પીતાની મીલકતમાંથી હક માગતી દીકરીને, બાપનું કરજ ચુકવવામાં હક માગવાનું શું કામ નથી સુઝતું ?

–રોહીત શાહ

બાપની મીલકતમાંથી પોતાનો કાયદેસર હીસ્સો માગતી દીકરીના અનેક કીસ્સા તમે વાંચ્યા–સાંભળ્યા હશે; પરન્તુ બાપ દેવું(કરજ) મુકીને ગયો હોય અને દીકરાઓ એના હપ્તા ચુકવતા હોય, ત્યાં કોઈ દીકરીએ પોતાના હીસ્સામાં આવતું દેવું ચુકવવાની તૈયારી બતાવી હોય એવો એક પણ કીસ્સો કદી ક્યાંય વાંચ્યો–સાંભળ્યો છે ખરો ?

શું કાયદો એકતરફી જ છે ? જે દીકરીને બાપની મીલકતમાં દીકરા જેટલો જ હક હોય, તે દીકરીનો, બાપનું કરજ ચુકવવામાં કશો હીસ્સો નથી હોતો ? કોઈ દીકરીએ આજ સુધીમાં કેમ એવો હીસ્સો માગ્યો જ નથી ?

એક તરફ કાનુન હોય છે, તો બીજી તરફ સામાજીક પરમ્પરા હોય છે. આપણે ત્યાં સામાજીક પરમ્પરા એવી છે કે દીકરીને સાસરે વળાવ્યા પછી તેનો બાપની મીલકત પર કશો હક હોતો નથી. દીકરીને પારકી થાપણ કહેવામાં આવી છે. આપણી સામાજીક પરમ્પરા તો એટલી હદ સુધીની છે કે દીકરીના ઘરનું પાણીયે બાપ ન પીએ. પોતાના કારણે દીકરીના ઘેર જરાય આર્થીક ઘસારો ન પડવો જોઈએ એવું દરેક બાપ, સામાજીક પરમ્પરાથી સમજતો હોય છે. કદાચ કોઈ કારણસર દીકરીને જરાય ઘસારો આપ્યો હોય તો બાપ દીકરીના હાથમાં થોડીક રકમ મુકીને વીદાય લેતો હોય છે. દર વર્ષે દીકરીને સાસરવાસરુપે કંઈક રકમ આપવાની, દીકરીનું સન્તાન પરણે ત્યારે મોસાળું કરવાનું, સાસરેથી દીકરી અવનારનવાર પેરન્ટ્સને મળવા પીયર આવે ત્યારે તેને જવા–આવવાનું ભાડું આપવાનું, હોળી–દીવાળી જેવા તહેવારોમાં દીકરીને ઘેર મીઠાઈ મોકલવાની, વૅકેશનમાં દીકરી પોતાનાં સન્તાનો સાથે પીયરમાં થોડા દીવસ રહેવા આવે ત્યારે તેને ખુશ રાખવાની, ભાઈનાં લગ્ન હોય ત્યારે દીકરી–જમાઈને ખાસ વ્યવહારો ચુકવવાના, આ ઉપરાન્ત અનેક સામાજીક પરમ્પરાઓમાં દીકરીને છુટક–છુટક લાભ આપવાનાં નીમીત્તો ગોઠવેલાં છે. એનું કારણ એટલું જ છે કે એ સીવાય દીકરીને બાપની મીલકતમાંથી કશો હીસ્સો આપવાનો હોતો નથી.

હવે જો કોઈ દીકરી સામાજીક પરમ્પરા પ્રમાણે પોતાના તમામ હકો લઈને બેઠેલી હોય છતાં; પછીથી બાપની મીલકતમાંથી કાનુની હક માગવા આવે ત્યારે તે કેવી ભુંડી, સ્વાર્થી અને કપટી લાગે ? કેટલાક કીસ્સામાં દીકરીની એવી દાનત નથી હોતી; પણ જમાઈરાજા તેને એમ કરવા દબાણ કરતા હોય છે ! જે હોય તે; પણ દીકરીએ કાં તો સમ્પુર્ણપણે કાયદા મુજબના હકો મેળવવા જોઈએ કાં તો પછી સામાજીક પરમ્પરા મુજબના લાભ લેવાના હોય. બન્ને લાભ લેવાની લુચ્ચાઈ તેણે ન બતાવવાની હોય. જ્યાં આવાં સ્વાર્થનાં સમીકરણો ગોઠવાય ત્યાં સમ્બન્ધોની સુવાસ અને ઉષ્મા શી રીતે ટકી શકે?

આપણી સામાજીક પરમ્પરા અનુસાર બાપની મીલકતના વારસદાર તરીકે માત્ર દીકરાઓને જ માન્ય કરેલા છે. એની સામે દીકરાઓને માથે કેટલીક વધારાની જવાબદારીઓ પણ મુકવામાં આવી છે, જેમ કે મા–બાપ વહેલાં મૃત્યુ પામે ત્યારે નાનાં ભાઈ–બહેનોની સમ્પુર્ણ જવાબદારી મોટો ભાઈ ઉઠાવે છે. ઘરડાં મા–બાપને દીકરાઓ જ રાખે છે અને તેમની સારસંભાળ, દવા–દારુનો સમગ્ર ખર્ચ પોતે જ ઉઠાવે છે. એટલું જ નહીં; પરણેલી બહેન–દીકરીઓને ત્યાં સઘળા વ્યવહારો પણ ભાઈએ જ કરવાના હોય છે. મા–બાપ છેલ્લે જો કરજ મુકીને ગયાં હોય તો દીકરાઓએ જ એ ચુકવવાનું હોય છે. એટલું જ નહીં; મા–બાપનાં અવસાન પછીના મરણોત્તર વ્યવહારો પણ દીકરાઓએ જ પાર પાડવાના હોય છે. આજ સુધી મેં એક પણ કીસ્સો એવો નથી સાંભળ્યો કે જેમાં ભાઈઓએ પોતાના બાપનું દેવું ચુકવવામાં બહેન પાસેથી કશી અપેક્ષાય રાખી હોય.

એક બીજી વાત તરફ પણ ધ્યાન આપવું જોઈએ. સપોઝ એક બાપને બે–ત્રણ દીકરા છે. પહેલા દીકરાનાં લગ્ન વખતે ફૅમીલીની આર્થીક સ્થીતી સમૃદ્ધ હોવાથી તેનાં લગ્ન ખુબ ધામધુમથી કર્યાં હોય. મોટી વહુને લગ્ન વખતે વીસ–ત્રીસ તોલા સોનાના દાગીના આપેલા હોય. ત્યાર પછી બીજા–ત્રીજા દીકરાનાં લગ્ન વખતે જો ફૅમીલીની આર્થીક સ્થીતી નબળી પડી ગઈ હોય તો મોટી વહુને આપેલા દાગીનામાંથી થોડાક પાછા લઈને બીજી વહુને આપી શકાતા; પરન્તુ દીકરીને તો જે કંઈ આપ્યું એ સાસરે લઈને જાય છે. પછી તેની પાસેથી કશુંય પાછું લેવાનું–મેળવવાનું રહેતું નથી.

વચ્ચે એક સ્પષ્ટતા કરી લઉં કે કેટલીક બહેન–દીકરીઓ એવી ખાનદાન અને સંસ્કારી હોય છે કે મા–બાપની સંભાળ રુડી રીતે લેતી હોય છે. તેનાં સાસરીયાં અને જમાઈ એવાં પ્રેમાળ હોય છે કે તેનાં મા–બાપને પોતાને ત્યાં જ લાવીને રાખે છે. એવી બહેન–દીકરીઓ પણ સંસારમાં છે કે જે ભાઈની આર્થીક સ્થીતી નબળી હોય ત્યારે તેની પાસેથી કશી અપેક્ષા નથી રાખતી. ઉલટાની ખાનગીમાં તેને હેલ્પ કરતી હોય છે. પોતાના ભાઈનું સમાજમાં જરાય ખરાબ ન દેખાય એ માટે બહેન તેનું વારંવાર ઉપરાણું લેતી રહે છે. પોતે તકલીફ વેઠીનેય, મહેણાં–ટોણાં સહન કરીનેય ભાઈનું સુખ ઝંખતી બહેન–દીકરીઓ પણ આ સંસારમાં ઓછી નથી; પરંતુ અહીં માત્ર એવી બહેન–દીકરીઓની વાત કરવી છે, જેઓ સામાજીક અને કાનુની બન્ને તરફના લાભ લેવાની લાલચુ અને લુચ્ચી છે.

ક્યારેક સાસરેથી બે–ચાર દીવસ માટે પેરન્ટ્સને મળવા પીયર આવેલી બહેન–દીકરીઓ જતાં–જતાં એવી દીવાસળી ચાંપતી જાય છે કે ઘરમાં ભડકા ઉઠે. ‘ભાભી તારા માટે આટલુંય નથી કરતી ?’, ‘ભાભી ઘરમાં કેવી અવ્યવસ્થા રાખે છે ?’, ‘ભાભીની રસોઈ તો મોઢામાંય ન જાય એવી છે ! તમે કઈ રીતે ખાઓ છો ?’, ‘ભાભી નોકરી કરે છે એમાં આટલો રોફ શેનો મારે છે ?’, ‘ભાભી તો મારા ભાઈનુંય કંઈ સાંભળતી જ નથી !’ – આવા તો કેટલાય પલીતા ચાંપીને બહેન–દીકરીઓ જતી હોય છે. એમાં કેટલીક બહેન–દીકરીઓ તો એટલી નફ્ફટ હોય છે કે પોતાના સાસરામાં પોતે પોતાનાં સાસુ–સસરાને સાથે રાખતી જ ન હોય. રાખે તો ઠેબે ચઢાવતી હોય. સાસુ–સસરાની સેવા કરવાને બદલે તેમની પાસે વેઠ કરાવતી હોય ! એવાં બહેનબા પીયર આવીને ભાભીની વીરુદ્ધમાં કાનભંભેરણી કરવામાં શુરાતન ધરાવતાં હોય. મહીને એકાદ વખત પીયર જઈને પેરન્ટ્સને ભાવતી વાનગી આપી આવે અને વહાલાં થઈ આવે. પેરન્ટ્સને દીકરીની લાગણી દેખાય, તેની રાજરમત ન દેખાય. આવી સ્થીતીમાં પેરન્ટ્સે જ પોતાની દીકરીને કહી દેવું જોઈએ કે ‘બેટા, તારે અમારા ઘરની કોઈ વાતમાં ટાંગ અડાડવાની જરુર નથી. મારી પુત્રવધુ અમને સારી રીતે સાચવે છે. અમને તેની સામે કોઈ શીકાયત નથી, તો તું શા માટે ડહાપણ કરે છે ? તું તારાં સાસુ–સસરાને સારી રીતે રાખે એટલું ઈનફ છે, બેટા !’

આટલી ખાનદાની બતાવજો !

બહેન–દીકરીની વાત આવે છે એટલે મોટા ભાગના પેરન્ટ્સ ગળગળાં અને લાગણીશીલ થઈ ઉઠે છે. ભાઈ પણ સમાજમાં આબરુ સાચવવા માટે મુંગા મોઢે બહેનના જુલમ વેઠી લે છે. ક્યારેક ભાભી કંટાળીને આકરાં વેણ કહે તો તે કડવી લાગે છે. તેને ‘પારકી જણી’ કહીને અલગ પાડવામાં આવે છે; પરન્તુ જેને દાઝતું હોય તે ક્યાં સુધી ચુપ રહે ? ક્યારેક તો તે પોતાની જીભ ખુલ્લી મુકે ને ! બહેન–દીકરીઓને એક જ વાત કહેવી છે : તમે પીયર જાઓ ત્યારે ત્યાં બીનજરુરી પલીતા ન ચાંપશો. ખોટા પ્રશ્નો ઉભા કરીને પીયરીયાંને દુ:ખી ન કરશો. તમારે જો બાપની મીલકતમાંથી કાનુની હક મેળવવો હોય તો તમે સામાજીક પરમ્પરા અનુસાર જે લાભો મેળવી લીધા છે એ પરત કરવાની ખાનદાની બતાવજો ! બેસવા માટેની એક ડાળને સલામત રાખજો.

 રોહીત શાહ

લેખકના બહુ જ લોકપ્રીય બનેલા પુસ્તક હેલો, મેડમ !(પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001  પૃષ્ઠ : 8 + 136 = 144 મુલ્ય : રુપીયા 100/- ઈ.મેઈલ : goorjar@yahoo.com)માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : 079-2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

અભીવ્યક્તીઈ.બુક્સ

મારા બ્લોગના મથાળે  અભીવ્યક્તીઈ.બુક્સ વીભાગ  https://govindmaru.wordpress.com/e-books/ માં અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી પાંચ ઈ.બુક્સ મુકી છે. 2nd ઓગસ્ટ, 2015ના દીવસે પ્રકાશીત થયેલી બે ઈ.બુક્સવીવેકવલ્લભઅનેવીજયવીવેકપણ ત્યાં છે જ..  સૌ વાચક બન્ધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 18/09/2015

19 Comments

 1. It is a good and practical article. It can be very helpful to us. I fully agree with Rohitbhai’s views.

  Thanks so much,

  Pradeep H. Desai

  USA

  Liked by 2 people

 2. કોઈ કોઈ વાર પતિ અથવા સાસરીયા કહેતા હોય છે કે’ “તારા બાપનું શું ગયું?.” આમાં ભાવાર્થ એવો હોય છે કે “તારા બાપને ત્યાંથી મળ્યું હોય તેવું તારું શું ગયું?”. જુના સમયમાં સ્ત્રીધન અસ્પૃશ્ય ગણાતું, એટલે કે પિયરમાંથી મળેલા દાગીના વગેરે મિલકત સાસરીયા વાપરી કે વેચી ના શકે. જો કે આપણા ધર્મરાજે તો પત્નીને જ વેચી દીધી હતી તે ખેદની વાત છે.

  Liked by 2 people

 3. Samajik niyam ane sarkari kanun be mathi ek ni apeksha rakhvi joiye baheno/ dikrioe banne labh leva jai tyare sabandh no ant aave chhe. Khub saras lekh.

  Liked by 1 person

 4. Intresting. I am glad that Rohitbhai touch on this subject. Yes, as we say “Be haath vagar tali na padaay” Many time parents are main culprit to this specially mother. Mother always fevor daughter against daughter in law.

  I totaly agree with partnership of everything or nothing. Hopefully, all of us can enlighten our lady in house as well as our sister and daughter to do right thing.

  Liked by 2 people

 5. ક્યાંક વાંચવામાં આવેલું કે મનુસ્મૃતિ પ્રમાણે દિકરી પરણે અને સાસરે જાય ત્યારે તે પોતાનો ભાગ લઈને જાય છે. એટલે સંપત્તિનું ઈવેલ્યુએશન થતું હશે અને જંગમ કિમત નક્કી થતી હશે. કાળક્રમે આ ભાગ દાયજામાં પરિવર્તિત થઈ ગયો હોય. એટલેકે તે ભાગને બદલે ગરજ પ્રમાણે રકમ નો તોડ થાય. સ્થાવર મિલ્કતની કિમત તો વધતી જાય. દિકરી તો જુની કિમતના હિસાબે જંગમ રકમ લઈને ગઈ હોય. એટલે દિકરીના પિયરીયાએ વખતો વખત કંઈ આપતા રહેવું જોઇએ. જો કે બહેનને કંઇ આપવું એ એક બહુ સારી સામાજિક સંબંધ માં લય, સંવાદ અને પ્રેમ ની વ્યવસ્થા છે. રક્ષાબંધન, ભાઈ બીજ, જમાઈને જમવા બોલાવો, વેકેશનમાં મામાને ઘરે ચલો…. આ બધામાં સંબંધોના ભાર કરતાં સબંધોનું કાવ્ય વધુ સમજવું જોઇએ જો લાગણી હોય તો.
  હવે કાયદા પ્રમાણે દહેજ એ ગેરકાયદેસર છે. એટલે દિકરીનો હિસ્સો તો રહે જ. લગ્નના ખર્ચા તો દિકરીઓની જેમ દિકરાઓ પાછળ પણ એટલા જ કે વધુ થાય છે.

  દિકરીઓ વહાલનો દરિયો હોય છે. માતા પિતાને વાંધો ન હોય તો તે બધો ભાર ઉઠાવવા તૈયાર હોય છે.

  પિતાએ દેવું ન જ કરવુ જોઇએ. જો દેવું કર્યું હોય તો તેની વિગતો ઉપરથી નક્કી થાય કે કોણે કેટલો હિસ્સો વારસામાં માથે લેવો.

  Like

 6. Friends,
  We are living in 2015…….Old traditional days have been almost forgotten. Love marriages, Inter- cast marriages, international marriages are taking place. Education is more now. India has three catagories of people. First carteria is Economy. Second criteria is education and the third is religious..blind or open-eyed.
  This is a social and one individual case. This case is Indian and took place in India.
  In America, daughters are the care taker of parents. May be it is the case in whole western world. The social traditions and structures also are different. Our society is diverse and very many religions rule in India. It is said that younger generation in India is getting influenced by western culture.

  In my view, these type of cases be seen as an individual case.
  Old days of traditional relation are gone. Daughters were reported to do “funeral” traditions.

  Thanks.
  Amrut Hazari.

  Liked by 2 people

  1. Dear Amrutkaka,

   I agree to your comment on most part. However, I do see this type of things are happening in western world as well as ‘non-Indian or non-IndoAmerican’ family.
   Yes, it is isolated case. Great Martin Luther King who left behind his legacy and wealth which has been in court for years as his children are going ‘north & south’ ……
   I also know family who have been migreted to Canada and well set drove own father to court for share… again it is isolated case but it is happening in todays world.
   And yes, we are the one who can make changes in this by educating our daughters and sons on how to treats our in laws.

   Liked by 1 person

 7. આ તો ટિપીકલ હિંદી સીરિયલની વાર્તા લાગે છે. 🙂 🙂
  બીજા એક બે ખુલાસા કરવા પણ જરૂરી લાગે છે. ભારતમાં સેંકડો જ્ઞાતિઓ છે અને બધાના પોતપોતાના અલગ રીવાજ છે. જે જ્ઞાતિમાં દિકરીને ઘણું આપવાનો રીવાજ હોય એ જ્ઞાતિમાં વહુ પણ ઘણું લાવતી હોય છે. તેમજ એના પિયેરથી પણ સતત આવતું હોય છે. વગેરે…. જુના જમાનામાં ગરીબ ઘરની વહુઓની ઘણી મજબુરીઓ રહેતી.
  જ્યારે દિકરા દિકરી પરણતા હોય છે ત્યારે એમના હિસ્સા જેટલું નથી આપી દેવાતું. (મા બાપ સાવ ગરીબ હોય એમની વાત જુદી છે.) બાકી આજના સમયમાં ઘણા મધ્યમ વર્ગના લોકો પાસે પણ પાછલી ઉંમરે ઘણી સંપત્તી ભેગી થઈ જાય છે. વધુમાં જમીન, રહેઠાણ જેવી સ્થાવર મિલ્કતની કિંમત ખુબ વધી ગઈ છે, જે સામાન્યતઃ દિકરાઓનેજ મળે છે.
  મિલ્કતના ઝગડામાં કોઈ એક સંબંધ કરતાં વ્યક્તિના કૅરેક્ટર પર વધુ આધાર રાખે છે. વીલન, મા, બાપ, દિકરો, દિકરી, વહુ કે જમાઈ ગમે તે હોઈ શકે છે.
  અંતમાં, લેખનો મુળ મુદ્દો બિલકુલ સાચો છે કે હક અને જવાબદારી, દિકરો- દિકરી બન્નેની સરખી હોય છે, હોવી જોઈયે. આજના સમયમાં માત્ર કાયદાની રીતે નહીં પણ નૈતીક રીતે પણ એજ યોગ્ય છે. માત્ર મિલ્કત માટેજ નહીં પણ મોટી ઉંમરે માતા પિતાની સંભાળ રાખવા બાબત પણ.

  Liked by 1 person

 8. સમગ્ર લેખ સમાજમાં પ્રવર્તમાન સાચી હકીકતો દર્શાવે છે. સારા નશીબે ભાઈ-બહેનોની સંખ્યા ઘટી રહી છે, અને બહેનો ભણીને સારૂં કમાય છે એટલે બાપની સંપતિમાં ઓછો રસ લે છે, એટલે આ સમસ્યા સમાધાનની દિશામાં આપમેળે જઈ રહી છે.

  Liked by 1 person

 9. તદ્દન સાચી વાત છે, હક અને જવાબદારી, દિકરો- દિકરી બન્નેની સરખી હોય છે, હોવી જોઈયે. આજના સમયમાં માત્ર કાયદાની રીતે નહીં પણ નૈતીક રીતે પણ એજ યોગ્ય છે. માત્ર મિલ્કત માટેજ નહીં પણ મોટી ઉંમરે માતા પિતાની સંભાળ રાખવા બાબત પણ.

  બ્લોગોમાં આવા લેખો આવતા રહે એ પણ એક સામાજીક સેવાજ ગણાય, વાંચનારને વિચાર કરતાં પણ મુકી દયે અને વ્યવહારમાં આવું કરવાની મનમાં ગાંઠ પણ વાળી લ્યે.

  આજના જમાનાને અનુરૂપ સમજવા અને વ્યવહારમાં ઉતારવા જેવો બહુ સુંદર લેખ છે.

  Liked by 1 person

 10. જે બેન મોટી હોય અને તેના ભાઇ નાના હોય તેવી બેને નાના ભાઇઓ પાસે અપેક્ષા રાખવી કેટલુ વ્યાજબી છે? મદદને બદલે માગણી યોગ્ય ન કહેવાય. પિતા-માતાની ગેરહાજરીમાં વડીલ બેનની નાના ભાઇઓની સંભાળ લેવાની ફરજ બને છે. ત્યાં કાયદા નહીં પણ માતા-પિતાના વાયદા કામ લાગે છે. અલબત્ત, રોહીતભાઇના વિચારો સાથે રોહિત દરજી સંમત છે.
  અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી

  રોહિત દરજી ” કર્મ” ,હિંમતનગર

  Liked by 1 person

 11. બહુ સરસ, સાચો અને સચોટ મુદ્દો છે, રોહિતભાઇને અભિનંદન
  રજનીકુમાર પંડ્યા

  Liked by 1 person

 12. Nice & analytical plus balanced presentation of a socially & legally complex subject. Heartfelt Congratulations to the author & yourself. — Navin Nagrecha

  Liked by 1 person

 13. રોહિતભાઈ,
  બહુ જ સરસ અને ઉપયોગી લેખ. (સમજદાર કો ઈશારા કાફી હૈ)
  પલ્લવી

  Liked by 1 person

 14. આ લેખમાં શ્રી રોહિતભાઈએ , મનનીય રીતે સઘળાં પાસાંને ન્યાય આપ્યો છે, નહીં તો ઘણીવાર મતમતાંર રહેતા અનુભવાય. પ્રશ્ન ને સ્વાર્થના તરાજુએ તોલ્યા વગર, ન્યાય દેવાની જવાબદારી, લાભ મેળવનારે નિભાવવી જોઈએ..તો જ જીવનની સાર્થકતા ખીલે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 15. In claiming the parent’s property, what are your thoughts on brother forging the signature of a sister in claiming the property? Forging anybody’s signature is a crime. Should the brother be subjected to illegal act consequences and punishment?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s