હું – છોગા વગરની માણસ

–મહાશ્વેતા જાની

કુટુમ્બ દ્વારા કોઈ ધર્મ કે સમ્પ્રદાય મને વીરાસતમાં મળ્યો નથી; કારણ કે મારાં મમ્મી – પપ્પાની સાથે સાથે દાદા અને નાના પણ નાસ્તીક. બાળપણથી મેં ક્યારેય મારા ઘરમાં કોઈ વીધી–વીધાનો નથી જોયાં. અને મારો ઉછેર પણ એકદમ મલ્ટી કલ્ચરલ વાતાવરણમાં થયો. પડોશમાં ખ્રીસ્તી, પારસી, બંગાળી, સીદી, મુસ્લીમ કુટુમ્બો રહેતાં. મને મારા મીત્રો સાથે ગુજરાત કૉલેજ પાસે આવેલા ચર્ચમાં જવા મળતું તો બીજી તરફ મારાં મમ્મી ઑફીસ જાય ત્યારે મારી સંભાળ રાખતાં આયશાબહેન સાથે દરગાહ ઉપર પણ જવા મળતું. વર્ષો સુધી મમ્મી–પપ્પા સાથે સીદી સૈયદની જાળીની પાળ ઉપર બેસીને તાજીયાનાં જુલુસ જોયાં છે. નવરાત્રી દરમીયાન માતાજીના ગરબા તો ગાયા જ છે; પણ સાથે–સાથે નાતાલમાં ઈસુ ખ્રીસ્તના ગરબા પણ ગાયા છે. બન્ને ગરબાઓમાં ટ્યુન તો એક જ હોય એટલે મને ક્યારેય એમાં ખાસ કંઈ ભેદ લાગતો નહીં. અમારા ઘરમાં ક્યારેય નોનવેજ બન્યું નથી; પણ મારા મીત્રોના કારણે 4–5 વર્ષની ઉંમરથી જ હું માછલી–ચીકન ખાતી થઈ ગઈ. હું જ્યારે સ્કુલમાં આના વીશે વાત કરતી ત્યારે મારી બહેનપણીઓ મારી તરફ વીચીત્ર નજરે જોતી… જાણે કે હું કોઈ ગુનો કરતી હોઉં !

બાળપણમાં અને યુવાનીમાં પીઅર ગ્રુપ (સરખી ઉંમરના મીત્રો)ની અસર ખુબ જ રહેતી હોય છે. હું પણ તેમાંથી બાકાત ન હતી. મારી બધી બહેનપણીઓ ગૌરીવ્રત કરતી, જવારા ઉગાડતી. એટલે મારે પણ એ કરવું હતું અને એ કર્યું.. પણ મારા ગૌરીવ્રત એટલે એમાં દાળ, ભાત, રોટલી, શાક બધું ખાવાનું. બહેનપણીઓ મારા ઉપર હસતી… તારા વ્રત તો તુટી ગયા કહેવાય… અને હું કહેતી મારાં મમ્મી–પપ્પા કહે છે કે વ્રતમાં બધું ખવાય એટલે ખવાય…

નાનપણમાં મને બધા ધર્મો સમાન જ લાગતા. 10–12 વર્ષની થઈ ત્યાં સુધી ક્યારેય મારા મનમાં હું હીન્દુ છું– બ્રાહ્મણ છું– એવી ધર્મ કે જ્ઞાતી અંગેની ઓળખ ઉભી થઈ જ ન હતી. પાંચમા ધોરણમાં શેઠ સી. એન. વીદ્યાલયમાં ભણવા ગઈ ત્યારે મારામાં ધર્મ અંગેની કોન્શીયસનેસ ઉભી થવા લાગી… કારણ કે શાળામાં આખું જૈન વાતાવરણ ટીલાં–ટપકાંની દુનીયામાં મેં પગ મુકી દીધો હતો. આ સમય દરમીયાન બાબરી મસ્જીદનો સવાલ પણ ઉભો થયો હતો એટલે વાતાવરણ કોમવાદને કારણે ખુબ કટુતાભર્યું બની ગયું હતું. આ જ સમયે પહેલીવાર હીન્દુ–મુસ્લીમના ભેદનો મને પણ અહેસાસ થવા લાગ્યો. નેવુંના દાયકામાં થયેલાં કોમી રમખાણોથી હું ખુબ દુ:ખી થઈ ગઈ. મનમાં સવાલ થયો કે આ બધા શા માટે એકબીજાને મારતા હશે? કુટુમ્બે તો મને કોઈ ધર્મ નહોતો આપ્યો; પણ સમાજે મને મારા ધર્મ અને જ્ઞાતીનાં ચોકઠાંમાં બેસાડી દીધી.

મોટી થતી ગઈ તેમ–તેમ ધર્મને જોવાના મારા અભીગમ બદલાતા ગયા, ખાસ કરીને હું જ્યારે વડોદરા એમ. એસ. યુનીવર્સીટીમાં ભણવા ગઈ, ત્યારે મેં રાજ્યશાસ્ત્રની સાથે–સાથે ‘વીમેન સ્ટડીઝ’નો કોર્સ કર્યો. જ્યાં ઉમા ચક્રવર્તી જેવાં ઈતીહાસકારો અમને ભણાવવા આવતાં. ધર્મ–જ્ઞાતીપ્રથા અને સ્ત્રીઓ વીશે ઘણું જાણવા અને સમજવા મળ્યું. હીન્દુ ધર્મ હોય કે ઈસ્લામ કે ખ્રીસ્તી, બધાએ સ્ત્રીઓને ઉતરતું સ્થાન આપ્યું છે, તેની મને સારી પેઠે પ્રતીતી થઈ. જ્ઞાતીપ્રથાને તો હું પહેલેથી જ ક્રીટીકલી જોતી હતી; પણ હવે ધર્મ અને સમ્પ્રદાયોને પણ એક નવા અભીગમથી જોતા શીખી. સ્વામીનારાયણ સમ્પ્રદાય ઉપર ખુબ ચીડાતી અને કહેતી… આ બાવાઓને પુરુષોએ જણ્યા હશે કે સ્ત્રીઓની સામે જોવાની ના પાડે છે ? બધા જ ધર્મનો મુખ્ય ભગવાન પુરુષના સ્વરુપમાં જ કેમ છે ? સર્જન કરનારી તો સ્ત્રી છે તોય કેમ વધુ પુરુષ જ પુજાય છે ? મન્દીરોની બહાર ખાસ બોર્ડ મારવામાં આવે છે કે ‘ટાઈમમાં થયેલી સ્ત્રીઓએ મન્દીરમાં પ્રવેશવું નહીં…’ મને આમાં હડહડતું અપમાન લાગતું અને હજી પણ લાગે છે… મસ્જીદમાં પણ સ્ત્રીઓને નમાઝ પઢવાની છુટ નહીં… પોતાનાં શરીર ઉપરના હક્કમાં પણ ધર્મ–ગુરુઓ વચ્ચે આવે. આ બધા પ્રશ્નોને કારણે મને ક્યારેય કોઈ ધર્મ તરફ આકર્ષણ થયું નહીં.

વીધીઓ સામે પણ મારો પહેલેથી ઘણો વીરોધ – ખાસ કરીને કન્યાદાનના કૉન્સેપ્ટ સામે મને ખુબ જ વાંધો કૉલેજકાળથી રહ્યો છે. દીકરીનું તે વળી દાન હોય ? એ પ્રશ્ન મને ખુબ જ ડંખે છે. અને પછી લગ્ન–વીધીઓ દરમીયાન આશીર્વાદ પણ તે પુત્રની માતા બને તેવા આપવાના ! આ બધી નાની બાબતો જ આગળ જઈને વરવું સ્વરુપ ધારણ કરે છે. મેં ખાસ સ્પેશીયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કર્યાં છે જેમાં નાત–જાત–ધર્મને કોઈ સ્થાન નથી…

દરેક સ્ત્રી માટે લગ્ન બાદ એક નવા વાતાવરણમાં એડજસ્ટ થવાનો સમય આવે છે અને પછી મા–બાપ કરતાં સાસરી પક્ષે પળાતો ધર્મ–વીધી–વીધાનો ખુબ જ અગત્યનાં અને કેટલેક અંશે અપનાવવા જરુરી બની જાય છે. મારા કીસ્સામાં મારા પતી નાસ્તીક છે; પણ તેનું કુટુમ્બ અત્યન્ત ધાર્મીક… મારા માટે એડજસ્ટ થવાનું ખુબ જ અઘરું હતું. ઘરમાં ઘણી પુજા–અર્ચના થતી, શ્લોક અને આરતીઓ ગવાતાં જેમાં મને કંઈ જ સમજણ પડતી નહીં. હું બાઘાની જેમ તેમાં હાજરી આપતી. મારાં સાસરીપક્ષના ઘણા લોકો માટે હું જાણે એક અજાયબી હતી જેને કોઈ ધાર્મીક જ્ઞાન ન હતું. મેં મારા નાસ્તીકપણા માટે વીદ્રોહ કર્યો નથી; પણ સાચવીને મારા રસ્તા કાઢ્યા છે.

મારી એક નાનકડી કસોટી ત્યારે આવી જ્યારે હું થોડા સમય પહેલાં એક દીકરાની મા બની. એના જન્મ સાથે જ એનાં મુંડન અને જનોઈની ચર્ચાઓ થવા માંડી. મેં સાંભળ્યા કર્યું અને એક દીવસ મારા પતી સાથે મળીને દીકરાના વાળ સરસ મઝાના ‘તપેલીકટ’ કાપી નાંખ્યા. જે પુછે તે બધાને કહી દીધું : ‘આ તો આંખમાં વાળ આવતા હતા એટલે અમે જાતે જ એનાં વાળ કાપી નાંખ્યા… કેટલો સ્માર્ટ લાગે છે નહીં !’ કોઈ કશું જ બોલ્યું નહીં. અને અમે અમારો રસ્તો પણ કાઢી લીધો. હું મારા બાળકના ઘડતર માટે ખુબ જ સ્પષ્ટ છું: માત્ર અને માત્ર એક સારા સંવેદનશીલ માણસને ઉછેરવા માંગુ છું; નહીં કે એક હીન્દુ–બ્રાહ્મણને. ધર્મ સાથેની લડાઈ તો અન્ત સુધી કોઈ ને કોઈ પ્રકારે ચાલુ જ રહેશે.

મહાશ્વેતા જાની

મહેમદાવાદથી પ્રકાશીત થતું ‘રૅશનલ’ માસીક માનવવાદ (ઓગસ્ટ, 2014)નો આ લેખ માનવવાદના તંત્રીશ્રી તેમ લેખીકા બહેનશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

લેખીકા સંપર્ક : મહાશ્વેતા જાની, A/5, Manali Appartments, Near IIMA, Opp. : AMA, Vikram Sarabhai Marg, Vastrapur, Ahmedabad – 380015. Mobile No.: 94265 17116 eMail: mahashweta_m@yahoo.com

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ . સી. – 396450 જીલ્લો : નવસારી. સેલફોન :  95 37 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 05/06/2015

25 Comments

 1. Good morning to all friends,

  I have read this article and I can say that Mahaswetaben has shown courage to express her thoughts and followed her heart. I have liked this article and fully agree with her thoughts.

  I really appreciate her thoughts.

  Thanks so much for such a good article.

  Pradeep H. Desai

  USA

  Liked by 1 person

 2. WOW! Bhartiy Naari ye enu Maathu Unchu Rakhiyu….. I wish that many other take a note from this article and Mahasweta Jani’s experience. Yes we can overcome all of social pressure if we stay strong with our belief. I have one daughter whom we raise as human. We left up to her on making choices of where and how she want to be. All we do is we support her on all her decision. If it is wrong then we make sure she understand consquance of her decision.

  PS: It always bother me that woman can not go to temple during their monthly cycles. And yes, my thoughts are same for Swaminarayan followers…..

  Like

 3. Congratulations to Govindbhai for printing quite a new and different kind of experience.
  Congrats to the writer for her courage and independence of thinking. I am glad that CN High school and my city of Amdaavaad can be so broad-minded that they bring up and support such an unusual kind of family and a modern individual as this writer is.

  She proves that we humans become what we are by our bringing up, by our experiences and by our culture. Not by earlier births or Karmas. Religions are made by men, not gods. The article also explains how religion is an anomaly in modern multi-cultural families — which god will the children follow when parents don’t have the same beliefs?
  Thanks. — Subodh Shah — USA.

  Liked by 3 people

 4. જેવો ઉછેર એવા વિચારોને ઘડતર. સમજદારીથી સાચું સમજી..પોતાને, સમાજને અને અન્યલોકોને પણ ઉપયોગી થવાય, એવું જીવન પૂર્વગ્રહો વગર જીવાય તો શ્રેષ્ઠ..ઘણું બધું ખોટું છે ને સુધારનારાની એટલી જ

  જરૂર છે…સાચા અનુભવની વાતો જ ઉજાશ ધરશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. No religion is greater than TRUTH and HUMANITY. Creators, owners, manager, administrators and sellers of religion i.e. pandits, pujaaris, mullas, moulvis, pastors, rabbis etc. have hijacked religion and made human beings hostages (bandhak) and snatched their free will.

  The author of article deserves appreciation for her bold views and attitude. Congraulations.

  Qasim Abbas

  Liked by 2 people

 6. Nice self-upbringing as human being. Beautiful presentation of nice thoughts with courage to put them in practice in life. — Congrats. Even at this senior age of my 78 years feel like putting some more thoughts in practice as is done for many other thoughts already being practiced…

  Liked by 1 person

 7. માણસ જ્યારે માનવ બને ત્યારે મહાશ્વેતા બને છે. આ લેખમાં તેમણે દરેક શબ્દ તોલી તોલીને લખ્યો છે. સમાજને ઘેટાશાહી જીવન જીવતાં ઉઘાડો પાડયો છે. પોતાના કુટુંબમાં થયેલા તેમના ઉછેરના સંદર્ભમાં ઘણું ઘણું કહી દીઘું. વાચક પોતાના જીવનમાં કેટલું ઉતારશે?
  મહાશ્વેતાબેનને હાર્દિક અભિનંદન. તેમણે સચ્ચાઇ લખી છે. સમાજને સુઘારાને રસ્તે દોરવાનું મહાન કર્મ કર્યુ છે. ચાલો આપણે આ લેખને જેટલો શેર કરીને ઘરે ઘરે પહોંચતો કરીઅે.
  અમુત હઝારી.

  Like

 8. This is something very different. My hearty congratulations to Mahashwetaben, to come out and express her views so clearly and boldly. Many of us have no courage to talk in a group with followers of different cults, that they are utterly wrong, while Mahashweta has come out openly in public forum, expressing her view point. I fully agree and endorse her thoughts enunciated in the above article.
  My congratulations to Sri Govindbhai Maru for bringing out this new kind of expression of views.

  Liked by 1 person

 9. ખુબ જ કીમતી અને અતી અગત્યનો લેખ. દરેકે દરેક ધર્મના એકેએક વ્યક્તીને આ લેખની જાણ થાય એમ હું ઈચ્છું છું.
  મહાશ્વેતાબહેનને ખુબ ખુબ હાર્દીક ધન્યવાદ અને આભાર. મારે એમનું એક વાક્ય નીચે ફરીથી આપવું છે.
  “આ બાવાઓને પુરુષોએ જણ્યા હશે કે સ્ત્રીઓની સામે જોવાની ના પાડે છે ?” અહીં વેલીંગ્ટનમાં જ્યારે એ લોકો આવ્યા હતા ત્યારે એમના આ વલણને મેં ખુબ ધીક્કાર્યું હતું.
  “કન્યાદાનના કૉન્સેપ્ટ સામે મને ખુબ જ વાંધો કૉલેજકાળથી રહ્યો છે. દીકરીનું તે વળી દાન હોય ? એ પ્રશ્ન મને ખુબ જ ડંખે છે.”
  હું જ્યારે અહીં લગ્નવીધી કરાવતો ત્યારે કન્યાદાનની વીધી મેં કાઢી નાખી હતી. મારા પહેલાં મારા સાળાએ એ વીધી આજથી લગભગ સાઠ-પાંસઠ વર્ષ પહેલાં કાઢી નાખી હતી. મેં ૩૧ વર્ષ પહેલાં એ વીધી દુર કરેલી.
  ફરીથી મહાશ્વેતાબહેનનો તથા ગોવીંદભાઈનો પણ હાર્દીક આભાર.

  Like

 10. મહાશ્વેતાબહેને જે વાતો કરી છે તે યોગ્ય શબ્દોમાં અનેક બહેનોના મનની વાત કરી છે. સમાજમાંથી ધર્મ અને જ્ઞાતિની સરહદો તૂટવા લાગી છે. જ્યાં નથી તૂટી ત્યાં મોટા છીંડા પડવા શરૂ થઈ જ ગયા છે. સારી વાત છે. માત્ર આંતરજ્ઞાતિય જ નહીં પણ આંતરધર્મી અને આંતરરાષ્ટ્રીય ચર્નીંગ થયા જ કરે છે. પ્રથાઓ નાબુદ થાય છે અગર સ્વરૂપ બદલાય છે. એક જ વસ્તુ હાસ્યાસ્પદ લાગે છે કે કેટલાક એમ જ માને છે કે જે સુધારો થાય છે તે અમારા પ્રયાસોથી જ થાય છે. અમે બરાડા ન પાડીશું તો જગત અંધારામાં જ ભટકશે. ગાડા નીચેના શ્વાનની ભ્રમણામાં રહેતા હોય છે. બેશક સુધારાની ઝડપ સીધા ગ્રાફથી નહીં પણ લૉગ સ્કેલ પર થઈ રહી છે. અને તે પણ સ્વયંભૂ. બસ થોડી ધીરજ રાખવાની જરૂર છે. શક્ય છે કે જે સામાજિક પરિવર્તન આપણે ઈચ્છીયે છીએ તે આપણા જીવનકાળ દરમ્યાન ન પણ આવે. મનેઆ સરસ લેખ ગમ્યો. મારા દીકરા અને પૌત્રના જનોઈ કર્યા પણ અમે કોઈ પહેરતા નથી કે સંધ્યા કરતા નથી. બસ અમારે માટે એક સામાજિક ઉત્સવ હતો.
  હું તો ઈંડા યે નથી લેતો પણ કુટુંબમાં કોઈ નિષેધ નથી. દીકરી અને ધરની પૌત્રીઓએ ગૌરીવ્રત કર્યા નથી એટલું જ નહીં પણ એવો કોઈ તહેવાર છે એની પણ એમને ખબર નથી. મંદીર કે ચર્ચ એ અમારે માટે ફરવાના સ્થળો છે. (પ્રસાદીયો ભક્ત છું) કોઈ ધાર્મિક બાવા કે રેશનલબાપુની મારા સાંપ્રત ફેમિલી પર અસર નથી. અને છતાં કોઈપણ ધર્મ અંગે હું સુગાળવો નથી. હું પણ કન્યાદાન શબ્દનો વિરોધી છું અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ કેટલા પુરુષ પ્રધાન છે તે મેં મારી નવલકથામાં પણ લખ્યું જ છે. મને એક જ વાત પેલેટેબલ નથી. તે સુધારાના બખાળા. અસ્તુ. મહેશ્વરીબહેનને ધન્યવાદ.

  Like

  1. Pravinbhai,
   You say you are modern. My congrats !
   You also say: “કેટલાક — ગાડા નીચેના શ્વાનની ભ્રમણામાં રહેતા હોય છે.એક જ વાત પેલેટેબલ નથી. તે સુધારાના બખાળા. — મહેશ્વરીબહેનને –”
   So, you think that wrong practices go away by themselves, naturally, like a change in weather? Without anybody pointing them out? Do you think Gandhi, Buddha, Vivekanand— all of them were superfluous, not needed? If you are right, Mahashveta need not have bothered to write this article at all !
   I request you to think over your dislike of reformists, once again.
   Thanks. –Subodh Shah — NJ, USA.

   Liked by 1 person

   1. માનનીય શ્રી સુબોધભાઈ,
    સાદર સપ્રેમ વંદન.
    આપની બુધ્ધીમતા માટે મને ખૂબજ આદરં છે. આપના પુસ્તકો વાંચ્યા નથી, એટલે સમજવાની તો વાત જ ક્યાંથી આવે. પણ આપણે મળ્યા છીએ. મેં તમને સાંભળ્યા છે અને વિચારો જાણ્યા છે. વિચારો રજુઆત કરવાની શૈલી આદર ઉત્પન્ન કરે એવી છે.
    ખેર હું મારી જ વાત કરીશ. હું ચિંતક ફિલોસોફર કે અભ્યાસુ નથી. મારી પોતાની સમજ અને સંજોગો પ્રમાણે મારું જીવન વહેતું રહ્યું છે; અને એમાં મેં કદી અસંતોષ અનુભવ્યો નથી.(ખાખરાની ખિસકોલી) મારો એક જ ખૂબ મોટો દુર્ગુણ છે કે હું ગુરુતા ગ્રંથીવાળા ગુરુઓનું વૈચારિક ડોમિનેશન સહન કરી શકતો નથી. (શક્ય છે કે મારા વિચારો પણ એમના જેવા જ હોય) પછી એ ધાર્મિક હોય કે રિફોર્મિસ્ટ રેશનાલિસ્ટ હોય. મારી ૭૫ વર્ષની ઉમ્મરમાં મેં કુલ ૭૫ મિનિટ છપાયલા કાટલા જેવા બાપુઓના ધાર્મિક પ્રવચનો સાંભળ્યા નથી. એ ક્ષમતા મારામાં નથી. છતાં ઘણી રીતે હું ધાર્મિક છું.
    કેટલાક રેશનાલિસ્ટોની એકની એક વાત મને ખરેખર બોરિંગ લાગે છે. (સભાનપૂર્વક એમના નામનો ઉલ્લેખ નથી કરતો) જેમ આસારામ અને એમના દીકરા પોતે કૃષ્ણનો અવતાર બની જાય છે તેજ પ્રમાણે કેટલાક પોતે બુદ્ધ-વિવેકાનંદનો પૂનર્જન્મ એમનામાં થયો હોય એવી ભ્રાંતી મારા માનસપટ પર પેદા કરે છે. એમાં એમનો નહીં પણ મારો જ દોષ છે. મને બોધ આપનારની વાતો કંટાળા જનક લાગે છે. એમાં કદાચ એમની સારી વાતો પણ ઉપેક્ષા થઈ જાય છે. આ શુભ ભાવનાવાળા પ્રચારકો જ મારા ચેતાતંત્રમાં તોડફોડ મચાવે છે. કદાચ એઓના હઠાગ્રહને કારણે જ યુધ્ધોનો જન્મ થતો હશે.
    સુબોધભાઈ એક આડ વાત યાદ આવી. પહેલાની પ્રેમાળ-શરમાળ પત્નીઓ પતિને કાગળ લખતી તેમાં છેલ્લે લખતી “થોડું લખ્યું, ઘણું કરી વાંચજો” પણ સાહેબ, આપણી બાબતમાં એવું નથી હોં…ન લખેલું ખોટું ખોટું ના વાંચશો. જો તમે ફરમાવશો તો બસ ગોવિંદભાઈના બ્લોગમાં આવી હાજરીનો ચાંલ્લો “લાઈક” લગાવી મૂંગે મોઢે વિદાય લઈશ.
    આતો મારા ભેજાના યુનિક સિગ્નલો છે. “અપુનકી બ્રેઈન સર્કિટમેં પહેલે સે હી કુછ ગરબડ હૈ,” સુભોધભાઈ, માફ કરના; ઘણી ઘણી બાબતોમાં, હું સીરિયસલી અનસીરિયસ છું. અપુનકા સોચનેકા તરિકા હી ટેઢા હૈ. ઈમ્પ્રુવમેન્ટકા કોઈ ચાન્સ નહીં હૈ. રાઓલ બાપુને તો ટેગ લગા દીયા હૈ. “ડોસા ત્રિશંકુ હૈ.”
    મળીશું …આનંદની વાત કરીશું. અવિવેક થયો હોય તો માફી ચાહું છું. કુશળ હશો.

    Like

  1. Chandubhai,
   Actually, this is more about social reform than about religion as such.
   If others are bad or even worse (as you imply), should we not improve ourselves?
   I want to improve myself. I don’t care if other societies are good or bad. I care more about my own people first and foremost.
   What do you think? — Subodh Shah —

   Liked by 1 person

 11. નિખાલસ અને સ્પષ્ટ વિચારો લેખમાં રજુ કરવા માટે મહાશ્વેતાબેનને અભિનંદન.

  Like

 12. મારા પ્રવિણભાઇ,
  તમારા વિચારો વાંચીને ????????????????????????????થયા. ‘હું‘ ને ????????????
  વિવેકાનંદજી સમાજસુઘારાને માટે કાર્યરત હતાં. ગા.ઘીજી દેશસેવા માટે કાર્યરત હતાં. બીજા કેટલાંયે લોકજાગૃતિને સમાજમાં સુઘારા ઉજ્જવળ ભાવિ માટે કર્યા હતાં. તે પણ નિસ્વાર્થભાવે. તેમણે અેક અભિયાન ઉઠાવ્યો હતો. લોકજાગૃતિ સર્જી હતી. ઇનઅેક્ટીવ લોકોને અેક્ટીવ કર્યા હતાં. વિવેકાનંદે કહેલું કે,” Blessed are they whose bodies get destroyed in the service of others.”
  પરદેશ જવા માટે ગાંઘીજીઅે સજા ભોગવવી પડી હતી.
  કોઇ તો માઇનો લાલ હોટાનો વિરોઘ કરે અને વિરોઘ અભિયાન જગાવે. ‘હું‘ જાતે સુઘરનારા અને તેના ગીતો ગાનારા કેટલાં? સમાજનો ખ્યાલ કરો…………
  જ્યોર્જ બર્નાડ શો અે સરસ વાત કહી છે. ‘ જીવનનો સાચો અાનંદ આ છે……. પોતે ભવ્ય માનેલા કોઇ ઉદ્દેશને ખાતર ખપી જવું; ઉકરડાં પર ફેંકાઇ જતાં પહેલાં સંપૂર્ણ પણે ઘસાઇ છૂટવું; દુનિયા મને સુખી કરવામાં લાગી પડતી નથી, અેવાં રોદણાં રડતાં સ્વાર્થીલા ઢેફાને બદલે કુદરતની અેક શક્તિ બનવું.‘
  સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક, નવી આશા, વાચવા જેવું છે. જરુરથી વાંચજો. સ્વામી છે પરંતુ સમાજ સુઘારક છે. અને તેમના આ અભિયાન માટે ગોળીના શિકાર બનવું પડેલું…આ આપણો સમાજ….સુઘારકને પણ ગોળી મારે…….
  અમૃત હઝારી.

  Like

 13. कोई पण हीन्दुने पुछो ईन्द्र अने अहल्यानी कथा कही बतावशे. अहल्याने पत्थर बनी जवुं पड्युं अने कोई पुरुषना चरण स्पर्सथी जीवन मळ्युं. भारतमां आ डीडवाणुं राष्ट्रपती राजेन्द्र प्रसाद सुधी चाल्युं. पछी हीन्दुओनी जन्म, लग्न, वारसा के मृत्युनी वीधीओमां संसद अने कोर्टनी दखल शरु थई. हीन्दुओमां स्त्रीनी हालत गुलाम के बाजारु लेवड देवडनी चीज वस्तु जेवी ज हती. हीन्दुओ असंख्य पत्नीओ राखता हता अने ईश्लामना अनुयायीओने फावट आवी गयी. बंगाळमां जमीनदारनुं म्रुत्यु थतां 100-200 महीलाओ वीधवा बनी जती.

  रखे भुली जतां हालत सुधरी छे. उपरनी पोस्ट बरोबर वांचो. बाबरी मस्जीदनो उल्लेख थयेल छे. आ बाबरी मस्जीदनी जग्याए मंदीर माटे तालावेली हजी एटली ज छे. पछी तो वीधी वीधान, प्राण प्रतीष्ठा अने धजा फरकाववानी वीधीओ शरु थशे. हीन्दुओ सीवाय बीजाने प्रवेश माटे परवानगी के डोक्युमेन्ट लागशे. याद करो सोनु जाणी में संग कर्यो ने मारे कर्मे नीकळ्युं कथीर. हीन्दुओना आ पत्थर प्रेममां महात्मा गांधीजी अने वल्लभ भाई पटेल फसाई गया तो पछी सामान्य माणसनुं तो गजुं शुं?

  Like

 14. Khub saras lekh
  Mandir bahar bord ( time ma thayeli baheno e mandirma praveshvu nahi) biji taraf ej bhartiya praja rajswala (time ma thayeli) Matanu mandir bandhe chhe ane te maneli mata yoni aakar na patthar ni puja pan kare chhe.khud dharma maj aatlo virodhabhas hoi te desh ni praja be Brahman pujari pandit kathakar jyotish bhuva bhagat vigere e mansik bandhak banavi didhi chhe . aava lekho no vadhare prachar prasar thai tetlu saru . farithi dhanyavad govindbhai ane mahasweta ben lekh aapva mate.

  Like

 15. પ્રણાલીઓ અને ધાર્મિક તત્વજ્ઞાન અલગ અલગ છે. માનવ સમાજે દા.ત. જન્મદિનની ઉજવણી, નામકરણ વિધિ, લગ્નવિધિ, લગ્નદિનની ઉજવણી… આવી જ એક શાળાપ્રવેશની ઉજવણી. ઉપવિત સંસ્કાર આમ તો શાળાપ્રવેશ ઉજવણી જ છે. આ ઉજવણીને ક્યારેક બીજી ઉજવણીની જેમ જીવનનો એક અનિવાર્ય હિસ્સો બનાવી દીધો. મનુષ્ય સમાજ આનંદ કરવા માગે છે, ઉજવણીઓ, તહેવારો, લયબદ્ધ દિનચર્યા, સામુહિક જીવન … ક્યારેક સંબંધો જાળવી રાખવા માગે છે. જેમકે રક્ષા બંધન, ભાઈ બીજ, અક્ષય તૃતીયા, મામેરું, જીયાણુ … આમાંનુ કશું ફરજીયાત નથી. સામુહિક આનંદ આવતો હોય તો પાળો. નહીં તો બીજી રીતે મજા કરો. કોઈ પણ પ્રણાલી કે રુઢિઓને કડવાશ થી જોવાની જરુર નથી.

  Like

 16. प्रणाली अने तत्वज्ञान बाबत जाणवा जेवुं छे. दाखला तरीके जैनो पोताने अहींसाना नीष्णांत माने छे.

  आपणे गायने केवी रीते दोहीए छीए ए खबर छे. पहेलां एना पग बांधवा पडे. वाछरडाने गायनी पासे लाववुं पडे अने गोवाळीओ गायने खबर न पडे एम बधुं दुध दोही ले के चुसी ले.

  आ धावणा बच्चानुं छीनवेलुं दुध कोई पण जैन केवी रीते वापरी शके. के पछी बधा छीनवी पीये छे एम अमे पण पीये छीए.

  मां प्रणाली के तत्वज्ञान शुं छे ए खबर न पडे अने ए पण जैन साधुओने? मानवामां न आवे एवी हकीकत छे….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s