એક સ્થગીત સમાજ

3

મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા

પશ્ચીમના પ્રગતીશીલ સમાજોના સંસ્કારો આપણા કરતાં સાવ જુદા છે તે આપણે ‘સંસ્કારભેદઅમેરીકા અને ભારતનો…’ લેખ ( https://govindmaru.com/2015/01/23/culture-can-kill/ ) માં જોયું. એથી ઉલટા, સદીઓથી પછાત રહેલા આપણા સમાજની વીશીષ્ટતાઓ શી છે? ફક્ત ત્રણ જ મોટા ને મહત્ત્વના તફાવતોની વાત અહીં કરીશું; કારણ કે આપણા પરાજયો અને પછાતપણા સાથે એમનો સીધો સમ્બન્ધ છે :

 1. સમાજમાં સ્ત્રીનું નીચું સ્થાન :

સામાજીક સ્થાન અને કેળવણીની બાબતમાં હીન્દુ સમાજની સ્ત્રીઓ સદીઓ સુધી ખુબ પછાત હતી એનાં પરીણામો અતી ગંભીર આવ્યાં છે: બાળ-ઉછેરની ખોટી રીતો, કુટુંબોમાં અનારોગ્ય, પોષણની ખામી, ચેપી રોગોનો ફેલાવો— એનાં, આવાં આવાં અનેક દુષ્પરીણામો આપણે ભોગવ્યાં છે.

હીન્દુ સમાજમાં સ્ત્રીનાં બે જ સ્થાન હતાં: ચાર દીવાલની વચ્ચે અથવા મૃત પતીની સળગતી ચીતા ઉપર. પતીને દેવ માની એની પુજા કરતી સ્ત્રી એ જ આદર્શ પત્ની કહેવાય, એવા આપણા સંસ્કારો છે. છોકરો જન્મે તો પેંડા વહેંચાય; છોકરી જન્મે તો ઉપેક્ષા, રડારોળ કે દુધ પીતી કરાય (મારી નંખાય), એવો આપણો રીવાજ. કન્યાનું ‘દાન’ થાય. ગૃહકંકાસમાં એને બાળી મુકાય. વીધવાઓની કરુણ કથનીઓ ઘેર ઘેર જોવા મળે. સ્ત્રી અભણ એટલે કાં તો પશુસમ મજુરી કરે; કાં તો નવરીધુપ હોઈ પારકી પંચાતો કરે. સંસારની ઝીણી ઝીણી ક્ષુદ્ર બાબતો સીવાય બીજા કશામાં જરાય રસ નહીં. રુઢી, વહેમ, તકરારો, વાંધાવચકા, બધાંથી ભરપુર. ભારતમાં પુરુષ પીએચ.ડી. અને પત્ની તદ્દન નીરક્ષર, એ બહુ સામાન્ય વાત હતી. અનેક તેજસ્વી પુરુષોની પ્રગતી અભણ પત્નીઓએ અટકાવી હોય, એવાં ઉદાહરણો ગત પેઢીઓમાં ઓછાં નથી. સાહીત્યસમ્રાટ કનૈયાલાલ મુનશી પોતાની આત્મકથામાં લખે છે (1930): ‘હું લખતો હોઉં ત્યારે મારી પત્ની ગુપચુપ આવે ને મારા ખડીયામાં શાહી ભરી જાય. અમારી આખી જીન્દગી દરમીયાન કોઈપણ પ્રકારના સાહીત્ય સાથે આટલો જ એનો સમ્બન્ધ !’

આ જ સમયગાળામાં પશ્ચીમમાં ક્યુરી દમ્પતી જેવાં અનેક ઉદાહરણો યાદ કરો, બન્ને રસાયણશાસ્ત્રમાં નોબેલ વીજેતા હતાં. સ્ત્રીનું સશક્તીકરણ (Empowerment) કરવાથી સમાજમાં આશ્ચર્યજનક પ્રગતી થાય છે. દા.ત. અમેરીકામાં શું થયું? એલીનોર રુઝવેલ્ટ તરત યાદ આવે. સ્ત્રીજાગૃતીની ચળવળના પરીણામે, કીન્ડરગાર્ટન, બાલ આરોગ્યસેવાઓ, બાળકો માટેની જુદી ન્યાયપદ્ધતી, વગેરે શરુ થયાં; અને તે પણ સ્ત્રીઓને મતાધીકાર મળ્યો એના પહેલાં. દારુ પીધેલા ડ્રાઈવરો ને બન્દુકધારી નાગરીકો વીરુદ્ધ મજબુત સંગઠનો સ્ત્રીઓએ ઉભાં કર્યાં. બીજા વીશ્વયુદ્ધમાં સ્ત્રીઓએ મહત્ત્વનો ફાળો આપ્યો.

બ્રીટીશરોએ બનાવેલા કાયદા, પશ્ચીમી કેળવણી અને સામાજીક ચળવળો પછી, આજે પરીસ્થીતી થોડી સુધરી છે; પણ મુખ્યત્વે શહેરોમાં જ. આજે પણ પુરુષોના 76 ટકા સામે ફક્ત 52 ટકા સ્ત્રીઓ જ શીક્ષીત છે. આર્થીક સ્વતન્ત્રતા હજી દુર છે, સલામતી શંકાસ્પદ છે, સમાનતા સ્વપ્નવત્‌ છે. કોઈ પણ સમાજ એના અરધોઅરધ ભાગની ઉપેક્ષા કરે, એને હડધુત કરે, એને પ્રગતી કરવાની તક ન આપે, એની જન્મજાત શક્તીઓને વેડફી નાખે, તો એ સમાજ પ્રગતી કેવી રીતે કરી શકે? આપણી અનેક પેઢીઓને અભણ, અજ્ઞાની, જુનવાણી, બીન–તંદુરસ્ત માતાઓએ જ ઉછેરીને મોટી કરી છે; આપણે પ્રગતી કરી ન શક્યા એમાં આશ્ચર્ય શું ?

2. શીક્ષણની મર્યાદાઓ :

ઓગણીસમી સદીમાં આધુનીક અંગ્રેજી શીક્ષણની શરુઆત થઈ એ પહેલાં આપણે ત્યાં ગુરુકુલો, પાઠશાળાઓ અને મદ્રેસાઓ હતાં. એમની સંખ્યા અલ્પ, સાધનો ટાંચાં અને વીષયો તદ્દન મર્યાદીત. ટુંકમાં, સાવ ભંગાર. (નાલન્દા ને તક્ષશીલા ભુલી જાઓ, એ તો પ્રાચીન કાળની વાતો છે); આપણે તો અહીં છેલ્લાં 1000 વરસની વાત કરી રહ્યા છીએ. 1947માં ભારતમાં નીરક્ષરતા 82 ટકા હતી ! સરખામણી કરવા ખાતર જુઓ કે ઉત્તર અમેરીકાના શ્વેતવર્ણ લોકોમાં છેક 1820માં પણ નીરક્ષરતા ફક્ત 10 ટકા જ હતી. વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પન્દર–સોળની ઉંમરે કોઈવાર નદીમાં તરીને સ્કુલમાં જવું પડતું હતું. ઘણાં ગામડામાં નાનકડી ભંગાર સ્કુલ પણ ફક્ત ચાર ધોરણ સુધીની, એટલે લગભગ આખું ગામ નીરક્ષર. ઓછી સંખ્યા કરતાં પણ વધારે ગંભીર બાબત એ કે આપણાં આ મોટા ભાગનાં ગુરુકુલો સંસ્કૃતમાં ધાર્મીક શીક્ષણ આપે. આયુર્વેદ ખરું, વ્યાવહારીક કામ પુરતું ગણીત ખરું; પણ વીજ્ઞાન નહીં, ભુગોળ નહીં, ટૅકનીકલ શીક્ષણ તો નામ પુરતુંય નહીં ! બાપ પોતાના દીકરાને શીખવી શકે તેટલા પુરતું જ ધન્ધાદારી શીક્ષણ. આપણા પંડીતોનો દૃઢ મત એવો કે મેળવવા યોગ્ય જ્ઞાન માત્ર આધ્યાત્મીક જ હોય. એ સારી રીતે અપાતું હતું; પણ કેટલા લોકો હરદ્વાર ને ઋષીકેશ જઈ શકે? ઉપરાંત, થોડુંઘણું જે કાંઈ શીક્ષણ હતું તે ફક્ત પુરુષો માટે અને ઉપલા વર્ણોના – ખાસ કરીને બ્રાહ્મણોના – પુરતું મર્યાદીત હતું. સ્ત્રીશીક્ષણની અવગણના જ નહીં; એનો વીરોધ સુધ્ધાં વ્યાપક હતો. દુનીયા જ્યારે વીજ્ઞાનમાં કુદકે ને ભુસકે આગળ વધી રહી હતી ત્યારે, ભારતમાં સેંકડો વર્ષો સુધી શીક્ષણની પરીસ્થીતી જો આવી હોય, તો આપણી દશા કેવી થાય એની કલ્પના કરો.

છેક 1947માં, સ્વાતન્ત્ર્ય પછી, આપણે પ્રાથમીક શીક્ષણને ફરજીયાત અને મફત બનાવ્યું. એના અમલમાં અનેક ખામીઓ છે; છતાં એ ડહાપણનું મોટું પગલું હતું. ઉચ્ચ ટૅકનીકલ શીક્ષણની IIT જેવી સંસ્થાઓ સ્થાપી એ એનાથી પણ વધુ દુરંદેશીનું પગલું છે. યાદ રાખવું જરુરી છે કે આ બધાં સારાં પગલાં પશ્ચીમનું શીક્ષણ પામેલા આધુનીક નેતાઓએ લીધાં છે; આપણી જુની સંસ્કૃતીના પુરસ્કર્તાઓએ નહીં.

 3. વર્ણવ્યવસ્થા :

હીન્દુની ઓળખ કે એનું વર્તુળ, એની પહોંચ કહો કે પરીઘ, એ એની જ્ઞાતી છે. હીન્દુ વ્યક્તીની ક્લબ, એનો ધર્મ, એની જાતપાત, એનું બધું જ; એની ન્યાતમાં સમાઈ જાય. હીન્દુને સૌથી કડક સજા કરવી હોય તો એને નાત બહાર મુકો. અભ્યાસ કરવા પરદેશ જવાના ગુનાસર ગાંધીને એનું પ્રાયશ્ચીત્ત કરવું પડેલું. હજાર વરસમાં હીન્દુ સમાજનું સર્વશ્રેષ્ઠ (!) કામ કદાચ એ હશે કે એણે ટાગોર અને ગાંધી બન્નેને ન્યાત બહાર મુકેલા! આપણે ત્યાં ફક્ત અસ્પૃશ્ય જ્ઞાતીઓ જ નથી; અસ્પૃશ્ય જ્ઞાતીઓમાં સુધ્ધાં ઉંચીનીચી ઉપજ્ઞાતીઓ છે. સીદ્ધાન્તમાં કાયદાએ તો એને ભુંસી નાખી છે; પણ એમ કાંઈ એ જાય !

આપણી જનતાના સામન્તશાહી યુગનાં આજનાં વલણોનાં મુળમાં જ્ઞાતીપ્રથા છે, જેને પ્રાચીન વર્ણાશ્રમ ધર્મ કહે છે. આ ધર્મમાં માણસનો ઉદ્યોગ કે ધન્ધો કુટુમ્બ સાથે જાય છે. સુથારનો દીકરો સુથાર થાય, વાણીયાનો દીકરો વેપારી થાય, ગુરુનો દીકરો ઉપદેશક થાય, મુખ્ય પ્રધાનનાં પત્ની–પુત્ર–સગાંવહાલાં મુખ્ય પ્રધાન થાય. અને એ બધાં જ એકબીજાંને ભ્રષ્ટાચાર માટે, ગાદી પચાવી પાડવા માટે, અનૈતીકતા માટે, દોષ દેતા ફરે ! દરજ્જા ને મોભા વીષયે અતી જાગરુક આ સમાજ છે. પદ, પદવી કે પૈસા; જન્મ, કુટુમ્બ કે હોદ્દો; કશાથી પણ પ્રાપ્ત થયેલા સ્થાનને બરાબર સમજી ગયેલો આ સમાજ છે. કેટલાક ભારતીયો વાત કરતા હોય ત્યારે તરત ખ્યાલ આવી જાય કે પોતાના સ્થાનનો, સમૃદ્ધીનો, ઉચ્ચ કક્ષાનો અણસાર તેઓ સફાઈદાર રીતે આપી શકે છે, આપવા માગે છે, ને આપતા ફરે છે.

જ્ઞાતીપ્રથાનો ઝોક બીજ પર હોય, ચીજ પર નહીં; ગુણવત્તા એમાં ગૃહીત ધરી લેવાય, ગણતરીમાં ન લેવાય; વ્યક્તી એના જન્મથી મપાય, ચારીત્ર્યથી નહીં. હજારો વર્ષોથી આપણે આ કર્યું છે; ઉચ્ચવર્ણમાં જન્મ લેવાની દીર્ઘદૃષ્ટી બતાવી હોય એને જ આપણે આગળ કર્યા છે. સત્તા કે સમૃદ્ધીના ઈજારા કરતાં જ્ઞાન કે શીક્ષણની ઈજારાશાહી સમાજને વધુ નુકસાન કરે છે. પ્રગતીનો ઘણો આધાર રાજકર્તાઓની ગુણવત્તા ઉપર હોય છે અને શીક્ષણમાં એક જ વર્ગનો ઈજારો હોય, તે એમની ગુણવત્તાને પોષક નહીં; બાધક બને છે. સમાનતાવાળા સમાજોમાં લોકશાહી વધુ સફળ થાય છે; ભેદભાવવાળા સમાજોમાં ઓછી. ભારતમાં લોકશાહી ચલાવવી બહુ મુશ્કેલ પડે છે એનું એક કારણ એ છે કે લોકો સીદ્ધાન્તો કરતાં જ્ઞાતીને વધુ વફાદાર હોય છે. Democracy gives Inspiration. Meritocracy provides Motivation. આ ચારેય ઉપર જ્ઞાતીપ્રથાએ પ્રબળ પ્રહાર કર્યા છે.

અસમાનતાના આ સંસ્કારો આપણે યુગોથી વારસામાં મેળવ્યા છે, સર્વત્ર અપનાવ્યા છે, હંમેશાં આદર્યા છે; અને છતાં નીર્લજ્જપણે એમને નાકબુલ કરીએ છીએ. કેટલાય વીદ્વાનો વર્ણાશ્રમ ધર્મનો આજે પણ બચાવ કરે છે, એને અસમાનતા કહેતા નથી, એનું મહત્ત્વ ઓછું આંકે છે ને બચાવનાં બહાનાં શોધવા તત્પર હોય છે. પ્રાચીન પોથીઓમાંનાં બેચાર રીંગણાં તરફ આંગળી ચીંધે છે ને વાસ્તવીક વર્તન તરફ આંખ આડા કાન ધરે છે. વાણી ને વર્તન વચ્ચેના વીપુલ વીરોધની ટેવ ઉપરાંત, તેઓ નીચેનાં પોથીપ્રથીત ઉદાહરણો સગવડપુર્વક ભુલી જાય છે: [1.] તપ કરતો શમ્બુક નીચા વર્ણનો હતો તેથી શ્રી. રામચન્દ્રજીએ એનો વધ કર્યો. [2.] તેજસ્વી કર્ણ બ્રાહ્મણ ન હતો એટલે પરશુરામે એને શાપ આપ્યો; એ આખી જીન્દગી હડધુત થયો. [3.] ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે એમણે પોતે ‘વર્ણાશ્રમ ધર્મ’ બનાવ્યો છે. ‘વર્ણસંકર’ શબ્દ પણ ગીતામાં અહીં વપરાયો છે. [4.] ઋગ્વેદના પુરુષસુક્તમાં બ્રહ્માજીના શરીરના ચાર ભાગમાંથી ચાર વર્ણો પ્રગટ થયા એનું વર્ણન છે અને મનુસ્મૃતીમાં પણ એ જ વાત છે. [5.] વીષ્ણુના અવતાર પરશુરામે 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી એની વાત બહુ જાણીતી છે.

જ્ઞાતીપ્રથાથી ભારતવર્ષને પારાવાર નુકસાન થયું છે. એનાથી દ્વેષ, કુસંપ, ભેદભાવ અને અનેક ખોટાં વલણો સમાજમાં વીકસ્યાં. આ સમાજ પહેલેથી જ ભાષા, ધર્મ, પ્રાંત અને પ્રદેશમાં વહેંચાયેલો હતો. ઉંચનીચના ભેદભાવથી એના વધારે ટુકડા થઈ ગયા. જન્મના અકસ્માતને કારણે જ બ્રાહ્મણ વર્ગ સમાજ ઉપર કાયમ વર્ચસ્વ ભોગવી શકે એવી સગવડ જ્ઞાતીપ્રથાએ કરી આપી. સગવડ જ નહીં; ગેરન્ટી કરી આપી. દેશનું રક્ષણ કરનાર ક્ષત્રીયો કરતાં બ્રાહ્મણ વર્ગનું સ્થાન ઉંચું હતું; પણ રક્ષણ માટે બ્રાહ્મણોની જવાબદારી નહીં. સત્તા પુરેપુરી; ઉત્તરદાયીત્વ કાંઈ નહીં ! કોઈ પણ દેશમાં એક વર્ગ જ્યારે આવી અબાધીત સત્તા હાંસલ કરે છે, ત્યારે એ દેશની પડતી દશા શરુ થાય છે. બ્રાહ્મણ વર્ગે ફક્ત જ્ઞાન ને શીક્ષણ ઉપર નહીં; પણ સત્તા, સ્થાન ને જનસન્માન ઉપર, ધર્મની આડશ લઈ, એકાધીકાર (Monopoly) પ્રસ્થાપીત કર્યો. લઘુમતી બ્રાહ્મણ વર્ગના એકહથ્થુ ચલણથી બહુમતી લોકો રાજકીય બાબતોમાં રસ લેતા બન્ધ થયા. તાત્ત્વીક જીવનથી વાસ્તવીક જીવન વીખુટું પડ્યું. રાજ્યને નુકસાન થયું. સમાજ કરમાયો. દેશ શરમાયો, ધર્મ ફુલ્યોફાલ્યો.

જ્ઞાતીપ્રથાનું એક અતીગમ્ભીર પરીણામ એ આવ્યું કે કારીગર વર્ગને સમાજમાં નીચો ગણવામાં આવ્યો. સુથારીકામ, લુહારીકામ, વગેરે અત્યન્ત મહત્ત્વના ધન્ધાઓની હદ બહારની ઉપેક્ષા થઈ. કાવ્ય, ભાષાશાસ્ત્ર, અધ્યાત્મ, ફીલસુફી, વગેરેનું શીક્ષણ ચાલુ રહ્યું. તેજસ્વી વ્યક્તીઓ ભાષા જેવા વીષયો તરફ ખેંચાઈ ગઈ. ટેકનીકલ શીક્ષણ અને ઉપયોગી લૌકીક પ્રગતી બન્ધ થયાં. મહેનતનું મુલ્ય હીન્દુ સમાજમાં સ્થપાયું નહીં, ઉત્પાદનશીલ માનસ વીકસ્યું જ નહીં. જ્ઞાતીપ્રથાનું બીજું અનીચ્છનીય પરીણામ એ હતું કે જ્ઞાતી, પેટાજ્ઞાતી, ઉપજ્ઞાતી, ગોત્ર, વગેરેની અન્દરોઅન્દર જ લગ્નો થવા લાગ્યાં. એનાથી જનીન(Genes)નું આદાનપ્રદાન (Cross fertilization) સાંકડી વાડાબન્ધીઓમાં સીમીત થઈ ગયું. જીવવીજ્ઞાન કહે છે કે આ પરીસ્થીતી આવકારદાયક નથી. ફક્ત જીન્સનું જ નહીં; પણ માન્યતાઓ, સંસ્કારો, વીચારોનું પણ આદાનપ્રદાન અટકી ગયું.

હવે, ઉપર જણાવેલી ત્રણ વીશીષ્ઠતાઓ : સ્ત્રીની અવદશા, શીક્ષણપ્રથામાં ખામી અને વર્ણવ્યવસ્થાની સમગ્ર અસરનો વીચાર કરો: જે સમાજ આવી ગમ્ભીર બાબતોના ભાર નીચે હજાર વર્ષોથી દબાયેલો હોય, એની પ્રગતી ક્યાંથી થાય? એ ત્રણેનાં દુષ્પરીણામો હવે પછીના લેખમાં જોઈશું.

–સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલ ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણમાંથી ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક:

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831.  USA

Ph: 1-732-392-6689   eMail: ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક: www.AuthorHouse.com   (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : +919537 88 00 66 ઈ.મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 27/03/2015

 

 

24 Comments

  1. વર્ણાશ્રમ અને વર્ણસંકર માનવજાતો યુરોપ અમેરિકામાં જોવા મળે છે. ખાસ કરીને કાળા-ગોરા ની વર્ણસંકર. હાઇબ્રીડાઈઝેશન ના ફાયદા પણ મળ્યા. ભારતમાં જાતિવાદ ના મુળિયા ઘણા ઊંડા છે. ‘તમારા વાળા આમ ‘ અને ‘અમારા વાળા તેમ’ એવું હજુ ઘણું ચાલે છે. અને ચાલતું રહેશે.

    Liked by 1 person

  2. Nice article:

    On positive note: some Swiss economist has predicted tha on base of current growth rate, India will be equal to USA in 2048! I do see changes. More and more of younger generation are accepting ‘main stream’ or globalization, and are working as part of global economy….

    Liked by 3 people

  3. શ્રી સુબોધભાઈની ભૂતકાળના કે વેદકાળના ભારતની વાત ૧૦૦% સાચી જ છે. આમ છતાં આજના ઝડપથી બદલાતા ભારતને જોવા સમજવામાં ઘણાં ઊણા ઉતરે છે. સમજ અને સુધારાનો વટોળીયો મેટ્રોપોલિટન શહેરો તરફથી ગામડાઓ તરફ જોરથી ફૂકાવા માંડ્યો છે. આજે સતી પ્રતાના ગાણા ગાવાનો શું અર્થ? લગ્ન સંસ્થામાંથી પણ ઝડપથી જ્ઞાતિવાદ અદૃશ્ય થવા માંડ્યો છે એ શું નજરમાં આવતું જ નથી? બે મોટા ભેદ છે. અમીર અને ગરીબ. એને માટે શું થઈ શકે? પુરાણો એ ઋષિ સાહિત્યકારોની માત્ર કલ્પના જ છે એ સમજી શકાય છે. એમાં માનવિય પાત્રોને ઉચ્ચ સ્થાને બેસાડી ભગવાનનું સ્થાન આપી દીધું છે. રાજકર્તાઓના પૂતળાઓ તો પશ્ચિમમાં પણ ઠેર ઠેર જોવા મળે છે. મંદિર અને પૂજા નથી થતી એટલું જ. ભારતમાં હજુ પણ નેતા અભિનેતાના મંદિરો બને છે તે અટકાવવા જરૂરી છે. દેશને પશ્ચિમ તરફ વાળવામાં આજના લેખકો કરતાં બોલિવુડ સારું કામ કરી રહ્યું છે. અત્યારે તો એવું લાગે છે કે પશ્ચિમ પુર્વ તરફ વળે છે અને પૂર્વ તરફ ધસે છે. આપણે જગત કેવી રીતે જોઈએ અને મુલવીએ તેના પર જ બધો આધાર છે.

    Liked by 2 people

  4. મિત્રો,
    ‘અેક સ્થગિત સમાજના‘ સમયમાં ભારતમાં ઘણી અસમાનતાઓ પાવરફૂલ રીતે કાર્યશીલ હતી.આર્થિક, સામાજીક, શૈક્ષણિક વિ.વિ.
    સુબોઘભાઇઅે, તે અસમાનતાનો, ભારતના પ્રોગ્રેસમાં કેટલો નીગેટીવ રોલ હતો તે ખૂબ અસરકારક રીતે સમજાવ્યુ છે. જે જે કારણો તેમણે સ્પર્શીને ચર્ચા કરી છે. તેમણે જે જે કારણો ટચ કર્યા છે તે તે કારણોને ગાંઘીજીઅે પોતાની આત્મકથામાં ટચ કર્યા છે જે સુબોઘભાઇના વિચારોને સંમ્મતિ આપે છે. થોડા દાખલાઓ જોઇઅે….જેટલાં અત્યારે જોઇઅે તેટલાંથી સંતોષ માનીઅે…આમ તો ઘણા સહમતિના દાખલાઓ ગાંઘીની ‘ સત્યના પ્રયોગો અથવા આત્મકથા‘ માં ગાંઘીજીઅે ૧૮૭૨ થી સમજવા માંડયા હતાં….દેશમાં મેજોરીટી નાગરીકો તે નોલેજથી વંચીત હતાં….ઘેંટાના ટોળામાં જીવતાં હતાં…..
    ગાંઘીજીનો જન્મ અોક્ટોબર, ૨, ૧૮૬૯ ને દિવસે થયેલો. તેમના લગ્ન ૧૩ વરસની ઉમરે થયેલાં. (બાળવિવાહ). ( ૧૮૮૨માં)હવે દાખલાઓ જોઇઅે તેમના લખાણનાં રુપમાં…..(વાંચનારે સંબઘ જોડીને વાંચવા રીક્વેસ્ટ છે.)
    પ્રકરણ: ૧. જન્મ.
    ‘પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. જેને આજે આપણે ગુજરાતી પાંચ ચોપડીનું જ્ઞાન ગણીઅે તેટલી કેળવણી તે પામેલ હશે. ઇતિહાસભૂગોળનું જ્ઞાન તો મુદદલ ન મળે….‘
    પ્રકરણ: ૩ : બાળવિવાહ.
    (૧) ‘ તેર વષેૅ થયેલાં મારા વિવાહનાં સમર્થનમાં અેક પણ નૈતિક દલીલ મને નથી સુઝી શકતી….‘
    (૨) ‘હિંદુ સંસારમાં વિવાહ જેવી તેવી વસ્તુ નથી. વર કન્યાનાં મા બાપો વિવાહની પાછળ ખુંવાર થાય છે. ઘન લૂટાવે છે અને વખત લૂટાવે છે….‘
    (૩) માહ્યરે બેઠાં, ચોરી ફેરા ફર્યા, કંસાર ખાઘો ખવડાવ્યો. અને વરવહુ ત્યારથી જ સાથે રહેતા થયાં. અે પ્રથમ રાત્રિ ! બે નિર્દોષ બાળકોઅે વગર જાણયે સંસારમાં ઝંપલાવ્યુ…….મેં તો ઘણીપણું આદર્યુ……‘
    પ્રકરણ: ૪: ઘણીપણું.
    ‘ કસ્તુરબાઇ નિરક્ષર હતી. તેને ભણાવવાની મને ઘણી હોંશ હતી. પણ મારેી વિષયવાંછના મને ભણાવવા ક્યાંથી દે? અેક તો મારે પરાણે ભણાવવું રહ્યું. તે પણ રાત્રે અેકાંતે જ થઇ શકે. વડીલોના દેખતાં તો સ્ત્રીના ભણી જોવાય જ નહીં…..‘……કાઠિયાવાડમાં લાજ કાઢવાનો નકામો અને જંગલી રિવાજ ત્યારે હતો; આજે પણ (૧૯૪૭માં…) ઘણે ભાગે મોજૂદ છે….‘
    પ્રકરણ: ૭: દુ:ખદ પ્રસંગ..૨ :
    છેલ્લા પેરેગ્રાફનાં ગાંઘીશબ્દો….( સ્ત્રી માટેનાં તે વખતના સામાજિક વિચારો અને ગાંઘી વિચારો…અેક બીજાનાં પરિપેક્ષ્યમાં…)
    ‘…….ન સમજ્યો કે પત્ની પતિની દાસી નથી પણ સહચારિણી છે, સહઘર્મિણી છે. બન્ને અેકબીજાનાં સુખ દુ:ખનાં સરખાં ભાગીદાર છે., અને જેટલી સ્વતંત્રતા સારું નઠારું કરવાની પતિને છે તેટલી જ સ્ત્રીને છે…….‘

    અને પછી ભગવદ્ ગીતા તેનાં ૧૨માં અઘયાયમાં …ભક્તિયોગમાં દરેક શ્રઘ્ઘાળું કે અંઘશ્રઘ્ઘાળુંને પાંગળો બનાવી દે છે….શ્લોક: ૭ : ‘ તેષામહં સમુદ્ઘર્તા…….ચેતસામ્ (૭)….અર્થાત…‘ પરંતુ હે પાૈથ ! જેઓ બઘાં કર્મો મારાંમા સમર્પણ કરી મારે પરાયણ થઇ અનન્ય યોગથી મારું ઘ્યાન કરતાં મને ભજે છે તેવાં, મારાંમાં અેકચિત્ત થયેલાં પ્રેમભક્તોનો હું મૃત્યુરુપી સંસારસાગરમાંથી તરત જ ઉઘ્ઘાર કરું છું. ‘
    ગીતાને સર્વસ્વ માનીને ચાલનારા ભક્તિ થકી જ સંસાર તરી જવાં બઘું છોડીને દેશને કેટલું નુકશાન કરતો હશે ? કેટલાં મેનઅવર્સનો નાશ થતો હશે ? આજે પણ ક્યાં રામાયણ અને મહાભારત અને બીજા ઘાર્મિક સપ્તાહોમાં સમય અને શક્તિનો નાશ થઇ રહ્યો છે તે કોણ સમજાવે ?
    સમયે સમયે મારાં વિચારો જણાવતો રહીશ.
    અાભાર.
    અમૃત (સુમન) હઝારી.

    Liked by 1 person

  5. હવે, ઉપર જણાવેલી ત્રણ વીશીષ્ઠતાઓ : સ્ત્રીની અવદશા, શીક્ષણપ્રથામાં ખામી અને વર્ણવ્યવસ્થાની સમગ્ર અસરનો વીચાર કરો: જે સમાજ આવી ગમ્ભીર બાબતોના ભાર નીચે હજાર વર્ષોથી દબાયેલો હોય, એની પ્રગતી ક્યાંથી થાય?

    Liked by 1 person

  6. અભિવ્યક્તિના મારા માનનીય મિત્રોની વાત સાથે અનેક રીતે હું સમ્મત છું. ભૂતકાળની સામાજિક દુર્દશા તે સમયના સમય સજોગો પર આધારિત હતી. ભૂતકાળ અંગેની આપ સૌની વાતો, લેખો કારણો સત્ય જ છે. હજુ પણ કેટલાક સામાજિક દુષણો અસ્તિત્વમાં છે અને લાંબો સમય રહેશે એમાં શંકાને સ્થાન નથી. પણ ભૂતકાળ તો શું, હું કે તમે આપણી વિતેલી ગઈકાલ પણ બદલી શકતા નથી. હું જ્યારે આજુબાજું જોઉં છું ત્યારે મને ભારત ખૂબ જ બદલાયલું લાગે છે. આપણે જે સંસ્કૃતિનું પોસ્ટમોર્ટમ કરવામાં પાંડિત્ય દાખવીયે છીએ તેની આજ કાલના છોકરાંને જરાયે સમજ નથી અને પડી પણ નથી. ધર્મને કારણે જ આ બધું થયું છે એ સંપુર્ણ નહીં પણ આંશિક સત્ય છે, રેશનાલિસ્ટ વિચારધારા સારી અને સાચી હોવા છતાં વિશ્વના બીજા ધર્મોની જેમ જ હિંદુ ધર્મનું પણ અસ્તિત્વ રહેશે એમાં જરાયે શંકા નથી. કેથેડ્રલ, ચર્ચ, ટેમ્પલ્સ મસ્જીદની જેમ જ મંદિરો પણ રહેશે જ. ધર્મ આધ્યાત્મિક નથી રહ્યો. એ સામાજિક ઉત્સવ જ છે. ધીમે ધીમે ઉત્સવના સ્વરૂપો બદલાતા જાય છે. ધાર્મિક ઉત્સવો અને એની સાથે જોડાયલી અસંગત માન્યતાઓ પણ બદલાશે જ. કદાચ આપણા જીવનકાળ બાદ…આગળ જૂઓ…પાછળ નહીં..

    Liked by 2 people

  7. Khavai gayela paya durast karya vagar makan renovate karva jav,to 60 varshe pan bodo rankar j aave…!atyare jevo CAOS chhe evi j paristhiti thay.

    Liked by 1 person

  8. Lot of positive changes have taken place in the last century. India has progressed a lot in education and many other matters. Yes, India is still lagging behind in many matters too. Such a big country and still we are not giving due importance to Research and Development.Scientists are treated like Peons by 12 grade ministers. Despite this India is progressing. Unfortunately, today we are giving top most importance to Business and Industry at the cost of others.

    Yes, even today religions play an important role in our day today life right from birth to death. And, this will continue for many more years. Nothing wrong in it. one should practice faith but not the ‘Blind’ one.

    In India Muslims were and are much behind others socially,educationally and economically. Others may be responsible for this but they too have to shoulder some responsibilities for this state of affairs. but again this is changing. Muslim girls are now becoming Pilots. I am sure in coming years much progress will be there. People;s attitudes have changed and are changing.

    India has paid a price for a very long time but now no more. This is good for everyone. We must learn from our past mistakes and move forward.

    Firoz Khan
    Toronto, Canada.

    Liked by 1 person

  9. Friends,
    What we are doing here is ” conducting a healthy and helpful positive discussion.”

    We love our motherland. We dig our past, study it in details and derive our drawbacks. Learn and correct our mistakes in the current time so that our future generation benefit and have better HDI…compared to other countries. Let us be selfish in this regard as doing so we are not doing any harm to other countries.

    Let us study” India’s progress by the year 2014 in the ” Human Development Report, 2014″ by UNDP. (UNO).” Sustaining Human Progress” It is on,” reducing vulnerability and Building Resilience explanatory note on the 2014 Human Development Report composite indices : INDIA.
    HDI values and Rank changes in the 2014 Human Development Report.

    For study, please go to : http://hdr.undp.org/en/data.

    This Introduces to us……….
    The 2014 Human Development Report (HDR) presents 2014 Human Development Index (HDI) (Values and ranks) for 187 countries and UN-recognised territories, along with the INEQUALITY-ADJUSTED HDI for 145 countries, the Gender Development index for 148 countries, gender inequality index for 149 countries, and multi dimentional POVERTY iINDEX for 91 countris. Countries ranking and values of the annual HDI, are kept under strict embargo untill the global launch and worldwide electronic release of the Human Development Report.

    Let us study today’s…”INDIA” here with given referance: http://hdr.undp.org/en/data.

    It is very interesting and eye opener………Let us be positive for the development of our Motherland…There are still many fields to REPAIR…….

    Amrut Hazari.

    Liked by 2 people

  10. ફક્ત જીન્સનું જ નહીં; પણ માન્યતાઓ, સંસ્કારો, વીચારોનું પણ આદાનપ્રદાન અટકી ગયું.
    આ વાક્ય ખૂબ ગમ્યુ. ભારત કેમ પાછળ રહી ગયુ એનો આ પુરાવો ગણી શકાય.
    આભાર સુબોધભાઇ શાહનો.
    @ રોહિત દરજી’ કર્મ’ , હિંમતનગર

    Liked by 1 person

  11. જુના વિચારો વર્તન ખરાબ હતું પણ, શ્રી પ્રવીણભાઈએ જે વિચારો દર્શાવ્યા છે તે આજના જમાનાને એકદમ અનુકુળ છે.. આગળ જુઓ, પાછળ નહીં…ગામડામાં ફેરેફારો આવતાં હજી વાર લાગશે, પણ શહેરોમાં તો આંતરજ્ઞાતિ તો ઠીક, હવે તો આંતરજાતિય લગ્નો યોજાવા માંડ્યા છે, અને પરદેશમાં તો પરદેશી જોડે પણ લગ્નની શરૂઆત થઈ ગઈ છે, એટલે, ૧૯૩૦માં કનૈયાલાલ મુનશીને જે અનુભવ થયા તે ૨૦૩૦માં તો એકદમ ભુતકાળ બની જશે અને તેના પણ થોડા વર્ષો પછી આપણા જ્ઞાતિભેદના સંસ્કારો માત્ર ઈતિહાસની બુક પુરતા બની જશે… અને આ વિચારોને ઈતિહાસની બુક બનાવનારા અત્યારના યુવક-યુવતીઓજ હશે…પણ આવું સમજવા માટે પણ આવા લેખોની જરૂર છે…

    અને ધર્મ તો રહેશે, ભલે ઉત્સવો પુરતા હોય, પણ, આજ ઉત્સવો હિંદુઓને એક સુત્રમાં બાંધી શકશે..

    લેખ સુંદર લખ્યો છે.

    Liked by 2 people

  12. Yes in t o day’s world India is considered a backward in compare to western
    countries at some what it is true. but who is responsible for this? As per my views only leaders has to come forward to make a change

    Ashvin Acharya NJ.USA

    Liked by 1 person

  13. હિન્દુસ્તાન, જીવનની ( ક્યા જીવનની ? હાથમાં છે તે કે મર્યા પછીના વૈકલ્પીક જીવનની ?) ફિલોસોફીના ડુંગરના વજનની નીચે દબાઇ મર્યુ..અને મરી રહ્યુ છે..(મોક્ષ?…નિર્વાણ.? અાવતો ભવ ?….?????)..વેસ્ટર્ન વર્લડ પ્રેક્ટીકલ લાઇફ સ્ટાઇલમાં નાચતું કુદતું, ચાર્વાકના ગુણ ગાતું ગાતું હિલોળે ચઢયું….( પ્લસ, માઇનસ પાંચ ટકા…અા સ્ટેટમેન્ટના સાચા પણામાં વાપરવા વિનંતિ છે.) આજે પણ જંગલથી લઇને દિલ્હી દરબાર સુઘી ફિલોસોફીના પવને જ જનજીવન હંકારાય છે.ભારતીય અમેરીકામાં ડોલર કમાય છે…ડોલર વાપરે છે….અને આપવાવાળો ઉપર બેઠેલોમાને છે અને બારણે ઘોડાની નાળ બાંઘે છે અને લીંબુ મરચા ટીંગાડે છે. દિકરાને ત્યાં દિકરો જનમે ત્યારે પેંડા વહેંચીને કહે છે ઉપરવાળાઅે મહેરબાની કરી……કાળું ઘોળું કરીને રીચ બને છે ને કહે છે કે મારાં ઘણીઅે…ભગવાને મને આશિર્વાદ આપ્યા……કહેશે કે ઉપરવાળો આંઘળો થોડો બેઠો છે….ક્રિકેટમાં જીતે તો ઉપરવાળો મહેરબાનિ કરે…હારે તો સા‘…રમવાવાળા કે પછી વિરાટની પ્રિયત્તમા જવાબદાર…..વિરાટને કોઇ આંબી શકે ?….કવિ રાજેન્દ્ર શુક્લની કવિતાનો અેક ભાગ…‘ અહીં પહોંચ્યા પછી તો આટલું સમજાય છે, કોઇ કંઇ કરતું નથી, આ તો બઘું થાય છે ! નરસિંહ મહેતા કહેતા કે, ‘ જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવોંં…આપણો ચિંતવ્યો અર્થ કોઇ નવ સરે અઘરે અેક ઉદ્વેગ ઘરવો….હું કરું હું કરું અે જ અજ્ઞાનતા, શક્ટનો ભાર જેમ સ્વાન તાંણે…..પછી કહે…સુખ દુ:ખ મનમાં ન આણીઅે, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઇના ટળે, રઘુનાથના જડયા……અે વિચારીને હરિ ને ભજો….અેપલ ભગવાને મણીભાઇને માટે બનાવેલું હશે તો મણીભાઇને જ મળશે…શંકરભાઇને નહિં મળે કે ન્યુટન બેઠેલો હશે તો ઉપર જશે પણ ન્યુટનના પગ પાસે નહિં પડે…સમજયા ?
    અાજકાલ ઘરમે બનાવેલાં વર્ણોના વાડાઓને ઉલ્લંઘિને આંતરજ્ઞાતિય અને ઇન્ટરનેશનલ લગ્નો ઘણાં થાય છે….હિન્દુ મા..બાપ જેણે ગીતાનો અભ્યાસ કદાચ કર્યો હોય અને છતાં યાદ રહ્યુ ના હોય તેને માટે ગીતાના પહેલાં અઘ્યાયના શ્લોક નં. ૩૯ થી ૪૪ સુઘીના શ્લોકોનો ગુજરાતી ભાવાનુવાદ અહિં લખું છું…વાંચીને વિચારીને નક્કિ કરવું કે તેમનાં ઘરમાં થયેલાં આંતરજ્ઞાતિય કે ઇન્ટરનેશનલ લગ્નને કારણે કઇ પરિસ્થિતિ જન્મી છે અને મરણ પછી તેમનું શું થવાનું છે….ગીતાજીની ફિલોસોફીને આઘારે…(કળીયુગનો વાંક કાઢવો નહિં.)
    ૩૯ : પરંતુ કુળના નાશથી થતા દોષ અમે સ્પષ્ટ જોઇ શકીઅે છીઅે. તો આવા પાપમાંથી બચવા માટે અમારે કેમ વિચારવું નહિં?
    ૪૦: કોળનો નાશ થતાં સનાતન કુળઘર્મો નાશ પામે છે અને કુળઘર્મ નાશ પામતાં આખા કુળને અઘર્મ દબાવી દે છે.
    ૪૧: હે કૃષ્ણ! અઘર્મના દબાણથી કુળની સ્ત્રીઓ ભ્રષ્ટ થાય છે. હે વાષ્ણેૅય ! સ્ત્રીઓ ભ્રષ્ટ થાય ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે.
    ૪૨: વર્ણસંકર પ્રજા કુળઘાતીઓ અને કુળને માટે નરકની સ્થિતિ સર્જે છે. કેમ કે પિંડ અને તર્પણક્રિયા જેઓની નાશ પામી હોય, તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે.
    ૪૩: કુળઘાતીઓના આ વર્ણસંકરકારક દોષોથી જાતિ અને કુળના સનાતન ઘર્મો નાશ પામે છે.
    ૪૪: હે જનાર્દન ! અમે સાંભળ્યું છે કે જે મનુષ્યો કુળાચારનો નાશ કરે છે, તેઓ અનિશ્ચિત સમય સુઘી નરકમાં વસે છે ?
    અહિં હું અટકું છું કારણ કે હું હવે ગભરાયો છું અને આઇ અેમ સ્યોર કે હું તો અેવો હિંદુ છું જે અા નિયમોનુસાર ચોક્કસ નરકમાં જ પડવાનો…કારણ કે મારાં દાદાનાં કુળમાં ઘણા બાળકોઅે અાંતરજ્ઞાતિય અને ઇન્ટરનેશનલ લગ્નો કરીને વર્ણસંકર પ્રજા પેદા કરી છે. હાય રે મારાં મર્યા પછી મારું તર્પણ કોણ કરશે ? મને નરકની આગમાંથી કોણ બહાર કાઢશે???????????????
    (વાચકે પોતાના કુળનુ. પોતે વિચારવું…અેક બીજાનાંમાં માથુ મારવું નહિં)
    ભગવાન કરે ને અેવું પણ બને કે આપણે ઘણાં ત્યાં અેક જ જગ્યાઅે ભેગા મળીઅે. સુ યુ…..બાય…….ટેઇક કેર……..બી હેપી…….
    અમૃત હઝારી.

    Liked by 3 people

  14. પ્રિય ગોવિંદ ભાઈ
    શ્રી સુબોધ શાહનો લેખ બહુ ગમ્યો . સુબોધ શાસના બધાજ લેખો મને બહુ ગમે છે .
    હૂતો મારી અલ્પ બુદ્ધિ પ્રમાણે માનું છું કે વર્ણ સંકર પ્રજાજ આગળ આવી છે . પ્રાચીન સમયની વાત કરીએ તો વ્યાસ મુની। ભીમનો દીકરો ગામડિયા ભાષામાં કહું તો ઘટોર ઘચ્છ વર્ણ સંકરજ હતા . મારા કુટુંબમાં મારા દિકરાનો પરિવાર વર્ણસંકર છે .પ્રથમ જર્મન સ્ત્રીથી થએલ દીકરો અને એની રશિયન સ્ત્રીથી થએલ દીકરો
    બીજી પત્ની કે જે ખલીલ જિબ્રાન જેવા ખ્રિસ્તી અરબની દીકરી
    એના થી થએલ મોટા દીકરાની વહુનો બાપ ચેરોકી ઇન્ડીયન અને માં ફ્રેંચ। બીજા દીકરાની વહુ અશ્વેત છે એનો દીકરો જેને પરણે એને ખરો .
    સુબોધ ભાઈની વાત ખરી છે . હિંદુ પ્રજાને એની વર્ણ વ્યવસ્થાએ નબળા પાડીને ભાંગી નાખ્યા .

    Liked by 3 people

  15. Hindu Sociaty is stagnant for years as very smartly analised in the article, and this will continue, because some people can take advantage by showing ,as in article-A High Brahmin or woman is secondClass citizen or less smart, and mainly lack of higher level of thinking and education will resist changes

    Like

  16. I thank all friends for comments. Please let me clarify a few points here:
    1. I know quite well that the country is changing for the better after a backwardness lasting for 1000 years. We hope and pray that the future will be better. But this article (and my book) is an analysis of the past from 1000 AD to 1947 AD. If you wish to write about the future, please do so in another article, certainly. But astrology is not my subject.
    2. Can you or anyone else predict the future? That too, as far as 2048? If wishes were horses, beggars would ride. And we in India would be the best riders in the world.
    3. If I have failed in my school examination, should I not find out in which subjects I failed? And why? Would you call it weeping, as one of our friends above has said? How will you succeed if you don’t find out where you have been weak?
    4. I don’t want to depend on leaders, as a friend has said above. I wish to exert myself if I love my country. Leaders do not drop from heaven. They arise from society. And our society grew weak for the reasons given here and many more.

    Please excuse me for my plain speaking. I appreciate your speaking out too. Thank you all. —-Subodh Shah —

    Like

  17. There are thousands of writers, speakers and actors who keep boasting about the great ‘accomplishments’ of our ancestors causing and adding to our complacency. There are very few like Shri Subodh Shah who has analyzed and revealed the reasons why we could not preserve, let alone enhance, those achivements. Our future cannot be bright if we keep repeating the same mistakes of the past. This is why it is imperative to read, understand and implement Shri Shah’s articles and recommendations.

    Like

Leave a comment