તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?

ખુશ ખબર

વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટી, સુરતના શીક્ષણ વીભાગના ભુતપુર્વ વડાશ્રી, શીક્ષણવીદ્ અને ‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની મંગળવારીય કૉલમ ‘શીક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ તેમ જ બુધવારીય કૉલમ ‘માણસ નામે ક્ષીતીજ’ ના લેખક અને ચીન્તક ડૉ. શશીકાંત શાહની બે જીવનોપયોગી પુસ્તીકાઓ ‘આનન્દની ખોજ’ તેમ જ ‘ટીન–એજ’માં બોયફ્રેન્ડથી સાવધાન’ નામની, શીર્ષકને સાર્થક કરતી વીજાણુ પુસ્તીકાઓ (ઈ.બુક્સ) ‘મણી મારુ પ્રકાશને’ પ્રગટ કરી છે.  તારીખ : 04 ઓક્ટોબર, 2015ને રવીવારની સાંજે (ચાર વાગ્યે) સુરતના કવીઓના ‘મુશાયરા’માં આ બન્ને ઈ.બુક્સના લોકાર્પણનો પણ એક નાનકડો કાર્યક્રમ ‘હરીકૃષ્ણ કોમ્યુનીટી સેન્ટર’, જુની પીપલ્સ બેન્કની પાછળ, ગોટાલાવાડી, કતારગામ રોડ, સુરત – 395 004 ખાતે યોજવામાં આવ્યો છે. રસ ધરાવનાર મીત્રોને પધારવા હાર્દીક નીમન્ત્રણ છે.

વાચકમીત્રો ઈ.બુક્સના લોકાર્પણ બાદ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.wordpress.com/e-books માંથી આ બન્ને ‘ઈ.બુક્સ’ ડાઉનલોડ કરવાની સુવીધા ઉપલબ્ધ થશે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને  govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને સપ્રેમ ઈ.બુક્સ મોકલી આપીશ.

લો, હવે વાંચો આ સપ્તાહની પોસ્ટ સુશ્રી કામીની સંઘવીનો લેખ ‘તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?’ લેખ માણી, મમળાવી, નીચે તમારી કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. અને હાં, મીત્રોને મોકલાનું પણ ચુકશો નહીં.. આભાર…

ધન્યવાદ..

–ગોવીન્દ મારુ 

Dr-Ruveda-Salam

તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ?

–કામીની સંઘવી

બે તહેવારો આવતા શનીવારે છે, પંદરમી ઓગસ્ટ આપણો સ્વતન્ત્રતા દીવસ અને હીન્દુ ધર્મના પવીત્ર મહીના શ્રાવણની શુભ શરુઆત. તેની પુર્વ સંધ્યાએ આજે બે સ્ત્રીઓ વીશે વાત કરવી છે. એક તો છે છેલ્લા કેટલાય દીવસોથી ટી.વી. મીડીયા તથા સોશીયલ સાઈટ પર ધુમ મચાવતાં રાધેમા અને બીજાં છે કશ્મીર વેલીના કુપવારા જીલ્લામાંથી ભારતીય સીવીલ સર્વીસની એક્ઝામ પાસ કરનારાં પહેલાં મુસ્લીમ મહીલા રુવેદા સલામ.

પહેલાં વાત રુવેદા સલામની. જન્મે મુસ્લીમ અને છેલ્લાં કેટલાંય દસકાથી અસલામતી અને અશાન્તીથી ખદબદતી કશ્મીર વેલીમાં જન્મનાર સુશ્રી રુવેદા સલામનું નાનપણથી સપનું હતું કે ભારતીય સીવીલ સર્વીસમાં જવું. કશ્મીર વેલીના જાણીતા દુરદર્શન કેન્દ્રના ડેપ્યુટી ડીરેકટર જનરલ અને ખુલ્લી વીચારસરણી ધરાવતા પીતાના પ્રેમે, રુવેદાના સીવીલ સર્વીસમાં જવાના નીર્ણયને પ્રોત્સાહન મળ્યું. પણ યુ.પી.એસ.સી.ની એક્ઝામ પાસ કરવી તે ખાવાના ખેલ નથી. એટલા માટે રુવેદાએ સ્કુલ પછી કશ્મીરની સરકારી કૉલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યું. જેથી સીવીલ સર્વીસની પરીક્ષામાં સફળ ન થાય તો પણ એક ડૉકટર તરીકેની કરીયર બની શકે. મુસ્લીમ અને સ્ત્રી હોવાના નાતે રુવેદાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કુપવારામાં જન્મેલી આ છોકરી માટે કશું સામાન્ય ન હતું. સતત કાશ્મીર વેલીમાં ચાલતા આંતકવાદી હુમલા, હડતાળ ને બન્ધના કારણે ભણવામાં સતત કોન્સન્ટ્રેશન જાળવી રાખવું અઘરું હતું. અધુરામાં પુરું મુસ્લીમ સમાજમાં છોકરીઓને બહુ નાની ઉમ્મરે પરણાવી દેવામાં આવે છે. તેથી સગાં–સમ્બન્ધીઓનાં અનેક દબાણ છતાં; રુવેદાનાં માતા આ બધી મુશ્કેલીઓ સામે અડીખમ ઉભાં રહ્યાં. જેને કારણે બીજા બધા સામાજીક કે રાજકીય પ્રશ્નોને બાજુ પર મુકીને રુવેદા પોતાની જીવનપરીક્ષામાં સફળ બન્યાં.

કશ્મીર વેલીમાં રહીને તેમને યુ.પી.એસ.સી.ની એક્ઝામ માટે જોઈએ તેવી સવલત ન હતી મળી. કારણ કે ત્યાં તેવા કોઈ કોંચીગ ક્લાસ ચાલતા ન હતા. રુવેદાએ પોતાના સ્ટડી માટે ફેસબુક (સોશ્યલ મીડીયા) અને ઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ કર્યો. વળી જરુરી પુસ્તકો તેમણે દીલ્હીથી પણ મંગાવ્યાં. યુ.પી.એસ.ની એક્ઝામ આપતાં પહેલાં તેમણે જમ્મુ અને કશ્મીરની સ્ટેટ સર્વીસ એકઝામ આપી. તે સમયે તેઓ એમ.બી.બી.એસ. થઈને શ્રીનગરની સીવીલ હૉસ્પીટલમાં ઈન્ટર્નશીપ કરતાં હતાં. તેથી તે હૉસ્પીટલમાં જોબ સમયે પુસ્તકો લઈને જતાં. જે ફ્રી સમય મળે તેમાં વાંચતાં. એકવાર રાજ્ય કક્ષાની એક્ઝામ પાસ કરી પછી તેમણે મેડીકલ ફીલ્ડ છોડ્યું. છ મહીનાની ટ્રૅનીંગ પછી તેમનું પોસ્ટીંગ પણ થયું. એક વર્ષ તેમણે કે.એ.એસ. ઓફીસર તરીકે જૉબ પણ કરી. તે દરમીયાન યુ.પી.એસ.સી.ની એક્ઝામની તૈયારી તો ચાલતી જ હતી. પણ ચાલુ સર્વીસે વાંચવા માટે કેટલો સમય મળે ? તેમના સીનીયર ઓફીસરને ખબર પડી કે રુવેદા યુ.પી.એસ.સી. એક્ઝામની એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી છે ને હવે મેઈન એક્ઝામની તૈયારી કરે છે. એટલે તેમણે રુવેદાને વીસ દીવસની રજા પાસ કરી આપી. રુવેદા કહે છે તે વીસ દીવસને કારણે જ તેમના રેન્કમાં ઘણો ફેર પડ્યો. તે પછી તેમને ટ્રેનીંગ માટે બેંગ્લોર મોકલવામાં આવ્યાં. ત્યાં ફીઝીકલ અને મેન્ટલ સખત તાલીમ લીધી. આઠ મહીના પહેલાં તેમની ચેન્નાઈ આઈ.પી.એસ. ઓફીસર તરીકે નીમણુક થઈ.

રુવેદા માને છે કે દેશદાઝ હોય તો તમે કોઈપણ પ્રોફેશનમાં હોવ, પછી તે જર્નાલીઝમ હોય કે મેડીસીન હોય કે પછી બીઝનેસમેન તમે દેશ માટે સેવા કરી શકો છો. બસ, દેશ માટે કશું કરવાની તાલાવેલી હોવી જોઈએ. રુવેદા કહે છે કે હું મારા ધર્મને દોષ નથી આપતી; પણ એ વાત સાચી છે કે મુસ્લીમ સ્ત્રીઓનાં લગ્ન બહુ નાની ઉમ્મરે કરી દેવામાં આવે છે. સત્તાવીસ વર્ષીય ડૉ. રુવેદા સલામ કહે છે કે તેઓ ત્યારે જ લગ્ન કરશે જ્યારે તેમને તેમના જેવો એડ્યુકેટેડ છોકરો મળશે. રુવેદાનો સકસેસ મંત્ર છે ‘હાર્ડ વર્ક અને ટોટલ ફોકસ ઓન ધ ગોલ’. ઘણા લોકો તેમને વીવાદાસ્પદ સવાલ પુછીને પરેશાન કરતા હોય છે, તેના માટે સલામ કહે છે કે પોતે હમ્મેશાં વીવાદાસ્પદ ટીપ્પણી કરવાનું ટાળ્યું છે. જેથી તેઓ ફોકસ ગુમાવ્યા વીના પોતે જ કરવા ઈચ્છે છે તે કરી શકે.

સ્ત્રી ધારે તો શું કરી ન શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે રુવેદા સલામ. ને સ્ત્રી ધારે તો ન કરવા જેવું પણ કેટલું કરે તેનું ઉદાહરણ, એટલે રાધેમા. પીસ્તાલીશ વર્ષ( સાચી ઉંમર રાધેમા જાણે !)ની આ સ્ત્રીનાં દર્શન માટે તેમના દરબારમાં શ્રીમન્તોની લાઈન લાગે છે. આ દેવીને મોડર્ન વસ્ત્રો કે હીન્દી ફીલ્મ આઈટેમ સોંગનો વાંધો નથી. રાધર તેમના દરબારમાં આ ગીતો પર રાધેમા અને તેમનાં બાળકો–ભાવીકો ડાન્સ કરે છે. વળી ભક્તો તેમને તેડી લે કે ઉંચકી લે કે તેમને ભેટે કે તેઓ તેમને ભેટે તેનો કોઈ બાબતનો વીરોધ તેઓ નથી કરતાં; રાધર ભક્તો તેમને તેડે ને ડાન્સ કરે કે તેમને ચુમ્બન કરે તેવું તેમના દરબારમાં સામાન્ય થઈ પડ્યું. જો કોઈને વીરોધ હોય તો તેઓ જાણે. પણ રાધેમા મોડર્ન મા છે, તેઓ હેવી મેકઅપ ને અને ડેઈલી સોપની હીરોઈન્સને પણ ટક્કર મારે તેવાં ઘરેણાં અને સેંકડો ફુલોના હારતોરા પહેરીને ફરે છે. તેમને ઓછાં કે આછાં વસ્ત્રોનો છોછ નથી. તેમની સાથે ડાયરેક્ટ ભગવાન પણ વાત કરે છે તેવો તેમનો દાવો છે. પરમ્પરાગત હીન્દુ ધર્મનાં સાધ્વી કરતાં તેમની પહેચાન અલગ છે. કારણ કે તેઓ સંસારી છે. તેમના લગ્ન સત્તર વર્ષની ઉમ્મરે થયાં હતાં. તેમને બે પુત્રો થયા ને પતી ટેલરીંગ કામ માટે દોહા જતો રહ્યો. પછી તેમણે બાવીસ વર્ષની ઉમ્મરે પરમહંસ બાગ ડેરાના મહન્ત રામદીન દાસ 1008 પાસે દીક્ષા લીધી. તે પછી મુમ્બઈના મીઠાઈની ચેઈન શૉપ ‘એમ. એમ. મીઠાઈવાલા’ના ચેરમેન મનમોહન ગુપ્તાના ઘરે મુમ્બઈ શીફ્ટ થયાં. ત્યાં તેમણે આ ‘સુખવીન્દર કૌર’ નામધારી સ્ત્રીને ‘રાધેમા’ તરીકે લોકો સામે પ્રોજેક્ટ કર્યા. રેસ્ટ ઈઝ ધ હીસ્ટ્રી ! અર્ધ શીક્ષીત અને ગામડીયણ આ બહેન, રાતોરાત દેવી બની ગયાં ! આજે તેમના દરબારમાં શ્રીમન્ત અને ફીલ્મસ્ટાર્સ, તેમની દૈવી કૃપા મળે તે માટે લાઈન લગાવે છે.

પણ નીક્કી ગુપ્તા નામની આ ગુપ્તા પરીવારની વહુએ તેના પતી નકુલ ગુપ્તા અને બીજા પાંચ સાસરીયાં તથા રાધેમા વીરુદ્ધ મુમ્બઈ પોલીસને ફરીયાદ કરી કે તે દહેજ માટે એને હેરાન કરે છે. કાલ સુધી ભક્તોના દરબારમાં રંગેચંગે ડાન્સ કરતાં રાધેમા રાતોરાત રડવા કકળવા માંડ્યાં છે કે તેઓ નીર્દોષ છે. તેમની બે વહુઓ પણ રોયલ ફેમીલીમાંથી આવે છે. જો તેમની પાસેથી તેમણે દહેજ ન માંગ્યુ હોય તો નીક્કી જેવી ગરીબ મહીલા પાસેથી તો કેમ માંગે ? ખેર, મુમ્બઈ પોલીસ એનું કામ કરશે. પણ આવાં રાધેમાને દેવી તરીકે પુજતા આપણા લોકો વીશે શું કહેવું ?

શ્રાવણ મહીનો હીન્દુ ધર્મનો પવીત્ર મહીનો ગણાય છે; પણ તેમાં આજકાલ અન્ધશ્રદ્ધાનું ભારોભાર મીશ્રણ થઈ ગયું છે અને એટલે જ આવાં રાધેમા જેવાં કીમીયાગરો સમાજમાં ફુલેફાલે છે. શ્રાવણ માસમાં હીન્દુઓનાં ઘરેઘરે ઉપવાસો, સત્યનારાયણની પુજા અને બીજાં અનેક ધાર્મીક વીધીવીધાન થતાં હોય છે. જાણે વર્ષમાં એક જ મહીનામાં દાન–ધરમ કરીને, વર્ષભર કરેલાં પાપ ધોઈને પુણ્ય કમાઈ લેવાનું હોય ! સમાજમાં આવાં રાધેમા સાધ્વી તરીકે સફળ પ્રેક્ટીસ કરી શકે છે તેને માટે આપણે જ જવાબદાર છીએ. જીવનમાં મુશ્કેલીઓ તો કોને નથી હોતી ? પણ આવાં રાધેમા જેવા ધુતારાનો સહારો લઈને શોટર્કટથી મુશ્કેલી દુર કરવાના ઉપાય કરતાં જ આપણે ભેરવાઈએ છીએ. નાનાંમોટાં બધાં મન્દીરોમાં દર્શન સમયે થતી ભાગદોડને કારણે દર વર્ષે આપણે ત્યાં અનેક લોકો ઈજા પામે છે કે મરે છે; પણ આપણી મન્દીર તરફની દોટ અટકતી નથી ! શા માટે તમે ધાર્મીક છો તેવું દેખાડવા માટે પણ મન્દીર જવું પડે ? શા માટે આપણને રાધેમાની જરુર પડે ? કારણ કે આપણને સફળતા માટે શોર્ટ કટ જોઈએ છે. બસ, જલદી સફળ તો થઈ જવું છે; પણ તેને માટે સખત તો શું જરાયે મહેનત નથી કરવી.

આપણી ગુજરાતી કહેવત છે : ‘ગામમાં લોભી હોય ત્યાં ધુતારા ભુખે ન મરે.’ તેથી રાધેમાને દોષ આપતાં પહેલાં આપણા ગરેબાનમાં ઝાંકવાની જરુર છે કે તમે ધર્મના નામે કોઈ ડામીશને તો પુજતા નથી ને ? ને શા માટે ભગવાન અને તમારી વચ્ચે આવા ‘કમીશન એજન્ટ’–વચેટીયાની જરુર તમને પડે ? કણકણમાં ઈશ્વર છે જ; તો પછી ઈશ્વરને તે કણકણમાં જ શોધી લેવો ઘટે.

આશ્ચર્ય એ છે કે વીકીપીડીયા પર પણ રાધેમા વીશે અનેક માહીતી ફોટા ઉપલબ્ધ છે; પણ દેશના કશ્મીર સ્ટેટની પહેલી યુ.પી.એસ.સી એક્ઝામ પાસ કરનાર મુસ્લીમ મહીલા રુવેદા વીશે કોઈ એક પેજ પણ નથી !

તે જ દેખાડે છે કે લોકોને શું જોઈએ છે.. ‘રાધેમા’ કે ‘સલામ રુવેદા’ !

: રેડ ચીલી :

Education is the basic tool which will empower women,

make them financially independent,

help them make the right choices

… Ruveda Salam …

–કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તા. 13 ઓગસ્ટ, 2015ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુમ્બઈ સમાચાર’ ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક :

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન : 94271-39563 ઈ.મેઈલ : kaminiparikh25@yahoo.in  આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 02/10/2015

18 Comments

  1. Chokkas ruveda salam joiye
    Radhemane kaho aaghe aaghe. Mota bhagna santo jyotisho vastushastriyo kathakaro peda karnar samajno dhanik varg chhe temna pad ane paisa ane nakli dharmikta na dambhno dekhado karva ane garibi tena agnyan ne lai ne tenu anukaran hoi chhe.

    Liked by 1 person

  2. ખુબ સરસ માહિતી. રૂબેદાબહેન જેવી સ્ત્રીઓ દેશનું ગૌરવ છે.; ‘ રાધેમા’ એ આપણી અંદ્ગશ્રધ્ધાનું પરિણામ છે. અમેરિકામાં પણ રાધેમા જેવી સ્ત્રીઓ પુજાય છે અને ભક્તોને ધબ્બા મારે છે. આ દેશની સ્ત્રી-શક્તિને કોઇ કામિની સંઘવી જ જગાડી શકશે.
    નવીન બેન્કર ( હ્યુસ્ટન)

    Liked by 1 person

  3. મિત્રો,
    સરસ લેખ છે. વાચકોને સરસ સવાલ કર્યો છે. વિચારવા યોગ્ય સવાલ. ઘર્મ (રીલિજીઅન) અને કર્મ જ ઘર્મ જેવાં કર્મ વચ્ચે સીલેક્ટ કરવાની ચુનૌતી. જીવતાં દાખલા થકી પૂછાયેલાં સવાલોના જવાબો ક્યાં મળશે તે પણ ગાઇડન્સ આ સવાલોમાં છે.
    પુરાણા સંસ્કૃત જમાનામાં ઉત્તમ સ્ત્રીને માટેની વ્યાખ્યા પણ મળે છે…..
    કાર્યેસુ દાસી, કારણેસુ મંત્રી
    ભોજ્યેસુ માતા, શયનેસુ રંભા,
    રુપ્યેસુ લક્ષ્મી, ક્ષમ્યેસુ ઘરતી,
    સત્કર્મે નારી, કુલઘર્મ પત્નિ!
    (શબ્દો કે તેની સ્પેલીંગની ભૂલ સુઘારીને વાંચવા વિનિંતિ.)
    ૨૦૧૫ના વરસમાં સમયને અનુસાર આપણને કામિનીબેને સીલેક્સન કરવા કહ્યુ છે. નીતિ અેક મહાન ક્વોલિટી છે. નિતિ વિનાનું જીવનાર માનવ નથી હોતો……‘રાઘેમાં‘ હોય છે.
    નિતિથી જીવનાર રુબેદાબહેન હોય છે.
    અમૃત હઝારી.
    .

    Liked by 1 person

  4. રશ્મિકાંતભાઇ,
    સરસ સવાલ. હોવો તો જોઇઅે. હજી સુઘી વાંચવામાં અાવ્યો નથી. પરંતુ દરેક જવાબદાર પુરુષોઅે પોતાની જવાબદારી સમજીને જીવન જીવવું જોઇઅે. ખરું તો અે કે આ શ્લોક દરેક પુરુષે પોતાને માટે જ લખાયો છે તેમ સમજીને જ્યાં જ્યાં જેવા જેવા ફેરફારો કરવા પડે તે ફેરફારો કરીને વાંચીને પોતાના જીવનમાં ઉતારવા રહ્યા.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. સમાજ માં ફેલાયેલ મોટા ભાગ ની બદીઓ ધામિઁક તથા સામાજીક અંધશ્રધા ને લીધે જ પોષાય છે તે માટે આપણે જ જવાબદાર છીએ.આપણામાં જ જુના રીતરિવાજો નો વિરોધ કરવા ની હિંમત નથી.કોઇ શું કહેશે ? તેની બીક ને લીધે તેને આઙકતરુ સમથઁન આપીએ છીએ તથા નવા વિચારોનું બાળમરણ થવા દઇએ છીએ.બની બેઠેલા ધધૂપપૂ ઓ ની પાપલીલાઓ બહાર આવ્યા પછી પણ તેની ભકતિ કરનારાઓની સંખ્યા આસચયઁજનક રીતે ચોંકી જવાય તેવી છે.

    રુબેદા સલામ જેવી મહીલા(યુવતી) ઓને લાખલાખ સલામ. સાથેસાથે તેમના માતાપિતા પણ તેટલા જ સલામ ના અધિકારી છે.

    Liked by 1 person

  6. Very good eye-opening article.
    CONGRATS to Dr. Rubeda & her parents for supporting her in fulfilling her desire. A very big SALAM to her.
    As regards ‘RADHEMA’ & all such other so called saints, I would say that we are at faults — specially the novo-rich generation who follow such persons blindly. Right from our young age we have been taught to be conscious in choosing our path.Though had spent most of childhood age in ‘DEVI’ Temple, we were taught by the temple in charge himself to oppose & keep ourselves away from such ‘DHONGHI’ babas (males or females) which we have been following all these years,

    HATS OFF TO THE AUTHOR KAMINIBEN & GOVINDBHAI for such a good article.
    navin nagrecha , Pune.

    Liked by 1 person

  7. કામિનીબેનને આ સરસ લેખ માટે ધન્યવાદ.
    ઘણીવાર મને દલપતરામના ઊંટ જેવા જ વિચારો આવે પણ શિયાળની બીક લાગે એટલે હું મૂંગો મરું છું. વાત એમ છે કે પ્રવીણ કે અમૃતભાઈ કે નવીનભાઈ તો અમેરિકામાં જલસા કરે છે. વર્ષ પહેલાં અમારા ત્રણમાંના એકેય રાધિકાનું નામ પણ જાણતા ન હતાં. ઈન્ડિયામાં પગ મૂક્યા વગર અમને રાધી વિશે જણાવ્યું કોણે? એક કે બીજા કારણે મિડીયાએ જ એને પ્રસિધ્ધી આપી. રેટિંગ માટે પોઝિટિવ કે નેગેટિવ લેખો લખાયા. અજાણ્યા લોકોમાં કૂતુહલ પેદા કરવાનું કામ પ્રચાર માધ્યમ જ કરતાં હોય છે. એમાં આપણો લેખક વર્ગ પણ જોડાય છે. અમે રહી ગયા. અજ્ઞાની લોકોને અમે જ્ઞાની ન બનાવીશું તો બીજું કોણ બનાવશે. કહેવું જોઈએ કે જેને મહ્ત્વ આપવું જ ન જોઈએ તેને જ મહત્વ આપીને એક કે બીજી રીતે ફેલાવો કરતા રહીયે છીએ. મને ૧૦૦% ખાત્રી છે કે કામીનીબેનના કે અભિવ્યક્તિના વાચક વર્ગમાંથી તો કોઈ રાધીને મળવા ન જ ગયા હોય, તો આવા ગીતો ગાવાનો શું અર્થ? હું માનું છું કે રાધીની વાતને બદલે રૂવેદા સલામ જેવી દશ પ્રેરણા રૂપ મહિલાઓની વાતને પ્રસિધ્ધી મળી હોત તો અમને દૂર રહેલાંને જાણીને આનંદ થતે. કામીનીબેનનો લેખ સરસ જ છે. અત્યારે તો એજ ઈચ્છવું રહ્યું કે રાધીના ભક્તો આ વાંચે, સુધરે અને આપણને જણાવે કે આ લેખને કારણે અમારી રાધી ભક્તિમાં હવે ઓટ આવી છે.
    (આ સાથે મિત્ર શ્રી ગોવિંદભાઈને નમ્ર વિનંતિ કે મારી આ કોમેન્ટ ઓફેન્સીવ કે અયોગ્ય હોય તો; પ્લીઝ ડિલીટ કરજો.)

    Like

    1. Unable to read  sice not reproduced properly.   ————————————————————————————————————————————————————- NAVIN NAGRECHA Bhavin Consultancy & Management Services Labour, Personnel, HRD & Management Consultants Phone-  91 20 – 2565 4925             91 20 – 2565 5427 E-mail: nbhavin@yahoo.com   ———————————————————————————————————————————————————— From: અભીવ્યક્તી To: nbhavin@yahoo.com Sent: Friday, October 9, 2015 10:12 AM Subject: [New comment] તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ? #yiv0653888432 a:hover {color:red;}#yiv0653888432 a {text-decoration:none;color:#0088cc;}#yiv0653888432 a.yiv0653888432primaryactionlink:link, #yiv0653888432 a.yiv0653888432primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv0653888432 a.yiv0653888432primaryactionlink:hover, #yiv0653888432 a.yiv0653888432primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv0653888432 WordPress.com pravinshastri commented: “કામિનીબેનને આ સરસ લેખ માટે ધન્યવાદ.ઘણીવાર મને દલપતરામના ઊંટ જેવા જ વિચારો આવે પણ શિયાળની બીક લા�� | |

      Like

    2. Sir ji tamro aarop khoto chhe…aakha lekh ma sauthi vadhu vat me ruveda vise j kari che ne aape dudh mathi pora kadhya chhe saheb…

      Like

      1. બહેન, માફ કરજો. ભૂલ થઈ ગઈ છે. જ્યાં જ્યાં પોરા તરતાં દેખાય તે કાઢ્વાની કુટેવ પડી ગઈ છે. હવે નહીં કાઢું. પ્રોમીશ.આપના લેખો વાંચવા લાયક હોય છે એટલે જ વાંચું છું.

        Like

      2. KAMINI BEN
        Lakhta raho radhema ke ruvedasalam jene je swikarvu hoi te swikare aapna abhivyakti parivar mathi pan ghana eva hase je thoda ghana anshe andhshraddhalu hase pan dekhado rationalist no karse ane comments pan aapse pan maru potanu manvu chhe ke aava lekho vanchvathi aapna abhivyakti parivar ma pan je thoda banne taraf abhigam dharavta hase ( andhshraddha ane rationalism) temna vicharo ma pan farak padse .

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s