અન્ધશ્રદ્ધાનો વેપાર

–નાથુભાઈ ડોડીયા

આશ્ચર્યજનક વસ્તુ કે ઘટના અને અજ્ઞાનતાને કારણે અન્ધશ્રદ્ધા પેદા થાય છે. પરન્તુ શાસ્ત્રઅધ્યયન, તર્ક અને વૈજ્ઞાનીક અભીગમ દ્વારા જ્યારે તે સાચી જાણકારી પ્રાપ્ત કરે છે, ત્યારે તે અન્ધશ્રદ્ધામાંથી સ્વયમ્ મુક્ત થઈ જાય છે. પરન્તુ કેટલાક ચાલાક લોકો પોતાના સ્વાર્થ માટે સામાન્ય ભલીભોળી પ્રજાને કાયમી ધોરણે અન્ધશ્રદ્ધામાં જકડી રાખે છે અને આવકનો સારો એવો સ્રોત ઉભો કરે છે. એટલે આ ચાલાક લોકો અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ કરે છે. સેવાભાવી વ્યક્તી કે સંસ્થા ત્યાગભાવનાથી પોતાના નાણાં અને સમયનો વ્યય કરી લોકોને સાચી જાણકારી આપી; વ્યક્તી, સમાજ કે રાષ્ટ્રના ઉત્કર્ષ માટે સતત પ્રયત્ન કરે છે. ચાલાક લોકો જ્યારે અન્ધશ્રદ્ધાનો વેપાર શરુ કરે છે ત્યારે સૌથી પ્રથમ તેમાં આવક–જાવક–નફાનો હીસાબ મુકે છે. અને તેમાં સારો એવો નફો પ્રાપ્ત થતો હોય તો જ તે વેપારમાં જંપલાવે છે. અન્ધશ્રદ્ધાના વેપારમાં ઉત્પાદન અને સેવાનું વેચાણ થાય છે. મન્ત્રેલાં યન્ત્રો, માંદળીયાં, ગ્રહોના નંગની વીંટી, વાસ્તુ દોષનાશક કવચ, પીરામીડ, રુદ્રાક્ષ વગેરેનું ઉત્પાદન અને ભુત–પ્રેત નીવારણ તથા ફલીત જ્યોતીષ અંગેની સેવા આ બેના વેપારનું આયોજન કરે છે.

અન્ધશ્રદ્ધાનો વેપાર પ્રારમ્ભ કરતાં પહેલાં તેના ઉપભોક્તા એટલે કે ઉત્પાદન કે સેવાનો ઉપયોગ કરનાર, વપરાશકાર અથવા ગ્રાહક કોણ છે ? તેમની શી આવશ્યક્તા છે ? તેમની મનોવૃત્તી કેવી છે ? તેઓ કેટલો ખર્ચ કરવા શક્તીમાન છે ? આ બધા મુદ્દાઓ પર બજારની મોજણી કરવી આવશ્યક છે. અન્ધશ્રદ્ધાના વેપારમાં મુખ્યત્વે નીચે મુજબની મનોવૃત્તી ધરાવતા ઉપભોક્તા–ગ્રાહક પ્રાપ્ત થવાની સમ્ભાવના છે :

(1)     ઓછી મહેનતે વધુ લાભ મેળવવાની મનોવૃત્તી.

(2)     દુ:ખ–દર્દો ચમત્કારીક રીતે નીવારણ કરવાની મનોવૃત્તી.

(3)     પાપ કરવાથી દુર રહેવાને બદલે ‘પાપ ફળમાંથી મુક્તી’ની મનોવૃત્તી ધરાવનાર.

(4)     યમ અને નીયમના પાલન કર્યા વગર સ્વર્ગ કે મુક્તીની અપેક્ષા રાખનાર.

(5)     ચમત્કારીક રીતે ધનવર્ષા–સમ્પત્તી પ્રાપ્ત કરવાની અપેક્ષા.

(6)     ભુત–પ્રેત કે પીતૃદોષમાંથી મુક્ત થવાની મનોવૃત્તી.

અન્ધશ્રદ્ધાના વેપારમાં ગ્રાહક–ઉપભોક્તાને ઉત્પાદન કે સેવાની ખરીદી માટે બે પ્રકારથી આકર્ષીત કરી શકાય છે. (1) વીજ્ઞાપન અને (2) વ્યક્તીગત વેચાણ.

(1)  વીજ્ઞાપન (Advertisement):

વીજ્ઞાપન શબ્દનું વીશ્લેષણ કરીએ તો તે વી+ જ્ઞાપન આ બે શબ્દનો બનેલો છે. ‘વી’નો અર્થ થાય છે– વીશેષ અને ‘જ્ઞાપન’નો અર્થ થાય છે – ખબર કે સુચના આપવી. આ વીજ્ઞાપનમાં નીચે મુજબ ચાર પ્રકારના માધ્યમોનો ઉપયોગ થાય છે :

(ક) પ્રકાશન માધ્યમ– (Print Media):

(1) વર્તમાન પત્રો (2) સામયીકો (3) ધાર્મીક પુસ્તકો અને (4) ચોપાનીયાં

આમાં અન્ધશ્રદ્ધાના ઉત્પાદન અને સેવાનો પ્રચાર વ્યક્તીગત જાહેરાતો અથવા લેખો દ્વારા કરવામાં આવે છે. જેમ કે સમાચારપત્રો અને સામયીકોમાં જ્યોતીષીઓ, મન્ત્રેલાં કે સીદ્ધ કરેલાં યન્ત્રોની વ્યક્તીગત જાહેરાતો પ્રસીદ્ધ કરવામાં આવે છે. તથા ફલીત જ્યોતીષ, સીદ્ધ કરેલાં યન્ત્રો, ભુત–પ્રેત–પીતૃદોષ વગેરેના લેખો અવારનવાર પ્રકાશીત કરવામાં આવે છે. ફલીત જ્યોતીષ, વ્રતકથાઓ, તીર્થયાત્રાનાં માહાત્મ્યના પુસ્તકોનું પ્રકાશન અને વેચાણ કરવામાં આવે છે. ચમત્કારીક લાભો બતાવતાં ચોપાનીયાંનું વીતરણ કરનારને ફાયદો અને તેનું વીતરણ ન કરનારને મોટી હાનીનું વર્ણન આમાં હોય છે.

(ખ) વાયુ પ્રસારણ માધ્યમ– (Broadcasting):

(1) રેડીયો (2) ટેલીવીઝન (3) ઈન્ટરનેટ અને (4) મોબાઈલ.

ટેલીવીઝનનો ઉપયોગ વધવાથી રેડીયોમાં અન્ધશ્રદ્ધાના ઉત્પાદન અને સેવાનાં વેચાણની જાહેરાતો નહીવત્ પ્રસીદ્ધ થાય છે. પરન્તુ ટેલીવીઝનમાં વીવીધ ધારાવાહીકના પ્રારમ્ભમાં કે વચ્ચે આવતી જાહેરાતમાં અથવા 30 મીનીટના ખાસ કાર્યક્રમમાં ફલીત જ્યોતીષ, સીદ્ધ કરેલાં યંત્રો વગેરેની જાહેરાતો આવે છે. એટલું જ નહીં; હવે ઈન્ટરનેટ અને મોબાઈલમાં આવી અન્ધશ્રદ્ધાની માહીતી પ્રાપ્ત થાય છે.

વીશેષમાં રેડીયો – ટેલીવીઝનમાં આવતી ધારાવાહીક, ચર્ચા સભામાં અન્ધશ્રદ્ધા –ચમત્કારોને લગતી વાતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. અન્ધશ્રદ્ધાનાં ઉત્પાદન અને સેવાનાં વેચાણ માટે ટેલીવીઝન પર આવતા પ્રાયોજીત કાર્યક્રમમાં હવે સીનેમા કે ટેલીવીઝનના નામાંકીત કલાકારોનો પણ સહયોગ લેવામાં આવે છે.

(ગ) ખરીદીકેન્દ્ર પરનાં માધ્યમો:

તીર્થસ્થાનમાં વારતહેવારે ભવ્ય વીજળીના ડેકોરેશન, પ્રસાદના ભંડારો વગેરે દ્વારા અન્ધશ્રદ્ધાળુ ભક્તોને આકર્ષીત કરવામાં આવે છે.

વીજ્ઞાપન દ્વારા અન્ધશ્રદ્ધાનાં ઉત્પાદન અને સેવા અંગેની જે માહીતી આપવામાં આવે છે તેમાં મુખ્યત્વે નીચે મુજબની છેતરપીંડીની શક્યતા છે:

(1) ખોટી માહીતી:

ધનવર્ષા કે લક્ષ્મીવર્ષાના સીદ્ધ કરેલાં યન્ત્રથી તરત જ આર્થીક સ્થીતી સદ્ધર થઈ.

(2) જુઠી રજુઆત:

કીંમતમાં ધરખમ ઘટાડો રુ. 4,999/-ની કીંમતનું સીદ્ધ કરેલ યન્ત્ર ફક્ત રુ. 2,999/-માં આપવામાં આવશે.

(3) અતીશયોક્તી:

ફલીત જ્યોતીષ અને તેની વીધી દ્વારા 101% કે 150 % સફળતા.

(4) ખોટાં પ્રમાણપત્રો:

ટેલીવીઝનના પ્રાયોજીત કાર્યક્રમમાં સીનેમા વગેરેના નામાંકીત કલાકારો દ્વારા આપવામાં આવતાં સફળતાનાં પ્રમાણપત્રો.

(5) સાબીત ન કરી શકાય તેવાં વીધાનો:

નદીમાં સ્નાન કરવાથી કે તીર્થયાત્રા કરવાથી પાપ માફ થઈ જશે, મુક્તી મળશે, સ્વર્ગમાં સ્થાન મળશે.

(6) દ્વીઅર્થી શબ્દપ્રયોગ:

કેટલીક વાર જ્યોતીષીઓ એવા શબ્દોનો પ્રયોગ કરે છે તેનો અર્થ લાભદાયક અને હાનીકારક બન્ને રીતે થઈ શકે. જ્યોતીષી આગાહી કરે કે ‘આ વર્ષ તમારા માટે આર્થીક દૃષ્ટીએ લાભદાયક છે.’ આ શબ્દપ્રયોગ જે તેની અપેક્ષા પર આધારીત છે. જો કોઈની વાર્ષીક આવક રુપીયા પાંચ લાખ થાય. જો તેની અપેક્ષા રુપીયા ચાર લાખની જ હોય તો તેના માટે લાભદાયક છે અને તેની અપેક્ષા રુપીયા છ લાખ હોય તો તેના માટે હાનીદાયક છે. એક જ્યોતીષ આગાહી કરે છે કે ‘મુસાફરીમાં તમને અકસ્માત યોગ છે; પરન્તુ તમે બચી જશો.’ હવે તેને અકસ્માત થયો અને એક પગ ભાંગ્યો ત્યારે તેને કહેવામાં આવે છે કે ‘તમારા બે પગ કે બે હાથ ભાગ્યા નથી; એટલે તમે બચી ગયા !’

વ્યક્તીગત રીતે સેલ્સમેન દ્વારા જ્યારે અન્ધશ્રદ્ધાસેવાનું વેચાણ કરવામાં આવે છે ત્યારે તેના લાભાર્થી નીચેના મુદ્દાઓથી વીશેષ પ્રભાવીત થાય છે.

(1) ફલીત જ્યોતીષમાં વ્યક્તીગત માર્ગદર્શન આપી તેને હમદર્દી બતાવી માનવીય સ્પર્શ આપવામાં આવે છે.

(2) ફલીત જ્યોતીષ કે ભુત–ભુવાનાં મથકો કેન્દ્રો કે ઓફીસ તેમના વ્યવસાયને અનુરુપ ભવ્ય હોય છે અને તેથી જ તેમની પ્રથમ મુલાકાતે આવતા ગ્રાહકો તેનાથી પ્રભાવિત થાય છે.

(3) ફલીત જ્યોતીષ કે ભુવાઓ ગ્રાહકોનાં દુ:ખ, દર્દો શાન્તીથી સાંભળે છે એટલે તેમને રાહતની અનુભુતી થાય છે.

સ્વામી વીવેકાનન્દ પરીવ્રાજક, દર્શનયોગ મહાવીદ્યાલય, રોજડનો જીવનોપયોગી એસ.એમ.એસ. છે– ‘પહેલા ધાર્મીક બનો પછી વીદ્વાન; કારણ કે ધાર્મીકતાનું મુલ્ય વીદ્યાર્થી વધારે છે. રાવણ ઓછો વીદ્વાન ન હતો; પણ તેણે અધાર્મીકતાને કારણે દંડ ભોગવ્યો.’ આજે આપણે જોઈએ છીએ કે શૈક્ષણીક, વૈદકીય (મેડીકલ), રાજકીય, ધાર્મીક(સમ્પ્રદાયના અર્થમાં) ક્ષેત્રે ઘણા બધા વીદ્વાનો છે; પરન્તુ તે સાચા ધાર્મીક ન હોવાથી આપણું વ્યક્તીગત, સામાજીક, રાષ્ટ્રીય કે માનવતાની દૃષ્ટીએ પતન થયું છે. બધ જ બીજાની મજબુરીનો લાભ ઉઠાવી ધનવાન બનવા પ્રયત્ન કરી રહ્યા છે.

વેદાદી શાસ્ત્રોમાં ધર્મની વ્યાખ્યા નીચે મુજબ છે.

1. જેનાથી ભૌતીક અને આધ્યાત્મીક ઉન્નતી થાય તે ધર્મ – વૈશેષીક દર્શન.

2. ધૃતી (ધૈર્ય), ક્ષમા, દમ (મનનું વશીકરણ), અસ્તેય (ચોરીનો ત્યાગ), શૌચ (સર્વ પ્રકારની પવીત્રતા), ઈન્દ્રીય નીગ્રહ, ધી( બુદ્ધી કે વીવેક), વીદ્યા (જ્ઞાનાર્જન), સત્ય અને અક્રોધ – આ ધર્મનાં દશ લક્ષણો છે. – મનુસ્મૃતી 4–92.

3. યોગદર્શનના યમ – અહીંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરીગ્રહ તથા નીયમ–શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણીધાન – યોગદર્શન.

પરન્તુ આજે મોટા ભાગની વ્યક્તી ધર્મસ્થાનોમાં જવું, તીર્થયાત્રા કરવી, વીવીધ પ્રકારના કર્મકાંડ કરવા, ઉપવાસ–એકટાણાં કરવા, વ્રત રાખવા વગેરેને જ ધર્મ માને છે. અન્ધશ્રદ્ધાના વેપારી વીદ્વાન છે તેઓ ઉપર દર્શાવેલ વૈશેષીક દર્શન, મનુસ્મૃતી, યોગદર્શન મુજબ સાચા ધાર્મીક નથી. એટલે પોતાના સ્વાર્થ માટે વ્યક્તી, સમાજ, રાષ્ટ્ર અને માનવજાતને અધોગતી તરફ ધકેલે છે. બીજું, જેઓ સાચા ધાર્મીક મુજબ પોતાનું જીવન જીવે છે અને પ્રજાને સત્ય સમજાવી અન્ધશ્રદ્ધામાંથી બચાવવા પ્રયત્ન કરે છે તેને ‘નાસ્તીક’ કોટીમાં મુકે છે ! આજે અધાર્મીક વીદ્વાનોની સંખ્યા દરેક ક્ષેત્રે વધતી જાય છે એ ચીન્તાનો વીષય છે.

આવા અન્ધશ્રદ્ધાના વેપારી કે તેમનો સમુહ, આર્થીક રીતે સમૃદ્ધ અને સંગઠીત બનતો જાય છે. તેમની સાથે અન્ધશ્રદ્ધાળુઓનો મોટો સમુદાય છે. લોકશાહીની પરીભાષામાં મતબેંક છે. બીજું, તેઓ રાજકીય પક્ષો કે રાજનેતાને ચુંટણી ફંડ મોટા પ્રમાણમાં આપે છે. આથી આજે આ અન્ધશ્રદ્ધાના વેપારીઓ સમૃદ્ધ, શક્તીશાળી, સંગઠીત બની ગયા છે અને તેમને રાજસત્તાની ઓથ પ્રાપ્ત છે. આથી તેઓ સામ, દામ, દંડ અને ભેદની સાચી કે ખોટી રીત રસમ અપનાવી સમાજમાંથી અન્ધશ્રદ્ધા નીર્મુળ કરવાનું જે આંદોલન ચાલી રહ્યું છે તેને રોકવા સક્ષમ બની બેઠા છે.

–નાથુભાઈ ડોડીયા

સાચા, નીષ્ઠાવન્ત આર્યસમાજી શ્રી. નાથુભાઈ ડોડીયાએ સમાજસુધારા તથા ધર્મસુધારાના ક્રાન્તીકારી કાર્ય અન્તર્ગત 53 જેટલાં પુસ્તકો પ્રકાશીત કર્યાં છે. તે પૈકી ‘અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ’ નામે આ પુસ્તક પ્રગટ કરીને, અન્ધશ્રદ્ધાના થઈ રહેલા વ્યાપારીકરણને તથા તે ક્ષેત્રે જામી પડેલાં સ્થાપીતહીતોને પડકારે છે. આ પુરુષાર્થ બદલ તેઓ અભીનન્દનના અધીકારી છે. અઢળક અભીનન્દન… ‘અભીવ્યક્તી’ને ‘અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ’ પુસ્તક ભેટ મોકલવા માટે આભાર. (પ્રકાશક: ચરોતર પ્રદેશ આર્યસમાજ, સ્ટેશન રોડ, આણંદ – 380 001 ફોન: (02692) 244 191 પ્રથમ આવૃત્તી: 2014, પૃષ્ઠસંખ્યા: 96, મુલ્ય: 20/- મુખ્ય વીતરક: આર્યસમાજ, નવા ડેરા, ભરુચ – 392 001) લેખકશ્રી અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક: શ્રી. નાથુભાઈ કેશવલાલ ડોડીયા‘સીદ્ધાર્થ’, મન્દીરવાળી ગલીમાં, જ્યોતીનગર, ગોદાવરી પાર્ક પાસે, મક્તમપુર–ઝાડેશ્વર રોડ, ભરુચ – 392 001 ફોન: (02642) 225671 સેલફોન: 99988 07256

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 08–05–2015

12 Comments

  1. Nathu bhai dodiya abhinandan aankh ughadnar lekh parantu akho kahigayo tem aandhlo sasro ne sarangat vahu em katha sambhalva chalyu sahu
    Ane modi vaheli aapni sahuni aankh
    Khule to saru nahito suraj same josho toye hase andharu.

    Like

  2. manushya matra ma rahela lobh ane lalach andhsraddha ane ena vaheparikaran mate jawabdar chhe.jemathi mukti vivek vagar shakya nathi.

    Like

  3. અંધશ્રદ્ધા ના વેપારે આજે અબજો ડોલરના ઉધોગનું સ્થાન લઈ લીધેલ છે, અને તેના ડાયરેકટરો છે, પૂજારીઓ, મહંતો, સાધુઓ, બાબાઓ, મોલવીઓ, મુલ્લાઓ, પાસ્ટરો વગેરે.

    “ઝૂકતી હે દુનિયા, ઝૂકાને વાલા ચાહીયે” કહેવત અનુસાર આ જગતમાં મૂર્ખાઓનો, અકલ વગરના માનવીઓનો અને ધર્મસ્થાનો માં પૈસા આપીને જીવતે જીવ સ્વર્ગમાં બૂકીંગ કરાવાવાળાઑ તોટો નથી, ઍટલેજ આ પરમેશ્વરના કહેવાતા ઍજન્ટો કરોડોમાં રમી રહ્યા છે.

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Like

  4. આજે મોટા ભાગની વ્યક્તી ધર્મસ્થાનોમાં જવું, તીર્થયાત્રા કરવી, વીવીધ પ્રકારના કર્મકાંડ કરવા, ઉપવાસ–એકટાણાં કરવા, વ્રત રાખવા વગેરેને જ ધર્મ માને છે. અન્ધશ્રદ્ધાના વેપારી વીદ્વાન છે

    સાચી વાત છે. શ્રી ડોડીયાનો વિચાર પ્રેરક અને અભ્યાસ પૂર્ણ લેખ વાંચી ને વિચારવા જેવો છે. અંધ શ્રધા હશે ત્યાં સાચી માનવીય શ્રધા મૃત પ્રાય બની જશે .

    Like

  5. અંધશ્રધ્ધાના વેપારીઑની આ જીવાતને પ્રચાર માધ્યમો સમાજમા સૌથી વધુ ફેલાવે છે.
    પરિણામે લેખમાં બતાવેલ છે તેવી( ૧ થી૬) મનોવ્રુતિવાળા ગ્રાહકો ઉમેરાતા રહે છે,ને
    વેપાર ચાલતો જે નહી વિસ્તરતો રહે છે.
    આશા રાખિઍ કે આ અને આવા મનનીય લેખોથી થોડી જાગ્રુતી પ્રસરે.

    Like

  6. मीत्रो, आवा धमधोकार धंधामां वास्को डी गामा अने कोलंम्बसे धंधो कर्यो एटले अहीं कोमेन्ट मुकनारे नाराज थवानी जरुर नथी. आपणे पण वेपार करीशुं….

    Like

  7. गुजरातीओ एटले वेपारी प्रजा.. अंधश्रद्धाना वेपारनी पोस्टमां कोमेन्ट ओछी आवेल छे.

    शारुं थयुं 500 वरस अगाउ वास्को डी गामा वेपार करवा आव्यो अने आ देशमां अंग्रेजो आव्या. जोके घणां कहे छे वास्को डी गामाने गुजराती वेपारीओ लई आव्या.

    कोमेन्टमां कंजुसाई?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s