ભુતીયું ઘર (Haunted House)

Dr. Abraham Kovoor
Dr. Abraham Kovoor

સ્મીતા ભાગવત

અન્ધશ્રદ્ધા નીર્મુલન માટે રૅશનાલીસ્ટ ડૉ. કોવુર (Abraham Kovoor) અને એમનાં પત્નીએ ઘણું કામ કર્યુ છે. તે માટે એમણે પ્રવાસ ખેડવાની જહેમત ઉઠાવી છે. 10 એપ્રીલ 1898ના રોજ કેરાળામાં તીરુવલ ગામે જન્મેલા આ માનસશાસ્ત્રજ્ઞ ડૉક્ટરે સામાન્યપ્રવાહથી અલગ વીચાર, સમાજના હીતમાં વહેતો કરવાનું સાહસ કર્યું હતું.  તેમણે વર્ષો સુધી અન્ધશ્રદ્ધા વીશે ઉંડા ઉતરીને અવલોકન કર્યું. ભુતીયાં મકાનોમાં રહી ચમત્કારીક અને અલૌકીક શક્તીઓ ધરાવતા હોવાનો ભ્રમ ઉભો કરનારા સમાજના કેટલાયે ઢોંગી–પાખંડીઓને ઉઘાડા પાડ્યા.

એકવાર તેઓ પત્રકારો અને પત્ની સાથે કોલંબો (Ceylon-શ્રી લંકા) રવાના થયા. શ્રી. ડી. વાય. રણસીંગેએ એરનસીંગ નામની વ્યક્તીના ઘરમાં ભુત પેસી ગયું છે તેમ જણાવતાં લખ્યું હતું : ‘ધેટ હાઉસ ઈઝ સપોઝ્ડ ટુ બી હૉન્ટેડ’ ડૉ. કોવુર જેવા માનસશાસ્ત્રજ્ઞ–તજ્જ્ઞના ગળે ઉતરે તેવી એ વાત જ નહોતી. તેમના અભીપ્રાય મુજબ ભુત, પ્રેત, પીશાચ વગેરે મનની નીર્બળતા સુચક શબ્દો છે. તે વીશેના તેમના વીચારો જગજાહેર હતા. તેથી એ ઘરમાં ભુત પેસી ગયું છે તે વીશે ખાતરી લાયક સમાચાર મળતા તેમને આનન્દ થયો. પોતાના વીચારો સીદ્ધ કરવા માટેનો આ અનોખો લહાવો છે, એમ માની તેમણે આ તક ઝડપી લીધી. એ પડકારમાં સફળતા હાંસલ કરવા સારુ તેમણે કોલંબો ભણી પ્રયાણ આદર્યું.

ડૉ. કોવુર ભાષણબાજીમાં રસ ધરાવતા નહોતા.  તેમને રસ હતો સબળ–નક્કર કાર્યમાં.  ભુતનાં ચેન-ચાળાંને નીર્બળ મનની રમત કહી દઈએ એટલે અન્ત આવે–પાર આવે છે એમ તેઓ માનતા નહોતા. પોતાનો અભીપ્રાય સીદ્ધ કરવા તરત ઘટનાસ્થળે જવું એમણે અનીવાર્ય ગણ્યું.  એ રીતે જો પડકાર સ્વીકારવામાં જશ મળે તો તે જશના પરીણામરુપે ઘણા ખરા લોકો મનમાંનો બુઝર્વા, ભયમાંથી મુક્તી પામી શકશે એવું એમને લાગતું હતું. માટે એ પરીણામને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની તેમના મનમાં તીવ્ર ઈચ્છા હતી. તેથી જ કોલંબો જતી વખતે એમણે પત્રકારોનું જુથ સાથે રાખવાનું દુરસ્ત ગણ્યું.

એરનસીંગનાં ઘરમાં તેની પત્ની પોદી ઉપરાંત તેની એકમાત્ર દીકરી હેમી રહેતી હતી.  છેલ્લા આઠેક મહીનાથી ભુતનાં કરતુતોથી એ ઘણા હેરાનપરેશાન હતા. ભુતથી છુટકારો પામવા તેમણે ‘થોનીલ’ નામની (ભુત ભગાડવાની) વીધી એકવાર નહીં; બલકે પાંચ વાર કરાવી હતી. પણ ભુતનો ત્રાસ ઘટવાને બદલે વધ્યે જ જતો હતો. ભુત આખા ઘરમાં ક્યારેક ઠેર ઠેર રેતી વેરી જતું, તો ક્યારેક પથરા પાથરી મુકતું.  ક્યારેક કાચનાં વાસણોનો ખાત્મો બોલાવી જતું, તો ક્યારેક કબાટમાંથી વ્યવસ્થીત ગોઠવીને મુકેલાં કપડાં કાઢી તેનાં ચીથરાં કરી આમતેમ ફેંકી જતું. એકવાર ભુતે તેમની દીકરીના વાળ આડેધડ કાપી કાઢ્યા હતા; તો ક્યારેક રાંધેલા ધાનમાં ધુળ ને રેતી રેડી જવાની હરકત ભુત વારંવાર કરતું. ટુંકમાં, સીંગ કુટુંબની મન:શાન્તીને નષ્ટ કરનાર અસંખ્ય નુસખા ભુત અજમાવતું. માત્ર સીંગનું કુટુમ્બ જ નહીં; બલકે અડોસપડોસના લોકોય ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. કાલે ઉઠી ક્યાંક આપણું ઘર ભુતની નજરમાં વસે તો ? એ શંકાથી તેમનાં મનમાં પણ ભય પેસી જતો. ભુત માટેના અગણીત ઈલાજ કરાવવા છતાં પાર આવતો નહોતો. ભુતને ડારવા ડૉ. કોવુર કંઈક કરી શકશે એવી આશા મનમાં નહોતી જ; છતાં ‘લાગે તો તીર નહીં તો તુક્કો’, એમ વીચારીને તેમણે ડૉ. કોવુરને નોતર્યા હતા.

કોલંબોની આસપાસનાં ગામડાંમાંય સીંગ કુટુમ્બને પજવતાં ભુતનાં કારનામાં રસપુર્વક ચર્ચાતાં. ગામેગામથી લોકોનાં ટોળાં ભુતનાં કારનામાં નજરોનજર જોવા સીંગને ત્યાં ધસી આવતાં. એ અવર–જવરથીયે સીંગ કુટુમ્બ ગળે આવી ગયું હતું. સીંગના ઘર પર કોઈ અજાણી ભાષામાં લખેલ લખાણ જોઈ લોકો છક થઈ જતાં ! લગભગ ત્રણ સાડાત્રણના અરસામાં ડૉ. કોવુર તેમના કાફલા સાથે ત્યાં આવી પહોચ્યા. ત્યારેય સીંગના ઘર પાસે લોકોનાં ટોળાં વળેલાં હતાં. ઘરની અંદરની ભીંતો પર કાળા કોલસા વડે લખ્યું હતું ‘ધીસ હાઉસ ઈઝ હૉન્ટેડ’ અંદરની ભીંતો પર ગંદા અક્ષરોમાં ગંદું લખાણ એમણે નજરે જોયું.  સીંગની પત્ની પોદીએ એ બધું લખાણ ભુતના હસ્તાક્ષરમાં હોવાનું જણાવ્યું. બીજી એક વાત ભણી એણે ડૉ. કોવુરનું ખાસ ધ્યાન દોર્યું કે ભુતની પજવણી મોટે ભાગે તેમની દીકરી માટે જ હોય છે. ફાટેલાં કપડાં માત્ર હેમીનાં જ હોય છે. ભુત આદુ ખાઈને હેમી પાછળ કેમ પડ્યું છે તે કોઈ સમજી શકતું નહોતું.

હેમીના પીતાએ કહ્યું કે હેમી ઘણીવાર ઉંઘમાં ચીસ પાડી જાગી જાય છે. આ ઘરમાં ભુતની સમસ્યા છે, એમ વીચારી મેં તેને થોડા દીવસ કાકાને ત્યાં રહેવા મોકલી. પણ ભુતે કાકાની નવજાત બાળકની દુધની બૉટલ તોડી કાઢી. તેથી કાકી ગભરાયા. તેઓ તરત હેમીને પાછા ઘરે મુકી ગયા. ડૉ. કોવુરને ઘણા લોકો ઘેરી વળ્યા. ઘરના તથા બહારના લોકો ભુતનાં કારનામાં કહ્યે જતા હતા. દલીલ કર્યા વીના તે દરેકની વાત શાન્તીથી સાંભળતા હતા. પછી એમણે બધાને ઘરે જવાની વીનન્તી કરી. એક પછી એક દરેક ઓરડામાં ફરી તેમણે ઝીણવટથી નીરીક્ષણ કર્યું.  એમને સૌથી પહેલો ખ્યાલ એ આવ્યો કે મોટાભાગનું લખાણ સીલોનમાં સૌથી વધુ પ્રચલીત થયેલ સીંહાલી ભાષામાં લખાયેલું છે. થોડું ઘણું અંગ્રેજીમાંય છે. માત્ર હસ્તાક્ષર અત્યન્ત ગંદા અને  ઘણીવાર થોડાક અક્ષરો ઉલટ ઢબે લખાયેલ હોવાથી ભાષા અજાણી લાગતી હતી. લખનાર વ્યક્તીનો હાથ લખાણ માટે આદી–ટેવાયેલો નથી, એટલે કે લખાણની પ્રક્રીયા લખનાર માટે સહજ રીતે થતી નથી. એનો અર્થ લખનાર વ્યક્તી નવું નવું જ લખતાં શીખી હશે. પોતાનાં અવલોકનો મનમાં નોંધી એમણે ભીંત પરનાં લખાણના વીષય પર પુર્ણવીરામ મુક્યું.

તે પછી તેઓ એરનસીંગનાં કુટુંબની દરેક વ્યક્તીને એકાંતમાં મળ્યા – એટલે કે દરેકને તે અલગ રીતે મળ્યા. પણ મળતી વખતે મીસીસ કોવુર,  પત્રકાર તીલકરત્ને તથા ગુલશેખરને સાથે રાખવાનું ઉચીત ગણ્યું. આ વ્યક્તીગત મુલાકાતમાંથી એમને ઘણું જાણવાં મળ્યું.  તેનો સાર કંઈક આવો હતો…

એરનસીંગ દમ્પતી અપુત્ર હતું. પોતાનું બાળક ન હોવાથી થોડાં વર્ષ પહેલાં તેમણે એક મહીનાની નાની બાળકીને દત્તક લીધી હતી. એ દત્તક દીકરી હેમી, બાર વર્ષની થઈ તો તેનો માનસીક વીકાસ ચાર વર્ષની દીકરી જેટલો જ હતો. તે માંડ ત્રીજા ધોરણમાં ભણતી હતી. પોતે દત્તક બાળક છે તે એ જાણતી નહોતી. આઠદસ મહીના પહેલાં તે સ્કુલેથી રડતી રડતી પાછી ફરી. ક્લાસમાં બધી છોકરીઓ તેનાથી ઘણી નાની હોય તે સ્વાભાવીક હતું. સ્કુલમાં સૌ એની ઠેકડી ઉડાડતા. ચાર વર્ષની માનસીક ઉંમર હોય તે બાળકી ‘દત્તક’ એટલે શું, તે સમજી ન શકે. હેમીએ વીચાર્યું કદાચ ‘દત્તક’ એ કોઈ ગંદી ગાળ છે એમ માની તેણે કંકાસ શરુ કર્યો. એની મા પોદી, એને દીલાસો આપે; તે છતાં એ દીવસથી એ અતડી બની ગઈ. તેમાંય પોદીની શીસ્તમાં ક્યાંક વધુ પડતી કડકાઈ હતી.  હેમીની બહેનપણીઓ વીશે તે જરુર કરતાં વધુ સભાન રહેતી. એને સારી ટેવો પડે, ખરાબ સંગતથી તે દુર રહે એ માટે સતત કાળજી લેતી. બહેનપણીઓને ત્યાં તે હેમીને ન તો જવા દેતી કે હેમીને તેમને ઘરે બોલાવવાની રજા આપતી; માટે એવી અસંતુષ્ટ છોકરીઓ હેમી વીશે આડીઅવળી વાતો ચગાવતી. એ વાતોને કારણે સારી છોકરીઓનાં મા–બાપ હેમી સાથે તેમની છોકરીઓનો સમ્બન્ધ ન બંધાય તેમ ઈચ્છતા. હવે હેમી સાવ એકલી પડી ગઈ હતી. એને સ્કુલે જવાનું મુદ્દલે ગમતું નહીં. ભુતની પજવણીની (?) શરુઆત થઈ ત્યારથી તો એણે સ્કુલે જવાનું બંધ જ કરી દીધુ હતું.

હેમી સાથે વાત કર્યા પછી ડૉ. કોવુરના મનમાં પરીસ્થીતીનો અદનો ચીતાર તૈયાર થવા માંડ્યો. ડૉ. કોવુરની મુલાકાત અગાઉ એરનસીંગે તાંત્રીકો–માંત્રીકોમાં હજારો રુપીયાનું પાણી કરી દીધું હતું. ભુત ભગાડવામાં તેમણે જાતકમાઈના પૈસા અક્ષરશ: વેરી દીધા હતા. પણ જે હતું જ નહીં; તેને ભગાડવામાં સફળતા મળે જ ક્યાંથી ? ડૉ. કૉવુરે બધાને વીગતે સમજાવ્યું કે કાળો કેર કરનાર ભુત નથી. બલકે હેમીના મનમાં સુષુપ્તાવસ્થામાં મનોરુગ્ણ આત્મા વસે છે. આ વર્તન ભુતનું નહીં; પણ બીમાર વ્યક્તીનું મનના રોગનું વર્તન છે.

પોતે જેને માબાપ ગણી પુજતી હતી તે તેનાં માબાપ જ નથી, એમની સાથે પોતાનું કોઈ સગપણ જ નથી; તેમનો પ્રેમ, તેમણે આપેલું જીવન એ ઉપકારનું ફળ છે, એની જાણ થતાં નબળા મનની છોકરી હચમચી ઉઠી. માતાની આકરી શીસ્તનું કારણ તેને જાણે જડી ગયું. શીસ્તને એ સાવકી માના ત્રાસ સાથે સરખાવતી થઈ. માતા ભણી જોવાની એની નજર જ બદલાઈ ગઈ અને પીતા પ્રત્યેનો પ્રેમ પણ ઉડી ગયો. પોતાને ફસાવનાર આ દમ્પતી માટે તેના મનમાં ઉંડો તીરસ્કાર ઉત્પન્ન થયો.

કહેવાતાં માબાપ વીશે મનમાં જે સ્પન્દનો ઉઠતાં હતાં તે વીશે કંઈ કહી શકાય તેવું કોઈ સ્વજન પણ નહોતું. બહેનપણી કહેવા લાયક કોઈ સખી પણ નહોતી. તેવી હાલતમાં એના બીમાર મને પોતાની અલાયદી દુનીયાનું સર્જન કર્યું. મીત્રતા વીહોણી, ઉપેક્ષીત જીન્દગીએ બધાનું ધ્યાન આકર્ષીત કરવાનો કઢંગો અખતરો અજમાવવાનું શરુ કર્યું. વાળ કાપી કાઢવા કે વાસણ તોડીફોડી કાઢવાં, વીચીત્ર રીતે વર્તવું એ બધી, પોતાની જાતની અગત્ય પુરવાર કરવા માટે હતું. હેમીએ અજમાવેલ અજબગજબ નુસખા પાછળ મનની રુગ્ણતા હતી. ભીંત પરનાં લખાણો એણે પોતે જ લખેલાં. આ બધું કરવા પાછળ પોતાનો કોઈ વીશીષ્ટ હેતુ છે એની સુધ્ધાં એને જાણ નહોતી. કારણ ડૉ. કોવુરના અભીપ્રાય મુજબ જેની શારીરીક ઉંમર બાર વર્ષની હતી ને હેમી માનસીક રીતે માંડ છસાત વર્ષના બાળક જેટલી મોટી હતી !

હેમીની આ પરીસ્થીતી માટે ડૉ. કોવુરે ખુલાસો આપ્યો કે એ અસલમાં જેનું એ સન્તાન હતી તે વ્યક્તી માટે તે ન જોઈતું સન્તાન હશે. કદાચ એની મા કુંવારી હશે. અથવા એને બાળકો પ્રત્યે અણગમો હશે. જે હોય તે પણ હેમી જન્મતાં પહેલાં જ મરણશરણ થાય તે માટે એણે જાતજાતના અઘોરી ઉપાયોની અજમાયશ કરી હશે. એથી હેમી મરી પરવારી તો નહીં; પણ એની આડઅસરને કારણે એનું મગજ અવીકસીત રહી ગયું. ગર્ભાવસ્થાથી એ નકારાત્મક વલણનો જ ભોગ બનતી આવી છે. માટે એના વર્તનમાં સુધારો આણવા માટે માંત્રીકોને બદલે માનસોપચાર–તજ્જ્ઞોની મદદ લેવી અત્યન્ત આવશ્યક છે. મમતાભર્યા સ્પર્શની અછત એને ન પડે તે માટે તેનાં માબાપે સઘન પ્રયત્નો કરવા પડશે.

સન્તુલન વધુ ડામાડોળ થવા માંડ્યું.  તે એરનસીંગ અને પોદીનો તીરસ્કાર કરતી થઈ; પણ મનની વાત હોઠે આણી શકે તેવી કુનેહ તેનામાં નહોતી. મન મોકળું કરી શકાય તેવું સ્વજન પણ પાસે નહોતું. હચમચી ઉઠેલી હેમી એલફેલ વર્તી સૌનું ધ્યાન ખેંચતી થઈ. ભાંગફોડ કરી સૌનું ધ્યાન ખેંચવાનો એને ચસકો લાગ્યો હતો.

એમ કહીને જ ડૉ. કોવુર અટક્યા નહીં; તેમણે એકઠાં થયેલ સૌ ગ્રામજનોને વીગતે સમજાવ્યું.  હેમીને માનસીક બીમારી છે જ માટે તે વીચીત્ર રીતે વર્તે છે. પણ  ભુતના અસ્તીત્વને સ્વીકારી તે વીશે જાતજાતની અફવાઓ ફેલાવનાર સમાજ સુધ્ધાં થોડે ઘણે અંશે મનોરુગ્ણતાનો શીકાર છે. એકવીસમી સદીનો સુર્યોદય હવે નજરવેંતના અંતરે છે. ત્યારે મન પર બાઝેલાં પુર્વગ્રહોનાં જાળાં સાફ કરી સૌએ સ્વચ્છ મને વાસ્તવીકતાનો સ્વીકાર કરવો જોઈએ. ત્યારે જ આપણે નવયુગના સ્વાગત માટે તૈયારી કરી કહેવાય.

–સ્મીતા ભાગવત

એ શું કબ્રસ્તાનનું ષડ્યંત્ર છે ?

મુઠ્ઠીઓ ખુલે ને મડદાં નીકળે !

..રમેશ પારેખ..

ગુજરાતી બ્લોગ જગતમાં ગુજરાતી ભાષાને તાંતણે બંધાયેલ ‘શબ્દસેતુ’ બ્લોગના 27 ઓક્ટોબર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો ચીંતક–લેખીકા સ્મીતા ભાગવતનો આ લેખ, લેખીકાના અને ‘શબ્દસેતુ’ http://shabdsetutoronto.wordpress.com   ના સૌજન્યથી સાભાર…

લેખીકા સંપર્ક:  સ્મીતા ભાગવત, ભારતમાં: 404 વીશાખા, ડી.એસ.કે. આકાશગંગા, ઈંડીયન ઓવરસીસ બઁક સામે, નાગરસ રોડ, ઔંધ, પુણે 7 સેલફોન: 09220917971 ઈ.મેઈલ: smitacap@gmail.com

ટોરોંટોમાં :53 Townley Crs., Brampton. ON L6Z 4S9 Canada. Phone # 1-289 752 8885

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળેઆગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 10/04/2015

Haunted House
Haunted House

12 Comments

 1. “મંછા ભૂત અને શંકા ડાકણ” તે આનું નામ. ભારતમાં તથા આફ્રિકા ના દેશોમાં તાંત્રિકો તથા ભુવાઓ “ભુત વળગાડ” ના નામે કરોડો કમાય છે. અમારા મુસ્લિમ ધર્મમાં પણ “જિન તથા શેતાન ના વળગાડ” ના નામે મુલ્લાઓ તથા દરગાહ ના મુજાવરો કરોડો કમાય છે. અંધશ્રદ્ધા ની કોઈ હદ નથી.

  કાસીમ અબ્બાસ.

  Like

 2. પાપ, પૂણ્ય, પરભવ, આભવ, મોક્ષ, કર્મ, સંચિતકર્મ, લોક, પરલોક, સ્વર્ગ, નર્ક, ભગવાન, રાક્ષસ, ભૂત, પ્રેત, પ્રેતયોનિ, ત્રીસંકુ, રખડતો આત્મા…ભૂખો આત્મા….અવગતે ગયેલો આત્મા….પવિત્ર, અપવિત્ર,ઉપાસના, શિવકવચ, નવગ્રહ, ચાલીસા, બાવની, સ્તોત્રપાે,જાદુ,મંત્ર, તંત્ર, યંત્રસાઘના, ગાયત્રીચાલીસા, સ્થિતપ્રજ્ઞ,અસુર, દૈવાસુર, ઘર્મ, અઘર્મ, નિર્વાણ, આસક્તિ…..આવાં શબ્દોના જંજાળમાં ફસેલા હિંદુઅને..ફક્ત હિંદું જીવાત્માઓને નિર્વાણની વઘુ પડેલી હોય છે…રોજીંદુ જીવન નર્ક બને તેની તેને ચિંતા નથી પરંતુ પરભવ….સુઘારવાની લાયમાં મરણતોલ જીવન જીવતો રહે છે. આ શબ્દોના અર્થ પણ કદાચ જાણતો નહિ હોય…( મેજોરીટી). અે માણસ આવતા ભવને સુઘારવા આજે સાઘુ, સંતો, ગુરુઓ, ભગત, જ્યોતિસો, ભૂઅાઓને ખોળે બેસવા, રમવા નિકળી પડે છે. સ્મિતા ભાગવતના આ ડો. કુવર વિષેનો લેખ ખૂબ ગમ્યો કારણકે તેઓ બોલવા કરતાં કરવામાં માનતા હતાં. અંઘશ્રઘ્ઘા દૂર કરવા માટે કરી બતાવવું જ યોગ્ય કર્મ બની રહે છે.
  મારા અેક નજીકી મિત્ર જેમને ગુજરાતી મિડીયા અને ગુજરાતના અને અમેરિકાનાં ગુજરાતીૉઓ ખૂબ સારી રીતે ઓળખે છે તેઓ છે શ્રી કૌશિક અમીન. તેઓ પણ ડો. કુવરને પગલે ચાલનારા. તેમના જીવનનો અેક દાખલો અહિં લખું છું.
  જાન્યુઆરી ૨૬, ૨૦૦૧નો દિવસ ( ભારત માટે પ્રજાસત્તાક દિવસ) ભીજ, મોરબીમાં ૭.૭ રીકટર સ્કેલનો ઘરતીકંપ થયેલો. મોટેપાયે જાનહાનિ થયેલી. કૌશિકથાઇ તે વખતે મોરબીમાં. મરેલાઓને અગ્નિસંસ્કાર આપવો પણ પ્રોબલેમ. સમય???? કૌશિકભાઇ અગ્નિસંસ્કાર આપવાનું કામ મિનિટ ગુમાવવા વગર કરે જાય. બપોર લંચ પણ આ કર્મ કરતાં કરતાં ત્યાં જ કરતાં જાય. બીજા બઘાં જુદા વિચારનાં. અેમને કોઇ ભય નહિં. ભૂત, પ્રેત ????????
  ઘરમને નામે પથરાં તરી રહ્યા છે. મુરખો પૈસે ટકે તે પથરાઓની ગ્રેવિટી હલકી કરીને તેમને તારી રહ્યા છે. લોભીયા હોય ત્યાં ઘૂતારાં???????????? અમેરિકામાં વસતા હિંદુઓ કદાચ…કદાચ…ગુજરાતનાં હિંદુઓની સાથે કોમ્પીટીશનમાં આ બાબતે ુતરતાં હશે જ. ઘોડાની નાળ અને લીંબુમરચાં લટકતાં જોવા તો મળે જ છે. અવકાશમાં મોકલાતાં યાનની પણ પૂજા કરવામાં આવે છે.
  ૧૮૯૮માં જન્મેલાં ડો.કુવરના સમયમાં તો અંઘશ્રઘ્ઘાના મુળીયા ખૂબ ઉંડા હશે…..ડો. કુવરને પ્રણામ.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. Tame koi ye bhoot joyo chhe? Joyo hoi to mane bataavsho? Maare pan janvoo chhe ke ye kevo dekhai chhe?

  Ane jiya soodhi najare na jovoo tiya soodhi eni khoti manayaataa raakhvaa ma hoon maanto nathi. If every one understand this and keep attitude like this then we will never ever have bhoot or daakan!

  I enjoy reading this article. Yes, I do believe that futus do understand things that are happening around them. Once they are born, any negetivity around them do effect their growth.

  I agreed with ભુત, પ્રેત, પીશાચ વગેરે મનની નીર્બળતા સુચક શબ્દો છે.

  Liked by 1 person

  1. It is simple: First look at issue. See if it is convince you realistic way. If it does not then don’t accept it. Don’t just listen and accept because this is what every one does. Look for waht is ‘practical’.

   Liked by 1 person

 4. Respected Himanshubhai,
  As I practice, I study the belief or blind belief first. I with my scientific knowledge, then value it. When it is found to be against the proven scientific knowledge, I make up my mind to bury. My mind and hearts are very strong. I then try to convince people.
  Be strong minded. If the “saying” is found to be wrong, bury it.
  Hope you find my approach right.
  Thanks.
  Amrut Hazari.

  Like

 5. Andhshraddha no hoi vishay tya purava ni jarur pale pal chhe. Suprem na judge markendai Kathy kahe tem 90% andhshraddhalu hoi tya 10% su kare ane mara mamva mujab 99% viruddh 1% hoi evu lage chhe.

  Like

 6. First of all this is a good article by Smita Bhagwat to whom I know personally. She lives in India and Canada.

  The belief in Bhoot, jin, Peeshach etc is not only in India and Africa. You find hundreds of believers even in so called ‘Educated and enlightened’ West and Europe. You find many books and mags on book stalls. We find many treating ‘Black Magic.’ Its not only in Hinduism, Islam or Christianity but almost everywhere in all religions.

  Well,there are or aren’t super natural power is debatable. In fact this debate is going on for many, many years and still everyone is trying to find the truth but hasn’t moved an inch. I am sure this debate is unending.

  Firoz Khan
  Toronto, Canada.

  Like

 7. પ્રિય ગોવિંદ ભાઈ મારુ
  ભૂત પ્રેતની વાત વાંચી .હું બારેક વરસની ઉમરનો હતો ત્યારે ભૂત નાં વળગાળ . મુઠ ચોટ વગેરે માં બહુ માનતો અને ઘભરાતો .પણ પછી ધીમે ધીમે મારા જાત અનુભવ થી એ બધું ખોટું છે . એમ સમજવા માંડ્યો , પણ વધુ પડતી અંધ શ્રદ્ધા , વહેમ ડાકણ સ્વર્ગ નર્ક પુણ્ય પાપ જીવ આત્મા પુનર્જન્મ એવું કશું છેજ નહિ . એ મને હું સિંધમાં હતો ત્યારે એક ઉર્દુ બુક વાંચવા મળી .મને બહુજ થોડું ઉર્દુ ભાષા વિષે જ્ઞાન છે . એ બુકમાં એક પાઠ હતો બૃહસ્પતિ વિષે જે બૃહસ્પતિને લોકોએ એની માન્યતાઓ વિષે એની બુક બાળી નાખી અને એને પણ મારી નાખ્યો . આ બૃહસ્પતિની વાત વાંચ્યા પછી મારા જીવનમાં એકદમ પલટો આવ્યો . મારા બ્લોગ “આતાવાણી ” માં મથાળે હિન્દી અક્ષરોમાં મને શ્રી સુરેશ જાની એ થોડુક લખી આપ્યું છે .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s