ધર્મ મનુષ્ય માટે હીમ્મત બનવો જોઈએ; ડર નહીં

–રોહીત શાહ

આબરુ જવાનો ડર માણસને સંસ્કારીતાની લક્ષ્મણરેખા ઓળંગવા દેતો નથી. જાનવરને આબરુ જવાનો ભય નથી હોતો, જડ માણસને પણ આબરુ જવાનો ભય નથી હોતો. લોકોમાં બદનામી થશે, સમાજમાં ટીકા થશે એવા ભયને કારણે આપણે કાબુમાં રહીએ છીએ. આપણે કોઈ પણ પ્રકારની મીસબીહેવીયર કરતાં પહેલાં બદનામીના ભયથી ડરતા હોઈએ તો સમજવું કે આપણે ભીતરથી હજી ખાનદાનીનો ખજાનો ખોઈ નથી નાખ્યો. આપણે જડ નથી; આપણે જાનવર પણ નથી.

ભય બે પ્રકારના હોય છે: વાસ્તવીક અને કાલ્પનીક. વાહન ચલાવતી વખતે આપણે નીયમનો ભંગ કર્યો હોય ત્યારે ટ્રાફીક–પોલીસ જોઈ જશે એનો ભય લાગે છે એ વાસ્તવીક ભય છે. આપણે કોઈ મકાનમાં બેઠા હોઈએ અને મકાનને ઓચીન્તી આગ લાગી જાય, ચારે તરફ આગની જ્વાળાઓ પ્રસરી જાય અને આપણે બહાર નીકળી ન શકીએ ત્યારે જે ભય લાગે એ વાસ્તવીક ભય છે. ફૅમીલી સાથે પ્રવાસે જવા આપણે નીકળ્યાં હોઈએ, ટ્રેનમાં રીઝર્વેશન કરાવેલું હોય, ઘરથી સમયસર નીકળ્યાં હોઈએ; છતાં રસ્તામાં ટ્રાફીક જામને કારણે આપણે અટવાઈ ગયાં હોઈએ અને ટ્રેન ચુકી જવાશે એવો ભય લાગે એ પણ વાસ્તવીક ભય છે. બીજી તરફ આપણે કાલ્પનીક ભય ઉભા કરીને પણ ડરતા રહીએ છીએ. મૃત્યુ પછી નરકની યાતનાઓ વેઠવી પડશે, ભુત–પ્રેત પજવશે, દેવ–દેવી કોપાયમાન થશે વગેરે પ્રકારના ભય માત્ર અને માત્ર કાલ્પનીક છે.

મૃત્યુનો ડર :

મૃત્યુ નીશ્ચીત છે એ જાણવા છતાં મૃત્યુથી આપણે હમ્મેશાં ડરી જઈએ છીએ. આપણને કોઈ ગમ્ભીર બીમારી થઈ હોય અને ડૉક્ટર સ્પષ્ટ જણાવી દે કે હવે આપણે બે–ચાર દીવસથી વધુ જીવવાના નથી ત્યારે આપણે ભયભીત થઈ ઉઠીએ છીએ. શું આપણને ખબર નહોતી કે એક દીવસ આપણે મરવાનું જ છે ? શું આપણે જાણતા નહોતા કે મૃત્યુ ગમે એ ક્ષણે આકસ્મીકરુપે આવી શકે છે ? શું આપણને ખબર નહોતી કે આ ઘર–પરીવાર અને સ્વજનો–મીત્રોનો સંગાથ એક ક્ષણે છુટી જ જવાનો છે ? તો પણ આપણને ભય શાનો લાગે છે ? કદાચ આ ભય અજ્ઞાન અને મોહમાંથી પેદા થયેલો છે. મૃત્યુ પછી આપણી કેવી ગતી થવાની છે એની આપણને કશી ખબર નથી. એવા અજ્ઞાનને કારણે એ ભય પેદા થયો હોય અથવા ઘર–પરીવાર વગેરે પ્રત્યે પ્રબળ મોહ હોય અને હવે એ બધું છુટી જાય છે, એ કારણે પણ ભય પેદા થયો હોય. આ પ્રકારના ભયથી બચવાનું અશક્ય નથી. મનને ધીરે–ધીરે એવી પરીસ્થીતી માટે સજ્જ કરતા રહેવું જોઈએ. જ્ઞાનીજનો અને વીર પુરુષો મૃત્યુથી કદી ડરતા નથી. તેઓ તો સામે ચાલીને મોતને ભેટવા જતા હોય છે. એવા લોકો મૃત્યુ પામ્યા પછીયે અમરત્વ પામે છે.

બદનામીનો ડર :

સંસારમાં એક પણ વ્યક્તી એવી નથી જેને કશો જ ભય ન હોય. પવીત્ર અને પારદર્શક જીવન જીવનારા લોકોને પણ આક્ષેપોનો ભય લાગતો હોય છે. ગુરુનું જીવન પુર્ણરુપે આધ્યાત્મીક અને ઉન્નત હોય; કીન્તુ શીષ્ય અવળચંડો અને અપલક્ષણો હોય તો તેનાં કરતુતોના છાંટા ગુરુને બદનામ કરે છે. ગુરુ, શીષ્યનો ત્યાગ પણ કરી શકતા નથી કે તેને અટકાવી પણ શકતા નથી. આવું ઘણી જગ્યાએ બને છે. ક્યારેક પીતા–પુત્રના સમ્બન્ધમાં પણ આવી વીકટ પરીસ્થીતી આવે છે. પુત્ર કુછન્દે ચડીને દુષ્કર્મો આચરવા લાગ્યો હોય છતાં પીતા તેને અટકાવી કે ત્યાગી શકતા ન હોય ત્યારે તેમણે બદનામી વેઠવાનો વારો આવે જ છે.

એક સરકારી કર્મચારી ખુબ પ્રામાણીક હતો; પરન્તુ તેના તમામ સાથી કર્મચારીઓ ભ્રષ્ટ હતા. પેલો પ્રામાણીક કર્મચારી કદીયે ખોટું કામ કરે નહીં કે બીજાઓને ખોટું કામ કરવા ન દે. સૌ તેનાથી ત્રાસી ગયા. સૌએ સાથે મળીને એવું ષડ્યન્ત્ર ગોઠવ્યું કે તે સાચા–પ્રામાણીક માણસ પર ગમ્ભીર આરોપો લાગી ગયા. જુઠા પુરાવાઓ પણ મળી ગયા. આખરે તેણે પનીશમેન્ટ ભોગવવી પડી. ‘સાચને આંચ નહીં’ એવી કહેવત હમ્મેશાં સાચી પડતી નથી. ક્યારેક તો આપણી સચ્ચાઈ દુનીયા સામે સ્પષ્ટ થાય એ પહેલાં આપણે પારાવાર કલંકો અને કષ્ટો વેઠી ચુક્યા હોઈએ છીએ. પાછળથી લોકો સૉરી કહે, દીલગીરી વ્યક્ત કરે, માફી માગે કે આપણું સન્માન પણ કરે; પરંતુ એ માટે જીન્દગીનાં અણમોલ વર્ષોની કીમ્મત આપણી પાસેથી ચુકવાઈ ગઈ હોય છે.

ધર્મનો ડર :

એક કડવી હકીકત એ છે કે આપણને ભયભીત કરવામાં આપણા તથાકથીત ધર્મનો ફાળો ઘણો મોટો છે. હું તો સ્પષ્ટ માનું છું કે ધર્મ એને જ કહેવાય જે આપણને નીર્ભય બનાવે. તમામ પ્રકારના ભયથી મુક્તી આપે એને જ ધર્મ કહેવો જોઈએ. એના બદલે શું જોવા મળે છે ? અહીં તો ધર્મ પોતે જ જાતજાતના ભય ફેલાવીને બેઠો છે. તમે આ વસ્તુ ખાશો તો પાપ લાગશે, તમે ફલાણી આજ્ઞા નહીં પાળો તો તમને પાપ લાગશે, તમે અમુક પ્રકારનાં વ્રત–તપ કે ક્રીયાકાંડ નહીં કરો તો તમને ભયંકર પાપ લાગશે, તમે ફળ–નૈવેદ્ય નહીં ધરાવો કે બાધા–આખડી નહીં કરો તો દેવ–દેવી કોપાયમાન થશે. કહેવાતા ધર્મગુરુઓ પણ લોકોને શાપ આપવાના કૉપીરાઈટ લઈને બેસી ગયા છે. ડગલે ને પગલે પાપનો અને નરકનો ભય પેદા કરે એવા ધર્મની આપણને કશી જરુર ખરી ? એક તરફ આપણે એમ કહીએ છીએ કે ઈશ્વર તો પતીતને પણ પાવન કરનારો છે અને બીજી તરફ પુણ્યાત્મા દ્વારા અજાણતાં થયેલી ભુલ માટે પણ ઈશ્વર નરકની સજા કરશે એવી વાતો સાંભળીએ છીએ. આવી સ્થીતીમાં નાસ્તીક માણસને ખુબ નીરાન્ત રહે છે.

–રોહીત શાહ

લેખકસંપર્ક: શ્રી. રોહીત શાહ ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન: (079) 2747 3207  ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com

મુમ્બઈના ‘મીડ–ડે’ દૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર ફ્રાઈડે-ફલક’ (17 ફેબ્રુઆરી, 2013ની)માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66  ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ13/02/2015

26 Comments

 1. It is a good article full of truth. I full agree with Rohitbhai’s views.

  Thanks,
  Pradeep H. Desai
  USA

  Like

 2. Dharmikpustako ane bani bethela dharma guruo banne maline kalpnik bhay peda Karelo chhe aapne dharmik pustako ma bhagvano jemke bhrahma nu savitri sathenu lagna ane te lagnamate lagnakarva mate gandharva vivah nu navu tut ubhu karvu Shankar nu bhildipar mohijavu ramno sitatyag agnipariksha vagere asankhya udaharan joya pachhi pan temne devo maniye chhe biji taraf asaram&sons rampal kripalumaharaj nirmalbaba vagere na kobhando joya pachhi pan teo ne sant no darajjo aapiye chhiye te pan kalpnik bhay nuj karanchhe ane santo bhagvano e kalpnik bhay mrutyu pachhi no batavine manushyone bhaybhit banavi didha chhe.

  Like

 3. ઈશ્વરના ડર ને કારણે નીતીમાન જીવન જીવતી વ્યક્તીઓ ખરેખર તો ડરપોક છે. સોનાનું ઢોળ ચડાવેલું પીત્તળ એ સોનું નથી.

  Liked by 1 person

 4. Every human have created them self “kalpnik Bhay” or in english it is called “Fictional Fear’. This fictional fear is in life because we human tend to carried away with our “Moh-Maya”. Many of us think that the day I died, what will happen to my children or my wife/husband or my elder parrent? And once this fear settle in our life we live rest of our life being slave of this fear.

  Fear is something one should never ever have. It should be part of life, and we should accept it and live through. Realistic Fear also can be avoided. Most of realistic Fear involved some kind of safety issue. If we deal with issue then we can aliminated this fear. Awarness is more important and helpfull to avoid realistic fear.

  …And those (hopefully no one who read this) think that their is ‘bhoot-pret’ or ‘dev-devi’ who can interfear you and harrash you after death…. Has anyone have seen any of this? It is all fictional.

  Like

 5. આજે વિશ્વમાં ધર્મને નામે કેટલો ભય ફેલાયો છે , આતંકવાદ ફેલાયો છે. શું આને ધર્મ કેવાય ?
  એ એક પ્રશ્ન છે. જે ધર્મ યુદ્ધ નહિ પણ શાંતિ ફેલાવે,બંધુત્વની ભાવના ફેલાવે એ જ સાચો ધર્મ. .

  Liked by 1 person

 6. आमां थोडोक फरक समजवो. दाखला तरीके मंदीरोमां जे लोको चोरी करे छे एमने भय नथी होतो. ए चोरोने खबर छे आ पत्थरनी मुर्ती कांइ ज करवानी नथी. एवुं ज दरेक वखते समजवुं.

  तंग दोरी उपर 8-10 वरसनी बालीका लांबो वांस लई दोडे, हींचका खाय, माथे कंईक राखी दोडे एने खबर छे के ए पडवानी नथी.

  क्रीकेटमां सट्टो रमे छे एमां सट्टो लेनारने खबर छे फायदो थवानो छे सीवाय के सट्टो लेनार पण रमवा पडी जाय. तीन पत्ती रमता होईए. एक एक पाना आपतां पण क्यारेक त्रण एक्का आवे छे एटले के आवुं घणुं शक्य छे अने एनो आ धर्मगुरुओ रीतसरनो लाभ लई गरीब (वीचारोथी पण गरीब)ने अगडम बगडम मंत्रो बोली ठगे छे.

  राजकरणीओ नेता एमां भळी जाय छे. जेमके हाले रोजे रोज अयोध्यामां मंदीर मस्जीद बनाववाना समाचार आवे छे अने समजावे छे के मक्का मदीना के वेटकीन सीटीमां रामनुं मंदीर बनाववुं. आ ढोंगीओ ए भुली जाय छे के सीरीया ईराक अफघानीस्तानमां माथुं केम वाढी नाखवुं ए पण समाचार रोजे रोज आवे छे.

  स्टेटेस्टीक्समां प्रोबाबीलीटी नामनो एक शब्द आवे छे. एटले के सीक्को के सोगठी उछाळीए एटले आम थाय के तेम थाय. आ धर्मगुरुओ एनो दुरपयोग करी माणसना मगजमां दर पेदा करे छे. शोले पीक्चरनो सीक्को खबर छे ने? रीझल्ट सीक्को उछाळतां पहेलां ज खबर होय छे. आ धर्मगुरुओ खोटा सीक्का जेवा छे अने पेला मंदीरना चोरनी जेम.

  गोवीन्दभाई मारु, रोहीत भाई शाह, उत्तमभाई गज्जरने वीनंत्ती के आ मंदीर के पत्थर मुर्तीने बनावनार, प्राण प्रतीष्ठा करनार अने पुजनाराने रोजे रोज खुल्ला के उगाडा पाडी अहीं लावे… प्राण प्रतीष्ठा करनारने खबर छे के कोईक मुहम्मद गजनवी के मुहम्मद गोर आवशे त्यारे पत्थरनी मुर्ती पोतानो बचाव करवानी नथी.

  बेगडो के खीलजी आवेल त्यारे मुर्ती तोडतां भमरा के झेरी मांखीओ आवेल अने बधा मलेच्छो भागी गया ए तो उपजावी काढेल वारताओ….

  Like

 7. સ્વર્ગ અને નર્કની વાતો નફેલાવે તો તેમની પેઢી કેમ ચાલે? દુકાનો ચાલે છે કારણકે અંધશ્રધ્ધામાં માનનારા ધર્મગુરુને પુછી નથી શકતા કે તમે સ્વર્ગ કે નર્કમાં જઈને અાવ્યા છો?

  Liked by 2 people

  1. Khub saras darek santo mahanto dha dhu pa puo je kalpnik nark ke mrutyu pachhi no dar batave chhe tene pahelo prashna ej puchhavo joiye TAME JAI AAVYA (nark) ma? Bolti bandh thai jase sacho javab aapta.

   Like

 8. I believe that man believe in Religion due to three reasons 1) guilt 2) fear and 3) insecurity : all three or one of this.

  Like

 9. How many fears we live under, as outlined above. Many people go to temples, or places of worship,according to their faith, for several reasons.
  (1) As a tradition,because family and other people do that. There is a real fear of being singled out, if you do not follow the mass.
  (2) A strong belief that if you don’t do certain rituals, some thing ” bad ” may happen to you. That’s why people observe fast and put on all kinds of threads, and talismans.
  (3) A temple priest or dharma guru of different religions and belief systems. propagates such myths, and common men has no courage to break this shackle of bondage or if you may call religious slavery to be free.
  (4) apart from this, there are so many other fears, as mentioned above
  of death
  Avery serious life threatening illness, to self or dear ones.
  A feeling of some thing very bad, bad happening to you or dear ones.
  A severe loss of wealth and money.
  A severe blow to one’s prestige.
  For all these reasons people look for some support, and all these ‘babas’, take advantage of this weakness of public, for their own gain.
  Where will it end? How many people who really need to read these kind of blogs, do it. Mostly it is in the small group of rationalists, this kind of literature circulates, who really don’t need it. I bet only less than 1% of the people who need to read this, actually do it.
  Nice article, and many nice comments, so far.
  Many thanks to all.

  Liked by 1 person

 10. नरक छे अने बधा धर्मना धर्मगुरुओ आ नरकमां सबडे छे. दाखला तरीके एक धर्मनाअ अनुयायीने पुछवुं के एना वीचारो अन्य धर्म माटे केवा छे? अने बधा एकबीजाने पोतानो धर्म सारो अने बीजानो आवो आळखीली रुप. माथु वाढी नाखवा जेवो. बधा धर्मगुरुओए आ भेद भाव शीखव्युं छे अने हवे एमना कर्मनुं फळ ए भोगवे छे.

  Liked by 1 person

 11. ભગવાન કોણે બનાવ્યો? માણસે ભયના ભગવાન રચી દીધા છે. માત્ર રેશનાલીસ્ટ વ્યક્તિઓ જ ભયમુક્ત જીવન જીવે છે. જેને ભય નથી તેને ભગવાનની જરૂર નથી, મંદિરની કે પૂજાવિધિઓની પણ જરૂર નથી. આભાર, રોહીતભાઇ શાહનો…
  @ રોહિત દરજી ‘ કર્મ ‘ , હિંમતનગર

  Liked by 1 person

 12. પ્રિય ગોવિંદભાઈ મારુ
  તમે રોહિત શાહ જેવાના ઉત્તમ પ્રકારના લેખો મોકલો છો એ મને ઘણા ગમે છે .તમારો હું આભાર માનું છું

  Like

 13. ઘરમાંથી જ જો ધર્મને નામે ડરાવવાનું / ફરજ પાડવાનુ બંધ થાય તો બહુ મોટો બદલાવ આવે.

  Like

 14. અંદરથી ડરપોક વ્યક્તિ જુદા રસ્તાઓનો આધાર લેવા દોડે છે.
  નાનપણથી નીડરતાની કેળવણી આખા જીવનનો રસ્તો ઉજળો કરે છે.
  સરયૂ

  Like

 15. ગોવિન્દભાઈ, તમે કહ્યું છે એટલે કોમેંટ કરું છું મને હમેશાં લેખ કરતાં મિત્રોની કોમેંટસ વાંચવી ગમે છે. એ બ્હાને મિત્રોને મળાય છે. આભાર.

  Like

 16. જો નરક અને સ્વર્ગ હોય તો જૈનોના અને વૈષ્ણવોના જુદાં હોવાં જોઈએ કારણ કે શીવરાત્રીને દીવસે બટાકા અને શક્કરીયા ખાનાર માર્યા પછી નરકમાં જશે કે સ્વર્ગમાં તેનો આધાર તે જૈન હતો/હતી કે વૈષ્ણવ હતો/હતી તેની ઉપર રહે છે. મુસલમાન, ખ્રીસ્તી, પારસી વગેરે ક્યાં જતા હશે?

  Like

 17. I fully agree with Dr. Dinesh Patel’s views dated 2-28-15. It is a very nice article.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 18. સમાજના ડરથી સંસ્કાર જળવાય તે સાચા સંસ્કાર ન હોઈ શકે. બદનામીનો ભય મનોવૃતિઓ પર અમુક હદથી વધારે રહેતો નથી. ડર પ્રેરીત વિચારો મનુષ્યને ખોટી દિશામાં દોરી શકે. ખોટું બોલવું ઢાંક્પીછોડો કરવો. છૂપાઈને ખોટા કાર્યો કરવા. આ બધુ ડરની ઉપજ છે પછી તે બદનામીના ડરને કારણે હોય કે ધર્મના ડરને કારણે. રોહિતભાઈ જેને વાસ્તવિક ડર કહે છે. તે ચેતવણીની ઘંટડીરૂપ હોય છે. કંઈક ખોટું થતું હોવાથી તેના પરિણામો તરફના અંગુલિનિર્દેશરૂપે જે ભયની ઘંટડી વાગે છે તેને અવગણવી તે હિમંત નથી હિંમત એટલે પ્રેમ અને સત્યને રસ્તે ચાલીને પરમતત્વ કે જેનો અંશ દરેકમાં છે તેનો સ્વીકાર કરવો. અને દભને પોષવો નહી.

  Like

 19. धर्मने कारणे माणस पोताना स्वतंत्र वीचारो दबावी राखे छे अने साधु, रुसी, मुनी, गुरुना खोटा वीचारोने सहमती आपी दे छे.

  आ पृथ्वी गोळ छे अने सुर्यनी आसपास फरे छे पण गुरु महाराज कहे तो पृथ्वी स्थीर समजवी.

  आमां एक गुरु महाराज एक कहेशे बीजो वळी कंईक अलग. जेमके मुस्लीम धर्म गुरु कहेशे हीन्दुओ काफीर छे अने हीन्द गुरु महाराज वळी कंइक बीजुं ज कहेशे. एक गायनुं मांस खावानुं कहेशे एक गायना मांस खानारने मोतनी सजा करशे.

  दुनीयामां अने भारतमां घणां ब्राह्मणो गायना मांसने खाय छे छतां अलग गुरु महाराज अलग कहेशे… डरना मार्या लोको पोताना वीचारो व्यक्त करी शकता नथी…

  Like

 20. ખુબ જ સુંદર અને મનનીય લેખ. આમેય શ્રી રોહિત શાહનું સાહિત્ય અને લેખો વાંચવાના મને ખુબ જ ગમે છે. જો સ્વર્ગ કે નર્ક ખરેખર હોય જ તો હિટલર.સ્તાલીન,માઓત્સે તુંન્ગ., ઈદીઅમીન,સદામ હુસેન જેવા ઘાતકી, ક્રૂર,હિંસક સરમુખત્યારોએ લાખોની કત્લેઆમ કરી અસખ્ય જીવોને ટોર્ચર કરેલા. એઓ બધા સરમુખત્યારો માટે પણ ગુન્હાઓનુસાર જબરજસ્ત નરકની કે જહન્નમની ખાસ વ્યવસ્થા કેવી હશે??? કોઈ છે ઠોસ પુરાવા ??.

  Like

 21. “એક તરફ આપણે એમ કહીએ છીએ કે ઈશ્વર તો પતીતને પણ પાવન કરનારો છે અને બીજી તરફ પુણ્યાત્મા દ્વારા અજાણતાં થયેલી ભુલ માટે પણ ઈશ્વર નરકની સજા કરશે એવી વાતો સાંભળીએ છીએ. આવી સ્થીતીમાં નાસ્તીક માણસને ખુબ નીરાન્ત રહે છે.” *

  * માટે નાસ્તીક બનો.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s