ચાર્વાકદર્શનના ઉદ્ ભવનો ઈતીહાસ

એન. વી. ચાવડા

ચાર્વાકસુત્રની રચના કરનાર બૃહસ્પતી છે અને તેઓ આર્યોના પરમ આદરણીય અને પુજનીય એવા ગુરુ છે. અર્થાત્ તેઓ આર્ય કુળના છે. આ ઐતીહાસીક તથ્ય પોતાને આર્ય કહેનાર અને તેના સમર્થકો માટે મુંઝવનારી તથા શીરોવેદના સમાન ઘટના છે. કોઈ અનાર્ય કુળ કે આર્યવીરોધી કુળની વ્યક્તી આર્યોએ સ્થાપેલી પરમ્પરાનો વીરોધ કરે તો તેને ખંડનાત્મક ક્રીયા ગણાવી તેની ઉપેક્ષા કે અનાદર થઈ શકે; પરન્તુ ખુદ આર્ય કુળની જ સૌથી વીશેષ પ્રભાવશાળી અને ગુરુવર્ય વ્યક્તી, જ્યારે આર્યોની પ્રણાલીકાઓનો સખત વીરોધ કરે ત્યારે તે વીરોધનું મુલ્ય અને મહત્તા ઘણાં વધી જાય છે. એટલું જ નહીં, પરન્તુ તેમના એ વીરોધી વીચારોની વીશ્વસનીયતા પણ આપોઆપ પુરવાર થઈ જાય છે; કારણ કે બૃહસ્પતી જ્યારે કહે કે ચતુર્વર્ણવ્યવસ્થા, તદ્જન્ય હોમ–હવન–યજ્ઞાદી ક્રીયાકાંડો અને પરલોક, સ્વર્ગ–નરક, પુનર્જન્મ, પ્રારબ્ધ આદી માન્યતાઓ કેવળ બ્રાહ્મણોની વીના પરીશ્રમની આજીવીકા માટે રચવામાં આવેલાં છે, ત્યારે તેની સચ્ચાઈ સામે કોઈ મહાબળવાન આર્ય પણ પડકાર ન ઉઠાવી શકે તે પણ એટલું જ શક્ય છે.

અહીં વીચારણીય પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે ખુદ આર્યોના જ ગુરુએ, આર્યોએ સ્થાપેલી વર્ણાશ્રમધર્મની પ્રણાલીકા સામે પ્રચંડ વીરોધ ઉઠાવી, તેની સામે ચાર્વાકદર્શન જેવી બળવાન સંસ્થાની સ્થાપના કેમ કરી ? એ સંસ્થાની પ્રચંડ બળવત્તાનો પુરાવો એ છે કે ઋગ્વેદકાળથી આજપર્યન્ત એ ચાર્વાક સંસ્થામાં એવા પ્રબળ ચાર્વાકો પેદા થતા રહ્યા છે, જેમણે પોતાના પ્રાણોની આહુતીઓ આપીને પણ વર્ણવ્યવસ્થાવાદી પરમ્પરાનો વીરોધ અને બૃહસ્પતીની ચાર્વાક પરમ્પરાનો પ્રચાર જીવન્ત રાખ્યો છે.

વાસ્તવીકતા એ છે કે જગતની તમામ પ્રજાઓમાં, જાતીઓમાં, વર્ણોમાં અને વંશ તથા કુળોમાં દરેક પ્રકારના મનુષ્યો પેદા થઈ શકે છે. અર્થાત્ સજ્જન–દુર્જન, મુર્ખ–વીદ્વાન, બહાદુર–કાયર, કલાકાર–અણઘડ, ઉમદા–અધમ આદી તમામ પ્રકારના મનુષ્યો, તમામ જાતી, કુળ અને વંશમાં જન્મી શકે છે. મહાન મનુષ્યો પેદા કરવાનો ઈજારો કોઈ જાતી કે વર્ણવીશેષનો હરગીજ નથી. એ જ રીતે કોઈ બળવાન જાતી કે કુળને સંજોગવશાત શાસન, સર્વોપરીતા કે એકાધીકાર પ્રાપ્ત થાય ત્યારે તેને પોતાની પાસે કાયમ જાળવી રાખવા માટે તે પોતાની જ સ્વાર્થી મનઘડન્ત વ્યવસ્થાનું નીર્માણ કરે છે અને ધર્મગુરુનો સાથ લઈને તેને ઈશ્વરકૃત ઘોષીત કરે છે. આવી વ્યવસ્થા મુળભુત રીતે જ સ્વાર્થી હોવાથી વખત જતાં તેમાં અનેક દોષો અને દુષણો પેદા થાય છે તથા માત્ર અન્ય લોકો માટે જ નહીં; પરન્તુ ખુદ સ્થાપક જાતીઓ માટે પણ તે ઘાતક પુરવાર થાય છે. આર્યોએ ભારતમાં સ્થાપેલી વર્ણવ્યવસ્થાનો ઈતીહાસ મહદ્અંશે આ પ્રકારનો જ છે. કોઈ જાતી કે કુળમાં જન્મેલી દરેક વ્યક્તી, તે જાતી કે કુળમાં પ્રવર્તમાન પ્રણાલીકાઓની સમર્થક જ હોય એવું આવશ્યક હરગીજ નથી. આમ, આર્ય જાતીમાં જન્મેલ બૃહસ્પતીનો વર્ણવ્યવસ્થાજન્ય ક્રીયાકાંડો અને અન્ધવીશ્વાસનો વીરોધ એ સ્વાભાવીક ઘટના છે. બીજા શબ્દોમાં કહીએ તો વર્ણવ્યવસ્થાને કારણે શુદ્રો અને સ્ત્રીઓને થઈ રહેલાં અન્યાય અને અત્યાચાર જ્યારે જોઈ શકાયાં કે સહન થઈ શક્યાં નહીં, ત્યારે આર્યોમાંથી એક પ્રચંડ પુરુષ બૃહસ્પતીનો પાદુર્ભાવ થયો.

સમાજમાં પ્રવર્તમાન દુષણો સામે અનેક લોકો નારાજ હોય છે. જેઓ માત્ર પોતાની નારાજગી વ્યક્ત કર્યા સીવાય કશું જ કરી શકતાં હોતાં નથી. જ્યારે જુજ લોકો એવાં હોય છે જે સામાજીક દુષણો સામે અવાજ ઉઠાવે છે અને તેને નષ્ટ કરવાનો પણ પ્રબળ પુરુષાર્થ કરે છે અને સમાજવ્યવસ્થામાં આમુલ પરીવર્તન કરવાનો પ્રયાસ કરે છે. વ્યર્થ અને હાનીકારક મુલ્યોના નાશની સાથે તમામ સમાજ માટે કલ્યાણકારી હોય એવા મુલ્યોની સ્થાપના કરે છે. આ પ્રકારના આમુલ પરીવર્તનને ક્રાન્તી કહેવામાં આવે છે. દેવર્ષી બૃહસ્પતી આપણા દેશના આવા પ્રથમ ક્રાન્તીકારી હતા. બૃહસ્પતીના જીવનમાં પણ એક એવી દુ:ખદ અને આઘાતજનક ઘટના ઘટી, તેથી વર્ણવ્યવસ્થા સામે તેમણે બળવો પોકાર્યો. જેના વીશે સ્વામી સદાનન્દજી પોતાના સંશોધન ગ્રંથ ચાર્વાકદર્શનમાં આ પ્રમાણે બયાન કરે છે :

ઋગ્વેદકાળમાં એકવાર એક જગ્યાએ યજ્ઞ ચાલી રહ્યો હતો. ત્યારે યજ્ઞમંડપમાં બેઠેલી બૃહસ્પતીની પત્ની તારાને, હજારો માણસો, રાજા–મહારાજાઓ અને ઋષી–મુનીઓ તથા બ્રાહ્મણ–પુરોહીતોની ઉપસ્થીતીમાં ચન્દ્ર યાને સોમ ઉઠાવીને ચાલતો થઈ ગયો. યાને ભરસભામાં ચન્દ્રે બૃહસ્પતીની પત્નીનું અપહરણ કર્યું. ચન્દ્રને અટકાવવાની વાત તો દુર રહી; કોઈએ તે ઘટનાનો વીરોધ પણ કર્યો નહીં. બૃહસ્પતીએ બધાને ખુબ વીનન્તીઓ કરી કે મારી પત્નીને બચાવો, ચન્દ્ર પાસેથી છોડાવીને મને પાછી અપાવો; પરન્તુ કોઈએ બૃહસ્પતીની મદદ કરી નહીં. બધાએ આંખ આડા કાન કર્યાં.

વીચારણીય અને આશ્ચર્યજનક પ્રશ્ન અહીં એ ઉપસ્થીત થાય છે કે મહાબળવાન રાજા–મહારાજાઓ અને ઋષી–મુનીઓએ બૃહસ્પતીની સ્ત્રીને બચાવી કેમ નહીં અને બૃહસ્પતીએ મદદ માગી છતાં તેમને કોઈએ મદદ કેમ કરી નહીં ? એનો જવાબ એ છે કે તે સમયની આર્ય સંસ્કૃતીમાં યાને વર્ણાશ્રમધર્મમાં સ્ત્રી શુદ્રા હતી અને તેનું મુલ્ય એક ચીજ–વસ્તુ જેટલું જ હતું. તેનું કાર્ય પુરુષ–પતીની સેવા અને પતી અને ઋષીમુનીઓના બાળકોને જન્મ આપવા જેટલું જ હતું. ઉપરાન્ત યજ્ઞ વખતે તો માંસ, મદીરા (સુરાપાન) અને મૈથુનની ખુલ્લી મહેફીલો યજ્ઞની વેદી પાસે જ મંડાતી. જેમાં કોઈ પણ બળવાન પુરુષ કોઈ પણ સ્ત્રીનો ઉપભોગ કરી શકતો. જેમાં કોઈની તેમાં રોકટોક નહોતી. જેની સચ્ચાઈનું પ્રમાણ આપતા શ્લોકો આજથી સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં લખાયેલા મોજુદ પડ્યા છે, જે આ પ્રમાણે છે : ‘જો યજ્ઞમાં પશુને મારી હોમ કરવાથી તે સ્વર્ગમાં જતું હોય તો યજમાન પોતાના પીતા આદીને મારીને હોમ કરીને સ્વર્ગમાં કેમ નથી મોકલતા ?’ આ શ્લોક યજ્ઞમાં પશુઓને હોમવામાં આવતા હતા તેની સાક્ષી પુરે છે.

‘ઘોડાના લીંગને સ્ત્રી ગ્રહણ કરે, તેની સાથે યજમાનની સ્ત્રી પાસે સમાગમ કરાવવો’ આ શ્લોક દ્વારા યજ્ઞ વખતે કેવી કેવી અશ્લીલતાઓ આચરવામાં આવતી હતી તેનો ખ્યાલ આવે છે. મનુસ્મૃતીમાં પણ કહ્યું છે કે ‘વૈદીકી હીંસા હીંસા ન ભવતી’ અર્થાત્ વેદોની આજ્ઞા અનુસાર યજ્ઞોમાં જે પશુઓનો હોમ કરવામાં આવે છે તેને હીંસા કહેવાય નહીં.

ન માંસભક્ષણે દોષો ન મદ્યે ન ચ મૈથુને (મનુસ્મૃતી : 5–56)

અર્થાત્ માંસભક્ષણ, મદ્યપાન અને મૈથુન કરવામાં (યજ્ઞ વખતે) કોઈ દોષ નથી.

સૌત્રામણ્યાં સુરાં પીબેત – પ્રોક્ષીતં ભક્ષયેન્માંસમ્ (મનુસ્મૃતી : 5–27)

અર્થાત્ સૌત્રામણી યજ્ઞમાં મદ્ય પીઓ અને પ્રોક્ષીત યજ્ઞમાં માસ ખાઓ.

આ વીષયમાં વધારે પ્રમાણોની કોઈ જરુર નથી. કારણ કે ઉદ્દાલક મુનીનું દૃષ્ટાંત પણ આપણી સામે છે જ. જ્યારે તેમની પત્નીને લઈને અન્ય એક ઋષી ચાલતા થાય છે, ત્યારે ઉદ્દાલકપુત્ર શ્વેતકેતુ અત્યન્ત ગુસ્સે થઈ જાય છે, તે વખતે ઉદ્દાલક ઋષી પુત્રનો ગુસ્સો શાન્ત પાડતાં કહે છે કે ‘આ તો સનાતન ધર્મ છે’ વળી સીતા, દ્રોપદી, કુન્તા, અમ્બીકા, અમ્બાલીકા વગેરે અનેક સ્ત્રીઓનાં દૃષ્ટાન્તો આપણી સામે છે જ.

પરન્તુ બૃહસ્પતીને આ ઘટનાથી કારમો આઘાત લાગ્યો. પોતાની પ્રીયપત્નીને આ રીતે કોઈ સરેઆમ લુંટીને ચાલતો થઈ જાય અને એને બચાવવમાં પોતાને કોઈ મદદ જ ન કરે તો એવો વર્ણાશ્રમધર્મ અને યજ્ઞસંસ્કૃતી સામે બળવો પોકાર્યો અને એના દોષો અને દુષણોને ખુલ્લાં પાડવાનું અભીયાન શરુ કર્યુ.

બૃહસ્પતીની આ ઘટનાને આધુનીક યુગના રાજા રામમોહનરાયની ઘટના સાથે સરખાવી શકાય. તેમના સમયમાં સતીપ્રથાની વીરુદ્ધમાં ઘણા લોકો હશે જ; પરન્તુ કોઈ તેની વીરુદ્ધમાં ખુલ્લો અવાજ ઉઠાવતા નહોતા. પરન્તુ રાજા રામમોહનરાયની ભાભીને જ્યારે સમાજે બળજબરીપુર્વક સતી થવાની ફરજ પાડી અને તેને પતીના શબ સાથે જીવતી સળગાવી દીધી; તેનાથી રાજા રામમોહનરાયનું મગજ હલબલી ગયું અને તેમણે સતીપ્રથા વીરુદ્ધ બંડ પોકાર્યું, જનમત એકઠો કર્યો અને અંગ્રજોને સતીપ્રથા વીરુદ્ધ કાયદો બનાવવાની ફરજ પાડી. પ્રાચીન કાળમાં પણ યજ્ઞોના દુરાચાર સામે ઘણા લોકો નારાજ હશે જ. પરન્તુ બળવાન સ્થાપતી હીતો સામે અવાજ ઉઠાવવાની હીમ્મત કોઈની નહીં હોય. પરન્તુ બૃહસ્પતીની પત્નીને ચન્દ્રે જ્યારે યજ્ઞમંડપમાંથી ઉઠાવી ત્યારે બૃહસ્પતીથી આ દુરાચાર સહન નહીં થતાં તેમણે વર્ણાશ્રમધર્મ સામે વીદ્રોહ ખડો કરી દીધો.

બીજી આશ્ચર્યની ઘટના એ છે કે બૃહસ્પતીને પોતાની પત્નીને છોડાવવા માટે આર્યોમાંથી કોઈએ મદદ ન કરી, ત્યારે અનાર્ય ગણનાયક રુદ્ર યાને શીવે, બૃહસ્પતીને મદદ કરીને, ચન્દ્ર સામે યુદ્ધ કરીને, ચન્દ્રને હરાવીને, બૃહસ્પતીની પત્નીને છોડાવીને તેને સુપરત કરી. ત્યારે બૃહસ્પતીને ખ્યાલ આવ્યો કે આર્યોની સંસ્કૃતી કરતાં, અનાર્યોની સંસ્કૃતી ઘણી સારી છે. બૃહસ્પતીએ અનાર્યોની સંસ્કૃતીની જાણકારી મેળવી અને તેને સુત્રાકારે ગ્રંથબદ્ધ કરી, જે સુત્રને જ પ્રારમ્ભમાં બાર્હસ્પત્યસુત્ર યા અર્થશાસ્ત્ર અને પાછળથી ચાર્વાકસુત્રને નામે પ્રસીદ્ધી મળી.

એન. વી. ચાવડા

 શ્રી. એન. વી. ચાવડા પોતે એક કાળે પુરા આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પાઠ–પુજા, ધ્યાન, ગાયત્રીમન્ત્રજાપ, ગુરુભક્તી આદીમાં પુર્ણશ્રદ્ધાળુ હતા. ગણેશપુરીના મુક્તાનન્દ બાબાના અનુયાયી હતા. તેઓ પોતાના આયુષ્યના 45 મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી પુર્ણ નાસ્તીક થયા. હાલ નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક શ્રી. એન. વી. ચાવડાના પુસ્તક ‘ચાર્વાક દર્શન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : (0261) 259 7882/ 2592563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 72, મુલ્ય : રુ.50/-)માંનો આ 05મો લેખ, પુસ્તકનાં પાન 25 થી 28 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર.. ..ગોવીન્દ મારુ..

લેખક સમ્પર્ક: 

શ્રી એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ394 335 જીલ્લો : સુરત ફોન : (02622) 247 088 સેલફોન : 97248 08239

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે,  વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 18/12/2015

17 Comments

  1. Kharekhar to kahevata darek dharma ma niti jevu kashuj nathi darek dharma pustakoma aniti atyachar vyabhichar batavya chhe parantu te darek dharmana bhagvan name rajukarvathi praja teva pap ne pan parakram ganti hoi chhe.

   Liked by 1 person

 1. I fully agree with Mr.N.V. Chavda’s views and analysis. The Brahman community made all these rules for their own benefits and personal gains. They installed fear in people’s mind. We do not have to follow all these rules which has no meaning in life.

  I do not do any rituals and follow these nonsense rules in my life. The true meaning of religion for me is to live honest life in all walks of life and always try to help others if possible. Never hurt anybody in any way.

  Thanks so much for such a god article for reading and thinking.

  Pradeep H. Desai

  USA

  Liked by 2 people

 2. As for Sanatan Dharma, only Vedas and Geeta are acceptable. Based on Veda Shankaracharya had put forward ADVAIT. VEDAS ARE DIFFICULT TO UNDERSTAND THAT IS WHY UPNISHADAs are written in simpler language and Geeta in still simpler language. Manu smriti has never been accepted as standard and ethical. The oldest Purana Vayupuran has cursed Manu. It may be a truth that at some period of time the society had lost moral values. But the events narrated are symbolic. Because Moon, Indra, Brihaspati are not human. They have not walked on this earth like a man in flesh and blood. Yajnas are performed in a view with a belief to offer a part of quantity of product we eat. The Fire is the mouth of Cosmic God. Fire is lastly invited to receive the offering. It is possible during many period of time, the Brahmins have misguided the mass by interpolating funny events.

  Like

 3. સરસ માહીતીપુર્ણ લેખ. આમાંની અમુક માહીતીની મને કશી જાણ ન હતી. હાર્દીક આભાર ભાઈ શ્રી. એન.વી. ચાવડા અને આપનો ગોવીંદભાઈ.

  Liked by 1 person

 4. મિત્રો,,
  સૌને હેપી હોલીડેઝ. ૨૦૧૬ના નવા વરસના પ્રસંગે શુભેચ્છાઓ પાઠવું છું….. તન અને મનની તંદુરસ્તી મળે અને શ્રી ચાવડા સાહેબે અેમના લેખમાં અાંખ ખોલનારા સત્યો આપ્યા છે તેને સમજે, વિચારે અને સગા વ્હાલાઓ અને મિત્રો સાથે વહેંચીને જીવનમાં ઉતારે તેવી ઇચ્છા વ્યક્ત કરું છું.
  ચાવડા સાહેબના આ લેખની સાથે સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક, ‘ અઘોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા‘ વાંચો તેવી મારી ઇચ્છા છે. ચાવડા સાહેબે જે આ લેખમાંં કહ્યુ છે તેને વિગતે વાંચીને પોતાની જાતને કન્વીન્સ કરવા વિનંતિ છે.
  આ લેખ અને સ્વમીજીના પુસ્તકને વાંચીને મને મારી જાત ઉપર હિંદુ તરીકે જન્મ લેવા માટે ઘિક્કાર થયો છે. હિંદુ તરીકે જન્મીને આજે ૨૧મી સદીમાં પણ જેઓ પોતાને હિંદુ ઘર્મના રક્ષક માને છે તેઓ હવે તો ઓનેસ્ટ બનીને સાચા માર્ગે દોરે. અેટલીસ્ટ અેટલું તો સમજે કે ચાવડા સાહેબે જે શ્લોકો યજ્ઞ સમય માટેના છે તે કેટલાં બિભત્સ છે…ગાળો શીવાય બીજું કાઇ નથી.
  અમૃત હઝારી

  Liked by 2 people

 5. મારા વિચારોને આગળ વઘારતાં કહેવાનું કે હું હ્યુમાનીટી…માનવતામાં માનનારો છું અને મારો ઘર્મ માનવઘર્મ છે. અને હું ચોકસાઇપૂર્વક આ માનવઘર્મને મારી રોજીંદી અેક્ટીવીટીમાં ઉપયોગમાં લઉં છું.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 6. ચાવડા સાહેબ નો લેખ અત્યંત સુંદર છે. આ લેખ હિન્દુ ધર્મ વિષે લખાયો હોઈ મારા જેવા ‘બહારના’ ઍ લખવું કદાચ અમુક લોકો ને નહીં ગમશે.

  ભાઈ, હકીકત તો ઍવી છે કે આજે પણ અમુક લોકો મનુ સ્મૃતિ ને ગીતા માને છે. ચતુર વર્ણ ની હિમાયત કરે છે! આજે પણ ભારત મા માણસ ની કીમત કરતાં ગાય ની કીમત વધારે થાય છે! લિંગ પર દૂધ રેડાય છે પણ ગરીબ બિચરા લોકો ને નથી આપતું!! આ બધાની વિરુધ અવાજ ઉઠવનાર ને ગોળી ઍ દેવાય છે.’ધર્મ વિરોધી’ નુ લેબલ લગાડાય છે.

  મુસ્લિમો મા પણ અમુક દૂષણો જોવા મળે છે. ધાગા, દોરા, તાવિજ, જેવાં ધતિન્ગો અમારામા પણ છે જ. આ ધતિન્ગોનિ વિરૂદ્ધ આવાજ ઉઠવનારા મારા અને કાસીમ અબ્બાસ જેવાં પણ છે. અમારી સંખ્યા આજે ખુબજ ઓછી છે પરંતુ વધી રહી છે. હું શાયર નથી છતાં મારો ઍક શેર લખું છુ.

  અંદર દરગાહ પે ચાદર ચઢતી રહી,
  બાહર ઍક ગરીબ ઠંડ સે માર ગયા.

  ફિરોજ ખાન
  ટોરોઁટો, કેનેડા

  Liked by 2 people

 7. ખુબજ સરસ માહિતી સભર લેખ.. પૌરાણિક સંસ્કૃતિ અને એમાં પણ ચાર્વાક વિચારસરણી ના ઉદગમ વીશે માહિતી આપતો શ્રી ચાવડા સાહેબ નો સુંદર લેખ.. શ્રી ગોવિંદ મારું નો પણ અત્યંત આભાર કે જે આ પ્રમાણે ના લેખ ચુંટી ચુંટી ને અમને પીરસે છે…
  શશી પટેલ (ફીજી)

  Liked by 1 person

 8. Manusmrti jeva vahiyat granthne discard karva(Tyaji deva) mate aaj thi 35 varsh pahela Chinmayanandji emna Mission na pravachano ma kaheta.Fakt Vedant ane Upnishado ne j mahattva aapvanu e kaheta…NE AAPNE HAJU PAN ENE J TANKYA KARI NE NAHAK NA SC ANE ST BANDHAVO NE BHADKAVYA KARI E CHHIE…NE TRAGEDY TO E CHHE KE EMNA NETAO PAN E NATHI BHULATA!

  Liked by 1 person

 9. હજારી સહેબ,
  મેં બ્રાહ્મણે લેખ આજે જ વાંચ્યો. અને કોમેંટ લખું છું. ઘણું જાણવા મળ્યુ. અને રેશનાલિઝમના લેખ કરતાં નવા જ વિચારો વાળો લેખ પસંદ કરવા માટે ગોવિન્દભાઈનો ખૂબ ખૂબ આભાર.
  મને ગોવિન્દભાઈ અને ઉત્ત્મભાઈ ગજ્જરના સંપાદનના કામ માટે ખૂબ માન છે. તેમાં પાછો વધારો થયો.વર્ણપ્રથાની વધુ જાણ અાજે થઈ.ગમ્યું.ધન્યવાદ.

  Liked by 1 person

 10. पतीनी सामे पतनीने चंद्र लई गयो. आ हकीकत जेवुं हीन्दुओ आजे पण वर्तन करे छे. स्वतंत्र भारतमां 1956 थी कायदा बनवा लाग्या जेमां पत्नी, मील्तक, वारस अने एक पत्नी बाबत उल्लेख थवा लाग्यो. जो के सती पर्था अने हीन्दु वीडो रीमेरेज कायदा अगाउ बनेल पण स्त्रीओनी हालत बृहस्पतीनी पत्नी जेवी हती. आजना गुजरात समाचार मां समाचार छे के वलसाड जिल्लामां सात लाखनी वस्ती धरावता समाजमां वीधव स्त्रीनी जाहेरमां थती चोळी उतारवा सहीतनी प्रथा बंध थशे. कल्पना करो वीधवाने जाहेरमां चोळी उतारवी…

  मुंबईना लोको भले फांकी मारता होय पण मुंबईना गुजराती वीस्तारमां राणी सती मार्ग छे अने शीतळानो चोक के वीस्तार पण छे.

  गजनीथी मुहम्मद गजनवी आवीने सोमनाथ मंदीरनी तोडी हीन्दु स्त्रीओ माटे खरेखर उपकारक काम करेल छे. ईश्लामना अनुयायीओ जे आक्रमण कर्युं एनाथी ढोंगी पुजारीओ अने ढोंगी गुरुओने भान थबा लाग्युं अने लोकोने मुर्ख बनाववानो धंधो ओछो थवा लाग्यो.

  पृथ्वी गोळ दडा जेवी सुर्यनी आसपास फरे छे ए स्वीकारवामां अने शीतळा नाबुदीमां सौथी छेल्ले हीन्दुओ हता अने छे. वाईरसनी खबर न हती जतां जेनरे गोवाळीओने शीतळा नथी थती ए जाण अंग्रेजने खबर पडी पण कृष्णथी करी बाकीना कोई हिन्दु के गौभक्तने खबर न पडी. कोई ऋषी मुनीने दरीया कांठे जई दुरथी आवती होडी केम नजीक आवतां देखाय छे एटली सादी समज न पडी ते न पडी….. पोस्ट मुकनार एनवी चावडा साहेब अने ब्लोग संचालक गोवीन्द भाई मारु, उत्तमभाई गज्जर, वगेरे बधाने खरेखर धन्यवाद.

  Liked by 1 person

 11. લેખ નિર્વિવાદ સરસ અને માહિતી પ્રધાન છે. વેદકાળની ઘણી વાતો મોટાભાગનાને માટે અજાણ જ રહી છે. વેદકાળ અને પુરાણો પણ થોડો ઈતિહાસ અને રમ્ય કલ્પનાઓ કે ફિક્શન છે. આપણે પાંચ વર્ષ પહેલાના અનર્થોને ક્યાં સૂધી વાગોળ્યા કરીશું?
  આપણી નજર સામે જ જગત કેટ્લું બદલાઈ ગયું છે.
  માનું છું કે લેખક કે આપણે સૌ અભિવ્યક્તિના વાચકો પણ વગર પ્રયાસે કે પ્રચાર પ્રસાર વગર પણ કેટલા બધા બદલાઈ ગયા છીએ. આપણા દાદા કરતાં આપણે કેટલા બધા જૂદા છીએ! અને આપણા પૌત્રો શું આપણા દાદાના ધાર્મિક કે વહેમોના સંસ્કારો અને માન્યતાઓ જીવે છે? જીવશે?

  ભૂતકાળ જાણવાના રસજ્ઞોને માટે ચોક્કસ્ર આ લેખો સરસ છે. મને પણ ગમે છે. પણ આપણે રેશનાલિસ્ટોએ એ વાત તો સમજી લેવાની જરૂર છે કે આ વાંચ્યા વગર પણ નવી પેઢી આપણે જે માર્ગ ઈચ્છીયે છે તે જ રસ્તે વળી રહી છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s