ધર્મ–અધ્યાત્મ

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી

[48.] દેશની વર્તમાન કરુણતાનાં મુળ જ આપણી કહેવાતી આધ્યાત્મીક પરલોકપરાયણતા છે. એક બાજુ, બે ટંકના રોટલા માટે તનતોડ શ્રમ કરી, જીવન વેંઢારતી વીરાટ જનતા છે; જેને અન્ય કશું ભાન જ નથી, તેમ એવું વીચારવાની ફુરસદ પણ નથી. તો બીજી બાજુ આ કારુણ્યને જેઓ દુર કરી શકે તેમ છે, તેઓ ત્રીજું નેત્ર ખોલવાની અને આત્મા–પરમાત્માનો સાક્ષાત્કાર કરી, કહેવાતા બ્રહ્માનન્દની ખોજમાં પડ્યા છે. અને એવી ખોજમાં ખરેખર મોજ છે; કારણ કે વીસમી સદીના આ સાધુબાવાઓ કોઈ ત્યાગ કે સેવાની વાત કરતા જ નથી. પરીણામે ઈન્દ્રીયોનો આનન્દ એ જ વાસ્તવમાં તેઓનો બ્રહ્માનન્દ બની ગયો છે. સમાજ અન્ધશ્રદ્ધાઓ, વહેમો, કુરુઢીઓથી મરણતોલ શોષાઈ રહ્યો છે ત્યારે એને ઉગારવાનું કોઈને સુઝતું નથી અને આત્મા–પરમાત્માને નામે લોકો નવી અન્ધશ્રદ્ધાઓ, નવા વહેમો ઉભા કરી, શોષણ તથા લુંટની પ્રક્રીયાને બળવત્તર બનાવી રહ્યા છે. આધ્યાત્મીક કહેવાતી પ્રવૃત્તી આખરે તો એક પ્રકારનું માનસીક આશ્વાસન છે; જે દ્વારા ‘અમે કંઈક મહાન કાર્ય કરી રહ્યા છીએ’ એવો માનવીનો અહમ્ સંતોષાય છે અને છતાં એ માટે કશો ભોગ આપવો પડતો નથી.

લગભગ અઢી હજાર વર્ષ પુર્વે તથાગત બુદ્ધે એવો ઉપદેશ આપેલો, જો આવા લોકોએ બે કાન પણ બન્ધ ન કર્યા હોય તો સાંભળવા જેવો છે કે, ‘પરમાત્માની ચીન્તા ન કરો ! એ છે યા નહીં એવી ખોજ માંડી વાળો અને આ નજર સામે જ જે સાક્ષાત્ માનવી દેખાય છે, એનાં દુ:ખદર્દોનો પાર નથી, તેની યાતનાઓ–વેદનાઓ દુર કરવામાં લાગી જાઓ !’ પરન્તુ એ કાર્ય કપરું છે અને એમાં મહાન હોવાનો લાભ તો છે નહીં, પછી આ સુખીયા, સ્વાર્થપરસ્ત લોક એમાં શા માટે પડે ? એ કરતાં સંસાર મીથ્યા છે, માયા છે, એવી એવી વાતો હાંકી, એ જ સંસારની મોજમજા માણવી શું ખોટી ? 

[49.] આપણો ધર્મ માણસને શીખવે છે કે : ‘ઈશ્વર બધું જ જાણે–જુએ છે, એના દરબારમાં ન્યાય છે, સજારુપે નરક છે, સારા બદલારુપે સ્વર્ગ છે, કર્મનો બદલો મળ્યા વીના રહેતો નથી, બીજા જન્મેય તમારે કર્યાં ભોગવવાનાં જ છે’.. ઈત્યાદી. હવે આવા ધાર્મીક શીક્ષણથી જો માણસો સદાચારી બની જતા હોત તો, આજે આ દેશમાં આટઆટલાં ભ્રષ્ટાચાર, કૌભાંડો, જુઠાણાં, શોષણ, અન્યાય, ક્રુરતા, સ્વાર્થ, લુંટાલુંટ–ઝુંટાઝુંટ તથા લોલુપતા ન જ પ્રવર્તતાં હોત. મતલબ કે, ધર્મના પ્રભાવથી બાળક સદ્વર્તન નથી સ્વીકારતું; કારણ કે ધર્મની દલીલો જ અતાર્કીક તથા અસત્યમુલક હોય છે. ભગવાનમાં માનનારો માણસ ખુદ પણ ભગવાનથી ભાગ્યે જ ડરતો હોય છે ! ટુંકમાં, અમુક સદાચાર ધાર્મીક ઉપદેશ છે – એમ કહેવાથી એનું મુલ્ય સ્થાપીત નથી જ થઈ શકતું અને સ્વીકારાતું પણ નથી. માટે સાચો તથા ઉત્તમ માર્ગ તો એ જ કે સદાચાર કે જીવનમુલ્યોનું સ્વકીય તથા વાસ્તવીક મુલ્ય જ બાળકના ચીત્તમાં પ્રગટાવવું જોઈએ. તો ઝટ દઈને એને ગળે ઉતરી જશે. શીક્ષણનો આ સીદ્ધાંત છે.

[50.] ધર્મ મનુષ્યને કેટલી હદે હૃદયહીન, બુદ્ધીહીન, મુર્ખ, તથા માનવતાહીન બનાવી દે છે એનો આવો હૃદયવેધક પુરાવો અગાઉ અન્ય ભાગ્યે જ મેં અનુભવ્યો હશે. હું લગભગ ભાંગી પડ્યો. જગવીખ્યાત લેખક–ચીન્તક ટૉલસ્ટૉયે એમની વીશ્વશ્રેષ્ઠ નવલકથા ‘યુદ્ધ અને શાન્તી’માં કંઈક એવી મતલબનું લખ્યું છે કે માનવી દુષ્ટ છે એ માનવજાત માટે કોઈ મોટી સમસ્યા નથી; પરન્તુ ખરી, ગંભીર તથા અટળ સમસ્યા તો એ છે કે માનવજાતની મોટી બહુમતી મુર્ખ છે. ટૉલસ્ટૉયનું આ તારણ સમ્પુર્ણ સત્ય છે. દુષ્ટતાની દવા શક્ય છે, વાલીયો ભીલ ક્યારેક કવી વાલ્મીકી બની જઈ શકે છે; પરન્તુ મુર્ખતા બાબતે તો આપણા પુર્વજ મનીષીઓએ પણ હતાશાભર્યા ઉદ્ગાર જ કાઢયા છે કે ‘મુર્ખસ્ય ઔષધમ્ નાસ્તી’– મુર્ખાની કોઈ દવા નથી ! આપણા કોઈ ભક્તકવીએ પણ બરાબર આવી જ બોધક પંક્તી લલકારી કે ‘મુરખને જ્ઞાન કદી નવ થાય !’ દુષ્ટને એની દુષ્ટતાનું ભાન કરાવી શકાય છે, જેથી તેની સુધરવાની તક રહે છે. દુષ્ટમાં ખુદમાંય દુષ્ટતાને સમજવા જેટલી સમજણ કે બુદ્ધી અચુક હોય જ; કારણ કે બુદ્ધી વીના દુષ્ટ કૃત્ય થઈ શકતું નથી. જ્યારે મુર્ખતા એ જ્યાં બુદ્ધીના અભાવની જ અવસ્થા છે, ત્યાં સુધારાની શક્યતા જ ક્યાં રહે ? મુર્ખ નર સમજી શકતો જ નથી કે પોતે મુર્ખ છે. એને મન તો એની મુર્ખતા એ જ દુનીયાનું શ્રેષ્ઠ ડહાપણ છે. અને ઘણા ધાર્મીક કર્મકાંડ એ દુનીયાની આવી શ્રેષ્ઠતમ મુર્ખતા છે.

 [51.] આ એકવીસમી સદીમાંય સંખ્યાબન્ધ રાષ્ટ્રો પોતાને ‘ધાર્મીક રાજ્ય’ જાહેર કરતા હોય અને અન્ય કેટલાંક વળી એવી ઉમેદ સેવી રહ્યા હોય, ત્યારે ત્યાંની પ્રજાઓની તો દયા જ ખાવી રહી. સંકુચીત, બન્ધીયાર ધર્મ પ્રજાસ્વાતંત્ર્યનો મોટામાં મોટો શત્રુ છે; કારણ કે ધર્મો સદાય સરમુખત્યારો અને ફાસીવાદને આધારે જ ફાલતાફળતા રહ્યા છે. તદનુસાર એ લોકોએ સમજવું જોઈએ કે ધર્મના મોટા ભાગના આદેશો તથા વીધીનીષેધો તત્કાલીન, કામચલાઉ તેમ જ કાલસાપેક્ષ હોય છે; કારણ કે તમામ ધર્મો પ્રાચીન કાળમાં જ ઉદ્ભવ્યા છે. એને સર્વકાલીન સત્ય માની જડવત્ વળગી રહેવાથી તે જુથની તેમ જ માનવજાતની પ્રગતીને ભારે હાની પહોંચે છે. ધર્મો બહુધા બળને આશરે ટકે છે અને ફેલાય છે; એથી ધર્મના ધુરન્ધરો સર્વપ્રથમ અનુયાયીઓની તેમ જ સમ્બન્ધીતોની જબાન કાપી નાખે છે. વાસ્તવમાં ધાર્મીક જને તો એવું આત્મગૌરવ કેળવવું જોઈએ કે એકાદ ચલચીત્રથી યા પુસ્તકથી ખંડીત કે ભયભીત થાય, એવો નીર્બળ કાંઈ અમારો સમ્પ્રદાય નથી જ !  ‘અભીવ્યક્તી સ્વાતંત્ર્ય’ પરત્વે લોકશાહી સરકારોએ સમુદાર બનવું જોઈએ અને પ્રસ્તુત સ્વાતંત્ર્યને રુંધતાં પરીબળો સામે કડક હાથે કામ લેવું જોઈએ.

[52.] કોને ધર્મ કહેવાય અને કોને અધર્મ, એની સ્પષ્ટ વ્યાખ્યા તો કમ સે કમ એક સેક્યુલર રાજ્યમાં હવે કરી દેવી જ ઘટે. ‘સેક્યુલર’ એટલે સાવ લાગણીહીન એવું ‘ધર્મનીરપેક્ષ’ શાસન નહીં; એ ‘બીનમજહબી’ રાજ્ય હોવું જોઈએ : માણસ પહેલો અને ધર્મ પછી. માણસના સુખશાન્તી ને સલામતીની આડે ધર્મ આવી શકે નહીં. ધર્મ વ્યક્તીગત હોય, જાહેર નહીં.

[53.] આપણી સામાજીક વ્યવસ્થામાં ક્યાંય લોકશાહી નથી. વર્ણાશ્રમ ધર્મ ઉપર રચાયેલ અન્યાયી સમાજરચનાએ જન્મને કારણે ઉંચનીચના ભેદ કરી, માનવી–માનવી વચ્ચે અભેદ્ય દીવાલ ઉભી કરી છે. સામાજીક સુધારાની વાત કરવાની હીમ્મત કોઈ કરે તો એ બરદાસ્ત કરવાની કોઈ સમાજની તૈયારી નથી. વધુ કરુણતા તો એ છે કે આ ધર્મના ચાલતા પાખંડો, જ્ઞાતી તથા પેટાજ્ઞાતીની પ્રથાઓ, અંદરોઅંદરની; પણ અલગતાવાદની અને ઉંચનીચની ભાવનાનાં ગુણગાન ગાતાં આપણા શીક્ષીતોય થાકતા નથી. મન્દીર, મસ્જીદ, કથાવાર્તાઓ તેમ જ ધર્મના જલસાઓ માટે લાખ્ખો રુપીયા વગરમાગ્યે મળશે; પરન્તુ કેળવણી, તબીબી, અને સાર્વજનીક સગવડો માટે આ જ લોકો સમાજસેવકોને લાચાર બનાવી દે છે. શીક્ષણકાર્ય ઉપર પણ જ્યારે ધર્મની છાપ ઠોકી બેસાડવામાં આવે છે, ત્યારે આ શીક્ષણ લેતા નવયુવાનો શી રીતે વૈજ્ઞાનીક વીચારો ઝીલતા થાય ?

[54.] સાધનસમ્પન્ન શીક્ષીતો પ્રજાને આધ્યાત્મીકતાનો વણમાગ્યો ઉપદેશ આપવા નીકળી પડે છે. ભણેલાની પાછળપાછળ અજ્ઞાન પ્રજા પણ પંડીતો, સાધુઓ, બાપુઓ પ્રત્યે આશાની મીટ માંડતી થઈ જાય છે. દરેક સ્થળે ચમત્કારનો દાવો કરનારાઓએ પ્રજાને ઘેરી લીધી છે. આવાં બધાં દુષણોમાં ઉગતા યુવાનો સીધી કે આડકતરી રીતે ફસાતા જાય છે. સ્વરાજ્ય પહેલાંની ખુમારી આજે નષ્ટ થઈ છે. શું આપણે સ્વરાજ્ય માટે લાયક જ ન હતા ? ગુલામી અને સ્વતંત્રતા વચ્ચેનો ભેદ પ્રજા ભુલવા લાગી છે. દેશ વેરાન થઈ જાય, બળીને ખાક થઈ જાય તે પહેલાં દેશના યુવકો, શીક્ષણકારો, બૌદ્ધીકો, પત્રકારો, સામાજીક કાર્યકરો આપણી આ કચડાયેલી પ્રજા તરફ નજર નાંખે, તો જ તેમાંથી જીવવાનો પ્રાણવાયુ મળશે.

રમણ પાઠક  ‘વાચસ્પતી

 ‘ગુજરાતમીત્ર દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) એમની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરતના રેશનાલીસ્ટમીત્ર શ્રી. વીજય ભગતે: vmbhagat@gmail.com ) વીવેકવીજય (પુસ્તક માટે ભાઈ વીજય ભગતનો ઈમેઈલ પર સમ્પર્ક સાધવા વીનન્તી) ગ્રંથ સાકાર કર્યો. રૅશનાલીઝમના પાઠ્યપુસ્તક સમા આ ગ્રંથનું ઐતીહાસીક વીમોચન પુ. મોરારીબાપુને હસ્તે સુરતના ‘રંગઉપવન’માં થયું. તે પુસ્તક  વીવેકવીજયના પ્રકરણ: 02માંથી ઉપરોક્ત મુદ્દા ક્રમાંક: 48 થી 54 સુધીના આ મુદ્દા, લેખક અને સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર ..ગોવીન્દ મારુ..

નીચે આપેલી લીન્ક ઉપર ક્લીક કરશો તો વીવેકવીજય ગ્રંથ વીશે વધુ જાણકારી મળશે :

https://govindmaru.wordpress.com/2010/12/17/raman-pathak-11/

લેખકસંપર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક વાચસ્પતી હવે આપણી વચ્ચે નથી.

અભીવ્યક્તી.બુક્સ વીશે :

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

..ગોવીન્દ મારુ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 11/06/2015

17 Comments

  1. Lekhni sathe sathe comment pan vavchva vicharva layak abhivyaktina vanchako nenamra apil lekh friend circle relatives ne forward karo aa janamma j punya lagse.

   Like

 1. મિત્રો,
  રમણભાઇઅે ઘર્મ અને અઘ્યાત્મના વિષય ઉપર સરસ વુવેચન કર્યુ છે. (૪૮)મા વિભાગમાં ગરીબોની રોજીંદા જીવનનું અેનાલીસીસ કરીને કહ્યુ કે તે બિચારાઓ પાસે ઘર્મ કે અઘ્યાત્મ માટે સમય જ ક્યાં છે. થોડું ઘણું આમતેમથી નોલેજ મેળવેલું હશે તો કર્મના સિઘ્ઘાંતની માયાજાળમાં ફસાઇ જશે. પરંતું તે માયાજાળની સમજ પડશે નહિં.
  (૫૨),(૫૩)અને (૫૪)ના વિભાગોમાં રમણભાઇઅે જે વિવેચન કર્યુ છે તે પણ હિંદુ સમાજના, ઇન્કલુડીંગ કહેવાતા ડીગ્રી હોલ્ડરો, ૯૦ ટકા લોકો, આંખ, કાન, નાક અને મગજ બંઘ રાખીને સાઘુ બાવાઓ, પુજારીઓ, કથાકારોને ફોલો કરે છે. સમજ ? ઉંડો વિચાર, ખરાં ખોટાની ચર્ચા તો ‘ભગવાન‘ ???? સમજે. કથાકારો,પુજારીઓ, સાઘુ બાવાઓ પોતે પણ પોતે શું બોલી રહ્યા છે તે સમજતા હોય તો….વાહ…વાહ…પરંતુ તેઓ તો બીઝનેસ કરવાં આ બઘું કરતાં હોય છે. પારકાના છોકરાંઓને જ જતી બનાવવાનાં ઘંઘામાં વિહરતાં હોય છે. તેમાંથી મુરખ બનતાઓનો ગેરલાભ ઉઠાવતાં હોય છે.
  રમણભાઇઅે જે કાંઇ લખ્યુ છે તેને વાંચનારામાં જો આખો હિંદુ સમાજ હોય તો ચેલેન્જ મારીને કહું કે હાર્ડલી ૨ થી ૫ ટકા વાચકો સમજી શકશે…..
  પ્રયત્નો કરવા અે આપણાં સહુની ફરજ છે…સમજીને પણ નહિ સમજવું અે જનસમાજની આવડત અને પ્રતિજ્ઞા છે……કયો કથાકાર પોતે પોતાના જીવનમાં સાચી રીતે તેની કથાના ઉપદેશો ુતારીને જીવે છે ? રામાયણવાળા કે મહાભારતવાળા કે ભગવત ગીતાવાળા ?????? કે પછી બીજા સંપ્રદાયોવાળા ???? સમજીને પણ પોતાના જીવન માટે નહિ સમજવું અકથાકારોનો નિયમ છે….પરકાના છોકરાંને જતી બનાવવા તેમનો જીવનઘ્યેય છે…….ખૂબ લખાય પરંતુ…આટલેથી જ અટકું…..
  અમૃત હઝારી…..

  Liked by 1 person

 2. “ગુરુ ગોવિંદ દોનો ખડે, કીશકો લાગુ પાય !
  બલિહારી ગુરુ દેવકી ,જિસને ગોવિંદ દિયો બતાય !!
  ……………….. આ રચના કયા ભગવાને કરી ??? કે પછી ટીલા ટપકા ધારી લંપટ ભગવાધારી સાધુબાવાઓએ. ભારતમાં ૬૦ થી ૭૦ લાખ આવા લોકો. મહેનત-મજૂરી કરનારાઓને બધી જ રીતે ભારરૂપ છે.

  Liked by 1 person

 3. मने लागे छे के मुर्ख माणसने समजाववा रमणभाईए आ लखेल छे.

  हकीकतमां भारतमां जेटला राम भक्तो छे एमणे आ खास वांचवुं जोईए. आ देशमां राम जेवी व्यकती थई ज नथी. आपणे गाई वगाडी खोटी रामायण करीए छीए.

  आ खोटी रामायणमां महात्मा गांधी अने सरदार वल्लभ भाई पटेल पण फसाई गया पछी सामान्य जननुं तो पुछवुं ज शुं?

  Liked by 1 person

 4. કોઈકે કહ્યું છે કે કહેવાતા આસ્તીકો પૈકી લગભગ બધા જ દેખાદેખી કે બીજા લોકોમાં પોતે ખરાબ ન દેખાય એટલા માટે ‘હું ભગવાનમાં માનું છું’ એમ કહેતા હોય છે. એટલે કદાચ એ લોકો મુર્ખ છે એમ માનવાને બદલે એમની પાસે હીંમત નથી એમ કહી શકાય. હા, એ લોકો દયાને પાત્ર પણ ખરા.
  ગોવીંદભાઈને હાર્દીક અભીનંદન. ખુબ સરસ લેખો શોધીને લઈ આવો છો ગોવીંદભાઈ.

  Liked by 1 person

  1. Murrabbi Ganda Bhai
   Tamari comment lagbhag badhaj lekh ma vanchu chhu tamaro abhigam su Chhe te samaj pade evonathi
   Tamara blog
   Gandabhaivallabh.wordpress.com par me click Kari to shraddh vidhi satyanarayan katha vagere lekh joya mate hu tamari darek comment ane tamarablog banne ne sarkhavi ne duvudha anu bhavu chhu .

   Like

 5. Ramanbhai had great ideas. May I add a little more explanation?

  The biggest problem with religion is not that it is wrong, bad or undesirable. In fact, Religion was quite useful when it started. The biggest problem is that it usually tolerates and promotes, directly or indirectly, Irrational modes of thought and action.

  Faith does not harm; it is the habit we form to accept things on faith that does real harm. Faith builds a wall between our common sense and us.

  Overemphasis on spiritual faith distorts objectivity, undermines capacity to reason and robs us of our will to look at other viewpoints.

  When a person is constantly encouraged to assume abstract concepts without reference to intellect, logic or common sense, he naturally gets into a habit of presumptive thinking. That can make him silly or naive.

  All believers need to think deeply about these points. Thanks.
  —-Subodh Shah — NJ, USA.

  Liked by 2 people

  1. સુબોધભાઈ, સાદર વંદન.. મારા સ્વાર્થની સીધી વાત…રવિવારના જોડકણાં મારા બ્લોગને માટે આપી દો…..આ ધમકીયુક્ત વિનંતી છે. …આ કાવ્ય શત્રુ શાસ્ત્રીને તમારા જોડકણા બૌ ગમેલા છે. તમારુ કોઈ જાતનું ઠેકાણું નથી. (મળ્યું) એટલે ગોવિંદભાઈના ઘરમાં ઘૂસવું પડ્યું છે. એમને ત્યાંથી કંઈ તફડાવ્યું નથી. મારું સરનામું shastripravinkant@gmail.com
   ગોવિંદભાઈ, મારી ક્ષમા યાચના અને સ્નેહવંદન.

   Like

 6. રમણભાઈએ લખ્યું છે કે “સમાજ અન્ધશ્રદ્ધાઓ, વહેમો, કુરુઢીઓથી મરણતોલ શોષાઈ રહ્યો છે ત્યારે એને ઉગારવાનું કોઈને સુઝતું નથી અને આત્મા–પરમાત્માને નામે લોકો નવી અન્ધશ્રદ્ધાઓ, નવા વહેમો ઉભા કરી, શોષણ તથા લુંટની પ્રક્રીયાને બળવત્તર બનાવી રહ્યા છે.”

  આ શોષણ શું છે? લૂંટ શું છે? શોષણના જંગલમાં અંધશ્રદ્ધાઓ વહેમો, કુરૂઢિઓ મૂળિયાં છે કે ડાળીઓ? સમાજમાં ઊંચનીચ. અમીર-ગરીબ જેવા ભેદ છે એનો લાભ કોને થાય છે? આવા ભેદ શા માટે છે?. આપણે ડાળીઓ કાપીને સંતોષ માનવા નથી બેઠા ને? જ્યાં સુધી શોષણ કેમ થાય છે, કોણ કરે છે તે આપણે નક્કી નહીં કરી શકીએ અને લોકોને એના તરફ આંગળી ચીંધીને લડવા તૈયાર નહીં કરી શકીએ ત્યાં સુધી એક ડાળી કાપશું તો બીજી ફૂટી નીકળશે.

  Liked by 1 person

 7. ‘પરમાત્માની ચીન્તા ન કરો ! એ છે યા નહીં એવી ખોજ માંડી વાળો અને આ નજર સામે જ જે સાક્ષાત્ માનવી દેખાય છે, એનાં દુ:ખદર્દોનો પાર નથી, તેની યાતનાઓ–વેદનાઓ દુર કરવામાં લાગી જાઓ !’
  -તથાગત બુદ્ધ
  વાહ ! આવી જ વાત સ્વામી વિવેકાનંદ એ કરેલી કે ભગવાન મન્દીરોમાં નથી પણ ગરીબોમાં છે. સ્વ.રમણ પાઠક નો વિચાર પ્રેરક લેખ .

  Like

 8. बस्तियां आबाद कर इन्सानकी
  शुष्क पत्थर भी कमल हो जायेंगे /
  आदमी जो कर रहाहै ध्वस्त
  उसका कल महल हो जायेगा .
  आत्मा नीलाम करना बंद कर
  तुझमे आत्मबल पैदा हो जायेगा ,
  पांव चूमेगी उसीके मंजिले
  जो इरादाका जो अटल हो जायेगा //

  // વિચાર પુષ્પ //
  સ્વર્ગમાં ચાકર બનીને સડવા કરતાં, નરકમાં પોતના શેઠ બનીને માથું ઊંચું રાખીને જીવવું બહેતર છે .
  ISHWAR PUROHIT

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s