સમાજોના આ ગુણો છે અને તે શીખવા જેવા છે. એ વાત લગભગ બધા કબુલ કરે છે. એ સીવાયના પણ બીજા અનેક કલ્ચરના તફાવતોનો વીષય વીશાળ છે. એટલે નીચેના ફકરાઓમાં એમની ટુંકી યાદી જ આપી છે; લાંબી વીગતો નહીં. ફક્ત પહેલો મુદ્દો ઉદાહરણરુપે જરા વીસ્તારથી જોઈશું :

1.    નવસર્જન (Innovation): અમેરીકાના જીવન કે કલ્ચરમાં, સૌથી મહત્ત્વની વાત કોઈ હોય તો તે અમેરીકન સમાજની સર્જનશીલતા છે. કંઈક નવું કરવું, જુદું કરવું, જુદી રીતે કરવું, હમ્મેશાં કરતા રહેવું. ચીલાચાલુ નહીં; પણ મૌલીક રીતે વીચારવું એનું નામ નવસર્જન. નવી ચીજો રોજ બજારમાં આવે, જુની ચીજો ફેંકાઈ જાય. ચાલુ ચીજો બદલાય, સુધારાય, સસ્તી બનાવાય. જે કંપની નવીનતા ન આપી શકે, આપવામાં મોડી પડે કે ઢીલાશ કરે; તે કંપની બજારમાંથી ઉઠી જાય. લોકો નાવીન્ય માંગે, વર્ષે દહાડે મેળવતા રહે ને સ્વીકારે પણ ખરા. તેથી જીવનધોરણ અને એની ગુણવત્તા દીન પ્રતીદીન ઉપર ઉંચકાતા જ જાય. અમેરીકન કંપનીઓ સંશોધન (Research) અને નવરચના (Development) પાછળ કેટલા પૈસા ખર્ચે છે ? CISCO કંપનીએ 2000ના વરસમાં એના સમગ્ર વેચાણના 14.3 ટકા ખર્ચ્યા. કંપનીઓ નવી પેટન્ટો કેટલી પ્રાપ્ત કરે છે? IBM કોર્પોરેશને 1998ના એક જ વરસમાં 2657 પેટન્ટો મેળવ્યા અને 2000ના વરસમાં 2886. આ તો માત્ર અછડતાં ઉદાહરણો જ આપ્યાં છે. કારણ, આવા બધા આંકડાઓ સહેલાઈથી મળી શકે છે. ફક્ત વ્યાપાર–ઉદ્યોગની જ આ વાત નથી; આ વાત છે અનેક ક્ષેત્રોનાં સર્જનાત્મક કાર્યની, માહીતીની, અવલોકનની, પ્રેરણાની, તીક્ષ્ણ બુદ્ધીમત્તાયુક્ત મૌલીકતાની. આપણા જેવા પરદેશીઓને આ બધું પહેલી નજરે દેખાતું નથી હોતું; પરન્તુ જેણે અમેરીકામાં ધંધાદારી અનુભવ મેળવ્યો હશે એને આમાં કંઈ નવું લાગશે નહીં. એ વ્યક્તી આ બધાંનું પુરું મહત્ત્વ પીછાની શકશે.

નવસર્જન અને ઉત્પાદકતા (Productivity) બન્ને એકબીજાનાં પુરક છે. ઉદ્યોગોમાં દરેક કાર્ય–પદ્ધતીનો ઝીણવટથી અભ્યાસ કરીએ, એ કામ કરવાની નવી રીત શોધી કાઢવી કે વધુ સારી ચીજ બનાવવી, એનાથી ઉત્પાદકતા ઘણી વધી શકે છે. અમેરીકામાં ઉત્પાદન એ તમારી પસંદગીની વાત નથી; એ તો જીવન જીવવાની પદ્ધતી છે. એ અનીવાર્ય આવશ્યક્તા છે. કંપનીના માલીકને, તમારે પોતાને, જીવનમાં ટકી રહેવું હોય તો ઉત્પાદનશીલ થવું જ પડે.

અમેરીકામાં નવસર્જન એટલું ઝડપી ને ઝંઝાવતી હોય છે કે આપણી ઉંમર બદલાય એના કરતાં ઉપકરણો વધારે ઝડપથી બદલાય છે ! બાળકો આજે વડીલોને કમ્પ્યુટર કેમ વાપરવું, વીડીયો કેમ ચલાવવો વગેરે શીખવે છે. ઈન્ટરનેટનું જંગલ દરેક સો દીવસના ગાળામાં બમણા કદનું થાય છે. અમેરીકામાં નવસર્જન ગુણાકારની ઝડપથી થાય છે. ભારતમાં જો થાય તો એ ગણીતના સાદા સરવાળામાં થાય છે. અમેરીકામાં એવા હજારો લોકો છે કે જેમનો રોજનો ધંધો જ પ્રયોગો કરવાનો, શોધખોળો કરવાનો, ખાંખાંખોળાં કરતા રહેવાનો છે. જેણે ઈલેક્ટ્રીક લાઈટ, ગ્રામોફોન અને સીનેમા જેવી અગત્યની શોધો કરી, તે થોમસ આલ્વા ઍડીસન બહુ ભણેલોગણેલો વૈજ્ઞાનીક નહીં; પણ વ્યાવહારીક પ્રયોગશીલ માણસ હતો. તેણે 1093 પેટન્ટો મેળવ્યાં હતાં. નવું નવું વીચારવાનું, બનાવવાનું અને એમાં સુધારાવધારા કરતા રહેવાનું વલણ અમેરીકન કલ્ચરમાં ઉંડુ જામેલું છે. નાની ઉંમરથી શાળાઓમાં છોકરાઓને સર્જનશીલ બનતાં શીખવાડાય છે. અલગ પડી આવતું વર્તન શીક્ષાપાત્ર ગણાતું નથી. દરેક બાબતમાં પ્રયોગો આવકાર્ય હોય છે. કોઈ પણ જાતની મૌલીકતાને ખાસ ઉત્તેજન આપવામાં આવે છે.

ચાલુ રીતરસમોના આપણે સદાના અનુયાયી, નવાના વીરોધી. એમ કેમ? એ મહત્ત્વનો અને વીચારવા લાયક પ્રશ્ન છે. એની કુંચી દરેકના કલ્ચરમાં છે.

2.    અમેરીકનો સૈદ્ધાંતીક કરતાં વ્યાવહારીક મગજના વધુ હોય છે. સાધન નવું હોય કે જુનું હોય, ‘એ કામ કરે છે ?’ એ પ્રશ્ન સૌથી પહેલો પુછાય.

3.    વીવાદાસ્પદ બાબતમાં તીવ્ર દલીલબાજી કર્યા પછી, વીરોધી પ્રત્યે આદર સાથે તેઓ પરસ્પર આપ–લે કરી સુલેહ કરી શકે છે. પોતાની બાજુને વળગી રહીને પણ, સામા માણસની દલીલમાં રહેલો તથ્યાંશ તેઓ સ્વીકારી શકે છે.

4.   અમેરીકનો માહિતી માટે ઉત્સુક હોય છે, આપણે અભીપ્રાયો માટે. તેઓ હકીકત ઉપર મદાર રાખે છે, આપણે ધારણા અને માન્યતા પર.

5.   ભારતમાં આપણે આપણાં પોષાક, ખોરાક અને ભાષામાં ઘણી વીવીધતા ધરાવીએ છીએ; પણ વીચારોમાં ઓછી. અમેરીકામાં વીચારવૈવીધ્ય ઘણું વધારે જોવા મળે છે. નવા વીકલ્પો અને જુદા આદર્શો પડકારરુપે થઈ વૈચારીક સમૃદ્ધી પુરી પાડે છે. અમેરીકામાં વીચારધોધ માણસને ગુંચવી નાખે; ભારતમાં ગાડરીયો પ્રવાહ એને ખેંચી જાય.

6.   અમેરીકન કલ્ચરમાં વ્યક્તીવાદ (Individualism) અને અંગતતા (Privacy) અતી પ્રબળ છે. બીજી કોઈ વ્યક્તીની અંગત કે ખાનગી બાબતોમાં ડોકીયું નહીં, દખલ નહીં કરવાની. પોતાની ખાનગી બાબતોમાં કોઈની જીજ્ઞાસા કે દખલ સહન કરવી નહીં. આપણે ભારતીયો સ્વકેન્દ્રીય ખરા; પણ બીજાની અંગતતા વીશે ઓછા સભાન. આપણને સ્વકેન્દ્રીય વર્તુળની દરકાર, બીજા બધાની અવગણના.

7.   અમેરીકાના રાજકીય અને સામાજીક તત્ત્વજ્ઞાનમાં સમાનતાનો સીદ્ધાંત પાયાનો છે. જાત, જાતી, ધર્મ, દરજ્જો અને તકની સમાનતા કડક કાયદાઓથી સ્થાપીત છે. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં કોઈ તમારી જાતપાત, ધર્મ, ઉંમર સુધ્ધાં પુછી ન શકે. ભેદભાવની શંકા જન્માવે એવો અણસાર પણ ન અપાય. ભારતમાં આપણે સ્થાન કે દરજ્જાના પુજારી છીએ. એ સ્થાન મોટે ભાગે જન્મથી કે મોભાની રુએ હોય છે. દલીત અને સ્ત્રી વર્ગ ઉતરતી કક્ષાના મનાય છે. વીરપુજા પ્રાચીનકાળમાં હતી અને આજે પણ પ્રવર્તે છે. ગુરુઓ, નામાંકીત કે હોદ્દેદાર વ્યક્તીઓ, એમના સગાંવહાલાં સુધ્ધાં વગેરે તરફ આપણા અહોભાવ અને ચરણ સ્પર્શ – સન્માન જાણીતાં છે.

8.   વીચારમાં સ્વતંત્રતા અને વર્તનમાં આત્મનીર્ભરતાની કીંમત અમેરીકન સમાજમાં બહુ ઉંચી આંકવામાં આવે છે. બાળકો સત્તર–અઢારની ઉંમર થાય એટલે મા–બાપથી સ્વતંત્ર રહેવાનું પસંદ કરે; સંયુક્ત કુટુંબમાં નહીં. સંતાનો અને વડીલો એકબીજા ઉપર આધાર ના રાખે. આ બધાના ફાયદા–ગેરફાયદા બન્ને છે; પણ એની ચર્ચા અહીં કરવી નથી. એનાથી સ્વતંત્ર વીચારશક્તી અને પોતાના પગ ઉપર પોતે ઉભા રહેવાની ટેવ જરુર કેળવાય છે. સાથે સાથે કેટલાક લોકોમાં અસામાજીકતા પણ આવી શકે છે.

9.    આપણે નસીબ અને જ્યોતીષમાં માનીએ છીએ. અમેરીકનો આપણા કરતાં બહુ જ ઓછું માને છે..

10.   અમેરીકનો કામને સન્માનીય (Dignity of  Labour) ગણે છે. આપણે કામને, ખાસ કરીને શારીરીક શ્રમને, ઉતરતી કક્ષાનું ગણીએ છીએ.

11.   કામધંધામાં, ઓફીસમાં, આપણું વર્તન વ્યક્તીનીષ્ઠ હોય છે. તેઓનું ધંધાદારી કે નીયમ આધારીત હોય છે.

12.  માણસે કરેલાં કાર્યો કે તેણે લીધેલા નીર્ણયો માટે અમેરીકામાં તે પોતે જવાબદાર કે ઉત્તરદાયી ગણાય છે. જવાબદારીની વ્યાખ્યા, એનો વ્યાપ અને મર્યાદાઓ નીશ્વીત કરવામાં આવે છે. ભારતમાં પોતાની નીષ્ફળતા માટે બહુ ઓછા માણસો પોતાની જવાબદારી માનવા કે સ્વીકારવા તૈયાર હોય છે.

13.  ભારતમાં કુટુમ્બની આબરુ અને ખાનદાનીનો દેખાવ જાળવવાને વધારે મહત્ત્વ અપાય છે. ખાનદાની શબ્દ અમેરીકામાં બહુ પ્રચલીત નથી.

આ યાદી લાંબી થઈ શકે. બધા પ્રકારના અભીગમ દુનીયામાં બધે ઓછાવત્તા પ્રમાણમાં દેખાય; પણ કયા સમાજમાં એનું પ્રમાણ કેટલું છે તે નીર્ણાયક ઠરે છે.

અમેરીકામાં છે તે બધું સારું નથી; ઘણું અનીષ્ટ પણ છે. પણ એ અનીષ્ટો આપણા કરતાં જુદાં પ્રકારનાં છે. એમના પ્રશ્નો વધુ પડતી સમૃદ્ધીના છે. વ્યક્તીસ્વાતંત્ર્યને હદ બહાર બહેકાવવાના, અર્થશાસ્ત્રના, આઝાદીના, આધુનીક આદર્શોની સાઠમારીના, રાજ્ય બંધારણના સીદ્ધાંતોના એવા એવા કોયડાઓ છે. એ આપણા કરતાં જુદી અને નવી દુનીયાના પ્રશ્નો છે. પરન્તુ સૌથી અગત્યની બાબત એ છે કે અમેરીકનો એમનાં અનીષ્ટો પ્રત્યે સજાગ છે તથા એમની ખુલ્લી ને તાર્કીક ચર્ચા કરે છે. અનેક પંથોમાં વહેંચાયેલી ખ્રીસ્તી કોમમાં વ્યક્તીબદ્ધ નહીં; પણ સીદ્ધાંતબદ્ધ ચર્ચાઓ જોરશોરથી ચાલે છે. ઘણા બધા અમેરીકનો રુઢીચુસ્ત છે; પરન્તુ એ રુઢીચુસ્તતા આપણી રુઢીચુસ્તતા કરતાં જુદી છે. એ વીવેકબુદ્ધીની રુઢીચુસ્તતા છે ને સીદ્ધાંતોના પાયાવાળી છે. દા.ત. ગર્ભપાતનો કે સરકારીકરણનો વીરોધ, સજાતીય સમ્બન્ધો, પાદરીઓમાં લગ્ન સમ્બન્ધ, સ્ટેમ સેલ સંશોધન વગેરે પ્રશ્નો તપાસો. એમાં આપણી જેમ ‘જુનું તે સોનું’ કે ‘ભુતકાળનો ગર્વ કે મોહ’ નથી. આપણા જેવી જ અતીપ્રાચીન યહુદી પ્રજા સુધ્ધાં આજના જમાનાની ખુબ પ્રગતીશીલ પ્રજાઓમાંની એક છે.

ભારતમાં મોટા ભાગના લોકો માને છે કે ‘અમેરીકનો ભૌતીક, અમે આધ્યાત્મીક; અમેરીકનો ડૉલરપ્રેમી, અમે પ્રેમાળ ને કુટુમ્બપ્રીય.’ આ માન્યતાઓ તદ્દન પાયા વીનાની છે. જે લોકો અમેરીકન સમાજમાં પુરા ભળ્યા નથી, તેઓ એને સાચી રીતે ઓળખી શકતા નથી. આવા અધકચરા અભીપ્રાયો કરોડો આદર્શવાદી સન્નીષ્ઠ અમેરીકનોને અન્યાય કરે છે. અમેરીકન પ્રજાનો પાલતુ પશુઓ પ્રત્યેનો પ્રેમ, અનાથ બાળકને દત્તક લેવાની તૈયારીઓ, અબજો ડૉલરની સખાવતો, ની:શુલ્ક મરજીયાત સેવાઓનો વ્યાપ, માનવ અધીકાર ચળવળો, આવી ઘણી બાબતો વીશે ભારતના લોકો વધુ જાણે એ ઈચ્છનીય છે. એનાથી સાવ અજાણ એવા લોકો અભીપ્રાયો આપે તે સહેજે યોગ્ય નથી. અમેરીકન લોકોમાં સ્પષ્ટ દેખાઈ આવતો સ્વાતંત્ર્યપ્રેમ, માનવપ્રેમ, વ્યક્તીવાદ, દંભહીન નીખાલસતા – આ બધા વીશે આપણે થોડીક વધુ કદર કરવાની આવશ્યક્તા છે.

આપણે ભારતના શ્રેષ્ઠ બુદ્ધીધનને સરાસરી અમેરીકન સાથે સરખાવીને નીર્ણય બાંધી લઈએ છીએ કે આપણે ‘ગ્રેટ’ છીએ. અમેરીકામાં આવી વસેલા પહેલી–બીજી પેઢીના સખત કામ કરી, અજાણ્યા દેશમાં સ્થીર થવા માંગતા આગંતુક ભારતીયોને, અહીંના ઉચ્છૃંખલ યુવાન કે હીપ્પી સાથે સરખાવીને આપણે નીર્ણય કરીએ છીએ કે આપણે જ ઉદ્યોગપ્રીય છીએ ને અમેરીકનો નથી. આ જાતની સરખામણીઓ અર્થહીન છે. એ તેમના વીશે નહીં; આપણા વીશે કશુંક કહી જાય છે. આપણા માનસમાં અમેરીકનોની એક બીબાંઢાળ છબી ઉપસાવીને આપણે બેઠા છીએ કે તેઓ ડૉલરઘેલા સુખશોધકો છે, જ્યારે આપણે નીતીમાન, આધ્યાત્મીક, આત્મલક્ષી, સત્યાન્વેષકો છીએ. ફક્ત ખ્રીસ્તી જ નહીં; પણ બધા ધર્મોની ફીલસુફીનો અભ્યાસ અમેરીકામાં કેટલી ગહનતાથી આત્મલક્ષી (Theosophical) સ્કુલોમાં થાય છે એની આપણને કાંઈ જ ખબર નથી. છતાં આપણી માની લીધેલી આધ્યાત્મીક સરસાઈને આત્મસંતોષથી ચુસી, ચાવી, વાગોળી, આપણે અભીપ્રાયોના ગોળા ગબડાવ્યે રાખીએ છીએ. ટુંકમાં કહીએ તો, અમેરીકન પ્રજા જુદી જરુર છે; પણ ભારતના લોકો માને છે એવી જડસુ કે અનીતીમાન નથી. આપણે એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે – જો ખરેખરું અમેરીકા આપણે પીછાણી શકીએ તો…

અમેરીકામાં સારું ભણીને સ્થીર થયેલી એક બુદ્ધીમાન ભારતીય સન્નારીને મેં પુછ્યું:

1.     તમે એકંદરે શું પસંદ કરો, ભારતીય સંસ્કૃતી કે અમેરીકન ?

તે કહે, અલબત્ત, ભારતીય જ.

2.   પછી મેં પુછ્યું, ‘તમને નીયમીતતા ગમે ? સ્ત્રી–પુરુષની સમાનતા ગમે ? અંગત જીવનમાં પ્રાયવસી ગમે ?’ એ દરેકનો ઉત્તર એક જ, અને ભારપુર્વક: ‘હા, એ તો ગમે જ ને !’

જ્યારે મેં સમજાવ્યું કે આ ત્રણેય આધુનીક પાશ્વાત્ય મુલ્યો છે, ભારતીય પરમ્પરાનો ભાગ નથી; ત્યારે એ સન્નારીને જે આંચકો લાગ્યો હશે, એની કલ્પના કરો. બુદ્ધીમાન હતી – વીચાર કરતાં એક જ મીનીટમાં એને ખ્યાલ આવી ગયો કે એના બન્ને ઉત્તરો એકબીજાના વીરોધી હતા.

અમેરીકામાં વસતા લગભગ બધા ભારતીયો પોતાનો ‘સાંસ્કૃતીક વારસો’ ભુલાઈ જશે એની ચીન્તા કરે છે. પોતાનાં સંતાનો આ અમુલ્ય વારસાને ગુમાવી બેસે નહીં, એ માટે પ્રયત્ન કરવો જોઈએ એમ તેઓ માને છે. તેમને ખ્યાલ જ નથી કે તેઓ શાની વાત કરી રહ્યા છે. ચીલાચાલુ રુઢીચુસ્તતા, નીતી–અનીતીના જુના ખ્યાલો, સંયુક્ત કુટુમ્બની તરફદારી, સંતાનોના લગ્નસંબંધો અને ધાર્મીક વીધીનીષેધો – આટલું મોટા ભાગના લોકોના મનમાં હોય છે. આધુનીક રંગે રંગાયેલી એક નાની પૈસાપાત્ર અને શીક્ષીત લઘુમતીના મનમાં ફક્ત ભાષા, સંગીત, નાટ્ય કે બોલીવુડ હોય છે. માન્યતાઓ કે સાંસ્કારીક વલણોની વીવીધતા વીશે વીચારવું તો દુર રહ્યું; એ ભાગ્યે જ કોઈના ધ્યાનમાં સુધ્ધાં આવે છે. પરન્તુ કલ્ચરનું, સંસ્કારોનું, સૌથી મહત્ત્વનું પાસું તો આ જ છે. કારણ બીજું બધું એમાંથી ઉપજેલું છે, એ વાત વીસારે પડે છે.

પૈસા, પોષાક, પરીચર્યા અને ફેશનમાં આપણે ખુદ અમેરીકનોને જ પાછળ પાડી દીધા છે; પણ મૌલીકતા, મેનેજમેન્ટ ને મોડર્નીટીમાં આપણે એમને ક્યારે ટપી જઈશું ? સર્જન, શક્તી ને સંશોધનમાં આપણે ક્યારે આગળ વધીશું ?

આજે તો ભારતીય સમારંભોમાં સમયસર પધારવું એ જ આપણી સર્વોત્તમ સફળતા ગણાય છે. સ્વચ્છતા એ જ સર્વાધીક સીદ્ધી છે.

અંતમાં નીચેના ત્રણ સાદાં કથનો ધ્યાનથી તપાસો :

1.   સમાજની પ્રગતી ઉપર સામાજીક સંસ્કારો (કલ્ચર)ની અસર થાય છે.

2.   આપણું કલ્ચર અમેરીકા કરતાં અલગ છે.

3.   અમેરીકા આગળ વધેલું છે, આપણે નથી.

આ ત્રણ હકીકતોમાં રહેલું તથ્ય તમે સ્વીકારી શકો, તો એમાંથી શું તારતમ્ય નીકળે છે ? વીચાર કરો.

–સુબોધ શાહ

લેખકસમ્પર્ક :

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ –08831.  USA

Ph: 1-732-392-6689   eMail: ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક: www.AuthorHouse.com   (Publisher) or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના મે માસના અંકમાં પ્રકાશીત થયેલો આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 23/01/2015

30 Comments

 1. It is a very god observation about USA and its people. I fully agree with his comments and comparisons. You can only learn and develop yourself if you come out from you box. We can learn so many good things from USA and develop ourselves.

  I have been living in USA since 1977. I went to school here and received my graduate degree in civil engineering. I mixed with local people at home work. This attitude helped me in understanding my children.

  It is very easy to follow old culture. This will never develop you. When you think rationally about both cultures then, you will have better choice. Never follow any thing blindly.

  I am very happy that I came to USA and I developed my self and learnt good things in life.

  Thanks for a very good article to read and think.

  Pradeep H. Desai

  USA

  Liked by 1 person

 2. Every Indian should read this. Well explain article. Being here in USA for last 36 years, I have seen almost everything what Subodhbhai have explain. I still find Indo-American defend our BHARTIYA Culture while working in ‘mainstream of America’. Yes, Our culture is reach as many have stated and believe, but what we have given to world comparing what America has given to world?

  Lets hope that our future generation see this differences in culture and adopt what is best for them and not what is given to them as ‘best’!!!

  Liked by 1 person

 3. મિત્રો,
  મારું સદભાગ્ય છે કે ‘કલ્ચર કેન કીલ‘ પુસ્તકનું અવલોકન કરવાનો લ્હાવો મને મળ્યો હતો. સુબોઘભાઇ સાથેની મિત્રતાનો પણ મને આનંદ છે.
  ઘણા ભારતીય લેખકો અમેરિકાની ટૂંકી મુલાકાતે આવે છે અને અમેરિકા વિષે પુસ્તક લખી નાંખે છે. આ પુસ્તક અમેરિકાને અને અમેરિકાના સામાજીક કે રોજીંદા જીવનને ન્યાય કરી શકતાં નથી તે મારો અનુભવ છે. કોઇ પણ દેશના રોજીંદા અને સામાજીક સંસ્કારને ન્યાય ત્યારે જ આપી શકાય કે જ્યારે તે દેશના રોજીંદા જનજીવનમાં તમે તાણા અને વાણાની જેમ વણાય નહિં જાઓ. ઉડતી મુલાકાત ન્યાય કેવી રીતે આપી શકે ?

  દરેક દેશમાં જનજીવનમાં સારા અને નરસા ગુણો હોય જ છે. ભારતમાં અને અમેરિકામા કે બીજા કોઇ પણ દેશમાં, પોઝીટીવે કે નિગેટીવ ગુણો હોવાના જ.. ફક્ત સારા ગુણોને અપનાવવાનું કર્મ દરેક વ્યક્તિનું પોતાનું બની જાય છે. દૂર બેઠા, બેઠા સાંભળેલી વાતોને વાગોળવું સારું નહિ કહેવાય. જાત અનુભવ જ ન્યાયી બની શકે છે.

  ભારત વર્ણવ્યવસ્થાની જીંદગી આજે પણ જીવે છે. ( અહિં પણ કેટલાંક ભારતીઓ આજે પણ વર્ણવ્ય્વસ્થાને પાળે પોશે છે.) અમેરિકા ઇમીગ્રન્ટસનો દેશ છે. વર્ણવ્યવસ્થા જેવી જીંદગી જોવા મળતી નથી. થોડા પ્રમાણમાં ચામડીના રંગો કાર્યશીલ છે.

  દરેક વ્યક્તિની હોશીયારી અને ઉત્પાદકતાને પ્રથમ સ્થાન અપાય છે. જાન્યુઆરી ૧૫, ૨૦૧૫ના ગુજરાત સમાચારનાં ગુજરાત સમાચાર પ્લસ વિભાગમાં સુદર્શન ઉપાઘ્યાય લખે છે કે, ‘ અમેરિકાનું કોઇપણ ક્ષેત્ર અેવું નથી કે જ્યાં ભારતીય ચહેરો જોવા ના મળે : અમેરિકાની સરકારી અેજન્સીઓના ઇન્ટરવ્યુમાં ૫૦ ટકા ભારતીયો પાસ થાય છે……‘

  ‘ સિલિકોન વેલીમાં ઇન્ડીયન અમેરિકનનો વઘતો પ્રભાવ પ્રમુખ ઓબામા પણ ઇન્ડિયનોની બુઘ્ઘિશક્તિને સ્વીકારતા થઇ ગયા છે.‘

  અાજ ટોપીકને તેમણે આ શબ્દોમાં લખ્યુ છે…‘ અમેરિકા પર ભારત છવાઇ રહયુ છે; તમામ ક્ષેત્રે ટોપ પર…યુનાઇટેડ સ્ટેટસ ઓફ ઇન્ડીયન અમેરિકન્સ…….

  ભારતમાં લાગવગ મોટું ક્વોલીફીકેશન હોય છે.

  અમેરિકન્સ પોતાની રીટાયર્ડ લાઇફ કાર ગરાજમાં કોઇ ને કોઇ રીસર્ચ કે નવાં કે ઇમ્પરુવ્ડ સાઘનો વિકસાવવામા કરે છે. સુબોઘભાઇઅે જે કહ્યુ છે તે સાચુ છે કે અમેરિકાની ઘરતી પર પગ મુકતાંની સાથે અમેરિકન સારા ગુણો અપનાવવાનું કર્મ ઘણા ઇમીગ્રન્ટસ કરે છે…રોજીંદા જનજીવન સાથે ચાલનાર સફળતાને વરે છે….ભગવાન ભલું કરશે…કહીને ભગવાનને સહારે બેસી રહેનાર સફળતાને કદાચ પામી શકે નહિં.

  આઇઝેક ન્યુટને જ્યારે સફળજનને નીચે પડતું જોયું તો તે વિચારીને સંશોઘન કરવા લાગ્યો અને ગ્રેવીટીનો નીયમ શોઘ્યો….અમેરિકનો દરેક નવીનતાની પાછળ રહેલા નિયમની શોઘખોળમા મંડી પડે છે……..

  સુબોઘભાઇની ઓરીજીનલ અંગ્રેજી બુક, ‘ કલ્ચર કેન કીલ‘ વાંચવા માટે હું રેકેમેન્ડ કરું છું. દરેક લાયબ્રેરીમાં મુકીને આજની નવી…યુવાન પેઢી વાંચે તે માટે રેકેમેન્ડ કરું છું.

  અમૃત હઝારી.

  Liked by 1 person

 4. અેક વાત કહેવાની રહી ગઇ હતી…‘કલ્ચર કેન કીલ‘ પુસ્તક લખવા માટે સુબોઘભાઇઅે ૧૫ વરસોની રીસર્ચ કરી હતી.
  બે મહિનાની ટૂકી મુલાકાતમાં લખાયેલું પુસ્તક કેવી રીતે ન્યાય આપી શકે ?

  Like

 5. I have enjoyed reading this article and I will get the book. I agree with his observation and I concur with his conclusions. Even students of science do not use the logic and reason to see the facts. Instead they are still Under the impression that what Western culture has to offer is all bad influence. This country has lot of good things to offer if one keeps his or her mind open. I have observed that the second generation has adopted lot of good things such as punctuality, use logic instead of following blindly, treat all human beings equally, do volunteer work etc.

  Like

 6. ભારતીય પ્રજા CULTURE ને બદલે NATURE માં જ્યારથી માનતી થશે , ત્યારથી ભારતની અમેરિકા બનવાની શરુઆત થઇ ગણાશે. ઇશ્વર સત્ય હૈ નહીં, પરંતુ વિજ્ઞાન સત્ય હૈ એવી માનસિક્તા પેદા કરવા આપણા જેવા રેશનાલીસ્ટોની જરુર છે.
  @ રોહિત દરજી ‘ કર્મ ‘, હિંમતનગર

  Liked by 2 people

 7. ભારતમાં રહેતા અને ટૂંકી મુલાકાતે અમેરિકા આવતા ભારતીય મિત્રો પહેલી છાપ એ લઈને ફરતા હોય છે કે અમેરિકામાં વસતા ભારતીયો કચરા પોતા જ કરતા હશે.. હહાહાહાહા કચરા પોતા કરવા કોઈ ખોટું કામ નથી.. પણ ભારતીય મિત્રોની એમના વિદેશમાં વસતા મિત્રો માટેની આવી અદ્ભુત લાગણી જોઈ ગદગદિત થઇ જવાય છે. હહાહાહાહાહાહ

  Like

 8. સુબોધભાઈ પરમ મિત્ર છે. એમના આ બધા વિચારો મારા વિચારો હોય એમ લાગે છે. એટલે એમાં કાંઈ કહેવાનું ન હોય. એમને સલામ. આ વાત ગુજરાતના ગુજરાતીઓને મારી કોલમ દ્વારા પહોંચાડું છું.

  Like

 9. Subodhbhai is my new and recent friend. I do not know how I found about this book Culture Can Kill. It look like an interesting title for a book, so I bought from B&N, and so far read 11 chapters.The more I read it , the more interesting it becomes. I use two words for this book, Thought provoking and Eye opener.He writes in a most logical yet lucid way to express his ideas. I am not surprised at all that this kind of book requires many years of deep study, vast reading and research, to come out in the print form.
  The book is not costly, available at about $17.00, and I have been recommending to all of my friends to buy it, read it and keep it.
  By the way during past holiday season about 3 weeks ago, my wife and me had a good fortune to meet with Subodhbhai, Rashmikantbhai (Tatoodi ) and their wives.
  So Govindbhai Maru and Muljibhai Gada will bring abstracts of this book on this blog,which deserves a hearty congratulations. But I highly recommend that all people buy this book written in English, which is original and not translation. Some time translation loose the gist of what author has to say.
  Best wishes to all, and Happy New Year.

  Like

 10. I

  just posted a comment, but it did not go through, I don’t know what happened.
  How I came to know about this book, but I bought from B&N. It’s also available from Amazon and directly from publisher, via http://WWW.authorhousepublishers.co
  It just happened that we ( my wife and me ) had a good fortune to meet with Subodhbhai and Neeraben along with Rashmikantbhai ( Tatoodi ) Desai and Devyaniben, atRashmikant’s house, on 30th Dec.
  We enjoyed their company for a few hours and it was in deed a great pleasure to have visit with them all.
  I just started reading this book Culture can kill, and finished 50 pages by then.I found so far this is very unique and interesting book. I am at 12th chapter now and the more I read the more interesting it becomes.
  I like to use two words to describe this book, Thought provoking and An Eye opener. Subodhbhai has very logically and in lucid style discussed the inherent problem in our culture, why and how we stayed behind, while other people progressed and advanced. I strongly recommend to all who read this comment, and to my all friends, to buy and read this book. If you don’t know any thing about India’s history, you will get some insight.
  This is a product of hard labor, after many years of study, research and vast reading, to come out as a book of this format and caliber.
  My many thanks and hearty congratulations to Govindbhai and Muljibhai, to bring abstracts of this treatise in Gujarati, on this blog.
  Thanks for allowing me to express some thoughts.

  Liked by 1 person

 11. હજી આપણે ભલે અમેરિકામાં વર્ષોથી રહેતા હોઈએ પણ અમેરિકન જેવી નિખાલસતા ,આડંબર રહિત પણું .વગેરે કેટલુય શીખ્યા નથી .

  Like

 12. કોઈ પણ દેશમાં જાવ અને સારી લાગતી દરેક બાબત સ્વીકારી લેવી જોઈએ અને તેની તુલના કરવાનો કોઈ જ અર્થ નથી.આપણી નવી પેઢીને પણ આપણે તે પ્રમાણેનું માર્ગદર્શન આપવું જોઈએ.

  Like

 13. Subodhbhai deserves many thanks for writing a book with deep study of Indian culture. Sometime his comments are very caustic and may hurt people who hold very irrational,ilogical and unscientific views about so called “Indian Culture” One thing is clear that CULTURE is for the good of people . If it has ruined the life of people it should be thrown in dust bin of history. Let us create new culture which will bring better life.

  One observation and suggestion for Subodhbhai that USA edition is very expensive. Indian edition should be plublished with cost around Rs.500 to get wider reader base as it is targeted to Indian readers to bring changes.

  Like

 14. આ લેખ વાંચી બહુ આનંદ થયો. અમેરીકન રીતે સરખામણી થતી એહીં પહેલી વાર વાંચી . આ લોકો આપણી સંયુક્ત કુંટુંબ પ્રથાને વખાણે કે આપણી કુંટુંબ ભાવનાને અહોભાવથી જુએ ત્યારે આપણો અહમ ફૂલી જઈ એમને ઉતરતા માનવા લાગે. અહમની અંધતા એમના ગુણો આપણને જોવા દેતી નથી. સ્વનિર્ભરતા અને આધ્યમિકતા સાથે વિકાસની જે તકો મને અહીં મળી છે તે અનુસૂચિત જાતિની સ્ત્રી તરીકે મને ત્યાં કદી ન મળી હોત. મારી કારકીર્દીની શરૂઆત સ્વદેશે એક ચિલ્ડ્રન હોસ્પીટલની લેબોરેટરીમાં સાવ મામુલી પગારથી થઈ હતી. એમાં લાંબા ગાળા સુધી પગાર વધારાની આશા ન હોવાથી બી.એડ કરી હું શિક્ષક થઈ. થોડા વર્ષો પછી અમેરીકા આવી ફરી લેબોરેટરીમાં એકડે એકથી શરૂઆત કરી પહેલે જ વર્ષે એમપ્લોય ઓફ ધ ક્વાર્ટરનો એવોર્ડ મળ્યો પછી ઉપર ચઢતા ચઢતા બાર વર્ષ બાદ અહીંની એક સુવિખ્યાત ચિલ્ડ્રન હોસ્પીટલમાં બાળકોના હ્રદયરોગ અંગેના સંશોધનમાં રીસર્ચ આસીસ્ટન્ટ તરીકે જોડાઈ ત્યારે મને DNA cloning કરતાં શીખવાની તક મળી એટલું જ નહી. મારા કાર્ય અંગેના પ્રેઝન્ટેશન વખતે જગમશહૂર વૈજ્ઞાનિક ( ડો. સ્ટ્રાઉસ) અને તેની ટીમના અત્યંત બુદ્ધિશાળી અન્ય ડોક્ટર્સની પેનલના સવાલોના સાચા જવાબ આપવાથી એમણે તરત જ બઢતી આપી લેબોરેટરીનો ચાર્જ મને સોંપી દીધો. અઠવાડિયા સુધી મારી પાસે કોઈ ડોક્ટર રીપોર્ટ લેવા કે કામ જોવા પણ ન આવે. કામ વધે તો માણસો વધારવાની પણ સત્તા આપી. અહીં કાર્યની કદર સાથે મેનેજમેન્ટનો વિશ્વાસ પ્રાપ્ત કરવો બહુ દુષ્કર નથી. બીજી એક લેબોરેટરીમાં હું કામ કરતી હતી ત્યારે એના માલિકને મેં એકવાર કહ્યુ કે તારે કોઈપણ કામ મને સીધું ચીંધવાને બદલે મારા સુપરવાઈઝર મારફત કહેવું જોઈએ. તેની, તારી અને મારી ટેસ્ટીંગ પ્રાયોરીટી જુદી પડે તો સરવાળે તને જ નુકશાન છે. તે મારા સામે નવાઈથી જોઈ રહ્યો. આવું તેને મોઢે કોઈ તેને કહી શક્તું નહી અને કેટલાંક ટેસ્ટીંગ સમયસર ન થવાથી તે સ્ટાફથી અને સ્ટાફ તેનાથી નારાજ રહેતો. તેને પોતાની ભૂલ સમજાઈ અને મારી હિંમતની કદર કરી બઢતી આપી. એ પહેલાં પણ મારી એક અન્ય સુપરવાઈઝરના કાર્યમાં થતી વારંવારની ભુલો હું સુધારતી તે ધ્યાનમાં લઈ કંપનીએ તેને બરતરફ કરી મને બઢતી આપેલ તે સુપરવાઈઝરે મારા હાથ નીચે કામ કરવાની તૈયારી પણ બતાવેલી પણ મેં ના પાડી તેથી તે બરતરફ થઈ તેનો મારા મનમાં ઘણો રંજ હતો. એક વર્ષ બાદ મને અચાનક એરપોર્ટ પર મળી ગઈ. તે ત્યાં કામ કરતી હતી. એટલા પ્રેમથી મને ભેટીને એણે મદદ કરી કે હું નવાઈ પામી ગઈ. આ ખેલદિલી અને આ તકો મને સ્વદેશમાં મળે તેવી આશા જ રાખી શકાય નહી. મને લાગે છે કે વસ્તીવધારો મુખ્ય કારણ છે. ડ્બામાં પુરાયેલા કરચલાની જેમ બહાર નીકળવા માટે બધા એકબીજાના પગ.ખેંચે અને અંતે ડબ્બો ખુલ્લો હોય તો પણ કોઈ નીકળી ન શકે એવી સ્થિતિ સર્જાય.

  Liked by 2 people

  1. ભારતમાં હોત તો આપને આટલી તક મળી જ ના હોત. દંભ વગરની આ અમેરિકન સંસ્કૃતિને આપણે ભારતીયો નાગી કહીને વખોડીએ છીએ.

   Like

 15. I know Subodhbhai personally, now for past four weeks, but somehow I came to know about this book, a few months ago. This is very interesting book. I have read upto 11 chapters and so far in my opinion this is a very well written book, after many years of vast reading,deep research and several years of hard work to bring out in a book form. I describe it simply as an Eye opener and Thought provoking. It puts this interesting concept of why we remain an underdeveloped society and country,in spite of the much bragged about glorious past, in most logical way and lucidly.
  I thank and congratulate Sri Govind Maru and Sri Mulji Gada, for bringing out the chapter by chapter abstracts, in Gujarati on this blog.
  Yet I strongly recommend,at least the Indians living in America, to buy the original English version. It available from Amazon.com and B & N, for about $17, and directly from the publisher (www.authorhouse.com ) still cheaper. I have personally recommended to many friends, some bought it and happy fotr that.

  Like

 16. બહુ સુંંદર લેખ છે…. કામની કદર જેટલી અમેરીકામાં થાય છે તેટલી ભારતમાં થતી નથી… જો કોઈ કર્મચારી ઉપરી કરતાં સારું કામ કરતો હોય તો તેની કદર કરવાને બદલે તુરંતજ તેની બદલી થઈ જવાની અથવા તો બીજુંજ કામ સોંપી દેવાય…. સરકારી ઓફીસોમાં તો ખાસ આવું થાય… તેની સામે, અમેરીકામાં કામની કદર થવાથી ઉત્સાહ વધે, નવું કરવાની ધગશ વધે અને કાંઈક innovative નવીનતા આવે, નવી શોધ પણ થાય….મુળ તો ઉંચનીચના કે જાતિ- ધર્મના ભેદભાવ ન હોવાથીજ અને કામઢા અને દરેક નાના-મોટા-વૃધ્ધો-સીનીયરોને માન આપવાના સંસ્કાર અને ઘર બહાર પાળવાની સંસ્કારી રીત થકીજ અમેરીકા આગળ આવ્યો છે….

  Like

 17. I am copying part of the comment of Shri Harnish Jani. I hope he doesn’t mind.
  સુબોધભાઈ પરમ મિત્ર છે. એમના આ બધા વિચારો મારા વિચારો હોય એમ લાગે છે. એટલે એમાં કાંઈ કહેવાનું ન હોય. એમને સલામ.
  The fact that he spent fifteen years researching for the book shows his dedication to India. I hope those who claim to love India emulate him rather than criticize him for telling the truth.

  Like

 18. અમેરિકા વિષે ગપ્પા મારતા ગપોડી લેખકો વિષે મેં આર્ટીકલ્સ લખ્યા જ છે. એમાં મહાન લેખક હીરાભાઈ ઠક્કર પણ આવી જાય જેમણે ‘કર્મનો નિયમ’ નામની સાવ બકવાસ પણ બેસ્ટ સેલર બુક લખી છે. હહાહાહાહાહ

  Liked by 1 person

  1. Sorry RAOLJI fakt aapnu dhyan dorva mate hirabhai thakkar likhit pustak KARMA NA SIDDHANT hatu je mara vanchva a aavyu hatu je naryo bakvas ane purva janm punar janm ni vato ane te pan karm ghana avtar pachhi pan chhodtu nathi evu thasavyu chhe je sav bakvas vataj lage chhe.

   Liked by 1 person

 19. હારવર્ડના ઈતીહાસના નીષ્ણાતો તો રામાયણ અને મહાભારતની કથાઓને સંપુર્ણે કાલ્પનીક સમજે છે. દેશની ગરીબાઈ, અસમાનતા કે નાત જાત માટે આ કથાઓનેજ જવાબદાર સમજે છે. ગપોડીઓના શીંગડા બરોબર દેખાઈ પણ આવે છે. હજી બીજો કંઈક ઉપાય કરવો પડશે….

  Liked by 1 person

  1. કાલ્પનિક જ હોય તો તો તે વાર્તાઓ સારી તો લખવી જોઈતી હતી! એવી ઢંગધડા વિનાની વાર્તાઓ લખી છે કે તેમના લખનારાઓની અધમ મનોવૃત્તિ ઉઘાડી પડે છે.

   Liked by 1 person

   1. હવે તો નીશાળના ટાબરીયા પણ આ કથાઓ ઉપર કાંકરીચારો કરતાં શીખી ગયા છે. સીતા કે દ્રૌપદી અત્યાચાર કોઈ ગુરુ મુની ઋષી ભગવંતને દેખાઈ નહીં હોય?

    Like

 20. અમેરિકાની ઘણી બાબતો સારી છે .એ આપણે શીખવાનો પ્રયાસ કરતા નથી .ઉલટા આપણે ધોળિયા જેવો તોછડાય વાળો શબ્દ વાપરીએ છી એ .

  Like

 21. શ્રી સુબોધ શાહના વિચારો એમના પુસ્તકો ધાર્મિક જડતામાં .આડંબરમાં ,ખોટી હુમ્પ્દ ,ભોગવવાની ટેવમાં ક્રાંતિ લાવશે એવો મને વિશ્વાસ છે .

  Like

 22. વાસ્તવિક અને (ભારત-યુએસએ ) સાથેના સમતોલન સરખામણી સહિતના મુદ્દાઓ રજુ કરતો ખુબ જ સુંદર લેખ . એમના બીજા આવા જ લેખોની અપેક્ષા સહિત અનેક ધન્યવાદ !!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s