વહેમ અને ખર્ચના ખાડામાં ઉતારતું આ વાસ્તુશાસ્ત્ર

–ડૉ. નાનકભાઈ ભટ્ટ

વાસ્તુશાસ્ત્રનો આધાર દીશા છે અને ખુદ ભુગોળવીજ્ઞાન ચાર પ્રકારની ઉત્તર દીશાઓનો સ્વીકાર કરે છે. (1) ચુમ્બકીય ક્ષેત્રથી નીર્ધારીત થતી ઉત્તર દીશા (2) પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના સ્થાને રહેલ ઉત્તર દીશા (3) ઉત્તર ધ્રુવના તારકના સ્થાનથી નીર્ધારીત થતી ઉત્તર દીશા અને (4) સુર્યના ઉદ્ગમ સ્થાનેથી 275 અંશે નીર્ધારીત થતી ઉત્તર દીશા.

આ ચારેય પ્રકારની ઉત્તર દીશાઓ વચ્ચે અક્ષાંશમાં (આડી લાઈનમાં) સાડા આઠ અંશ
અને રેખાંશમાં (ઉભી લાઈનમાં) સાડા તેર અંશનો તફાવત એક વીશાળ વર્તુળ સર્જે છે. 23,000 કીલોમીટરના વીશાળ વર્તુળ વચ્ચે દીશાઓનું સ્થાન ફર્યા કરે છે.

આ પરીસ્થીતી પ્રાકૃતીક ઘટના છે અને એ વાતથી તે સ્પષ્ટ થાય છે કે કોઈ પણ દીશાનું કોઈ નીર્ધારીત સ્થાન હોઈ શકે નહીં. સમય જેમ સાપેક્ષ ખ્યાલ છે, તેમ દીશાઓનું સ્થાન પણ સાપેક્ષ છે. તેની સમજણ આજથી 1200 વર્ષ પુર્વે ચીન દેશના લાઓત્સે નામના એક અધ્યાત્મવીજ્ઞાનીએ આપી. તે પછી આઈનસ્ટાઈન દ્વારા સમયની સાપેક્ષતા દર્શાવવામાં આવી. પરન્તુ તેમને પોતાના સમર્થન માટે ઠીક ઠીક ઉદાહરણો પ્રતીપાદીત કરવાં પડ્યાં; કારણ આજથી 250 વર્ષ પહેલાં સમયની સાપેક્ષતા સમજાવવા કોઈ પ્રમાણભુત સાધનો નહોતાં.

આજથી આઠેક વર્ષ પુર્વે પૃથ્વી ઉપર એક નાની ઉલ્કા પડવાનાં એંધાણ હતાં, ત્યારે દુનીયાભરનાં છાપાંઓએ લોકોને ચેતવેલા. કોઈએ લખેલું આજે મધ્ય રાત્રીએ પૃથ્વી ધ્રુજી ઉઠશે. કોઈએ લખેલું આજે બપોરના ભોજન સમયે ડાઈનીંગ ટેબલ ખખડશે. અહીં સમયની સાપેક્ષતા બતાવાય છે. અને હવે તો ટી.વી.ના પડદે બાળકો વીવીધ કાર્યક્રમો માણતાં… સમયની સાપેક્ષતા અનુભવે છે.

કોઈ એક સમય તેવી સ્થીતી હોઈ ન શકે. તેમ કોઈ એક દીશા પણ ન હોઈ શકે, જેની પ્રતીતી તાજેતરમાં સુર્યગ્રહણની ઘટના સમયે સહુએ અનુભવી. ટી.વી. ઉપર સુર્યગ્રહણ જોનાર દર્શકોએ નીહાળ્યું કે સુર્યપ્રકાશ આડે ઉભેલા ચન્દ્રના પ્રતીબીમ્બમાં પણ અલગ અલગ સ્થાન અને દીશા બને છે.

વાસ્તુશાસ્ત્રનો ખ્યાલ અક્ષાંશ–રેખાંશના સ્થાનગણીત પહેલાં વીકસેલો. આથી હાઉસકીપીંગ સમ્બન્ધે સ્થળના આધારથી જમણી કે ડાબી બાજુએ બીજા સ્થળને મુકવાની કોઈ અભીવ્યક્તી કે પદ્ધતી ન હતી. દીશાઓને આધાર તરીકે ગણવામાં આવી. ત્યાર બાદ ધર્મશાસ્ત્રોમાં બન્યું છે તેમ શાસ્ત્ર આધારે પેટીયું નીભાવનારાઓએ પોતાનાં જ્ઞાન અને આવડતને શ્રેષ્ઠ ગણાવી, વાસ્તુશાસ્ત્રનું અતીમુલ્ય (ગ્લોરીફીકેશન) કર્યું અને પોતાનું વ્યક્તીગત મહત્ત્વ વધારવા તેને શુભ–અશુભ સાથે જોડ્યું.

પરન્તુ વાસ્તુશાસ્ત્ર માટે દીશાઓને આધાર માનવામાં આવે છે ત્યાં વાસ્તવીક પરીસ્થીતી તો એ હોય છે કે વીષુવવૃત રેખા ઉપર ઉગતો પુર્વ દીશાનો સુર્ય, દક્ષીણ ગોળાર્ધમાં વસતા લોકો માટે અગ્ની દીશાનો સુર્ય બને છે ! તેમ વીષુવવૃતનો સુર્ય દક્ષીણ ગોળાર્ધમાં વસતા લોકો માટે ઈશાન દીશાનો બને છે અને કોઈ કાળે માનવજાતીને ચન્દ્ર ઉપર વસવાટ કરવાનું બને તો ત્યાં કઈ દીશાને પુર્વ કે ઉત્તર ગણવામાં આવશે ? આમ, સમયની માફક દીશાઓનું સ્થાન પણ સાપેક્ષ છે. દીશાઓનું સ્થાન કોઈ સનાતન ખ્યાલ નથી.

ભાષાશાસ્ત્રના અભ્યાસ પરથી જણાય છે કે સમયાન્તરે શબ્દના અર્થનું સંકોચન અને વીસ્તરણ થતું રહ્યું છે. દાખલારુપે, સંસ્કૃત ભાષાએ પૃથ્વીનો અર્થ ‘જમીન અથવા ભુતળ’ કર્યો છે. અહીં પૃથ્વીનો અર્થ સમગ્ર ગોળાર્ધ એવો નથી; પરન્તુ રામાયણના કાકભુશંડીએ ભુતળની 14 પરીક્રમા કરેલી તેવા સન્દર્ભને, આજે આપણે એવી રીતે સમજીએ છીએ કે ભુશંડીએ પૃથ્વીની 14 પરીક્રમા કરેલી ! અહીં શબ્દ એ રહ્યો અને સન્દર્ભ બદલાયો. આથી સમગ્ર અર્થઘટન ફેરવાયું છે. વાસ્તુશાસ્ત્રના વીકાસ સમ્બન્ધે પણ આવું જ થયું છે.

ઉદ્યોગની પ્રોડ્ક્ટને ઝાઝી હેરવણી–ફેરવણી વીના, જેમ એક ક્રમમાં નજીકનજીક રાખી, પુરક પ્રવૃત્તીને અનુરુપ રખાય છે; તેમ સ્થાપત્યકલાના વીકાસ સાથે ગૃહસજાવટ પણ કલા તરીકે વીકસી. ગૃહકાર્યમાં પરસ્પર અનુકુલન રહે તેવા ખ્યાલનું નામ તે વાસ્તુશાસ્ત્ર. અનુકુલનની કળામાંથી વીકસેલ માનવીય સમજણને ‘આર્કીટેક્ચરલ વીજ્ઞાન’ તરીકે મર્યાદીત રાખીએ; પણ તેને શુભ–અશુભ સાથે ન જોડીએ. કારણ સ્થાનલક્ષી શુભાશુભનો ખ્યાલ જ્યોતીષ પણ સ્વીકારતું નથી.

આપણી આસપાસના જગતમાં ઘટતી અનેક સફળતાઓ દીશાવીહીન અને સમયથી પર હોય છે. વાસ્તુશાસ્ત્રીઓએ પોતાની આવડતને વીજ્ઞાન હોવાનું પ્રતીપાદીત કરતાં પહેલાં વીચારવું પડે કે, જે વરસાદના પાણીથી સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય છે, તે વરસાદ પડવાની દીશા કઈ છે ? જે સમુદ્ર પૃથ્વીના અસ્તીત્વનો આધાર બને છે, તેનું સ્થળ વાસ્તુશાસ્ત્ર મુજબ છે ?

અક્ષાંશ–રેખાંશના ગણીત પહેલાં, સ્થાન દર્શાવવા દીશાનો આધાર લેવાયો; પરન્તુ હવે નવી તકનીફ ઉપલબ્ધ છે ત્યારે આશા રાખીએ કે વૈજ્ઞાનીક તકનીકોનો આધાર લઈ ઈજનેરો ગૃહનીર્માણ અંગે પોતાના ખ્યાલોને વધુ તાર્કીક બનાવશે.

ઘરસજાવટ અને રચનાની પ્રક્રીયા ‘મનોજૈવીક પ્રક્રીયા’થી કંઈ વીશેષ નથી. તે બાબતને હવે ‘મષ્તીષ્ક વીજ્ઞાને’ પણ કબુલી છે. ત્યારે વાસ્તુના નામે સમાજને વહેમ અને ખર્ચના ખાડામાં ઉતારવાની પ્રક્રીયાને બૌદ્ધીકોએ તીલાંજલી આપવી જ રહી.

–ડૉ. નાનકભાઈ ભટ્ટ

સદ્વીચારને આચરણમાં મુકતી ‘શીશુવીહાર’ સમાચાર પત્રીકાના તન્ત્રી, પ્રકાશક અને મુદ્રક ડૉ. નાનકભાઈ ભટ્ટે ‘જીવન વીકાસની પગદંડી’ પર કામ કરીને સામાજીક પ્રશ્નનાં કારણો અને પર્યાયી ઉકેલનો વીચાર, વાચકો સમક્ષ મુકવાનો પ્રયત્ન ‘વીકાસની વાત’ પુસ્તકમાં કર્યો છે. (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 પાનાં : 224, મુલ્ય : રુ. 165/-)

‘વીકાસની વાત’ પુસ્તકમાંનો આ 26મો લેખ, પુસ્તકનાં પાન 100 થી 102 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર.. ..ગોવીન્દ મારુ..

લેખક સમ્પર્ક : 

ડૉ. નાનકભાઈ ભટ્ટ, મંત્રીશ્રી, ‘શીશુવીહાર’, કૃષ્ણનગર, ભાવનગર–364 001 ફોન : (0278) 251 2850 સેલફોન : 70433 32100 .મેઈલ : mail@shishuvihar.org

‘અભીવ્યક્તી.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી  ‘અક્ષરનાદ’  http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ  ‘લેક્સિકોન’  http://www.gujaratilexicon.com/ebooks/  પર  મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકનગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્યઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 23/10/2015

20 Comments

 1. Khub saras lekh.

  aana mate dakhala sathe ghanabadha prasango vanchvahoi to jamnadaskotecha joravaranagar gujarat valanu pustak VASTUSHASTRA FALTU SHASTRA vanchvu rahyu.

  Liked by 1 person

 2. ઘણા વખતે, સત્ય પ્રકાશતો, માહિતી સભર લેખ વાંચવા મળ્યો..
  નાનક ભાઇ અને ગોવિંદ ભાઇ નો આભાર..

  Liked by 1 person

 3. વાસ્તુના નામે સમાજને વહેમ અને ખર્ચના ખાડામાં ઉતારવાની પ્રક્રીયાને બૌદ્ધીકોએ તીલાંજલી આપવી જ રહી.
  સંપૂર્ણ સહમત.
  આ લેખ હું આભાર સહિત રિબ્લોગ કરું છું.

  Liked by 1 person

 4. હુ સંપૂર્ણ રીતે સહમત છું. સવાલ અંઘશ્રઘ્ઘાને સમાજમાંથી નિર્મૂળ કરવાનો છે. સવાલ સૌને ખબર છે. તેનો ઉપાય શોઘવાનો છે. બુક લખાઇ, આર્ટીકલ લખાયા પરંતુ વાસ્તુશાસ્ત્રની માંગ વઘતી જ જાય છે. ટીવી અેશીયા (અમેરિકા) ઉપર અેક અેડવર્ટાઇઝમેંન્ટ આવે છે…તેમાં વાસ્તુશાસ્ત્રી પી.અેચ.ડી થયેલી લખે છે. બીજી અેવી જ બે ત્રણ અેડ લગભગ ૧૦…૧૫ મીનીટે રીપીટ થાય છે…કેટલો ખર્ચ થતો હશે? અેનો અર્થ અે કે ઘંઘો જોરદાર ચાલે છે…..ખૂબ નફાનો ઘંઘો છે. મુરખ હોય ત્યાં ઘૂતારા ભૂખે નથી મરતાં તે સત્ય છે. મોટા પાયે જનજાગૃતિની જરુરત છે…..દિવાલમાં માથુ ફોડવાની વાત છે……બેસ્ટ વીશીશ………..
  અમુત હઝારી.

  Liked by 3 people

 5. “વહેમ અને ખર્ચના ખાડામાં ઉતારવાની પ્રક્રીયાને બૌદ્ધીકોએ તીલાંજલી આપવી જ રહી.”
  સાચી માહિતિ આપતા લેખ અને મા. હઝારી સાહેબના પ્રતિભાવ સાથે સહમત થયાવગર કેમ રહેવાય?

  Liked by 1 person

 6. ભાઈશ્રી અમૃત હજારીની વાત સાથે હું સંમત છું. જો કે મેં પણ અહીં વાસ્તુ વીધીઓ કરી છે, પણ પૈસા માટે નહીં. મારો એક માત્ર આશય કોઈ સમાજનું શોષણ ન કરી જાય એ હતો. આ પછી તો અહીં બ્રાહ્મણો આવી ગયા છે, અને કહેવાતા બુદ્ધીશાળી મુર્ખ લોકોનું શોષણ શરુ થઈ ગયું છે. અને તે પણ જેને બ્રાહ્મણ કહેતાં સંકોચ થાય તેવા લોકો દ્વારા.

  Liked by 1 person

 7. ધંધો ભારતમાં કરવાનોને જાહેરાતો ટીવી એસીયા ઉપર કરી ડોલરમાં ફી વસુલ કરનારાઓને ઘિ કેળાં કરાવી આપનારા તો આપણામાંથી જ મલતા છેને!!!!!!!!!!!!!!

  Liked by 1 person

 8. કોઈ પણ અર્ધ શિક્ષિત વ્યક્તિને પણ સમજણ પડી શકે અને ગળે ઉતરી શકે તેવી રીતે વાસ્તુ ‘શાસ્ત્ર’ ની વ્યર્થતા રજુ કરવા બદલ ડૉ. નાનકભાઈ ભટ્ટ અભિનંદન તેમ જ આભારને પાત્ર છે. આ લેખનો પણ વ્યાપક પ્રચાર કરવા જેવો છે. મારા બધા ગુજરાતી મિત્રો ને તેની લીંક મોકલી આપીશ. બની શકે તો તેનું અંગ્રજી ભાષાંતર પણ પ્રસિધ્ધ કરવું જોઈએ.

  Liked by 1 person

 9. “ધંધો ભારતમાં કરવાનોને જાહેરાતો ટીવી એસીયા ઉપર કરી ડોલરમાં ફી વસુલ કરનારાઓને ઘિ કેળાં કરાવી આપનારા તો આપણામાંથી જ મલતા છેને!!!!!!!!!!!!!!”
  એક્દમ સાચી વાત કહી સાહેબ.dee35(USA)

  Liked by 2 people

 10. Govindbhai, maro ek saval chhe , Thodu vishayantar thashe to kshama karsho.
  shu aavahemo ane andh shrddha varasagat hoi shake? jo javab ha hoyato me anubhavyu chheke je matapita bilkool vahemoma na manta hoy temana santanone jyotishio ane vastushashtrni vidhioma galadoob doobela joya chhe aavu kem? matapita manata hoy karanke teo ek pedhi pachhal chhe pan aajana santano mane emane ajugatu lage chhe.
  Mane lekh khoob gamyo etale saval karavanu man thayu? Tv. jevu aadhunik madhyam pan aavi jaherato aape chhe ey navai lage chhe ene to aavi jaheratone dhikkaravi joie je lokone germaarge dorati hoy.

  Liked by 1 person

  1. Dear Anilaben,
   Tamaaraa sawaal na fakt be jawaab chhe…..
   1) Je snataano aavi andhshradhaa ma doobela chhe jemne emna jivan ma emnaa mata-pita thi vadhaare koi bija nu influance vadhaare padtoo hoi chhe ane ye loko ye bija ne vadhaare maani ne temna paglaa maa chaale chhe.
   2) Je loko man ni shanti shodhvaa ma khota raste chadhi gayaa chhe. Many doctors and lawyers and other highly educated individual who have accomplish lot proffetionally yet they could not established them self in life due to number of personal reason, and are seeking peace. All they needed some Bava or Guru to asy few word and their brain would get washed easily as they are desperate for peace.
   I have witnessed both example in our community in USA.

   Liked by 2 people

   1. Reply saras chhe. Biji vat Anilaben mate tame jo joyu ke vanchyu hoy to gaya varase bhartiya vaignyaniko e Mangal Yan chhodta pahela teni dami aavrutti banavine dakshin na koi mandir ma pujavidhi kari hati ane pachhi yaan chhodyu hatu aa banav desh na badha mukhya samachar paper ma ane TV upar aavya hata.
    Have vicharo je highly educated chhe te pan andhshraddha mathi bakat nathi to abhan ni to vata j su karvi.

    Liked by 1 person

 11. વૈજ્ઞાનિક સમજ સાથે ઘણી વસ્તુઓ પોકળ સાબિત થતી જાય છે, લેખની વસ્તુ તર્કબધ્ધ છે. દરેક સ્થળની આગવી પોઝીશન પ્રમાણે, બારી બારણાં , સૂર્ય પ્રકાશ આવે તેવી રચના , ભૂતળનો પ્રકાર કે હવે ધરતીકંપ પ્રૂફ પાયાવાળી ઈમારતો..એ અગમચેતી સાથેની વાત વ્યાજબીપણા સાથે સ્વીકારાય છે. આપણી માન્યતાઓ ,જે બંધાયેલી છે..તેને ચકાસવી જોઈએ ને અપનાવવી જોઈએ. શાસ્ત્રો પણ જે તે સમયની જ્ઞાન શક્તિનો અહેવાલ છે..કદાચ આજીવિકાની એક બ્રાન્ચ ચાલી આવતી હોય, હવે અભ્યાસ પછી જ કોઈ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ .

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s