– દીનેશ પાંચાલ
એકવાર અમે ટ્રેનમાં જઈ રહ્યા હતા. મીત્રો જોડે ધર્મની ચર્ચા ચાલતી હતી. તેમાં એક મુસાફરે વચ્ચે પુછ્યું, ‘તમે ક્યો ધર્મ પાળો છો ?’ જવાબમાં શું કહેલું તે યાદ નથી; પણ આજે કોઈ પુછે તો કહીએ કે અમે ‘જીવનધર્મ’ પાળીએ છીએ. જીવનધર્મ આમ તો ‘માનવધર્મ’નો જ પર્યાય ગણાય પણ બે વચ્ચે થોડો ફેર છે. માનવધર્મ આદર્શવાદી છે. જીવનધર્મ વાસ્તવવાદી છે. થોડાં ઉદાહરણો વડે એ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. માનવધર્મ એટલે કોઈનું બુરું ન કરવું, પાપ ન કરવું, બેઈમાની ન આચરવી, દુઃખીઓને મદદ કરવી, ભુખ્યાઓને ભોજન આપવું… વગેરે વગેરે. અને જીવનધર્મ એટલે તમે જ્યાં જે સ્થીતીમાં ઉભા હો તે સ્થીતીમાં જે રીતે જીવવું પડે તેમ જીવવું તે જીવનધર્મ કહેવાય. એક દાખલો લઈએ. બસમાં ચડતી વેળા (ધક્કામુક્કી કરવાને બદલે) લાઈનમાં, શીસ્તબદ્ધ રીતે બસમાં ચઢવું એ નાગરીક ધર્મ ગણાય. પણ બધા જ પેસેન્જરો ધક્કામુક્કી કરીને ચડતાં હોય તો તમારે પણ ન છુટકે એ રીત અપનાવવી પડે. જો તમે શીસ્તબદ્ધ રીતે બસમાં ચડવાનો આગ્રહ રાખો તો સવારની સાંજ પડે તોય કોઈ બસમાં ચડી ના શકો. પ્રથમ નજરે આ વાત ખોટા ઉપદેશ જેવી લાગશે; પણ રસ્તો જ વળાંકવાળો હોય તો સીધા માણસે પણ વંકાવું પડે. એક બીજીય વાત સ્વીકારવી પડશે. જીવનમાં માત્ર અહીંસાની જ નહીં; હીંસાનીય જરુર પડે છે. એથી ક્યારેક દયા ત્યજીને હીંસા આચરવી પડતી હોય છે. આપણા સૈનીકો ચીન કે પાકીસ્તાન સામે જે બન્દુકબાજી કરે છે તે હીંસા જ કહેવાય; પણ દેશના રક્ષણ માટે તે જરુરી છે. (પાકીસ્તાનના લશ્કરમાં કોઈ ભારતીય સૈનીક હોય અને તેણે ભારતના સૈનીકો પર ગોળીબાર કરવો પડે, તો તે તેનો જીવનધર્મ ગણાય. જો તેને આપણે ભારત સાથેની બેવફાઈ કહીશું તો આપણા દેશના પાકીસ્તાન તરફી મુસ્લીમોને વખોડવાનો આપણને કોઈ હક રહેશે નહીં.) જીવનધર્મની આચારસંહીતા એ છે કે ‘જેની ઘંટીએ દળીએ તેનાં ગીત ગાઈએ.’
સુરતના મુસ્લીમ બીરાદર મરહુમ ફીરોઝ સરકાર સાહેબ કહેતા : ‘ધર્મ માણસને બીજા સાથે હળીમળીને કેમ જીવવું તે શીખવે છે.’ તેઓ એક પંક્તી ટાંકતા : ‘મજહબ નહીં સીખાતા આપસ મેં બૈર રખના… હીન્દી હૈં હમ, વતન હૈ હીન્દોસ્તાં હમારા !’ હમણાં બે ત્રણ મુસ્લીમ મીત્રોને મળવાનું બન્યું, ત્યારે ફીરોઝ સરકાર સાહેબનું સ્મરણ થયું. મીત્રોએ ઈસ્લામ ધર્મ અંગે જે વૈજ્ઞાનીક અને મહીમાસભર વાતો કરી તે સાંભળી આનન્દ થયો. અમારે કબુલવું જોઈએ કે અમે કોઈ પણ ધર્મના અધીકૃત અભ્યાસુ નથી; પણ એટલું સમજાય છે કે કોઈ પણ ધર્મ કદી માણસને ઝનુની કે હીંસક બનવાનો ઉપદેશ આપતો નથી. ધર્મોને ગ્રંથો કરતાં જીવન સાથે વધુ ગાઢ સમ્બન્ધ હોય છે. ધર્મ એટલે બીજું કાંઈ નહીં; સારું જીવન જીવવાની નીયમાવલી ! ધર્મ હીંસા ન આચરવાનું કહે છે; પણ એ વાતને વીવેકબુદ્ધીના ત્રાજવે તોળીને તેનો અમલ કરવો પડે. ગાંધીજી અહીંસાવાદી હતા; પણ તેમણે આશ્રમમાં રોગથી પીડાતા વાછરડાને ઈંજેક્શન મુકાવી જીવનમુક્ત કરાવ્યો હતો. (આજે તેઓ ફરી જન્મે તો મચ્છરોના ત્રાસ સામે તેમણે પણ બેગોનસ્પ્રેનો છંટકાવ કરવો પડે) મહાભારતના યુદ્ધવેળા અર્જુને મુંઝવણ વ્યક્ત કરી હતી : ‘જેના પર મારે બાણ ચલાવવાનાં છે એ બધા તો મારા ભાઈઓ છે. હું એ આપ્તજનોને શી રીતે મારી શકું ?’ કૃષ્ણને બદલે ગાંધીજી હોત તો તેમણે જવાબ આપ્યો હોત : ‘અહીંસા પરમો ધર્મ’ એમ હુંય માનું છું; પણ મારા બગીચામાં ઉધઈ, ઈયળ કે અન્ય જીવાતો છોડવાઓનો નાશ કરતી હોય, તો મારે વીવેકબુદ્ધી વાપરીને તેનો નાશ કરવો પડે. ઘરમાં વીશ–પચ્ચીશ ઉંદરો ચીજવસ્તુઓનો બગાડ કરતા હોય તો તેમના પ્રત્યે કરુણા ન દાખવી શકાય. જે વીનાશ કરે છે તેનો નાશ કરવો એ પાપ નથી; જીવનધર્મ છે.
દોસ્તો, ફરજના ભાગરુપે હીંસા આચરવી પડતી હોય તો તે જરુરી છે. કોઈ માણસ કસાઈને ત્યાં પશુઓની કતલ કરવાની નોકરી કરતો હોય, તો તેનાથી અહીંસક બની શકાય ખરું ? તે દયાળુ હોઈ શકે; પણ હીંસા એનો જીવનધર્મ બની રહે છે. કોઈનું ખુન કરતા ગુંડાને (અથવા બોમ્બબ્લાસ્ટ કરતા આતંકવાદીને) પોલીસો એન્કાઉન્ટરમાં મારી નાખે, તો તેવી હત્યા પવીત્ર ગણાય. (રીઢા ગુનેગારને ફાંસીની સજા થાય ત્યારે તે રાષ્ટ્રપતીને દયાની અરજી કરે છે. મોટે ભાગે રાષ્ટ્રપતી તેની અરજી માન્ય રાખીને તેને ફાંસીથી બચાવી લે છે. એવી કહેવાતી દયા ‘મુર્ખામીભરી માનવતા’ ગણાય. આતંકવાદીઓ કે ધન્ધાદારી ખુનીઓ દયાને પાત્ર હોતા નથી. કાયદો તેને ફાંસીની સજા ફરમાવે પછી તેની દયાની અરજી માન્ય રાખવી એ થુંકેલું ચાટવા જેવી સંવૈધાનીક બેવકુફી ગણાય.) પાકીસ્તાનના આતંકવાદી અજમલ કસાબને ફાંસી થયેલી તે પુર્વે આખા દેશનો જીવ તાળવે ચોંટી ગયો હતો. (સરકાર એ શેતાનને ફાંસીને બદલે ‘શતમ્ જીવ શરદ’નો આશીર્વાદ આપી બેસે !) આપણા રાજકારણીઓમાં પણ 162 સાંસદો પર કોર્ટમાં કેસો ચાલે છે, એથી ક્રીમીનલો પ્રત્યે તેમનો સ્થાયીભાવ ક્ષમાનો જ રહેતો આવ્યો છે. (એમ જ હોય… વાઘ જંગલનો વડોપ્રધાન બને તો તે હરણોને બંદુકની ફેક્ટરી ખોલવાનું લાયસન્સ નહીં આપે. દીપડો કદી ‘અહીંસા પરમોધર્મ’નું પાટીયું ગળામાં લટકાવીને ફરે ખરો ?)
ધર્મના મુળ મુદ્દા પર આવીએ. માણસની પાર વીનાની અન્ધશ્રદ્ધાઓને કારણે ધર્મમાં એટલી વીકૃતીઓ પ્રવેશી ગઈ છે કે આજે ધર્મ ન પાળવા કરતાં, પાળવાથી વધુ મુશ્કેલીઓ ઉભી થાય છે. નાસ્તીકો ભગવાનનું અસ્તીત્વ નથી એમ કહીને શાંતીથી બેસી રહે છે. પણ આસ્તીકો શ્રદ્ધાને નામે મોટું ધર્મયુદ્ધ આચરી બેસે છે. એશ–આરામબાપુ અને નારાયણ સાંઈ નાસ્તીક હોત તો સેંકડો સ્ત્રીઓ બચી ગઈ હોત. (પેલી ભોગ બનેલી સગીરા પણ નાસ્તીક હોત તો બાપુના આશ્રમમાં જવાનું તેને ના સુઝ્યું હોત.) દોસ્તો, દરેક સત્ય વાત શક્ય હોતી નથી. બધાંને રાતોરાત નાસ્તીક બનાવી દઈ શકાતા નથી. પણ સત્ય અને ન્યાયનો ધરમકાંટો બન્નેનો સરખો ન્યાય કરે છે. આસ્તીક– નાસ્તીકને વચ્ચે લાવ્યા વીના એક વાત છાતી ઠોકીને કહી શકાય, કોઈ પણ વ્યક્તી દુષ્ટતા આચરે તો તેનો બચાવ ન થઈ શકે. એક સત્ય વારંવાર સમજાય છે, દેશના તમામ હીન્દુ મુસ્લીમો નાસ્તીક હોત તો (અથવા વધુ સાચું એ કે તેઓ સમજદાર આસ્તીકો હોત તો) મન્દીર મસ્જીદનો કલહ ના થતો હોત. વીનોબા ભાવેએ કહેલું : ‘બે ધર્મો કદી લડતાં નથી. બન્ને ધર્મના અજ્ઞાની અનુયાયીઓ લડે છે’ એક ‘ધર્મખોર હીન્દુ’ અને એક ‘ધર્મખોર મુસ્લીમ’ જીદે ચડે તો ધર્મયુદ્ધના નામે ધીંગાણું થાય છે. પણ સજ્જન હીન્દુઓ અને સજ્જન મુસ્લીમો ભેગા મળે; તો એ સ્થળે ધર્માદા હૉસ્પીટલ બને અને બન્ને ધર્મના લાખો ગરીબ ભક્તોનો મફત ઈલાજ કરે. ધર્મનાં મુળીયાં જીવનમાં પડેલાં છે. પણ માણસ સ્થુળ ધર્મથી નહીં; બુદ્ધીયુક્ત ધર્મથી જ સુખી થઈ શકે. એ કારણે ધર્મ કદી બુદ્ધી વગરનો ન હોઈ શકે. વાત ન સમજાય તો હવે આગળ વાંચો. ભુખ એ કુદરતી પ્રકૃતી છે, અને અન્ન વીના માણસ મૃત્યુ પામી શકે છે. એથી ભુખ્યાને અન્ન આપવું એ ધર્મ કહેવાયો. એ કારણે જ ભોજનને ‘અન્નદેવતા’ કહેવામાં આવે છે. જળ વીના જીવન અશક્ય છે એથી તરસ્યાને પાણી પાવું એ ધર્મ કહેવાયો. (ઉનાળામાં લોકો તરસ્યા મુસાફરો માટે પરબ માંડે છે) દૃષ્ટી વીના માણસની જીન્દગી નકામી થઈ જાય છે. એથી અંધજનો માટે ચક્ષુદાન કરવું એ ધર્મ કહેવાયો. એ રીતે રક્તદાન, દેહદાન, કીડનીદાન, વીદ્યાદાન, વસ્ત્રદાન, અન્નદાન એ સર્વ શબ્દો સાથે ‘દાન’ શબ્દ જોડાયો છે. યાદ રહે પુજાપાઠ, આરતી, ધુપ, દીપ, હોમ–હવન જેવા કર્મકાંડોનો ઉલ્લેખ વેદ ઉપનીષદોમાં ક્યાંય નથી. એ બધું પાછળથી ધર્મગુરુઓએ ઘુસાડ્યું છે. પરન્તુ માણસની જીવનલક્ષી જરુરીયાતો પરાપુર્વથી ચાલી આવે છે એથી ઉપર જણાવ્યા તે સર્વ પ્રકારનાં દાન કરવાં એ આજનો શ્રેષ્ઠ માનવધર્મ છે અને એથીય સર્વશ્રેષ્ઠ તો એ જીવનધર્મ ગણાય.
ધુપછાંવ
‘રક્તદાન, ચક્ષુદાન કે દેહદાન કર્યા પછી,
માણસે મંદીરમાં જઈ ઘંટ વગાડવાની જરુર રહેતી નથી.
જો એટલાં પુણ્ય કરો તો તમારી જીવનની સફર સુખરુપે પુરી થઈ શકે
એટલું પુણ્યનું પેટ્રોલ કુદરત તમારી જીવનની ટાંકીમાં પુરી આપે છે.’
– દીનેશ પાંચાલ
તા.ક.;
લેખક શ્રી. દીનેશ પાંચાલે ઈન્ટરનેટ જગતમાં ‘જી.મેલ’ અને ‘ફેસબુક’ સાથે હાલ નાતો બાંધ્યો છે. અને પોતાનો બ્લોગ શરુ કરવા જઈ રહ્યા છે. એમના વાચક અને ચાહક મીત્રો ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com પર તેઓનો સમ્પર્ક કરી શકે છે.
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 12 જાન્યઆરી, 2014ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાને તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચક મીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 08/01/2016
‘બે ધર્મો કદી લડતાં નથી. બન્ને ધર્મના અજ્ઞાની અનુયાયીઓ લડે છે’ Ekdum haachi vaat….. Very well explained difference between living necessity vs., Humanity.
As far as I know off: No religious book have claimed to be non-violent. Time after time, one must practice to destroy what is ‘bad’ or ‘spoiled’
‘અહીંસા પરમો ધર્મ’ એમ હુંય માનું છું; પણ મારા બગીચામાં ઉધઈ, ઈયળ કે અન્ય જીવાતો છોડવાઓનો નાશ કરતી હોય, તો મારે વીવેકબુદ્ધી વાપરીને તેનો નાશ કરવો પડે. Aa vaat Jain loko ne kon samjaave?
LikeLiked by 1 person
ધર્મના મૂળ મુદ્દા પર આવીયે તે પહેલાની વાત ખૂબ ગમી પછી રાબેતા મૂજબના ટાહ્યલાં જ. એની વે……
‘રક્તદાન, ચક્ષુદાન કે દેહદાન કર્યા પછી,
માણસે મંદીરમાં જઈ ઘંટ વગાડવાની જરુર રહેતી નથી.
દેહદાન કર્યા પછી કયો લલ્લુ મંદિરમાં ઘંટ વગાડવા જવાનો છે? અને જાય તો વાંધોયે શું છે? મને તો વાંધો નથી જ.
LikeLiked by 1 person
આખા યે લેખનો અક્ષરે અક્ષર સમજીને આચરવા જેવો છે. એકદમ સત્ય અને નર્યુ સત્ય જ નીતરે છે. સારા ખોટાનો, સાચા જૂઠ્ઠાનો ભેદ સમજવાની જે સમજણ છે એ જ સાચો ધર્મ છે.
ભૂરા રંગથી દર્શાવેલાં બધા જ વાક્યો એકદમ સચોટ છે.
LikeLiked by 1 person
ગોવિન્દભાઈ, ખૂબ સુંદર વિચારવા લાયક લેખ મુકવા બદલ આપને અને લેખક શ્રીને અભિનંદન.
LikeLiked by 1 person
મિત્રો,
અાત્મકથાના ભાગ ૧, પ્રકરણ ૧૦, ઘર્મની ઝાંખીમાં ગાંઘિજી લખે છે…‘ અહીં ઘર્મનો ઉદાર અર્થ કરવો જોઇઅે. ઘર્મ અેટલે આત્મભાન, આત્મજ્ઞાન.‘
ભાગ.૫ના પ્રકરણ નં ૧૪નું નામાંકરણ, ‘ અહિંસાદેવીનો સાક્ષાત્કાર ? ‘ કરેલું છે….તેમાં તેઓ લખે છે કે , ….‘ આ પ્રેમ તે પ્રેમ અથવા અહિંસાને વિષે રહેલી મારી અચલિત શ્રઘ્ઘા.‘ ( પ્રકરણ વાંચવા વિનંતિ છે.)
ગાંઘીજીઅે પોતાની આત્મકથાને..સત્યના પ્રયોગો તરીકે લખી છે. સત્યના પ્રયોગો……સત્યની વ્યાખ્યા જેવા જેવા પ્રસંગ તેવી તેવી રીતા કહી છે. પરંતુ મૂળે તો તે અેક સત્ય જ છે. રંગ રુપ ઝુઝવા..અંતે તો હેમનું હેમ હોય…..
પ્રકરણ નં: ૨૬, અૈક્યની ઝંખનામા. લખે છે, ‘ ઘર્મના પ્રશ્નમાં શ્રઘ્ઘા સર્વોપરી હોય છે. સૌની શ્રઘ્ઘા અેક જ વસ્તુને વિષે અેકસરખી હોય તો જગતમાં અેક જ ઘર્મ હોય.‘
અહિંસા માટે તેમના વિચારો તેમની અાત્મકથામાં ભાગ.૧ પ્રકરણ ૮માં મળે છે. પોતાનો દોષ કબુલ કર્યા બાદ……‘ મારે સારુ આ અહિંસાનો પદાર્થ પાઠ હતો. તે વેળા તો મેં અેમાં પિતાપ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું અેને શુઘ્ઘ અહિંસાને નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરુપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે ? અેવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે.‘
આ પણ અહિંસાનું અેક રુપ હતું.
ભાગ. ૪ , પ્રકરણ : ૩૯…ઘર્મનો કોયડો. અહિસાને ઉદ્દેશીને લખાયુ છે. અેમની આત્મકથામાં ઘર્મ ,સત્ય, હિસા, અહિંસા પાને પાને વાંચવા મળશે. તે દરેકની વ્યાખ્યા પણ તેમના વિચારો થકી મળશે.
અમૃત હઝારી.
ઘર્મ, સત્ય, હિંસા, અહિંસાની વ્યાખ્યા કદાચ સમયની સાથે ફેરફારો સ્વીકારતી હશે જ.
LikeLiked by 1 person
દાન કરવાં એ આજનો શ્રેષ્ઠ માનવધર્મ છે અને એથીય સર્વશ્રેષ્ઠ તો એ જીવનધર્મ ગણાય. ઘણુ સરસ, ખૂબ સુંદર વિચારવા લાયક લેખ મુકવા બદલ આપને અને લેખક શ્રીને અભિનંદન.ગોવિન્દભાઈ,
LikeLiked by 1 person
A very good article with most practical approach. Yes. it is true & agreeable statement that ‘buddhiyukat dhamathij sukhi thavay’ . NO religion teaches to follow it without understanding the reasoning behind it. ‘ANDHSHRADHDHA’ is mostly created by those who use ‘dharma’ for selfish purposes. Hats off to Shri Dineshbhai for such frank statements.
Navin Nagrecha,Pune ( Maharashtra)
LikeLiked by 1 person
બાળપણમાં સાંભળેલ “કોઈ પણ ધર્મ સચ્ચાઈ કરતાં મહાન નથી”. હવે આ સાંભળીઍ છીઍ “કોઈ પણ ધર્મ માનવતા કરતા મહાન નથી”.
અત્યારના યુગમાં તો ધર્મ ઍ ઍક ધંધો થઈ ગયેલ છે. મોલવીઓ, પૂજારીઓ અને પાસ્ટરો ને ઘી કેળા છે. ભોળા લોકો મસ્જીદો, મંદીરો તથા દેવળોમાં સ્વર્ગની આશા ઍ નાણુ આપે છે, જાણે અલ્લાહ, ભગવાન, ગોડ પૈસાનો ભુખ્યો છે.
“ઈસ્લામ ધર્મ” ને અરબી ભાષા માં “દીને ઈસ્લામ” કહેવામાં આવે છે. ઍટ્લે કે “દીન” ઍટલે ધર્મ. અરબી ભાષા માં “દીન” નો અર્થ થાય છે “જીવન જીવવાની ઉત્તમ રીત”.
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
Saras lekh agau aalekh JIVANSARITA NE TIRE ( Gujarat mitra) ma vanchyo chhe RAMAN BHRAMAN ane dinesh panchal na lekh matej gujaratmitra vanchto ane aa banne colum thi marama vichar parivartan thayu jeno swikar karu chhu.
Bijivat bhagva dhari DHA DHU PA PU o aavi sadi saral vat samjavta nathi. Potana pag par kuhadi kon mare.
LikeLiked by 1 person
” યાદ રહે પુજાપાઠ, આરતી, ધુપ, દીપ, હોમ–હવન જેવા કર્મકાંડોનો ઉલ્લેખ વેદ ઉપનીષદોમાં ક્યાંય નથી. એ બધું પાછળથી ધર્મગુરુઓએ ઘુસાડ્યું છે. પરન્તુ માણસની જીવનલક્ષી જરુરીયાતો પરાપુર્વથી ચાલી આવે છે એથી ઉપર જણાવ્યા તે સર્વ પ્રકારનાં દાન કરવાં એ આજનો શ્રેષ્ઠ માનવધર્મ છે અને એથીય સર્વશ્રેષ્ઠ તો એ જીવનધર્મ ગણાય.”
ધર્મને નામે કહેવાતા ગુરૂઓ,બાવાઓ,મહંતો, મૌલવીઓ કે પાદરીઓ લોકોને ડરાવતા રહી ભય યુકત કરી પોતાનો રોટલો શેકતા હોય છે.જેમાં ઉપર કહેલી વાત પૂજાપાઠ,આરતી.દીપ,હોમ-હવન જેવા અનેક પ્રકારના કર્મકાંડો કરવાથી જ ભાગ્ય ખીલે છે તેવું સમજાવવામાં આવે છે અને ભોળા લોકો પાસેથી ધર્મને નામે લૂંટ ચલાવે છે. બહુ જ સુંદર અને શબ્દ શબ્દ સમજવા જેવો અને જિવનમાં અમલમાં મોકવા યોગ્ય. ધન્યવાદ ! મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર !
LikeLiked by 1 person
Reblogged this on .
LikeLiked by 1 person
“આસ્તીક– નાસ્તીકને વચ્ચે લાવ્યા વીના એક વાત છાતી ઠોકીને કહી શકાય, કોઈ પણ વ્યક્તી દુષ્ટતા આચરે તો તેનો બચાવ ન થઈ શકે.”
Very well said and absolutely true.
LikeLiked by 1 person
“જીવનધર્મ”………..સુંદર લેખ છે.
LikeLiked by 1 person
Shree govindbhai ahi ek vachak no pratibhav vanchi ne vichar aavyo lekh ma dhupchhav ma je lakhyu chhe ke dehdan karya pachhi mandirma jai ne ghant vagadva ni jarur nathi tena anusandhan ma DEHDAN NI JAHERAT KARYA PACHHI mandirma jai ne ghant vahadva ni jarur nathi evu samajvu joiye.
LikeLiked by 1 person