નીતી અને ધર્મ

02

મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા

બહુ ઓછા લોકોને ઉંડા અધ્યાત્મમાં રસ હોય છે. જો કે લગભગ નેવું ટકાથીય વધુ મનુષ્યો ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. આવી શ્રદ્ધાનાં અનેક કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ તેમની એ માન્યતા છે કે ‘ધર્મ એટલે નીતી અને અધર્મ એટલે અનીતી. ધાર્મીક એટલે ભલો માણસ ને અધાર્મીક એટલે દુરાચારી નહીં; તોય નાદાન તો ખરો જ’.

રૅશનાલીસ્ટ એટલે નાસ્તીક, અને નાસ્તીક એટલે નાદાન એ ધારણા એટલી બધી પ્રચલીત છે કે એને યથાયોગ્ય તપાસવી જરુરી છે. વધારામાં એ અત્યન્ત રસપ્રદ પણ છે. આવી માન્યતાનાં મુળ માનવજાતીના ઈતીહાસમાં જડે છે. નીતી એટલે શું ? ધર્મ એટલે શું ? એ બન્ને પ્રશ્નોના જવાબ એમની ‘જન્મપત્રીકા’માં છે અને એ બન્નેનો પરસ્પર સમ્બન્ધ પણ એમાંથી સહેલાઈથી ફલીત થાય છે. નૃવંશશાસ્ત્રના અનેક વીદ્વાનોએ એ વીષયમાં પુષ્કળ સંશોધન કરી ઘણાં પુસ્તકો લખ્યાં છે. એની કેટલીક વાતો અહીં ટુંકાણમાં જોઈએ.

પશુપાલન અને ખેતીવાડીની શરુઆત થઈ, એ પહેલાં માણસ ગુફાવાસી, વનચારી–શીકારી હતો. ત્યારે એને નીતીની કોઈ કલ્પના ન હતી. જેને આપણે ‘બળીયાના બે ભાગ’ કહીએ છીએ, તેવો એ જમાનો હતો. જંગલી પ્રાણીઓની સરખામણીમાં એકલદોકલ મનુષ્ય અત્યન્ત દુર્બળ અને કુદરત સામે સાવ લાચાર હતો. પોતાના કુટુમ્બ સાથે અને પછી નાનામોટા સમુહમાં રહી સ્વરક્ષણ અને શીકાર કરવાનું શીખીને એ બળવાન બન્યો. એમાંથી જુથ, જાતી ને ટોળીઓ રચાઈ. સમુહમાં રહેવું હોય તો ફાવે તેમ વર્તી ન શકાય. સ્વાર્થ જેવી સ્વભાવીક વૃત્તી પર કંઈક અંકુશ મુકવો પડે. વહેંચીને ખાવું, સંપીને રહેવું, ચોરી ન કરવી, વગેરે ઘણું શીખવું પડે. બાળકમાં સ્વાર્થ સ્વાભાવીક છે, પણ સહકાર તો એને શીખવો–શીખવવો પડે છે. એ થઈ નીતીના અત્યન્ત પ્રાથમીક નીયમોની શરુઆત. ટુંકમાં, નીતી એટલે પરસ્પર લાભ માટે સહકાર. સહકાર કે પરોપકાર એ જીવનમુલ્યો કહેવાય છે. બાળક એ મુલ્યો કે આદર્શોને કુટુમ્બ ને સમાજમાંથી મેળવે છે. માનવસંસ્કૃતીએ પણ એની શીશુવયમાં આ રીતે એ મુલ્યોને મેળવ્યાં છે. નીતીશાસ્ત્રનો એ પાયો છે. એના જરુરી પાલન અને પ્રસાર માટે સમાજ, કોમ ને રાજ્યો થયાં. એ જમાનામાં નીતીનું પાલન કરાવવા માટે સૌથી સારો ને સહેલો એક જ માર્ગ તે ધર્મનો હતો. ચોરી ન કરવી જોઈએ કારણ કે ધર્મ એમ કહે છે; સમાજ માટે એ આવશ્યક છે, તેથી નહીં.

હવે ધર્મની શરુઆત જોઈએ. ભગવાને માણસને કેવી રીતે બનાવ્યો, એના કરતાં માણસે ભગવાનને કેવી રીતે બનાવ્યો, એ સમજવું વધારે મહત્ત્વનું છે. માનવસંસ્કૃતી જ્યારે બાલ્યાવસ્થામાં હતી, ત્યારથી જ માણસના મનમાં ભગવાનનો જન્મ થયો હતો. પુરાતન સંસ્કૃતીઓ બધી જ અનેક દેવોમાં માનતી હતી. માણસનો ગુફાવાસી પુર્વજ અજ્ઞાની ને ભયભીત જીવન જીવતો હતો. કુદરતમાં એણે વરસાદ, વીજળી, સુર્ય વગેરે જે પણ જોયું અને જેને એ સમજી શકતો ન હોતો, તે સર્વેમાં એણે અદૃષ્ટ સર્વશક્તીમાન પરમ તત્ત્વનું આરોપણ કર્યું. શરુઆતના ભગવાનો બધા જ કુદરતી બળોના કે યુદ્ધના દેવતાઓ હતા એ કોઈ અકસ્માત ન હતો. સુર્ય, અગ્ની, વરુણ, ઈન્દ્ર, એ ૠગ્વેદના દેવો છે. એપોલો, ઝીયસ ને માર્સ ગ્રીસ–રોમના દેવો છે. દુનીયાની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતીઓના દેવો વચ્ચેનું સામ્ય અચંબો પમાડે એવું છે.

એ પ્રાચીન સમાજોમાં સમાજને સુવ્યવસ્થીત રાખવા ભગવાનની કલ્પના ને એની કૃપા–અવકૃપાનો ધાક બહુ ઉપયોગી નીવડ્યો હતો. ઈશ્વરની કલ્પનાએ માણસની ઘણી બધી માનસીક જરુરીયાતો પુરી કરી. તેથી એ જુદા જુદા સમયે જુદી જુદી પદ્ધતીઓથી સર્વસ્વીકૃત બની. એ ધર્મો બન્યા. ઋગ્વેદના પ્રકૃતીના દેવોના ધર્મ પછી ઉપનીષદો અને પછી પુરાણોનો યુગ આવ્યો. રામાયણ એ પહેલું પુરાણ હતું. રામ નામના મહાપુરુષને આદર્શ તરીકે સ્થાપી, ભગવાન ગણી, સમાજમાં સારા વર્તનના પ્રાથમીક નીયમોની સ્થાપના કરવાની રસમય વાત એટલે જ રામાયણ. માણસમાં સૌથી મહત્ત્વની એવી બે જન્મજાત વૃત્તીઓ બહુ જ પ્રબળ હોય છે. એમનું યોગ્ય નીયમન કરવા માટે બે મુખ્ય મુલ્યોની રામાયણે સ્થાપના કરી: વ્યક્તીની સ્વાર્થવૃત્તીનું રામાયણે કુટુમ્બભાવનામાં રુપાન્તર કર્યું; જાતીય વૃત્તીને અંકુશમાં રાખી લગ્નસંસ્થાને મજબુત કરવા એકપત્નીવ્રતનો આદર્શ સ્થાપ્યો. આ બન્ને આદર્શોની સ્થાપના કરતી નીતીમત્તાનો પ્રચાર વાર્તારુપે સહેલાઈથી થઈ શક્યો. રામાયણની આ અપ્રતીમ સીદ્ધી છે. તેથી આજસુધી હીન્દુ સમાજમાં નીતીશાસ્ત્રનો એ પાયો બનીને રહ્યું છે. ટાગોરે રામને ‘આગામી ખેતીપ્રધાન સમાજના પ્રથમ યુગપ્રવર્તક’ કહ્યા છે. રામચંદ્ર ભગવાન ન હતા; તેઓ એ જમાનાની સર્વશ્રેષ્ઠ આદર્શમુર્તી હતા. રાવણ રાક્ષસ ન હતો; સુસંસ્કૃત બન્યા પહેલાં બધા માનવો જ હતા, તે જ રાવણ હતો. વાતને સીધી ને સાદી બનાવવી હોય, તો એકને દેવ માનો, બીજાને દૈત્ય માનો એટલે સમજાય ને તરત ગળે ઉતરી જાય; સમાજ નીતીમય બને; આદર્શ વીર ઈશ્વર ગણાય.

ધર્મનું આ સર્વશ્રેષ્ઠ કાર્ય હતું. એણે માણસને સંસ્કૃતી આપી. એ પ્રાચીન યુગોમાં ધર્મ સીવાય બીજા કશાથી આ કામ થઈ શક્યું ન હોત. મનુષ્યને ઈશ્વર સીવાય ચાલે એમ ન હતું. જ્યારે જ્ઞાન નહીંવત હતું, ત્યારે ધર્મની વીશાળ છત્રી નીચે બધું જ્ઞાન સમાઈ જતું. વીજ્ઞાન, ખગોળ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, માનસશાસ્ત્ર, નીતીશાસ્ત્ર, બધું જ. આજે આ દરેક વીષય ધર્મ કરતાં તદ્દન સ્વતન્ત્ર રીતે પ્રાકૃતીક ને સામાજીક વીજ્ઞાન છે.

નીતીની જરુર શી? અથવા મનુષ્યે નીતીમાન, સદ્ગુણી શા માટે થવું જોઈએ ? ઈસ્લામ અને ખ્રીસ્તી ધર્મ કહે છે: ‘ઈશ્વર એમ ઈચ્છે છે માટે’. હીન્દુ ધર્મ કહે છે: ‘સારાનું પરીણામ સારું આવે, સુકર્મનું સુફળ મળે, બીજો જન્મ સારો મળે એ માટે’. ટુંકમાં, ધર્મ કે ઈશ્વર કહે છે માટે સારા થવું. આ સીવાય બીજાં કોઈ કારણો હોઈ શકે ખરાં ? હા છે….

  1. સૌથી વધુ સંખ્યાના માનવોનું, સૌથી વધારે ભલું થાય એ માટે સારા થવું જોઈએ. દા.ત. સાચું બોલવા સીવાય કે લગ્નેતર જાતીય સમ્બન્ધો છોડવા સીવાય, માનવ સમાજ સંગઠીત ને સુવ્યવસ્થીત ન જ રહી શકે. માટે સત્ય, સદાચાર, વગેરે પાળવાં જોઈએ કૃષ્ણ કે ક્રાઈસ્ટે કહ્યું હોય કે ન કહ્યું હોય; તો પણ તે પાળવાં જોઈએ.
  2. માણસે પોતાના હીત માટે નીતીનું પાલન કરવું જોઈએ. દા.ત. મોટર ચલાવતાં લાલ લાઈટ આગળ ઉભા રહેવા માટે મારે ઈશ્વરની આજ્ઞાની જરુર નથી; મારા પોતાના હીત માટે એ જરુરી છે.
  3. બીજા પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો, એવું જ વર્તન તમે એના તરફ કરો એ સાદી શીખામણ તરત ગળે ઉતરે એવી છે. આપ ભલા તો જગ ભલા.

નીતીશાસ્ત્રના જાણકારોએ આવા બધા સીદ્ધાન્તોની બુદ્ધીગમ્ય અને વીશદ ચર્ચા કરેલી છે. એમાં ઉંડા ઉતર્યા વીના, આપણે એ સ્વીકારવાનું છે કે ધાર્મીકતા વીના સજ્જનતા ટકી શકે છે. ધર્મનો અભાવ એ અનીતી નથી. નીતી અને ધર્મને વીખુટાં પાડી શકાય છે. પાડવાં જરુરી પણ છે.

કોઈ પણ વ્યક્તી અને સમાજ માટે નીતીશાસ્ત્ર અનીવાર્ય એવી જરુરીયાત છે. માનવસંસ્કૃતીનો પાયો જ નીતીશાસ્ત્રમાં છે. માનવસમુહોને સમ્પીને પ્રગતી કરવા નીતીનીયમ વીના ચાલે જ નહીં. નાસ્તીક માણસ પણ એમ નહીં કહી શકે કે કોઈ પ્રકારના નીતીનીયમોની જરુર નથી. બીનધાર્મીક માણસ સુધ્ધાં સંસ્કાર ને સંસ્કૃતીના સામાજીક નીયમો પાળે છે અને નીષેધો સ્વીકારે છે; ભલે એ સ્વીકારનું કારણ ધર્મ ન હોય. આધુનીક તત્ત્વજ્ઞાની ગણીતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલ ચુસ્ત અધાર્મીક છતાં અત્યન્ત સૌમ્ય સજ્જન તરીકે જાણીતા પ્રખર બુદ્ધીવાદી હતા. બીજી બાજુ જોઈએ તો, ભલા થવા ભગત થવું જરુરી નથી. માણસ ધાર્મીક હોય માટે જ નીતીમાન કે સદ્ગુણી હોય, એમ છાતી ઠોકીને કહી શકાય એમ નથી. હીટલર ચુસ્ત ખ્રીસ્તી અને શાકાહારી હતો. કોઈ નાસ્તીક જીહાદી કે ક્રુઝેડર થયેલો જાણ્યો છે ? એથી ઉલટું, દુરાચારી સાધુઓ, ગુરુઓ કે પાદરીઓ વીશે આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. નાસ્તીકતા નીતીમત્તાની સાથે રહી શકે છે; ધાર્મીકતા ને નીતીમત્તા સાથે રહેતાં હોય એમ હમ્મેશાં બનતું હોતું નથી. ધાર્મીક અને નાસ્તીક, બન્ને પ્રકારના માણસો પ્રપંચી કે નીતીમાન ગમે તે હોઈ શકે. એક વાત માન્યતાની છે, બીજી વાત વર્તનની છે.

ધર્મ અને નીતી એ બન્ને એકબીજાને સ્પર્શે છે જરુર; છતાં તદ્દન જુદાં છે. ધર્મથી નીતીમય જીવન જુદું પાડી ન શકાય એવી ઝાંખીપાંખી ગેરસમજના કારણે અનેક મનુષ્યો ધર્મને વળગી રહેવા માગે છે. હકીકત એ છે કે નીતી એના કોઈ ને કોઈ સ્વરુપમાં દરેકે દરેક માણસ માટે અચુક આવશ્યક છે; જ્યારે પરમ્પરાગત ધર્મમાં માનવું જરુરી નથી.

–સુબોધ શાહ

લેખકસમ્પર્ક:

Subodh Shah, 499A  Stockton Lane, MonroeTwp, NJ – 08831.  USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક: www.AuthorHouse.com   (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના મે માસના અંકમાં પ્રકાશીત થયેલો આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન: +919537 88 00 66 ઈ.મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20/02/2015

66 Comments

  1. આત્મીયશ્રી ,
    ઉપરોક્ત ” નીતિ અને ધર્મ ” વિષે નો લેખ ખુબ જ ગમ્યો…આભાર..એક અલગ થીમ ધરાવતો લેખ છે જે માનવ સમાજની સત્યતાની એકદમ નજીકની બાબત છે..આપના પુરાતન વેદ – ઉપનિષદ કે અષ્ટાવક્ર ગીતા કે વશિષ્ટ રામાયણ વાંચો એ માનવ સમાજ માટે એક અલગ દિશા સુચક બની શકે….ખુબ જ ગમ્યું ..કોમ્પ્યુટર ટેક્નીલોજી નો વ્યાજબી ઉપયોગ ..આ પ્રકાર ના મેઈલ મળતા રહેશે તો આનંદ થશે ..ઉપરોક્ત વિગતે દર્શાવેલ સાહિત્ય પણ ડાઉન-લોડ કરવા પ્રયત્ન કરીશ ..આભાર..

    Like

  2. સ્નેહી સુબોઘભાઇ,
    તમારા વિશાળ અને ઊંડા અભ્યાસનો આ નિચોડ છે. આ સંશોઘનનો લેખ છે. સશોઘન….જુદા જુદા કહેવાતા ઘર્મોના પુરાણા પુસ્તકોનો અભ્યાસ…તે વાંચન ઉપર મનન, ચિંતન અને તેનો સમન્વયથી જન્મેલો નિચોડ…દુઘમાંથી માખણ અને તેમાંથી ઘી….તમારો આ અભ્યસનિચોડ એક વખત વાંચવાથી સમજી શકાય તેવો નથી…વારંવાર વાંચતાં વાચતાં મનન, ચિતન કરતાં કરતાં સમજવું પડે. એકે એક નાના નાના વાક્યો જ્ઞાનસભર છે. માનવ જીવનની ઉત્કરાન્તિની સમજ દરેક પગથીયે સમજીને આગળ વઘવું પડે…ગુફામાં રહેલો માનવી તે પછી ભારતની ઘરતી ઉપર હતો કે પછી યુરોપની કે આફ્રિકાની…તે દરેકની સમજ એક સરખી હતી.અને કુદરતમા..વાતાવરણમાં થતાં, સમજમાં નહિ આવે તેવા બનાવોને કોઇ શક્તિને નામે માની લેવાની વાતમાંથી દેવ, દેવીનો જન્મ પણ સમજી શકાય તેમ છે. રેફરન્સીઝ પણ લીંક જાડી રાખનારા.
    તો પછી, ગુફા યુગ અને તે પછીના પુરાણયુગના…રામાયણના સમયથી માનવમનમાં ઘર કરી ગયેલી ‘ઘર્મ‘ની માન્યતા અેટલી તો ઊંડી છે કે તે આજે માનવ ‘જીન‘(જીનેટીક્સ) બનીને બેઠી છે. તેને બદલવું કે બદલાવવું સહેલું નહિ બને…તે હું માનુ છું. પ્રયત્નો કરતાં રહવું. આજે ડોક્ટર કે ઇન્જીનીયર, કે વિજ્ઞાની (ભારતમા.) દેવપૂજા વગર રહી શકતો નથી.
    ખૂબ જ મનનીય લેખ. વાક્યે વાક્યે ચિંતન, મનન કરતાં કરે તેવો સંશોઘનપૂર્ણ લેખ.
    આજે કેટલી બઘી ક્લેરીટી મળી. આભાર.
    અમૃત હઝારી.

    Liked by 5 people

  3. આગળ….નિતી અને ઘર્મ (?) ની વ્યાખ્યા અને તેની જીવનમાં અગત્યતાની સમજ પણ વાચકને માટે યોગ્ય માર્ગદર્શન પુરું પાડે છે.

    Like

  4. ધાર્મીકતા વીના સજ્જનતા ટકી શકે છે. ધર્મનો અભાવ એ અનીતી નથી. નીતી અને ધર્મને વીખુટાં પાડી શકાય છે. પાડવાં જરુરી પણ છે. Truth is Dharma ye Niti nathi parantu Niti ye j Dharma chhe. Well explained article.

    My thought is author explained everything on base of Dharmikta ( Living style leads by Dharma). I assume author has refer Dharma as Hindu, Muslim, Chritian and so forth. But what about HUMANITY?

    After looking at Mahaa Shivraatri mahotsav, we can make as many film like PK or OMG, yet we are still not willing to accept reality.

    When human stop identifying them self as Hindu or Muslim or Christian (and so forth), then and only then he will justifiy with life and his life purpose.

    Like

    1. To S-S Gandhi:
      You have a good question. It is strange but true that it is difficult to define accurately what can be called a Religion and what cannot be called a religion. So I welcome your question. Details are in Chapter 15 of my book.

      Here, I have used the term “Dharma” in the conventional sense that all of us understand it –Hindu, Muslim, etc. In that sense, Humanity is not a religion— though it is a very good and great ideal to aspire for. Actually, I myself may like to call myself a Rational Humanist.
      We Hindus have formed a habit of converting all great men into gods. In the same way, we convert worthy ideals that we like into religions. Yet that kind of figurative literary definition is strictly not true. I don’t need to put the label of religion on all good and great things in life. Thanks. —Subodh Shah.

      Liked by 3 people

  5. It is a very good article full of practical thinking. The simple rule n life is treat others the way you want to be treated. A basic honesty is required in life. We all should teach our children to be honest in every walks of life. A humanity is required in life. We all belong to same source and we all are human being.

    Thanks for a good article.

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  6. સુબોધભાઈ,
    તમારા લેખ વિશે તો કંઈ કહેવાનું જ ન હોય. બહુ તાર્કિક ખુલાસા છે.

    (૧) એક જ્ગ્યાએ તમે લખ્યું છે કે “એ જમાનામાં નીતીનું પાલન કરાવવા માટે સૌથી સારો ને સહેલો એક જ માર્ગ તે ધર્મનો હતો.” આનો અર્થ તાર્કિક રીતે એમ થાય કે નીતિ હતી અને તેની સાથે એના વાહન તરીકે ધર્મ પણ હતો. મારું માનવું છે કે ધર્મ પછી આવ્યો. પહેલાં માણસ ધર્મ વિના માત્ર નીતિના આધારે ચાલતો હતો. ધર્મ માણસના મગજની, એટલે કે, વિચાર શક્તિની નિપજ છે. એણે નીતિને આત્મસાત કરી લીધી એટલે આજે આપણે ધર્મ અને નીતિને અલગ પાડી શકતા નથી.
    (૨) તમારું આ વિધાન પણ મારા માટે મહત્ત્વનું છે કે “ઈશ્વરની કલ્પનાએ માણસની ઘણી બધી માનસીક જરુરીયાતો પુરી કરી. તેથી એ જુદા જુદા સમયે જુદી જુદી પદ્ધતીઓથી સર્વસ્વીકૃત બની. એ ધર્મો બન્યા.”
    હું એમ સમજી શક્યો હતો કે નીતિ, ધર્મ અને ઈશ્વર ત્રણ અલગ સ્થાનોએથી અલગ કારણોસર આવ્યાં. પરંતુ ઈશ્વરની કલ્પના ધર્મ સાથે કેમ જોડાઈ તે સમજાવી શકતો નહોતો. તમારું વિધાન સ્પષ્ટ કરે છે કે ઈશ્વર પ્રત્યેનો માણસનો વ્યવહાર જ ધર્મ બની ગયો.
    આમ, નીતિ, તે પછી ઈશ્વર અને તે પછી ધર્મ.
    એના પછી નીતિ તથા ઈશ્વરનું ધર્મમાં એકાકાર થઈ જવું અને બધું ‘ધર્મ’ તરીકે વ્યક્ત થવું. આખી પ્રક્રિયા રોમાંચક છે. આભાર.

    Liked by 2 people

    1. Niti pachhi ishvar pachhi dharma ane pachhi umervajevu dharmani dukan jem ke nirmalbaba asaram swaminarayan sampraday vagere jeva asankhya badhaj dharmo ni agencies.

      Like

    2. Dipakbhai,
      You are quite right. A short article like this cannot give too much detail. But Chapter 11 on Ethics in my book says exactly what you say here. Still, to clarify my views:
      1. Ethics and God both have a prehistoric origin. We cannot place any exact time and place on either. But in anthropology, the biological family arose first quite naturally. Family cannot continue without mutual help. That is the starting point of rules of good behavior and co-operation which is Ethics. The god concept may have arisen any time after that but it was very wisely utilized and adapted to strengthen Ethics. That way, co-operation was the goal and the god-concept was used as the means to strengthen that goal. Religions arose much much later, to codify and propagate desirable conduct in the name of gods. Ethics is the real End or goal. Religion (or god) is only a Means to achieve that good End. But now, men have reversed the role of Ends and Means. That is the problem— we now wrongly consider religion as THE end, and we have left Ethics neglected like an orphan on the wayside.
      2. Thanks for your agreement and elaboration. —Subodh Shah —

      Liked by 2 people

      1. As I understand, Krishna, Mahaveer, Buddha, Jesus, Mohammad etc. tried to propagate the ethics of the time and preached along with some input from themselves. They were charismatic and marketing geniuses. Most of the virtues they preached were already known by the society. I don’t believe any one of them really called their preaching as a new religion. Their disciples named the religion after them. That is the beginning of the religion, if we care to pin point the beginning of the religion as we know today.
        It is worth noting that the religions originating in middle east (i.e. Judaism, Christian, and Islam) have lot in common. Same is true for the sub Himalayan religions (Hindu, Jain, Buddha).

        Liked by 1 person

  7. ખુબ જ સુદર લેખ. છેલ્લુ વાક્ય-નીતી એના કોઈ ને કોઈ સ્વરુપમાં દરેકે દરેક માણસ માટે અચુક આવશ્યક છે; જ્યારે પરમ્પરાગત ધર્મમાં માનવું જરુરી નથી.- તદ્દન સત્ય કહી જાય છે. ”મને ગમે તે હું કરુ, બીજાને ના નડુ” ” દુનિયા માટે હું જીવુ કે મારે માટે દુનિયા જીવે?” આવા સત્ય મને સમજાયા છે, બધુ છોડ્યા પછી. અંધેરી નગરીના આપણે સહુ રહીશોએ ગંડુ રાજાઓનો ત્યાગ કરવો પડશે. નીતિ માટે નૈતિક બનવુ પડશે. ધર્મ જેવા ડીંડકોને અવગણવા પડશે. સૌ રેશનાલીસ્ટો કમર કસી તૈયાર થઇ જાઓ. આભાર લેખકશ્રીનો.
    લિ. અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી.
    રોહિત દરજી’કર્મ’, હિંમતનગર

    Liked by 2 people

  8. આ એક અત્યંત સ્પષ્ટ અને ઉત્કૃષ્ટ લેખ સાથે મોટે ભાગે સહમત થવા છતાં એક વિધાન અંગે થોડો સંદેહ છે. તે છે “કોઈ નાસ્તીક જીહાદી કે ક્રુઝેડર થયેલો જાણ્યો છે ?” હા, સ્ટાલિન તેવો હતો.

    નીતિમાંથી ધર્મ કેવી રીતે પેદા થયો તે અંગે આ લખનારની સમજ આવી છે. “હું નીતિ પાળું છું તો પણ દુખી છું; પેલો અનિતી આચરે છે છતાં સુખી છે તેનું શું કારણ?” આવા પ્રશ્નોના જવાબ આપી ના શકવાથી આગેવાનોએ ઈશ્વરની અને ધર્મની કલ્પના કરી. લોકોને ભરમાવ્યા કે “ભક્તિ કરો અને ધરમ પાળો, ઈશ્વર તમને સુખ આપશે.” (અમારી જવાબદારી નથી) ક્યારે? તો કહે “તમારા મરણ પછી.” કેવું સુખ આપશે? તો લોકોની સુખની વ્યાખ્યા જ બદલી નાખી. “ધ્યાન ધરો. ખુબ સુખ અનુભવો, આધ્યાત્મિક પ્રકારનું”. ભોળા લોકો બિચારા બીજું કરે પણ શું?

    Like

    1. 1. Sorry, but Stalin was not a Crusader at all. He fought for Communism, not for Atheism. Gandhiji fought hard for India’s independence, so you may as well call him a Crusader for Liberty of India ! That is a metaphor, not a truth.
      The words Jihad and Crusade have a very specific meaning. Please read a little more World History of the Middle Ages, to learn who were the European Crusaders who invaded Palestine to defend Christian towns.

      2. When I don’t know something, it is better to suspend my judgment and seek, rather than to give imaginary answers.
      “ભોળા લોકો બિચારા” ? Yes, they are a bigger problem than the Gurus are. No doubt about that. Thanks. — Subodh Shah —

      Liked by 3 people

      1. 1. Communism itself became a religion although an atheistic one.

        2. One does not have to be a scholar and read a lot to use his/her common sense. If all ethical persons were happy and all unethical persons were unhappy, there would have been no need to make people behave ethically by means of religion and God. There do exist some ethical but unhappy persons and some other unethical but happy persons. This is the reason why it becomes necessary to provide some reason to behave ethically.

        Liked by 1 person

  9. उपरनी पोस्टने बरोबर वांचो. शरुआतमां बळीयाना बे भाग जेवी हालत हती. पछी धर्म अने भगवान आव्यो. रेशनल समाज के व्यक्तीओ छेल्ले. हे हीसाबे भारतीय समाज रामायण महाभारतनी काल्पनीक कथाओ अने पत्थर पुजामांथी जल्दी बहार आवे ए बहुज जरुर छे. दलीत अत्याचार, गरीबाई अज्ञानता माटे आ कालप्नीक कथाओ अने पत्थर पुजाए मह्तवनो भाग भजव्यो छे. दुनीयानो लोको सुधरी रह्या होय त्यारे आपणे बणंगा फुकीं पाछळ रही जसुं.

    Liked by 3 people

  10. પ્રિય સુબોધ શાહ
    તમારા આ લેખથી ઘણું જાણવા મળ્યું શીખવા મળ્યું .તમારા વિશાલ અનુભવ ઉપર મને ઘણું માન થયું છે .આવા સરસ લેખો રજુ કરનાર ગોવિંદ મારુનો પણ ખુબ આભાર માનવો પડે .
    એક મારું જોડકણું વાંચવા આપું છું .
    હું ચારિત્ર્યવાન છું એ નથી કોઈ રામના ડરથી
    હું નીષ્ઠાવાનછું એ ફક્ત મારા પોતાના ડરથી .

    Liked by 1 person

    1. To Shree aataawaani : Good.
      Let me add this, please:
      હું શક્તીમાન છું એ મારા પોતાના કરથી.
      હું ચંગુ-મંગુ-પંગુ છું કોઇક ઇશ્વરના ડરથી.
      હું નીતીમાન છું મારા ખુદના સ્વ-મનથી.
      હું જીવીશ તો મારા જ સ્વમાનથી ને માનથી. — subodh Shah —

      Liked by 1 person

  11. This article is a sample of his larger book called ” Culture can kill” . If you get this book (which is unfortunately not available in India) you will get wealth of convincing answer which baffles us in India why people like religion or why Gurus are created or . Wonderful gift to many ethist who needs many good thoughts to argue with religious hard core peopl. The other wonderful observation is we get reply to our comments/questions form Mr.Subodh Shah which is rare possibilities from a busy writer like him.
    If this book is published in India BJP govt may ban AS THIS IS SO CAUSTIC THAT it is difficult to accept such well documentedtruth for hard core fundamantalist. I thoroughly enjoyed this book ” Culure an kill ” why no change title ” Religion can kill” ???
    Ashok Parikh

    Like

    1. Subodhbhai has already translated the book in Gujarati. Dipakbhai and I had some input in it. At the time we discussed publishing the book in India and finally decided against it for the very same reasons you have stated here.
      As an alternative, I started to publish parts of it

      Liked by 2 people

    2. To Ashokbhai Parikh :
      1. Actually, a highly respected staunch Hindu nationalist –VD Savarkar — has said a lot of things that I say in my book about reforming Hindu society, in order to strengthen it. Same thing about Vivekanand whom I respect very much and have quoted in Bold letters. Many people don’t really read them or me or Dayanand Saraswati too !
      2. About the title: Our wrong beliefs caused the downfall of Hindus in the Middle Ages. Those beliefs came from our culture; and religion is at the root of our culture. So, ‘Culture can Kill’ is the same as wrong beliefs / Religion can Kill. The sub-title of my current book is: “—How Beliefs Blocked India’s Advancement.” It is easily available in America for 12 Dollars.
      Thanks for your good comments. —-Subodh Shah —

      Liked by 2 people

  12. I continue…….
    As an alternative, I started publishing parts of it in our monthly magazine “Mangal Mandir” I will continue this process with a little toned down version of Subodhabhai’s original work, until I find it too difficult for a traditional “believer” to have an open mind to a different viewpoint. We will wait to see what future holds.

    Like

  13. Friends,
    ચર્ચા રસપૂર્વક આગળ વઘી રહી છે. વાચકો પોતાના મનમાં ઘર કરીને બેઠેલા વિષયને સંબંઘી વિચારો રજૂ કરે છે અને ચર્ચા તેને સમજાવવાની કોશીષ કરે છે. અેક સવાલ…અને તેના અેક્સપ્લેનેશનમાંથી બીજો સવાલ….ટૂંકમાં વિષયનું વિવેચન સુંદર રુપ ઘરીને વઘુ ને વઘુ સમજ આપતું રહે છે.
    આ ચર્ચામાં મુરજીભાઇઅે ૨૧મી ફેબ્રુઆરીને દિવસે પોતાના વિચારોમાં જે લખ્યુ છે તેને સંદર્ભ બનાવતાં મારા મનમાં સાંપ્રત સમાજને જોડીને અેક વિચાર આવ્યો. કદાચ ચર્ચાના વિષય સાથે આ સવાલ કે વિચારને સીઘો રીસ્તો ના પણ હોય. છતાં આવતી પેઢીને કદાચ…ફરી કહું છું કે કદાચ સ્પર્શે……પહેલાં રેફરન્સ માટે.મરજીભાઇના વિચારો…..
    (આપણે ૨૦૧૫ના વર્ષમાં જીવીયે છીઅે……)
    ” As I understand Krishna, Mahaveer, Buddha, Jesus, Mohammad etc. tried to propagate the ethics of the time and preached along with some input from themselves. They were charismatic and marketing geniuses……..”

    Now…”the ethics of time and preached along………They were charismatic marketing geniuses.”

    આજે આવા જ લાખોની સંખ્યામાં , દેશ, પરદેશમાં ચેલાઓની, ફોલોઅર્સની સંખ્યા ઘરાવનારા પંથના સ્વામીઓ, સાઘુઓ, બાપુઓ આપણી વચ્ચે જીવે છે. સમજુ કે અણસમજુ ફોલોઅર્સ …લાખોની સંખ્યામાં તેમના અે અેક બોલને માથે ચઢાવે છે. સત્યવચન માનીને સમય આવ્યે પંથના વડાની સામે થનાર સામે હથીયાર પણ ઉગામે છે….થોડા નામો આપું…તે પણ ગભરાતા…ગભરાતાં…ચર્ચા છે માટે…બાકી મને અ.ગત રીતે કોઇ વિરોઘ નથી. ઓશો, સાંઇબાબા, સત્યસાંઇ બાબા, અને…આસારામ બાપુ અને બીજા અનેક..લીસ્ટ મોટું છે…..
    અા બઘા…”.Are trying to propagate the ethics of the time and preach along with some input from themselves. They are charismatic and marketing geniuses.”

    સવાલ ઉઠે છે કે શું આ બઘા પણ કોઇક દિવસે પોત પોતાના પંથને નામે નવા ઘર્મના સંસ્થાપકોની લાઇનમાં સ્થપાશે ?
    Everything is in common….except time period……We live in 2015……..

    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. Amrutbhai,
      “સવાલ ઉઠે છે કે શું આ બઘા પણ કોઇક દિવસે પોત પોતાના પંથને નામે નવા ઘર્મના સંસ્થાપકોની લાઇનમાં સ્થપાશે ?” Good question. The answer is :
      Yes, if they are able to obtain followers in millions, that will start a new religion. I have stated the history of all religions in Chapter 15 of my book to explain this in detail. The process takes decades or even centuries. Very few people knew Christianity for 200 years before the Roman emperor adopted and spread it. One particular branch of Hindu-Jain religion is being established right now before our own eyes in Gujarat.
      Thanks for many thoughtful comments. —Subodh Shah —

      Liked by 1 person

  14. અધ્યાત્મના સાચા જીજ્ઞાસુઓ જવલ્લેજ જોવા મળે છે. જેમને પ્રશ્નો થયા તેઓએ તેમના ઉકેલ શોધવા માટે જાતે મહેનત કરી અને પછી જેઓ તેમની પાસે આવ્યા તેમનેય જાતે જ મહેનત કરવા સમજાવ્યું. ત્યાર પછી તે મહાપુરુષોના નામે ચરી નીકળનારા પંથો, સંપ્રદાયો, વાડાઓ, મુલ્લાઓ, મહંતો, પાદરીઓ, પુજારીઓ, ગુરુઓ વગેરે બીલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યાં.

    નીતીએ કાઈ શીખવી શકાતી નથી સમાજ ફરજીયાત પરસ્પરના સુખ માટે નીતીથી બંધાય છે. એકની અનીતી બીજો ચલાવી નથી લેતો એટલે પેલાએ નીતીમાન થવું પડે છે. ભારતમાં ઠેર ઠેર અનીતીના દૃશ્યો જોવા મળે છે તેનું કારણ શું છે? કારણ તે છે કે અનીતીવાન બળવાન છે અને અનીતીનો ભોગ બનનારા નીર્બળ. અન્ય કેટલાક દેશોમાં અનીતી ચાલતી નથી તેનું કારણ શું છે? ત્યાના કાયદાઓ કોઈ પણ ચમરબંધીની અનીતી ચલાવી લેતા નથી માટે તે દેશોમાં નીતી છે. તે જ દેશના લોકો અન્ય દેશોમાં જશે તો ત્યાં ટકી રહેવા માટે અનીતી આચરશે તેવી રીતે આપણા દેશના લોકો અન્ય દેશમાં જશે તો તે દેશના કાયદા પ્રમાણે નીતીમાન (જખ મારીને) બનશે.

    Like

  15. સંદર્ભમાં……જે પંથના વડાઓને મેં ઉલ્લેખ કર્યો છે તેઓને તેમના ફોલોઅર્સ આજે પણ ભગવાન કહીને જ સંબોઘે છે.
    અમૃત હઝારી.

    Like

  16. Good thoughts. Please let me amend them a little for your consideration:
    Laws are the modern form of codified Ethics. They are necessary but not sufficient. Laws enforce only the commonly accepted basic minimum rules of morality. We always need much more than that. That extra need must be fulfilled from other sources like selfless wise men in society, who establish cultural values based on good principles of Ethics. Thanks. —Subodh —

    Like

    1. શ્રી સુબોધભાઈ,

      આપે કહ્યું કે :

      We always need much more than that. That extra need must be fulfilled from other sources like selfless wise men in society, who establish cultural values based on good principles of Ethics.

      અહીંથી જ બધી ગુંચવણ શરુ થાય છે. Hero Worship ની પ્રક્રીયા અહીંથી જ શરુ થાય છે. ધારો કે હું રામકૃષ્ણ કે વિવેકાનંદને selfless wise men માનું અન્ય કોઈ ઈસુ ખ્રીસ્તને માને તો અન્ય કોઈ મહમ્મદ સાહેબને તો વળી અન્ય કોઈ અમીતાભ બચ્ચનને તો અન્ય કોઈ ગાંધીને અન્ય કોઈ મહાવીરસ્વામીને અન્ય કોઈ ગૌતમ બુદ્ધને અને અન્ય કોઈ નરેન્દ્ર મોદીને અન્ય કોઈ સુભાષચંદ્ર બોઝને અન્ય કોઈ આઈન્સ્ટાઈનને અન્ય કોઈ ઓસામા બીન લાદેનને અન્ય કોઈ ગોડસેને અને અન્ય કોઈ ઓશોને અન્ય કોઈ રમણભાઈ પાઠકને અન્ય કોઈ કાર્લ માર્ક્સને અને અન્ય કોઈ પરશુરામને અને અન્ય કોઈ રામ / કૃષ્ણ / શિવ / અંબા / સાંઈબાબા / રમણ મહર્ષિ / હનુમાન અને અન્ય કોઈ મેલડી મા અને અન્ય કોઈ ….

      હવે નક્કી કેમ કરવું કે જેમને આદર્શ મહાપુરુષો માન્યા છે તે સાચા અને સારા છે અને તેમના આદર્શો દરેકે અનુસરવા જેવા છે? જુદી જુદી કહેવાતી સ્વાર્થરહિત ડાહી વ્યક્તિઓની વિચારસરણી સાવ જુદી જુદી હોય છે અને તે વ્યાપક આદર્શ તરીકે સઘળા સમુહોને માફક આવે તેવી નથી હોતી.

      Like

      1. To Atulbhai Jani:
        Congratulations ! You have hit upon the right question for all good thinkers to think about. In short: Mahavir and Mohammed are so very different ! Whom should I believe in?
        A good answer will take a whole book. I want to ask our good readers. But very very briefly:
        Believe in your own common sense, logic and science. Nobody really knows everything. Nobody can. Don’t believe in any person, or book, great or small. They are all subjective, telling you partial truths.

        But why believe in sense and science? Because whatever it says is provable. Whatever is accepted in science is proven. Math cannot be wrong.
        Most of us know less than one percent of modern science. Learn it.

        After all is said and done, humans cannot know much because we are a small speck of dirt in the universe. We have to learn to live happily with our ignorance, keeping our judgment reserved or suspended on many issues in life. That, by the way, is Rationality and Reason. Thanks. —Subodh —

        Liked by 1 person

      2. —————-હવે નક્કી કેમ કરવું કે જેમને આદર્શ મહાપુરુષો માન્યા છે તે સાચા અને સારા છે અને તેમના આદર્શો દરેકે અનુસરવા જેવા છે? ————–
        Thoughts of a person are more important than the person himself. We can and we should pick and choose what makes sense to us from any one and every one, rather than following only one person blindly..

        Like

  17. “હવે ધર્મની શરુઆત જોઈએ. ભગવાને માણસને કેવી રીતે બનાવ્યો, એના કરતાં માણસે ભગવાનને કેવી રીતે બનાવ્યો, એ સમજવું વધારે મહત્ત્વનું છે. માનવસંસ્કૃતી જ્યારે બાલ્યાવસ્થામાં હતી, ત્યારથી જ માણસના મનમાં ભગવાનનો જન્મ થયો હતો. પુરાતન સંસ્કૃતીઓ બધી જ અનેક દેવોમાં માનતી હતી.”

    Based on above logic, still million dollar question about so many religions is unsolved. Let us take example of Hinduism, Islam, Christianity, Judaism, Buddhaism, Sikhism, Jain and Zoroastrianism (Parsee). The followers of these 8 religions believe in their own God that their God created this Universe. For a moment, not a single follower of these 8 religions thinks that how come 8 Gods are there and which one controls Universe.

    No one has done comprehensive research that how so many religions came into existence from one religion, when human culture or civilization was in its beginning i.e. માનવસંસ્કૃતી જ્યારે બાલ્યાવસ્થામાં હતી. Surely, at that time only one human created religion was in existence. Presently, each religion has its own culture and method of worship – quite different from others. It will be interesting to know the development of religion and its division into so many religions and again into so many sects, fractions and sections within almost every religion.

    Qasim Abbas

    Liked by 3 people

  18. સુબોધભાઈ લખે એટલે એમાં કાઈ કહેવા જેવું ખાસ હોય નહિ. પણ ધર્મોએ જે નીતિ શીખવી તે ફક્ત પુસ્તકો આઈ મીન ધાર્મિક ગ્રંથો પૂરતી રહી ગઈ છે. એટલે હવે કહેવાતા ધર્મો કે એમના બની બેઠેલા ઠેકેદારો મતલબ ગુરુઓ નીતિ શીખવે તેવું રહ્યું નથી. હવેના ધર્મો નીતિની બહાર નીકળી ટીલા ટપકામાં સમાઈ ગયા છે. ગમે તેટલી અનીતિ કરીને બસ પૈસા કમાઓ અને થોડા પૈસા ધર્મસ્થાનોમાં દાન કરો વાર્તા પૂરી.. હવે તો ધાર્મિક હોવું એટલે અનીતિ આચરવાનું લાયસન્સ મળી ગયું છે તેવું કહેવાય. હહાહાહાહાહાહ

    Liked by 3 people

  19. ધર્મના પ્રવર્તકના નામે ફેલાવવામાં આવતી વિચારધારાનો એક દાખલો લઈયે. જાણકારો પાસેથી એવૂં જાણવા મળે છે કે જૈન આગમો મહાવીરના “મોક્ષ” ના હજાર વરસ પછી લખાયા છે. એમાં મહાવીર વાણી કેટલી, લખનારના પોતાના વિચાર કેટલા, અને છેલ્લા ૧૫૦૦ વરસમાં એમાં જાતજાતના કરાયેલ ફેરફાર કેટલા? છતાં આજે એ બધું મહાવીર વાણી ના નામે ફેલાવવામાં આવે છે.
    આ એક દ્રષાંત માત્ર હતું. વાસ્તવમાં દરેક ધર્મમાં આ જ સ્થીતિ છે. ફરક એટલો છે કે ફેરફાર કરનારના નામ દરેક કીસ્સામાં જળવાયા નથી. જેમના જળવાયા છે એમનો અલગ પંથ સ્થપાયો છે. છતાં તે મૂળ ધર્મની અંબ્રેલા નિચે રહે છે. અલગ ધર્મ કહેવાની હિંમત તેઓ પણ કરી શક્યા નથી.

    Liked by 2 people

  20. મિત્રો,જ્ઞાનસભર ચર્ચા ચાલી રહી છે. નીતિ અને અનીતિ જેવી માનવીની વૃત્તિ વિષેની ચર્ચા ઉપરથી ઘણા મનનીય વિચારો વાચકને વિચાર કરતાં કરી ગયા.

    ગાંઘીજીઅે તેમની આત્મકથા..સત્યના પ્રયોગોની પ્રસ્તાવનામાં લખ્યુ છે કે,‘ મારા પ્રયોગોમાં તો અાઘ્યાત્મિક અેટલે નૈતિક; ઘર્મ અેટલે નીતિ; આત્માની દ્રષ્ટિઅે પાળેલી નીતિ તે ઘર્મ.‘ (પાના નં:૭)
    આ વ્યાખ્યા, નીતિ અને ઘર્મની,….ગાંઘીજીના જીવનની.
    થોડા શબ્દો જેનો ઉપયોગ માણસ રોજે કરે છે તે છે…આચાર, અનાચાર, વિચારપ્રેરક બની રહે છે..
    આજે મારા જીવનમાં અે બનાવ બન્યો. ગઇકાલે લગભગ ૨ થી ૩ ઇંચ સ્નો પડયો. રાતની ઠંડીમાં આઇસી થઇ ગયેલો. સોવેલીંગનું ભારી કામ સામે હતું. મારા વાઇફ અને હું સવારે સોવેલ કરતાં હતાં. બાજુના ઘરમાં અેક આફ્રિકન અમેરીકન ઘરડી માતાને મદદ કરવાં અેક મીડલઅેઇજ અા.અ.આવ્યો હતો. તેનું કામ પુરુ થયું ત્યારે અમારું સોવેલીં ચાલુ હતું. અમને ગુડ મોર્નિંગ વીશ કરીને અમારી સાથે આઇસી સ્નો , બરફ સોવેલ કરવા લાગી ગયો…અને અમારું કામ જલ્દીથી પુરુ. કરી આપવામાં મદદ કરીને હેવ અે નાઇસ ડે..અેન્જોય…વીશ કરીને છુતો પડયો. ખરી વાત તો હવે શરુ થાય છે…અમારી સામે રહેતાં થાઇલેન્ડના ઘરડાં કપલને સ્નો,બરફ સોવેલીંગ કરવાં લાગી ગયો…….માનવતા તેના શીખરે ઝળકી રહી….તેને પૈસાની કોઇ ચાહત ન્હોતી…..
    નીતિ,ઘર્મ,(ચીલાચાલુ ઘર્મ નહી.),આચાર, પૂણ્ય…..જે કહો તે…માનવઘર્મ…માનવતા..ઝળકી રહી….
    અમૃત હઝારી.

    Liked by 2 people

  21. Thoughts of a person are more important than the person himself. We can and we should pick and choose what makes sense to us from any one and every one, rather than following only one person blindly..

    શ્રી મુરજીભાઈ,

    આપે ઘણી સરસ વાત કહી કે વ્યક્તિ કરતા તેના વિચારો વધારે મહત્વના છે. આપણે કોઈનું પણ આંધળું અનુસરણ કરવાને બદલે જ્યાંથી અને જેની પણ પાસેથી અનુકુળ વિચારો પ્રાપ્ત થાય તે ગ્રહણ કરવા જોઈએ.

    હવે આપણે વનસ્પતિના જુદા જુદા બીજ વિશે વિચારીએ. ધારોકે જુદા જુદા પ્રકારની વનસ્પતિઓના બીજને એક જ પ્રકારની માટી, ખાતર અને વાતાવરણમાં ઉછેરવામાં આવે છે. તેમ છતાં દરેક વનસ્પતિ માત્ર તેવા જ તત્વો ગ્રહણ કરશે કે જે તેમને અનુકુળ હોય. તેમની પર ફુલ અને ફળ પણ તેવા જ આવશે કે જે પ્રકારની તે વનસ્પતિ હોય. આમ આ વનસ્પતિ કોઈને પણ અનુસરવાને બદલે વાતાવરણમાંથી માત્ર તે જ ગ્રહણ કરે છે કે જે તેમની પ્રકૃતિને અનુકુળ છે.

    મનુષ્યનું પણ તેવું જ હોય છે. મનુષ્યો તેવા જ વિચારો ગ્રહણ કરી શકશે કે જે તેમની પ્રકૃતિને અનુકુળ હશે. પ્રત્યેક વ્યક્તિને તર્કમાં રસ હોતો નથી. કેટલીક વ્યક્તિઓ ભાવુક હોય છે, કેટલીક તાર્કીક, કેટલીક શારીરીક શ્રમ કરી શકે તેવી તો કેટલીક બૌદ્ધિક કસરત કરી શકે તેવી. દરેકને ગણીત અને વિજ્ઞાનમાં રસ ન પડે. કેટલાકને વ્યાપારમાં રસ પડે, કેટલાકને રમત ગમતમાં રસ પડે, કેટલાકને તેતૃત્વ કરવામાં રસ પડે, કેટલાકને કલામાં રસ પડે, કેટલાકને બીજાની આજ્ઞા અનુસરવાનું ફાવે તો કેટલાકને બીજાને હુકમ કરવાનું ગમે. આમ પ્રકૃતિ અને સ્વભાવ ભેદે અનેક પ્રકારના મનુષ્યો અનેક પ્રકારના વિચારોમાંથી તેમને અનુકુળ હોય તેવા જ વિચારો ગ્રહણ કરી શકે છે.

    જેમ વનસ્પતિઓને વખાણો કે વખોડો તે તેમના ગુણધર્મો છોડી નથી દઈ શકતી તેવી રીતે મનુષ્યોને પણ ગમે તેટલા વખાણો કે વખોડો પણ તેમની પ્રકૃતિમાં ખાસ ફેરફાર કરી શકાતા નથી.

    ડહાપણ તો તેમાં રહેલું છે કે દરેકને તેમની ક્ષમતા અનુસાર વિકસવામાં મદદ કરવી અને સહુ કોઈએ પોતાની ક્ષમતા અનુસાર વિકસવું.

    Like

  22. Very very nice and lucid article. Many thanks for clarifying lots of misconceptions. A so called atheist, one who does not go to temple, church or mosque may have and live high ethical and moral life, while another person, who goes to temple,etc may be immoral and may cheat the people for his or her personal gain.
    Some time I think this so called ‘ babas’ are really atheists, they pretend to be devotees and believer in God or higher power, and thus cheat the gullible public, while collecting millions of rupees or dollars for their own enjoyment and power. Many movies like PK and OMG may come and go but people would not change. Still we have to keep on trying. Good luck and wishes.
    Dinesh Patel

    Like

  23. Dineshbhai,
    You are exactly right when you say : “so called ‘ babas’ — — thus cheat the gullible public.” The real problem is more with our gullible public than with the Gurus. If I am gullible, anybdy can cheat or mislead me with ease. As our old Gujarati proverb goes: Where there are greedy people, Cheats will not go hungry.

    So the real task for thinking people like us is to find out why a huge majority of our public became so gullible, for so many centuries, almost to the point of being silly. What do you think? Thanks for your appreciation. — Subodh Shah, NJ.

    Like

    1. The word “Dharma” itself has two widely used meanings in Sanskrit language. Most of us know that. But that peculiarity of the language is creating a lot of confusion in the public mind.
      Dharma means Religion, as well as Duty. Pick the meaning that you like.
      If an atheist says “It is my Dharma to oppose Dharma”, it may sound silly, but you can not argue with him.
      By the way, I believe that it is my Dharma to clarify such things, because many Dharmas do not do their Dharma of clarifying such issues properly.
      Thanks. —Subodh —

      Liked by 1 person

  24. Indeed! In Gita also the Dharma is depicted as duty and not various Sampraday or cults. My Dharma is Humanism which is not a religion in traditional sense. Nowadays so many humbugs are being practiced in the name of so called religion, and so many of the founders of these ” new” religions are celebrated as gods. What do you say Subodhbhai, Undhikhopri and Deepakbhai?
    Dinesh

    Like

    1. બધા બાબાઓ બજારમાં આવ્યા છે. ભારતમાં ઉદારીકરણની નીતિઓ શરૂ થઈ તે સાથે આનો મેળ છે. જાહેરખબરોને સાચી માનતો વર્ગ વિકસાવવો હોય તો પહેલાં તો લોકોનું માનસ એવું તૈયાર કરવું જોઈએ કે લોકો જે કહો તે માનતા થઈ જાય. આવું માનસ તૈયાર કરવામાં બાબાઓની ભૂમિકા મહત્ત્વની છે.

      Like

      1. શ્રી દીપકભાઈ,

        તમારી વાત સાચી છે કે : “બધા બાબાઓ બજારમાં આવ્યા છે” હવે આ સંસાર છોડીને સાધુ થઈ ગયેલા લોકો સાધના કરવાને બદલે ભગવી વેશભુશા ધારણ કરીને લોકોને ઉલ્લુ બનાવે ઈ તો તેમનો પ્રકૃતિ સહજ સ્વભાવ ગણી લઈએ પણ લોકો શું કામ ઉલ્લુ બને છે?

        ૩ IDIOTS માં ડાયલોગ છે કે શાળાએ જવા માટે Admission નહીં પણ Uniform જોઈએ તેમ આ બાબાઓ લોકોને ઉલ્લુ બનાવવા સાધુતા નહીં પણ ભગવા ધારણ કરે છે. મોટા ભાગે સાચા અને સારા વ્યક્તિઓ તો ગુહસ્થી સમાજમાંથી જ મળે છે.

        ખરા વિરક્તને બાબાપણું કરવાની કોઈ આવશ્યકતા નથી હોતી પણ જ્યાં પેકિંગ થી માલ વેચાતો હોય ત્યાં ગુણવત્તાની પરખ કરનારા દુર્લભ હોય છે.

        Like

      2. લોકો તો અમુક ટૂથ પેસ્ટ સારી, અમુક ફ્રિજ સારું, અમુક કાર સારી – એમ પણ ઉલ્લૂ બનતા હોય છે, આપણું ધ્યાન નથી જતું હોતું, આવી વાતો પર. આ રીતે ઉલ્લૂ બનવા માટે સાનુકૂળ વાતાવરણ તો બાબાઓ જ તૈયાર કરી શકે. “માનવા તૈયાર મન” કંઈ પણ માની શકે છે.

        Like

      3. આવું સાનુકુળ વાતાવરણ માત્ર બાબાઓ નહીં ફીલ્મ એક્ટરો પણ કરતા હોય છે.

        “માનવા તૈયાર મન” નું ઘડતર કેવી રીતે થાય છે?
        વિચારશક્તિના અભાવથી ?
        કેળવણીના અભાવે ?
        , કોઈ સ્વાર્થ કે લાલચ વશ ?
        આળસના કારણે ?
        કે
        કોઈ અન્ય બાબતથી ?
        તે વીશે આપના તથા અન્ય મહાનુભાવોના વિચારો જાણવાની અપેક્ષા છે.

        Like

      4. અતુલ ભાઈ,

        બાબાઓ, ફિલ્મી ઍક્ટરો અને ક્રિકેટરો પણ. લોકોના મન પર જેની પકડ હોય તે બધાને સાથે જ ગણી લો, કારણ કે મેં બજારવાદી ઉદારીકરણનો મુદ્દો ઉઠાવ્યો છે. ધાર્મિક નહીં. માલ ખરીદીમાં નહીં, બીજાં ઘણાં ક્ષેત્રોમાં આ યુક્તિ કામ આવે છે, જેમાં ધર્મ પણ ગણાય.
        હવે લોકો શા માટે આમ કરે છે અને બાબાઓ, ક્રિકેટરો કે ઍક્ટરોની વાત માને છે તેનાં કારણો ઘણાં છેઃ
        દરેક જણ સ્વાર્થથી પ્રેરાય છે એટલે એને હું બહુ મહત્ત્વ નથી આપતો. વળી લાલચ પણ એ જ ને કે સ્વાર્થ સધાય ! આમ લોકોનો વાંક કાઢવાનું મારું વલણ નથી. ક્યારેક લોકો પોતાનું નુકસાન પણ કરી લેતા હોય છે ત્યારે અકળામણમાં કહી દઉં ખરો કે આટલી હદે કેમ આમ કરે છે? તે સિવાય લોકો આમ કેમ કરે છે તે સમજવાની વાત છે.
        એક તો લોકોને પોતાના નિર્ણયનું સમર્થન જોઈતું હોય છે. (પત્ની પતિને પૂછ્યા વિના કંઈ કરતી નથી હોતી !).
        બીજું, લોકોને નિર્ણય લેવામાં માર્ગદર્શનની જરૂર્ પડે છે. જેને લોકો પોતાના કરતાં વધારે સમર્થ માનતા હોય તેનું માર્ગદર્શન જ લેવાય ને?
        ત્રીજું, લોકોને નેતા જોઈએ છે. કોઈ દોરી જાય ત્યાં જવામાં નિર્ણય લેવાની જવાબદારીમામ્થી બચી જવાય છે. (પણ બચવાની સમજી વિચારીને કરેલી ચાલ નથી હોતી. બસ, સહેલું શોધવું એ આપણી પ્રકૃતિ છે).
        ચોથું, પચાસ માણસો કરતા હોય તે સાચું જ હશે એવી ધારણા હોય છે.
        પાંચમું, એકલા કે લઘુમતીમાં હોવાની બીક લાગે છે. કોઈ સભામાં જાઓ અને પચાસ જણ કહેતા હોય તે ખોટું લાગે તો પણ આપણે એમની વાતનો વિરોધ નથી કરતા.
        છઠ્ઠું, લોકોને ખરેખર મદદની જરૂર હોય છે. કારણ કે એમની સમસ્યાઓ સાચી હોય છે.

        Liked by 1 person

      5. શ્રી દીપકભાઈ,

        સંપુર્ણ સહમત.

        કોઈકની બુદ્ધીથી એક વખત નીર્ણય લીધા પછી ઘણી વખત લોકોને ખ્યાલ આવે કે આ તો ઉતાવળમાં કે પુરતી તપાસ વગર કે ગફલતથી લેવાયેલો નીર્ણય છે તો તેવે સમયે બહુ થોડા લોકો તેમનો નિર્ણય બદલીને સાચો કે નવો નીર્ણય લઈ શકતા હોય છે. તેની પાછળના કારણો શું હશે?

        ઘણા લોકોને આજીવન ખ્યાલ નથી આવતો કે તેમનો નીર્ણય ખોટો હતો પણ અન્ય લોકોને લાગે કે તેમનો નીર્ણય ખોટો છે. તેવે વખતે જેણે નીર્ણય લીધો હોય તે અને તે ખોટો છે તેવું માનનારા તેના હિતચિંતકો વચ્ચે સંઘર્ષ શરુ થઈ જાય છે. આવા સંઘર્ષ નીવારવા માટે વિચારકોએ શું ભુમીકા ભજવવી જોઈએ.

        Like

      6. કોઈ વતી નિર્ણય ન લેવો.
        સલાહ માગે તેને સલાહ ન આપવી કે અમુક કરો અથવા ન કરો – પણ “સાથે બેસીને વિચારવા” કહેવું.
        એ સ્પષ્ટ કરવું કે બધાં પાસાં વિચારીને નિર્ણય જાતે જ લો, હવે સર્વાંગી વિચાર કર્યા પછી તમને જાતે નિર્ણય લેવામાં મુશ્કેલી નહીં પડે.
        તે સાથે એ પણ કહેવું કે કોઈ પણ નિર્ણય લેશો તેની સાથે અમુક નવી સમસ્યાઓ તો આવશે જ. નિર્ણયના બધા વિકલ્પો વિચારીએ એનો અર્થ એ કે આવી દરેક સમસ્યાઓના વિકલ્પો પણ વિચાર્યા. અને તે પછી એ સમસ્યાઓનો સામનો કરવા સંમત થયા.
        એ સમજાવવું કે આપણે માત્ર પ્રોબ્લેમોનો સેટ પસંદ કરી શકીએ. એટલે પ્રોબ્લેમોનો કયો સેટ પસંદ કરવો તે નક્કી કરી લો.
        આથી આગળ ‘ધારેલી’ સમસ્યાઓ આવશે – ‘અણધારી’ નહીં. આમ નિરાશા ઓછી થશે.
        સમસ્યા આપણી નથી હોતી એટલે સલાહ હંમેશાં સમસ્યા કરતાં નબળી રહેશે. સલાહ આપવી એનો અર્થ એ કે આપણે બીજા વતી નિર્ણય લઈએ છીએ. તે પછી નવી સમસ્યા ઊભી થાય તે આપણે તો ભોગવવાના નથી ! આપણે બીજાના જીવનનો નિર્ણય તો લઈએ પણ એનું જીવન આપણે જીવી શકીએ?

        Like

      7. શ્રી દીપકભાઈ,

        આપે કહ્યું કે કોઈના વતી નિર્ણય ન લેવો, સલાહ માગે તેને ય સાથે બેસીને વિચારવા કહેવું.

        મોટા મોટા અને કહેવાતા ચિંતકો અને વિચારકો તો તેમના ચિંતનાત્મક અને વિશ્લેષ્ણતાત્મક લેખોમાં સલાહ અને શીખામણનો ધોધ વહાવી દેતા હોય છે કે જેઓ સંભવીત વાચકોની વ્યક્તિગત સમસ્યા કે પીડા તો જાણતા જ નથી હોતા. વળી કેટલાક પોતાને વિશેષ હોશીયાર માનતા લોકો તેમના લેખમાં અન્યએ કરેલી કહેવાતી ભુલોના સંદર્ભે તેમને બેવકુફ, મુર્ખ વગેરે વગેરે કહીને હાંસી ઉડાવતા હોય છે. તો આવા લેખો સમાજમાં કેટલા અંશે ઉપયોગી નીવડતા હોવાનું અનુમાન કરી શકાય?

        Like

      8. આનો જવાબ તો સૌ કોઈ પોતાની રુચિ પ્રમાણે આપી શકે. અહીં એનો જવાબ આપવો એ બહુ મોટું વિષયાંતર થશે. આમ પણ ઘણું વિષયાંતર થઈ ગયું છે. હવે તો ત્રીજો જ ફણગો ફૂટશે એટલે આટલેથી જ બસ કરીએ.

        Like

  25. very interesting , informative and enlightening exchange of ideas and thoughts are going on on this beautiful platform. Thanks to Mr.Subhodh Shah to keep it live by his reply/clarification.

    This also gives me an idea that when so many people have agreed about misuse or iirelevancy of religion why we should not create a common platform/organisation to promote rationality in India. Let us unite together and fight this CANCER CALLED RELIGION which will ruined Indian society.

    Like

  26. I am grateful to all our friends above who have contributed their valuable insights to this interesting discussion in considerable depth. Thanks. —Subodh Shah —NJ.

    Like

  27. I would like to clarify my earlier staement that “….. religion is not one’s duty.” I should have said, “Religion should not be allowed to take precedence over duty.” For example, one should not be performing his/her religious procedure during his/her working time. In India, many people attend katha etc. during office hours. That is improper.

    Like

  28. હજી માનવતા સાવ મારી નથી પરવારી માનવ ધર્મ મહેકે છે .
    શ્રી અમૃત હ્ઝારીના કહેવા પ્રમાણે કોઈને વિના સ્વાર્થે મદદ કરનારા વિશ્વમાં વસે છે . જો તમે સ્વર્ગ નર્કમાં માનતા હો તો આવા સેવાભાવી માણસો સ્વર્ગ માં જશે . અને અને ચડાવો કરી કરી માણસની મૂર્તિ બનાવી એને ભગવાનની ક્ક્ષા માં મૂકી આરતી કરનારા સ્વર્ગમાં જશે ખરા ? અને આવી મૂર્તિની ફક્ત આરતી જોવાના 300 રૂપિયા ફી ભરીને આરતી જોવા વાળા સ્વર્ગમાં જશે ખરા ? તમને કેમ લાગે છે ?
    મારી જો પૃથ્વી ઉપર એવી સત્તા જનતા આપે તો હું આવા લોકોને તો હું?” હાવિયા ” ઉર્દુમાં કહેવાય છે . એવા સૌથી નીચા નરકમાં મોકલી આપું .
    જોકે હું અંગત રીતે અખિલ બ્રહ્માંડમાં સ્વર્ગ નર્ક જેવું કોઈ સ્થળ છે .એવું જરાય માનતો નથી . મને ભારતીય તત્વવેત્તા બૃહસ્પતિ ની વાત માનવી ગમે છે . તેના કહેવા પ્રમાણે ભારતના ઋષિ મુનીએ લખેલા છ શાસ્ત્રો તદ્દન ખોટા છે . અને એવી રીતે 18 પુરાણો અને 18 ઉપપુરાણો વગેરે નવરાં બેઠાં ઋષિઓએ પોતાનો સમય પાસ કરવા લખ્યાં છે જેમ હું બ્લોગમાં લખું છું . બાકી બૃહસ્પતિના કહેવા પ્રમાણે માણસની બુધ્દ્ધીજ વિશ્વાસ લાયક છે . અને આપણે શાંત ચિત્તે વિચારીએ તો ચંદ્ર કેવો છે ,ચંદ્ર ઉપર શું છે ,એ ખરેખર માણસની બુધ્દ્ધીએ નક્કી કર્યું છે . બાકી છ શાસ્ત્ર અને પુરાણો લખવા વાળા કોઈ ઋષીએ લખ્યું નથી . હા ગપ્પું જરૂર માર્યું છે કે ચંદ્ર અહ્રુતથી ભરેલો છે .
    મેં એક છોકરીને ચંદ્ર મુખી કીધી .એ બોલી કે મારું મોઢું તુને ધૂળ કાંકરા વાળું અને ખરબચડું દેખાણું ? જો હવેથી તે મને કે ચંદ્ર મુખી કીધી તો તારી સાથે બોલવાનું બંધ કરી દઈશ આ આતાના એ મનમાં ઉગ્યું એ લખી નાખ્યું . કોઈએ મને પ્રેરણા કરી નથી .

    Like

    1. આતા, આપે કે્મ માની લીધું કેપુરાણો લખનારા નવરા હતા અને સમય પાસ કરવા લખ્યું? એ એમનું ગુજરાનનું સાધન પણ હોય !

      Liked by 1 person

  29. પ્રિય દીપકભાઈ ધોળકિયા
    તમે મને જયારે જયારે યાદ આવો છો ત્યારે મને જીવતદાન દેનાર ડોક્ટર યાદ આવી જાય છે .
    દીપક ભાઈ એ વાત તમારી સાચી હોય શકે કે પુરાણો વગેરે લખનારાઓએ પોતાની આજીવિકા માટે લખ્યા હોય અને જુવોને અને આજ્દીની ઘડી સુધી પુરાણો વાંચીને આજીવિકા ચલાવનારા હજી પણ . એટલે તો બૃહસ્પતિને
    કહેવું પડ્યું , (આખો શ્લોક મને આવડતો નથી ) बुद्धि पुरुषार्थ हीणां नाम ટીલાં ટપકાં કરીને દેખાડો કરીને પુરાણો વાંચવાં એ એવા લોકો છે કે જેને બુદ્ધિ નથી અને કામ કરવાના આળસુ છે .એવા લોકો માટે આજીવિકાનું સાધન છે .

    Like

  30. —–ટીલાં ટપકાં કરીને પુરાણો વાંચવાં એ કામ કરવાના આળસુ લોકો માટે આજીવિકાનું સાધન છે .——————-
    This is a good quotable quote.

    Like

  31. Great article,discussion and comments from many. Thank you.
    Dharam or religion has been given many definitions.In Indian ethos ,duty has been interpreted as one’s dharm.I like Mahavir’s definition:Vathu Sahavo ety Dharm,One’e nature is its religion.Every human/animal/plant or living things have their own nature”svabhav”.Every living beings are independent,so no third party “god” deciding one’s future good or bad.One is one’s architect of one’s destiny.
    Thanks to all contributors and Govindbhai for this space.Our job is to spread the true understanding.

    Like

  32. પ્રિય સુબોધ ભાઈ શાહ
    મને તમારા લખાણો ખુબજ ગમે છે .
    તમારી સાચી વાત છે કે ઈશ્વરના ભયથી મુર્દાલ રહેવાય છે ,
    તમે ખુબ કામ વાળા માણસ છો છતાં મને જવાબ આપશો એવી આશા છે .

    Like

  33. Aata Shri,
    Pranam !
    You look old in age yet quite modern in ideas. I can see that from your comments above and elsewhere.
    If you are in the USA, it will be a pleasure to talk to you.
    Thanks. —Subodh Shah — NJ, USA.

    Like

Leave a reply to Subodh Shah --- Cancel reply