ભીક્ષાવૃત્તીનું મુળ ગરીબી કે પછી ભ્રમીત માનસીકતા ?

વ્યંઢળની લાક્ષણીક અદા

ઉજ્જૈનના કાલભૈરવ મન્દીરના દરવાજા ઉપર જ હાથમાં મોરપીંછ લઈને બેઠેલા એક વ્યંઢળને જોતાં જ મને તેનું ચીત્ર ખેંચવાનું મન થઈ આવ્યું. જેવો હું તેનું ચીત્ર ઝડપવાની તૈયારી કરું કે તરત જ તે વ્યંઢળ બનાવટી ગુસ્સા સાથે મને કહેવા લાગ્યો કે : “जो तुमने मेरा फोटो खिंचा तो मैं पचास रुपयें का दंड करुँगी।” આવું સંભાળીને, મેં આ વ્યંઢળની લાક્ષણીક અદાનું અદભુત ચીત્ર નહીં મેળવી શકવાનાં વસવસા સાથે, ચાલતી પકડી. ખબર નહીં; પણ મારા આવા અણધાર્યા બેફીકરા પ્રતીભાવને પામી જઈ એક સફળ ભીખારીના લચીલાપણાના ગુણ બતાવીને તેણે મને પ્રેમથી બોલાવ્યો અને હસતાં હસતાં કહેવા લાગ્યો કે : “मैं तो मज़ाक कर रही थी । अब तुझे मेरा फोटो खींचना ही होगा; नहीँ तो मैं फिर से दंड करुँगी ।” અને અહીંયાં જે તસ્વીરમાં દેખાય છે તે લાક્ષણીક ‘આશીર્વાદ મુદ્રા’ની આવી તસ્વીર મારી પાસે ખેંચાવીને મારા માથા ઉપર પ્રેમથી હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા એટલે હું પણ ખુબ રાજી થયો ! વ્યંઢળનાં આશીર્વાદથી નહીં; પણ તેની ‘આશીર્વાદ-મુદ્રા’ની આ તસ્વીર મળવાથી. આ પ્રસંગથી મને ભીક્ષાવૃત્તી અને તેનાં મુળ કારણો વીશે લખવાની ઈચ્છા થઈ.

બીજા લોકોનું ભલું કે કલ્યાણ કરવાનાં કાલ્પનીક આશીર્વાદ અને દુઆના બદલામાં, તમારી પાસેથી જેટલું પડાવી શકાય તેટલું ધન માગીને કે માગ્યા વગર પડાવવાનાં કસબને ભીક્ષાનો ગોરખ-ધંધો કહેવાય. ઘણા સમાજશાસ્ત્રીઓ અને અભ્યાસુઓ ભીખારી કે ભીક્ષા–વૃત્તીની સમસ્યાને ગરીબી સાથે જોડે છે; પરન્તુ આ ગરીબી અને ભીક્ષા વૃત્તીને જોડવાની ચેષ્ટામાં કોઈ આધારભુત તર્ક દેખાતો નથી. જો ખરેખર આવું જ હોય તો ભીખારી બધાં જ ગરીબ હોવા જોઈએ. તેને બદલે આપણા દેશ ભારતમાં રસ્તે ચીંથરેહાલ અવસ્થાએ ખુલ્લા આકાશ તળે આખો દીવસ ટાઢ–તડકામાં ભીક્ષાવૃત્તી કરતા એક અદના ગરીબ ભીખારીથી લઈને દેશ–વીદેશમાં આપેલી પોતાની ભીક્ષા–ફ્રેન્ચાયસીઓમાં પોતાના આન્તરરાષ્ટ્રીય ભીક્ષા–વ્યાપારનાં ઉત્તેજન સારું ભીખથી(પ્રસાદી તરીકે) મળેલી આલીશાન દેશી–વીદેશી ગાડીઓ તેમ જ વીમાનોમાં ઉડાઉડ કરતા હાઈપ્રોફાઈલ કોર્પોરેટ ભીખારીઓની એક વીશાળ શ્રેણી જોવા મળે છે. દરીયા જેવા વીશાળ આ ભીક્ષા–વ્યાપાર ક્ષેત્રે કોઈ ભીખારી પોતાની વ્યક્તીગત કમજોરીના કારણે ગરીબ કે નીષ્ફળ રહે અને એટલે આ ‘ભીખારી–સમસ્યા’ને ગરીબી સાથે જોડવી એ ખરેખર ભારતના ભદ્ર ભીખારીઓનું અપમાન કહેવાય.

કાઉન્સીલ ફોર હ્યુમન વેલ્ફેરના ડાયરેક્ટર હૈદ્રાબાદના ડૉ. મોહમ્મદ રફીઉદ્દીન નામના સમાજશાસ્ત્રીએ સતત બે વર્ષ સુધી દેશભરમાં ઘુમીને ભીખારીઓની જીવનશૈલી, તેમની કમાણી તેમ જ તેને વાપરવાની ‘પેટર્ન’નો એક વીશદ્દ અભ્યાસપુર્ણ સર્વે કરેલો છે. ડૉ. રફીઉદ્દીનનાં તારણોને વીગતવાર આપણે જો સમજીએ તો એવું માનવું જ પડે કે, આ ભીક્ષા અને ભીખારી સમસ્યાના મુળ ગરીબીમાં નહીં; પણ આપણી ભ્રમીત માનસીકતામાં જ છે. ભારતમાં ગરીબીરેખા નીચે જીવતાં લોકો અને ભીખ માંગતા ભીખારીઓની સંખ્યાની તુલના કરવાથી પણ આ માન્યતાનો સ્પષ્ટ છેદ ઉડી જાય છે. ડૉ. રફીઉદ્દીનના સર્વે પ્રમાણે ભારતમાં આશરે 7.3 લાખ લોકો પોતાનું જીવન ભીક્ષાવૃત્તી ઉપર ગુજારતા ભીખારીઓનું વાર્ષીક ટર્નઓવર છે રુપીયા 180 કરોડ ! આ ભીખારીઓની ખર્ચ કરવાની ‘પેટર્ન’ પણ ભીક્ષાવૃત્તી અને ગરીબીને જોડતાં સીદ્ધાન્તનું ખંડન કરે છે. ભારતનો ભીખારી સરેરાશ પોતાની આવકના માત્ર વીસ ટકા જ ખોરાક અને કપડાં પાછળ ખર્ચ કરે છે; ત્રીસ ટકા પાન–મસાલા, બીડી–સીગારેટ, દારુ અને અન્ય નશાઓ કરવાની ખરાબ આદતો પાછળ વેડફે છે. બાકી રહેલી પચાસ ટકા રકમ તેઓ ક્યાં વાપરે છે એ જાણીને તમને આશ્ચર્ય થશે.. આ રકમની તેઓ બચત કરે છે. ઈસ્લામ, ક્રીશ્ચીયાનીટી, બૌદ્ધ અને હીન્દુ ધર્મમાં દાન આપવાનો અલગ અલગ રીતે ઘણો મહીમા કહેવાયો છે અને તેના ઉપરની લોકોની શ્રદ્ધા અને ધાર્મીક ભાવનાની રોકડી કરી લેવાનો આ ધંધો એટલે અત્યારનો બેશુમાર ફુલેલો-ફાલેલો આ ભીખ–વ્યવસાય.      

તથાગત બુદ્ધે પોતાના સંઘમાં સામેલ થનાર કોઈ પણ વ્યક્તીને પોતાનું દીવસનું એક જ વખતનું ભોજન માંગીને ખાવાની આજ્ઞા કરેલી. આમાં સંગ્રહ કરવાનો બીલકુલ નીષેધ જ હતો. આપણા શાસ્ત્રોમાં પોતાની પેઢી દર પેઢી આજીવીકા જળવાઈ રહે તે હેતુથી એક ખાસ ભીખારી વર્ગે ઘણાં બધાં વૈવીધ્યપુર્ણ દાનનો મહીમા બતાવતાં ઉપદેશો લુચ્ચાઈપુર્વક ગોઠવેલા છે. તમે સવારે જાગો ત્યારથી જ તમારા ઘરની બહાર કોઈ સડક છાપ ભીખારી હોય કે દેશવીદેશમાં આશ્રમોની વીશાળ શ્રેણી ધરાવતો કોઈ કહેવાતો મહાત્મા હોય. તમને આગ્રહ કરી કરીને તમારા મોક્ષ કે કલ્યાણની લાલચ અને ભગવાન તમારું ખુબ ખુબ ભલું કરશે એવી ફોગટની આશાઓ બંધાવતો હોય, ત્યારે તેની મીઠી નજર તો તમારા પરસેવાની કમાણી ઉપર જ હોય છે.

હવે તો ભીખ પણ સમય સાથે હાઈટૅક થતી જાય છે. ઉદયપુરના એક સંસારી મહારાજ તો ઘણી લોકપ્રીય ચેનલોનો ટાઈમ સ્લોટ પોતાની ભીખ–મંગાઈ કાર્યક્રમ માટે ખરીદી લે છે અને પોતાની બનાવટી કરુણાભરી શૈલીમાં પોતાના ભક્તોને એટલા તો ભોળવે કે કાર્યક્રમને અન્તે બતાવવામાં આવતા બેંક એકાઉન્ટસ દાનની રકમોથી છલકાવા લાગે. આ મહારાજનના પોતાના આશ્રમમાં પગારદાર અશક્તો અને વીકલાંગો રાખવાની વાસ્તવીક કથાઓ તમે જો સાંભળો તો આંચકો લાગે કે આવા મહાઠગ ભીખારીઓ પણ હોઈ શકે ? પોતાના સાધુઓના અહંકારને નાથવા અને ફક્ત એક સમયના પેટનાં ખાડાને પુરવા બતાવેલી ભીક્ષાને અત્યારે આ જ સાધુઓ પોતાના આશ્રમોમાં બેસી, સંસારી ભક્તોને ખભે ઝોળી નંખાવી, એક ખાસ દીવસે મંગાવતા જોઈને એવું થાય કે આ ભીખ માંગનાર લોકોમાં તો સંવેદના મરી પરવારે; પણ કોઈક બીજાની પાસે ભીક્ષા મંગાવનારની મહાભીખારીઓની સંવેદના વીશે શું કહેવું ? આજે ગરીબી આપણો પ્રાણપ્રશ્ન છે પણ વીકાસ અને અન્ય સુધારાઓ થતાં આ ગરીબીને તો આપણે એક સમયે જરુર નાથી શકીશું; પરન્તુ જ્યાં સુધી દાન અને દાનનો મહીમા ગાવાની બેફામ સામુહીક પ્રવૃત્તી ઉપર કોઈ અંકુશ નહી આવે ત્યાં સુધી, ભીક્ષા અને વધી રહેલા ભીખારીઓની સમસ્યા ભારતમાં તો બંધ નહી જ થાય; કારણ કે આ ભીક્ષાવૃત્તીનાં અસલ મુળ દાનને દેવા-લેવાની ભ્રમીત માનસીકતામાં જ છે.

એક સમય એવો હતો કે લોકો ભીખને ભુખથી પણ ભુંડી ગણતા, આજના ભીખારીઓનું ‘સ્ટેટસ’ જોઈ લો તેઓ જ બધે ‘ટૉપ’ ઉપર છે ! આમાં કોઈ મત માંગનાર(રાજકારણી) છે તો કોઈ ટોળાબંધ મત અપાવનાર(ધર્મગુરુ). આજે તેઓ જરુર હશે ‘ટૉપ’ ઉપર; પણ છે તો આખરે ભીખારીઓ જ ને !

–હીમ્મતરાય પટેલ

પોતાના અનુભવોનું વર્ણન કરતો ગુજરાતી બ્લોગ ‘‘Prose’Action’’ http://proseaction.blogspot.in/2014/02/blog-post_27.html ના 27ફેબ્રુઆરી, 2014ના અંકમાં પ્રકાશીત થયેલો લેખ. આ લેખ, લેખકના અને‘Prose’Action’ના સૌજન્યથી સાભાર…

લેખક/બ્લોગર સમ્પર્ક : શ્રી. હીમ્મતરાય પટેલ, 112, અક્ષરધામ સોસાયટી, લક્ષ્મીકાન્ત આશ્રમ રોડ, કતારગામ, સુરત – 395004 સેલફોન: 93741 41516 ઈ.મેઈલ: hraypatel@yahoo.com

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 03/07/2015

20 Comments

 1. ગોવિંદભાઇ,
  સરસ નવો વિષય લાવ્યાછો.આ લેખ પૂર્વ અને પશ્ચિમના સંદર્ભમાં લખાયો છે. તો ચાલો જોઇઅે કે વીકીપીડીયા ભીક્ષાના અંગ્રેજી પર્યાય…બેગીંગ માટે શું કહે છે.
  1. ask (someone) earnestly or humbly for something. e.g. I begged for mercy.
  Synonym: implore, entreat, plead with, appeal to, supplcate, pray to, importune.

  2. ask for something, typically food or mercy, as charity or a gift.
  e.g. ” a young woman was begging in the street.”
  Synonym: Panhandle, ask for money, seek charity, seek alms.
  There is a word…”Charity”. Wikipedia says, ” Charity: Bhiksha,Alms, The practice of being benevolent, giving and sharing.

  મનુષ્ય માત્ર તેના જીવનના કોઇ ને કોઇ ,સંજોગો જેને માટે તેની પાસે કોઇ ઉકેલ નથી તેનો ઉકેલ કોઇ ‘શક્તિ‘ પાસે માંગે છે. આ પણ અેક પ્રકારની ભીક્ષાવૃત્તિ થઇ. પેલી‘શક્તિ‘ને તે ભગવાન પણ કહે છે. દીનાનાથ પણ કહે છે. ટૂંકમાં પોતાની શક્તિ બહારની કોઇ પણ ચીજ માટે કોઇ અજાણી શક્તિ પાસે કરેલી યાચના…તે ભીક્ષાવૃત્તિ…માવીના જીનમાં જ સમાયેલી છે. બાળકના રડવામાં તેનિ માતેની મદદની યાચના રહેલી છે.

  મારી માસીને ત્યાં અેક પછી અેક પૂત્રીના જન્મો થતાં…..તેમણે ભીક્ષામાં ભગવાનને કહ્યુ, ‘ મારે ત્યાં જો દિકરો આવશે તો તેનું નામ હું ‘ભીખુ‘ પાડીશ. આ પણ ભીક્ષા માંગવીનું અેક રુપ થયું.

  અાર્થિક મુસશ્કેલીમાં રસતા ઉપર કે મંદિરને ઓટલે બેસીને આર્થિક મદદ માંગવી તે અેક વાત છે અને મોટા મોટા ઓર્ગેનીઝેશનો બનાવી સામાજીક કામો કરવા માટે ટહેલ નાંખવી અે બીજા પ્રકારની ભીક્ષા થઇ. અને આવાજ કોઇ બહાના હેઠળ લોકોને ઉલ્લુ બનાવીને પૈસા બનાવવા અે પણ ભીક્ષાના મુળભૂત આદર્શોનો નાશ કરે છે.

  ભર્તૃહરિઅે પણ ‘ભીક્ષામ્ દેહી‘ની ટહેલ નાંખી હતી……..

  ભીક્ષાવૃત્તીનું મૂળ ગરીબી કે પછી ભ્રમીત માનસીકતા? અે બન્ને પોત પોતાની જગ્યાઅે કોઇ ને કોઇ કારણો સાથે જીવે છે પરંતુ પેલો શબ્દ…‘ભ્રમીત‘, કદાચ ભરમાવે છે……મને લાગે છે કે તે શબ્દ અસ્થાને છે.

  ફક્ત માનવીના જીવનમાં નહિ પરંતુ કોઇપણ જીવના જીવનમાં..આવેલા વણઉકેલ સંજોગોના નિરાકરણ માટે કોઇ અજાણ શક્તિની મદદ માંગવી તે પણ અેક પ્રકારની ભીક્ષા.
  હરણની પાછળ દોડતા સિહથી બચવા તે હરણના મનમાં ચાલતા વિચારોને અાપણે માનવો વાંચી કે સમજી નહિ શકતા હોઇઅે પરંતુ અે ચોક્કસ જીવ બચાવવાની મદદ માંગણી જ હશે.

  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. BHIXA.
  Let us UNDERSTAND this Word.
  A Sanyasi @ the Doorstep.
  You give FOOD as the Bhixa. It is a SACRED Act with you giving with LOVE,RESPECT….It is a PUNYA
  The Sanyasi accepting it with LOVE,RESPECT it is also a PUNYA or GOOD DEED.
  Thus….BHIXA seen in this CONTEXT is NOT BEGGING.
  If the GIVER thinks of this act as “one who gives the relief with the SELF in it” OR the Sanyasi RECEIVER is thinking of ” the food & attaching the VALUE” then both are WRONG & then BHIXA has LOST the TRUE MEANING.
  BHIXA or any SELFLESS ACT of BENEFIT to the OTHERS esp those who are the UNFORTUNATES is a VIRTUE….a DIVINE Act !
  Chandravadan

  Like

 3. ભીક્ષાવૃત્તિ કે પછી ભ્રમીત માનસિકતા? ના સવાલને નરસિંરાવ ભોળાનાથ દીવેટીઆની આ યાચનામાં શું દેખાય છે? શું જોઇઅે?
  મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો,
  જીવનવન અતિ વેગે વટાવ્યુ, દ્વારે ઉભો શીશુ ભોળો.
  તિમીર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શીશુને ઉરમાં લ્યો…લ્યો……..

  યાચના…વિનંતિ…..સામે દીનાનાથ…દીનના સાચવનારા…દીનાનાથ….

  યાચક બઘાજ….પૈસાવાળો કે ગરીબ……બઘા જ યાચક…….
  અમૃત હઝારી.

  Liked by 1 person

 4. Khub saras vishay sodhi ne lavya choo.
  Jevi rite gali no tapori rajkiya ke police ni chhatra chhaya ma daud bani jai.
  Tevijrite samanya kathakar koi asthalu dhanik ni rahem najarthi moraribapu ke asarambapu banijai chhe.
  Aajnaj gujaratsamachar ma vanchayu MUKESH AMBANI & FAMILY adhikmas ni purnima nimmite dwarkadhis ni puja kari .
  AMITABH JE JYOTISH PASE AISHWARYA ABHISHEK ni kundadi jovdaveli te Bangalore no jyotish no palang 7 kg sonathi madhelo Chhe samajna mota ane prasiddh loko nu aandhlu anukaran praja KARE chhe praja evu samje ke aavu vidhi ke puja karvathi teo aagal padta businessmen ke actor bani Gaya chhe parantu kharekhar teo aabadhu pan ganatri purvak karta hoi chhe ane tanathi teona chahako ma murkha Ono vadharo thatorahe chhe prajane aandhlu anukaran na karvu na joiye.

  Liked by 1 person

 5. તમારી પાસેથી જેટલું પડાવી શકાય તેટલું ધન માગીને કે માગ્યા વગર પડાવવાનાં કસબને ભીક્ષાનો ગોરખ–ધંધો કહેવાય.
  લેખકની વાત સત્ય છે.
  ભાત ભાતના ભીખારીઓ જોવા મળે છે. લેખક લખે છે એમ –

  કોઈ મત માંગનાર(રાજકારણી) છે તો કોઈ ટોળાબંધ મત અપાવનાર(ધર્મગુરુ). આજે તેઓ જરુર હશે ‘ટૉપ’ ઉપર; પણ છે તો આખરે ભીખારીઓ જ ને !

  આજે હાઇટેક ભિખારીઓ ના હાથમાં મોબાઈલ પણ જોવા મળે છે . બીજા ભીખારીઓ સાથે એમના ધંધાના વિકાસ ની વાતો કરતા હશે કદાચ !

  Liked by 1 person

 6. आ भीक्षानो धंधो आर्यो लाव्या छे. ईन्द्रनी प्रार्थना करो अने वरसाद मेळवो. हवन करो अने पुत्र मेळवो. राक्षसो तो हवनमां हाडका नाखता हता. कहेवाय छे के राक्षश जातीनो नाश रामे कर्यो. पछी तो आ धंधानुं आधुनीकरण थतुं रह्युं अने वहेती गंगामां घणां हाथ धोवा लागी गया. मोटा उद्योगोने अमुक टका रकम सामाजीक काम माटे वापरवानी जोगवाई छे अने आ रुपीया केम मेळववा एना नीष्णांतो पण मळी जाय छे.

  ईंदीरा गांधीना जमानामां रीजर्व बेन्कना गवर्नर मन मोहन सींह कटोरो लई वर्ल्ड बेन्कमां फरता हता अने छेवटे वडा प्रधान बनी गया. लागे छे हजी पण वर्ल्ड बेन्क एमने पगार आपती हशे. साधु ऋषी मुनीयो तो बीक्षुक ज कहेवाय छे

  Liked by 1 person

 7. અત્યારે આ ઍકવીસમી સદીમાં ઢોન્ગી બાબાઓ, મહારાજો, બાપુઓ, મુલ્લાઓ, મોલવીઓ, પાસ્ટરો વગેરે “આધુનિક ભિખારીઓ” બની ગયા છે અને પરમેશ્વર, ભગવાન, અલ્લાહ, ગોડ તથા મંદિર, મસ્જીદ, દેવળ અને ધર્મના નામે અન્ધ્શ્રદ્ધાળુઑ પાસે થી નાણા ઓકાવીને તગડધીન્ના કરી રહ્યા છે.

  આ છે ઍકવીસમી સદીના આધુનિક ભિખારીઓ.

  કાસીમ અબ્બાસ, કેનેડા.

  Liked by 3 people

 8. why we ask for bhixa? what turns us toward that? who are eligible for it? so it is mentality….

  Like

 9. Sir Nice to read on about absolutely new subject. Begging is Big Time Business in terms of Economics. 180 Crores Turn Over done by just 7.3 Lacs Beggars. In terms of Business ROI is very Big from Day one.:)

  My fellow citizen PLEASE WAKE UP !

  Liked by 1 person

 10. Vat to sachi chhe.koi ne pan sentiments ma aavi jai ankhmichi paisa aapva e aava dhandhne protsahan aapva barabar chhe…..dan karo pan chaka
  sine yogya patrane manvatana udeshya thi j karo.

  Liked by 1 person

 11. Good & thoughtful topic But. Himmatbhai has simplified begging from begger to coroporate type beggers. It is very compex phenomena. It is well described in ‘ Tolstoy’ book ” Tyare Karishu Shun ? Beggers who are asking for food are mostly because of our social & economics, psycological cultures, It ican not be eradicated by simply giving but requrires much more actions The socalled ‘ corporate beggers or Ashramwalas are fourished beacause of misbeliefs & greed of humanbeings.
  Dr Ashwin Shah
  .

  Like

 12. તમારી વાત તદ્દન સાચી છે. માણસો એ નથી સમાજતા કે તમારી દાન કરવાની ઘેલછામાં અને એનો ધંધો વિકસાવવામાં તમારા જ વ્હાલસોયા બાળકોના અપહરણ થાય છે. જો ભિક્ષાવૃત્તિ ઘટે તો બાળકો ઉઠાવવાનું બંધ થાય. પંડાઓ અને કહેવાતા મહારાજો તમારા બાળકોને સંસ્કારના નામે દીક્ષા લેવડાવીને અપહરણ જ કરેછે ને ! અને આપણે હરખાઈએ છીએ કે મારા સંતાનોનો જન્મારો સુધારી ગયો ! અરે જન્મારો તો એ પંડાનો અને એના પંથનો
  સુધર્યો. તમારા બાળકોનુ તો મહામૂલ્ય બાળપણ બગડ્યું.

  Like

 13. માનસિકતા તરફ ધ્યાન દોરનાર લેખકશ્રીને અભિનંદન.
  હાલમાં લેનારની ના છતાં પરાણે દાન આપવા આંદોલન ચાલી રહ્યું છે……..છે ને વિધીની વક્રતા…..

  Like

 14. भीक्षावृत्तीमां मंदीर अने पत्थर पुजाए महत्वनो भाग बजवेल छे. एटले ज्यां सुधी पत्थर पुजा चालु होय भीक्षावृत्ती बंध न थई शके…

  Like

 15. રાવણ ભિક્ષુક બનીને સીતા ઉપાડી ગયો તે ભિક્ષાવૃત્તિનું અતિમ ચરણ !!
  દુનિયાનો સૌથી જુનો વ્યવસાય,બધા કામ બંધ થાય તો જીવી જવાનો અંતિમ ઉપાય !!
  અસલી ભીખ માંગનાર જ તેનું દરદ જાણે !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s