‘રમણવીશેષ’

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

‘મેં મારું, આ મતલબનું વસીયતનામું તો બનાવ્યું જ છે; પરન્તુ લોકસ્મૃતી ખુબ ટુંકી હોય છે, એટલે અહીં અંતમાં, અગત્યનો સારાંશ દોહરાવી લઉં:

(1)  મારા મરણપ્રસંગે ઘીનો દીવો નહીં; ‘રામ બોલો ભઈ રામ’ નહીં જ, અને ગીતાપાઠ કે અન્ય કોઈ જ ધાર્મીક પુસ્તકનું વાચન નહીં; મૃતકાનમાં કશા મંત્રો ગણગણવા નહીં !

(2)  મારા મૃત્યુની તત્કાલ ખબર કોઈને આપશો નહીં; કોઈનેય નાહક દોડાવશો નહીં ! યાદ રાખો, કસોટીકારક અનુભવે જ કહું છું કે મરણપ્રસંગે યા એ પછીના દીવસોમાં ખરખરો કરવા જવાના રીવાજને કારણે, મરનારનાં કુટુમ્બીજનોને અનહદ ત્રાસ થાય છે.

(3)  શોક કરશો નહીં, રોકકળ તો નહીં જ, બેસણું પણ નહીં; અને જો આનન્દ કરી શકો તો એ ઉત્તમ ! ઘરમાં કે સ્વજનોમાં જો કોઈ મંગલપ્રસંગ હોય, તો તે જરાય મુલતવી રાખશો નહીં. અન્તીમવીધી પતાવીને તરત જ, ખુશીનો પ્રસંગ ની:શંક ઉજવી શકાય. ઉત્સવનો દીવસ કે દીવસો હોય, તો તે પણ માણજો ! અંતમાં, બે વીનન્તી ખુબ ખુબ ભારપુર્વક :

[1]    કોઈ પણ પ્રકારનો ધાર્મીક વીધી મુદ્દલે નહીં જ; બેસણું પણ નહીં ! અને શક્ય હોય તો અગ્નીદાહ ટાળશો. આપણે હવે જંગલો જાળવવાં જ રહે, અગ્નીદાહ એ મરણોત્તર હત્યાકૃત્ય છે; કારણ કે મર્યા પછી માણસ એક આખા વૃક્ષને હણતો જાય છે. લાકડું ખુબ કીમતી અને દુર્લભ ચીજ ગણાય.

[2]   મારી પાછળ દાન નહીં; સ્મૃતી–સ્મારક પણ નહીં જ ! શોકસભાઓ કે શ્રદ્ધાંજલીઓ ઔપચારીક રીતે તો અનાવશ્યક જ ગણવાં. હા, એ નીમીત્તે મારા વીચારો, અર્થાત્ રૅશનાલીઝમનો પ્રચાર થતો હોય, તો આવા કાર્યક્મો ભલે યોજાય. વધુ માટે મારું પુસ્તક ‘આનન્દની આરાધના’માંનો લેખ નં. 34 જોશો – પૃ. 180.

આવા મરણોત્તર વીધી તથા કર્મકાંડના મુળમાં સર્વપ્રથમ તો, મૃત્યુની રહસ્યમયતા, અકળતા તથા ભયાવહતા, આત્માના અસ્તીત્વનો તથા એની અમરતાનો મીથ્યા ભ્રમ, કર્મફળના અર્થહીન સીદ્ધાન્ત અને સ્વર્ગ–નરકના ખોટા ખ્યાલો, કશુંક સારું કે નરસું, ગંભીર, મંગલ કે અશુભ બને યા આચરવાનું આવે, ત્યારે અમુકતમુક વીધીથી કહેવાતા ઈશ્વરની કૃપા યાચવાની આદીમ, ‘આ સર્વનો કર્તાહર્તાભર્તા ઈશ્વર છે’ એવી મીથ્યા માન્યતા, ભુતપ્રેતના તથા ઈતર વહેમો વગેરે કારણરુપ રહેલા છે. મૃતદેહને સ્નાન, પુષ્પાંજલી, સુખડ–ભસ્માદીનાં લેપન વગેરે વીધીઓ પાછળ વળી આ દેહની ઉત્તમતા, પવીત્રતા, દુર્લભતા તથા દૈવી વરદાન જેવા ખ્યાલો કારણભુત છે; જ્યારે ધુપદીપ, ગંગાજળ વગેરે વીધીઓનો ઉદ્ ભવ સ્વચ્છતા, આરોગ્ય, શુદ્ધીકરણ જેવી આવશ્યક્તાઓ અને સમ્બન્ધીત યુગ પ્રમાણે પ્રાપ્ય સામગ્રીના અર્ધદગ્ધ ઈલાજોમાંથી થયેલો છે, જે આજે બીલકુલ આવશ્યક રહ્યા નથી જ.

મડદું એ મુળભુત રીતે તો, તત્વત: એક ખખડી ગયેલું અને બંધ પડી ગયેલું યંત્ર માત્ર છે, જેને ભંગારમાં વેચી દેવાનું જ હોય ! પરન્તુ માણસ તો હજી દફન, દહન માટેય જીવલેણ ઝઘડે છે ! કારણ એ જ કે, માનવજાત મુર્ખ છે. ઉંડાણથી, સર્વભાવે જોતાં તો, આ દેહ એકદમ ગંદો, બીભત્સ તથા ભદ્દી માલસામગ્રીવાળો તેમ જ એની રચનાવ્યવસ્થા પણ એવી જ ગંદી છે. વીચાર કરતાં તો ઘણી વાર પોતાની જાત માટેય અણગમો જન્મે છે. મીથ્યાભીમાનથી ફાટફાટ થતાં માણસોને જોઉં – મળું છું, ત્યારે ખરેખર જ એવા જણ પ્રતી નફરતભરી દયા પ્રગટે છે. ટુંકમાં, આવા કપોળકલ્પીત આત્મા અને ક્ષુદ્ર, ભંગાર દેહની ‘મુક્તી–મોક્ષ’ માટે થતાં કર્મકાંડ હવે સદન્તર બન્ધ કરીએ !’

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) એમની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરતના શ્રી. વીજય ભગતે: ( vmbhagat@gmail.com ) વીવેકવીજય (પુસ્તક માટે ભાઈ વીજય ભગતનો ઈમેઈલ પર સમ્પર્ક સાધવા વીનન્તી) ગ્રંથ સાકાર કર્યો. રૅશનાલીઝમના પાઠ્યપુસ્તક સમા આ ગ્રંથનું ઐતીહાસીક વીમોચન પુ. મોરારીબાપુને હસ્તે સુરતના ‘રંગઉપવન’માં થયું. તે પુસ્તક  વીવેકવીજયના  પ્રકરણ: 17 – ‘મૃત્યુ’માંથી ઉપરોક્ત  મુદ્દો ક્રમાંક: 200, લેખક  અને  સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર   

 આમ, ‘શોકસભા’ ભરવા માટેની રમણભાઈની ચોખ્ખી ‘ના’ હોવા છતાં સુરતની ‘સત્યશોધક સભા’; ‘નર્મદ સાહીત્ય સભા’; ‘સાહીત્ય સંકુલ’ જેવી સંસ્થાઓ અને રમણભાઈના હજારો ચાહકોએ એમની વીનન્તી નહીં જ માની ને 13મી માર્ચ, 2015ના દીવસે ભાઈ જનક–નાનુબાપાના સભાખંડમાં ‘ભાવાંજલીસભા’ મળી જ.. નમુનેદાર હતી આ ‘ભાવાંજલીસભા’.. તે ‘શોકસભા’ મટી સાચા અર્થમાં ‘સ્મરણસભા’ બની રહી !

શરુઆતમાં કે છેલ્લે, ન ‘દીપ’, ન ‘પ્રાર્થના’, ‘બે મીનીટનું મૌન’ નહીં, ‘સ્વર્ગસ્થના આત્માને શાંતી મળો’ એવી મુક પ્રાર્થના પણ નહીં; અરે, ઉપસ્થીતોમાંથી કોઈ ચપટી જેટલા શોકમાંયે નહીં ! સભાખંડ આખો ખીચોખીચ..! ઉપર રમણભાઈએ લખ્યું તેમ ‘રમણભાઈના વીચારો’ અર્થાત્ ‘રૅશનાલીઝમનો પ્રચાર’ એ જ હેતુ. રમણભાઈએ હાસ્યલેખોયે બહુ લખેલા.. એક બહેને તે વાંચ્યા.. બધા મોટેમોટેથી બહુ હસ્યા, તાળીયે બહુ પડી.. પછી ઉભા થયા પારસીહાસ્ય–નાટ્યસમ્રાટ યઝદી કરંજીયા.. એમને મોકળું મેદાન મળ્યું ને તેમણે બધાને ખડખડાટ હસાવ્યા.. કો’કે રમણભાઈનું કાવ્ય વાંચ્યું, કો’કે એમનો નીબંધ વાંચ્યો.. સૌ બે કલાક રમણભાઈ અને તેમના વીચારો વાગોળવામાં રમમાણ રહ્યાં. હાજર સૌને લાગ્યું કે દરેક ક્ષેત્રમાં જુદું, અલાયદું, નોખું વીચારનારા રમણભાઈની આ ‘મરણસભા’ પણ એમના ચાહકો માટેની ખરેખરી ‘સ્મરણસભા’ બની રહી..!!  ગુજરાતમાં આનું વ્યાપક અનુસરણ થાય તેવી અભીલાષા સૌને થઈ..

નીચે તે સભામાં શ્રી. વલ્લભભાઈ ઈટાલીયાના પ્રવચનની ઓડીયો મુકી છે.. તેમાં તેમને મળેલા ગુણવંત શાહ અને  જય વસાવડાના તેમને મળેલા બે પત્રો વાંચ્યા અને એમના વક્તવ્યની પ્રાસાદીકતાથી સૌને તરબોળ કર્યા.. તેમણે કહ્યું : ‘રમણભાઈનું છ દાયકાનું આ આખું મીશન માનવજાત માટે કશુંક ઉપકારક કરવાની એમની તીવ્ર ઝંખનાનું પરીણામ છે. કોઈ પણ ચીંતક–લેખકના લેખનકર્મને ચકાસવાની ચાર કસોટી છે. [.1.]  લેખક બીજાથી કશુંક નોખું, અળગું, ઉફરાંટું, નવીનતમ લખે છે ? [.2.]  તેની વાત સમાજોપયોગી–સમાજહીતકારી છે ? [.3.]  તેમની વાત સત્ય, તટસ્થ અને વૈજ્ઞાનીક છે ? અને ચોથું [.4.]  એ વીચારો એમણે પોતાના જીવનમાં ઉતાર્યા છે ?

રમણભાઈનું વીપુલલેખનકર્મ આ ચારેય કસોટીમાંથી પાર ઉતર્યું ને તેથી તેમને જેટલો ઉમળકાભર્યો આવકાર મળતો તેટલી જ ઉગ્ર એમની આલોચના પણ થતી રહી. રમણભાઈના આખા જીવનમાંથી બે વાત હું તારવું : જગતને સત્ય સમજાવવા માટે કંઈ સાધુ થવાની જરુર નથી અને સાધુ બનવા માટે ભગવા ધારણ કરવા જરુરી નથી. રમણભાઈ સમાજમાં રહેતા આવા ભગવા વીનાના સાધુ હતા…’

13મી માર્ચ, 2015ના દીવસે રમણભાઈ પાઠકની ‘સ્મરણસભા’માં શ્રી. વલ્લભભાઈ ઈટાલીયાના પ્રવચનની ઓડીયો:

https://drive.google.com/file/d/0B91pJdhKR7UURVJpdl85OHFDcHM/view?usp=sharing

–ઉત્તમ ગજ્જર અને ગોવીન્દ મારુ

♦  પ્રા. રમણ પાઠકનો પરીચય અને વીડીયો ‘ગુજરાતી પ્રતીભા પરીચય’ બ્લોગ અને બ્લોગરમીત્ર શ્રી. સુરેશ જાનીના સૌજન્યથી પ્રસ્તુત છે:

https://sureshbjani.wordpress.com/2015/03/11/raman_pathak/

♦ ગુજરાતી સાહીત્યકાર પ્રા.રમણ પાઠકનો પરીચય ગુજરાત સાહીત્ય અકાદમીના ‘સર્જક અને સર્જન’ વીડીયોમાં…

પરીકલ્પના: શ્રી. હર્ષદ ત્રીવેદી, મહામાત્ર ગુજરાત સાહીત્ય અકાદમી, ગાંધીનગર – સંકલન : મૌલીક ભુપતાની

 @@@@@@@@@

 અભીવ્યક્તી.બુક્સ વીશે :

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

 ‘રૅશનલ–વાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર, નવસારી. પોસ્ટ: એરુ એ. સી. – 396 450  જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 20/03/2015

20 Comments

 1. જનક–નાનુબાપાના સભાખંડમાં ‘ભાવાંજલીસભા’ મળી જ.. નમુનેદાર હતી આ ‘ભાવાંજલીસભા’.. તે ‘શોકસભા’ મટી સાચા અર્થમાં ‘સ્મરણસભા’ બની રહી !
  પ્રખર રૅશનાલીસ્ટને રેશનલ સ્મરણાંજલી

  Liked by 1 person

 2. મડદું એ મુળભુત રીતે તો, તત્વત: એક ખખડી ગયેલું અને બંધ પડી ગયેલું યંત્ર માત્ર છે, જેને ભંગારમાં વેચી દેવાનું જ હોય ! Khubsaras vaat kahi gayaa.

  Life is meant to be celebrated. If you understand this and celebrate life than their is no room for mouning on death. We should celebrate and cherish memory of those who depart.

  Liked by 1 person

 3. રૅશનાલીઝમના મહામાનવ પ.પૂ. રમણભાઈ પાઠકને હાર્દિક ભાવાંજલિ. એમની વિદાયથી રૅશનાલીઝમ સમાજને એક નો પૂરી સકાય તેવી ખોટ સાપડી છે. એમના રૅશનલ કાર્ય ને ખુબ ખુબ વંદન !

  Liked by 1 person

 4. મડદું અેટલે…અેક ખખડી ગયેલું અને બંઘ પડી ગયેલું યંત્ર….જેને ભંગારમાં વેચી દેવાનું…….
  આજ કાલ તેને ભંગારમાં વેચવાનું મેં છોડી દીઘું છે….મેડીકલ વિજ્ઞાનને રીસર્ચ માટે ભેટ આપી દેવાનું મેં લખી આપ્યુ છે.
  રમણભાઇઅે મારી આંખ ઉઘાડી આપી અને આજે હું અેમને પગલે ચાલવાનું કરી રહ્યો છું….ચાલી રહ્યો છું.
  અેમની અોટોબાયોગ્રાફી અને સરોજબેનની જીવનકથા તેમના જીવનથી આપણને પૂર્ણ પરિચય કરાવે છે.
  મારી તેમને ભાવાંજલી.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 5. નર્મદની જેમ સ્વ. રમણભાઈ સદા એમના રેશનલ વિચારોથી અમર રહેવાના છે .

  આ લેખ એમની જીવન ભાવનાની સ્મૃતિ કરાવી ને સરસ શ્રધાંજલિ આપે છે.

  Liked by 1 person

 6. ગોવીંદભાઈ આપ પણ આ બધી વીગતો અમને ઉપલબ્ધ કરાવીને ખુબ ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. હાર્દીક આભાર.
  સાથે સાથે ફરીથી શ્રી. રમણભાઈને ભાવભરી સ્મરણાંજલી.

  Liked by 1 person

 7. મડદું અેટલે…અેક ખખડી ગયેલું અને બંઘ પડી ગયેલું યંત્ર….જેને ભંગારમાં વેચી દેવાનું જ હોય !…….
  આજ કાલ તેને ભંગારમાં વેચવાનું છોડી ….મેડીકલ વિજ્ઞાનને રીસર્ચ માટે ભેટ આપી દેવાનું જ જરુરી …… વિદ્યુત ઓઝા

  Like

 8. ગોવીંદભાઈ આપ પણ આ બધી વીગતો અમને ઉપલબ્ધ કરાવીને ખુબ ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. હાર્દીક આભાર.
  સાથે સાથે ફરીથી શ્રી. રમણભાઈને ભાવભરી સ્મરણાંજલી.

  Like

 9. રમણભાઈ ને ભવ્ય અંજલી.

  માનવી જીવતે જીવ તો અંધશ્રદ્ધામાં રહીને નાણાનો, સમયનો તથા અન્યો ના સમયનો તો ધુમાડો કરે છે, પરંતુ આ જગતને છોડતા સમયે પણ તેની પાછળ અંધશ્રદ્ધામાં અનેક પ્રકારના ધતીન્ગો આદરવામાં આવે છે. રમણભાઈઍ આ વિષે બહુજ ઉત્તમ ઍ ઉદાહરણ પુરું પાડેલ છે.

  રમણભાઈ ને ભવ્ય અંજલી.

  કાસીમ અબ્બાસ

  Like

 10. Ashvin & Mohini Acharya

  The news of sad demise of Resp. shri Pathak saheb give me jolt, I have heard them personally at event of Book Sudhan launched by them which
  was written by my Brother-in-law Mr. Harnish Jani at New Jersey.I was impressed by the quick comments they made with hummer and to the point
  on the issue It is hard to have rational person , author, speaker like him
  Our society missed him a lot.May almighty gave this rational soul. a eternal
  peace
  Ashvin & Mohini Acharya.

  Like

 11. શ્રી રમણભાઈ પાઠકને ભાવાંજલિ .
  હિમતપુત્રના, હિમંતભર્યા ક્રાંતિકારી વિચારોસભર લેખો- પુસ્તકો વાંચવાનું ખુબ જ ગમતું. તેથી પ્રભાવિત થઇ એમને સદેહે મળવાની ખાસ અદમ્ય ઈચ્છા હતી. જે છેક એમના મરણના થોડા દિવસો પહેલાજ એમના નિવાસસ્થાને મળતા અમોને બંનેને ખુબ જ આનદ થયેલો. રેસનાલીઝ્મ અને દેહદાનનાં વિચારોને ખુબ ખુબ વેગ મળશે જ એવી પાકી ખાતરી સહિત.!!!

  Like

 12. હું રમણભાઇ બની જાઉં. દરેક રેશનાલીસ્ટ આ વાક્ય યાદ રાખે. આનાથી મોટી રમણભાઇને કોઇ શ્રધ્ધંજલી હોઇ ના શકે.
  @ રોહિત દરજી ‘ કર્મ’ , હિંમતનગર

  Like

 13. આદરણીય શ્રી રમણભાઈના વિચારોનો એમના ગયા પછી પણ ખાસ્સો પ્રચાર થયો એ જ બહુ મોટા આનંદની વાત છે. મારા પુસ્તકના વિમોચન વખતે એમની અજબ યાદશક્તિએ સૌને અાશ્ચર્યચકિત કરેલા. મર્યા પછી પણ પોતાના નામે કે કારણે કોઈને તકલીફ ના પડવી જોઈએ ! કેટલા ઉમદા વિચારો.
  આભાર આ લેખ અને વિડીયો બદલ.

  Like

 14. રમણભાઈ પાઠકને સંભાલીયા ખુબ મજા આવી .હવે એની રમુજી વાતો નહિ મળે .બહુ મહાન વ્યક્તિ કહેવાય .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s