ચમત્કાર તો તમે પણ કરી જ શકો છો !

– રોહીત શાહ

એક માણસ બૅન્કમાં ગયો. પોતાના અકાઉન્ટમાંથી થોડીક રકમ ઉપાડવા માટે સેલ્ફનો ચેક લઈને તે કાઉન્ટર પાસે ઉભો રહ્યો. એ વખતે કૅશીયર થોડે દુર સ્ટાફના બીજા મીત્રો સાથે ટોળટપ્પાં કરવામાં બીઝી હતો. પંદર–વીસ મીનીટ સુધી પેલો માણસ રાહ જોતો રહ્યો. તે મનમાં અકળાઈ રહ્યો હતો : કૅશીયર કેવો બીનજવાબદાર છે ! દુરથી તેને કાઉન્ટર પાસે ઉભેલો આ માણસ દેખાતો હતો; છતાં તેને કશી પરવા નહોતી ! ડ્યુટી–અવર્સ દરમ્યાન સ્ટાફમીત્રો ગપ્પાં મારીને ક્લાયન્ટને હેરાન કરે એ નીયમવીરુદ્ધ હતું. પેલા માણસનો રોષ વધતો જતો હોવા છતાં તે ખામોશ રહ્યો. તેણે વીચારી લીધું કે આ કૅશીયરને અવશ્ય પાઠ ભણાવવો પડશે. એ દીવસે પૈસા લઈને તે કશું જ બોલ્યા વગર ઘરે પાછો આવ્યો. પછી તેણે કૅશીયરના નામે બૅન્કના સરનામે એક સાદો પત્ર લખ્યો. એ પત્રમાં કોઈ પણ પ્રકારનો રોષ ન આવી જાય એની તેણે ચીવટ રાખી.

તેણે માત્ર એટલું જ લખ્યું હતું, ‘ગઈ કાલે હું મારા સેવીંગ્સ અકાઉન્ટમાંથી રકમ ઉપાડવા બૅન્કમાં આવ્યો ત્યારે તમે તમારા સ્ટાફમીત્રો સાથે કશીક અગત્યની ચર્ચામાં મગ્ન હતા; છતાં મને માત્ર પચ્ચીસ મીનીટમાં જ રકમ મળી ગઈ. બીજી કોઈ બૅન્કમાં મારે આ કામ કરાવવાનું હોત તો ત્યાંના કૅશીયરની બેફીકરાઈ અને બીનજવાબદારપણાને કારણે મારે ઘણો વધારે સમય કદાચ રાહ જોવી પડી હોત. તમે ચર્ચા અધુરી મુકીને આવ્યા અને મને રકમ આપી એમાં તમારી નીષ્ઠા અને સદ્ ભાવ મને દેખાયાં. હું તમારો આભાર માનું છું અને તમારી ફરજનીષ્ઠાને બીરદાવું છું.’

પોતાનું નામ, અકાઉન્ટ નંબર વગેરે લખ્યાં, પછી પત્ર પોસ્ટ દ્વારા મોકલી આપ્યો.

એકાદ અઠવાડીયા પછી આ માણસ બૅન્કમાં ગયો ત્યારે પેલો કેશીયર ખુબ ગળગળો થઈને તેને ભેટી પડ્યો, પોતાની બેદરકારી માટે માફી માગી અને ફરીથી કોઈની સાથે એવી બીહેવીયર નહીં કરવાની ખાતરી ઉચ્ચારી.

ગુસ્સે થઈને ગાળો બોલી શકાય, તેનું ઈન્સલ્ટ કરી શકાય, તેને નીયમો અને કાનુન વીશે મોટા અવાજે વાત કરીને ઉતારી પાડી શકાય, થોડીક વાર માટે પોતાનો રુઆબ બતાવી શકાય, ત્યાં ઉભેલા અન્ય અજાણ લોકો ઉપર વટ પાડી શકાય; પણ આ બધું કર્યા પછીયે કૅશીયરને સુધારી શકાયો ન હોત. કદાચ તે વધુ બેફામ અને બેદરકાર એટલે કે નફ્ફટ થઈ ગયો હોત. પણ આ સફળ ઉપાય હતો.

આવી જ એક બીજી ઘટના છે. એક મૅડમ સાડીઓના મોટા શોરુમમાંથી એક મોંઘી સાડી લાવ્યાં; પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી ગૅરન્ટી ખોટી પડી. એ મૅડમે પોતાના ડ્રાઈવર સાથે શોરુમના માલીકને એક પત્ર મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બીલ પરત મોકલું છું. તમારા શોરુમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ છે; પરંતુ એ બીલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલીંગ ડંખ્યા કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરુમની પ્રતીષ્ઠાને કલંક લાગે. એક સાડી બગડવાથી મને તો બે–ત્રણ હજારનું જ નુકસાન થયું છે; પણ એટલા જ કારણે તમારા શોરુમની પ્રતીષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભુલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય. તમે પ્રામાણીક વેપારી તરીકે વધુ કામીયાબ થાઓ એવી શુભેચ્છાઓ.’

શોરુમનો માલીક એ પત્ર વાંચીને ગદ્ ગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દીલગીરીના થોડાક શબ્દો પણ.

ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું; પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન બની રહેવાનું અશક્ય તો નથી જ ને ! ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારીએ છીએ અને એટલું કર્યા પછીયે પૉઝીટીવ રીઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી !

કોઈ પણ વ્યક્તીને પોતાની અપ્રીસીએશન–કદર થાય એ ગમતું જ હોય છે. પોતે ખરાબ અને ખોટા હોવા છતાં ટીકા સાંભળવાની તૈયારી કદી નથી હોતી. કદર કરવામાં કરકસર કરવાની જરુર નથી. કદર કરીને આપણે કેટલાક ચમત્કારો કરી શકીએ છીએ. દરેક વખતે ચમત્કાર કરવા કુદરત પોતે આપણી સમક્ષ હાજર થતી નથી. કેટલાક ચમત્કાર તો માણસ દ્વારા જ કરાવે છે. શક્ય છે કે આપણા હાથે પણ આવો કોઈ ચમત્કાર કરાવવા ઉત્સુક હોય. ચમત્કાર કરવાનું આ સીમ્પલ લૉજીક માફક આવી જાય તો આવેશની ક્ષણે પણ આપણે આત્મવીશ્વાસથી કહી શકીશું : નો પ્રૉબ્લેમ.

રોહીત શાહ

મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક મીડડેમાં લેખક શ્રી. રોહીત શાહની અત્યન્ત લોકપ્રીય કૉલમ નોપ્રોબ્લેમ સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથી કેટલાક પસન્દ કરેલા ખાસ લેખોનું નમુનેદાર પુસ્તક યુટર્ન  પ્રકાશીત થયું છે. (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001 ફોન નં.: (079) 221 44 663 પૃષ્ઠ: 8 + 136 = 144, મુલ્ય: રુપીયા 100/- મેઈલ: goorjar@yahoo.com )તે પુસ્તકમાંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક: શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન: 079-2747 3207 મેઈલ: rohitshah.writer@gmail.com

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી  બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, વીજલપોર પોસ્ટ: એરુ . સી. – 396 450 જીલ્લો: નવસારી.  સેલફોન:  95 37 88 00 66 .મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 24/04/2015

22 Comments

  1. I fully agree with Rohitbhai. Forgiveness and compassion in life work much better than anger and revenge. Modesty always work better than force.

    We all should try in our life.

    Thanks for such a nice article and good examples.

    Thanks,

    Pradeep H. Desai
    Indianapolis,In,USA

    Liked by 1 person

  2. ” કીડી અને કબુતર ” જેવી આ બોધકથા સારી છે. એ વાત ખરી કે ગુસ્સો કરવાથી કોઈ ફેર પડતો નથી પણ સામેની વ્યક્તી બીનજવાબદાર ન હોય તો જ આવું સુખદ પરીણામ આવે. કુદરતી રીતે જ મનુશ્ય બીનજવાબદાર પ્રાણી છે માટે ગીતામાં સમઝાવ્યું છે, ” યોગ કર્મશુ કૌશલમ “. સમાજમાં “વૈષ્ણવજન” કેટલા જે “પીડ પરાઈ જાણે ” ?

    Liked by 1 person

  3. કદર કરવામાં કરકસર કરવાની જરુર નથી. કદર કરીને આપણે કેટલાક ચમત્કારો કરી શકીએ છીએ. દરેક વખતે ચમત્કાર કરવા કુદરત પોતે આપણી સમક્ષ હાજર થતી નથી. કેટલાક ચમત્કાર તો માણસ દ્વારા જ કરાવે છે.

    શ્રી રોહિત શાહ નો આ પ્રેરક લેખ ગમ્યો. વાંચવાની તક આપવા માટે ગોવીંદભાઈ, આપને ધન્યવાદ

    Like

  4. પ્રિય ગોવિંદ ભાઈ
    તમારા તરફથી શ્રી રોહિત શાહનો લેખ વાંચ્યો . બહુ સાચી વાત છે .
    બેન્કમાં પૈસા લેવા ગએલો તે કેટલો હૈરાન થયો પણ જરાય ઉશ્કેરાયો નહિ .એટલે કેવો ચમત્કાર થયો ? એક ઉર્દુ શેર અર્થ સાથે લખું છું .
    नर्मिसे संग दिल मूतअ होजाते है
    ददान सफ बस्ता है जबान के आगे કવી કહે છેકે નમૃતા થી પાષણ હ્રદયી પણ તાબામાં આવી જાય છે .એનો દાખલો દાંત કેટલા કઠોર હોય છે પણ જીભ એની સાથે નમ્ર વર્તાવ રાખવાથી કેવા ડાહ્યા ડમરા થઈને લાઈન બંધ ઉભા રહી ગયા છે .

    Like

  5. મને આ બન્ને કિસ્સાઓની સત્યતા પર અવિશ્વાસ છે. લેખો અને વાર્તાઓમાં આ બધુ સારું લાગે છે. ઇન્ડીયામાં કદાચ એકાદ ટકો જ આવા કેશિયરો અને દુકાનદારો હશે. બાકી બધા નફ્ફટ અને બેઇમાન જ છે. રોહિતભાઇની નિષ્ઠા પર અવિશ્વાસ નથી. એ ઉત્તમ લેખક છે. તેમના પુસ્તકો અને ગુજરાત ટાઇમ્સમાં આવતા લેખોનો પ્રશંસક છું. હું તો જેવા સાથે તેવા થવામાં માનું છું. મને ખબર છે કે ઘણાંને મારી વાત નહીં ગમે. બટ ધેટ્સ ઇટ.
    નવીન બેન્કર ( હ્યુસ્ટન) ૭૧૩-૮૧૮-૪૨૩૯

    Like

    1. Khub saras lekh 100%sahmat Rohit shah sathe ( parantu India ma aa vat Sapna jevi lage navin banker ni vat pan etli j sachi India ma ashakya fakt varta ma j saru lage)

      Like

  6. નફ્ફટ થવાથી કાંઈ નહીં વળે, હા, વિરોધ જરૂર નોંધાવો..
    બહુ સુંદર લેખ છે.

    Like

  7. ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું; પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન બની રહેવાનું અશક્ય તો નથી જ ને
    Gamyu !
    It needs lots of guts.It can be the result of a “long training of the Mind”
    Chandravadan
    Avjo

    Like

  8. ઘણી વાર ભલમનસાઈના ચમત્કાર જોયા છે, તેવા ‘ચમત્કારને નમસ્કાર’ના દાખલા પણ જોયા છે. છતાં પહેલો પ્રયત્ન તો નમ્રતા દાખવવાનો જ કરવો. કામ થઈ જાય તો બીજો રસ્તો નયે અપનાવવો પડે. શરૂઆત જ નહીં કરીએ તો ભારતની છાપ ક્યાંથી સુધરવાની ?

    Like

  9. સરસ લેખ. ભારતમાં આ પ્રકારના સજ્જનો પણ છે-ગુસ્સો ન કરનારા અને સુધરી જતા કર્મચારીઓ- એની કદર કરવી જોઈએ. હાર્દીક આભાર ગોવીંદભાઈ આવો સુંદર લેખ માણવાની તક આપવા બદલ.

    Like

  10. ગોવીંદભાઇઅે રોહિતભાઇનો ‘ચમત્કાર‘નો લેખ પ્રેઝન્ટ કર્યો. ઘણા મિત્રોને ૧૦૦ ટકા સાચો લાગ્યો. વિક્રમ દલાલ, નવિન બેન્કર, મનસુખલાલ ગાંઘી, કલ્પના દેસાઇ જેવા અનુભવીઓઅે પોતાના વિચારો જણાવ્યા. સંજોગો બનને પક્ષને પોતાના રક્ષણ માટે પગલું લેવાને આદેશ આપે છે. માનવ મગજ હંમેશા સ્વરક્ષણ માટે સજાગ હોય છે. પરિસ્થિતિ ડીસીશન બદલે છે. હૃદય પણ કદાચ પોતાનો રોલ ભજવે. મગજને આદેશ આપે. પરંતુ સ્વરક્ષણ માટે છેલ્લુ પગલું કોના આદેશને અનુસરીને લેવાય તેની ઉપર રીઝલ્ટ આવે છે. કદાચ આપણા વાચકોઅે અા પરિસ્થિતિનો જાત અનુભવ કર્યો હશે. હિંસા અને અહિંસા પણ કદાચ અા કેટેગરીમાં બેસી શકે. કહેવાય છે કે ‘ ઉદાહરણ આપવા સહેલું છે પરંતુ ઉદાહરણ બનવું ખૂબ અઘરું છે.‘ પરિસ્થિતિ જ સીન ઘડે છે. આ મારા વિચારો છે. ડીસ્કશનને માટે ઓપન છે.

    Like

  11. શ્રી ગોવિન્દભાઈ
    રોહિતભાઈ લેખીત સુંદર લેખ મુકેલો છે.
    વાત સાચી જ છે કે કોઈ નફ્ફટ માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું; પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન બની રહેવાનું અશક્ય તો નથી જ ને !
    પ્રફુલ ઠાર

    Like

  12. Dear Shri Govindbhai,

    Very good eye-opening article. Do agree with Shri Rohitbhai & based on my self-experiences believe in the truthfulness of the examples quoted in the article.
    Thanks for sharing such a nice article.
    Regards,
    Navin Nagrecha.
    – Pune.

    Like

  13. વાર્તા પુરતુ સારુ લાગે છે પણ સત્ય તો અેજ છે કે અાજ કાલ કોઇ નમ્રતાની ભાષા સમજતુ નથી અપવાદ હોઇ શકે

    Like

  14. આવા ચમત્કાર કરવા સરળ નથી પણ અશક્ય પણ નથી. થઈ શકે, આમાટે શ્રી ચન્દ્રવદન ભાઈે કહીયુ તેમ
    પ્રયત્ન કરવો પડે.; ઍમ કરવાથી સફળ પણ થવાય આવો જાત અનુભવ ભારતની બકો, પોસ્ટ ઓફિસો,રેલવે
    રિઝર્વેશન કરાવતા થયેલ છે. ઍ બધા આજે બહુ યાદ આવ્યા.

    Like

  15. ઈંગ્લેન્ડમાં એક મુસલમાને એક સૈનિકનું માથું કાપી નાખીને એના ટુકડા રસ્તે ચાલતો ગયો અને ફેંકતો ગયો . આનો પડઘો પડ્યો કેટલાક જુવાનીયાઓએ મસ્જિદોને નુકસાન કર્યું . એક વખત તે તોફાની ટોળું નમાજ પઢીને લોકો બહાર નીકળતા હતા તે વખતે મસ્જીદ આગળ હથીયારો સાથે પહોંચ્યું . આ વખતે મસ્જીદનો શેખ ભાર આવ્યો અને તેણે તોફાનીઓને કીધું હમણા તમે થોડો ચા નાસ્તો કરીલ્યો પછી તમારે જે કરવું હોય તે કરજો શેખના આ વાક્યે તોફાનીઓ ઉપર ગહરી અસર પાડી તોફાનીઓએ તોફાન ન્ક્ર્યું અને જતા રહ્યા આ બનાવ પછી મસીદને કે માણસોને કોઈએ નુકસાન કર્યું નથી .

    Liked by 1 person

  16. પ્રિય ગોવિંદભાઈ
    થોડા દિવસ પહેલા મેં આપણાં પ્રિય બેન વિમલા બેનના પતિને તેના હાથમાં એક ચિત્ર આપ્યું . પછી તેના બીજા હાથની હથેલી તે ચિત્ર ઉપર ઢાંકવાનું કીધું . પછી મેં તે ઢાંકેલી હથેળી ઉપર ફુંક મારી પછી હથેળી ઉંચી કરી જોયું તો ચિત્ર અદૃશ્ય
    રોહિત ભાઈની વાત સાચી છે ચમત્કાર કોઈબી કરી શકે છે ,

    Liked by 1 person

Leave a comment