શુભ–અશુભ શુકનમાં માનનારા લોકો, જીવનમાં કશી ધાડ મારી શકતા નથી

–રોહીત શાહ

શુભ શુકન કે અશુભ શુકનનો કન્સેપ્ટ ચોક્કસ કોઈ ઈન્ટેલીજન્ટ મૅથેમેટીક્સના બેઝ પર રચાયો હોય એવો વહેમ પડે છે. એમાં વહેમ અને અન્ધશ્રદ્ધા તો પછીથી મુરખાઓએ ઉમેર્યાં હશે. અલબત્ત, આ વીશે હું કોઈ નક્કર પુરાવા નહીં આપી શકું, એટલે ઍટ પ્રેઝન્ટ તો નક્કર લૉજીકથી જ કામ ચલાવવું પડશે.

રીઝલ્ટની ગૅરન્ટી નહીં !

તમે કંઈક નવું કામ શરુ કરતા હો કે ક્યાંક બહાર જતા હો ત્યારે કેવા શુકન થાય છે એ તરફ તમારું ધ્યાન જતું હોય કે ન જતું હોય, તમારી આસપાસના લોકો એ તરફ તમારું ધ્યાન દોરીને કહેશે, ‘પાછો વળ. થોડી વાર થોભી જા. તને અપશુકન થયા છે.’ તમે બોલ્ડ અને સ્ટ્રૉન્ગ માઈન્ડના હશો તો ‘મને આવી બાબતમાં કોઈ શ્રદ્ધા નથી’ – એમ કહીને આગળ વધશો. જો તમે નબળા મનના હશો તો થોડી વાર થોભી જઈને બીજા નવા શુકન જોઈને આગળ વધશો. ખરાબ શુકનથી ખરાબ રીઝલ્ટ અને સારા શુકનથી સારું જ રીઝલ્ટ મળવાની કોઈ ગૅરન્ટી નથી હોતી. ક્યારેક કોઈને થયેલા એક–બે અનુભવોમાંથી સમગ્ર માણસજાત ખરાં–ખોટાં તારણ પકડી પાડે છે. આ કોઈ વૈજ્ઞાનીક અભીગમ ન કહેવાય.

અખતરામાં ખતરો નથી

પ્રચલીત માન્યતાઓની વાત કરીએ તો છીંક આવવી, કોઈ વીધવા સ્ત્રીનું સામે મળવું, બહાર જતી વ્યક્તીને જમવાનું કે ખાવા–પીવાનું કહેવું, ‘તમે ક્યાં જાઓ છો ?’ એવો પ્રશ્ન પુછવો, સોનું(ગોલ્ડ) ખોવાય કે જડે વગેરે ઘટનાઓને અપશુકનીયાળ માનવામાં આવે છે. એ જ રીતે ગાય સામે મળે, ગોળ કે દહીં ખાઈને કામની શરુઆત કરવી, કાચ ફુટી જવો, કુંવારી કન્યા અથવા તો પનીહારી વગેરેના શુકન સારા મનાય છે. આમાં કાર્યકારણનો કોઈ ડીરેક્ટ સમ્બન્ધ હોતો નથી. કેવળ પરમ્પરાથી જ એ સ્વીકારી લેવામાં આવે છે. સાચી વાત એ છે કે શુભ શુકન કે અશુભ શુકન જેવું કશું જ હોતું નથી. આ લેખ લખતાં પહેલાં મેં પચાસથી વધુ અખતરા કરી જોયા છે. અને મને ક્યાંય કશો ખતરો નડ્યો નથી. સારા ગણાતા શુકનથી મને કદી કોઈ વધારાનો લાભ થયો નથી કે ખરાબ ગણાતા શુકનથી ક્યારેય કોઈ ગેરલાભ થયો નથી.

સત્ય તરફ જઈએ

શુકન–અપશુકનની ફીલસુફીની ગંગોત્રી સુધી જઈ શકાય તો કદાચ સત્ય મળે. આપણે તર્કની આંગળી પકડીને એ તરફ જઈએ. વહેમના ખાબોચીયામાંથી બહાર નીકળીને વીચારના મહાસાગરમાં હવે ઝંપલાવીએ. સાઈકૉલોજીનાં હલેસાં એમાં મદદરુપ થશે. પુર્વગ્રહો અને પરમ્પરા–પ્રેમને સુચના આપી દઈએ કે થોડીક વાર માટે એ આપણને ડીસ્ટર્બ ન કરે, ઓકે ?

કુમારીકા શુકનીયાળ, વીધવા અપશુકનીયાળ

આપણા પુરુષપ્રધાન સમાજમાં બાળકીઓ તરફ અપમાન અને અવગણનાભર્યો વ્યવહાર કરવામાં આવતો હતો. આજે પણ ‘બેટી બચાવો’ જેવા આન્દોલનો ચલાવવાં પડે છે. ઉપેક્ષીત નાની બાળકીઓ પ્રત્યે થોડોક સદ્ ભાવ વહેતો થાય એવા ઉદ્દેશથી કુંવારી કન્યાના શુકનને શુભ ગણાવ્યા હોવા જોઈએ. નીર્દોષ અને માસુમ બાળકીને અનેક ક્ષેત્રોમાં વીશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે એવું જ શુકનની બાબતમાં પણ થયું હશે. અલબત્ત, ખાટલે મોટી ખોડ તો એ હતી કે આપણો સમાજ પુરુષપ્રધાન હતો ને ! એટલે વીધવા સ્ત્રીના શુકનને તો પાછા અશુભ જ માન્યા ! ખરેખર તો વૈધવ્ય પછી બ્રહ્મચર્ય પાળતી સ્ત્રીને ‘ગંગાસ્વરુપ’ કહીને તેનો આદર કર્યો જ હતો; છતાં તેની ઉપસ્થીતીને અપશુકનીયાળ ગણીને તેના પ્રત્યેનો અન્યાય પણ અકબંધ રાખ્યો.

સોનું જડે કે ખોવાય : અપશુકન

સોનું (ગોલ્ડ) જડે તોય અપશુકન અને ખોવાય તોય અપશુકન ! સોનું કીમતી ચીજ છે. એ જડી જાય તો ખુબ આનન્દ થાય. આનન્દનો અતીરેક ક્યારેક માણસને પાગલ (ગાંડો) કરી દે છે. એવી દુર્ઘટના ટાળવા માટે વીચારવાન પ્રાજ્ઞ પુરુષોએ વીચારની એક બ્રેક બનાવી. માણસને સોનું જડે ત્યારે સોનું મળ્યાના લાભની સાથેસાથે એ કારણે કંઈક ખરાબ થવાનો ભય પણ તેને મળે તો આનન્દ અને ભય વચ્ચે બૅલેન્સ જળવાય જાય. એ જ રીતે બીજી તરફ સોનું કીમતી ચીજ હોવાથી એ ખોવાય તો મોટું આર્થીક નુકસાન થાય. એવા નુકસાનથી બચવા માટેય એક બ્રેક બનાવી. સોનાની ચીજ ખોવાય ન જાય એ માટે તેની ખાસ સંભાળ રાખવાના – માણસને સાવધાન કરવાના હેતુથી કહ્યું કે સોનું ખોવાય તો અપશુકન ગણાય થાય !

કાચ ફુટે તો શુભ શુકન

કાચ (ગ્લાસ) કે કાચની ચીજ તુટે–ફુટે તો શુભ શુકન ગણાય. એનું લૉજીક પણ વીચારવા જેવું છે. વ્યક્તી બજારમાંથી ખાસ પસન્દગી કરીને કાચની ચીજ ખરીદી લાવી હોય. એ ચીજ પ્રત્યે તેને મમત્વ હોય એ સહજ છે. વળી કાચ ખુબ નાજુક ચીજ છે એટલે પણ એની વીશેષ કાળજી લેવાતી હોય છે; છતાં ક્યારેક અજાણતાં કે આકસ્મીક રીતે કાચ ફુટવાની ઘટના બની શકે છે. પોતાની પસન્દગીની ચીજ અને જેની ખુબ માવજત કરી હોય એ ચીજ તુટે–ફુટે તો આઘાત લાગે જ ને ! પરન્તુ એની સાથે કંઈક શુભ અવશ્ય થશે એવો આશાવાદ જોડી દેવાય તો પેલો આઘાત થોડોક હળવો લાગે !

ગોળ–દહીંના શુભ શુકન

ગોળ શક્તીવર્ધક છે અને દહીં–છાશ આરોગ્યપ્રદ છે એટલે એ ખાવામાં શુભ–શુકનનો મહીમાં ગોઠવ્યો હશે. જે લોકોને વધુ પડતો શારીરીક શ્રમ કરવો પડતો હોય તેમને ગોળ ખાવાથી શક્તી મળે છે. પ્રયોગ કરવો હોય તો કરી જોજો : તમે જે દીવસે ખુબ થાકી ગયા હો એ દીવસે થોડોક ગોળ ખાજો અથવા ગોળનું પાણી કરીને પી જોજો, ઈન્સ્ટન્ટ શક્તીનો સંચાર થશે ! આયુર્વેદમાં ભોજન સાથે દહીં–છાશ ખાવાનો આગ્રહ રખાય છે. પાચનમાં એ સહાયક છે. ડાયેરીયા થયો હોય ત્યારે દહીં અને ભાત ખાવાની સલાહ અપાય છે. હરસ–મસાના દરદીને છાશ પીવાનું ખાસ કહેવાય છે. જુના જમાનામાં વાહનોની સગવડ ઓછી હતી, એટલે મોટે ભાગે જ્યાં જવું હોય ત્યાં ચાલીને જવું પડતું. ચાલવામાં એનર્જી મળી રહે એ હેતુથી પણ ગોળ ખાઈને જવું શુકનવન્તુ બની રહેતું.

નબળા મનની પેદાશ

આમ દરેક રીતે શુકનનો કન્સેપ્ટ લૉજીકલ હોય એમ લાગે છે; પણ કાળક્રમે એમાં વહેમ–અન્ધશ્રદ્ધા એટલી હદે ઉમેરાઈ ગયાં કે એણે સામાન્ય માનવીના મન પર આધીપત્ય જમાવી દીધું. એક વાત બહુ સ્પષ્ટ છે કે આવી ભ્રમણાઓ નબળા મનના લોકોને જ ભીંસમાં લેતી હોય છે. તમે એ બધી વાતોને ઈગ્નૉર કરશો તો તમને જરાય તકલીફ નહીં પડે અને જો તમે એવાં વહેમનાં વળગણોને પકડી રાખશો તો ડગલે ને પગલે દુ:ખી થશો. બેઝીક વાત મનને કેળવવાની છે. જે વ્યક્તી પોતાના મનને જીતી લે છે, તે વ્યક્તી સમગ્ર જગતને જીતી લે છે. તનાવ, અજમ્પો, અસન્તોષ, ઈર્ષા – આ તમામ તત્ત્વો આખરે તો નબળા મનની જ પેદાશ છે ને !

શુભ શુકન કે અશુભ શુકન કોઈ કહે તો ગણકારો જ નહીં. તમે બ્રેવ અને ગ્રેટ બની શકશો, પ્રોમીસ !

 –રોહીત શાહ

લેખકના બહુ જ લોકપ્રીય બનેલા પુસ્તક આ અબ લૌટ ચલેં(પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001  પૃષ્ઠ : 8 + 136 = 144 મુલ્ય : રુપીયા 100/- ઈ.મેઈલ : goorjar@yahoo.com   )માંથી લેખકશ્રીના અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : 079-2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય લેક્સિકોન  http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચક મીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20/11/2015

19 Comments

  1. KADAM ASTHIR CHHE JENA ,
    TENE RASTO NATHI JADTO.
    ADAG MANNA MUSAFIRNE,
    HIMALAY PAN NATHI NADTO.
    bas char liti ma badhuj aavi gayu.

    Liked by 1 person

  2. મિત્રો,
    શરુઆત કરીઅે…….ડીક્શનરીમાં ‘શુકન‘નો અર્થ આ પ્રમાણે લખ્યો છે….
    શુકન. (પું) (નિ) ભાવસૂચક ચિન્હ; an omen, a portent, a prognostic; (૨) અેવું શુભ ચિન્હ ; a good omen: (૩) પક્ષી; a bird; શુકનિયાળ, (વિ) સારા શુકનવાળું; Good Omened.
    અાર્ટીકલની શરુઆત…‘ શુભ શુકન કે અશુભ શુકનનો કન્સેપ્ટ……થી થાય છે.‘
    અશુભ શુકન ? અશુભ શું શુકન હોઇ શકે ? શુભ અને શુકન બન્નેનો અર્થ શુભ થાય અેટલે ચાલે. ભૂલ કાઢવા નથી બેઠો. આપણે સાહિત્યના માનવો છીઅે. સોરી…શરુઆત મેં પણ નારાજગીવાળી કરી દીઘી. વઘુ પછી.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. આ વાત રમુજ સાથે sukan apsukan natak PRESENTS BY GSN – YouTube
    Video for youtube Gujarati drama Sukan apsukan▶ 26:54

    Mar 23, 2015 – Uploaded by SATYAM PATEL
    Gujarati Society Niagara presents .. sukan apsukan natak.

    Like

    1. Sorry tamaru dhyan doru chhu bhai shree govindmaru e suchana aapi chhe ke video clip ke koi taiyar lekh ke tenu cutting mukavu nahi ahi fakt angat abhipray aapo to saru .
      Farithi sorry dhyan upar levamatej reply aapyo chhe.

      Liked by 1 person

  4. શુભ અશુભ શુકન એ માનવજાતિએ નિર્માણ કરેલા છે. આનો સંબંધ કોઈ એક ધર્મ કે જાતી કે પ્રદેશ સાથે નથી. હિંદુઓમાં, મુસ્લિમોમાં, ખ્રીશ્તિઓમાં અને શીક્ષિત પાસ્ચીમાંત્ય દેશોમાં પણ જોવા મળે છે. તાવીજ, ધાગા, દોરા, માન્યતાઓ બધે જ ઠેકાણે જોવા મળે છે. દુર્ગાહ, મંદિર કે પછી મસ્જીદ કોઈજ બાકાત નથી. આ વાતો પર કોઈ એક ધર્મ કે જાતી કે પ્રદેશ ની મોનોપોલી નથી. પણ દેશ પ્રમાણે એમાં બદલાવ પણ જોવા મળે છે.
    ૧૩ નો અંક અશુભ. હવે જો કોઈ માં બાપ ને ત્યાં ૧૩મી એ બાળક જન્મ્યો તો શું એને રફે દફે કરી દેવો? હું છેલ્લા ૧૫ વર્ષોથી ટોરોન્ટો માં રહું છું. અહીં ૧૨મો માલ પછી ૧૪ મો માલ આવે છે! લીફ્તો માં ૧૩મો નમ્બર જ નથી હોતો !! સાંભળ્યું છે કે હવે સરકારો કાયદો બનાવી ને ૧૩મો નમ્બર રાખવાની ફરજ પાડશે. હવે કેનેડા, અમેરિકા અને યુરોપ માં જો આવું હોય તો બાપલા ભારત જેવા અભણ દેશની તો વાતજ ક્યાં કરવી?
    મારા એક લોકલ મિત્ર છે. કાસીમ અબ્બાસ અને હું કઈ કેટલાંય વર્ષોથી આના બારામાં લખીએ છીએ પણ પત્થર પર પાણી. નવી ઈમારત બનાવવા માટે શુભ મુહુર્ત જોવાનું. નવી ફિલ્મ બનાવતી વખતે નારીયેલ ફોડવાનું. અંધશ્રદ્ધા ઓછી થવાના બદલે વધતી જ જાય છે. ડૉ. કુલકર્ણી, પાનસરે અને કુલ્બુર્ગી જેવા તો કઈ કેટલાય શહીદ થશે તો પણ આ અંધશ્રદ્ધા નહીં જ મટે. લોકોની માનસિકતા સહેજમાં નહીં બદલાય.
    ફિરોઝખાન
    ટોરોન્ટો, કેનેડા.

    Liked by 1 person

  5. લેખ સરસ છે. આમાં વધારે શું કહેવાનું હોય. જે નથી માનતા તે નથી જ માનતા.જેઓ માને છે તે માનતા જ રહેવાના.
    એ લોકોને માનતા જ રાખવાના. એમાં જ સ્તો મોટો ફાયદો છે.
    પ્લેનમાં જવું હોય તો અમાસ કે ગ્રહણને દિવસે જવું. એર ઈન્ડિયાના પ્લેનમાં જાડા માણસોને પણ સૂવાની જગ્યા મળી જાય.
    કોઈ અમેરિકન કે ફિરોઝ ભાઈ કહે તેમ કેનેડિયન એર લાઈનમાં ફ્રાયડે ધ થર્ટીન ના શુભ દિવસે આરામથી રિઝર્વેશન મળી જાય.

    હું પહેલાં રહેતો હતો ત્યાં બાજુ વાળી ડોશીને ત્યાં ચાર પાંચ કાળી બિલાડીઓ હતી. કાયમ મારી કાર પાસે અટવાતી જ હોય. દોસ્તી થઈ ગઈ હતી. બહાર જવું હોય ત્યારે બિલ્લીને પણ ‘હાય’ કરીને જતો. જોબ પર બધી છોકરીઓ ખૂશ રહેતી.
    મારા દીકરા-દીકરીના લગ્ન કમુરતામાં જ કર્યા હતા. સુરતમાં વાડી સહેલાઈથી મળી ગઈ હતી. બધા સૂખી છે.
    તો મિત્રો આ રોહિતભાઈને રવાડે ચઢીને અપશુકન માન્તા હો તો ન માનતા ના થશો.
    એઓને તો લખવાની ___ટેવ છે.

    Liked by 1 person

  6. શુકન-અપશુકન નબળા મનની પેદાશ છે એમ કહ્યું, પણ મને તો લાગે છે કે ભગવાન, ગોડ, અલ્લાહ વગેરે પણ નબળા મનની જ પેદાશ છે. એને પણ કોણે જોયો છે?

    Liked by 1 person

  7. મારી પત્નીની Total Knee Replcement સર્જરી મેં સર્વ પિત્રુ અમાસને દિવસે કરાવેલી, કારણ કે એ દિવસે જસલોક જેવી મોટી હોસ્પીટલના બધા જ ઓપરેશન થીયેટર ખાલી હતા, સર્જન નવરા હતા. એટલે ફ્રેસ ફ્યુમીગેશન થયેલું ઓપરેશન થીયેટર મળે અને સર્જનને ઉતાવળ ન હોય. સર્જરી સફળ થઈ અને ૨૨ વર્ષ સુધી Knee Joints સારી રીતે કામ કરતા રહ્યા.

    Liked by 1 person

  8. શુકન અને અપશુકન ઍ ધર્મપાખંડીઓ માટે નાણા પાડવાની ટંકશાળ છે. જ્યાં સુધી ભોળા અંધશ્રદ્ધાળુઓની આંખ નહીં ખૂલે, ત્યાં સુધી આ ધતિન્ગ ચાલતું રહેશે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  9. શુકન-અપશુકન માણસે ઉભુ કરેલુ તૂત છે, તેમાં માનનારા ભૂત છે અને હું ભૂતમાં માનતો નથી.
    +++++++ રોહિત દરજી” કર્મ”, હિંમતનગર ++++++++++++

    Liked by 1 person

  10. ભાઇઓ અને બહેનો,
    મોટે ભાગે ભારતમાં…હિન્દઓમાં ઘાર્મિક ? કાર્યોમાં કે મરણના પ્રસંગોમાંની કાર્યવાહિઓમાં સફેદ કપડા પહેરવાનું કહેવામાં આવે છે. વેસ્ટ…પશ્ચિમના દેશોમા અને ખ્રિસ્તિઘર્મમાં આવાં દરેક પ્રસંગોમાં (ઘર્મ અને મરણ) કાળા કપડાં…જનરલી પહેરવાનું સ્વિકારાયુ છે. ફક્ત મરણના પ્રસંગની વાત વિચારીઅે. સફેદ રંગ શું સૂચન કરે ? કાળો રંગ સાનું સૂચન ?

    મીરાંબાઇ કહે છે કે ‘ ઓઢું હું કાળો કામળો દુજો ડાઘ ના લાગે કોઇ.‘ આ સાનું સૂચન છે?

    સાયકોલોજી વિષય રંગો અને તેની પસંદગીના બેઇઝ ઉપર માનવીની માનસિકતાનો સાયન્ટીફીક અભ્યાસ કરીને માણસના જીવનમાં વિવિઘ વિષયો પ્રત્યેના અભિગમની વાત કહે છે.

    હિન્દુઓ લાલ રંગને શુભ માને છે ( શુકનીયાળ) કાળા રંગને અશુભ ( અપશુકનીયાળ)
    મુસકમાનો લીલા રંગને શુકનીયાળ માને છે….શુભ માને છે.

    મેઘઘનુષ્….જ્યારે રંગોને છુટા છુટા બતાવે છે ત્યારે સાત રંગો…અેક મિશ્રિત રંગના અંગો તરીકે છુટા પડે છે….અેક વિના બીજા છ નકામા….મેઘઘનુષ બનાવવા માટે.

    અેક માનવવસ્તિ માટે જે શુકનીયાળ મનાયુ તે જ બીજી માનવવસ્તિ માટે અપશુકનીયાળ!!!!!!!!

    અભણ અને ભણેલાઓ વચ્ચે વિજ્ઞાનના પાયાના નિયમોને સમજીને પાળવા જેટલો જ ફરક રહેલો હોય છે. ભણેલા, ડીગ્રીહોલ્ડર પણ અભણ જો વિજ્ઞાન…વિશેષ જ્ઞાનનો જીવનમાં ઉપયોગ ના કરે.

    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  11. કેટલાક રીવાજ અનુભવે જરૂરી જણાવાથી શરૂ થયા હશે. દા. ત. જે ઘરમાં કોઈ બાળકને શીતળાની રસી મુકાવી હોય તે ઘરના પુરુષોને દાઢી કરવાની મનાઈ હતી. જુના જમાનામાં લોકો જાતે દાઢી નહોતા કરતા. કોઈ વાળંદ ગામના અનેક લોકોને ત્યાં જઈ તેમની દાઢી કરે ત્યારે અસ્ત્રો તો એનો એ જ હોય તેથી ચેપ ફેલાય. તે અટકાવવા માટે આવો નિયમ રાખવો સારો. પણ તે બાળકનો પિતા બહારગામ રહેતો હોય તો યે દાઢી વધારીને ફરે તે કેવું?

    Liked by 1 person

  12. હું છેક નાનપણથી આવા અપશુકનોમાં નથી માનતો. કાળીચૌદશની રાત્રે, પોળો અને સોસાઈટીઓના ચાર રસ્તે કરેલા કુંડાળા અને તેમાં મૂકેલા અડદના વડા જેવી ખાદ્ય સામગ્રીઓને પગથી ઠોકર મારીને વેરવિખેર કરવામાં મને આનંદ આવતો.
    મેં મારા લગન પણ ૧૩મી મે ૧૯૬૩ ના દિવસે જ કર્યા છે. હું ફ્લાઈટો પણ ૧૩મી ની જ પકડું છું. શનિવારે કે મંગળવારે દાઢી નહીંકરવાની મારી પત્નીની સુચનાઓનો અનાદર કરવામાં મને આનંદ થાય છે. જો કે હવે આ ઉંમરે (૭૫) નાહક ઝઘડો ન થાય એ માટે શુક્રવારની રાત્રે દાઢી પર એક હાથ ફેરવીને પત્નીએ એમ બતાવું કે જો, દાઢી કરી નાંખી. પછી શનિવારની વહેલી સવારે કુચડો ઘસીને તાજી કરી લઉં.
    નવીન બેન્કર ( હ્યુસ્ટન)

    Liked by 1 person

  13. It is a theory of weak mind and ignorance in life. I never believe in these things in my life. Thanks for a good article.

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  14. आ शुकन अपशुकनमां पुजारीओ, पंडीतो, साधु, गुरु, महत्माओए महत्वनो भाग भजव्यो छे. मंदीरना पत्थरनी प्राणप्रतीष्ठा अने वीधी वीधान माटे तुत उभुं करे छे अने पछी नीर्दोश लोको अनुसरण करे छे…

    आ साधु, गुरु, महात्माओए रामना लग्ननुं के गादी पर बेसाडवानुं मुहरत क्या शुभ समये नक्की कर्युं हशे? सीता मृत्यु संस्कार डफोळ कथाकारे नवलकथामां करेल नथी. आत्मा हजी भटके छे…

    Liked by 2 people

  15. This will go on and on as long as there are people with blind faith and suckers. And there are Pandyas who are taking advantage of these foolish people. It will never end no matter you try to explain this hypocrisy in our society.

    Liked by 2 people

  16. શુકન અપશુકન એ પણ અંધશ્રધ્ધાનાં જોડિયા ભાઈઓ જ છે. મેં ૭૬(૧૩)નિ સાલમાં ૧૩મિ તારીખે લગ્ન કરેલા. આજપર્યંત જીવનમાં કોઈ ખાસ પસ્તાવાનો કે ખરખરો કરવાની અશુભ ઘટના ઘટી નથી.
    ચોક્કસ સાલ યાદ નથી ૧૯૭૦નિ આસપાસમાં. હરિયાણા રાજ્યમાં ૩-૪ દિવસના ગાળામાં ૨૫૦૦થિ વધુ લગ્નોના ક્રીયા કાન્ડીઓએ શુભ મુહુર્ત કાઢી આપેલા તદઅનુસાર લગ્નો થવાના જ હતા પરંતુ એ સપ્તાહમાં જ હરિયાણાનો સમગ્ર નાનો મોટા ધંધાઓ-વાહનવ્યવહાર કોર્ટ કચેરીઓ જડબેસલાક બંધ કરવા પડેલા. જેથી આ બધા જ લગ્નો પણ મોકૂફ કરવા પડેલા. શુભ મુહુર્ત કાઢી આપનારા મોટી સખ્યામાં ભીખમંગા કર્મકાંડીઓનું ખરાબ દિવસોનું એ પૂર્વે કેમ જ્ઞાન નાં થયેલું.
    અમારી ભક્ત જ્ઞાતિમાં સારા નરસા પ્રસંગો બ્રાહ્નનો કે ક્રીયાકાન્ડીઓનિ વિધિ વગર જ સમેટવાનો ૨૦૦-૩૦૦ વર્ષોથી થાય છે. અમારા સ્વ.પૂર્વજોની હજી સુધી કોઈ દળદ ફરિયાદ આવી નથી. તેમજ લગ્નો પણ બીજી જ્ઞાતિઓની માફક જ જીવાય છે.

    Like

  17. મેં પણ… નવરાત્રી માં વરસાદ પણ હતો. & મારી પત્ની ના હજુ જ્ન્મક્ષાર નથી જોયા છતાં પણ.. આજપર્યંત ૧૯૯૦ થી લગ્નજીવન & સંસાર ચાલે છે.

    Like

Leave a reply to pragnaju Cancel reply