ચર્ચવાળા આવું કરે એને તમે શું કહેશો ?
–વર્ષા પાઠક
ઘણા ખ્રીસ્તી ધર્મગુરુઓ, પાદરીઓ પર વટાળવૃત્તીને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મુકાય છે. એમાં કેટલું સાચું ને ખોટું, એ હું તો નથી જાણતી. પણ એટલું ખરું કે દરેક ધર્મ અને સમ્પ્રદાયના લોકોને પરધર્મીઓ પોતાના જુથમાં જોડાય એ અન્દરખાને ગમતું હોય છે. કોઈ ગોરા વીદેશીને ભજનકીર્તન કરતા જોઈને, આપણે કેટલાં હરખાઈ જઈએ છીએ ! ‘સબ કા માલીક એક’વાળું સુત્ર માત્ર બોલવા સાંભળવામાં સારું લાગે છે, બાકી કોઈ એક ધર્મની વ્યક્તી બીજા ધર્મના ભગવાન, અલ્લાહ કે ગૉડને પોતાના માલીક માનવા લાગે તો લાગતાવળગતા લોકોને ચટકો લાગે જ છે. એ વખતે ધર્મપરીવર્તન કરનાર વ્યક્તી નહીં; પણ આ પરીવર્તન વીધી કરાવનાર પર દોષ અને ક્રોધનો ટોપલો ઢોળાય છે. અને આપણે ત્યાં ખ્રીસ્તી ધર્મગુરુઓ વારતહેવારે આ નારાજગીનું નીશાન બને છે.
મુમ્બઈમાં વીક્રોલી ખાતે આવેલાં એક ચર્ચ સાથે સંકળાયેલા પાદરીઓએ ક્યારેય કોઈ પરધર્મીને ખ્રીસ્તી બનાવ્યા હોય તો આપણે નથી જાણતા. પણ હમણાં એમણે એમને ત્યાં આવતાં ખ્રીસ્તીઓમાં જે પરીવર્તનની ઝુંબેશ આદરી છે, એ જાણવા જેવી છે. ચર્ચમાં નીયમીત કે વારતહેવારે આવતાં એમના આઠ હાજર જેટલા ભક્તોમાં એમણે રીયુઝેબલ, એટલે કે વારંવાર ઉપયોગમાં લઈ શકાય એવી થેલીઓનું વીતરણ કર્યું, જેથી એ બધા લોકો પ્લાસ્ટીકની થેલીઓ વાપરતાં અટકે. વીજળીનો વપરાશ ઘટે એ હેતુસર એમણે ચર્ચની બધી પરમ્પરાગત લાઈટ્સ બદલીને ત્યાં એલઈડી બલ્બ્સ લગાડી દીધા. હમણાં અપુરતાં પાણીનો કકળાટ આખા રાજ્યમાં છે; પરંતુ મુમ્બઈ જેવા શહેરમાં પાણીનો વેડફાટ કરવાની પ્રવૃત્તી અટકી નથી. લોકો પાણીનો બેફામ વ્યય કરે છે અને બીજી તરફ પ્રશાસન સામે બખાળા કાઢ્યા કરે છે. પરન્તુ આ ચર્ચવાળાએ વેડફાટ–કકળાટના ચક્કરમાંથી બહાર આવવાનો રસ્તો શોધી લીધો છે. ઘણાં સમયથી એમણે વોટર હાર્વેસ્ટીંગ, એટલે કે જળસંચયનની શરુઆત કરી દીધેલી, એના પરીણામે ચર્ચ, અને એની સાથે સંકળાયેલી સ્કુલના ગાર્ડન કે ટોઈલેટ્સમાં, મહાનગરપાલીકા દ્વારા પુરાં પડાતાં શુદ્ધ પાણીની જરુર નથી પડતી.
હવે આ ચર્ચવાળા, બોમ્બે કેથલીક સભા સાથે મળીને એમની નજીક આવેલા વીક્રોલી રેલવે સ્ટેશનને દત્તક લેવા માંગે છે. ચર્ચ દ્વારા સંચાલીત સ્કુલમાં ભણતા વીદ્યાર્થીઓ, વીક્રોલી સ્ટેશનને સ્વચ્છ, સુંદર બનાવવાના કામમાં જોડાવા તૈયાર છે. આમ તો મુમ્બઈના, વીલે પાર્લે રેલવે સ્ટેશનને દત્તક લઈને મીઠીબાઈ કૉલેજના વીદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ આ દીશામાં પહેલ કરી ચુક્યા છે. બીજી શૈક્ષણીક સંસ્થાઓ અને કંપનીઓ આ દીશામાં વીચારવા લાગી છે; પણ કોઈ ધાર્મીક સ્થળ કે સંસ્થાએ આજ પહેલાં આવું કર્યાનું સાંભળ્યું નથી, કમ સે કમ મુમ્બઈમાં તો નહીં. એમને મંજુરી મળશે કે નહીં, એ હજી નક્કી નથી. પણ હવે વીચાર એ આવે છે કે ખ્રીસ્તી ધર્મગુરુઓને શંકાની નજરે જોયા કરતાં બીજાં ધાર્મીક સંગઠનો આવું કંઈ કરી શકે કે નહીં ?
ગરીબ લોકોને ખ્રીસ્તી ધર્મ પ્રત્યે આકર્ષવાનું સરળ કેમ છે, આ વીશે ઘણા સમય પહેલાં એક ડૉક્ટર – સોશીયલ વર્કરે એમનું નીરીક્ષણ રજુ કરતાં કહેલું કે : ‘આપણે ત્યાં ગલીએ ગલીએ મન્દીરોમસ્જીદો ઉભાં થાય છે; પણ અમુક અપવાદને બાદ કરતા ત્યાં માત્ર ધાર્મીક પ્રવૃત્તીઓ થાય છે. બીજી તરફ ચર્ચીસને જોઈ લ્યો ! કોઈ ચર્ચની સાથે સ્કુલ હોય, ક્યાંક વ્યસનમુક્તીનું કેન્દ્ર ચાલતું હોય. ઘણી જગ્યાએ માત્ર મોટું મેદાન હોય, જ્યાં છોકરાઓ રમવા આવતા હોય. ગરીબોને થોડાં રોટી, કપડાં ને પૈસાની લાલચ આપીને ખ્રીસ્તી બનાવી દેવાતા હોવાનો આક્ષેપ થાય છે; પરન્તુ આ બીજાં પરીબળો પણ ભાગ ભજવે છે. અને એને ખરાબ કઈ રીતે કહી શકાય? બીજાં ધાર્મીક સંગઠનોને આવી સમાજસેવા કરતા કોણ રોકે છે ? પણ એ લોકોને માત્ર વીરોધ કરવો છે.’
વાત સાવ ખોટી નથી. મોટાં ધર્મસ્થાનકો કદાચ એમને ત્યાં ઠલવાતા કરોડો રુપીયામાંથી થોડોઘણો હીસ્સો સામાજીક કાર્યોમાં વાપરતાં હશે; પણ એમનાથી થોડાં નાનાં કહેવાય એ શું કરે છે ? દેરાસરમાં કરોડો રુપીયા આપતા જૈનો કહે છે, ‘આ પૈસા બીજા કોઈ કામમાં વપરાય જ નહીં.’ ચાલો, ઘડીભર એક દલીલ સ્વીકારી લઈએ કે ધર્મસ્થાનકોએ સમાજસેવાનો ઠેકો નથી લીધો; પણ કમ સે કમ એ વાતાવરણને વધુ બગાડવાનું તો રોકી શકે કે નહીં ? મન્દીરોની બહાર થતી ગંદકી જોઈ છે ? ઘણીવાર પડીયામાં પ્રસાદ અપાય પણ પછી ખાલી પડીયો ફેંકવા માટે કચરાટોપલી નથી હોતી. જે મન્દીરની બહાર ગાયને ઘાસ ખવડાવવાનું પુણ્યકાર્ય ચાલતું હોય, ત્યાં તો કચરાના ઢગલેઢગલા અને ફુટપાથ પર ચાલવાની જગ્યા ન મળે. જૈન ઉપાશ્રયોની બહાર સાધુઓ ને સાધ્વીઓ દ્વારા જ એમની ગંદકી છુટી ફેંકાય છે. ધ્વનીપ્રદુષણ અંગે દેકારા થાય છે; પણ મસ્જીદોમાંથી દીવસના પાંચવાર લાઉડ સ્પીકર પરથી જે મોટા અવાજે બાંગ પોકારાય છે, એની સામે કોઈ બોલી શકતું નથી. વીક્રોલીના ચર્ચમાં પાણીનું ટીપેટીપું બચાવવાની વાત થાય છે, બીજી તરફ દુકાનમાંથી મીનરલ વોટરની બોટલ ખરીદીને પીપળે પાણી રેડવાનો ધરમ કરતી સ્ત્રીઓ જોઈ છે. અને મન્દીર હોય કે મસ્જીદ, ધીમે ધીમે બાંધકામ વધારીને જગ્યા ગપચાવવાનો ધંધો બધે ચાલે છે. આ બધાં ખોટાં કામ, ધર્મ પરીવર્તનથી ઓછાં ગંભીર છે ?
–વર્ષા પાઠક
‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તારીખ 18 સપ્ટેમ્બર, 2015ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘આપણી વાત’માંથી.. લેખીકા બહેનના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…
લેખીકા સમ્પર્ક : વર્ષા પાઠક, ઈ.મેઈલ : viji59@msn.com
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ પણ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 25/12/2015
સરસ વાત.
LikeLiked by 1 person
ખ્રસ્તી ધર્મના ઉદ્ભવ સમયે એ પ્રદેશ સમૃદ્ધ ન હતો, આથી જરુરીયાતમંદોને મદદ કરવાનું બહુ અગત્યનું હતું. આજે પરીસ્થીતી બદલાઈ છે, અને જરુરીયાતમંદોની સંખ્યા હીન્દુ ધર્મના પ્રદેશમાં વધુ છે. એ રીતે આપણે ત્યાં હીન્દુ ધર્મમાં ખરેખર સેવાને મહત્ત્વ આપવાની ખાસ જરુર છે. ગરીબાઈ બાબતમાં તો કર્મનો સીદ્ધાંત નેવે મુકવો જ જોઈએ.
LikeLiked by 1 person
Thought provoking. All religions can implement. માત્ર ગમતાનો ગુલાલ કરીએ એટલું જ નહિં, વર્ષાબેને પ્રેરણા અને માહિતીસભર વાંચન આપ્યું. આભાર.
LikeLiked by 1 person
Very nice thought. These all things can be encouraged by Govts also in a different way.
LikeLiked by 1 person
Aabhar varsha Ben khrishti dharmanu karya khhetra j ghanivar to jangal ma ke garib pradesh ma hoi chhe ane tya teo sachadilthi manav seva kare chhe jena karane garibo ne pan saro saharo male chhe ane teo jate te dharma thi aakarshay chhe aapna hindu mandiro ma padelu dhan jo manav seva ma vaprai to koi garib sa mate bija dharma ma jodai aapne madad karvi nathi ane bija madad kare to dharma parivartan na name teno virodh kariye chhiye kharekhar to mandiroma sadtu dhan garibo nuj chhe karan ke amiro e dan karelu dhan karchori nu athava garib majur nu soshan j chhe ane etlej MANDIRMA CHORI THAYA NA NEWS MANE GAME CHHE.
LikeLiked by 1 person
Aavu aapni dharmik sansthao ne suztu hot ke anukaran pan karyu hot,to.. aa dharm parivartan na name aatlo kakalat karvani jarur j na ubhi thai hot.
LikeLiked by 1 person
IT WOULD NOT BE PROPER TO MAKE A BIG CONCLUSION BASED ON STRAY INSIDENTS.
YES, THIS IS CORRECT THAT CHRIST MISSIONARY PRIESTS ARE DEDICATED TO THEIR AGENDA. THEY FIND OUT THE WAYS. SOME ARE WILLFULLY KEPT IRRELEVANT AS A PART OF STRATEGY. MOST HINDU PRIESTS ARE DEDICATED MAKING MONEY AND FAME.
LikeLiked by 1 person
ખૂબ સરસ વિચારો અને પ્રેક્ટીકલ ઇમ્પલીમેન્ટેશન…ખ્રિસ્તીઓ દ્વારા. આ ખર્િસ્તિઓ પણ કેવા ?….કન્વર્ટ થયેલાં…..પરદેશી ખ્રીસ્તીઓઅે શીખવીને તૈયાર કરેલા…હિન્દુઓ દ્વારા હડઘૂત થયેલાં…વર્ણાશ્રમના છેલ્લા વર્ણના …શુદ્રો……જેમને પૈસાભાર માન મળતું નહતું….જે ડગલે ને પગલે હડઘૂત થતાં હતાં તે કન્વર્ટેડ ખ્રિસ્તીઓ…..મંદિરના પુજારી બ્રાહ્મણો પણ ગંદકીના પ્રણેતા કહેવાય. કચરાની ટોપલી પણ નહિ રાખનાર…..શ્િવનાં લીંગને દૂઘ પાણીથી ઘોઇને મંદિરમાં ગંદકીવાળું ફ્લોર પવિત્ર ગણનારાઓને શું કહેવું ? વષૅાબહેને ઘ્વનિપ્રદૂષણની વાત લખી છે… તે પણ અેક મહાન પ્રશ્ન શારિરીક તંદુરસ્તીને માટે છે. પાણી, ખોરાક અને વિજળીની બચત ગરીબો સારીરીતે સમજા છે કારણ કે તેઓને માટે આર્થિક પરિસ્થિતિ તેમને શીખવે છે જ્યારે પૈસાવાળાઓને માટે ઉપભોગની વાત બની જાય છે. સૌથી વઘુ સામાજીક અને માનવીય વાતાવરણ બગાડનારાઓ રાજકારણીઓ છે…થોડાકને બાદ કરતાં. ચર્ચ અને ચર્ચના નિતિ નિયમો તથા તેને જીવનમાં ઉતારનારાઓને લાખો સલામ….ગંદકી રનારા અને તેને પ્રોત્સાહન આપનારા તથા ગંદકીનાબુદીમાં ભાગ નહિ લેનારાઓને માટે તિરસ્કારની લાગણીઓ અહિંથી પ્રદર્શિત કરું છું.
જેવાને તેવા કહેવામાં કોઇ શરમ રાખવી જોઇઅે નહિં.
દરેક સારા કાર્યો આપણા થકી પહેલાં શરું કરવાં જોઇઅે.
બીજાની રાહ જોઇને બેસી રહેનાર પણ નીગેટીવ વિચારસરણી બતાવનાર છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
હેલ્લો ગોવિંન્દ ભાઈ,
‘અભીવ્યક્તી’ના તમારા લેખો મારા ઈમેલમાં નીયમીત આવે છે.
બહુ જ ઉત્તમ અને માહીતી સભર જનજાગૃતિના લેખો હોય છે.
મારી વીચારધારા ને અનુરુપ…….
આ તમામ લેખો સીધે-સીધા ‘વોટ્સએપ’ દ્વારા મોકલી શકાય એવુ બની શકે
તો કોશીશ કરશો…. તો ઘણું જ સરળ થઈ જશે. જો શક્ય થઈ શકે તો.
એટલે જે લોકો પાસે કંપ્યુટર નથી તે લોકો પણ આનો લાભ લઈ શકશે.
મને આ વીચાર આવ્યો તે તમારી સમક્ષ મુકેલ છે.
સ્માર્ટ ફોન…..વોટ્સ અપ……અને આજ નો સમય તમે સમજી શકો છો.
ધન્યવાદ…
VASANT SHAH
ATLANTA U.S.A
________________________________
LikeLiked by 1 person
Reblogged this on .
LikeLiked by 1 person
વર્ષાબેનના અભ્યાસ પૂર્ણ લેખોનો હું ” કળશ” નો નિયમિત વાચક છું, હમણાં કેટલાક સમય થયા ” કળશ”માં તેમના લેખો આવતા બંધ થયા છે. ખેર ! આ લેખમાં જે વાત કરી છે તે આપણાં કહેવાતા કે થઈ પડેલા ધર્મ ગુરૂઓ કે બાવાઓ ક્યારેય વિચારવાના નથી. મંદિરોની બહાર અને અંદર ગંદકીના થર જામ્યા હોય છતાં આ ગંદકી કોઈને ગંદકી લાગતી જ નથી કદાચ ગંદકી વગર તેઓને પૂજા અર્ચન ના થઈ શકે તેવી સમજ ધરાવતા હોઈ શકે તેવી ક્યરેક શંકા થાય છે. ખેર ! આ લેખ મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર ! ગોવિંદ ભાઈ !
LikeLiked by 1 person
વહાલા વડીલ અરવીન્દભાઈ,
બહેન વર્ષા પાઠક નો લેખ ‘ચર્ચવાળા આવું કરે એને તમે શું કહેશો ?’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો.મારુ..
LikeLike
“आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत: | અમને સારા વિચારો દુનિયાભરમાંથી આવી મળો.” એવી આપણી પ્રાર્થના છે. આ તો આપણને આપણે ત્યાંથી જ મળેલા વિચારો છે. તેમને આભાર અને હરખ સાથે આવકારવા જોઈએ.
LikeLike
સ્નેહી રશ્મિકાંતભાઇ.
સારા વિચારો, ફીલોસોફીના વિચારો, અહિંસાના વિચારો…પ્રેક્ટીકલ લાઇફમાં મુકવા અને તે વિચારોને વળગીને જીવન જીવવા કેટલાં માણસો…‘માનવ‘ બને છે ? કેટલાં ટકા ? આ બઘા વિચારો તો પેપર ઉપર જ શોભે. હરખ સાથે આવકારવાનો સમય કોની પાસે છે ? અને સમય હોય પણ તો મેજોરીટીથી જુદા પડવા માટે હિંસાના ભોગ બનવું પડે છે.
વર્ણવ્યવસ્થાઅે તો, સ્વામી સચ્ચિદાનંદજીના મતે….‘અઘોગતીનું મૂળ…વર્ણવ્યવસ્થા‘ છે.
શુદ્રો…અને ગરીબો તો બઘી રીતે બિચારા છે…તેમની પાસે વિચારવાનો પણ સમય નથી.
વૈશ્યો…….વેપારી ટેકનીક વાપરીને પૈસાવાળા થવામાં બીઝી…..
ક્ષત્રિયો…….કોણ ?…..દેશના લશ્કરમાં તો વર્ણવ્યવસ્થાવાળા ક્ષત્રિયો કેટલાં ?
અને
બ્રાહ્મણો…..જીવન પોતાના વર્ણને વળગીને જીવી રહ્યા છે.
ટૂંકમા સદવિચારો મેજોરીટી પેપર ઉપર જ શોભે છે…પ્રેક્ટીકલ લાઇફમાં નહિ.( થોડા ટકા બાદ કરતાં)
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
“અભીવ્યક્તી’ના તમારા લેખો મારા ઈમેલમાં નીયમીત આવે છે.
બહુ જ ઉત્તમ અને માહીતી સભર જનજાગૃતિના લેખો હોય છે”.
શ્રી વસંત શાહના આ મંતવ્ય સાથે સંપૂર્ણ સહમત.
LikeLiked by 1 person
It is a good article to read and think and then, for implementation. They have done a right thing in life. We all should learn from them.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
ચર્ચના મેનેજમેન્ટને–વર્ષાબહેનને અને ગોવિંદભાઈને અભિનંદન.
ખૂબ જ યોગ્ય વાત અને અનુસરવા જેવું કામ.
દરેક મંદિર–મસ્જિદની બહાર આ લેખ ચોંટાડી દેવાનો. કોઈક તો વાંચે ને કોઈક તો જાગે.
LikeLiked by 1 person
અન્ય ધર્મો સાથે સંકળાયેલાં ઘણાં સંસ્થાનો હવે ધીમેધીમે સુધારા અને નવાનવા કાર્યક્રમો કરીને સંસ્થાનોનાં નાણાંનો સદઉપયોગ કરતાં થયાં છે. હીન્દુ અને જૈનધર્મમાં પણ અનેક સામાજીક પ્રવૃત્તીઓ હાથ ધરાતી થઈ છે. તેની પણ વીગતો મળતી રહે તે જરુરી છે.
LikeLiked by 1 person
This is a ‘huge’ difference from Hindu/musleem to Christianity or Sikhism. In church, they have sources to help everyone on social behavior. Many churches has counseling for Marriage, financial, economies of household..etc….
The willingness to help community is part of our dharma which has forgotten by Hindu. If Siddhi Vinayak Mandir release their fund to take care of social needs, they can adopt all of Mumbai railway station and make them ‘state of art’ level or world class level…..
LikeLiked by 1 person