ઈશ્વરની  આવશ્યકતા

7

મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા

(ગત લેખાંક : 6 https://govindmaru.com/2015/06/26/culture-can-kill-6/ ના અનુસન્ધાનમાં.. )

ઈશ્વર છે કે નથી એ વીશેની સૈદ્ધાન્તીક ચર્ચાઓનો સાગર, એક લેખની ગાગરમાં સમાય નહીં. સદ્ભાગ્યે એની અહીં જરુર પણ નથી; કારણ કોઈ એકની વ્યક્તીગત માન્યતાનું મહત્ત્વ નજીવું છે. એથી ઉલટું, ઈશ્વર હોય તો એના, અને ન હોય તો એની કલ્પનાના, ફાયદા/ ગેરફાયદા શા છે; એ વ્યાવહારીક પ્રશ્ન વધુ મહત્ત્વનો છે. કારણ કે સમાજ ઉપર એની દુરગામી અસરો પડી છે અને પડે છે. રસાયણશાસ્ત્રમાં દરેક પદાર્થનો અભ્યાસ કરવાની પદ્ધતી એને બનાવવાની રીત, ગુણધર્મો અને ઉપયોગો જાણવાની છે. જ્યારે ઈશ્વરના ગુણધર્મો નક્કી કરવા અશક્ય છે. સદ્ ભાગ્યે, ઈશ્વરના ઉપયોગ, અનુપયોગ કે દુરુપયોગ જાણવા પ્રમાણમાં સહેલા છે અને એ જ આપણો અહીં વીષય છે.

કોઈએ સાચું જ કહ્યું છે કે ઈશ્વર ન હોય તો આપણે એનું સર્જન કરવું જોઈએ. કારણ વ્યક્તીગત અને સામાજીક, બન્ને રીતે ઈશ્વર ઉપયોગી કલ્પના છે. ઘણા મનુષ્યો માટે ઈશ્વર અંગત કે વ્યક્તીગત જરુરીયાત હોય છે.

એનાં કારણો જોઈએ :

માણસ જન્મજાત રીતે શરીર અને મનથી નબળો છે. પ્રાણીઓ સામે, કુદરત સામે, સમાજ સામે, માણસનું કાંઈ ચાલતું નથી. એને માનસીક રીતે ટેકો જોઈએ છે. માણસ નીશ્ચીતતાને ઝંખે છે. જ્યારે એની જીન્દગી અનીશ્ચીતતાઓ, અચાનક બનતા બનાવો, અકસ્માતો વગેરેથી ભરેલી છે. રોગ, ઘડપણ ને મૃત્યુ અનીવાર્ય છે અને એનો ભય બધાને ડરાવે છે. એ બધા સામે માણસને આશ્વાસન જોઈએ છે. જીવનનો અર્થ, એનો હેતુ, એનું ધ્યેય, એવા પ્રશ્નો વીચારવાન માણસોને સતાવે છે. એના સાચાખોટા કે કલ્પીત ઉત્તરો પણ એને આકર્ષે છે. એકધારી જીન્દગીમાં કંઈક નવીનતા લાવવા, કંટાળાને દુર કરવા, પ્રવૃત્તીમય રહેવા, વીચાર કરવાની મહેનત ટાળવા, મનુષ્યો ઈશ્વર અને ધર્મનો ઉપયોગ કરે છે.

ઈશ્વરની  સામાજીક જરુરતનાં કારણો જોઈએ :

માણસ સામાજીક પ્રાણી છે. એને પોતાના નાના સમુહ બનાવવા ગમે છે. એ સમુહો પોતપોતાના કલ્પેલા કે સ્વીકારેલા ઈશ્વરના નામે એકતા, અંગતતા, સહકાર, મીત્રતા, વગેરે સ્થાપી શકે છે. સમુહમાં રહેવા માટે શીસ્ત, નીયમો, નીતીરીતી વીના ચાલે નહીં. નીતીનીયમો અને કાયદા વીના સંસ્કૃતી વીકસે નહીં. નીતી–નીયમોને સ્થાપીત કરવા, એમનું પાલન કરાવવા, પાલન ન કરે તેને શીક્ષા કરવા વગેરે માટે દેશમાં જેમ સર્વસત્તાધીશ રાજા હોય, તેમ વીશ્વમાં ઈશ્વર હોય એ કલ્પના બહુ સ્વાભાવીક રીતે ઉદ્ભવે છે. સ્વજનો કે ટોળીના દુશ્મનોને ઓળખવા અને જરુર પડે એમની સામે લડવા, ઈશ્વરના નામના ઉપયોગથી ઘણું કામ સહેલું થઈ જાય છે. મોટા સમુહોને કે જાતીઓને પ્રેરણા આપવા, દોરવણી આપવા કે કેટલાક સ્વાર્થપ્રેરીત હેતુઓસર એમનો ઉપયોગ કરી લેવા ઈશ્વરના નામનો ઉપયોગ થઈ શકે છે.

ઉપર કહ્યું તેમ ઈશ્વર છે કે નહીં એની ઉંડી ચર્ચા આપણે અહીં કરવી નથી; છતાં થોડાક બુદ્ધીગમ્ય ને બુદ્ધીગ્રાહ્ય વીચારો નીચે રજુ કર્યાં છે; જે સ્વીકાર–અસ્વીકાર કરતાં વધુ તો વાચકમીત્રોની વીચારણા માટે છે.

‘ઈશ્વર નથી’ એ કથન નીરપેક્ષ સત્યનો ઉલ્લેખ કરે છે. ‘ઈશ્વર એ આવશ્યક કલ્પના છે’ એ કથન ઉપયોગી મુલ્ય વીશે છે. આટલું જ માત્ર સ્વીકારી શકીએ તો આસ્તીક–નાસ્તીકનો સનાતન ગજગ્રાહ મટી જાય. અર્થ એટલો જ થાય, કે ઈશ્વર સત્ય નથી; પણ મુલ્ય છે. તે સાન્તા ક્લોઝ જેવો છે : બાળક માટે આનંદદાયક ને ઉપયોગી હોય; પણ વાસ્તવીકતામાં અસત્ય હોય. તે એક રોમાંચક કલ્પના છે. સાચે જ ના હોય; પણ હોય તો સારું લાગે. ઈતીહાસમાં આવાં ઘણાં ઉદાહરણો છે, જે અસત્ય છતાં જે તે સમયે આવશ્યક હતાં : ઉપરાંત, ઈશ્વરને એક સત્ય તરીકે નકારીને પણ, એક ઉપયોગી મુલ્ય તરીકે સ્વીકારવો એ બૌદ્ધીકો માટે દુષ્કર કાર્ય નથી. અસ્તીત્વ નકારવાથી ચીલાચાલુ ધર્મનાં દુષણો દુર રાખી શકાય; મુલ્ય તરીકે  સ્વીકારવાથી એની ઉપયોગીતા જળવાય.

ઈશ્વરના સમ્બન્ધમાં જેટલાં માથાં તેટલી મતી. દરેક વ્યક્તીની કલ્પના જુદી હોય છે. શાને શોધીએ છીએ એ જ ખબર ન હોય તો એને શોધાય કેવી રીતે? બુદ્ધીથી પર એવું કંઈક છે એમ કહીએ છીએ તે પુર્વધારણા (Assumption) છે; સાબીતી નથી. ઈશ્વર બુદ્ધીથી પર હોય તો પણ, આપણી પાસે તો જે છે તે બુદ્ધી જ છે; બીજું કંઈ નથી ! તો એને વાપરવી કેમ નહીં?  મનુષ્યની બુદ્ધી મર્યાદીત છે, અધુરી છે, અપુર્ણ છે, એ તો ચોક્કસ; પણ જે કાંઈ સર્વાંગસમ્પુર્ણ હોય તેનો જ ઉપયોગ થાય, બીજું બધું ફેંકી દેવાય ? અધ્યાત્મના અભ્યાસીઓને પ્રચારકોએ પણ બુદ્ધી–પ્રજ્ઞા–તર્ક વાપર્યાં છે. બુદ્ધી ઓછી પડે છે તેથી શું ગુફાવાસી મનુષ્યોના જેવી કલ્પનાનો આશરો શોધવો? ચન્દ્ર પર પહોંચવા જેટ વીમાન ન ચાલે એટલે હોમ–હવન કરીએ કે આગળ વધી રૉકેટની શોધ ચાલુ રાખીએ ?  આ બાબતમાં ગણીત કે વીજ્ઞાનના જેવી સાબીતીઓ ન જ હોય; પણ ન્યાય, તર્ક (Logic) કે સામાન્ય બુદ્ધીનાં પ્રમાણ હોવાં જોઈએ. તર્કની વીસંગતતા (Inconsistency) શા માટે ચલાવી લેવાય ?

બુદ્ધીમાં જો અપુર્ણતા છે તો શ્રદ્ધામાં તો એથીય વધારે અપુર્ણતાઓ છે, વીરોધાભાસ છે, વીચીત્રતાઓ છે. અન્ય કોઈનો અનુભવ તુક્કા હોઈ શકે છે. કોન્ક્રીટની તોતીંગ દીવાલ સામે ઉભા હોઈએ ત્યારે એની પેલી બાજુ શું છે એ વીશે ધારણાઓ બાંધ્યા કરવી એ વ્યર્થ પ્રવૃત્તી છે. ત્યાં માણસ હોય, મચ્છર હોય, મર્કટ હોય કે કશુંય ના હોય એવું બને. કોઈ વસ્તુ જાણવાની અશક્તી એટલે ગમે તે ધારી લેવાનો પરવાનો તો નથી જ..

શ્રદ્ધા કદી વીચારશક્તી કે વીવેકબુદ્ધી (Reason)નું સ્થાન ન લઈ શકે. શ્રદ્ધા એટલે નીષ્ઠા, વીશ્વાસ, દૃઢ માન્યતા, ગમે તે; પણ વીચારવીવેક તો નહીં જ. શ્રદ્ધા પરાવલમ્બી છે, જ્ઞાનનું કે નીર્ણયશક્તીનું સ્વયંનીર્ભર કે સ્વયંસીદ્ધ સાધન નથી. ધર્મ કે અધ્યાત્મને વીચાર–વીવેકના કાર્યક્ષેત્રની બહાર મુકી દઈએ એટલે જીન્દગીના અતી મોટા ને મહત્ત્વના વીષયને આપણે દેશવટો આપ્યો કહેવાય. કદાચ એમ કરીએ તો પણ ધર્મની વીધીઓ, એના નીષેધો, તેનાં વ્યક્તીવીશેષને સમજમાંથી બાકાત રાખવાનું કોઈ જ કારણ ન હોઈ શકે. આપણે જાણીએ છીએ કે આ બધાં વીના કોઈ ધર્મ ઉભો રહી ન શકે. વીચારી જુઓ : યાત્રા, ખોરાકપાણીના નીયમો, મૃત્યુદંડનો કાયદો, આવી આવી સેંકડો ચીજોમાં બુદ્ધી વાપર્યા વીના ચાલી શકે ખરું? ઋષી–મુની–સન્ત પોતે જ કહે છે કે અમે તો આંગળી ચીંધીએ, નીર્ણય તો દરેક વ્યક્તીએ પોતે જ કરવાનો હોય છે. આ સન્તો એકમતના હોય છે ખરા? ભાગ્યે જ ! બુદ્ધ અને મહાવીર – ભગવાનમાં માનતા નથી; જીસસનો ભગવાન – ક્ષમા ને પ્રેમ છે; મહમ્મદનો ભગવાન – બીન–મુસ્લીમને કડક શીક્ષા કરે છે; હીન્દુઓમાં ભગવાનોની કક્ષાઓ, પાયરીઓ, અવતારો હોય છે. મારે માટે આ બધા પુજ્ય હોય તો હું કોની વાત સાચી માનું ? શ્રદ્ધા કે વીશ્વાસ રાખવો હોય, તો પણ કોનામાં ? જે કોમમાં જન્મ્યા હોય એમાં જ ? એ તો બાળપણની કેળવણી સુચવે છે; કોઈ વૈશ્વીક નીયમો નહીં.

ઉપરના બધામાં જ્યારે શ્રદ્ધા કામ ન કરે, ત્યારે  રીઝ્ન (Reason) કેમ ન વાપરી શકાય? આમેય તે Reason વીના માણસનો છુટકો તો છે જ નહીં. વીરોધી મુલ્યો વચ્ચે સરખામણી કરીને પસંદગી કરવા, સમતોલન જાળવી રાખવા, સારા–નરસાનો ભેદ પારખવા, એ માટે તો આપણે Reasonનો ઉપયોગ રોજેરોજ કરીએ જ છીએ; કરવો જ પડે છે. કુદરતમાં માણસ સર્વશ્રેષ્ઠ થયો એ એની ઉચ્ચ બુદ્ધીશક્તી (Reasoning Power)થી જ થયો છે. શરીરથી તો એ ક્ષુદ્ર પ્રાણી છે. તો પછી  Reasonને ઉતારી પાડવાની શી જરુર ? ઈશ્વરની ભૌતીક સાબીતી ન હોય, પણ વૈચારીક સાબીતીનો આગ્રહ તો આપણે રાખવો જ જોઈએ. આધુનીક ભૌતીકશાસ્ત્ર જુઓ તો આખું એમ જ છે ને ? સીદ્ધાન્તો, સમીકરણો, ને ગણીતથી ભરપુર છે. પણ એકેએક તાર્કીક રીતે સાબીત કરી શકાય તેવાં છે; માની લીધેલાં સત્યો નથી. અધ્યાત્મમાં આથી તદ્દન ઉલટું છે. મહાપુરુષે કહ્યું એટલે માની લો.. મોટો ફરક એ કે આઈન્સ્ટાઈનને ખોટો કહેવાય; પણ રામ કે મહમદને ખોટો કહો તો માથું જાય.

ઈશ્વર બાબત સેંકડો પ્રશ્નો લાખો લોકોએ આજસુધીમાં ઉઠાવ્યા છે. તર્કની અને ભાષાની સંખ્યાબંધ ગુલાંટો મારીને પંડીતોએ જવાબ આપવાના પ્રયત્નો કર્યાં છે. છતાં એકેયનો સંતોષકારક જવાબ મળતો નથી.  દયાળુ ઈશ્વર ધરતીકમ્પ કેમ મોકલે છે ? એમાં મરે એ બધા તો પાપીઓ નહીં જ હોય ! સારા માણસો દુઃખી થાય ને દુર્જનો મજા કરે એવું કેમ ? ઈતીહાસમાં સૌથી સદ્ ગુણી સ્ત્રી સીતા. એણે એવાં કયાં પાપ કરેલાં કે જીન્દગીભર આટઆટલાં દુઃખ એને વેઠવાં પડ્યાં ? ઈશ્વર સર્વશક્તીમાન હોય તો સેતાનને કેમ સંહારી શકતો નથી, નરકનો નાશ કરી શકતો નથી કે દુષ્કૃત્યોને અટકાવી શકતો નથી ? અથવા તો, પોતે દયાળુ છે છતાં એમ કરવા જ માગતો નથી ?  વીશ્વનો સર્જનહાર હોવો જ જોઈએ એવો જો નીયમ હોય, તો સર્જકનું સર્જન કોણે કર્યું ? સર્જન કરતાં પહેલાં એ શું કરતો હતો ? ક્યાં રહેતો હતો ?

દુનીયાના ચાર મોટા ધર્મોમાં ઈસ્લામ સૌથી નવો ધર્મ છે. એ પણ આજથી 1400 વરસ પહેલાં સ્થપાયો હતો. કોપરનીકસ ને કેપ્લરે ફક્ત 500 વરસ પહેલાં સાબીત કર્યું કે સુર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી; પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. એ પછી ગેલીલીયો જેવા વૈજ્ઞાનીકોથી આધુનીક વીજ્ઞાન શરુ થયું. બધા જ મહાન ધર્મો એવા પ્રાચીન અજ્ઞાની યુગમાં જન્મેલા છે જ્યારે કમ્પ્યુટર કે કાગળ, માઈક્રોસ્કોપ કે મોટર, વીમાન કે વીજળી, કશું જ નહોતું. ત્યારે ચન્દ્રસુર્ય તો ઠીક; પણ પૃથ્વીય પુરી શોધાઈ–જોવાઈ ન હતી. ઓક્સીજન કે ઉત્ક્રાન્તી નામના શબ્દોય કોઈએ સાંભળ્યા નહોતા. જ્યારે ધર્મશાસ્ત્રમાં જ બધાં શાસ્ત્રોનો આદી ને અન્ત હતો. એ યુગોમાં શાપ, વરદાન કે પ્રાર્થના સીવાય કોઈ બનાવ યથાર્થ સમજવો શક્ય જ ન હતો. આ પરીસ્થીતીમાં માણસ શ્રદ્ધા ન રાખે તો શું કરે? પરન્તુ આજે જ્યારે વીજ્ઞાન ને તર્કશાસ્ત્ર જેવાં ઉપકરણો ઉપલબ્ધ છે, ત્યારે પણ માણસ શ્રદ્ધાને જ પકડી રાખે તો અર્ધો આંધળો માણસ ચશ્માં કે લાકડી હાથવગાં હોવા છતાં; અંદાજથી અથડાયા કરે એના જેવું થાય. મનુષ્યજાતીના અનીવાર્યપણે અપુર્ણ એવા જ્ઞાનને સમ્પુર્ણ સાબીત કરવા પંડીતોએ શબ્દોના સુશોભીત સાથીયા પુર્યા છે અને શાસ્ત્રોમાં સ્વપ્નો સજાવ્યાં છે. એવા વ્યર્થ પ્રયત્નો છોડીને આપણી મર્યાદાઓની વાસ્તવીકતા સ્વીકારી લેવી એ જ ડહાપણનો માર્ગ છે. ઘણાં સ્વપ્નોને સનેપાત બનવાની કુટેવ હોય છે.

ઈશ્વરની કલ્પનાએ માણસની ઘણી બધી માનસીક જરુરીયાતો પુરી કરી છે. દુનીયાનાં સુખદુ:ખ, હર્ષશોક, અનીશ્ચીતતા, અજ્ઞાન, બધું ઈશ્વર નામની વળગણી પર લટકાવી નચીન્ત થઈ સુવાનું માણસને ફાવી ગયું છે. તેને અદૃશ્ય અને અગમ્ય ગણ્યો એટલે બહુ સગવડ થઈ ગઈ. આ, તે, પેલું, બધું જ એને નામે ચડાવી દેવાય ને કોઈ શંકા કરી જ ન શકે. આ એક કલ્પના સ્વીકારો એટલે સત્યની શોધ, જીવનની જીજ્ઞાસાઓ, જન્મ, જરા, મૃત્યુના પ્રશ્નો, બધું બાજુએ મુકી દેવાનું સહેલું થઈ જાય. વસ્તુનો હોવાનો પુરાવો મળે; વસ્તુના અભાવનો પુરાવો કેમ મળે ? એટલે માણસના મગજમાં ઈશ્વર હમેશાં જીવે છે. અજ્ઞાતનું આકર્ષણ હમેશાં અદ્ ભુત હોય છે. સ્વર્ગનાં સુખો, નરકની યાતના, મૃત્યુ પછીનું જીવન, આ બધાંનું આકર્ષણ આપણને જાણીતું જ છે.

માણસની રચેલી સૌથી માયાવી ને મૌલીક સંકલ્પના એ ઈશ્વર છે. અસત્ય છતાં ઉપયોગી, કાલ્પનીક તોય કમનીય. કલ્પના ગમે તેટલી રંગીન (Romantic), સુંદર કે ઉપયોગી હોય, તોય એ કલ્પના જ રહે છે. પરન્તુ દેવ–દાનવ, ભુત–પલીત, ચુડેલ–ડાકણ, આત્મા–પરમાત્મા, પરીઓ, દેવદુતો જેવી ભ્રામક માન્યતાઓની માયાવી સૃષ્ટી રચ્યા વીના પણ માનવજીવન સમજી ને સ્વીકારી શકાય એવું છે. પ્રત્યેક બનાવનો પુર્ણ અર્થ સમજી શકવાની મથામણ કરીને પારલૌકીક પરપોટાઓ ઉડાવ્યા વીના પણ માણસ આનન્દથી જીવન માણી શકે છે, જો એ પોતાની અપુર્ણતાઓ, અશક્તીઓ અને અનીશ્ચીતતાઓને સ્વીકારી શકે તો ! કૃતીના બંધારણથી જો એનું કાર્ય નીશ્ચીત થતું હોય, તો જીવન નામની કાર્યરત કૃતીનાં કારણો કલ્પવાની કડાકુટમાં શા માટે પડવું ? પણ શુન્ય સીવાય જ્યાં કંઈ નથી, ત્યાં અનન્ત સૃષ્ટી શોધવા ઝંખતો માણસ શ્રદ્ધાના સુક્ષ્મતમ બીન્દુને વીસ્તારીને આકાશગંગા બનાવી દે છે. અને એમ કરતાં એ માન્યતાને ખેંચી ખેંચીને મનસ્વી મમતની હદમાં પહોંચાડી દે છે.

ધર્મ કે ઈશ્વર કેટલાક મનુષ્યોને જીવવાનો હેતુ, અર્થ કે પ્રયોજન આપી શકે છે; પણ એવું કામ તો કલા પણ કરે છે, લેખન પણ કરે છે, યુદ્ધો પણ કરે છે, બીજા અનેક ઉત્કટ આચારો ને વીચારો પણ કરે છે. કેટલીક વાર જ્યોતીષ, તાન્ત્રીકવીદ્યા વગેરેમાં શ્રદ્ધા રાખવી બીનજરુરી કે અત્યન્ત હાનીકારક નીવડે છે. આવી પરીસ્થીતીઓમાં શ્રદ્ધા કરતાં પ્રશ્નશીલતા (Skepticism) કે અજ્ઞાન સુધ્ધાં વરદાનરુપ થાય છે. કવી યીટ્સ કહે છે તેમ ‘શ્રેષ્ઠ મનુષ્યો કટ્ટર માન્યતાઓથી દુર રહેતા હોય છે; કનીષ્ઠો ઉત્કટ ઝનુનથી ભારોભાર ભરેલા હોય છે.’ થોમસ હક્સલીએ લખ્યું છે : ‘વીચારપુર્વક કરેલી ભુલો કરતાં; અવીચારે ગ્રહેલાં સત્યો વધુ હાનીકારક હોઈ શકે છે.’

વીજ્ઞાનની ભવ્ય પ્રગતી પછી પણ કેટલાક પ્રશ્નો કાયમ ઉભા રહેવાના જ. એ પ્રશ્નો અઘરા છે એ કારણે નહીં; પણ એ પુછવાની આપણી રીતને કારણે. મનુષ્યનાં મગજ ને શરીર લાખો વર્ષોના ઉત્ક્રાન્તીજન્ય ફેરફારોનું પરીણામ છે. એવા ફેરફારો બદલી શકાય, ઉલટાવી શકાય કે આગાહી કરી શકાય એવા હોતા નથી. વીશાળ વીશ્વોની અનન્તતામાં માત્ર એક રજકણ, અનન્ત સમયની અવધીમાં માત્ર એક પળ – એ છે આ ક્ષુદ્ર માનવ જીવન. તેમ છતાં એની પોતાની જ આકૃતીમાં ઈશ્વર નામની કલ્પનાને કંડારવાની ધૃષ્ટતા કરતાં એ અચકાતું નથી. વીવેકશીલતા (Rationality) વીકસ્યા પછી એક દીવસ તો એ સમજશે..

(ક્રમશઃ)

 –સુબોધ શાહ

શ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી લખાયેલો ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2014ના માર્ચ માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક : Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 31/07/2015

28 Comments

  1. ઘર્મ અને શ્રઘ્ઘાની શક્તિ….રેશનાલીઝમ અને વૈજ્ઞાનિક અભીગમ જેવા વિષયોને વણીને શ્રી સુબોઘ શાહના ‘કલ્ચર કેન કીલ‘ પુસ્તકને ગુજરાતી ભાષામાં તરજુમો અત્રે વાંચ્યો. વિચારી વિચારીને મનન કર્યુ. આખા લેખ સાથે ૧૦૦ ટકા સહમત છું.

    હવે સંસારમાં થતી અેક પ્રકારની રોજીંદી જીંદગીને ઉંડાણમાં લગભગ રોજે જોઇ રહ્યો છું. અહિ મને સુબોઘભાઇના વિષયને ગુજરાતીમાં કહેવાયુ છે…‘ ઘર્મ અને શ્રઘ્ઘાની શક્તિ‘ તેને જીવાતું દેખાઇ રહ્યુ છે અને તે મને જ્યાં, જેવા સંજોગોમાં, જેવીરીતે અને જેના વડે જીવાઇ રહેવાયુ છે તે ગમે છે. અેક અપવાદ…અેક્સેપ્શન તરીકે ગમે છે અને હું તેમ કરવા દેવામા. માનુ છું. વિગત કંઇક અાવી છે જ્યાં શ્રઘ્ઘ્ાની શક્તિનો પરિચય થાય છે.

    ઘરડાંઓના નર્સિંગ હોમમાં હું વોલેન્ટીયર તરીકે જેમનાથી પોતાને હાથે ખાઇ શકાતું નથી તેમને જમાડવાંનું કામ કરું છું. બીજા વડિલો પણ અેવી પરિસ્થિતિમાં હોય છે કે મનોમન તેઓ અા યાતનામાંથી છુટકારો ઇચ્છતા હશે. રહેવાય નહિ, કહેવાય નહિ અને સહેવાય નહિ જેવી તેમની દયાજનક સ્થિતિ હોય છે. અાવિ પરિસ્થિતિમાં તેમને શ્રઘ્ઘાની શક્તિ તેમના દેવ દેવીઓમાં દેખાય છે. મોટે ભાગે હિંદુઓ છે. પોતપોતાના આઘ્યદેવના નામ રટણ સાથે જીવી રહ્યા છે. કોઇ સામે મળે તો જે સી ક્રષ્ણ કહીને સંતોષ અને જીવન જીવવા માટેની શક્તિ મનોમન મેળવે છે.

    આ પરિસ્થિતિ અેક અપવાદ રુપે ખૂબ જ આવકારણીય છે તે મારું મંતવ્ય છે અને તે સમયે કે જ્યારે હું તેમની સાથે હોઉ છું ત્યારે હું પણ તેમના જેવો થઇ જાઉ છું…..તેમનામાંનો અેક….દેવ દેવીઓની શ્રઘ્ઘાઓની શક્તિમાં પૂર્ણ પણે માનતો થઇ જાંઉ છું કારણકે તે શક્તિ તેમને જીવન જીવવાની શક્તિ આપે છે.

    અમૃત હઝારી.

    Like

    1. ઈશ્વરની કલ્પનાનો ઉપયોગ વ્યક્તિપૂજા માટે થાય તો તે અક્ષમ્ય ગણાય. પણ કોઈનો આત્મવિશ્વાસ દૃઢ કરવા માટે કે બીજા કોઈ દુખીયારાને ધીરજ અને રાહત આપવા માટે કરવામાં આવે તો તે ક્ષમ્ય ગણવું જોઈએ. અગાઉ પણ મેં લખ્યું હતું:

      “જીવન માટે આશા આવશ્યક છે, આશાનો પાયો છે શ્રદ્ધા. બધી બાજુથી અત્યંત વિષમ સંયોગોથી ઘેરાયેલી વ્યક્તિ નિરાશ થઈને જો રેશનલ દૃષ્ટિકોણથી વિચારે તો તેને એમ લાગી શકે કે આપઘાત કરવા સિવાય બીજો કશો ઉપાય નથી. આવો વિચાર આવવાનું કારણ શ્રદ્ધાનો સદંતર અભાવ. કોઈના પર કે કશાક પર જો શ્રદ્ધા હોય તો આશાનું નાનું સરખું પણ કિરણ તે વ્યક્તિને જીવતી રાખી શકે.”.

      Like

      1. Tushar/Amrut/Rashmi,
        Good thoughts. I agree with all the above. Thanks. —Subodh —

        Like

  2. ‘વીચાર કરવાની મહેનત ટાળવા’ એ ઈશ્વરની કલ્પના કરવા પાછળનું સૌથી મોટું કારણ હોઈ શકે.

    ઈશ્વર એક કલ્પના જ છે જેનો ઉપયોગ વળગણી તરીકે કરવાનું બહુ સહેલું છે. પણ તે કલ્પનાથી થયું છે તેના કરતાં માનવજાતનું અનેક ગણું અહિત તો ઈશ્વરના નામે પોતાને તેના અધિકૃત પ્રતિનિધિ ગણાવીને પોતાના ગમા અણગમા લોકો પર લાદવાવાળા અને પ્રજામાં ફાટફૂટ કરાવીને વિખવાદ પેદા કરનારા ધર્મ સંસ્થાપકોએ કર્યું છે.

    Liked by 1 person

  3. ઈશ્વર એ માનવીના મનની પેદાશ હોઈ શકે! જો ઈશ્વર હોય તો એ જરૂર નિષ્ક્રિય છે યા એનું અસ્તિત્વ જ નથી. વર્ષો પહેલા ટોળા ઉપર આધિપત્ય જમાવવા જૂજ લોકોને જરૂર પડી એટલે એમણે ઈશ્વરના અસ્તિત્વની કલ્પના કરી ભય અને ડર કાજે એને બનાવ્યો અને ત્યારથી એ આપણને બનાવ્યા કરે છે એની નજીકના કહેવાતા ધર્મના ધંધાદારીઓ દ્વારા… અને ઘેટા જેવા આપણે પણ બુદ્ધિના બારણાં બંધ કરીને ઘાંચીની ઘાણીના બળદની જેમ એમની આસપાસ ફર્યા કરીએ છીએ…!

    Like

  4. “Satyam Shivam Sundaram” Na vichaaro thi chalti Maanav Medni science ne samjavaa ready j nathi. Whatever ritual they do is for self gratification or self satisfaction only yet they think they are doing for Ishwar with hope of benefit to them and their loved one.

    Regardless of religion, everything is implemented by Maanav for Maanav and has no Merit to it. For Example, Satyanaarayan Kathaa to karvi j pade, chhokri o ye Alunaa – Gora vrat to karvaa j pade, Kadvaa chauth ke Kevdaa trij to karvi j pade! All this is self stisfaction. Human nature has always try to take ‘short cut’ for everything. Because of this, we have Long way to go.

    If 1 out 10 human start thinking logically, then we would have more of ‘rationalist world’. When this day will come is beyond thinking!!!!

    Like

    1. આધુનિક વિજ્ઞાન જતે દિવસે બધા પ્રશ્નોના જવાબ આપી શકશે એવી માન્યતા પણ એક પ્રકારની શ્રધ્ધા જ છે તર્ક નહીં.

      Like

      1. Rashmikantbhai,
        Nobody can forecast the future, not God himself, even if He existed !

        But, please think about this: If a belief is based on firm foundations of provable or already proven principles, it has a much much higher Probability of being true —approaching 100 percent, but never touching 100. That is Science. Call it Reason or Rationality, Common Sense or Logic.

        On the other hand, if a belief is based on anecdote or emotion or a random fleeting thought, it has a very very low chance of being true —approaching zero percent, but never touching a zero. That is Shraddha or Mysticism.

        The above is the essence of the Mathematical theory of Probability. It will take a book to explain or understand it, specially for us Indians who are rooted in Mysticism.

        Man has to choose between Mind or Mysticism. Thanks. —Subodh —

        Like

    2. Your word “Maanav -Medni” mostly refers to the Indian crowd. After I moved to the USA, I saw that the vast majority of people in advanced countries understand a lot more about science. They base their thinking based on Reason, not just on Emotion. No other religion has as much ritual as Hinduism has. Following ritual is acting like sheep. Ritual keeps us away from God (if there is a God). It also keeps our society backward.

      Your thoughts are very good. Humanism is the only good religion to me.
      Thank you for sharing your thoughts. —-Subodh —

      Liked by 1 person

      1. A clarification : My reply above (quoting the word “Maanav Medni”) is addressed to Sanjay Smita Gandhi’s posting. Thanks. — Subodh —

        Like

  5. I usually don’t comment, but enjoy reading this and other blogs, and various comments by many learned commentators. Today I am tempted to respond.
    First of all congratulations to Sri Govindbhai for faciliting a chapter of Sri Subodhbhai’s book ” Culture can kill ” and to Sri Muljibhai for such a nice and lucid translation into Gujarati.
    I still recommend very strongly for all in USA to buy and read this book. Muljibhai has already mentioned the site from where to get it.
    Now the question of God or not. It seems Sri Subodhbhai leans more towards nonbelief than is. Several commentators have brought up ” Shraddha” (Faith), into question, according to Dr. Hazari and also my friend Sri Rashmikantbhai, ” Shraddha” Is necessary in certain circumstances, may be this an anchor to hang on to,in old age, in dire illness and at final exit time of life or death. May be it was very important and perhaps necessary for the people like my deceased mother. How important it is for me?
    What is ‘ Shraddha ‘, which is Faith.
    Faith-n. Belief without evidence in what is told by one who speaks without knowledge, of things without parallel
    BY Ambrose Bierce—–The Devil’s Dictionary (1906 )
    So after much thought, I have come to a conclusion, that with all the wonders of nature and natural manifestations, and the growth, development, creations of and by and the progress of the species of Homo sapiens is there a need for a super natural being the so called god? At least I don’t think so. It may be necessary for lot of people, but for lots of other, scientifically and critically acclaimed should not be.
    Again many thanks for all the concerned.
    One last point I would tempted to make is, this kind of thing only circulates, among the very close circle of a few people. I see the same names of the readers and same commentators, on this blog as well as on “Kurukshetra”
    How can we achieve more wide spread circulation? Any thoughts?

    Like

    1. Dineshbhai,
      Thanks for the appreciation. I do understand the need for God for many people. Let them believe if they are clear, at the same time, about the harm that a wrong belief can do. To give just one example here, Fanaticism and Non-Reason come from deep belief.

      As a child, I needed Santa Claus. He gave me hope, solace and pleasure. Now I know that a Need is not a Truth. Wishful thinking is different from Reality. “Ought” and “Is” are very different things indeed.

      I am happy that intellectuals like you realize all this.Thanks– Subodh.

      Like

  6. I like to make one clarification about “Culture can kill” book’s translation.
    subodhbhai himself has translated the book in Gujarati. Not me. I, along with Dipak Dholakiya, had only some suggestions and clarifications to his translation.

    Later on I made few more changes to the parts of the book,s content to suit it for publication in one social magazine in India. My name was added there as a presenter for I was known to the readers and I had to respond to any comments by readers there.

    That form is now published on this blog as stated at the end of the article.
    Thanks.

    Like

  7. માનનીય સુબોધભાઇ તમારી પાસે છે તેવા વિચારો બીજાની પાસે કેમ નથી? આવો પ્રશ્ન મને આ લેખ વાંચીને થયો. આવા વિચારોવાળી વ્યક્તિ ભાગ્યવાન-ભગવાન કહેવાય. તેમાં અતિશયોક્તિ ના માનશો. મને પણ થાય છે કે જે હું સમજ્યો છું તે બધા ક્યારે સમજશે? (રેશનાલીઝમ-ઇશ્વર તૂત છે.) સાથીઓને મારી આ કવિતા આ લેખના સંદર્ભે વંચાવવી છે.
    ભયના ભગવાન
    ભયના ભગવાનને ક્યાં સુધી ભજશું?
    મારો પ્રસાદ એ ખાત નથી,
    મારો પ્રસાદ ખાય તો હું માનું,
    પથ્થરમાં પ્રભુને ત્યારે હું જાણું.
    ભયના ભગવાનને ક્યાં સુધી ભજશું?
    મારી પ્રાર્થના એ સુણતા નથી,
    પ્રાર્થના સાંભળે તો હું માનું,
    પથ્થરને કાન છે ત્યારે હું જાણું.
    ભયના ભગવાનને ક્યાં સુધી ભજશું?
    મારી રક્ષા એ કરતા નથી,
    રક્ષા કરે તો હું માનું,

    ચાર હાથને શક્તિને ત્યારે હું જાણું.
    ભયના ભગવાનને ક્યાં સુધી ભજશું?
    લક્ષ્મીની વર્ષા એ કરતા નથી,
    ધનની વર્ષા કરે તો હું માનું,
    ધનતેરસની પૂજાને ત્યારે હું જાણું.
    ભયના ભગવાનને ક્યાં સુધી ભજશું?
    સાંભળેલા ચમત્કાર એ કરતા નથી,
    ચમત્કાર બતાવે તો હું માનું,
    અશક્યને શક્ય કરે ત્યારે હું જાણું.
    ભયના ભગવાનને ક્યાં સુધી ભજશું?
    તેમનો શણગાર સાચવી શકતા નથી,
    તેમના શસ્ત્રો વાપરે તો હું માનું,
    ગદા,ત્રિશુળને ત્યારે હું જાણું.
    ભયના ભગવાનને ક્યાં સુધી ભજશું?
    મારી બાધા એ માનતા નથી,
    બાધા માને તો હું માનું,
    પગપાળાથી એ ભેટે છે ત્યારે હું જાણું.
    ભયના ભગવાનને ક્યાં સુધી ભજશું?
    એ હતા જ ક્યારે? મને ખબર નથી,
    મારે ઘેર પધારે તો હું માનું,
    હયાતીનો હરખ ત્યારે હું જાણું.
    ભયના ભગવાનને ક્યાં સુધી ભજશું?
    મારી વાત એ સમજે,તમે સમજતા નથી,
    તમે ભગવાન છો,સમજો તો હું માનું,
    બાકી નકામી મથામણ છે, એવું હું જાણું.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી” કર્મ”, હિંમતનગર, સાબરકાંઠા
    આ……….ભા………..ર…………………..

    Like

    1. Saras kavya rachna koi pan jatna dar vagar mon nakhyavagar 100% ishwar no virodh manavta no swikar kartu kavya ahi ghana ni coment vanchi ne lage chhe ke teo ishwar thi dari ne narova kunj rova jeva mantavyo aape chhe je temno dar batave chhe 100%sammat ROHIT DARJI tamari vat sathe.

      Like

    2. Rohitbhai,
      Good poem. I am saying the same thing:
      I am prepared to believe in God IF there is a Reason to believe in him. Not only a concrete reason like you say; but also a logically consistent reason. Nobody has yet given a consistent or convincing reason yet. Thanks for your appreciation of my thoughts. — Subodh

      Like

  8. Dear Muljibhai,
    sorry for the misunderstanding on my part, but thank you to you and Dipakbhai and Govindbhai for facilitating to put this book on this blog. Double congratulations to Subodhbhai, for writing in English and then lucidly translating into Gujarati. One suggestion, why not publish this translation in a book form, while so many books are being published every day. Gujarat does’t have at least 5000 open minded readers for this kind of thoughts?
    Liked comment of Rohitbhai, with an appropriate poem.

    Like

  9. Publishing the book “Culture can kill” in Gujarati is on my agenda after I am done with the series of my own books (in 2-3 years ) First one was out in July. We have talked about it casually in past, Next time we meet in person, we will discuss this in detail. Hope, our body and mind remain in good shape by then.

    Like

  10. Thank you. Also another request or suggestion, to make available, Prof. Raman Pathak’s writings in book form,I learned from this blog that many of his writings are unavailable. This will be a great service for rationalis community of gujarati speaking people.

    Like

  11. ચમત્કાર કરે તો ઈશ્વરને માનવો તે યોગ્ય નથી કારણ કે ઈશ્વર વ્યક્તિલક્ષી ચમત્કાર કરતો જ નથી. ચમત્કારિક રચના કરે છે ખરો. તે તો પોતે બનાવેલા વિજ્ઞાનના નિયમોનું પાલન ચુસ્તપણે કરે જ કરે કારણ કે વિજ્ઞાન જ ઈશ્વર છે. કર્તા અને કૃતિ એવા ઓતપ્રોત થઇ ગયા છે કે બેને છુટા પાડીને સમજી શકાય તેમ નથી. મા. શ્રી સુબોધભાઈ લખે છે તેમ બધો સંભાવના (probability) નો ખેલ છે. તેથી હું તો સંભાવનાદેવીની પ્રાર્થના કરું છું કે મને હિતાવહ હોય તેવી ઘટનાઓ થયા કરે અને મને હાનીકારક હોય તેવા બનાવો બને જ નહિ.

    “Man has to choose between Mind or Mysticism.” Easier said than done. Try working in a high crime neighborhood, where there are daily muggings (robbing) and weekly shootings, at night, having to walk alone on a lonely street. If you have a gun, the criminal can snatch it from you. Even Bertrand Russell would have prayed God if he had to face such a high probability of being hit. Or imagine being told by your doctor that you have a very bad incurable disease that would subject you to a long miserable life to live. સુફિયાણી સલાહ આપવાનું બહુ સહેલું છે.

    Like

    1. I sincerely apologize to Resp. Shri Subodhbhai for inappropriate contents above. I did not mean to insult him, just blew out my frustration.

      Science is womderful. For example GPS. It can show us, and guide through, the shortest and/or fastest route to our destination, including current traffic conditions. However, we may have to drive through a high crime neighourhood, which should better be avoided. If we don’t know about it, we may have to rely on some sort of faith for our safe passage. Here is where intuition (‘kothasuz’ in Gujarati) comes into play. Also, the route would require turning right and also left. To avoid making left turns, we may have to take a longer or unsafe route.

      I therefore prefer a balanced approach. Rely on science (logic) as much as possible. But do not rule out using faith if it becomes necessary.

      Like

  12. Khub saras lekh.
    Aajno manushya Ishvar chhe ke nathi te sodhi shakyo nathi sodhi sakse nahi pan tene sodhvama manushyo ne bhuligayo chhe ane ( kahevata ) dharmaguru kharekhar to dharma na dalalo khud Bhagvan bani Betha chhe sauthi uttam RATIONALISM.

    Like

  13. નિણૅય બુધિધ થી થાય છે ઉપદેશ વાણી થી.જો બુધિધ બહાર ની વાત હોય તો નિણૅય પણ ન કરી શકે અને ઉપદેશ પણ ન અાપી શકે.

    Like

    1. “પગમાંથી શુદ્રો જનમ્યા.” તેથી તો શુદ્રોને વધારે મહત્વ આપવું જોઈતું હતું. જેને એક વાર પણ સાયેટિકા (sciatica) રોગનો હુમલો આવ્યો તેઓ જ સમજી શકે કે પગ વિના કેટલા લાચાર થઇ જવાય છે. આપણે શુદ્રોને અવગણ્યા જ નહિ પણ અપમાન અને અન્યાય સુધ્ધાં કર્યા તેથી જ તો આપણી (ગતિ અને) પ્રગતિ બંને અટકી ગયા.

      Liked by 1 person

Leave a reply to P M PATEL USA Cancel reply