–કામીની સંઘવી
જેઠ સુદ અગીયારસ એટલે ભીમ અગીયારસ. જેઠ માસ બેસતાં જ વરસાદનાં વાદળ ઘેરાય. ખેડુતો ખેતર ખેડી ચાતક નજરે વરસાદ વરસે તેની રાહ જુએ અને વરસાદ સમયસર પડ્યો તો ચુલે લાપસીનાં આંધણ મુકાય. કારણ, ભીમ અગીયારસે વાવણી થઈ જાય તો વરસ સારું જશે તેવું સીધું ગણીત. ભીમ અગીયારસ પછી આવે જેઠ સુદ પુનમ એટલે વટસાવીત્રીનું વ્રત. પતીના લાંબા આયુષ્ય અને સમૃદ્ધી માટે થતું વ્રત. જેઠ માસથી વર્ષાઋતુનો પ્રારમ્ભ થાય તે સાથે જ જેઠ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ બહેનો માટે વ્રત–ઉપવાસ–એકટાણાની સીઝન શરુ. જેની જેટલી શ્રદ્ધા તેટલાં વધુ વ્રત–ઉપવાસ કરે. જેટલું તપ વધુ, તેટલું ફળ વધુ મળે એવી ગણતરી આ વ્રત–ઉપવાસ કરવામાં હશે ? કે પછી ટ્રાયલબેઝ પર પણ વ્રત થાય છે ? ‘વાગ્યું તો તીર નહીં તો તુક્કો !’ આજકાલની મોડર્ન વામાઓ વ્રત કરે છે તેમાં શ્રદ્ધા કેટલી અને અન્ધશ્રદ્ધા કે દેખાદેખી કેટલી ?
એક કીસ્સો જાણવા મળ્યો. એક ડૉક્ટર યુવતીને તે ટીનએજર હતી ત્યારથી જાણતી હતી. સીધીસાદી, ભણેશ્રી ટાઈપ છોકરી. બહુ ધાર્મીક પણ નહીં. રૅશનલ વીચાર ધરાવે; કારણ કે વાચન ઘણું. તે ડૉક્ટર યુવતીનાં લગ્ન હજુ ગયા વર્ષે મે માસમાં થયાં હતાં. હજુ તેનું એમ. બી. બી. એસ. પુરું જ થયું હતું અને તે આગળ પોસ્ટગ્રેજ્યુએશન કરવા માટેની એન્ટ્રન્સ એક્ઝામમાં એપીયર થવાની હતી. એટલે સ્વાભાવીક છે કે તેનું ફોકસ ભણવા પ્રત્યે જ હોય. તેનાં લગ્નનું પહેલું વર્ષ હતું; પણ સ્ટડીમાં ડીસ્ટર્બ થાય એટલે તેની સાસુની સલાહ અવગણીને પણ તેણે વ્રત–ઉપવાસ કરવાનું ગયા વર્ષે ટાળ્યું. કાળનું કરવું તે ગયા વર્ષે ડીસેમ્બરમાં તેની એન્ટ્રન્સ ટેસ્ટ લેવાઈ અને બહેનને અપેક્ષીત કોર્સમાં એડમીશન મળે તેવો સ્કોર ન થયો. જાણે બારે વહાણ ડુબી ગયાં ! સાસુને તરત કહેવા–સંભળાવવા માટે બહાનું મળી ગયું કે, ‘જોયું, આ વ્રત ન કરવાનું પરીણામ ? વ્રત કર્યું હોત તો સફળ થાત; કારણ કે ઈશ્વરના આશીર્વાદ મળત.’ ગયા વીકમાં વટસાવીત્રીનું વ્રત હતું ને તે લીફ્ટમાં મળી ગઈ. ટીપીકલ નવવધુ જેવું ડ્રેસીંગ અને બહેન તો હાથમાં પુજાની ટોપલી લઈને જતાં હતાં. પુછ્યું કે આ શું ? તો કહે કે ઘરના લોકો કહે છે કે વ્રત કરી જો; કદાચ તને એક્ઝામમાં ધારી સફળતા મળે. પુછ્યું કે તું તો આવું બધું માનતી ન હતી, તો પછી હવે આમ કેમ ? તેના જવાબમાં તે ડૉક્ટર યુવતીએ કહ્યું, ‘યસ આઈ ડોન્ટ બીલીવ ઈન ઓલ ધીસ; પણ ટ્રાય કરવામાં શું જાય છે ? વ્રત કરીને ક્યાં કંઈ ગુમાવવાનું છે ? અને તેથી પણ મનગમતી બ્રાન્ચમાં એડમીશન મળી જાય તો સારું જ ને ?’
આજકાલની સો કોલ્ડ એડ્યુકેટેડ સ્રી પણ આવું વીચારતી હોય તો ક્યાં થીંગડાં મારવાં ? સમજ્યા કે જેનું ભણતર બહુ નથી કે જેનું વાચન લીમીટેડ કે નહીંવત છે તે બહેનો આવાં બધાં ધતીંગધતુરાં કરે તો તેને સહન કરી શકાય; પણ આજની ડૉક્ટર યુવતી આવી અન્ધશ્રદ્ધામાં માને અને વ્રત કરે તો કોને શીખામણ આપવી ? કદાચ આપણું એડ્યુકેશન સ્ત્રીને વીચારોમાં સ્વાવલમ્બી બનાવી નથી શક્યું. કારણ કે હજુ પણ આપણી પ્રાથમીક શાળામાં કે હાઈ સ્કુલમાં જયા–પાર્વતી કે મોળાકતમાં છોકરીઓને વીશેષ છુટ આપવામાં આવે છે. જેમ કે વ્રત દરમીયાન યુનીફોર્મ વીના રંગીન ડ્રેસ પહેરીને સ્કુલે આવી શકાય. આપણા સમાજનો મોટો વર્ગ હજુ પણ છોકરીઓ પાસે વ્રત કરાવે છે. તેમાં ઘણી મોડર્ન મમ્મીઓ તો દીકરી હજુ તો ચાર–પાંચ વર્ષની હોય ત્યાં જ વ્રત કરવાનું શરુ કરાવી દે. કારણ કે વ્રત વહેલાં પતી જાય તો પાછળથી ઉંચા ધોરણમાં દીકરી આવે ત્યારે સ્ટડી ડીસ્ટર્બ ન થાય ! કેમ કોઈ સ્કુલ એવો નીયમ નથી લાવતી કે ‘અમારી સ્કુલની છોકરીઓ વ્રત નહીં કરે.’ તેવો નીયમ કેમ નહીં ? છોકરા વ્રત નથી કરતા; છતાં દરેક ક્ષેત્રમાં ધારી સફળતા મેળવે છે તે સત્ય બધાં માતા–પીતા કેમ નથી જોઈ શકતાં ? સ્પેસ પરી સુનીતા વીલીયમ્સ અમેરીકાથી ભારત અને તેમાં પણ ગુજરાત પધારે તો આપણે હરખપદુડા થઈને તેની આરતી ઉતારવા પહોંચી જઈએ છીએ; પણ કદી જાણો તો ખરા કે વગર વ્રત ઉપવાસે પણ કાતીલ મનોબળને કારણે જ તેણે આવી પુરુષ કરતાં પણ ચડીયાતી સફળતા મેળવી છે. તે કોઈ વટસાવીત્રી કે મોળાકત કે જયા–પાર્વતીનું નાનપણમાં કરેલ વ્રતનું ફળ નથી. વ્રત કરીને આજની સ્ત્રી પોતાને ઈન્ટેલેક્ચ્યુઅલ ‘ફુલ’ સાબીત કરી રહી છે.
આજની સ્ત્રીએ ઈમોશનલ ફુલ બનવાને બદલે ‘ઈન્ટેલેક્ચ્યુઅલ ફુલ’ બનવા તરફ પ્રયાણ તો નથી કર્યું ને ? કારણ કે મુર્ખતા તો મુર્ખતા જ રહે છે. તે પછી ભણેલા કરે કે અભણ. તમે કઈ કેટેગરીમાં આવો છો ‘ઈમોશનલ ફુલ’ કે ‘ઈન્ટેલેક્ચ્યુઅલ ફુલ’ તે તમારે નક્કી કરવાનું છે.
–કામીની સંઘવી
‘ફુલછાબ’ દૈનીક, રાજકોટની તા. 18 જુન, 2014ની ‘ગુલમોર’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘તુલસીક્યારો’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘ફુલછાબ’ના સૌજન્યથી સાભાર…
લેખીકા સમ્પર્ક: કામીની સંધવી, D-804, New Suncity, Apartment, B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન: 94271 39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 22/05/2015
કામીનીબહેન કહું કે કામીની ? ગુજરાતી સમાજમાં અને ખાસ કરીને જે પેઢીનું ઘરમાં રાજ ચાલે છે….માં હોય કે સાસુ…..તે પેઢીની વિરુઘ્ઘ જઇને કાયમ માટે અેક ભૂત ઘરમાં અને મગજમાં ઘાલવો તેના કરતાં ટાઢે પાણીઅે ખસ કાઢવી યોગ્ય લાગે છે. ઘરમાં ડોસાઓ કરતાં ડોસીઓનું….(બે પેઢી….દાદી અને સાસુ) વઘુ ચાલતું હોય છે. રીયાલીટી જૂઓ. છોકરિની માં હશે તો છોકરીને વઘુ દબાણ નહિ કરે પરંતુ અેજ માં જ્યારે સાસુપદ પામે છે ત્યારે ઘોડેસ્વારી કરે છે. યુવાન પેઢીની છોકરીઓઅે પોતાની અને તેમના પછીની પેઢી માટે જુના વ્રતો અને પૂજા પાઠની વાતોને તિલાંજલી આપવી શરુ કરવી જોઇઅે. અેક દાખલો જૂઓ….માસિકઘર્મનો દાખલો લો….કેટલાં નીયમો બનાવેલાં અને પળાતાં કે પાળવા મજબૂર કરવામાં આવતાં. આજે શહેરોમાં ડોસીઓ પણ તે જૂના રીવાજોને છોડીને વેસ્ટર્ન રીતો અજમાવવા માંડી છે. ઘરમાં ખૂણામાં બેસી નથી રહેતી. કોઇ સતી નથી થતી. બીજા લગ્નો પણ કરે છે. સમય ઘડે છે. સલાહ સીઘી અસર નથી કરતી. જાત વગરની જાત્રા ખોટી. શાળાઅે જતી બાળાઓને આજથી શીખવવા માંડો….દેરસે આયી મગર દુરુસ્ત આયીના નિયમને પાળતા થાવ…પાળતા કરો….કરંતા જાળ કરોળીયો…બનો…….ડોક્ટરબેનને કહો…વ્રત પાળતાં પાળતાં સાસુ જ્યારે નાપાસ થાય…કોઇ ઘરનાં કામમાં ત્યારે મીઠો મઘુરો ઘા કરો…..આંખ ખોલવાં પ્રયત્ન કરો. યુવાન સ્ત્રીના વસબંડો…વરોઅે પોતાની પત્નિને સાથ આપવો રહ્યો…સફળતા વહેલી મળશે……
અમૃત હઝારી
LikeLiked by 1 person
Kamini kaho to vadhu gamse
LikeLike
વૃત એક સમુહમાં ઉત્સવ ઉજવવાનું બહાનું છે. જો આનાથી આનંદ ઉલ્લાહાસ મળતો હોય તો એ કંઈ ખરાબ નથી. અપવાસ એકટાણાં પણ સ્વાસથ્ય માટેનું બહાનું છે. આમાંથી અંધશ્રધ્ધા બાદ કરી નાખો તો વૃત અને એકટાણાં અપવાસ ખરાબ નથી.
LikeLike
As child, I like these vrat and fasting because I get to eat different like fruits and dryfruits and so forth. Fasting is necessary to decipline yourself. It does help increase will power. Our society must get out of notion of benefit from fasting. This is nothing but bribbing GOD. And who is better than Indian in bribe?
Lets hope that many more Kamini Sanghvi comes out in society with article like this.
LikeLike
ગોવિન્દભાઈ બહુ સરસ વિષય પસંદ કર્યો છે. કામીનીજીને પણ અભિનંદન. લેખ મારા પત્ની જીએ પણ વાંચ્યો.
LikeLike
Thank u so much.
LikeLike
Khub saras lekh aa badha vrato upvaso vagere baheno nej vadhare padta game chhe ane enamate baheno ej virodh karvo rahyo ane upvaso sharir ne jaruri chhe pan tena mate ANDHSHRADDHA ne protsahan aapvu jaruri nathi ena mate vaignyanik abhigam kelavavo rahyo.
LikeLike
आ वट सावीत्री, अष्टमी, नवमी के अगीयारसनुं वृत जापान, जर्मनी, युके के अमेरीकामां कोई करतुं नथी. एमने तीथी शुं छे ए खबर नथी होती. अमास पुनम क्यारे आवी ने जाय छे ए पण खबर नथी होती.
भारतमां वार तहेवार बधुं तीथी आधारीत छे अने कई तारीखे आवशे ए खबर पडती नथी. बेन्कमां जईये अने पेलो दरवाजानो रक्षक कहे भीम अगीयारसनी रजा छे.
आ बधी तीथीओ आखात्रीज, राधण छट्ठ, सीतला सातम, गोकुळ अष्टमी, राम नवमी के भीम अगीयारस अने कोण जाणे केटली तीथी आधारीत रजाओ अने वृतो बंध करी एने तारीख प्रमाणे करी नाखवा जोईये.
दीवाळीना चोपडा पुजन बंध थयी गया. कारण हवे वरस ३१मी मार्चना पुरु थाय छे अने १ली एप्रीले वरसनी शरुआत थाय छे.
रजाओ अने वृतो तीथीने बदले तारीख आधारीत बनशे एटले बधी श्रद्धा अने अंधश्रद्धा दुर थवा मांडशे…. कामीनी बहेन, गोवीन्दभाई अने अभीव्यक्तीमां पोस्ट मुकनार तथा एमां सहयोग आपनार बधा दर अठवाडीये कंइक नवुं लावी मारा जेवाने कोमेन्ट मुकवा तक आपे छे ए बदल आभार….
LikeLike
સરસ લેખ. હાર્દીક અભીનંદન કામિનીબહેન અને ગોવીંદભાઈનો પણ ખુબ આભાર આ લેખ વાંચવા માટે સુલભ કર્યો તે બદલ.
LikeLike
વ્રત-ઉપવાસના બે ફાયદા જરૂર છે. આથી મનોબળ અને તંદુરસ્તી વધે છે પણ એ ન કરવાથી ધાર્યુ પરિણામ ન મળે તે્મ માનવું તે અંધશ્રધ્ધા છે. તે કદી ફરજિયાત હોવા ન ઘટે. એ જ રીતે વહેમ કે શંકાને પોષવા માટે હોવાં ન ઘટે.
LikeLike
તમે કઈ કેટેગરીમાં આવો છો ‘ઈમોશનલ ફુલ’ કે ‘ઈન્ટેલેક્ચ્યુઅલ ફુલ’ તે તમારે નક્કી કરવાનું છે.
વિચાર કરવા પ્રેરે એવા લેખિકા ના વિચારો છે.
LikeLike
Thnx
LikeLike
લેખને પસંદ કરવા તથા તમારાં વિચાર શેર કરવા માટે આભાર.
LikeLike
કામીનીજીએ સરસ વિષય છેડ્યો છે. છોકરીઓએ શા માટે વ્રત કરવા જોઈએ ? આગુ સે ચલી આતી હે માટે ? મારે બે દીકરીઓ છે. એક પણ દીકરીએ કોઈ વ્રત કર્યા નથી તેમ છતાં તેમને ઘેર અત્યંત સુખી છે. બે માંથી કોઈ એ મંગળ સૂત્ર બનાવેલ નથી અને તેથી પહેરવાની તો વાત જ ના રહે. નથી કયારે ય સેંઠો પૂર્યો તેમની દીકરી પણ કોઈ વ્રત કરતી નથી.હા કદાચ ચોમાસા દરમિયાન પાચન શક્તિ ઓછી થવાને કારણે એક્ટાણાં કે ઉપવાસ કરવા પ્રયોજાયું હશે અને તે વાતને સ્થાપીત ધરાવનારાઓએ વ્રત સાથે ધાર્મિક ક્રિયાકાંડ સ્વરૂપે જોડી જોડી દીધું અને જો વ્રત ના કરાય તો અહિત થવાની સંભાવના રહે તેવો ભય કે ડર લોકોમાં ઉભો કરી પોતાને આજીવિકાનું સાધન બનાવી દીધુ જે ને અંધશ્રધ્ધાળુ લોકોએ સ્વીકરી લીધુ જણાય છે. અંતમાં સુનીતા વીલીયમ્સ ભારત આવે અને આપણે હરખપદુડા થઈ આવકારીએ અને ભારતીય કે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવીએ પરંતુ જરાક મગજ હલાવી વિચાર કરી એ તો સમજાશે કે આજ સુનીતા જો ભારત અને ગુજરાતમાં જન્મી મોટી થઈ હોત તો આજે પણ 21મી સદીમાં 15 કીલો મીટર દૂરથી માથે બેડું મૂકી પાણી ભરતી જોવા મળત !
LikeLike
Agreed…Thnx fr appreciation.
LikeLike
Aama schools to shun kari shake?…emotional exploitation to ghare j thay chhe.Ne lobh ne lalach j balatama ghee home chhe.Baki Intelligent fool samaj ma nathi aavtu.Intelligence yani ke VIVEK vapare to fool thay j kevi rite?
LikeLike
Khare khar bhatt bhai balak samajtu thai tyarthij gharma jevu vatavaran hoi tevu ( ANDHSHRADDHA ke VAIGNYANIK ) thai tamari vat sathe sahmat.
LikeLike
Read the Post based on Kamini.
“Vrat”by Ladies in the Hindu Society is the subject discussed.
Kamini had raised “several questions” how the Society is putting this “VRAT CUSTOM” in our Modern Age.
Rightly so !
But let us define “Vrat”. Is is it the FAST with the RELIGIOUS overtone.
If done can one “laugh” at it or see with some “devotional level”
Attaching ALL RESULTS to this ACT is FOOLISH or ANDHSHADDHA.
Taking ALL ACTIONS with ATMAABAL is the WAY of the REAL JOURNEY on this Earth.
Chandravadan
Avjo !
LikeLike
તુુષાર સાહેબ સૌરાષ્ટ્રથી લઈને ગુજરાતની દરેક સ્કૂલ છોકરીઓને વ્રતમાં રંગીન ડ્રેસ પહેરીને પાંચ દિવસ આવાવાની છૂટથી લઈને એક–બે પિરિયડ મોડા આવાવાની અનુમતિ પણ આપે છે. તો આડકતરી રીતે વ્રત કરવા માટે ઉત્સાહ પૂરો પાડ્યો કહેવાય ને? વળી બાળકની નજીક જેટલા માતા–પિતા હોય છે તેટલાં શિક્ષકો પણ હોય છે. ને બન્ને મળિને બાળકના ઘડતરમાં ફાળો આપે છે એટલે સ્કૂલ જ આવા રેશનલ વિચારોનું પોષક બને તે જરૂરી છે. પ્રતિભાવ માટે આભાર
LikeLiked by 1 person
Kamini…ghar bahar to dambhi dharmikata j dekhay chhe.Dharmikata faktNaryu dharmik entertainment j thai gayu chhe..lagbhag badha aa samje chhe,etle eno etlo prabhav nat5hi hoto..jetlo gharna vatavarn hoy.
LikeLike
પ્રિય ગોવિંદભાઈ મારુ અને કામિની બેન સંઘવી મારી દીકરીની દીકરી
કામિની સંઘવી નો લેખ વાંચ્યો . બહુ ગમ્યો .
બધાં વૃતો સ્ત્રિઓએજ કરવાનાં પુરુષોએ ખાવું પીવું ને જ્લ્સાજ કરવાના ?
પોષ મહિનાની પુનમ નાં દિવસે દીકરીયું આખો દિવસ ઉપવાસ કરે . પછી રાત્રે ચંદ્ર દર્શન કરે અને પછી બોલે “પોષી પોષી પુનમડી અગાસીએ વાવ્યા અન્ન ભાઈની બેન જમે કે રમે ?” એવું ભાઈને પૂછે . જો ભાઈ એવું બોલી દ્યે કે રમે , તો બેન બિચારી જમે નહી . એને બિચારીને આખો દિવસનો ઉપવાસ થાય . મારી મા મને પુનમના દિવસે આખો દિવસ જમે એમ બેનને કહેવાનું આવું વાક્ય આખો દિવસ ગોખાવે .આ વખતે મારી ઉમર છ વરસની હશે .
અને પરમેશ્વરે પણ સ્ત્રીઓને બહુ જવાબદારી સોંપી છે .
મને પરમેશ્વર ભેગો થાય તો હું એની સાથે ઝઘડો કરું એમ છું . મારી દીકરીની દીકરી વર્ષા સુરતમાં રહે છે તેને મોટી દીકરી નિધિ છે . દીકરો નાનો છે પણ એવો લાડકો રાખ્યો છે કે તે એની બેનને અમસ્તો રમત રમત માં લાફો મારી દ્યે નિધિ બિચારી રોઈને બેસી રહે . મેં નિધિને કીધું તું એને પણ લાફો મારી દે . નિધિ કહે તોતો મારી મા મને મારી નાખે ,
મારા પોત્રને દીકરો દીકરી બે સંતાન છે દીકરી દીકરા કરતાં એક વરસ નાની છે .પણ તે બહુ બળુકી છે . એનો ભાઈ એનાથી ગભરાય છે કેમકે જો એ જરાક વાયડો થાય તો બેન તેને જોરદાર મારે આ બન્ને છોકરાં અમેરિકન માતાથી જન્મેલ અમેરિકામાં રહે છે . હાલ એ 11 અને 10 વરસની ઉમરનાં છે . જુનની 2 તારીખે આ રણચંડી ને મળવા જવાનો છું .
LikeLiked by 1 person
સરસ લખ્યું છે.
LikeLike
कामीनी बहेने पोस्टमां छेल्ले केटेगरी नक्की करवानुं जणांवेल छे.
श्रावण महीनो नजीक आवी रह्यो छे.
लाखो करोडो वरसथी पृथ्वी सुर्यनी आसपास नीयमीत समयसर राईट टाइम प्रमाणे फरे छे.
हीन्दुओ पृथ्वीना उपगृह चंद्रने न समजी शक्या ते आज सुधी नथी समजी शक्या…
आ श्रावण महीनो क्यारे आवे छे एनी कंई तारीखो थोडी नक्की होय छे? मुंबईमां 10 जुनथी वरसाद थाय ए टाबरीयाने खबर होय पण आ जेठीयो, अषाढ के श्रावण तो पंडीतोने खबर न होय… केटेगरी नक्की करो?
LikeLike