–હરનીશ જાની
કહેવાય છે કે મહમ્મદ ગઝનવીએ સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણના સોમનાથ મન્દીર પર સત્તર વાર ચડાઈ કરી હતી અને દરેક વખતે મન્દીર તોડ્યું હતું – લુંટ્યું હતું. આ ઘટનાને ધાર્મીક રીતે નહીં; પણ ઐતીહાસીક રીતે તપાસીએ !
આજથી હજાર વર્ષ પહેલાં સોમનાથનું મન્દીર સોનાનું હશે, ભવ્ય હશે. એટલે જ કદાચ આ યવને મન્દીર પર વારમ્વાર હુમલા કર્યા.
ખરેખર સત્તર વાર હુમલા કરવા જેવું એવું તો શું હશે ? જો સત્તર વાર મન્દીર તોડ્યું હોય તો સત્તર ચડાઈ વખતે ભીમદેવ અને મહમ્મદ ગઝનવીની માનસીક સ્થીતી કેવી રહી હશે ? પ્રજા પર તેની શી અસર થઈ હશે ? પહેલી ચડાઈથી માંડી સત્તરમી ચડાઈને ચકાસીએ.
પહેલી વાર બાણાવળી ભીમ લડ્યો અને હાર્યો. પોતે અને પોતાના સરદારની હારવા પાછળ કઈ કઈ ભુલો થઈ હતી તે એણે રાજ્યના લોકોને સમજાવ્યું; પોતે હવેથી ચૌલાદેવી જેવી નૃત્યાંગના સાથે સમય ગાળવા કરતાં પોતાનાં તાતાં તીર તીણાં કરશે એવું વચન આપ્યું. પોલીટીક્સ ત્યારે પણ જીવન્ત હતું !
બીજી વાર પણ તે અને તેના માણસો ઉંઘતા ઝડપાયા. તેણે જાહેરનામું બહાર પાડ્યું કે જો તે યવન પાછો ચડી આવશે તો તેને જીવતો મારી નાખવામાં આવશે.
નવો ફેરફાર એ કર્યો કે ચૌલાદેવી અને બીજી નૃત્યાંગનાઓને ભીમદેવે સંતાડી દીધી. લોકોએ પત્નીઓને પીયર મોકલી દીધી. કદાચ એ ત્રીજી વાર ચડી આવે તો ? યવન હવે નહીં આવે એવી ભવીષ્યવાણી કરવાવાળા જોશીઓ પણ અદૃશ્ય થઈ ગયા અને યવન ત્રીજી વાર ત્રાટક્યો.
ત્રીજી વખતે ભીમદેવે લોકોને રાજ્યની ટૉપ સીક્રેટ હોમલેન્ડ સીક્યોરીટીની વાતો કહેવાનું માંડી વાળ્યું અને બ્રાન્ડ ન્યુ મન્દીર બનાવડાવ્યું. પહેલાંના કરતાંયે વધુ ભવ્ય. તેમ છતાં કોઈએ તેને ‘ભીમદેવ ગાંડા’નું ઉપનામ ન આપ્યું. મહમ્મદ ગઝનવી પાછો ચડી આવ્યો અને મન્દીરનું સત્યાનાશ વાળ્યું. આ ચોથીવારના હુમલા પછી પુજારીઓનું એક મંડળ રાજા ભીમદેવ પાસે આવ્યું. ‘મહારાજ, આપણે આ ટેમ્પલ બનાવવાનું છોડી દઈએ તો કેવું ? આપણે ટેમ્પલ બનાવીએ છીએ ને પેલો તોડી નાખે છે.’
પુજારીઓમાંના એકે આઈડીયા લડાવ્યો, ‘મહારાજ, આપણે પાટીયાનું મન્દીર બાંધીએ તો કેવું ? છોને તોડી નાખે ! આપણે બીજે વરસે તોડવા માટે પાછું નવું મન્દીર બનાવી આપીશું ! સસ્તું પડશે, સહેલું પડશે.’ ભીમદેવે ન માન્યું ને મન્દીર ફરી બનાવડાવ્યું. મહમ્મદે પાંચમી વાર મન્દીર તોડ્યું.
છઠ્ઠી ચડાઈ વખતે ભીમદેવ બાણાવળી મહમ્મદની છાવણીમાં પોતે ગયા અને જણાવ્યું કે, ‘જ્યારે આવતા વરસે આપ આવો તો હું પ્રભાસ પાટણમાં નહીં હોઉં. મારે મારા ભાઈની દીકરીનાં લગ્નમાં લાટપ્રદેશમાં ભરુચ જવાનું છે. નાવ યુ નો, વ્હેર ધ ટેમ્પલ ઈઝ – જઈને તોડી આવજો ! મારી ગેરહાજરીમાં થોડાઘણા મારા સરદારો આપની સાથે યુદ્ધ કરશે. ખોટું ન લગાડતા. તમે જ્યારે આઠમી વખતે આવશો ત્યારે મળીશું.’
બીજે વર્ષે ભીમદેવની ગેરહાજરીમાં ખાલી ખાલી લડાઈ થઈ. રામલીલાના ખેલમાં રામ–રાવણની લડાઈ થાય છે તેમ. મહમ્મદ ગઝનવી પણ ખાનદાન હતો. ભીમદેવની ગેરહાજરીમાં તેને પણ લડવાની મઝા નહીં આવી. આઠમી લડાઈ વખતે મહમ્મદે ભીમદેવને અગાઉથી સંદેશો મોકલાવ્યો હતો. હવે બન્ને વચ્ચે એકમેકને માટે ખુન્નસ ઓછું થયું હતું. ભીમદેવે મહમ્મદ ગઝનવીને કહ્યું, ‘આ મારો ભાઈ ભરુચ રહે છે. પણ આ આઠ વરસમાં એક જ વાર તે મળ્યો; જ્યારે આપ સેંકડો જોજન દુર રહેવા છતાં દર વરસે મળવા આવો છો. યુ આર માઈ ન્યુ ફેમીલી.’
પછી તેમણે કસુમ્બાપાણી કર્યાં.
ભીમદેવે એમ પણ કહ્યું, ‘મહમ્મદભાઈ, ભારતમાં ઘણાં બધાં મન્દીરો છે. ત્યાં પણ જવાનું રાખો અને એકાદ વાર અમને બ્રેક આપો. પોરો ખાવા દો. દ્વારકા જવાનું રાખો. તે પણ સોનાની જ નગરી છે.
મહમ્મદે નવમી વાર નહીં આવવાનું વચન આપ્યું. તેમ છતાં ભીમદેવને ખબર પડી કે મહમ્મદ ગઝનવી તો પ્રભાસ પાટણના પાદરે આવીને ઉભા છે !
મહમ્મદ ગઝનવીએ શરમીન્દા થઈને ભીમદેવને કહ્યું કે, ‘માફ કરજો, વચનભંગ કરવા બદલ. જવું હતું તો દ્વારકા જ. પરન્તુ જુનાગઢથી બન્ને મન્દીર તરફ જતા રસ્તા ફંટાતા હતા. હવે ઘોડા એટલા તો ટેવાઈ ગયેલા કે એમના પગ આ ભણી જ વળી ગયા.’
ભીમદેવે કહ્યું, ‘અમેયે ઘોડાને સમજીએ છીએ. હવે આવ્યા જ છો તો મન્દીર તોડી જ જાઓ.’
મહમ્મદ ગઝનવી સત્તર વાર ગુજરાત પર ચડી આવ્યો. જો એ હકીકત હોય તો, આ યુગમાં સત્તર વર્ષમાં એક દીવસની મુસાફરીનો મામલો હોવા છતાં આપણે અમેરીકાથી ભારત સત્તર વાર નથી જઈ શક્યા; તો તે જમાનામાં લાખનું સૈન્ય લઈ પગપાળા હજાર માઈલ આવતાં–જતાં મહીનો લાગે તેમ સત્તર વાર કરવું ! વોટ ઈઝ રોન્ગ વીથ ધીસ પીક્ચર ? આ વાત માનવી અઘરી; પણ ઈતીહાસ ખોટો ન હોઈ શકે.
પેલી બાજુ મહમ્મદે સેનાપતીને બોલાવ્યો. કહ્યું, ‘ચડાઈ કરવાની તૈયારી કરો.’
સેનાપતી પુછે છે, ‘આ વરસે ક્યાં જઈએ છીએ ?’
મહમ્મદ કહે, ‘સોમનાથ લુંટવા.’
સેનાપતી કહે, ‘અગેઈન ? આપણા સૈનીકો હવે ગુજરાતથી કંટાળ્યા હશે. આ વખતે મથુરા જઈએ તો કેવું?’
મહમ્મદ કહે, ‘જે લોકો ગુજરાતથી થાક્યા હોય તેમને મથુરા મોકલો અને બાકીનાને ગુજરાત આવવા દો.’
સેનાપતી થોડી વારમાં પાછો આવી કહે, ‘જહાંપનાહ, સૈનીકો બધા ગુજરાત જવા રાજી છે; કારણ કે ત્યાં બહુ મોટી લડાઈ નહીં થાય તેની ગેરંટી છે. ઘણાને પોતાની પત્નીઓ માટે, માશુકાઓ માટે પાટણનાં પટોળાં અને વાસણોની ખરીદી કરવી છે.’
મહમ્મદનું લાખ માણસનું લશ્કર રાજસ્થાનમાંથી પસાર થાય. રાજસ્થાનના લોકોએ નોંધ્યું કે મુલતાનના દરેક સૈનીકે લાંબા લાંબા બ્લેન્કેટ ઓઢ્યા છે.
‘ઓ અફઘાનભાઈ, તમારે બ્લેન્કેટ વેચવા છે ? ’
અફઘાન સૈનીકોને લાગ્યું કે વેપારની સારી શક્યતા છે. હવે તો રાજસ્થાનના લોકો પણ મહમ્મદભાઈનું લશ્કર પોતાના ઘર પાસેથી કુચ કરે તો સારું એવું ઈચ્છતા હતા.
કદાચ એમના ફાધરે ફ્રીક્વન્ટ ફ્લાયર જેવી ફ્રીક્વન્ટ રાઈડર યોજના બનાવી હોય. અને એમણે ફાધરને વચન આપ્યું હોય કે તમારી યોજના પ્રમાણે યુદ્ધ કરીશ.
કદાચ એમ પણ હોય કે ઘરમાં પત્નીના ત્રાસથી બચવા માટે બહાર યુદ્ધ કરવા જવું સારું. યુદ્ધમાં તો સફળતા મળવાની શક્યતાય ખરી !
અથવા પત્ની ખુબ જ વહાલી હોય એટલે સેંકડો માઈલથી કામ પતાવીને પત્ની પાસે થોડું સુખ ભોગવવા ઘરે આવે.
ઈતીહાસ કહે છે કે મહમ્મદ ગઝનવીએ પ્રભાસ પાટણના સોમનાથ મન્દીરને તોડવા સત્તર વાર ચડાઈ કરી હતી. વાત માન્યામાં ન આવે; પરન્તુ ઈતીહાસ કાંઈ ખોટો ન હોય. બની શકે કે ઈતીહાસકારોનું ગણીત કાચું હોય અને સાતના સત્તર થઈ ગયા હોય. સાત વાર સાચું હોય તો પણ મહમ્મદ અને ભીમદેવનાં મગજ તપાસવાની જરુર છે.
મહમ્મદ અઢારમી વાર કેમ ન આવ્યો ? સત્તરમી વાર ચડાઈ કર્યા પછી તેને ખબર પડી કે શીવલીંગ સોનાનું નથી; પરન્તુ પથ્થર ઉપર સોનેરી રંગ કરીને આ લોકો આપણને ઉલ્લુ બનાવે છે. જો પથ્થર જ તોડવા હોય તો ઘરઆંગણે ન તોડીએ ?
–હરનીશ જાની
2009માં પ્રકાશીત થયેલા, અને ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’નું ‘જ્યોતીન્દ્ર દવે પારીતોષીક’ વીજેતા, લેખકના હાસ્ય નીબન્ધસંગ્રહ ‘સુશીલા’ (પ્રકાશક : અલકાબહેન પંકજભાઈ શાહ, હર્ષ પ્રકાશન, 403, ઓમ દર્શન ફ્લેટ્સ, 7, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, પાલડી, અમદાવાદ – 380 007 પૃષ્ઠ સંખ્યા : 148, મુલ્ય : 100/- રુપીયા.. પ્રાપ્તીસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001)માં પાન અડસઠ ઉપર આપેલો અઢારમો હાસ્ય–નીબન્ધ… ‘સન્ડે ઈ–મહેફીલ’ વર્ષ : સાતમું અંક : 220 – June 19, 2011માં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રી, અને ‘સન્ડે ઈ–મહેફીલ’ના સંપાદકશ્રીની પરવાનગીથી સાભાર..
લેખક–સમ્પર્ક :
Harnish Jani 4, Pleasant Drive, YARDVILLE, NJ – 08620 – USA
E-Mail – harnish5@yahoo.com – Phone – 001-609-585-0861
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 06/11/2015
Saras mahiti sabhar lekh.
LikeLiked by 1 person
સરસ. ફક્ત ભીમદેવ કે મહમદ ગઝનવીના મગજને માટે શંકા કરવા કરતાં પુરા પાટણની વસ્તીને માટે અને તેમના મગજ માટે શંકા કરવી યોગ્ય રહે. રાજસ્થાન કે જેના થ્રુ મહમદ ગુજરાત પાટણ આવતો તે સૌના મગજને માટે શંકા કરવી રહી. લાખનું લશ્કર દર વરસે અપ ડાઉન કરે તે માન્યતામાં નથી આવતું. વિચારવાવાળા જો થોડા સ્માર્ટ હોય તો નક્કિ કહે કે રાજસ્થાન અને ગુજરાતમાં ભાડે રહેવાની સગવડ તે જમાનામાં મળતી હોવી જોઇઅે. ભાડાની રકમ કે પછી બીજું કાંઇક આપવું કે લેવું પડતું હોવું જોઇઅે., કેવું અને કેટલું હશે તેની રીસર્ચ કરવી રહી. મહમદ ગઝનવીની દરેક મુલાકાત પછી તેના પાટણ આવવાના સંપૂર્ણ રસ્તે મુસ્લીમ વસ્તીનો કેટલો વઘારો થયેલો તેનો પણ અભ્યાસ કરવો જ રહ્યો. સોનાના મંદિર પુરતો જ આ સવાલ નથી. લાખ લશ્કરી માણસો, તેટલાં જ પ્રાણિઓ….બઘાની રહેવા ખાવાની વ્યવસ્થા તો કરવી પડે ને ? કહેતા ભી દિવાના ઓર સુનતા ભી દિવાના…….૨૧મી સદીમાં લોહીના નમૂના પરથી ભૂતકાળમાં થયેલાં લોહીમીક્ષીંગનું રહસ્ય ખોલી શકાય છે. આ સવાલના આવેલાં પરિણામ માટે બઘા વાચકોને કામે લાગવા નમ્ર વિનંતિ કરું છું. કોઇક માનવી……પાટણ તરફના કે રાજસ્થાન તરફના વઘુ પ્રકાશ પાડી શકે કે કેમ ?
LikeLiked by 1 person
Do not waste time to look for confirmation of authancity of this history. It is written just to glorify Hindu culture and to run down other religion.
LikeLiked by 1 person
માનનીય ગોવીન્દભાઈ,
આપે મારો જુનો લેખ શોધી કાઢયો તે માટે આભાર. અફઘાનીસ્તાન વોર વખતે.મેપ માં ગઝની જોયું અને મને તુક્કો પેદા થયો. મને નાનપણથી ભણાવવામાં આવ્યું છે કે ગઝની સત્તરવાર ચડી આવ્યો હતો. તો તે કેવી રીતે બને? અને મેં ગંમતનો લેખ લખ્યો.આ લેખ મારી પાસે લંડનના ગુજરાતી ટીવી પર વંચાવવામાં આવ્યો હતો. લોકો એ વિચારે છે કે આ સત્તર ચડાઈનો અમને વિચાર કેમ ન આવ્યો. આમાં હિન્દુ કે ઈસ્લામનો સવાલ નથી ફક્ત ઈતિહાસનો સવાલ છે. અને આપણી રમુજ વૃત્તિનો સવાલ છે.
LikeLiked by 2 people
હરનીશભાઈના લેખ મને ખાસ ગમે છે. સરસ મઝા પડી. ગોવીંદભાઈ, આ લેખ વાચવાની તક પુરી પાડવા બદલ હાર્દીક આભાર. હરનીશભાઈને આ મઝાના લેખ માટે અભીનંદન.
LikeLiked by 1 person
I am laghing… can’t stop laughing….. Harnish Jaani Saab : Aapne haasoya maarfate ek Aitihaasik sachaai bhaar paadi… khub gamyu…. maare pan aaj kahevoo chhe…. Raavan Lankaa thi vimaan ma sita ne levaa aavelo…… Kone joyelo? Hu maanu chhu ke SIta ne Haran nu gosh (meat) khava nu man thayo hoi ane raam ne shikaar karvaa kahe …… pan pachhi Sita nu haran thai ane Haran ni Sita to thayi j nahi…….. !!!!!
Enjoyed it very much.
LikeLiked by 1 person
Dear GOVINDBHAI MARU,
THANKS, KEEP ME ON YOUR MAILING LIST OF E.MAIL ON EVERY FRIDAY..HEARTY THANKS,
I LOVE AND ENJOY AT 92 YEARS HEALTHY AND ACTIVE TO KNOW AND PASS TO OTHERS, ITS MY HOBBY..No job, .love reading.wait till LIFE.. NO HURRY. NO WORRY… IF GOD IS THERE, ” हरि करे. ते मम. हितनु
I AM IN USA, NOW ,,,,,,,,,, WILL BE BACK IN INDIA AT PETLAD, GUJARAT, INDIA… FROM 1ST DECEMBER 2015. वतन वापसी… AS OCI CARD HOLDER AMERICAN CITIZEN., with my sweet heart.
मेरे. देश की. धरती……. सोना. उगलें……. उगले. ग्रामीणों थोड़े. मे गुजारा. होताहे……. HEARTY THANKS Warm regards to you all…..
PRAFUL SHAH
Sent from my ASUS
LikeLiked by 1 person
વાત તો સાચી, ૧૭ વાર આવવું સહેલું તો શું નામુમકીન છે…. ભલે ઈતિહાસમાં નોંધાયું હોય, પણ ભણતી વખતે આવો તો વિચારજ નહીં આવેલો….કે આવું બની શકે કે નહીં… અફઘાનીસ્તાનથી રાજસ્થાન થઈને આવવું અને એ પણ માત્ર સોમનાથ માટેજ….!!!!!
સુંદર લેખ…
LikeLiked by 1 person
ખુબજ સરસ લેખ…હાસ્ય ની સાથે સત્ય ની ચકાસણી કરતો લેખ….
LikeLiked by 1 person
Wait a minute…. Hold it……
ગઝનવી દિવસે મંદિર લુંટતો અને રાત્રે પોતાની છાવણીમાં આરામ કરવા પાછો જતો. એવી રીતે એણે સત્તર દિવસ સુધી સોમનાથનું મંદિર લુટ્યું હતું. રોજ અંદર ઘુસવા માટે દરવાજો તોડવો પડતો હતો. એટલે એ સત્તર વખત લુટ્યું કહેવાય કે નહીં?
આટલે દૂરથી આવ્યા હોય તો મંદિરની સાથે ગામ પણ લુંટવુંજ પડેને! સત્તર દિવસતો આમ નિકળી જાય. ક્યાંક થોડી સમજફેર થઈ ગઈ હોય કે પછી કરવામાં આવી હોય તો આખી વાતને ખોટી થોડું કહેવાય. 🙂 🙂
મહાન ભારતનો ઈતિહાસ મહાનજ હોય. એ જીતનો હોય કે હારને હોય એ નહીં જોવાનું.
LikeLiked by 2 people
For us it is a humour. But a lot people had lost their lives. Any way it is an old story. No body should repent or taken a proud of it. It is an old and dead story. No body should try to repeat it in either way.
LikeLike