– રોહીત શાહ
હેડીંગ વાંચીને જરાય ભડકશો નહીં. મારા અને તમારા વીચારો ડીફરન્ટ હોઈ શકે છે, નોટ ઓન્લી ડીફરન્ટ, અપોઝીટ પણ હોઈ શકે છે. ‘અપોઝીટ એટલું ખોટું’ એવું સમજીને આપણે સતત ખોટ ખાધી છે. સાચો અનેકાન્તવાદી તો અપોઝીટ વીચારમાંથીય સત્ય પામવાનો પુરુષાર્થ કરશે.
સૌ પ્રથમ ‘બળાત્કાર’ શબ્દના સંકુચીત અર્થમાંથી આપણે બહાર નીકળી જઈએ. બળાત્કાર માત્ર સેક્સ્યુઅલ દુર્ઘટના માટેનો જ પર્યાય નથી. બળાત્કારનો અર્થ શબ્દકોશમાં બતાવ્યા મુજબ, કોઈકના પર બળજબરી કરવી કે કોઈકની પાસે તેની મરજી વીરુદ્ધ આપણા સ્વાર્થનું કોઈ કામ કરાવવું એવો થાય છે.
હું જ્યારે પણ ક્યાંય પણ બાળદીક્ષા થતી હોવા વીશે સાંભળું છું, ત્યારે બાળકની મુગ્ધતા ઉપર બળાત્કાર થતો હોય એવું ફીલ કરું છું. બાળદીક્ષા આપનારા ગુરુઓ (?) ઉપર મને ઘૃણા જાગે છે અને બાળદીક્ષા અપાવનારાં પેરન્ટ્સ પ્રત્યે કરુણા જાગે છે. લખોટીઓ રમવાની કે ભણવાની ઉંમરે બાળક ને બાવો બનાવી દેવો એ બળાત્કાર નથી તો બીજું શું છે ?
કેટલાક કહેવાતા ‘ગુરુઓ’ ઈરાદાપુર્વક બાળકોને તથા તેમનાં પૅરન્ટ્સને અજ્ઞાન અને અન્ધશ્રદ્ધાની લહાણી કરતા રહે છે. ‘સંસાર અસાર છે’, ‘સંસાર કાદવ છે’, ‘સંસાર જ પાપનું મુળ છે’ – એવી પોપટરટ કરતા રહીને સંસાર પ્રત્યે નફરત ફેલાવવાનો હૉલસેલ કારોબાર કરતા રહે છે. સંસાર જો અસાર જ હોય તો આટલા તીર્થંકરો, દેવો, સન્તો કોણે આપ્યા? મહાવીર પણ સંસારમાંથી જ આવ્યા અને હેમચન્દ્રાચાર્ય પણ સંસારે જ આપ્યા છે… સંસાર કાદવ હોય તો ભલે રહ્યો, કાદવ પાસે કમળ ખીલવવાનું સામર્થ્ય છે. જે લોકો કાદવના આ સામર્થ્યને ઓળખી નથી શક્યા, તેઓ સંસારને ધીક્કારતા રહે છે.
આપણે ત્યાં ઠેરઠેર બાળકના ઈનોસન્ટ માઈન્ડમાં એકનું એક જુઠાણું વારમ્વાર કહીને એની મુગ્ધતાને છેતરવાનું પાપ થતું રહે છે. પૅરન્ટ્સ ઈચ્છાએ કે અનીચ્છાએ પાપ પર પોતાની સમ્મતીની મહોર લગાવતાં હોય છે. બાળકને લેટેસ્ટ ટૅક્નોલૉજી દ્વારા ઈન્ટેલીજન્ટ પર્સનાલીટી બનાવવાને બદલે કોઈ અપાસરાના ખુણામાં ગુરુના પગ દબાવવા, ગુરુનાં કપડાંના કાપ કાઢવા, ગુરુની ગોચરી વહોરવા કે ‘ગુરુદેવો ભવ’નો મન્ત્રજાપ કરવા ગોઠવી દેવામાં આવે છે. એના આત્માનું કલ્યાણ કેટલું થયું, એની મોક્ષ તરફ ગતી થઈ કે નહીં; એનું તો ક્યાં કોઈ સર્ટીફીકેટ આપવામાં આવે છે ? એ તો બધું માત્ર માની લેવાનું અને ધન્ય ધન્ય થઈ ઉઠવાનું ! સત્યથી તદ્દન વેગળી વાતને પણ સત્ય માની લેવામાં આપણી તોલે કોઈ આવે તેમ નથી !
હું એવા અનેક મુનીઓ–પંન્યાસોના સંપર્કમાં આવ્યો છું કે જેઓએ બાળદીક્ષા લીધી હતી અને અત્યારે યુવાન વયના છે. એ સૌ અત્યારે ધોબીના કુતરા જેવી જીન્દગી જીવી રહ્યા છે; નથી સંયમમાં સ્થીર થઈ શકતા, નથી સંસારમાં પાછા આવી શકતા! એક પંન્યાસજીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની વીનંતી સાથે કહ્યું કે, ‘સંયમજીવન પવીત્ર છે કે નહીં એ વીશે મારે કશું જ કહેવું નથી; પણ સંસાર છોડ્યા પછી મને એટલું સમજાઈ ગયું છે કે સંયમજીવન કરતાં સંસારનું જીવન વધારે સુખમય અવશ્ય છે!’ એક વડીલ મુની કહે છે, ‘બાળદીક્ષા આપનાર અને અપાવનાર બન્ને પાપી છે; કારણ કે એમાં દીક્ષા લેનાર વ્યક્તીની પક્વ સમજણ(મેચ્યોરીટી)ની સમ્મતી લેવામાં આવતી નથી; પણ તેના ભોળપણ સાથે છેતરપીંડી જ કરવામાં આવે છે.’ એક યુવાન મુનીએ બળાપો કાઢ્યો કે, ‘દીક્ષા લીધા પછી પણ અમારે સંસારની વચ્ચે જ રહેવાનું હોય છે ને ! એટલે મન સંસાર પ્રત્યે આકર્ષાયા વગર રહેતું નથી. સંસાર છોડીને જંગલના એકાન્તવાસમાં રહેવાનું હોય તો વાત જુદી છે. વળી, અમારા ગુરુઓને હવે ભગવાનની પ્રતીષ્ઠાના નામે પોતાની પ્રતીષ્ઠા કરાવવામાં, વરઘોડા–સામૈયાં કઢાવવામાં વધારે રસ પડે છે. દીક્ષા પછીના અમારા અભ્યાસ અને સ્વાધ્યાય અંગે એમને ભાગ્યે જ ફુરસદ મળે છે. મોટા ભાગે દરેક ગુરુ પાસે પોતાના જાતજાતનાં પ્રોજેક્ટ્સ હોય છે. એ પ્રોજેક્ટ્સ પૂરાં કરવાની લાયમાં ગુરુઓ ઓવરબીઝી રહે છે. નવદીક્ષીતના સંયમ–ઘડતર માટે તેઓ પૂરતો સમય ફાળવી જ નથી શકતા અને એમને એટલી પરવાય હોતી નથી. છેવટે એમ થાય છે કે આના કરતાં તો સંસાર ભોગવ્યો હોત તો સારું હતું !’
ભગવાન મહાવીરે બાળદીક્ષા લીધી નહોતી. ચોવીસ તીર્થંકરો પૈકીના કેટલા તીર્થંકરોએ બાળદીક્ષા લીધી હતી? બાળદીક્ષા લઈને એક વ્યક્તી હેમચન્દ્રાચાર્ય પાકે એટલે દરેક વ્યક્તી હેમચન્દ્રાચાર્ય જ બનશે એમ માની ને હજારો–લાખો બાળકોને મુંડી નાખવામાં શાણપણ નથી. બાળદીક્ષા સફળ થયાનાં જાહેર ઉદાહરણો કરતાં બાળદીક્ષા નીષ્ફળ ગયાનાં ખાનગી ઉદાહરણોની સંખ્યા વધારે છે. કેટલાક સાધુઓ યુવાનીમાં દીક્ષા છોડીને પાછા સંસારમાં આવી જાય છે. ઘણા પાછા નથી આવી શકતા એનો અફસોસ અનુભવે છે તો ઘણા સાધુઓ પછી પોતાના મન સાથે સમાધાન કરીને સાધુપણામાં જ રહીને ખાનગી ગોરખધંધા શરુ કરી દે છે.
મારી દૃષ્ટીએ તો જ્યાં સુધી વ્યક્તી ગ્રેજ્યુએશન સુધીનો સ્ટડી ન કરે ત્યાં સુધી તેને દીક્ષા આપવી જ ન જોઈએ. જો વ્યક્તી ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન પામી હોય તો તેનું બૌદ્ધીક સ્તર નક્કર બન્યું હોય, કુદરતી આવેગોને ઓળખી શકે એટલી તેની શારીરીક પુખ્તતા પાંગરી ચુકી હોય. પુખ્ત વ્યક્તી જે નીર્ણય લેશે તે પોતાની સમજણથી અને મરજીથી જ લેશે ! કોઈના ઉધાર ગાઈડન્સથી પ્રેરાઈને એ કોઈ ઉતાવળીયો કે ખોટો નીર્ણય નહીં લે.
બાળવયે દીક્ષા લીધા પછી પુખ્તવયે વ્યક્તી શારીરીક અને માનસીક રીતે ડામાડોળ બને છે. એને સેક્સની પણ આવશ્યક્તા સમજાય છે. યૌવનના આરંભે તેની સહજ વૃત્તી જાગે છે અને એ કારણે જ વીવીધ ધર્મોના સાધુ–સમાજનાં સજાતીય–વીજાતીય સેક્સ–સ્કેન્ડલોની ઘટનાઓ આપણને મીડીયામાં વારંવાર જોવા–વાંચવા મળે છે ! એવી ઘટનાઓ મીડીયા સુધી ન પહોંચે તે માટે યેનકેન પ્રકારેણ દબાવી દેવામાં આવે છે. મીડીયામાં પ્રગટ ન થયેલી ઘટનાઓની સંખ્યાય આપણે ધારીએ તેટલી ઓછી નથી !
લગ્ન કરવા માટે વ્યક્તીની પુખ્ત વય કમ્પલસરી છે. બાળલગ્ન ગેરકાનુની છે. જો સંસાર માંડવા માટે પુખ્ત વય કમ્પલસરી હોય તો, સંસાર છોડવા માટે પુખ્ત વય કમ્પલસરી કેમ ન હોય ? સંસાર શું છે એ સમજ્યા વગર વ્યક્તી સંસાર માંડી ના શકતી હોય તો સંસાર શું છે એ સમજ્યા વગર એને છોડીય કેમ શકે? એની જીન્દગીનો મહત્ત્વનો નીર્ણય એની પુખ્ત સમજણને જ કરવા દો ને ! તમે વડીલ ખરા, તમે એના હીતેચ્છુયે ખરા; પણ જો તમે તમારો જ નીર્ણય એના ઉપર લાદી દો તો એ બળાત્કાર જ ગણાય.
સાચા સાધુત્વની ઓળખ સહજ પ્રસન્નતા છે. આવી પ્રસન્નતા સમજણપુર્વક સ્વીકારેલા સંયમમાંથી જ પ્રગટતી હોય છે. આપણે મીથ્યા અહોભાવને સહેજ બાજુએ રાખીને સ્ટડી કરીએ તો કેટલા સાધુઓના ચહેરા ઉપર સહજ સ્મીત અને સો ટચની પ્રસન્નતા જોવા મળે છે? મોટા ભાગનાં સ્મીત ગણતરીવાળાં હોય છે. મોટી રકમના ફંડફાળા આપનારા ભક્તો પુરતાં અનામત હોય છે. પોતે ઉભાં કરેલાં ટ્રસ્ટોને સમૃદ્ધ કરવાના ઉધામા, પોતે સ્થાપેલાં તીર્થોના વીકાસ માટેની વ્યુહરચનાઓ, પોતાનાં જ લખેલાં પુસ્તકોની ‘ઓપન બુક એક્ઝામ’ દ્વારા પુસ્તકોનું વેચાણ કરવાની વેપારીવૃત્તી, વરઘોડા–સામૈયાં–પંચાંગો વગેરે કારોબારોમાં પ્રસન્નતા તો સાવ તળીયે દટાઈ ગયેલી હોય છે. ધર્મની પ્રભાવના કરવા કરતાં પોતાનો વ્યક્તીગત પ્રભાવ પાડવાની મથામણ વીશેષ જોવા મળે છે. વાક્ચતુર સાધુઓ નાનાં બાળકોનાં પૅરન્ટ્સને મોટી રકમો આપીને દીક્ષા અપાવવા માટે લલચાવે છે. ગરીબ પૅરન્ટ્સ મજબૂરીથી કે મરજીથી સોદાબાજી કરી નાખે છે અને એનું પરીણામ આખરે એમનાં સન્તાનોએ વેઠવું પડે છે.
બાળકનું મન કોરી સ્લેટ જેવું હોય છે, ભોળું અને મુગ્ધ હોય છે. એને પોતાના ભવીષ્યની કલ્પના નથી હોતી. આપણે જે બતાવીએ એ જ એ જુએ છે, આપણે સમજાવીએ એવું જ એ સમજે છે, કારણ કે એને કશો અનુભવ નથી હોતો. દીક્ષા લીધા પછી જ્યારે પુખ્તવયે એને સત્ય સમજાય છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
અધ્યાત્મની બાબતમાં આપણે પરમ્પરાથી એક ગેરસમજને બડા જતનથી ઉછેરી રહ્યા છીએ. સુખદ્રોહી થવું એ જ અધ્યાત્મ છે; કારણ વગરનાં કષ્ટ વેઠવાં એ જ ધર્મ છે, સુખ ભોગવવું એ પાપ છે – એવી ગેરસમજ આપણને ગળચટી લાગે છે. આવતા ભવમાં કાલ્પનીક સુખો મેળવવા માટે વર્તમાનનાં વાસ્તવીક સુખોને ઠોકર મારવાના મુર્ખામીભર્યા ઉપદેશો આપણે હોંશેહોંશે સાંભળ્યા કરીએ છીએ. સુખ એટલે શું, સંસાર એટલે શું, સંયમ એટલે શું વગેરે વીશે બાળકના દીમાગમાં પક્વ સમજણ પ્રગટે એટલી તો રાહ જુઓ !
બાળમજુરી કરાવવી એ ગુનો છે. બાળલગ્ન કરાવવાં એ ગુનો છે. બાળકને પનીશમેન્ટ કરવી એ ગુનો છે. બાળકને શીક્ષણથી વંચીત રાખવું એ પણ અપરાધ છે તો પછી બાળકને બાવો બનાવી દેવો એ અપરાધ નથી? બાળદીક્ષા બાબતે કાનુની પ્રતીબંધ હોય કે ન હોય, દરેક પૅરન્ટ્સે અને સાચા ગુરુઓ એ આ અંગે ગંભીર ચીન્તન કરીને ધર્મના હીતમાં બાળદીક્ષા અટકાવવી જ જોઈએ. હીન્દુ શાસ્ત્રોમાં માનવીના આયુષ્યને ચાર ખંડોમાં વહેંચવામાં આવ્યું છે….
(1) બાલ્યાશ્રમ :
બાળઅવસ્થા રમતગમત, શીક્ષણ તેમજ વીવીધ કૌશલ્યો કેળવવા માટે.
(2) ગૃહસ્થાશ્રમ :
યુવાન–અવસ્થામાં લગ્ન કરીને સાંસારીક ધર્મો(કર્તવ્યો)નું અનુપાલન કરવું.
(3) વાનપ્રસ્થાશ્રમ :
પ્રૌઢ વયે પોતાનાં સન્તાનોને માર્ગદર્શન આપવું અને તેમનો ઉત્સાહ વધારવો.
(4) સંન્યાસાશ્રમ :
છેલ્લે સંન્યસ્ત જીવન સ્વીકારીને સાંસારીક જવાબદારીઓની પળોજણથી છુટીને કશાય વળગણ વગરનું મુક્ત જીવન જીવવું.
માનવજીવનના આ ચાર તબક્કાઓ કોઈ અજ્ઞાની, મુર્ખ કે બુદ્ધીહીન વ્યક્તીએ નક્કી નથી કર્યા; અત્યન્ત અનુભવી, ચીન્તનશીલ અને પ્રજ્ઞાવાન લોકોએ નક્કી કર્યા છે
અલબત્ત, માનવીના આયુષ્ય વીશે કોઈ ગેરન્ટી નથી હોતી. તે કેટલું જીવશે તે નક્કી નથી હોતું. એટલે પ્રારમ્ભથી જ ધર્મમય, સંસ્કારી જીવન જીવવું જરૂરી છે. બાલ્યકાળમાં અને યુવાવસ્થામાં પણ ધર્મના પાટા (ટ્રેક) ઉપર સંસારની ટ્રેન ચલાવવી જોઈએ. સંસાર પ્રત્યે દ્વેષ અને ઘૃણા કરવાની જરૂર નથી, સંન્યાસ પ્રત્યે મીથ્યા અહોભાવથી તણાઈ જવાની પણ જરુર નથી.
વૃક્ષ પરનું ફળ પાકે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી જરુરી હોય છે. કાચું ફળ ખાટું લાગશે. બાળક કાચું ફળ છે. તેની મુગ્ધ વય સત્યાસત્યનો વીવેક કરવા સમર્થ હોતી નથી. એટલું જ નહીં, એની પોતાની સ્વસ્થ રુચી અને તટસ્થ નીર્ણયશક્તી પાંગરી હોતી નથી. આવા તબક્કે એને આપણી પસંદગી કે રુચીના માળખા તરફ ઢસડી જવો એ બળાત્કાર જ છે.
બાળકને ધર્મના સંસ્કારો આપવા, માનવમુલ્યોનો પાઠ ભણાવવો એ જુદી વાત છે અને તેને સંસાર પ્રત્યે ઘૃણા કરતો કરી દેવો એ જુદી વાત છે. બાળવયે દીક્ષા લઈ લીધા પછી પુખ્ત વયે પસ્તાવો થાય તોય પાછા વળવાનું ક્યારેક શક્ય નથી બનતું, એટલે છેવટે ખાનગીમાં આચારશીથીલતા પાંગરતી રહે છે. વળી એ કારણે સંયમજીવન અને ધર્મ બન્ને પ્રદુષીત થાય છે.
સો વાતની એક વાત, બાળદીક્ષાની ફેવરમાં જેટલી દલીલો થઈ શકે છે એના કરતાં તેની અનફેવરમાં વધારે અને પ્રબળ દલીલો થઈ શકે છે. એ માટે અજ્ઞાન, અન્ધશ્રદ્ધા ત્યજીને સ્વસ્થ–તટસ્થ સમજ કેળવાય તો નો પ્રૉબ્લેમ !
–રોહીત શાહ
મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક ‘મીડ–ડે’માં લેખક શ્રી. રોહીત શાહની અત્યન્ત લોકપ્રીય કૉલમ ‘નો–પ્રોબ્લેમ’ સતત લાખો વાચકો દ્વારા પોંખાતી રહી છે. તેમાં પ્રગટ થઈ ચુકેલા લેખોમાંથી કેટલાક પસન્દ કરેલા ખાસ લેખોનું નમુનેદાર પુસ્તક ‘રોહીતોપદેશ’ પ્રકાશીત થયું છે. (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001; ફોન: (079) 221 44 663; પૃષ્ઠ: 8 + 136 = 144; મુલ્ય: રુપીયા 100/- ઈ–મેઈલ: goorjar@yahoo.com )માંથી, લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…
લેખક સંપર્ક: શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન: 079-2747 3207 ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, વીજલપોર, નવસારી. પોસ્ટ: એરુ એ. સી. – 396450 જીલ્લો: નવસારી. સેલફોન: 95 37 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 15/05/2015
“હું જ્યારે પણ ક્યાંય પણ બાળદીક્ષા થતી હોવા વીશે સાંભળું છું, ત્યારે બાળકની મુગ્ધતા ઉપર બળાત્કાર થતો હોય એવું ફીલ કરું છું. બાળદીક્ષા આપનારા ગુરુઓ (?) ઉપર મને ઘૃણા જાગે છે અને બાળદીક્ષા અપાવનારાં પેરન્ટ્સ પ્રત્યે કરુણા જાગે છે. લખોટીઓ રમવાની કે ભણવાની ઉંમરે બાળક ને બાવો બનાવી દેવો એ બળાત્કાર નથી તો બીજું શું છે ?”
આ ઍક ફકરો તો ઉતારવા ખાતર ઉતારેલ છે, બાકી પૂરે પુરો લેખ વિચારવા-સમાજવા યોગ્ય છે.
આશા કે જેને સમજવાનુ છે તે વર્ગ સુધી આ વિચારો પહોંચે ને તેઓ સ્વીકારે.
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદભાઈ મારુ બહુ સરસ લેખો। . વાંચવા આપીને લોકોની ઉત્તમ સેવા બજાવી રહ્યા છો ઘણું જીવો ગોવીનભાઈ અને રોહિત શાહ
થોડા વખત પહેલા મેં વાંચેલું કે એક ચાર વરસની બાળકીને દિક્ષા આપી . આપે પણ વાંચ્યું હશે . મને એ કુમળી બાળકી ઉપર દયા આવે છે અને એના માપ પ્રત્યે સખ્ત તિરસ્કાર આવે છે બાળ દીક્ષા બાબત સરકારે કાયદો કરવો જોઈએ અને લોકોએ એ બાબત માગણી કરવી જોઈએ .
LikeLiked by 1 person
Khub saras lekh ane biju tame pote shah hova chhatapan baldiksha vishe aankh ughadnaro lekh lakho ej tamari dharma nirpekshta batave chhe maru manvu chhe ke darek dharma na ke jati na lekhake potana dharma ma ke jati ma rahela ANDHSHRADDHA prerak dharmik pradushan ke jati ma rahela ku rivajo vishe lakhvu joiye toj potana jati bhaio ke sahdharmi upar vadhare prabhav pade.
LikeLiked by 1 person
શ્રી ગોવિંદભાઈ, ” અભિવ્યક્તિ” ઉપર મૂકાતા મોટા ભાગના લેખો વાચનારને વિચારતા કરે છે. શ્રી રોહિત શાહનો આ લેખ પણ મને ખૂબ જ પસંદ પડ્યો છે. મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. બાલકોને કે અન્ય કોઈ પણ દીક્ષાર્થીને સમયાંતરે સંસારમાં પરત આવવા ઈચ્છા થાય તો ખુશીથી આવી શકવાની જોગવાઈ હોવી જ જોઈએ. તેમ હું દ્ર્ઢ્તા પૂર્વક માનું છું.
LikeLiked by 1 person
Reblogged this on .
LikeLiked by 1 person
Read Today.’s news in guj. samachar; પાલિતાણામાંથી ગુમ થયેલાં સાધ્વીજી મધ્યપ્રદેશના યુવક સાથે ઉદયપુરથી મળ્યા
લગ્ન કરવા ઈચ્છતા હોવાનું પોલીસને નિવેદન આપ્યું. Also if yu get novel of C.V. Shah”Jigar ane Ami”.
LikeLiked by 1 person
સરસ લેખ. બાળવિવાહ કે બાળમજુરી રોકવાના કાયદા છે પણ બાળદિક્ષા રોકવાના કાયદા કેમ નથી ?
LikeLiked by 1 person
બહુ જ અચત્યનો અને જુદા ક્ષેત્રને ખેડતો વિષય ગોવિદેભાઈ તમે લાવ્યા.સ્વેચ્છા એ સન્યાસી બનતા લોકોની વાત અલગ છે. કોઈપણ ધર્મમા બાળકો પર ઈન્દ્રિય દમનની વાત તો ઠીક પણ વ્યભિચાર વધે છે. કેથોલિક ચર્ચોમાં બાળકો પર મોટા પાદરીઓ બળાત્કાર કરે છે..હમણાં છે તે પહેલાના પોપ બર્નાડિક પણ એમાં સંડોવાયા હતા.ંજીગર અને અમી ભાગ બીજા પુસ્તકમાં ચુનીલાલ વર્ધમાન શાહે જૈન ધર્મના સાધુઓના વર્તન બતાવ્યા છે.હુંજ્યારે જ્યારે નાની દીકરીઓની દિક્ષાના સરશસ જોઉં છુ; તો થાય કે આતે કેવા માબાપ?
રોહીત શાહ ને અભિનદન્ .આ રોહિત શાહ કોણ? આ રમેશો એ અને રોહિતોએ વચ્ચે પિતાનું નામ લખવું જોઈએ. દા.ત. સુરતના રમેશ બાપાલાલ શાહ. મણિલાલ.હ. પટેલ.
હરનિશ જાની એ વચ્ચે પપ્પાનું નામ લખવાની જરુર નથી.
LikeLiked by 1 person
Shri Harnishbhai Jani
Kushal hasho.
I am Rohit Chinubhai Shah, From Ahmedabad.
My more then 125 books are published by goorjar granth ratna karyalay- Ahmedabad.
LikeLiked by 1 person
Very well written and explained.
This is just not in Hindunism or Jainism… It is also in Christianity as well. It must stop. But no government will stand up against any religion…. WHY?
Lets hope that article like this will wake up Aam Jantaa.
LikeLiked by 1 person
Congratulations Rohitbhai for defining BAL-DIXA as RAPE.
Thanks Govindbhai for forwarding us this and all other articles.
In fact, this article has given rational view-point and exact analysis of the said subject BAL-DIXA.
Myself and many agree with you word to word…you have written what we wanted to say, but could not express the way …you did the job.
I am in full agreement and wish some active steps to stop this are generated in the said JAINISM.
Sanjay-Smita rightly pointed out this exists in many other religions too…Christianity and Budhdhism to mane few.
Dr Bharat Desai , Bilimora
LikeLiked by 1 person
ગાંઘીજીની અાત્મકથાના પ્રકરણ નં:૩…બાળવિવાહમાં તેઓ જે લખે છે તે દરેક વાચક ફરી અેક વાર વાંચીને ‘ બાળદીક્ષા અેટલે બળાત્કાર‘ સાથે સરખાવી જૂઅે. રોહિતભાઇઅે સાચે જ અતિ અગત્યનો પ્રશ્ન હાથ પર લીઘો છે. બાળવિવાહ અને બાળદીક્ષા બન્નેમાં હોમાય છે….. બાળક……
રોહિતભાઇઅે લખેલા આ પેરેગ્રાફનો ઉલ્લેખ કરીને મને સવાલ પૂછવાનું મન થયું છે.
‘ લગ્ન કરવા માટે વ્યક્તિની પુખ્ત વય કંમ્પલ્સરી છે. બાળલગ્ન ગેરકાનુની છે. જો સંસાર માંડવા માટે પુખ્તવય કંમ્પલ્સરી હોય તો સંસાર ત્યાગવા માટે કેમ નહિ.?………મહત્વનો નિર્ણય અેની પુખ્ત સમજણને જ કરવા દો…..‘
સવાલ: ….તમે વડિલ ખરાં,………….તો તમે વડિલો તમારા ઓછી સંસારસમજ ઘરાવતાં તમારાં બાળકોને બાળસાઘુ બનાવવા જેટલી સમજણ રાખતાં હોવ તો તમે સમજદારો જ કેમ સંસાર ભોગવતાં ભોગવતાં તમારાં બાળકોને સાઘુ બનાવવાની હઠ પકડીને જીવનની મઝા માણી રહ્યા છો ? સાઘુ બનો….કારણ કે તમે જીવન ભોગવીને સમજી ગયા છો કે સંસાર અસાર છે…..
અા મા બાપ નહિ હોય શકે. સ્વાર્થી મા બાપ???????? પોતે સંસાર માણવો છે….છોકરાં પેદા કરવાં છે અને ઘરમને નામે નામ કમાવા નિર્દોષ બાળકોનો બલી ચઢાવો છો……
સૌથી માટા ગુનેગારો મા બાપ છે…….
અમૃત હઝારી.
LikeLiked by 2 people
Absolutely correct. Such parents should be forced to renounce thier own married life before asking their children to become monks or nuns.
LikeLiked by 1 person
માનવીની વિચારધારા પોતાની આસપાસ ફરતી હોય છે.નાના બાળકોને અપાતી દીક્ષા પહેલી નજરે ધણુ અયોગ્ય લાગે.ને તે સહજ વાત છે.કિતુ દીક્ષા આપતા પહેલા જે તે માનવીને ધણી પરિક્ષા આપવાની હોય છે.શીખવાનું હોય છે,તેને ધર્ણની વાતો,આચરણ,તેને અપનાવવાના નિયમો કે પાળવાની નિયમોની સમજ આપવામાં આવે છે.તેની સાથે જબરજસ્તી કે કોઈ અન્ય ભાર મુકાતો નથી.બાળખને દીક્ષા અપાતા પહેલા ધનાની,જે તે સમાજની સંમતિ લેવાય જ છે.વાત તો એ છે કે,કોક સંજોગોમાં દીક્ષા ન પાળી શખે ને દીક્ષાર્થી સંસારમાં પાછો આવે ત્યારે શું….તેની અવહેલના કે અજુગતુ કાર્ય કરી આવ્યાની ભીંસ કેમ…..નમન સહ…આપ મહારથી છો.
LikeLiked by 1 person
Diksha aapva pahela je te vyakti ne samaj aapvama aave chhe te aapne yogya lage parantu tyare te balak samajva yogya hoi chhe kharu? Ke pachhi popatiyu gnyan hoi mari samajma teo bhanavela popat hoi chhe.
LikeLiked by 1 person
I fully endorse and support your views in this article. We need to build up a social movement against this ‘BAALDEEKSHAA’ ! SALUTE TO Shri MARU FOR WRITING THIS VIEWS OPENLY. I was also feeling and thinking on the same line as u have mentioned but writing by u carries definite weightage. I ONCE AGAIN SUPPORT U AND ASSURE U THAT I WILL SHARE THIS IN MY CIRCLE.
LikeLiked by 1 person
Shree dange aa lekh na lekhak ROHIT SHAH chhe fakt aapnu dhyan doru chhu.
LikeLiked by 1 person
રોહિત શાહને ખુબ ખુબ ધન્યવાદ.. ત્રણેક વર્ષ પહેલા મેં ‘નાની ઉંમરમાં સન્યાસ અકુદરતી’ એવો લેખ લખીને મુકેલો. પછી તે લેખ પેન્મેનમાં પણ છપાયેલો.. લગભગ એવો જ આ લેખ છે. મને ખુબ ગમ્યો તો મારા ફેસબુકમાં એક ફકરો મુકીને અહીની લીંક શેર કરી છે. ત્યાં પણ સરસ ચર્ચા ચાલી રહી છે.
LikeLiked by 1 person
Dear Govinbhai
Good article of very important issue.Baldixa is really cruelty on child who is not understanding of life.Childhood is only age in humanlife full of pleasure ,curosity & give enough time to understand sorrounding enviromment for living whole life.Tagore had also told’The child has not come as slave of parents in this world but has to become individal entity.’ so parents has no right to take decesion to give dixa. Let him grow, give him best exposure of sorronding world , curosity & understand it.The govt. must take steps to ban it or Jain Samaj also rethink for it.We have no right to take childhood pleasure of any child which he will never get again in his life.Rohitbhai has written bold & informative appreicable article.Thanks to him also
Dr Ashwin Shah,Kharel
LikeLiked by 1 person
મિત્રો,
બાળમજૂરીને ક્યાં મૂકવી ? તે બળાત્કાર છે કે પછી ગરીબ અશક્ત મા બાપની મજબુરી ? કે પછી સમાજની નિર્દયતા ?
અમૃત હઝારી.
LikeLiked by 1 person
All the three and therefore desrving punishment three times as severe as that for other crimes.
LikeLiked by 1 person
મિત્રો,
આજથી ૨૫ વર્ષ પહેલાની આ વાત છે. વલસાડમાં અમારે ફાર્મસી હતી. ત્યાં અેક સીનીયર વડિલ, જ્ઞાની અને ખૂબ શાંત, દવા લેવા આવતાં. સાથે અેક બહેન હંમેશા હોય. તેઓ વડિલ, નયનકુમાર કરતાં ૨૦ જેટલાં વર્ષ નાની ઉમરનાં લાગે.
વાત વાતમાં સમય વિતતાં ઘરવત થયેલું. નયનકુમાર જ્યોતિષના જ્ઞાની અને મારા પત્નિ તેમની સલાહ લેતા. પછી ખબર પડી કે પેલાં બહેન તેમનાં પત્નિ હતાં. સંબંઘો વઘુ ગાઢ થયાં ત્યારે ખબર પડી કે નયનકુમાર અેક જૈન સાઘુ હતાં. માંદગી દરમ્યાન હોસ્પિટલમાં પેલાં બહેન નર્સ તરીકે તેમની સેવા કરતાં હતાં. અને નયનકુમારે પ્રપોઝ કર્યુ………અને બન્ને પરણી ગયેલાં. સુંદર, હસમુખુ કપલ…..પ્રેમથી બઘાને પોતાના બનાવે…..મારા પત્નિઅે ૧૯૯૨માં અમે અમેરિકા આવવાનાં હતાં ત્યારે અમારાં ભવિષ્ય પૂછેલાં. ઘણા સાચા પડેલાં……( હું માનતો નથી…મારી પત્નિ આજે પણ જ્યોતિષમાં માને છે.)
સંદેશો અે કે નયનકુમાર..વર્ષો સાઘુ રહ્યા બાદ…..સંસારી બન્યા હતાં.
અમૃત હઝારી.
LikeLike
મિત્રો,
આજે ન્યુ જર્સીના ગુજરાત સમાચાર( રવિવાર, મે, ૨૪,૨૦૧૫) બે સમાચારો છે.
(૧) જૈન સમુદાય માટે આઘાતભરી ઘટના. પાલીતાણાથી ભાગેલા સાઘ્વીઅે અંતે પ્રેમી સાથે સંસાર શરુ કર્યો. ……‘ સંયમનો માર્ગ છોડી દિક્ષાની ભાવના સાથે આવેલા મઘ્યપ્રદેશના યુવાન સાથે પ્રેમ પાંગરતાં સાઘ્વીજીઅે આખરે સંયમી જીવનમાંથી સંસારી જીવનમાં પ્રવેશ કરી લીઘો હતો…..‘
(૨) અમદાવાદમાં ભાઇબહેને સાથે દીક્ષા લીઘી હોવાની વિરલ ઘટના . બહેનને દીક્ષા લેતી જોઇને છેલ્લી ઘડીઅે ભાઇઅે પણ દીક્ષા લીઘી.
દીક્ષા વિઘિ વખતે જ મહારાજ સાહેબ સમક્ષ ભાવના વ્યક્ત કરી સંયમ માર્ગ અપનાવ્યો.
આ સમાચારો સૌ વિચારકોને માટે સમાચાર રુપે જ પ્રસ્તુત કર્યા છે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
મારી નોકરીની શરૂઆતમાં દોઢેક વરસ માટે પાલીતાણામાં રહેવાનું થયું હતું. ત્યારે સ્વાનુભવે જોવા મળેલું કે યુવાન સાધુ સાધ્વીજીઓ દવાને બહાને યાત્રાળુઓ પાસે દુકાનદારને પૈસા અપાવતા. દુકાન બંધ થવાના સમયે દવા પાછી આપી નિરોધ લઇ જતા હતા.
LikeLiked by 1 person
મારી જુવાનીમાં મારો એક મિત્ર એક જૈન કન્યા સાથે પ્રેમમાં પડેલો. માબાપ સંમત ના હોવાથી તેમના લગ્ન થઇ શકે તેમ નહોતું. તે કન્યાએ દિક્ષા લેવાનો વિચાર કરેલો. જેમ તેમ સમજાવીને અટકાવી શકેલા. બનવા જોગ છે કે જીવનમાં નાસીપાસ થવાથી યુવકો દીક્ષા લેતા હશે. પરંતુ બાળકોને દિક્ષા લેવાની પ્રેરણા(?) આપવી તે તો સાવ ખોટું ગણાવું જોઈએ.
LikeLiked by 1 person
उपरनी पोस्टमां महवीर अने हेमचंद्राचार्यनो उल्लेख छे. महावीरना मृत्यु पछी जैनोमां जे बे भाग थया एमणे एकबीजाने संपुर्ण खोट्टा अने जुठा पाडवा जे रजुआत करी छे ए जाणवा जेवी छे. हवे महावीर के एना धर्म वीशे बन्ने पक्षोए जे हकीकतो बहार पाडी छे ए दरेकने खबर पण छे. दाखल तरीके गुजरात वीद्यापीठे महावीर कथा नामनुं एक पुस्तक बहार पाडेल छे. एनी पीडीएफ नकल नेट उपर मळे छे अने कोईने जोईती होय तो हुं जरुर मोकली आपीश.
एवी ज रीते हेमचन्द्र बाबत समजवुं. तांबानी मोटी मोटी पाटोने लालचोड गरम करी हेमचंद्रना शीष्योने एना उपर बेसाडी के सुवाडी मारी नाखवामां आव्या. एवुं ते शुं कर्युं हशे के हेमचंद्रना शीष्यो कां गुजरात छोडी बहार चाल्या गया अथवा मृत्युने शरण थया.
आ बधानुं कारण एक ज जुठाणानो फेलावो. धर्मना नामे ज्यारे जुंठाणुं फेलाय छे त्यारे घणांने नफरत थाय छे अने जेनी पासे सत्ता के बहुमती होय छे ए एनो लाभ ले छे. आ बाळदीक्षा पण जुठांणानो एक भाग समजवो. लोकशाही देश छे एटले ताम्बानी पाटो उपर सुवडाववानो जमानो आववानो नथी. पण गायना बच्चानुं चोरेलुं दुध आ जैन साधुओ पीये छे एटले हवे धर्म जेवुं तो कांइज रह्युं नथी…
LikeLiked by 1 person
दीक्षा बाळ होय के प्रौढ ए अत्याचार के बळात्कार ज कहेवाय. दीक्षानो मतलब थाय छे के बाबा, गुरु, साधु, बापुनुं शरण लेवुं. नादान बाळक कोईनुं शरण ले ए समजी शकाय. बाबा के ढोंगीओ आखा देशमां बाळकोनी चोरी करी भीक्षा मंगावे छे अने आ बाळकोनी चोरी बाबत अवार नवार समाचार आवे छे पण दीक्षा ए तो मगजमां नर्युं जुठाणुं दाखल करी बाळक चोरी लेवानो धंधो छे. एटले बाळ दीक्षा ए अत्याचार के बळात्कार कहेवाय. जैनोमां महावीरना जन्म बाबत एक जुठाणुं पर्दाफास करवो जेवो छे. जैनोना बे फांटामांथी एक फांटो तो कहे छे के महावीरनो जन्म एनी ब्राह्मण माताना पेटे ज थयो छे अने खुद महावीर चातुर्मास वखते एना शीष्योए पुछेल प्रश्र्नमां जणांवेल छे. पण श्र्वेतांबरो तो कहे छे के महावीरनो जनम सीतला क्षत्रीयाणीना पेटे थयो छे. आ दरेक जैनने खबर छे पण जुठांणाने बंध कोण करे?
एम ज आ दीक्षा के बाळ दीक्षा बाबत समजवुं. आपणे फोन, कोम्प्युटर, नेट, स्मार्ट फोन, टेब, पीसी वापरीये छीये एनो मतलब थाय छे जीवन माणवा जेवुं छे अने आधुनीक सगवडो आपणां हीत माटे छे अने एनो बनी शके एटलो वधु भोग करो. वेदनी सताने पडकार एटले के यज्ञनो वीरोध करवा महावीर अने बुद्धे झंडो उंचो करेल अने एमना अनुयायीओ पाछा यज्ञ के अग्नीमां स्वाहा स्वाहा करवा लाग्या. ठेक ठेकाणे वीवीध प्रकारनी यज्ञनी कुंडीओ जोवा मळे छे…. दीक्षा लेनार एमां होमाई जाय छे….
LikeLike
સરસ લેખ અને ઢ્ગલાબંધ સારા સારા પ્રતિભાવો. એમાં કોઈ દલીલ નહિ. આ તો માત્ર બાળકોની જ વાત થઈ. પણ પુખ્ત ઉમ્મરના હતાશ માણસોમાં જ્યારે ડિપ્રેશન આવે ત્યારે બાવા બાપુઓ તેમને દિક્ષા અપાવી તેમનું બધું જ લૂંટી લે છે. જેને જાતે બાવા બનવું હોય તે ભલે બાવો બને પણ સમાજમાં બાવો બનાવનાર ન ચલાવી લેવાય. મારી વાર્તાના પાત્રો સન્યસ્ત વયે પણ જાત જાતના ખેલ કરતાં હોય છે. સંસાર ત્યાગવા માટે નથી માણવા માટે છે.
LikeLiked by 1 person
સંસાર ત્યાગવા માટે નથી માણવા માટે છે.
LikeLiked by 1 person
Hi Rohit sir,
Tamaro bal dixa ange no lekh vachyo.. jo loko aane vache to anek balako nu jivan samaysar bachi jai em che…Me tamaro lekh paheli j vaar vachyo.. ekdam saral bhasa ane aasani thi samjai jaai evu lakhan che apnu… kharekhar samaj ne tamara jeva loko ni khas jarur che……..
LikeLiked by 1 person