ડૉ. શશીકાંત શાહનાં પુસ્તકોની
વીજાણુ આવૃત્તીનું લોકાર્પણ કરાયું
જાણીતા શીક્ષણવીદ્ અને કટારલેખક ડૉ. શશીકાંત શાહની બે પુસ્તીકાઓ (1) ‘આનંદની ખોજ’ અને (2) ‘ટીન–એજમાં બૉયફ્રેન્ડથી સાવધાન’ની વીજાણુ આવૃત્તી (ઈ.બુક્સ) ‘મણી મારુ પ્રકાશન’ દ્વારા ઈ.બુક્સ તૈયાર કરાઈ હતી. જેની લોકાર્પણ વીધી તા. 4-10-2015ને રવીવારે ‘હરીકૃષ્ણ કૉમ્યુનીટી સેન્ટર’, ગોતાલાવાડી, કતારગામ, સુરત ખાતે, નીવૃત્ત શીક્ષક, ‘ઉંઝા જોડણી’ના સમર્થક અને ‘સન્ડે ઈ.મહેફીલ’ના પ્રણેતા આદરણીય શ્રી. ઉત્તમભાઈ ગજ્જરના હસ્તે કરવામાં આવી હતી. ડૉ. શશીકાંતભાઈ શાહે સૌને આવકાર આપી, શ્રી. ગોવીન્દભાઈ મારુએ તૈયાર કરેલી ઈ.બુક્સ બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. ‘હરીકૃષ્ણ એક્સપોર્ટ’ના શ્રી. હીમ્મતભાઈ ધોળકીયાના પ્રમુખસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં, શ્રી. ગોવીન્દભાઈ મારુએ ઈ.બુક્સની વીશેષતાઓ પર વીસ્તૃત માહીતી આપી હતી. આદરણીયશ્રી ઉત્તમભાઈ ગજ્જરે વીદેશોનાં પરમ્પરાગત પુસ્તકાલયોનું રુપાંતર ઈ.પુસ્તકાલયોમાં થઈ રહ્યું હોવાની માહીતી સાથે, સમગ્ર વીશ્વ નવી ટૅકનોલૉજીના ઉપયોગથી સમય, જગ્યા, ખર્ચ, પરીશ્રમ વગેરે કઈ રીતે ઘટાડી રહી છે તેની ચર્ચા કરી હતી. શ્રી. ગોવીન્દ મારુએ બન્ને ઈ.બુક્સને વાંચવાની સહુલીયત બાબતે વીશાળ સ્ક્રીન પર જીવન્ત નીદર્શન કર્યું હતું.
અહેવાલલેખન : આચાર્યશ્રી સુનીલ શાહ – sunilshah101@gmail.com 2015-10-05
♦●♦
(ડાબેથી સર્વશ્રી ગોવીન્દ મારુ, ઉત્તમ ગજ્જર,
હીમ્મતભાઈ ધોળકીયા અને ડૉ. શશીકાંત શાહ)
(શીક્ષણવીદ્ અને કટારલેખક ડૉ. શશીકાંત શાહ)
(‘અભીવ્યક્તી’ બ્લોગના સર્જક ગોવીન્દ મારુ)
(‘ઉંઝા જોડણી’ના સમર્થક અને ‘સન્ડે ઈ.મહેફીલ’ના પ્રણેતા
આદરણીય શ્રી. ઉત્તમભાઈ ગજ્જર)
♦●♦
લો, હવે વાંચો આજની પોસ્ટ શ્રી. યાસીન દલાલનો લેખ ‘મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેકબુદ્ધી’ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….
‘મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેકબુદ્ધી’
–યાસીન દલાલ
આપણે સતત, રાત–દીવસ, ઉઠતાં બેસતાં, સંસ્કૃતીનાં ગુણગાન ગાતાં રહીએ છીએ, આપણી કહેવાતી સીદ્ધીઓ વીશે વારંવાર આપણે આપણી પીઠ થાબડીએ છીએ અને આપણી જાતને પ્રમાણપત્ર આપતા રહીએ છીએ. પશ્ચીમી સંસ્કૃતી પતીત છે ત્યાં નૈતીક મુલ્યો નથી, આધ્યાત્મીક સુખ નથી, મનની શાન્તી નથી અને આપણે ત્યાં ધર્મ છે, આધ્યાત્મીકતા છે, મનની શાંતી છે, એવી ‘થીયરી‘નો પ્રચાર આપણે ઢોલ વગાડીને વર્ષોથી કરતા આવ્યા છીએ. આપણા ગામો અને શહેરોમાં સતત નવાં નવાં મન્દીરો, દેરાસરો ઉભાં થતાં રહે છે, એના ઉદ્ધાટન સમારંભો યોજાય છે એના ઉપર વીમાનોમાંથી પુષ્પવૃષ્ટી કરવામાં આવે છે. ધાર્મીક શોભાયાત્રાઓ અને શતાબ્દીઓ અને દ્વીશતાબ્દીઓ પાછળ પણ અઢળક ધન ખર્ચાય છે અને હવે તો સરકાર પણ એમાં જાહેર તન્ત્ર અને સગવડો આપે છે.
આવી ધાર્મીકતાના જાહેર પ્રદર્શનના પડદા પાછળ આપણે ત્યાં કેવો અધર્મ સતત, બીનરોકટોક, બેશરમ રીતે ચાલે છે ? કુરીવાજો ક્રુરતા, બર્બરતાને ધર્મના નામે આપણે રક્ષણ આપીએ છીએ. દરેક પ્રકારની કુરુઢીને પરમ્પરા અને ધર્મના આદેશનું કવચ ઓઢાડી દઈએ છીએ. કોઈ સ્ત્રીના પતીના મૃત્યુ સાથે ધાર્મીક આસ્થાને જોડી દેવાય એટલે પત્યું ! કોઈ સ્ત્રીને એનો પતી ત્યજી દે છતાં એને ભરણપોષણ મળતું હોય તે અમાનવીય રીતે બંધ કરી દેવામાં આવે અને એથી પાછળ ધર્મના આદેશનું બહાનું ધરવામાં આવે. ધર્મને નામે જાહેર જમીન મીલકતો ઉપર પેશકદમી કરવાની છુટ. ધર્મના નામે રસ્તાની વચ્ચે બધાને નડે એ રીતે કોઈ ધર્મસ્થાન ઉભું કરી શકાય. ધાર્મીક પર્વોની ઉજવણીના નામે ઘોંઘાટ અને કોલાહલ સર્જી શકાય. ઉત્સવોને નીમીત્ત બનાવીને અમુલ્ય લાકડું અને બળતણનો વ્યય કરી શકાય. આખા રસ્તાઓ બંધ કરી શકાય. એક ધર્મસ્થાનમાં એક મોટા વાસણમાં પકવેલું ભોજન ખાવા લોકો એ વાસણમાં આખા અન્દર ઉતરી જાય છે !
આપણે માણસ સીવાય દરેક પ્રાણીને પુજીએ છીએ. પથ્થરને પણ પુજીએ છીએ. એક પશુની હત્યા થાય એટલે ગામ આખામાં તંગદીલી ફેલાય એને પગલે જે તોફાનો ફાટી નીકળે એમાં થોડા માણસો મરે ત્યારે એ તંગદીલી હળવી થાય ! ધર્મ પ્રગટ્યો ત્યારે એક વીધાયક ઘટના તરીકે પ્રગટ્યો હતો. આજના વીશ્વમાં ધર્મ જેવી નકારાત્મક ઘટના કોઈ નથી. ધર્મે માણસમાં રહેલા એના પોતીકા વ્યક્તીત્વને મારી નાખ્યો. એના સ્વત્વને હણી લીધું. એની ખુદ્દારી અને ખુમારીને ખતમ કરી નાખી. કદાચ એટલે જ ગાલીબે કહ્યું હતું, ‘બંદગી મેં મેરા ભલા ન હુઆ.‘
આપણે આપણા પડોશીના ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં એનો ધર્મ, જ્ઞાતી, પ્રદેશ, બધું બરાબર જાણી લઈએ છીએ. એના ઘરનું પાણી પીવાય એમ છે કે નહીં, એને ધર્મની સરાણ ઉપર ચડાવીને નક્કી કરી લઈએ છીએ. આવા પરીચય, આવા મીલનમાં માત્ર ઔપચારીકતા અને દમ્ભ સીવાય કશું હોતું નથી. ધર્મ માણસને જોડે કે જુદા પાડે ? ધર્મ માણસને એના પછાતપણા અને પ્રાકૃતપણાની કેદમાંથી બહાર આવવા દેતો નથી.
જે દેશમાં દરરોજ ક્યાંક ને ક્યાંક ધર્મને નામે બે પાંચ માણસોને મારી નાખવામાં આવે, એ દેશને ધાર્મીક કહેવડાવાનો અધીકાર ખરો ? જે દેશમાં દરરોજ કોઈને કોઈ ખુણે પોલીસ ગોળીબારમાં બે–પાંચ માણસો મરી જતા હોય એ પ્રજાને પોતાને શાન્તીપ્રીય તરીકે ઓળખાવવાનો અધીકાર ખરો ? આપણી કહેવાતી આધ્યાત્મીકતા તો હવે મશ્કરીનો વીષય બની ગઈ છે. ભારતના લોકો લાખોની સંખ્યામાં અમેરીકા અને અખાતના દેશોમાં જાય એને ભુલાવી દઈને ત્યાંથી બે–પાંચ માથા ફરેલા લોકો આપણા દેશમાં આવીને કોઈ ધર્મગુરુના ચેલા બને ત્યારે આપણે આપણી આધ્યાત્મીકતાનો ગર્વ લેવા માંડીએ છીએ ! પણ એ ધર્મગુરુ પોતે એરકન્ડીશન મશીન, રેફ્રીજરેટર અને ટેલીવીઝનની સંસ્કૃતીમાં રાચતા હોય છે ! એમને ધર્મનો પ્રચાર કરવા માટે પશ્ચીમનાં બધાં ભૌતીક સાધનસગવડોની ગરજ રહે છે ! વીડીયો ઉપર કથા સાંભળીને મેળવેલું પુણ્ય કેટલું તકલાદી ગણાય !
દરેક ચીજનો વેપાર કરનાર આપણી પ્રજાએ ધર્મને પણ નથી છોડયો. મન્દીરોમાં પ્રભુની આરતી અને પ્રસાદના પણ જુદા જુદા ભાવ નક્કી કરીને એનું પાટીયું મારવામાં આવે છે ! પ્રભુના ઘરમાં પણ પૈસાની બોલબાલા ! પુણ્યનો પણ ચડાવો થાય અને પૈસાદાર વધુ પૈસા ખરચીને વધુ પુણ્ય ખરીદે. આજના ધાર્મીકસ્થાનો પણ મોટાં સ્થાપીત હીતો બની ગયાં છે. એમની આવક અને મીલકત ઉપરથી એમની મહત્તા નક્કી થાય છે. માણસ માણસ વચ્ચે ધર્મની દીવાલ આવીને ઉભી રહી ગઈ છે. ધર્મનાં સ્થાનો ઉપર અધર્મીઓએ અડ્ડો જમાવ્યો છે. આજના ધર્મ ઉપદેશકો પણ જનસમ્પર્ક અને પ્રચારના આધુનીક કીમીયા અજમાવે છે અને ધર્મસ્થાનોને ફીલ્મી મનોરંજનની કક્ષાએ લઈ જઈને લોકરંજન કરે છે. આવી કથાઓ સાંભળવા જવું એ ફેશન બન્યું છે. બધા પયગમ્બરો આજના ધર્મની અવદશા જોઈ શકત તો એકસામટા પોતાના ધર્મગ્રન્થોને પાછા ખેંચી લેત. ‘આપણાં દુઃખ–દર્દોનું ઓસડ ધર્મના એજન્ટો પાસે નથી’; એ સત્ય આપણને ક્યારે સમજાશે ?
જો ધર્મસ્થાનો, પુજાપાઠ અને હોમહવનોથી કલ્યાણ થતું હોય તો આપણા દેશમાં તો સ્વર્ગ ઉતર્યું હોત. સેંકડો સમ્પ્રદાયો અને પંથોવાળા દેશમાં શેરીએ શેરીએ ધર્મગુરુઓ, સાધુઓ, ફકીરો જોવા મળે છે. ડગલે ને પગલે મન્દીર, મસ્જીદ જોવા મળે છે. નીતનવા સ્થળોએ ધુન–ભજનો થાય છે, કથા થાય છે. દરેક નવું કામ ધાર્મીક વીધીથી થાય છે. ભુમીપુજનની સાથે આપણે ચોપડાનું પણ પુજન કરીએ છીએ ! આવા દેશમાં ગરીબી અને ભુખમરો શા માટે હોય ? આવા દેશમાં શા માટે વરસાદ જ ન પડે ? શા માટે કુદરત આપણા ઉપર જ રુઠે ? આવા સામાન્ય સવાલો આપણે આપણી જાતને પુછતા નથી અને જેમ હતાશ થઈએ તેમ વધુ ને વધુ ધાર્મીક ક્રીયાકાંડોને શરણે જઈએ છીએ. મોરબીનાં બધાં ઘરોમાં પ્રવેશતાં પહેલાં લોકોએ ભુમીપુજન કર્યું હતું અને ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ એ દીવસે દોઢસો લગ્નનું મુહુર્ત નક્કી થયું હતું ! જન્મકુંડળી મેળવીને થતાં લગ્નો પણ છ માસમાં તુટી જાય છે !
સ્વતંત્ર વીચારશક્તી અને વીવેકબુદ્ધી એ મનુષ્યને મળેલ ઉત્તમ ભેટ છે; પણ આપણે સ્વેચ્છાએ આપણી વીવેકબુદ્ધી અને વ્યક્તીતાને ધર્મને ચરણે ધરી દઈએ છીએ. ગેલેલીયો અને કોપરનીક્સે પોતાની વીવેકબુદ્ધી અધર્મને ચરણે ધરી દીધી નહોતી. એમ હોત તો ઔદ્યોગીક ક્રાન્તીનો પાયો જ ન મંડાત અને આપણે કમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યા ન હોત. ધર્મ કશુંક પ્રાપ્ત કરવાનું સાધન કે માધ્યમ બની શકે; પણ એ સાધ્ય કદી બની શકે નહીં.
રામજન્મભુમી અને બાબરી મસ્જીદની ચીન્તા અયોધ્યાવાસીઓને નથી એટલી બહારના લોકોને છે ! જ્યારે આ પ્રશ્ને કેટલાંક શહેરોમાં ‘ધર્મયુદ્ધ‘ ખેલાઈ રહ્યું હતું ત્યારે અયોધ્યામાં સમ્પુર્ણ શાન્તી પ્રવર્તતી હતી ! મસ્જીદ અને મન્દીરમાં એકસરખો પથ્થર, સીમેન્ટ અને પાણી વપરાય છે… પણ ધર્મના ટેકેદારો જ તે દહાડે મુસ્લીમ પથ્થર અને હીન્દુ પથ્થરનું નીર્માણ કરશે ! ડૉક્ટરને ત્યાં આવતા દર્દીઓમાં મુસ્લીમ કેન્સર અને હીન્દુ કેન્સરનું વર્ગીકરણ હોતું નથી ! છતાં, આપણે ‘પારસી મરણ‘ અને ‘હીંદુ મરણ‘ જેવા લેબલ વડે મરણને પણ ધર્મયુદ્ધ બનાવ્યું છે !
દુષ્કાળગ્રસ્ત દેશમાં 21 લાખ રુપીયાની રકમ હોમહવનમાં વાપરી શકાય છે અને વડાપ્રધાન જેવી વ્યક્તી પણ એનો આશ્રય લઈ શકે છે ! સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કદાચ આવા યજ્ઞો કઈ જગ્યાએ કરવા અને ક્યારે કરવા જોઈએ એ જાણવા માટે થશે. ધર્મનું વીજ્ઞાન અને યજ્ઞની ટૅકનોલૉજી! આપણે દુનીયાને ઘણું નવું આપી શકીએ તેમ છીએ.
દુનીયાના બે ધાર્મીક દેશો ધર્મના રક્ષણ માટે દસેક વર્ષથી લડાઈ ખેલી ચુક્યા છે અને લાખો નીર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યા છે. કરસનદાસ મુળજીએ એકવાર ધર્મને નામે સ્ત્રીના શીયળ ઉપર થતું આક્રમણ રોકવા માટે જેહાદ જગાવવી પડી હતી. પોતાના દમ્ભને ન્યાયી ઠેરવવા માટે ધર્માચાર્યોએ ખોટા શ્લોકો ઘડી કાઢ્યા હતા !
લોકો આવકવેરામાંથી મુક્તી મેળવવા માટે ધર્મસ્થાનોને દાન આપે છે. પૈસા આપીને પુણ્ય ખરીદીએ એની પાકી પહોંચ મળે છે. ધર્મ ગમે તેવું શક્તીશાળી દુરબીન બનાવે તો પણ; એમાં સ્વર્ગ અને નરક દેખાવાનાં નથી એને માટે તો પરીકથાઓ અને દન્તકથાઓનો જ આશરો લેવો પડે. રોજના નીત્યક્રમમાં ઘડીયાળના કાંટાની સાથે આપણે ત્યાં ધર્મના ક્રીયાકાંડોનું પણ સાયુજ્ય રહ્યું છે. આટલાથી આટલા વાગ્યે પુજા કરવાની, બરાબર આટલા વાગ્યે આરતી ઉતારવાની. ધર્મ અને આધ્યાત્મીકતા એ સમયના ચોકઠામાં ગોઠવવાની વસ્તુ છે ? એને મનુષ્યનાં મન અને મગજની સ્થીતી સાથે કોઈ સમ્બન્ધ નથી ? એ ઓફીસમાં હાજરી આપવા અને સીનેમાનો શૉ શરુ કરવા જેટલી કૃત્રીમ ચીજ છે ?
ધર્મને નામે આપણે કેટલી મોટી માત્રામાં અધર્મ આચરીએ છીએ ? બધાં પાપ ધર્મની શેતરંજની હેઠળ છુપાઈને પડ્યાં છે. આપણી શેતરંજી ઉપરથી બરોબર સાફ–સુથરી અને ચળકાટવાળી રહે એની આપણને સતત ચીન્તા છે. ધર્મના આવા વરવા અસ્તીત્વ છતાં સમાજ ટકી રહ્યો છે એ જ આશ્ચર્ય છે. જુના મળને સાફ કરવા માટે આંતરડાં સંપુર્ણ સાફ કરવાં પડે છે. બૌદ્ધીકતા રુપી એનીમા લઈશું તો વૈચારીક સડો દુર કરી શકીશું.
–યાસીન દલાલ
‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની ‘વીચાર વીહાર’ નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 27 ડીસેમ્બર, 2014ના અંકમાંથી ડૉ. યાસીન દલાલ અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક :
ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ – 360 007 ફોન : (0281) 257 5327 ઈ.મેઈલ : yasindalal@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 9/10/2015
Thanks can’t open as in GUJARATI
Sent from my ASUS
LikeLike
માણસમાં બુધ્ધી હોય એ પુરતું નથી એ બુધ્ધીને વીવેક પૂર્વક વાપરવી જોઈએ .બુધ્ધી અને વીવેકનો સમન્વય થાય એ જરૂરી છે.વીદ્યા વીવેક અને વીનયથી જ શોભે છે.
યાસીન દલાલનો પ્રેરક લેખ માણ્યો.
LikeLiked by 1 person
This nice article speaks hearts of many educated nonconformist people but our surroundings either at home,office or outside always makes us a odd man out. Unfortunately, political parties are also somehow encouraging unusual and unjust acts of crazy religious guys just for votes a great pity of our nation. Our Govts can do much more to promote what aught to be but…??
LikeLiked by 1 person
Wonderful article. Very well written.
Dr. Bhatt
LikeLiked by 1 person
મિત્રો,
યાસીનભાઇઅે હજારો વરસોથી છતી આંખે અંઘાપો લઇને જીવતાઓની ઓળખ કરાવી. આ સ્વાર્થે અાંઘળાઓની નવી પેઢીના ફરજંદો…. બઘા જ, આપણી વચ્ચે શ્વાસ લઇ રહ્યા છે…… ત્યારે પણ હતાં અને આજે પણ છે. પેલાઓ સાચુ કબુલવા નથી માંગતા અને સારા નરસાની વચ્ચેની સમજ ( વિવેક) સમજીને પણ ઘેંટાના ટોળામાં જ પોતાની સેફ્ટી જોઇ રહ્યા છે. અા તો બઘી વાતો છે જેને ઘણાં સમાજસેવકો, સમાજનું સારું જોનારાઓ, શહીદીવ્હોરીને અાજની પેઢીને હેન્ડલ કરવા સોંપી ગયા છે. થોડી વાતો થોડા સમજુૉ કહી ગયેલાં તેને સમજવાની કોશીશ કરીઅે. પહેલાં વિવેક શબ્દને ઓળખીઅે…….
વિવેક: (પું) સારાસારની સમજણ. સારા નરસાનું ભાન. વિવેકબુઘ્ઘિ, શિષ્ટાચાર,…..અંગ્રેજીમાં…..પર્યાય શબ્દ ???? છતાં……Discrimination / Discretion / Etiquette…..???? Few quotations are in real sense educating………
(1) Leo Tolstoy; A confession.
” Wrong does not cease to be wrong because the majority share in it.”
(2) Earnest Hamingway; Death in the afternoon.
” So far, about morals, I know only that what is moral is what you feel good after and what is immoral is what you feel bad after.”
(3) Augustine of Hippo.
” Right is right even if no one is doing it; wrong is wrong even if, everyone is doing it.”
(4) Jules Renard.
” If you are afraid of being lonely, do not try to be right.”
(5) Winston Churchill.
” Perhapes it is better to be irresponsible and right, than to be responsible and wrong.”
(6) Farah Ezzatie.
” When you have the right, does not mean that you are right.”
and…
(7) Carl Jung.
” The pendulum of the mind alternates between sense and nonsense, not between right and wrong.”
Can we say Moral is the પર્યાય શબ્દ છે…વિવેક માટે ?
વિવેકી માટે નિર્ણય લેવો અે ઘર્મસંકટ બની રહે છે??????કારણકે તેણે કુટુંબમાં, સમસજમાં દેશમાં વિશ્વમાં જીવવાનું છે. ૫૬ ઇંચની છાતી સાચા અર્થમાં જોઇઅે.
ગાંઘિજીની સત્યના પ્રયોગો અથવા આત્મકથાનું લખાણ અે તેમની વિવેકબુઘ્ઘિનું સાચુ પરિણામ છે. તે જ રીતે મણીલાલ નભુભાઇ દ્વિવેદીની આત્મકથા તેમની વિવેકબુઘ્ઘિનું પરિણામ કહેવાય.
સારા નરસાની સમજ અેટલે વિવેકબુઘ્ઘિ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
આ આર્ટિકલ માટે શું કહીએ. યાસીન દલાલે દીલનો ઉભરો ઠાલ્વ્યો છે. સંમત થયા વિના છુટકો નથી. અમેરિકા અને યુરોપ કેવી રીતેસુપર પાવર બન્યા છે આપણા દેશને સુપર પાવર બનતા સદીઓ લાગશે. ગોવિન્દભાઈને અભીનંદન. આ લેખ બદલ.
LikeLiked by 1 person
Khub saras lekh yashin bhai ane govind bhai
Kahevati aadhyamikta no dambh jyasudhi bhartiya praja chhodse nahi tyasudhi vastavikta kem samjay ?
LikeLiked by 1 person
બહુ જ સુંદર, આંખ ઉઘાડનારો લેખ…
LikeLiked by 1 person
Like it!
LikeLiked by 1 person
Was happy to see all of you — Govindbhai, Uttambhai, Dr.Shashikantbhai — in pictures for the first time. CONGRATULATIONS for publishing e-books of Dr. Shah’s books.
2. Hats off to YASINBHAI for an eye-opening article & to Govindbhai for bringing it before all of us who miss reading it in GS. The real & best religion is ‘HUMANITY’ to be followed in life. besides using ‘Vivekbudhdhi’ for rest of all ‘Karmakands’ — navin nagrecha, PUNE. (Maharashtra).
LikeLiked by 1 person
Very well written article. I am so much pained and disturbed about four brutal killings of Dr.Narendra Dabholker, Com.Govind Pansare, Prof.Kulbirg and Ajit from Bangla Desh and no one has been arrested. Our Sahitya Acedamy awardees and the members of Sahitya Acedemy have to resign. Its really a pity. When your expression of thought is suffocated the meaning of life ends. I wish Yasin Dalal article brings wisdom and we all start thinking rationally..
Dhiru MIstry
LikeLiked by 1 person
Very nice thoughts. Congratulations to the writer !
Yasinbhai says: “આપણે દુનીયાને ઘણું નવું આપી શકીએ તેમ છીએ.”
Perhaps we can. Perhaps we cannot. But to keep thinking like that— does it not show our vanity ? Please think: How can a backward looking, superstitious, non-rational society like ours give anything worthwhile to the world? Let us develop more common sense before we brag. Sorry to be harsh.
Thanks. — Subodh Shah —
LikeLiked by 1 person